ફરી મોહબ્બત

(692)
  • 106.3k
  • 34
  • 44.7k

"ફરી મોહબ્બત" પ્રસ્તાવના“ફરી મોહબ્બત ” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. જેમ કે નામ પરથી વાચકમિત્રો આપ સૌ જાણી ગયા હશે કે કહાણી શું કહેવા માંગે છે. લવ, મોહબ્બત, ઈશ્ક, ચાહ, ચાહત, લવ જેવા શબ્દો જો તમે પ્રેમમાં હો ત્યારે આ બધા જ વર્ડ્સ તમને એટલા પ્યારા લાગશે પરંતુ વિચારો જ્યારે આ જ વર્ડ્સથી સામેવાળું પાત્ર તમને ઠગી જાય દિલ પર ઘા કરી જાય ત્યારે તમારી માનસિક શારીરિક હાલત શું બનતી હશે..!! એવા જ લવનાં બનાવોમાંથી પસાર થયેલો મુખ્ય પાત્ર અનયની “ ફરી મોહબ્બત" જે બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે. વાંચક મિત્રો આપને જરૂર પસંદ આવશે.

Full Novel

1

ફરી મોહબ્બત - 1

"ફરી મોહબ્બત" પ્રસ્તાવના“ફરી મોહબ્બત ” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. જેમ કે નામ પરથી વાચકમિત્રો આપ સૌ જાણી ગયા હશે કે કહાણી શું કહેવા માંગે છે. લવ, મોહબ્બત, ઈશ્ક, ચાહ, ચાહત, લવ જેવા શબ્દો જો તમે પ્રેમમાં હો ત્યારે આ બધા જ વર્ડ્સ તમને એટલા પ્યારા લાગશે પરંતુ વિચારો જ્યારે આ જ વર્ડ્સથી સામેવાળું પાત્ર તમને ઠગી જાય દિલ પર ઘા કરી જાય ત્યારે તમારી માનસિક શારીરિક હાલત શું બનતી હશે..!! એવા જ લવનાં બનાવોમાંથી પસાર થયેલો મુખ્ય પાત્ર અનયની “ ફરી મોહબ્બત" જે બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે. વાંચક મિત્રો આપને જરૂર પસંદ આવશે. ...Read More

2

ફરી મોહબ્બત - 2

"ફરી મોહબ્બત" ભાગ:૨આખા ઈવેન્ટ દરમિયાન ચેર પર બૈઠા બૈઠા અનયે ફક્ત અને ફક્ત ઈવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો એ પોતાની સીટ પરથી હાલ્યો ના એણે પોતાની ડોકને ત્યાંથી હટાવી. ઈવાને જોતાં જ અનયે એવી તો પોતાના મનમાં વસાવી નાંખી કે એણે ફક્ત હવે ઈવા જ જોઈતી હતી. એ ઈવાને પસંદ કરવાં લાગ્યો હતો. એનું રૂપરંગ સર્વસ્વ જાણે એના દિલોદિમાગ પર છવાઈ ગયું હોય તેમ એ પોતે એના સપનામાં રાચતો થઈ ગયો. અમિત એનો જીજાજી પણ એની સાથે જ બેસ્યો હતો એની પણ એણે નોંધ લીધી નહિ. ઈવેન્ટ પૂરો થયા બાદ અમિતે એણે ઢંઢોળ્યો ત્યારે ...Read More

3

ફરી મોહબ્બત - 3

“ફરી મોહબ્બત” ભાગ : 3અનયની નોનવેજ વાતોથી ઈવાએ એણે પાછળથી ટપલી મારી અને કહ્યું, “ હા ચાલશે કન્ટ્રોલ થતું હોય તો એક હોટેલનો રૂમ બૂક કરાવી દઈશ.” એટલું કહી ઈવા હસી અને અનય પણ હસ્યો.આખા રાઈડ દરમિયાન બંનેની વાત પૂરી જ થઈ ન હતી. બંને જાણે એમ લાગે કે વાતના વડા.“ઈવા, બીચ પર પાર્ક કરું ને?” જોરદાર હવામાં બૂલેટ ચલાવતો અનય કહી રહ્યો હતો.“હા” ઈવાએ કહ્યું.થોડું અંતર કાપ્યાં બાદ અનયે બીચના પાર્કિંગ સ્થળે બૂલેટ પાર્ક કર્યું.અનયે પોતાના જમણા હાથને વી આકારનો કર્યો તે સાથે જ ઈવાએ પોતાનો હાથ એમાં નાંખી દીધો અને જાણે બંને પોતાની રિસેપ્શન પાર્ટીમાં ચાલતાં હોય તેવી રીતે ...Read More

