પ્રેમનું વર્તુળ

(693)
  • 93k
  • 41
  • 44.9k

પ્રકરણ-૧ રેવાંશનો પરિવારવૈદેહી આજે ખૂબ જ ખુશ હતી. હજુ તો થોડીવાર પહેલાં જ એની વિદાય થઈ હતી. વૈદેહીની વિદાય એ કોઈ સામાન્ય કન્યાની વિદાય જેવી વિદાય નહોતી. આ પહેલી વિદાય એવી હતી જેમાં કોઈની આંખોમાં આંસુ નહોતા. વૈદેહીના આખા પરિવારએ એને હસતાં ચેહરે વિદાય આપી હતી. સમાજની પણ કદાચ આ પહેલી વિદાય એવી હશે જે આંસુવિહીન વિદાય હતી. વૈદેહી ને વિદાય અપાઈ ગયા પછી વૈદેહી અને એનો પતિ રેવાંશ બંને બસમાં બેઠા. બસ ત્યાંથી થોડી જ વારમાં રવાના થઈ. વૈદેહી હસતાં મુખે બધાં ને આવજો કહી રહી. અને થોડી જ ક્ષણોમાં બસ દેખાતી બંધ થઈ.વૈદેહી અને રેવાંશના લગ્ન એરેન્જ મેરેજ

Full Novel

1

પ્રેમનું વર્તુળ - ૧

પ્રકરણ-૧ રેવાંશનો પરિવારવૈદેહી આજે ખૂબ જ ખુશ હતી. હજુ તો થોડીવાર પહેલાં જ એની વિદાય થઈ હતી. વૈદેહીની વિદાય કોઈ સામાન્ય કન્યાની વિદાય જેવી વિદાય નહોતી. આ પહેલી વિદાય એવી હતી જેમાં કોઈની આંખોમાં આંસુ નહોતા. વૈદેહીના આખા પરિવારએ એને હસતાં ચેહરે વિદાય આપી હતી. સમાજની પણ કદાચ આ પહેલી વિદાય એવી હશે જે આંસુવિહીન વિદાય હતી. વૈદેહી ને વિદાય અપાઈ ગયા પછી વૈદેહી અને એનો પતિ રેવાંશ બંને બસમાં બેઠા. બસ ત્યાંથી થોડી જ વારમાં રવાના થઈ. વૈદેહી હસતાં મુખે બધાં ને આવજો કહી રહી. અને થોડી જ ક્ષણોમાં બસ દેખાતી બંધ થઈ.વૈદેહી અને રેવાંશના લગ્ન એરેન્જ મેરેજ ...Read More

2

પ્રેમનું વર્તુળ - ૨

પ્રકરણ-૨ વૈદેહિનો પરિવારવૈદેહીનો પરિવાર પણ રેવાંશની જેમ જ ચાર જણાનો જ પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં પણ એના માતાપિતા અને નાનકડી એક બહેન હતી. વૈદેહીનો પરિવાર સમૃદ્ધિથી સંપન્ન, સંતોષી અને સુખી કહી શકાય એવો એનો પરિવાર હતો. હા, અતિ શ્રીમંત તો ન કહી શકાય પરંતુ પૈસાની કમી પણ નહોતી. ઉચ્ચત્તર મધ્યમ વર્ગમાં ગણી શકાય એવો એનો પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં એક પ્રેમાળ પિતા રજતકુમાર હતા, જેમને પોતાની દવાની દુકાન હતી. ભણવામાં તેઓ ખુબ હોશિયાર હતા. તેમનું સપનું તો ડોક્ટર બનવાનું જ હતુ, પરંતુ થોડા માર્ક્સ ઓછા આવવાને લીધે એ એમનું સપનું પૂરું ન કરી શકયા. પરંતુ એ હિંમત ન ...Read More

