પડછાયો

(951)
  • 94k
  • 45
  • 36.3k

આજ ફિર તુમપે પ્યાર આયા હૈઆજ ફિર તુમપે પ્યાર આયા હૈબેહદ ઔર બેશુમાર આયા હૈહોન્ડા સિટી કારમાં જોર જોરથી ગીત વાગી રહ્યું હતું અને કાવ્યા અમનને પોતાની મસ્તીમાં કાર ચલાવતા જોઈ રહી હતી. તેને શરારત સૂઝી અને અમનને ગલગલિયાં કરવા લાગી. અમન કાવ્યા તરફ પ્યાર ભર્યા ગુસ્સાથી જોવા લાગ્યો અને તેણે પણ કાવ્યાની પાતળી કમર પર ગલગલિયાં કરી લીધાં.. કાવ્યા તો લજામણીના પાંદડાની જેમ સંકોચાઈ ગઈ. "અમન, તું મને ગલગલિયાં ના કર, તને ખબર છે ને મને ખુબ જ ગલગલિયાં થાય છે." કાવ્યા નોર્મલ થતાં બોલી."તારી પાતળી કમર જોઇને હું પોતાની જાતને રોકી જ ના શક્યો અને તું સાડી પહેરીને

Full Novel

1

પડછાયો - 1

આજ ફિર તુમપે પ્યાર આયા હૈઆજ ફિર તુમપે પ્યાર આયા હૈબેહદ ઔર બેશુમાર આયા હૈહોન્ડા સિટી કારમાં જોર જોરથી વાગી રહ્યું હતું અને કાવ્યા અમનને પોતાની મસ્તીમાં કાર ચલાવતા જોઈ રહી હતી. તેને શરારત સૂઝી અને અમનને ગલગલિયાં કરવા લાગી. અમન કાવ્યા તરફ પ્યાર ભર્યા ગુસ્સાથી જોવા લાગ્યો અને તેણે પણ કાવ્યાની પાતળી કમર પર ગલગલિયાં કરી લીધાં.. કાવ્યા તો લજામણીના પાંદડાની જેમ સંકોચાઈ ગઈ. "અમન, તું મને ગલગલિયાં ના કર, તને ખબર છે ને મને ખુબ જ ગલગલિયાં થાય છે." કાવ્યા નોર્મલ થતાં બોલી."તારી પાતળી કમર જોઇને હું પોતાની જાતને રોકી જ ના શક્યો અને તું સાડી પહેરીને ...Read More

2

પડછાયો - 2

કાવ્યા રાતના બે વાગ્યે ફરી પેલી માનવ આકૃતિ ને જોઈ જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે.કાવ્યાની ચીસ અમન તરત જ જાગીને કાવ્યા તરફ જોવા લાગ્યો તો કાવ્યા બેડની સામેની દીવાલ તરફ જોઈને ડરી રહી હતી. અમન કાવ્યાનો હાથ પકડીને બોલાવે છે તો કાવ્યા પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી અમનને પોતાની પાછળ રહેલા ઓશિકા વડે મારવા લાગી. અમન ચીસ જેવા અવાજે કાવ્યાને બોલાવે છે,"કાવ્યા, હું છું અમન જો, તું મને કેમ મારવા લાગી?" કાવ્યાએ હવે જોયું કે પોતે જેને મારી રહી છે તે બીજું કોઈ નહીં પણ અમન છે અને પછી અમનને ગળે વળગીને રડવા લાગી અને કહેવા લાગી,"આઈ ...Read More