4

ફરી મોહબ્બત - 4

“ફરી મોહબ્બત” ભાગ : ૪ક્મ્બક્ત આ દિલ ...!! ઈવા માટેની અનયની ચાહત...!!આખરે અનયે મોમને સમજાવી મનાવી જ સતત ઈવા સાથે ચેટ કરતો રહ્યો. વિડિયો કોલ ફોન કોલ્સમાં એ વધુ ને વધુ દિવસો કાઢતો ગયો. એ પૂર્ણ રીતે ઈવાનાં પ્રેમમાં પાગલ બની ચુક્યો હતો. એના માનસપટ પર ફક્ત ઈવા અને ઈવા જ છવાઈ ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે હવે ઈવા વગર એણે ચાલતું ન હતું. ઈવા ન હોય જીવનમાં તો એણે એકલું જીવવું પણ શક્ય ન હોય તેવી એની સ્થિતિ લાગવા લાગી.“ઈવા, ફ્રી હોય તો આજે મળીએ આપણે?” અનયે ફોન પર આતુરતાથી પૂછ્યું.“કેમ શું કામ છે?” ઈવાએ કહ્યું.“કામ ...Read More

5

ફરી મોહબ્બત - 5

“ફરી મોહબ્બત” ભાગ : ૫"ઈવા...??" ઈવા પાસે પહોંચતા જ અનયે વ્યાકુળ થતાં પૂછ્યું."તારે એટલું લેટ કેમ થયું? ક્યારની આ કેફેમાં તારી રાહ જોઉં છું..!" ઈવા નારાજ થતાં બોલી."ઓકે સોરી. હવે બોલ આટલી રાહ શેની જોઈ રહી હતી મારી?" નાના બાળકની જેમ ઈવાને મનાવતા અનયે કહ્યું."સગાઈ થઈ જાય એટલે આપણે પબમાં જઈશું. યુ નો ડ્રિંક્સની મહેફિલ માણીશું." ઈવાએ સહેજતાથી કહ્યું અને આ સાંભળી અનય ચોંક્યો."શું..!! હું સમજ્યો નહીં..??" અનયનાં કાન પર વિશ્વાસ જ બેસતો ન હોય તેમ અનયે ફરી પ્રશ્ન પૂછ્યો."એ જ કે સગાઈ થઈ ગઈ છે એની ખુશીમાં મારે ડ્રિંક્સ કરવું છે." ઈવાએ દ્રઢતાથી કહ્યું."ઈવા તું ડ્રિંક્સ...?? ક્યારથી?? અને તે આ વાતની ક્યારે પુષ્ટિ કરી નથી..!!" અનયે ...Read More

6

ફરી મોહબ્બત - 6

“ફરી મોહબ્બત” ભાગ : ૬"પબમાં નહીં જાય આજે તો ના ચાલે??" અનયે પ્રેમથી ઈવાને પૂછ્યું."તું ભૂલી ગયો મેં શું કીધું હતું? કે પછી તું તારી મરજીનું કરવા માગે છે?" ઈવાએ ગુસ્સાથી પૂછ્યું."બેબ આજે આપણી સગાઈ થઈ છે. તો પણ આટલો ગુસ્સો..??" ઈવાને નાના બાળકની જેમ સમજાવતાં અનયે કહ્યું." તો તું પબમાં જવાની વાત ના કેમ પાડે છે!!" ઈવાએ ગુસ્સો ઠાલવ્યો." હા તો બેબી પબ માટે ના પાડી રહ્યો છું ને..!! તને તો ડ્રિંક જ કરવું છે ને??" અનયે સમજાવતાં કહ્યું. બુલેટ ચલાવતાં જ બંનેમાં વાતચીત ચાલુ હતી. મેઈન રસ્તો છોડી બુલેટ હાઈવે પર દોડવા લાગ્યું."અનય..!! ક્યાં લઈ જાય છે. જો ...Read More