3

પ્રેમનું વર્તુળ - ૩

પ્રકરણ-૩ વૈદેહી અને રેવાંશનો સંબંધવૈદેહીનો એમ. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. એની હવે લગ્નની ઉમર થઇ હતી. પિતા રજતકુમાર એ તેમના પરિવારના સગાવહાલઓ, ઓળખીતા મિત્રો ને તેમજ તેમની જ્ઞાતિમાં બધાને કહી રાખ્યું હતું કે, કોઈ સારો વૈદેહીને લાયક છોકરો હોય તો બતાવજો. વૈદેહીની અને એના પરિવારની કોઈ બહુ ઉચ્ચ આકાંક્ષાઓ નહોતી. તેઓ માત્ર એટલું જ ઇચ્છતા હતા કે, સારો પરિવાર હોય અને છોકરો વ્યવસ્થિત હોય. બહુ ધનવાન પરિવારની એમની કોઈ આકાંક્ષા પણ નહોતી.પરંતુ રેવાંશની પત્ની વિશેની આકાંક્ષાઓ ખુબ જ ઉંચી હતી. એ એવી પત્ની ઈચ્છતો હતો કે, જે ખુબ સારું કમાતી હોય, સ્માર્ટ હોય અને એની ...Read More

4

પ્રેમનું વર્તુળ - ૪

પ્રકરણ-૪ વૈદેહી અને રેવાંશની પહેલી મુલાકાતઘરની ડોરબેલ રણકતા જ વૈદેહીના પિતાએ ઘરનો દરવાજો ખોલ્યો. તેમણે રેવાંશના આખા પરિવારને આવકાર તેઓ ઘરમાં દાખલ થયા. રેવાંશ, એના માતાપિતા અને એની બહેન બધાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર ઔપચારિક વાતો કરી. અતુલભાઈ એ બધાની ઓળખાણ કરાવી. ઓળખાણ પત્યાં પછી વૈદેહી ટ્રે માં પાણીના ગ્લાસ લઈને આવી. એણે બધાને પાણી આપ્યું. પાણીના ગ્લાસ આપતાં આપતાં એ રેવાંશ પાસે પહોંચી. વૈદેહી અને રેવાંશ બંનેની નજર મળી. બંને એ એક ક્ષણ એકબીજા સામે જોયું અને પછી તરત જ એકબીજા પ્રત્યેથી નજર હટાવી લીધી. વૈદેહી ગ્લાસ પાછા લઈને રસોડામાં જતી રહી. એ શરમાઈ રહી હતી. એને રેવાંશ ...Read More

5

પ્રેમનું વર્તુળ - ૫

પ્રકરણ-૫ લગ્ન વિષેનો નિર્ણય રેવાંશ અને વૈદેહીની મુલાકાત હવે પૂર્ણ થઇ ગઈ હતી. રેવાંશનો પરિવાર વૈદેહીના ઘરેથી નીકળી અને પાછો પોતાના ઘરે આવી ગયો હતો. રેવાંશ હજુ કઈક દુવિધામાં હતો એવું એના ચેહરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. વૈદેહીના ઘરેથી પાછા આવ્યા પછી બધાએ થોડીવાર આરામ કર્યો. લાંબો સફર કરીને બધાં ખુબ થાકી ગયા હતા એટલે સાંજે આજે કોઈને બહુ જમવાની ઈચ્છા નહોતી. રેવાંશના પિતાએ એની મમ્મીને જમવામાં વઘારેલી ખીચડી બનાવવા કહ્યું. મહેક અને એની મમ્મી બંને રસોઈની તૈયારી કરવા લાગ્યા. મહેક ખીચડીમાં નાખવાનું શાક સમારી રહી હતી. અને એની મમ્મીએ દાળ ચોખા પલાળ્યા. રસોડામાં કામ કરતા મહેક બોલી, ...Read More

6

પ્રેમનું વર્તુળ - ૬

પ્રકરણ – ૬ લગ્ન વિશેનો આખરી નિર્ણય વૈદેહીનો પરિવાર હવે રેવાંશના ઘરે આવી પહોંચ્યા હતા. રેવાંશનો બંગલો ખુબ જ હતો. અને બંગલામાં સરસ મજાનું ગાર્ડન પણ હતું. જેમાં દાડમ, જામફળ અને બદામનું ઝાડ પણ હતું. ઘરના આંગણામાં પ્રવેશદ્વાર પાસે જ તુલસીનો ક્યારો હતો. અને સરસ મજાના ગુલાબના ફૂલો પણ હતા અને એ ગુલાબની સુગંધ ચારેબાજુ પ્રસરી રહી હતી. બધાં ઘરમાં દાખલ થયા. અંદર પણ એટલું જ સુંદર ઘર હતું. ખુબ સ્વચ્છ ઘર હતું. કારણ કે, રેવાંશનો પરિવાર તો પહેલેથી જ સ્વચ્છતાનો આગ્રહી હતો જ. બધાએ ઘરમાં અંદર આવી યોગ્ય જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર બધી ઔપચારિક વાતો ચાલી. રેવાંશના ...Read More