3

પડછાયો - ૩

કાવ્યા સપનામાં પડછાયાને જોઈને ડરી જાય છે અને અમનને જગાવવા તેના તરફ ફરે છે તો ત્યાં અમન હતો જ કાવ્યા બેડ પરથી નીચે ઉતરીને અમનને શોધવા લાગે છે. તે બેડરૂમનું બારણું ખોલી બહાર જવા ગઈ ત્યાં અમન બાથરૂમમાંથી બહાર આવ્યો અને કાવ્યા તેની નજીક જઈ તેેે વળગી જ ગઈ. અમને કાવ્યાને શાંત પાડી બેડ પર બેસાડી દીધી અને પૂછવા લાગ્યો, "ડિયર, તું ઠીક છે ને? તે ચીસ કેમ પાડી હતી? હું તો બાથરૂમમાં હતો. તું ઠીક છે ને."કાવ્યા અમનના હાથ પકડીને બોલી, "અમન, પેલો પડછાયો મારા સપનામાં આવ્યો હતો અને તે તારી જગ્યાએ સૂતો ...Read More

4

પડછાયો - 4

કાવ્યા જન્નત માટે ગિફ્ટ લઈને સ્કૂટર પર પાછી ઘરે આવી રહી હતી ત્યારે અચાનક કોઈ તેની કમર પર હાથ રહ્યું હોય એવું કાવ્યાને મહેસુસ થાય છે અને સ્કૂટરની પાછળની સીટ પર કોઈ બેઠું હોય એવું લાગે છે અને કાવ્યા સાઈડ મિરરમાં જોવે છે તો ત્યાં પડછાયો હોય છે અને તે સ્કૂટર પર નો કાબુ ગુમાવી બેસે છે અને સામે થી આવતી કાર સાથે ટકરાઈ જાય છે. કારવાળા એ તરત જ બ્રેક મારી દીધી જેથી વધુ મોટું એક્સીડન્ટ થતાં બચી ગયું પણ કાવ્યા સ્કૂટર પર થી ફગાઈ ગઈ તેથી તેને વધુ વાગ્યું નહીં, જન્નત માટે લીધેલ બાથટબ પણ ફગાઈ ગયું અને ...Read More

5

પડછાયો - 5

સમીરના ઘરે પહોંચીને પાર્કિંગમાં કાવ્યાને ફરી પડછાયો દેખાયો. સમીર અને અમન બંને આગળ ચાલી રહ્યા હતા અને કાવ્યા તેમની ચાલી રહી હતી. તેણે પાછળ ફરીને કાર પાસે જોયું તો પડછાયો ત્યાં જ હતો અને કાવ્યાને હાથના ઈશારાથી પોતાની પાસે બોલાવી રહ્યો હતો. કાવ્યા તેને જોઈને ખુબ જ ડરી ગઈ. તે દોડીને અમન અને સમીર પાસે પહોંચી ગઈ અને તેમની સાથે ઘરમાં ચાલી ગઈ. અમન અને સમીર આ વાતથી અજાણ પોતાની વાતોમાં જ પડ્યા હતા. કાવ્યાના શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. તેના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવા લાગી અને થોડી જ વારમાં તે સ્વસ્થ થઈ ગઈ અને ત્યાં સામેથી સમીરની પત્ની શબાના ...Read More

6

પડછાયો - 6

કાવ્યાને સમીરના ઘરે બાથરૂમમાં પડછાયો દેખાયો હતો અને તેનાથી બચવા તે ભાગવા ગઈ અને તેનો હાથ શાવરના હેન્ડલ પર ગયો તો શાવર ચાલુ થઈ ગયો અને તેમાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો અને કાવ્યા આખી લોહી થી પલળી ગઈ. તે ખૂબ જ ડરી ગઈ અને ચિલ્લાવા લાગી હતી અને બાથરૂમનો દરવાજો ખખડાવવા લાગી હતી.કાવ્યાની ચીસ અને દરવાજો ખખડાવવા નો અવાજ સાંભળી બધા ઉપર દોડી ગયા. અમન બધાથી આગળ દોડી ગયો હતો. તેણે બહારથી બંધ કરેલ દરવાજો ખોલી નાખ્યો અને કાવ્યા બહાર આવી સીધી તેને વળગી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન કાવ્યાને પીઠ પર હાથ ફેરવવા લાગ્યો અને ...Read More