7

ફરી મોહબ્બત - 7

“ફરી મોહબ્બત” ભાગ :૭અનયે ઝટથી ઈવાના હાથમાંથી ચાકુ લઈને ફેંકી દીધું. તે સાથે જ ઈવાને પોતાની બાહોમાં સમાવી ઈવાને કપાળ પર ચુંમતા ભય સાથે કહેવા લાગ્યો, ઈવા, તું પાગલ છે?? પ્રેમની સાબિતી તારી પાસે માંગે જ કોણ છે?? અને તું પણ કેમ માંગી રહી છે મારી પાસે?? પ્લીઝ હવે એવું ક્યારે પણ કરતી નહીં. હું તને પ્રેમ કરું છું. તું મને કરે છે. જાન આપીને જ પ્રેમની સાબિતી આપવી હોય તો આપણો પ્રેમ જીવતો કેવી રીતે રહેશે?? અનય ખૂબ પ્રેમથી સમજાવતાં ઈવાની પીઠને પંપાળતો રહ્યો. ઈવા નાના બાળકની જેમ લપકી રહી.હોટેલની ચારેતરફ લાંબા બારેક જેટલા પગથિયાં આવેલા હતાં. મુખ્ય ...Read More

8

ફરી મોહબ્બત - 8

“ફરી મોહબ્બત” ભાગ :૮ ઈવા સાથે સગાઈ આખરે થઈ જ ગઈ એ વાતથી અનય ખૂશનુમા જીવવા લાગ્યો. સગાઈની થયેલી ઘટનાને એ સપનું સમજી ભૂલી જાય એમાં જ ભલાઈ સમજી. સગાઈ બાદ બંને પોતપોતાના કામધંધે લાગી ગયા.***"પહેલી બાર મિલે હૈ, મિલતે હી દિલ ને કહાઁ મુજે પ્યાર હો ગયા." સગાઈ બાદ ઓફિસમાં પ્રવેશતાં જ એક આશિકની માફક એકદમ પ્રેમમાં પડી અનય લીટરલી સ્ટાફને પણ સંભળાય એવી રીતે જોરથી સોંગ ગાતો પોતાનાં કેબિન તરફ જવા લાગ્યો. ત્યાં જ વારાફરતી અનયને સ્ટાફ કૉંગ્રેટ્સ કરતાં હાથ મેળવવા લાગ્યા. અનયની ઓફિસમાં કામ કરતું સ્ટાફ નાનું જ હતું. અનય પોતે જ નવજુવાન હતો. સ્ટાફમાં પણ અમૂકજણને છોડીને ...Read More

9

ફરી મોહબ્બત - 9

“ફરી મોહબ્બત” ભાગ :૯ "ઈવા..!! શું ગોતી રહી છે. શું નથી મળતું?" અનયે ખૂબ જ પ્રેમપૂર્વક પૂછ્યું. અચાનક ગોતવાનું બંધ કર્યું, "હં..!!" એ રડતી અટકી. એ ભૂલી પડી હોય તેમ એની આંખો સંકોચાઈ. અનયે એની પર્સ પડાવી લીધી. ઈવા કશુંક સમજે એના પહેલા જ અનયે ઈવાના હોઠો પર ચસચસતું ચુંબન કરીને જાણે કશું જ કર્યું ન હોય તેમ થોડો છૂટો થઈને બેસી ગયો. ઈવા થોડી શાંત થઈ. અનયે ઈવાનો હાથ પોતાના હાથમાં લીધો, "ઈવા. હું તને હંમેશા ખૂશ જોવા માગું છું. તારા આંખમાં આવતા આંસુ હું બરદાસ્ત નથી કરી સકતો. એ તું જાણે જ છે. તારા આંસુથી હું દુઃખી થઈ જાઉં છું."ઈવાએ કશું ...Read More

10

ફરી મોહબ્બત - 10

“ફરી મોહબ્બત” ભાગ : ૧૦અનય કેબીનમાંથી ઝડપથી બહાર આવ્યો. સાગર ત્યાં જ ભટકાયો, " સાગર મારું કામ જરા લે. મને અત્યારે નીકળવું પડશે. પછી વાત કરું તને." અનય નીકળી ગયો. પણ સાગર શાનમાં સમજી ગયો કે જરૂર અનયનું ઈવા સાથે કશુંક ઉખેડાયું હશે. અનય ઝડપથી ઈવાના ઘરે પહોંચ્યો. અવનીએ દરવાજો ખોલ્યો. "મારી ઈવા?" અંદર પેસતા જ પાગલની જેમ અનયે બરાડા મારતા પૂછ્યું."બેડરૂમમાં..!" અવનીએ ગુસ્સાથી કહ્યું.ઈવા બેડ પર સૂતેલી હતી. હાથમાં પાટો બાંધ્યો હતો."ઈવા..!!" અનય બેડ પર ઈવાની નજદીક જઈને ગોઠવાયો. ઈવાએ ચેહરો ફેરવી દીધો."શું છે આ બધું?? અને આ પાટો કેમ બાંધ્યો છે?? મારી સાથે હોસ્પિટલમાં ચાલ. મમ્મી ડેડી ક્યાં ગયા?? તું ...Read More

