આંસુડે ચીતર્યા ગગન

(822)
  • 145.9k
  • 81
  • 59.9k

અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની...

Full Novel

1

આંસુડે ચીતર્યા ગગન

અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... ...Read More

2

આંસુડે ચીતર્યા ગગન - 2

શેષ સિધ્ધ્પુરીયો – આમ તો ખૂબ શાન્ત છોકરો. કોઈ માથાકૂટ નહીં, પણ કોણ જાણે કેમ તે દિવસે મગજ ગુમાવી હોસ્ટેલમાં ઇલેક્શનને આગલે દિવસે અમારી લોબી તટસ્થ હતી. હોસ્ટેલાઈટ નટુ પટેલ અને શહેરના પી.સી.ચુડાસમા બંનેના જીતવાના ચાન્સીસ અમારી લોબીના ચાલીસ મત ઉપર હતા. રાવજી સલુંદીયાએ એ બંને પાસે હોસ્ટેલના ફૂડબિલમાં ૧૦ સબસિડી અપાવો તે રીતે માગણી મૂકેલ હતી. વાતચીત અને ચર્ચા એ નેચરલી રાવજીના રૂમમાં થાય. ...Read More

3

આંસુડે ચિતર્યા ગગન

અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... બિંદુ સારી છોકરી છે. વાને શામળી છે, પરંતુ નાક નકશો સરસ છે.મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં પડી જવાય તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની વાત છે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી. ...Read More

4

આંસુડે ચીતર્યા ગગન ૫

મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં પડી તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની વાત છે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી. ...Read More

5

આંસુડે ચીતર્યા ગગન ૬

‘અને હા, એમના બનેવી અમદાવાદમાં જજ છે. તે ચિઠ્ઠી પણ આપીને ગયા છે. શેષને માટે ગવર્ન્મેન્ટની નોકરીની સિફારસ કરી અને તારે માટે પણ કહ્યું છે અમદાવાદમાં ક્યારેક જરૂર પડે… તેથી સરનામું અને ફોન નંબર લઈ રાખ્યો છે. નોંધી લે. મારું હૃદય જોરથી ધડકી ગયું. જગન્નાથ ભવાનીશંકર વ્યાસ, ૧૨, ભરત સોસાયટી, મીઠાખળી,નવરંગપુરા… ...Read More

6

આંસુડે ચીતર્યા ગગન ૭

દોઢ મહિના પહેલા બનેલ આખો પ્રસંગ તેણે રજેરજ કહ્યો અને સમાપન કરતા કહ્યું – ‘એમની રજા લીધા વિના હું આવી છું પરંતુ પરિણીત છોકરીને સાસરે આવવા કોઈની જરૂર પડે ખરી અને ખરેખર તો મા બાપ જેવા આપ બંનેના આશીર્વાદથી હું વંચિત હતી તેથી હું આવી હતી.’ ...Read More

7

આંસુડે ચીતર્યા ગગન ૮

‘અંશભાઈ, મુંબઈ મૂકવા તમે આવશો ને ’ ‘કેમ કંઈ શંકા છે ’ ‘શંકા તો નથી પરંતુ હવે બંધાતા જતા સામાનથી મનમાં વધતી જાય છે.’ ‘અરે આ તો કંઈ જ નથી – શેષભાઈ જોડે હોત ને તો હજી બે ચાર બેગ બંધાત… મામા ખબર છે ને… બે વાર મા… એટલે મા મા… અને શેષનું ઘર વસાવવાનું છે. એ કંઈ નાની વાત છે ’ ‘ના એવું નથી. પરંતુ એમની કાગળમાં બહુ લાવવાની ના પાડી છે.’ ‘કારણ ’ ...Read More

8

આંસુડે ચીતર્યા ગગન ૯

‘બેન ! તમારી પસંદગી સો ટચના સોના જેવી છે. ત્રિવેદી સાહેબની નાની નાની ચીકાશ આપણને ખૂબ ફાયદો કરાવી જશે. કે આવો ચીકાશને કારણે હરામનું ખાતા બે ચાર માથાભારે તત્વો ત્રિવેદી સાહેબને વિતાડશે ખરા જ… પણ… હવે આપણે તે અંગે કંઈક કરીશું. આગલો પટેલ સિંહા જોડે બેસી ગયો. પણ અહીંયાં વાંધો નથી લાગતો. માણસ મહેનતુ છે. અને ચોખ્ખો પણ છે. આ લોકો કાદવ ખરડે તે પહેલા વાકેફ કરી દઈશું તો ઠીક થઈ જશે.’ ...Read More