7

પડછાયો - ૭

રવિવારની રજા હોવાથી અમન અને કાવ્યા અમનના ગામ ભડુલી પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવા જવા નીકળી પડ્યા. શહેરથી ભડુલી ગામનો ફક્ત એક કલાકનો જ હતો. અમન અને કાવ્યા બંને કારમાં ગીતો વગાડતાં વગાડતાં પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી આથી ઠંડો પવન વાઈ રહ્યો હતો. હાઇવેની બંને તરફ ખેતરોના લીધે નજારો ખુબ રળિયામણો લાગી રહ્યો હતો. ખેેતરોમાં મગફળી અને મકાઈ જેવા પાક પવનની લહેરખીઓ સાથે લહેરાઈ રહ્યા હતા. ગામમાં પ્રવેશતાંની સાથે જ અમનનો ચહેરો ખુશીના લીધે હરખાઈ રહ્યો હતો. તેણે ગામની બજારમાંથી ત્યાંના ફેમસ રાધાકૃષ્ણ ડેરીના પેંડા લીધા. તેના મમ્મી રસીલાબેનને પેંડા ખુબ જ ભાવતા આથી અમને ...Read More

8

પડછાયો - ૮

કાવ્યા અને અમન તેમના ગામથી પાછાં ફરી રહ્યા હતા ત્યારે એક પાગલ આવીને કાવ્યાને ડરાવી ગયો, "તે તારો પીછો છોડે તું ગમે ત્યાં જઈશ તે તારી પાછળ પાછળ આવી જ જાશે તું એને ભૂલવાની ગમે એટલી કોશિશ કરી લે એ તને પોતાની યાદ અપાવતો જ રહેશે તું બચી નહીં શકે એનાથી.." આટલું બોલી પાગલ હસવા લાગ્યો અને કાવ્યા તેને જોઈને ડરી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન પાગલને મારવા લાગ્યો અને કાવ્યા તેને છોડાવીને પાછી કારમાં લઈ આવી અને તેઓ ગામમાંથી નીકળી ગયા. રસ્તામાં અમન કાવ્યાને કેટલો પ્રેમ કરે છે એ કાવ્યાને પોતાના શબ્દો તથા લાગણી દ્વારા દર્શાવી ...Read More

9

પડછાયો - ૯

અમને તેના બોસ વનરાજ સિંઘાનિયા દ્વારા અમેરિકા ડીલ કરવા જવાની વાતને કાવ્યા માટે થઈને નકારી દીધી. તે કાવ્યાના આવા સમયમાં તેની સાથે જ રહેવા માગતો હતો આથી તેણે પોતાના બોસને અમેરિકા જવા માટે ના પાડી દીધી. તે કાવ્યાને આ વિશે જણાવતો પણ નથી નહિતર કાવ્યા તેને જવા માટે મનાવી લેત. પણ તે કાવ્યાને હવે એકલી મૂકવા જ માંગતો ન હતો. આથી આ વાત છૂપાવવી જરૂરી હતી.બીજા દિવસે સવારે ચા નાસ્તો પતાવીને અમન ઓફિસ ચાલ્યો ગયો અને સીધો જ પોતાની કેબિનમાં જઈ કામ કરવા લાગ્યો. તે પોતાના કામને જ ઈશ્વર માનતો અને પૂજતો. થોડી વાર થઈ ત્યાં સમીર તેની કેબિનમાં ...Read More

10

પડછાયો - ૧૦

કાવ્યા પોતાના ઘરના બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી ત્યાં બંગલાના મેઇન ગેટ પાસે કોઇકનો અવાજ સંભળાયો. કાવ્યા દોડીને ગઈ અને જોયું તો એક મહિલા કાળાં રંગનાં વસ્ત્રોમાં સજ્જ ઊભી હતી. તેની આંખો એકદમ મોટી અને રતાશ પડતી હતી. તેના લાંબા કાળા અને વાંકડિયા વાળ તેને વધુ બિહામણી બનાવી રહ્યા હતા. તે ત્યાં લાકડાંની ડાળખી વડે એક નાનકડું કુંડાળું કરીને તેમાં કંકુ નાખીને કંઇક શ્લોકનું મોટા અવાજે ઉચ્ચારણ કરી રહી હતી. તે અવાજ સાંભળીને જ કાવ્યા ત્યાં દોડી આવી હતી. કાવ્યા તેને જોઈને જ ડરી ગઈ અને તેની આંખો ફાટી ગઇ."કોણ છો તમે અને અહીં આ બધું શું કરી ...Read More