7

પ્રેમનું વર્તુળ - ૭

પ્રકરણ-૭ વૈદેહીનો ગૃહપ્રવેશ વૈદેહી અને રેવાંશ બંનેના લગ્ન ખુબ રંગેચંગે લેવાયા. ખુબ ધામધુમથી વૈદેહીના પિતા એ એના લગ્ન કર્યા. પિતા એક સારા ગાયક પણ હતા એટલે એમણે વૈદેહીના લગ્નમાં “બાબુલ કી દુઆએ લેતી જા.....” એ ગીત ખુબ પ્રેમથી પોતાની દીકરી માટે ગયું. એમને આ ગીત ગાતા સાંભળીને રેવાંશ ના પરિવારના સદસ્યોની પણ આંખો ભીની થઇ ગઈ હતી. આ કદાચ પહેલા એવા લગ્ન હતા કે, જયારે વર પક્ષ ના લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. રજતકુમાર ના અવાજમાં કદાચ દીકરીની વિદાયનું દર્દ હતું. દીકરીની વિદાય થઇ ગઈ હતી. વૈદેહી હવે બસમાં બેસીને રેવાંશ જોડે સાસરે જવા રવાના થઇ. વૈદેહી ...Read More

8

પ્રેમનું વર્તુળ - ૮

પ્રકરણ-૮ વૈદેહીનો સાસરીમાં પહેલો દિવસ વૈદેહી રેવાંશની રાહ જોતી પલંગ પર બેઠી હતી. ત્યાં જ થોડીવારમાં રેવાંશ એના દાખલ થયો. જાંબલી રંગના ગાઉનમાં વૈદેહી ખુબ જ સુંદર લાગી રહી હતી. વૈદેહીને જોતા જ રેવાંશ એના પર એકદમ મોહિત થઇ ઉઠ્યો. એણે વૈદેહીને પોતાની ગોદીમાં ઉઠાવી લીધી અને એના ગાલ પર ચુંબન કર્યું. વૈદેહી એ પણ શરમાતા શરમાતા રેવાંશ ને ચુંબન કરી પ્રત્યુતર આપ્યો. એ પછી રેવાંશ એ વૈદેહીને કહ્યું, “વૈદેહી, મને ખબર નથી આ વાત અત્યારે કરવી જોઈએ કે નહિ પણ મને લાગે છે કે કરવી જોઈએ એટલે હું તને કહું છું.”“એવી શું વાત છે?” વૈદેહી એ પૂછ્યું. “આપણે બાળકો ...Read More

9

પ્રેમનું વર્તુળ - ૯

પ્રકરણ-૯ વૈદેહીના પ્રયત્નો વૈદેહી ધીમે ધીમે રેવાંશના ઘરમાં સેટ થવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. સમય ધીમે ધીમે વહી હતો. વૈદેહી ક્યારેક ફોન પર પોતાની માતા જોડે વાત કરી લેતી જેથી એનું મન હળવું થઇ જતું. વૈદેહી અને રેવાંશના લગ્નને લગભગ એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો. એ દરમિયાન વૈદેહીનો પી. એચ. ડી. નો અભ્યાસ પણ ચાલુ થઇ ગયો હતો. એક વર્ષ પછી એને એ જે કોલેજમાં પી. એચ. ડી. કરી રહી હતો ત્યાં જ લેકચરર ની જોબ માટેની ઓફર આવી. એણે તે સ્વીકારી લીધી. વૈદેહીને જોબ મળવાથી રેવાંશ ખુબ ખુશ થયો. કારણ કે, એ તો ઈચ્છતો જ હતો ...Read More