9

આંસુડે ચીતર્યા ગગન ૧૦

પંદરમીની સવારે છાપું આવતાની સાથે રિઝલ્ટ જોવા માંડ્યો… ફર્સ્ટક્લાસનું કૉલમ… હૃદય ધબકતું હતું… ચારસોની સિરીઝમાં બાવીસ નંબર હતો જ… અર્ચના પાસ થઈ ગઈ છે… વાહ ! અર્ચના ફર્સ્ટક્લાસ પાસ થઈ છે… એટલે મેડીકલમાં ઍડમિશન લેશે જ… હૃદય જોરથી ધડકવા માંડ્યું… પણ થોભ મનવા… તારું તો રીઝલ્ટ જો… ચાર હજારની સિરીઝમાં બાવીસ નંબર ગાયબ હતો, આમ હોય ખરું ...Read More

10

આંસુડે ચીતર્યા ગગન ૧૧

નરભેશંકરકાકાને બાલુમામા છાપું બતાવતા હતા… કેવો હોનહાર છે. છોકરો… સીધો.. સરળ… ગુણિયલ… અને હોશિયાર… પુત્રની સફળતાનો જશ બાપને મળે એમણે સિંચેલ સંસ્કારને મળે, જેને પાકતા અઢાર વર્ષની રાહ જોવી પડે… કરુણાશંકર ખરેખર આજે હોત તો એમના આનંદની સીમા ન રહેત…. કેમ ખરું ને નરભેશંકર ...Read More

11

આંસુડે ચીતર્યા ગગન ૧૨

વાક્ય પૂરુ કરી નજર અર્ચના પર ગઈ…. એની સુંદર મજાની આંખોમાં આશ્ચર્ય હતું… ઓળખાણ પણ હતી… એ મલકતી હતી… કે એ મને ઓળખતી હતી… મને શોધતી હતી… મનના ધબકારાને સંયમિત કરવા પ્રયત્ન કરવો પડ્યો હતો… રહી રહીને મન કહેતું હતું… એની આંખોમાં કશુંક છે…. કશુંક… કશુંક… ...Read More

12

આંસુડે ચીતર્યા ગગન ૧૩

પૂજ્ય કાકા, આજથી સાડા સાત કે આઠ મહિના પછી મારો જન્મ થશે… ભત્રીજી હોઇશ તો મારું નામ અંશીતા… અને ભત્રીજો તો અંશુમાન …. મારું આગમન ગમશે ને મારી ઓળખાણ ન પડી… ચાલો ત્યારે કહી જ દઉં … મારા વહાલા કાકા – બિંદુમમ્મી અને શેષપપ્પાની હું દીકરી દીકરો છું… તમે કોણ નાની નાની છોકરીના હાથ દોર્યા હતા – પછી બિંદુ લખતી હતી… ડૉક્ટરને બતાવ્યું છે તમે કાકા બનવાના છો – ...Read More

13

આંસુડે ચીતર્યા અગન ૧૪

‘જેને પોતાનો માન્યો હોય તે જ રખેવાળ બને પછી કંઈ ચિંતા હોય ’ ‘આ બધું જે મારે વિચારવાનું હોય તું વિચારે છે…. પછી મને શી ચિંતા… ’ ‘ખરેખર… ’ ‘જે નાવનો સુકાની દ્રઢ મનોબળનો હોય તે નાવને મઝધારમાં કે તોફાનમાં ક્યારેય ડૂબવાનો ડર રહે ખરો ’ અંશ એના મુગ્ધ હાસ્યને જોઇ રહ્યો… ...Read More

14

આંસુડે ચીતર્યા ગગન

સમયના વહેણ બહુ ઝડપથી વહેતા થયા. એમ.બીબી.એસ.ની પરીક્ષા સુધી સતત છ કલાકનું લાઇબ્રેરી વર્ક. રેગ્યુલર ક્લાસીસ, પ્રેક્ટિકલ અને સિન્સિયારિટિ પરફેક્શનના ધ્યેયથી બંને આગળ વધતા ગયા. અંશ કંટાળતો ત્યારે અર્ચના ધીરજ ધરવા કહેતી અને અર્ચના થાકતી ત્યારે અંશ કોઈક ટીખળ કરીને હસાવતો. ...Read More