11

પડછાયો - ૧૧

અમનના અમેરિકા ગયા પછી કાવ્યા દુઃખી હતી અને ડરેલી પણ. તેના ડરનું કારણ નયનતારાએ કરેલી ભવિષ્યવાણી હતી. ભવિષ્યવાણી અનુસાર પડછાયો ફરી પાછા દર્શન આપવાનો હતો અને તે શનિવાર કયામત લાવવાનો હતો. કાવ્યા ખૂબ જ ડરી ગઈ હતી પણ અમનને એ વાતનો અણસાર સુધ્ધાં આવવાં દીધો નહોતો. તે નહોતી ઈચ્છતી કે અમન અમેરિકા જવાનું માંડી વાળે આથી તેણે અમનને હસતાં મુખે વિદાય આપી રવાના કર્યો હતો. પણ તેના મનમાંથી ડર હટવાનું નામ નહોતો લેતો. અમનના અમેરિકા ગયા નાં બીજા દિવસે કાવ્યા પોતાના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન સાથે હસી ખુશીથી સમય પસાર કરવા લાગી. આખો દિવસ બધા મજા મસ્તી કરતાં રહ્યાં. ...Read More

12

પડછાયો - ૧૨

શનિવારનો દિવસ આવી ગયો હતો અને કાવ્યા વધુ ને વધુ ડરી રહી હતી. તેણે પોતાનો ડર થોડો ઓછો થાય માટે પોતાનાં મમ્મી અને સાસુને બધી જ વાત કરી દીધી. એ લોકોની વાતચીતમાં એક રહસ્ય ખુલી ગયું કે પડછાયો શનિવારે જ આવે છે અને ફક્ત કાવ્યાને દેખાય છે પણ આ રહસ્ય ખુલતાંની સાથે જ નવું રહસ્ય ઉજાગર કરી ગયું કે પડછાયો શનિવારે જ શા માટે દેખાય છે. બધાં જ આખો દિવસ સાથે રહીને માતાજીનાં નામનું સ્મરણ કરતાં રહ્યાં જેથી કાવ્યાને ડર ના લાગે. રાતનાં નવેક વાગ્યે બધા ડાાનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યાં હતાં. તે દરમિયાન આકાશમાંથી કાળાં રંગનો ધુમાડો નીચે ...Read More

13

પડછાયો - ૧૩

કાવ્યાની સાથે અજીબ ઘટના બની હતી. તે રસોડામાં પાણીનો જગ ભરવા ગઈ ત્યાં ફ્રીઝની ઉપર રહેલાં ડબ્બામાંથી તેની ઉપર ઢોળાઈ ગઈ અને આખી છાશથી લથપથ થઈ ગઈ. ત્યાં જ તેની પાછળ પડછાયો આવી ગયો અને કાવ્યા તેને જોઈને ડરી ગઈ અને ચિલ્લાવા લાગી. તેનાં અવાજથી બન્ને મમ્મીઓ ત્યાં આવી ગયાં અને તેને સંભાળી બેડરૂમમાં લઈ ગયાં અને તેને નહાવા મોકલી દીધી. પછી કાવ્યા નાહી ધોઈને બહાર આવી ત્યારે બન્ને મમ્મીઓ તેની પાસે જ બેઠી રહી અને તેને માથે હાથ ફેરવી સૂવડાવી દીધી. આ બાજુ પડછાયો પણ કાવ્યાને લઈ જવાનું મૂડ બનાવીને બેઠો હતો. તે ધીમે પગલે કાવ્યા ના રૂમ તરફ આવ્યો. ...Read More