11

ફરી મોહબ્બત - 11

“ફરી મોહબ્બત” ભાગ : ૧૧"ઓહહ હો મારી મોહબ્બત. એટલો પણ ગુસ્સો શું દેખાડે છે. ચાલ આજે સારું ન હોય તો આવતીકાલે સવારથી જ આપણે ફરવા નીકળી પડીશું. કાલે હું ઓફિસેથી છૂટ્ટી જ લઈ લઉં છું. ચાલશે ને હવે તો??" અનયે ઈવાની સેક્સની કહેલી વાતને મજાકમાં ઉડાવી દીધી. અને ઈવાને મનાવાનો પ્રયત્ન કરતો રહ્યો.ઈવા ડોકું ધુણાવીને બેડ પર ગુસ્સાથી બેસી ગઈ. અનય ઈવાના પ્યારમાં પાગલ બનતો જતો હતો. પરંતુ એને ખબર જ ક્યાં હતું કે એ કેવા જાળમાં ફસાવાનો હતો..!!"કાલે પ્લાન કેન્સલ ન કરતો." ઈવાએ મોઢું ફુગાવીને કહ્યું." નહીં કરું. કાલે આખો દિવસ રાત તારી સાથે જ ગાળીશ. તું કહે તો ...Read More

12

ફરી મોહબ્બત - 12

“ફરી મોહબ્બત” ભાગ : ૧૨"તો કરી લે ને મેરેજ." અનયે હળવી મજાક કરી. ઈવાએ ગુસ્સાથી અનયનાં ચહેરા તરફ એનો ફોન નંબર આપ. હું વાત કરું. એના ઘરનું એડ્રેસ પણ આપી દે." ગંભીર થતાં અનયે કહ્યું." એડ્રેસ શું? એ અમિતકુમારની બિલ્ડીંગમાં જ રહે છે." ઈવાએ રડતાં જ જવાબ આપ્યો. "હેં..એમ ?" ઝીણી આંખ કરીને અનયે પૂછ્યું."અમારી કોલેજનો જ છોકરો છે એ આદિલ..!"ઈવાએ થોડું રડવાનું બંધ કર્યું." પણ ઈવા મને તો એ જ સમજાતું નથી કે તારા જેવી છોકરી આના માટે રડે કેમ છે?? તું તો બ્રેવ ગર્લ છે. તું પોતે જ એને ઘણું ચોપડીને પ્રોબ્લેમ સોલ કરી દેત. ખૈર હવે તું રડ ...Read More

13

ફરી મોહબ્બત - 13

“ફરી મોહબ્બત” ભાગ : ૧૩"હા મમ્મી બોલો..!!" અનયે બૂમ સાંભળતા કહ્યું."દિકરા વહુ સાથે હોલમાં આવ. બાજુવાળા સોહન અંકલ આવ્યાં છે." અનયનાં મોમ કહીને જતા રહ્યાં. અનય ડોળા કાઢીને ઈવા તરફ જોવા લાગ્યો. એક નજર સાગર પર ફેંકી પછી દરવાજા પર આવીને કહ્યું, " આવીએ મમ્મી..!!"સાગર ઝટથી ઊભો થયો," ચાલ હું જાઉં યાર. આ લે તારું ગિફ્ટ..સ્પેશ્યલ બહારનું છે." સાગરે ખિસ્સામાંથી એક નાનકડી કાચની સ્ટાઈલિશ બોટલ ધરી."શું છે?" અનયે ફરી આશ્ચર્યથી સાગર તરફ જોતાં પૂછ્યું." લો ભાભી તમે જ પીવડાવજો." ઈવાને બોટલ ધરતાં સાગરે કહ્યું." અરે શું છે તને...હું નથી લેતો ડ્રિંક..!!" એટલું કહીને અનયે બીયરની બંને ખાલી બોટલને ઊંચકીને કબોર્ડની ...Read More