15

આંસુડે ચીતર્યા ગગન ૧૬

‘પણ… આવું બધું મારી સાથે જ કેમ બને છે શેષ ! આંસુઓના તોરણ મારે ત્યાં જ કેમ બંધાય છે ’ ‘બિંદુ જે રડે છે તે હસે છે… અને જે હસે છે તે રડે છે. આ એક સીધો સાદો નિયમ જિંદગીનો નથી ’ એના આંસુઓની વણઝાર ન અટકી… એના મનને સાંત્વન આપવા શેષભાઈનો હાથ… શેષભાઈની હૂંફ બંને નિષ્ફળ ગયા… એને રડતી મારાથી જોવાતી નહોતી તેથી તેની સાથે હું પણ રડી પડ્યો… મારી આંખમાંથી પણ એ જ આંસુડા વહેતા હતા… ઘરમાં મૃત્યુનો ઓળો હતો… એનો આઘાત આ આંસુડા વડે ધોવાતો જતો હતો. મને રડતો જોઇ બિંદુનું મન ઓર છલકાઈ ઊઠ્યું… ‘અંશભાઈ… મને કેમ આ આંસુડા છોડતા નથી… તમે પણ આંસુની સાથે સાથે ન તણાવ… એ મારા આંસુ છે… શેષના આંસુ છે… તમારા નથી.’ ‘બસ ને બિંદુ ! પારકો ગણ્યો ને મને… મારી અંશિતા ગઈ એ દુ:ખ શું નાનું છે ’ પાણીના ઘૂંટડા સાથે ડુમાને ગળતી બિંદુ… ફરી રડી પડી. ...Read More

16

આંસુડે ચીતર્યા ગગન - ૧૭

‘અર્ચુ ! બિંદુભાભી અને શેષભાઈના જીવનમાં ખટરાગ શરુ થયો લાગે છે.’ ‘કેમ કંઈ કાગળ આવ્યો છે ’ ‘હા. આ વખતના કાગળમાં કંઈક ઢીલું ઢીલું આવ્યું છે… કંઈ કેટલાય દિવસથી શેષભાઈ ઘરે આવતા નથી…. આવે છે તો બોલતા નથી… અકસ્માત થયા પછી આખી વર્તણુંક બદલાઈ ગઈ છે. એવું બધું લખે છે.’ ‘ચાલ આ વખતે મુંબઈ તારી સાથે હું પણ આવું છું.’ ‘મમ્મીને દુ:ખ થાય તો જીદ કરીને ન આવતી. ’ ‘તું વાત કરજે ને ’ ‘ભલે !’ ...Read More

17

આંસુડે ચીતર્યા ગગન ૧૮

મેં મઝાક કરતા કહ્યું – ‘કેમ માની લીધું કે એમનો જ ફોન હશે ’ ‘અડધી રાત્રે એમના સિવાય કોઈ હોય. અને એ પણ હું દિલ્હી કે કલકત્તા જાઉં છું કહેવા માટે જ હોય.’ હવે ચમકવાનો વારો મારો હતો. ‘શું કહે છે બિંદુ ! એમના કોઈ પ્રોગ્રામની તને ખબર જ નથી હોતી…. ’ અત્યાર સુધી ટકાવી રાખેલ એનો ડૂમો અચાનક વછૂટી ગયો. અર્ચનાના ખભે માથુ નાખી ડુસ્કે ડુસ્કે રડી પડી. ‘અંશભાઈ… આંસુડાને મારા હાસ્યની ઈર્ષા આવે છે… હું ક્યારેક હસું તો મારા હાસ્યની સમાપ્તિ આંસુડાની સાથે જ થાય છે… હું શું કરું મને સમજાતું નથી…’ ન્યુરો સર્જન ડૉક્ટર અર્ચનાને આ માનસિક રોગની કોઈક નિશાની લાગી… ...Read More