14

પડછાયો - ૧૪

પડછાયો કાવ્યાને સ્પર્શ્યા વિના જ ફક્ત હાથના ઈશારે ઢસડીને છત પર લઈ આવ્યો હતો. તેણે કાવ્યા સાથે વાત કરવાની કરી તો કાવ્યા તેને સાંભળ્યા વિના જ છતની પાળ પર ચઢી ગઈ અને તે અજાણતાં જ પાળ પરથી બીજી તરફ નીચે પડી ગઈ અને જોરથી ચીસ પાડી. તેની ચીસ સાંભળી રસીલાબેન અને કવિતાબેન છતના દરવાજા તરફ દોડ્યાં. સેકન્ડ ફ્લોરની છત પરથી કાવ્યા નીચે પડી રહી હતી અને જમીનથી એકાદ ફૂટ જેટલી જ દૂર હતી ત્યાં તેને કોઈએ પકડી લીધી હોય એવું લાગ્યું. તે હવામાં જ ઊભી થઈ ગઈ અને ઊડીને પાછી છત પર પડછાયો જ્યાં ઊભો હતો ત્યાં આવી ગઈ અને ...Read More

15

પડછાયો - ૧૫

પડછાયા એ કાવ્યાને પોતાની ઓળખાણ આપી કે તે વનરાજ સિંઘાનિયાનો પૂત્ર રૂદ્રરાજ સિંઘાનિયા ઉર્ફે રોકી છે અને તેની મોતનું અમન છે ત્યારે કાવ્યાને ખુબ જ દુઃખ થયું અને તે જમીન પર જ ફસડાઈ પડી."તારે હિંમત રાખીને સાંભળવું પડશે કાવ્યા.. તું પહેલાં મારી પૂરી વાત સાંભળી લે પ્લીઝ." પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી બોલ્યો."હા, તમે તમારી વાત કહો." કાવ્યા પોતાના દુઃખને દબાવી સ્વસ્થતા પ્રાપ્ત કરી બોલી."હા તો હું લંડનથી ઈન્ડિયા આવ્યો એના બીજા જ દિવસે ઓફિસ આવ્યો હતો અને તારો ઓફિસમાં છેલ્લો દિવસ હોવાથી તું રિઝાઈનની ફોર્માલિટી પતાવી રહી હતી અને મારી નજર તારા પર પડી અને હું મારી આસપાસ રહેલી ...Read More

16

પડછાયો - ૧૬

પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી કાવ્યાને પોતાની આપવીતી કહી રહ્યો હતો જેમાં અમનના હાથે તેનું મૃત્યુ થયું હતું. અમને રોકીને માળની ઈમારતની છતની કિનારી પર ફક્ત શર્ટનો કૉલર પકડીને લટકાવી રાખ્યો હતો અને કૉલર ફાટતાં રોકી નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. બીજી તરફ કાવ્યાના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન છતના દરવાજા પાછળ દરવાજો ખખડાવી રહ્યા હતા અને કાવ્યાની ચિંતા કરી રહ્યા હતા. કેટલીય વાર સુધી દરવાજો ખખડાવ્યાં છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતાં તેઓ ત્યાં જ નીચે બેસી ગયાં હતાં. "મારી આખી જિંદગીમાં મેં પહેલી વખત આવું જોયું છે. કાવ્યા તો બસ એની મેળે જ ખેંચાઈ રહી હતી. હું ...Read More