10

પ્રેમનું વર્તુળ - ૧૦

પ્રકરણ-૧૦ રેવાંશનું નવું રૂપ વૈદેહી અને રેવાંશ હવે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બંનેમાંથી કોઈને એવું યાદ ન આવ્યું કે, ઘરે ફોન કરીને જણાવી દઈએ કે, આપણે પહોંચી ગયા છીએ. બંને હોટલ પર આવ્યા. રેવાંશ એ રીસેપ્શન પરથી પોતાના રૂમની ચાવી લીધી. ચાવી લઇ રૂમ ખોલી બંને રૂમમાં દાખલ થયા. બંનેએ સમાન ગોઠવ્યો ત્યાં સુધીમાં બપોર થઇ ગઈ હતી. જમવાનો સમય થઇ ગયો હતો. રેવાંશ એ વૈદેહીને કહ્યું, “ચાલ, તું તૈયાર થઇ જા. આપણે બહાર જઈને જામી આવીએ. અહી હોટલમાં જમવાની મજા નહિ આવે. આપણે બહાર જ ક્યાંક જમીએ.” “સારું, હું તૈયાર થઇ જાવ છું. ત્યાં સુધીમાં તમે ઘરે વાત ...Read More

11

પ્રેમનું વર્તુળ - ૧૧

પ્રકરણ-૧૧ વૈદેહીની નિષ્ફળતાઘણા વખતે આજે વૈદેહી એના માતાપિતાના ઘરે લાંબો સમય રોકાઈ શકાય એમ આવી હતી. એ અને સુરુચિ ઘણા સમયે શાંતિથી ભેગા થયા હતા. વૈદેહી પિયરમાં રહેવાની મજા માણી રહી હતી. એ આવી એને લગભગ ચાર દિવસ જેવું થઇ ગયું હતું. પાંચમાં દિવસે એનું ફોરેસ્ટ ઓફિસરનું રીઝલ્ટ આવવાનું હતું, જેની એ અને રેવાંશ બંને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે ઇન્તઝાર કી ઘડિયા ખત્મ હુઈ અને એ દિવસ આવી જ ગયો. વૈદેહી એ રીઝલ્ટ જોવા સાઈટ ખોલી. પરંતુ નેટવર્ક બરાબર ન હોવાને કારણે સાઈટ ખુલી રહી નહોતી. એટલે એણે રેવાંશને ફોન કર્યો અને કહ્યું, મારું રીઝલ્ટ જોઈ આપોને. ...Read More

12

પ્રેમનું વર્તુળ - ૧૨

પ્રકરણ-૧૨ વૈદેહીના પ્રત્યાઘાતો વૈદેહી હવે ફરી રેવાંશના ઘરે આવી પહોંચી હતી. પરંતુ સાસરીમાં એનું બહુ સારી રીતે સ્વાગત નહોતું અને એ પણ માત્ર એક પરિક્ષામાં નાપાસ થવાને લીધે? જેની તો વૈદેહીને કલ્પના પણ નહોતી. વૈદેહીએ ઘરમાં પગ મુક્યો ત્યાં જ વૈદેહી ને એકલી આવેલી જોઇને એની સાસુ એના પર બરાબર ભડક્યા. કારણ કે, સાસુને એમ હતું કે, વૈદેહીને એના માતા પિતા મુકવા આવશે અને એને પૂછશે તમારે કઈ પૈસાની જરૂર છે? વગેરે વગેરે... પરંતુ એમનું ધાર્યા મુજબનું કશું જ બન્યું નહિ એટલે એ વૈદેહી પર બરાબરના ભડક્યા. અને રેવાંશ તો વૈદેહી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો. એ તો ...Read More

13

પ્રેમનું વર્તુળ - ૧૩

પ્રકરણ-૧૩ મનના ડંખ રાત્રિના લગભગ બાર વાગ્યા હશે. વૈદેહીના માતાપિતા એના સાસરે આવી પહોંચ્યા હતા. વૈદેહીના સસરાએ એમને આવકાર તેઓ અંદર દાખલ થયા. વૈદેહી તો પોતાના મમ્મી પપ્પાને જોઈને એમને ભેટીને ખુબ જ રડવા લાગી હતી. અને તરત બોલી ઉઠી, “મને તમે અહીંથી લઇ જાઓ. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. પ્લીઝ, તમે મને અહીંથી લઇ જાઓ.” “હા, બેટા, અમે તને લઇ જ જશું. તું શાંત થઇ જા. અત્યારે હવે હું વાત કરું છું ને. તું કઈ ન બોલ.” એના પપ્પાએ કહ્યું અને પૂછી પોતાના વેવાઈ સામે જોઇને પૂછ્યું, “હકીકત શું છે? શું બન્યું હતું?” વૈદેહીના પિતા એ પૂછ્યું. એટલે ...Read More