18

આંસુડે ચિતર્યાં ગગન -૧૯

તારે અર્ચના – તારે શું વાત થઈ બિંદુભાભી સાથે ’ ‘એમને તમારી અને શેષભાઈ વચ્ચે શું વાત થઈ એ હતી. ’ ‘હું પણ એ દ્વિધામાં છું કે એમને એ વાત કેવી રીતે કહું ’ ‘કઈ વાત ’ ‘એ જ વાત… જે શેષભાઈ કહે છે.’ ‘શું વાત છે અંશ ’ ‘એમના અકસ્માત પછી હોર્મોનલ ડીસ્ટર્બન્સને કારણે He has lost his potency and Bindu wants a male issue. ’ ‘પણ આ તો સાદી વાત છે. એમાં આટલી ગૂંચવણ શું છે ’ ‘શું સાદી વાત છે આપણે બંને ડૉક્ટર છીએ તેથી આના પરિણામોથી વાકેફ છીએ. જેના ઉપર વીતતી હોય તેનું મન જાણે…’ ‘ખેર ! Hormonal activity can be regained also… એને કોઈક સારો ડૉક્ટર સારી રીતે સમજાવી શકે.’ ‘કેમ હું સારો ડૉક્ટર નથી ’ ‘સારો મીન્સ અનુભવી ગાયનેક.’ ...Read More

19

આંસુડે ચિતર્યા ગગન ૨૦

શિવરામનનો ઉપરી પાછો ફર્યો ત્યારે સિંહા ચિંતિત હતો. શેષે આવીને શેક હૅન્ડ કર્યા. દાઢી વાળો ચહેરો પરિચિત લાગ્યો… ત્યાં જ બોલ્યો – ‘અરે ! શેષ સિદ્ધપુરીયા…!’ ‘રાવજી…’ પ્રેમથી બંને ભેટી પડ્યા.‘’ સિંહા જતો હતો ત્યાં રાવજી બરાડ્યો. ‘પકડ લો ઇસ ચીટર કો, ધોખેબાજ કો.’ ‘સિંહા ચાલ સીધી રીતે તારું નાટક શું છે તે જોઇએ.’ ...Read More

20

આંસુડે ચીતર્યા ગગન ૨૧

‘સંતાન ભગવાનની દેન જરૂર છે. પણ એની હાજરી કેટલાય મનદુ:ખોના મારણ સમી છે. સંતાન વિનાનું દાંપત્યજીવન એટલે ફુલ બાગ – બંનેના સુમેળનું એક માત્ર સાધન એટલે બાળક. ’ ...Read More

21

આંસુડે ચીતર્યા ગગન ૨૨

‘ આ જન્માક્ષરો નડે છે ને તો હોમ હવન ને જ્યોતિષ બાજુ પર મૂકીને પેલા ગણેશની જેમ – ભાઈ આસપાસ સાત ફેરા ફરી લઈએ.’ ‘ગાંડી છોકરી ! જ્યોતિષ આપણા ભલા માટે જ કહેતા હોય છે.’ ‘પણ એમાં બૂરું ક્યાં થવાનું છે ’ ‘દીકરી ! જે રીતના ગ્રહો છે તે જોતા તારા શ્વસુરપક્ષની અત્યંત નજીકની કોઈ સ્ત્રી તારા જીવનમાં વૈમનસ્ય ઊભું કરશે.’ ‘બા – તમે કહો છો તે પ્રમાણે શ્વસુરપક્ષની નજીકની સ્ત્રી તો હું અને દિવ્યાબેન છીએ. અને અમને બંનેને તો આ લગ્ન જલ્દીથી થાય તેમાં જ રસ છે.’ ‘તું મને વહેમી માનજે મને વાંધો નથી પણ જ્યારે જ્યારે તારીખ નક્કી થાય છે ત્યારે ત્યારે કંઈક અઘટિત કેમ બને છે ’ ‘એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું…’ ...Read More

22

આંસુડે ચીતર્યા ગગન ૨૩

ખડખડાટ હસવાની શરૂઆત કરતા બિંદુ બોલે છે. શેષ… મને આંસુઓને ડામતાં આવડે છે. આંસુના વાદળોને રડાવતા આવડે છે…. હું લઈશ… તમારી પાસેથી જ લઈશ…. હું ફળેલી નાગરવેલ છું… રાવજીની પત્નીના અવાજમાં શેષભાઈ બોલે છે – ‘હું ઇચ્છાઓની અમરવેલ પર ફૂલ તો નહીં લાવી શકું પણ – અંશ સાથે રહીને અંશુમાન લઈ લે. શેષ નહીં આપી શકે તો મેરી માય બ્રધર…’ ...Read More