17

પડછાયો - ૧૭

પડછાયારૂપી રોકીએ કાવ્યા પાસે પોતાની આત્માની મુક્તિ માટે અરજ કરી અને કાવ્યાએ વિચાર્યા વગર જ હા પાડી દીધી પછી આવ્યું કે આત્માની મુક્તિ માટેની જે વિધિ છે એ તો તેને આવડતી જ નથી. તેણે તેના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન પાસે સલાહ લીધી પણ તેમની પાસેથી પણ કોઈ મદદ ના મળી. વાતોમાં ને વાતોમાં જ સવાર પડી ગઈ. બધાએ નાહી ધોઈ નાસ્તો કરીને નવરાં થઈ ગયા. બધાના મનમાં બસ એક જ વિચાર હતો કે રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે થશે. કાવ્યા તો રોકીને પોતે વિધિ કરશે એવું વચન આપવા બદલ પસ્તાઈ રહી હતી. પરંતુ હવે પસ્તાવાનો કોઈ અર્થ ...Read More

18

પડછાયો - ૧૮

પડછાયારૂપી રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે કરવી એ વાતથી પરેશાન કાવ્યાને નયનતારાની યાદ આવી કે એ પોતાની કરી શકે છે પણ એ ક્યાં રહે છે એના વિશે કાવ્યા જાણતી ન હોવાથી નયનતારાને કેવી રીતે શોધવી એ પોતાના મમ્મી અને સાસુ સાથે ચર્ચા કરી રહી હતી.અચાનક જ વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો. હોલની બારીમાંથી જોરદાર પવન સાથે વરસાદની વાંછટ અંદર આવવા લાગી. કાવ્યા ઊભી થઈને બારી બંધ કરવા ગઇ. તે બારી પાસે પહોંચી બારી બંધ કરવા ગઇ ત્યાં જ તેની નજર તેના ઘરના બગીચા પાસેના દરવાજા પર પડી. દરવાજાને અડીને કોઈ સ્ત્રી વરસાદથી બચવા માટે ઊભી ...Read More

19

પડછાયો - ૧૯

પડછાયારૂપી રોકીના આત્માની મુક્તિ માટેની વિધિ કરવા કાવ્યા પોતાના મમ્મી અને સાસુ સાથે એ પહાડી પર પહોંચી ગઈ જ્યાં સૌપ્રથમ વખત પડછાયાને જોયો હતો. પહાડી ચઢતી વખતે કાવ્યા પર ચામાચીડિયાંએ હૂમલો કર્યો અને કાવ્યાના મોં પર બચકા ભરી લીધાં. છતાં કાવ્યા હવે પાછળ ન હટવાનું નક્કી કરી પોતાના મમ્મી અને સાસુ સાથે પહાડી ઉપર ચઢી ગઈ જ્યાં નયનતારા પહેલેથી જ તેની રાહ જોઈ રહી હતી.નયનતારાની પાસે યજ્ઞનો કુંડ તૈયાર હતો અને તેની એક તરફ પાંચ કાચની પારદર્શક બરણીઓ પડી હતી. તેમાં પાણી ભરેલું હતું અને એમાં કંઈક દડા જેવી વસ્તુ તરી રહી હતી. રાત્રીના અંધકારના લીધે એ સ્પષ્ટ દેખાઈ ...Read More

20

પડછાયો - ૨૦

રોકીના આત્માના મોક્ષ માટેની વિધિ ચાલી રહી હતી. નયનતારાના કહેવા પ્રમાણે રોકીની આત્મા પડછાયાના સ્વરૂપમાં હોવાથી પહેલા શરીર બનાવવું પછી જ તેની આત્માને મુક્તિ મળશે. પહેલાં તો કવિતાબેને આ ક્રિયા કરવાનો વિરોધ કર્યો પણ કાવ્યાના કહેવાથી શરીર બનાવવાની ક્રિયા ચાલુ થઈ. નયનતારાએ સિંહ, ઘુવડ, ઘોડો, બાજ તથા હાથી જેવા પ્રાણીઓના હ્રદય ઊકળતા પાણી જેવા દ્રવ્યમાં નાખીને કાવ્યાની હથેળી પર ચાકુ વડે લોહી કાઢી ઉકળતાં દ્રવ્યમાં નાખ્યું અને કંઈક મંત્રોચ્ચાર ચાલુ કર્યા.થોડી વાર બાદ જેવા મંત્રોચ્ચાર બંધ થયા કે તરત જ આકાશમાંથી કાળો ધુમાડો નીચે આવી ઉકળતાં દ્રવ્યના પાત્રમાં સમાઈ ગયો અને દ્રવ્ય સાથે ભળી ગયો અને જોરદાર ધડાકો થયો. ...Read More