14

પ્રેમનું વર્તુળ - ૧૪

પ્રકરણ-૧૪ અન્યાયનો વિરોધ વૈદેહી હવે રેવાંશનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે આવતી રહી હતી. આ બાજુ વૈદેહી સતત જ રહી હતી. એ સમજી નહોતી શકતી કે એણે આ જે પગલું ભર્યું છે તે સાચું છે કે ખોટું? એને મનમાં તો રેવાંશ ખુબ જ યાદ આવી રહ્યો હતો પણ એ પણ રેવાંશની જેમ પોતાની લાગણી વ્યક્ત કરી શકી નહોતી. રેવાંશ અને વૈદેહી બંને પ્રેમના એવા વર્તુળમાં ફસાયા હતા કે, જ્યાંથી એમને કોઈ અંત દેખાઈ રહ્યો નહોતો. અને બન્ને પોતાની ભાવના પણ એકબીજા જોડે વ્યક્ત કરી શકતા નહોતા. આ બાજુ રેવાંશના માતાપિતા વૈદેહીના માતાપિતા એમને ફોન કરશે એમ રાહ જોઈ રહ્યા ...Read More

15

પ્રેમનું વર્તુળ - ૧૫

પ્રકરણ – ૧૫ એક નવી શરૂઆત રેવાંશનો ફોન જોતા જ થોડી અસમંજસ પછી વૈદેહીએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી માત્ર એટલું જ બોલ્યો, “હવે તારે શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું?” રેવાંશનો આવો પ્રત્યુતર સાંભળીને વૈદેહીને થોડી ક્ષણ તો સમજાયું નહિ કે એ શું બોલે? પરંતુ એ મૂંગી રહી એટલે રેવાંશ એ તરત વૈદેહીને કહ્યું, તારા પપ્પાને ફોન આપ. વૈદેહીએ આ સાંભળતા જ એના પોતાના પિતાને ફોન આપ્યો. રજતકુમાર એ ફોન લીધો અને બોલ્યા, “હેલ્લો” રેવાંશ એ પોતાના સસરાનો અવાજ સાંભળીને કહ્યું, “પપ્પાજી, હવે તમે વૈદેહીને અહી મોકલવા માંગો છો કે નહિ? અને ન મોકલવા માંગતા હો તો ...Read More

16

પ્રેમનું વર્તુળ - ૧૬

પ્રકરણ-૧૬ રેવાંશનું વિચિત્ર વર્તન વૈદેહીને ત્રણ મહિના પુરા થઇ ગયા હતા. રેવાંશ અને વૈદેહી બંનેનું જીવન બરાબર ચાલી હતું. રેવાંશની મમ્મીને પણ હવે રીટાયર થવામાં માત્ર એક જ વર્ષ બાકી રહ્યું હતું. અને એ છેલ્લાં વર્ષમાં જ એમને શાળાના પ્રિન્સીપાલ તરીકે પ્રમોશન મળ્યું હતું. ટૂંકમાં, આ આવનાર બાળક બધાના માટે ખુબ સારા સમાચાર લઈને આવ્યું હતું. મહેકના પણ લગ્ન એ જ વર્ષ દરમિયાન ગોઠવાયા. એના લગ્ન પણ રંગેચંગે લેવાયા. મહેકના પતિને પોતાનું કલીનીક હતું. મહેકનો સાસરી પરિવાર પણ પૈસેટકે સુખી પરિવાર હતો. મહેેેકના સસરાને ફર્નીચરનો બીઝનેસ હતો. અને એમના જેઠ પિતા સાથે બિઝનેસમાં હતા. જેઠની પત્ની એટલે કે, મહેકની ...Read More