23

આંસુડે ચીતર્યા ગગન ૨૪

કહેતો હતો – અંશ ! જૂના મિત્રોમાં એક તું ડૉક્ટર થયો – મોટો માણસ થયો પણ મોટાઈ નથી આવી. માટે તું એવો જ છે. તને મળીને લાગ્યું કે પેટ્રોલ પૂરાઈ ગયું . હૂંફ બહુ મોટી ચીજ છે. દોસ્ત. પૈસા તો આવ્યા કરે છે ને ગયા કરે છે. કૉલેજનાં મિત્રો, પ્રોફેશનના મિત્રો કરતાં બાળ મિત્રોમાં સ્વત્વ વધુ હોય છે… એવું કંઈક તે બબડી ગયો. ...Read More

24

આંસુડે ચીતર્યા ગગન ૨૫

શેષ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પારસીબાવાઓ જતા રહ્યા હતા. હોસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું હતું. કોણ જાણે કેવી રીતે લાવ્યું સાજો કરી ગયા એ દરેક બાબતનો જવાબ હોસ્પિટલમાંથી ‘અમને ખબર નથી’ એ ત્રણ શબ્દોમાં પૂરો થઈ જતો. શારીરિક અશક્તિઓ મનને નબળું કરતી હતી. – નર્સને પૂછ્યું તો કહેવામાં આવ્યું પાંચ દિવસ બેહોશ હતા. દવા ચાલુ હતી – હજી પણ સપૂર્ણ આરામ ન થાય ત્યાં સુધી રહી શકાય એમ હતું. તે શેષની મરજીની વાત હતી. પાંચ દિવસના છાપા વાંચવાની જિજ્ઞાસા વ્યક્ત કરી – અંશીતાનું મૃત્યુ અને બિંદુનું ગાંડા થઈ જવું વાળી વાતથી ખૂબ દુ:ખી થયો. ...Read More

25

આંસુડે ચીતર્યા ગગન ૨૬

અંશની છાતીમાં માથું નાખી પંદર મિનિટ સુધી અર્ચના મૌન શ્વસતી રહી – તેના માથામાં અંશ હાથ ફેરવતો રહ્યો – અર્ચના ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અંશ એની વ્યથા સમજી શકતો હતો. અર્ચના રડી શકતી હતી. – પણ અંશને એનું હૈયું સાથ નહોતું આપતું. એ રડી નહોતો શકતો.. એમના મિલનને આડે આવતા વિઘ્નોને તેઓ દૂર કરતા હતા – પણ એ વણઝાર અટકતી નહોતી. વિઘ્નો દૂર કરવાની ગતિવિધીમાં થોડોક જે થાક લાગતો હતો તે એકમેકની હૂંફમાં થોડુંક શ્વસીને રડીને દૂર કરતા – પણ હજી ક્યાંય છેડો દેખાતો નથી – બિંદુભાભી સાજા થાય કે શેષભાઈના કંઈક સમાચાર આવે તો આ વિઘ્ન દૂર થઈ શકે તેમ છે. દિગ્મૂઢ શો અંશ અર્ચીને પંપાળતો રહ્યો – એના દર્દને પીતો રહ્યો. ...Read More

26

આંસુડે ચીતર્યા ગગન ૨૭

‘આપ કો જરા પર્સનલ લગેગા લેકીન…. આપ યે તો મહેસૂસ નહીં કર રહે હો કી ઉનકા આપકો ન પહેચાનના કી પૂરી નિશાની હૈ. ’ ‘આપ અર્ચના સે હી પૂછ લીજીયે. વો આ રહી હૈ.’ સફેદ પંજાબીમાં અર્ચના આવતી હતી.. દેખાવે જાજ્વલ્યમાન હતી. શેષ વિચારતો હતો… આ છોકરીનો તે દ્રોહ કરી રહી રહ્યો છે. દૂરથી અર્ચના જોઈ રહી હતી અંશ અને સાથે અંશની પ્રતિકૃતિ… દાઢીમાં ઊભી હતી. કદાચ શેષભાઈ આવી ગયા હોય… એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આ રાતનું આટલી જલદી પ્રભાત ઉગશે એવી એને આશા નહોતી… ત્યાં અંશ બોલ્યો – ‘મીટ માય બીલવ્ડ… ડૉ. અર્ચના. ’ અને એની તરફ ફરીને કહે – ‘સહેગલ સાહેબ છે.’ ‘ઉફ…. ! મન નિરાશ થઈ ગયું ઔપચારિકતામાં હાથ જોડતા ડૉક્ટર અર્ચનાના મોં પર રેડાઈ ગયેલી કાળાશ શેષ પામી ગયો. ’ ...Read More

