અય વતન..

(110)
  • 31.9k
  • 8
  • 12.3k

કેશુ મામાને સવિતા રાખડી બાંધતી ત્યારે મામીની આંખો છલકાતી. મામા કહેતા અમારા વાંઝીયાપણાનું મેણું ભાંગવા તારા જનમ પછી તને તારી માએ મને આપી હતી. થોડીક મોટી થતા જ અહીં તને લાવવાની હતી પણ બનેવીને પણ તું એટલી જ વહાલી એટલે મુદતો ઉપર મુદતો પડતી હતી. જ્યારે લગ્ન લેવાયા ત્યારે શાંતાએ જીદ કરીને સમુબેનને કહ્યું હવે તો આ છોડી કન્યાદાન અને લગ્નનો ખર્ચ અમે કરીશું અને જમાઈ માનશે તો મારી હારે કરાંચી લઈ જઈશું.

Full Novel

1

અય વતન..

કેશુ મામાને સવિતા રાખડી બાંધતી ત્યારે મામીની આંખો છલકાતી. મામા કહેતા અમારા વાંઝીયાપણાનું મેણું ભાંગવા તારા જનમ પછી તને માએ મને આપી હતી. થોડીક મોટી થતા જ અહીં તને લાવવાની હતી પણ બનેવીને પણ તું એટલી જ વહાલી એટલે મુદતો ઉપર મુદતો પડતી હતી. જ્યારે લગ્ન લેવાયા ત્યારે શાંતાએ જીદ કરીને સમુબેનને કહ્યું હવે તો આ છોડી કન્યાદાન અને લગ્નનો ખર્ચ અમે કરીશું અને જમાઈ માનશે તો મારી હારે કરાંચી લઈ જઈશું. ...Read More

2

અય વતન ૨ કેશુભાઇ તમારી દીકરી.

પ્રકરણ - ૨ કેશુભાઈ તમારી દીકરી શાંતા મામી અને કેશુ મામા હતા તો એક જ ગામ માંડવીનં પણ રોજી અર્થે કરાંચી સ્થિર થયેલા. બહુ પ્રયત્નોને અંતે જ્યારે શાંતાને સંતાન ના થયું ત્યારે સમુબેને સવિતા આપી - ત્યારથી તે છોડી ઉપર શાંતાને ખૂબ જ વહાલ આવતું. વળી મોરછા કેશુ જેવી - અણીયાણું નાટક અને હરણ જેવી મોટી આંખ કેશુ મામા જેવી - એટલે તેને બહુ ગમતી. સવિતાને પણ નાનપણથી એમ જ શીખવાડેલું કે તેની માએ તેને શાંતા બાને આપી દીધેલ એટલે તેને બે મા છે. શાંતા મામીને પણ શાંતા બા કહેવાનું મામી નહીં. કેશુ મામા પણ સવિતાને બહુ વહાલ કરે. ...Read More

3

અય વતન ૩ ઈકબાલને સજા.

પ્રકરણ - ૩ ઈકબાલની સજા સવજી અને સવિતાના લગ્ન લેવાયા ત્યારે કેશુ મામા અને શાંતા મામી રાજી હતા. રંગે પરણી ઉતર્યા અને વરઘોડિયા સાથે સુમિમામી પણ કરાંચી આવવા નીકળ્યા ત્યારે અમુલખ અને સમુબહેન દ્રવતા હતા. નાનો નાગજી પણ વ્યથિત હતો. માંડવી કરાંચીની મુસાફરી લાંબી હતી. પણ કેશુ મામાની જીપ અને એમ્બેસેડરમાં બધાં કરાંચી પહોંચ્યા. કેશુ મામાનાં ઘરથી થોડે દૂર સોસાયટીમાં દીકરીનું ઘર હતું. જેમાં ઘર સંસાર શરુ થયો. વાતાવરણ બદલાયું. તેથી સુમિ ભાભી પણ સ્વસ્થ થતા લાગ્યા. તેમના મોં ઉપર ચમક ત્યારે આવી જ્યારે સવિતાએ મહીનો ચૂકી ગયાનાં શુભ સમાચાર આપ્યા. તેમણે મૂક મને પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ ...Read More

4

અય વતન ૪ વતન પરાયું થઈ ગયું

વતન તો વતન જ હતું. પણ ધર્મની આડશે વતન દોડવું પડતું હતું. તોફાનો ફાટી નીકળ્યા તેમાં હિંદુઓની દુકાનો પહેલા કરાંચી પણ તે આગથી અળગું ન રહી શક્યું. મામા અને તેમના માણસોએ આખા દિવસ દુકાન બચાવી પણ છેલ્લા પ્રહરે આગ લાગી. સવજી કેશુ મામાને બચાવતો હતો. પણ ટોળામાંથી મોટો છરો કોઈકે માર્યો અને મામા ઢળી પડ્યા.. તેમનો લોહી નીકળતી હાલતે હોસ્પિટલ લઈ જતા સવજીએ ઈકબાલને જોયો... તે ખડખડાટ હસતો હતો...મારું નીચાજોણું કર્યું હતું ને તેનો મેં બદલો લીધો. હોસ્પિટલમાં તરત સારવાર અપાઈ પણ... નિષ્ફળ અને કેશુ મામા જતા રહ્યા...દુકાન રાખ થઈ ગઈ... મામા જતા રહ્યા આ બંને ફટકા શાંતા મામી માટે જીવલેણ હતા. ...Read More

5

અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો.