17

પ્રેમનું વર્તુળ - ૧૭

પ્રકરણ – ૧૭ વિચારોની ગડમથલ અંતે વૈદેહીના સીમંતનો દિવસ આવી પહોંચ્યો. બધી વિધિઓ યોગ્ય રીતે થઇ રહી હતી. વૈદેહી અને રેવાંશ બંને ખુશ નહોતા. કારણ કે, રેવાંશની માનસિક સ્થિતિ સારી નહોતી અને વૈદેહી રેવાંશની ચિંતામાં હતી. એના મનમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી. એ વિચારી રહી હતી કે, “શું મારા ગયા પછી રેવાંશ મને લેવા આવશે? આ આવનાર બાળક અમારું શું ભવિષ્ય લાવશે? શું એ અમને જોડશે કે અમને અલગ કરશે?” આવા અનેક પ્રકારના વિચારો વૈદેહીના મનમાં ચાલી રહ્યા હતા. પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ ક્યાં કોઈ જાણતું જ હતું? સમય વીતી રહ્યો હતો. વૈદેહીની સીમંતની ...Read More

18

પ્રેમનું વર્તુળ - ૧૮

પ્રકરણ-૧૮ નામકરણવિધિવૈદેહીએ રેવાંશનો ચેહરો જોયા પછી એના મનમાં આશાનું એક કિરણ ઉગ્યું હતું. પણ એને એ સમજાઈ નહોતું રહ્યું રેવાંશ કેવી રીતે અહી સુધી પહોંચ્યો?વૈદેહીનું હજુ ઓપરેશન જ થયું હતું એટલે એનો કમરથી નીચેનો ભાગ તો બિલકુલ ખોટો જ પડી ગયો હતો કે જ્યાં સુધી એને ઇન્જેકશનની અસર હતી. એ દરમિયાન વૈદેહી ને ગ્લુકોઝના બાટલા પણ ચડાવાઈ રહ્યા હતા. વૈદેહીની અને રેવાંશની પુત્રી હવે એક દિવસની થઇ ગઈ હતી. વૈદેહી હજુ હોસ્પીટલમાં જ હતી. એ સમય દરમિયાન રેવાંશ એ વૈદેહીની ખુબ કાળજી લીધી જેવી એ પહેલા લેતો હતો. વૈદેહીને રેવાંશનું આ વિચિત્ર વર્તન સમજાઈ નહોતું રહ્યું. જે માણસ મારું ...Read More

19

પ્રેમનું વર્તુળ - ૧૯

પ્રકરણ-૧૯ સત્યનો સ્વીકાર આજે વૈદેહીને એના વીણાકાકી ઘણાબધાં વર્ષો પછી પહેલીવાર જ મળવા આવ્યા હતા. નજાણે કેટલાય વર્ષોથી એમના ધરબાયેલી પીડા આજે હવે કદાચ બહાર આવશે એવું વૈદેહીને લાગ્યું. આજે તો વૈદેહી નક્કી જ કરીને બેઠી હતી કે, આજે તો કોઈ પણ હિસાબે એ વીણાકાકીનું સત્ય જાણીને જ રહેશે. અને જ્યાં સુધી એ સત્ય જાણી નહી લે ત્યાં સુધી એ ચુપ નહિ રહે. સાથે સાથે વૈદેહી એક પ્રકારની ખુશી પણ અનુભવી રહી હતી કે, એના જે કાકી કે જેણે વૈદેહીને છેલ્લે એ માત્ર ત્રણ વર્ષની જ હતી ત્યારે જોઈ હતી એ વૈદેહીને આજે એ આટલા બધાં વર્ષો પછી મળવાના ...Read More

20

પ્રેમનું વર્તુળ - ૨૦

પ્રકરણ-૨૦ પ્રેમનું વર્તુળ સમય વીતી રહ્યો હતો. વૈદેહીની પુત્રી અરિત્રી હવે ત્રણ મહિનાની થઇ ગઈ હતી. ધીમે હવે એ પુત્રીને રમાડવામાં વ્યસ્ત થઇ ગઈ હતી અને હવે એ રેવાંશને થોડો થોડો ભૂલવા લાગી હતી પરંતુ હજુ પણ ક્યારેક એને એ યાદ આવી જતો ત્યારે એની આંખો ભીની થઇ જતી. અને ક્યારેક એને બધી જૂની ઘટનાઓ યાદ આવવા લાગતી તો એને ગુસ્સો પણ આવતો અને એ ગુસ્સો ક્યારેક અરિત્રી પર પણ નીકળી જતો. ગુસ્સામાં એ ક્યારેક અરિત્રીને મારી પણ બેસતી. એને થતું કે, બધાની જિંદગીમાં બાળક બંને પતિ પત્નીને જોડવાનું કામ કરે અને મારા નસીબમાં તો એથી ઉલટું થયું. મારી ...Read More