27

આંસુડે ચીતર્યા ગગન ૨૮

શું કરું એ જ તો સમજાતું નથી. બિંદુને હું સુખી નહીં કરી શકું – તો કોણ કરી – કદાચ અંશ… અંશ… તો તારી અમાનતની જેમ તેને સાચવે છે. એ તો તું જે શક્યતા વિચારે છે તેની કલ્પના સુદ્ધાં કરતો નથી. અને એના પુ:સત્વ પર અર્ચનાનો અધિકાર છે. કેવી નીચ વાત તેં વિચારી લીધી છે. અંશ ! એને મન અર્ચના પત્નીના સ્થાને છે. બિંદુ તો તારી અમાનત છે. તેથી જાળવે છે. જો તારી ધારેલ વાત શક્ય બની તો પણ એનાથી એ બે પ્રેમી પંખીડાનું હાસ્ય વિલાઈ જશે. …પણ ગાંડપણની આ અવસ્થા યોગ્ય સમજાવટનું કારણ ન બની શકે… જે હું નથી આપી શકવાનો તે અંશ આપે તો ખોટું શું થવાનું છે અર્ચનાનો અધિકાર ફરજના ભાગરૂપે બની રહેતો હતો… અંશ… ના સ્નેહના આધારે તો અર્ચના બિંદુની સારવાર કરે છે. એ બિંદુ જો એના અંશને લઈ લે તો અર્ચના કેવી રીતે સાંખી લે ...Read More

28

આંસુડે ચીતર્યા ગગન ૨૯

‘બોલ પહેલા શું ’ ‘ખારી સીંગ – સ્ટ્રોંગ કોફી .’ ‘પછી મીઠી ભેળ અને આઈસક્રીમ .’ ‘અને પછી ’ ‘……….. પછી………’ દૂર પારેવા ઘુરઘુરાટ કરતા એકમેકની ચાંચમાં ચાંચ નાખીને ગેલ કરતા હતા તેમના તરફ અર્ચનાની નજર ફરતી હતી. અંશ પણ હોટલની છત ઉપર ગેલ કરતા એ પારેવા તરફ જોતો હતો – અને ફિલ્મના હીરો – હીરોઈનની લવ સીક્વન્સની એક સુરખી મગજમાં ફરી ગઈ. અને ખામોશીનું તે ગીત ગણગણવા માંડ્યો… तुम पुकार लो ..तुम्हारा इंतज़ार है… ...Read More

29

આંસુડે ચીતર્યા ગગન ૩૦

મનના અશ્વએ દિશા બદલી – પણ એ મારી પાસે જે ઇચ્છે છે તે હું આપી નવી શકતો તે તબક્કામાં સાથે રહીને વધુ દુ:ખી કરીશ. એના કરતા અંશ સાથે તે સુખી છે કાશ… કે એ ઇચ્છે તેવું કંઈક બને. ‘તું શું ઇચ્છે છે ’ હૃદયે એને તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો. ‘ક્યારેક બિંદુ ગાંડપણમાં અંશની સાથે પલળે .’ મને જવાબ આપ્યો. ‘શું એ શક્ય છે ’ ‘ના શક્યતાઓ નહીંવત્ છે. છતાં પણ… છતા પણ… એ શક્યતા લઈ લેવાનું મન થાય છે.’ ‘અસંભવ વાતને સંભવ કરવા ફાંફા મારે છે. અને પેલી બિચારી અર્ચનાનો ભોગ લઈશ.’ ...Read More