21

પડછાયો - ૨૧

કાવ્યા રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કરીને ઘરે આવી ગઈ હતી. વિધિ કરવામાં તે ઘાયલ થઈ હોવાથી તે હોસ્પિટલ ઈલાજ કરાવીને ઘરે જઈને સીધી સૂઈ જ ગઈ હતી. તેના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન તેને સુવડાવી પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. બીજા દિવસે સવારના દસ વાગી ગયા હોવા છતાં કાવ્યા હજુ સુતી હતી. કવિતાબેન હાઈસ્કુલ માં ટીચર હતાં આથી તે વહેલી સવારે જ સ્કૂલ ચાલ્યા ગયા હતા. રસીલાબેન પણ વહેલાં ઊઠી પૂજા કરીને ચા નાસ્તો બનાવવા ગયા. પોતે ચા પીને પછી કાવ્યાને જગાડવા માટે તેના રૂમમાં ગયા."કાવ્યા, ઉઠો બેટા જુઓ દસ વાગી ગયા છે. ચાલો ઉઠો.." રસીલાબેન જાણે પોતાની દીકરીને ...Read More

22

પડછાયો - ૨૨

રોકીની આત્માને મુક્તિ મળી ગઈ છે એ જાણી કાવ્યા ખુબ જ ખુશ હતી. સોમવારનો આખો દિવસ ખુશીમાં પસાર થઈ સાંજે પાંચેક વાગ્યે તે બગીચામાં રાખેલ હીંચકા પર બેસીને ચા પી રહી હતી અને સાથોસાથ મોબાઇલ પર ટાઇમપાસ કરી રહી હતી ત્યાં અચાનક પાછળની ઝાડીઓમાં કંઈક સળવળાટ થયો. કાવ્યા એ પાછળ ફરીને જોયું તો ત્યાં કંઈ નહોતું. તેની થોડી વાર પછી જાણીતો અને ભયાનક અવાજ આવ્યો, "કાવ્યા...." કાવ્યાના રુવાડા ઉભા થઇ ગયા. તેણે મનમાં કંઇ કેટલીય કલ્પનાઓ કરી લીધી કે પડછાયો પાછો આવી ગયો અને પાછો આવી ગયો તો પોતે તો વિધિ કરી હતી એમાં કોને મૂક્તિ અપાવી અને પડછાયો પાછો ...Read More

23

પડછાયો - ૨૩

અમન અચાનક અમેરિકાથી પરત આવીને કાવ્યાને સરપ્રાઈઝ આપે છે અને થોડી ડરાવી પણ દે છે. કાવ્યા તો અમનને જોઈને ખુશ થઈ જાય છે કે તેના મમ્મી અને સાસુની હાજરીમાં જ અમનને ગળે વળગી જાય છે. આથી કવિતાબેન અને રસીલાબેન બંનેને મોકળાશ આપી ઘરમાં અંદર જતાં રહે છે અને કાવ્યા અને અમન થોડી વાર વાતો કર્યા બાદ અંદર જાય છે. હવે આગળ.."દીકરા, તું તો મોડી રાત્રે આવવાનો હતો ને?" રસીલાબેન અમનને અંદર આવતો જોઈ બોલ્યા."હા મમ્મી, મોડી રાત્રે જ આવવાનો હતો પણ મુંબઈ પહોંચતા જ ખબર પડી કે એકાદ કલાકમાં જ રાજકોટની ફ્લાઈટ ઉપડશે તો ચડી ગયો એમાં.. નહીંતર ટેક્સી ...Read More