21

પ્રેમનું વર્તુળ - ૨૧

પ્રકરણ-૨૧ ભવિષ્યના ગર્ભમાં વૈદેહીના ઘરના દરવાજાની ડોરબેલ વાગી. વૈદેહી અરીત્રીને સુવડાવીને દરવાજો ખોલવા ઉભી થઇ. એણે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો ત્યાં જ એણે જોયું કે, સામે એના સાસુ સસરા, રેવાંશ અને એના ફુવાજી સસરા ઉભા હતા. વૈદેહી બધાને જોતા જ ચમકી. એને સમજમાં ના આવ્યું કે એ શું બોલે? એટલે એણે માત્ર ઠંડા કલેજે આવો એટલો જ જવાબ આપ્યો. એને સમજમાં નહોતું આવી રહ્યું કે, એ શું કરે? એટલે એણે આવો માત્ર એટલો જ જવાબ આપ્યો અને પોતાના મમ્મી પપ્પા ને રાડ પડી. વૈદેહીની રાડ સંભળાતા જ રજતકુમાર અને માનસીબહેન તરત જ દોડી આવ્યા. રજતકુમાર એ પોતાના જમાઈ અને ...Read More

22

પ્રેમનું વર્તુળ - ૨૨

પ્રકરણ – ૨૨ દીકરીનો બાપ રેવાંશ, વૈદેહી અને એની પુત્રી ત્રણેય જણા એક શાંત જગ્યાએ આવ્યા. વૈદેહી વિચારી કે, રેવાંશ હવે શું વાત કરશે? અને આ બાજુ રેવાંશ પણ મનમાં વાતની શરૂઆત કેવી રીતે કરવી એના માટેના શબ્દો ગોઠવી રહ્યો હતો. રેવાંશ એ એક શાંત જગ્યા કે, જ્યાં માણસોની બહુ અવરજવર નહોતી એવી જગ્યા એ કાર ઉભી રાખી. ગાડી ઉભી રાખીને રેવાંશે કહ્યું, “હવે? આગળ શું?” "આગળ શું એ તો તમારે કહેવાનું છે.” વૈદેહી એ કહ્યું. રેવાંશ બોલ્યો, “હવે મારી પરિસ્થતિ તો એવી છે કે, હું તો બંને બાજુ તૈયાર છું. સમાધાન થાય તો પણ મને વાંધો નથી અને ...Read More

23

પ્રેમનું વર્તુળ - ૨૩ - છેલ્લો ભાગ

પ્રકરણ-૨૩ અનંત પ્રેમનું વર્તુળ રેવાંશ અને વૈદેહી બંને એ સમાધાન કરવાનું નક્કી તો કર્યું. અને એમણે રજતકુમારની શરતો પણ રાખી. જે પ્રમાણે વાત થઇ હતી એ પ્રમાણે રેવાંશએ વૈદેહીના ખાતામાં પૈસા જમા કરાવ્યા. એ સિવાયની બીજી કોઈ શરતો મંજુર ન રાખી. સમય વીતી રહ્યો હતો અને એ સમય દરમિયાન વૈદેહી અને રેવાંશ બંને ફોન પર વાત કરતા. અને અરિત્રી જોડે પણ રેવાંશ વાત કરતો. અને વૈદેહી ઇચ્છતી હતી કે, બંને બાપ દીકરી વચ્ચે એક સંબંધનો સેતુ મજબુત થાય. સમય વીતી રહ્યો હતો. એમ કરતા વૈદેહી અને રેવાંશની મેરેજ એનીવર્સરી આવી. એટલે રેવાંશના માતાપિતાએ વૈદેહી અને એમના પરિવારને પોતાના ઘરે ...Read More