30

આંસુડે ચીતર્યા ગગન ૩૧

અંશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે શેષ ઘરે આવી ચૂક્યો હતો. એ સહેગલના રૂપમાં જ આવ્યો હતો. અંશ આવ્યો ત્યારે હાજરીમાં જ શેષે મેકઅપ ઉતારી નાખ્યો. અંશ – એકદમ આવેશમાં તેને ભેટી પડ્યો… ‘શેષભાઈ…!’ ‘અંશ ભઈલા મને માફ કર – હું ભટકી ગયો હતો.’ ‘શેષભાઈ તમારી અમાનત જાળવવામાં હું મારી જિંદગી ખોઈ બેસવાની તૈયારીમાં હતો.’ ‘શું થયું ’ ...Read More

31

આંસુડે ચીતર્યા ગગન ૩૨

‘તું હમણાં તેને ભૂલે…’ ‘ટોન્ટ મારે છે ’ ‘ના, પણ અંશુ, આપણે આપણું પણ જીવન જીવવાનું છે. બહુ સંવેદનશીલ બનીને બીજામાં પરોવાઈ જઈને આપણાપણાનો ભોગ આપીએ છીએ તે સમજાય છે ને તને ’ ‘હા..’ ‘થોડીક મૌનની ક્ષણો વીતી ગઈ. ’ ‘અર્ચી !’ ‘હં !’ ‘સુરત આવતું લાગે છે….. ’ ‘હા.. ઘારી લઈશું ’ ...Read More

32

આંસુડે ચીતર્યા ગગન ૩૩

સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો. કે જ્યારે શેષે ઢીંગલીને રમાડતા રમાડતા બારીમાંથી બહાર ફેંકવી જેના ઉપર અંશ કે કાર ફેરવી દે અને ઢીંગલીનું આકસ્મિક મૃત્યુ નીપજાવે. ‘અર્ચી ! આનું સાઈડ રીએક્શન કેવું હોઈ શકે ’ ‘ત્રણ શક્યતાઓ છે એક તો એ ઢીંગલીના મૃત્યુનો આઘાત તેમને વધુ ગંભીર બનાવી દે. અને એ તબક્કામાં વીજળીક શોટ્સ સિવાય કોઈ જ ઉપાય બાકી નથી રહેતો. બીજી ઢીંગલીનો આઘાત સ્પર્શ્યા વિના જતો રહે. અને ત્રીજી શક્યતા એ પણ છે કે એ માનસિક આઘાત તેમને સંપૂર્ણ રીકવરી તરફ વાળી દે.’ ‘આઈ હોપ કે ત્રીજી શક્યતા સાચી પડે.’ શેષભાઈ બોલ્યા. ...Read More

33

આંસુડે ચીતર્યા ગગન ૩૪

‘છે તો એમના જેવો – પણ ભાભી મને તે દિવસે પહેલી વખત સાહેબે મારા ઉપર ખોટી રીતે ગુસ્સો કાઢ્યો એમ લાગ્યું. અને મને યાદ આવ્યું એટલે બેનને ચિઠ્ઠી પણ લખીને આવી હતી જેથી કોઈ તકલીફ ન થાય.’ ‘હં ! બીજું બોલ કંઈ કામ છે ’ ‘ના ભાભી, પણ નર્સિંગનું થોડું જાણું છું એટલે એક વાત કહેવાનું મન થાય છે..’ ‘કહે -’ ‘જરૂર ન પડતી હોય તો હવે ઊંઘની ગોળી ન લેશો.’ ‘એટલે ’ ...Read More

34

આંસુડે ચીતર્યા ગગન ૩૫

‘બિંદુ તારી આ દશા મારાથી નથી જોવાતી. અસહ્ય મનોવેદનામાંથી તું પસાર થઈ રહી છે. અને એ વેદનાની શરૂઆત મારા મૌનથી છે. હું તને નથી કહી શકતો તે આખી દુનિયાને કહી ચુક્યો છું… પણ કાશ…. તું એ સાંભળવા જેટલી ભાનમાં હોત તો… મેં તને જ્યારે જ્યારે કહેવા જીભ ઉપાડી ત્યારે નાના શેષની જીદ મને અટકાવી ગઈ. એ વાત આમ તો ખૂબ નાની હતી – તને કહી દીધું હોત તો કદાચ થોડાક તીવ્ર પ્રત્યાઘાતો બાદ એ વાતને તારું મન પચાવી ગયું હોત…. પણ વાત હવે એનાથી ખૂબ મોટી બની ગઈ છે… અંશીતાનું મૃત્યુ… અને…’ ...Read More