સવજી સમજતો પણ તેને માંડવી યાદ આવતુ. માંડવીનું તેનું ઘર યાદ આવતું અને ગામની ભાગોળે મંદિરની આરતીનાં રવ તેને તે ધૂળિયા ગામની દરેક પોળ - ગલી અને બજાર તે યાદમાં જીવંત હતા. તેને બંધન નડતા. ત્યાં જવા માટે પરવાનગી લેવી પડે તે વાત તેને ખૂંચતી... એક વખતે આ એક જ રાષ્ટ્ર હતું. પણ તેને ભાગલા પાડી દીધા... હવે તે વતન બની ગયું અને આ પરદેશ. માતૃભૂમિનો લગાવ તો માતૃભૂમિથી દૂર થાય. ત્યારે જ આવે ને અને આ મન પણ કેવું વિચિત્ર ! જે હોય તેની કદર નહીં , પરંતુ જે ન હોય તેની જ ઝંખના વધુ. તેનામાં વતનની વાત આવે અને મન અતાડું થાય... “રોટલો ના આપ્યો એટલે અહીં આવ્યો હતો ને ” હૃદયે નરમાશથી જવાબ આપ્યો ! ...Read More

6

અય વતન ૬ મોટી એબ.

પ્રકરણ – ૬ મોટી એબ શાંતા મામીએ રશ્મિ નાં પપ્પા મમ્મીને કહેણ મોકલ્યું કે જીતેન માટે રશ્મી અમને ગમી તમે મળવા આવો. આ સમાચારથી બેખબર જીતેને રશ્મિ અને તેના કુટુંબને ઘરે આવતા જોઈને આશ્ચર્ય અનુભવ્યું. અંજારનાં વતની એટલે શાંતા મામીનાં મોસાળનાં વતની - શાંતા મામીએ તેડાવ્યા હશે તેમ તે વિચારતો હતો - ત્યાં સવિતાબાએ વાત કરી. “ચાલ જીતેન તૈયાર થઈ જા. આ છોકરી રશ્મિને તારા માટે અમે પસંદ કરી છે.” જીતેનનાં મોં પર આનંદની સુરખી પથરાઈ ગઈ. “બા - ક્યારે નક્કી થયું ?” “તું જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં વિધવિધ દલીલો કરી રફીકને હરાવતો હતો ત્યારે !” થોડા મૌન પછી તે ...Read More

7

અય વતન ૭ અય વતન

“અબ્દુલ ત્રીજી પેઢીએ આ પ્રયત્ન ખૂબ જ ઉમદા છે. સાચુ કહું તો કેશવને મેં ઉશ્કેર્યો ન હોત તો કદાચ ઘણું ના બન્યું હોત... તે તો સજા ભોગવવા ના રહ્યો, પણ હું તે ભૂલની સજા હજી ભોગવુ છુ અને મારા પછી - મારી દીકરી જમાઈ તે સજા ભોગવે છે. મારી પૌત્રી તે સજા ભોગવે છે. ” “કદાચ, તે સજાનું મારણ આ લગ્ન છે. ધર્મમાં છુપેલી જડતાને તોડવા જ અમે અને અમારું લગ્ન નિમિત્ત બન્યા છે.” અત્યાર સુધી આ ચર્ચામાં શાંત બેઠેલી રેશ્મા બોલી. “હું અને અબ્દુલ એક વાતે સંપૂર્ણ સહમત છાયે અને તે છે. ધર્મમાં વ્યાપેલી જડત્વની વાતો દૂર કરવી જ રહી અને તેની શરૂઆત જાતે દાખલો બનીને જ કરી શકાય. સાચો ધર્મ તો પ્રેમ કરો તે શીખવે છે. ગરીબ ગુરબાને મદદ કરો તે શીખવે છે.” ...Read More

8

અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું

ચારધામ પ્રવાસ ધામ જવાનું તો નક્કી હતું, પરંતુ તે પહેલા ભૂજની ધરતી પર ઉતરીને સવજી ધરતીને ચુમવા લાગ્યો. અય અય વતન.. કરીને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડતો હતો. સવિતા પણ આર્દ્ર હતી અને આર્દ્ર હતો. સવિતાનો નાનોભાઈ ,નાગજીભાઈ ,બહેન બનેવી સિત્તેર વર્ષે મળ્યા. પોલીસ ઈન્સપેક્ટર અનસારી સવજીને પાણીની બોટલ આપી છાના રાખતા બોલ્યો. સ્વામી વિવેકાનંદ પણ પરદેશનાં પ્રવાસ પછી ભારત આવીને આમ જ રડ્યા હતા. આ રૂદન દેશનાં વિયોગનું છે. થોડા સમય પછી આર્દ્ર સવજીને શું થયું કે વતનની ધૂળથી માથું તે ભરવા માંડ્યો. આ ચેષ્ટા સમજતી સવિતાએ તેને રોકવાનો પ્રયત્ન ના કર્યો. જીતેન બોલ્યો, બાપજી આપ ભારતની ભૂમિ ઉપર છો. કોઈ બંધન વિના સ્વતંત્ર છો. આ સમયે રૂદન કરતા હાસ્ય વધુ દીપે છે આપને... “હા, હું ભારતની ભૂમિ ઉપર છું. મારા જલાબાપાની અને દ્વારિકાની સાખે છું. મને સ્વર્ગ જાણે મળી ગયું છે. મારી માતૃભૂમિ અને માદરે વતનમાં છું.” ...Read More