14

ફરી મોહબ્બત - 14

“ફરી મોહબ્બત” ભાગ : ૧૪“ઈવા...!!” અનય આશ્ચર્યથી બોલી પડયો. પરંતુ ત્યાં સુધી તો ઈવા પડખું ફેરવીને આંખ બંધ દીધી."શું થઈ ગયું છે તને. આજે કશું પણ મન ના હોય તો ચાલશે. પણ બેબી મૂડ ઓફ કેમ કરે છે." અનય હંમેશા શાંત રહેવાનો પ્રયત્ન કરતો. પણ ઈવાએ કશું કહ્યું નહીં. અનય બેડ પર જ બેઠો ઈવાને એકીટશે જોતો રહ્યો. એ વિચારમાં પડી ગયો, "શું થતું હશે ઈવાને..મૂડ ક્યારે સારો રહે ક્યારે ખરાબ થઈ જાય એ જ સમજ ના પડે." દસ મિનીટ સુધી અનય શાંત ચિત્તે ઈવાની બાજુમાં બેસી રહ્યો. પણ અનયનો ઉચાટ વધતો જતો હતો. ભલે કશો આજે પ્યાર ના થાય. ...Read More

15

ફરી મોહબ્બત - 15

“ફરી મોહબ્બત” ભાગ : ૧૫"તું ફ્રેશ થઈ જા ફટાફટ..કોફી પી લેજે. " ઈવા એટલું કહીને પોતાને છોડાવી કોફીનો લઈને ડ્રોઇંગરૂમમાં જતી રહી."ઉફ્ફ... મારુ દિલ લઈ ગઈ છે આ છોકરી..ઓહહ સોરી મારી વાઈફ..!!" અનય ઈવાને ખૂશ જોતા જ પોતે પણ ઝૂમી ઉઠ્યો. ફ્રેશ થઈને નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલની ચેર પર જઈને ગોઠવાયો. ઈવા પણ સાથે જ બેસી. આજે અગ્યાર વાગ્યે ઈવાને પોતાનાં ઘરવાળા લઈ જવાના હતાં. તેમ જ સાંજે ઈવાને ઘરે લેવા પણ અનયને જવાનું હતું. 'ઓહ્હ કેટલી દૂરી આવી રહી છે.' અનય વિચારતો નાસ્તો પતાવતો હતો.ઈવાના ઘરવાળા આવીને ઈવાને લઈને ગયા. પૂરો દિવસ આતુરતાપૂર્વક ગાળ્યો કે સાંજ ક્યારે પડે અને એ ઈવાને ...Read More

16

ફરી મોહબ્બત - 16

“ફરી મોહબ્બત” ભાગ : ૧૬ "હું જેણે ચાહતો હતો એ તું છે જ નહીં..!! તું મારી ઈવા જ ન શકે...!!" વિલાપ કરતાં ઉદ્દગાર અનયના મુખેથી નીકળી આવ્યા.અનયને એવી ઈવા ક્યાં જોઈતી હતી...!! એ તો મેરેજ પહેલાની ઈવાને ચાહતો હતો..!! મેરેજ બાદ આવી રીતે બદલાઈ ગયેલી ઈવા જેણે સતત તન મનથી ચાહતો રહેતો એ એનો નવો જ રૂપ દેખાડશે એની કલ્પના સુદ્ધા પણ કરી ન હતી. અનય ગુસ્સામાં જ ડ્રોઈંગરૂમમાં જઈને સૂઈ ગયો. ઈવાએ તે સાથે જ બેડરૂમનો દરવાજો બંધ કરીને મોબાઈલમાં પડી રહી.***"શું થયું?? મેં રોજ જ નોટિસ કરું છું. પણ આજે કહેવાનો મોકો મળ્યો." સાગરે ઓફિસનાં બ્રેક ટાઈમે આખરે અનયને ...Read More

17

ફરી મોહબ્બત - 17

“ફરી મોહબ્બત” ભાગ : ૧૭અનય થોબ્યો નહીં. એ તરત જ પાર્કમાંથી નીકળી ઈવાને હાથ દેખાડતા બૂમ મારી, " અનયની સામેથી જ પસાર થતી બાઇક બૂમ સાંભળીને થોડે દુર રહીને ઉભી રહી. અનય ભાગ્યો. ઈવા બાઇક પરથી ઉતરી ગઈ. " અનય તું અંકુરને ઓળખે જ છે ને...!!" ઈવાએ કહ્યું." ઓહ યસ..!!" ધ્યાનથી જોતા અનયે કહ્યું, " અંકુર તારો માનેલો ભાઈ છે ને...!!""હા.. એ મને મૂકવા આવ્યો છે!!" ઈવાએ કહ્યું. બંનેએ હાથ મેળવ્યા. અનયે કશું કહ્યું નહીં. અંકુર બાઈક લઈને જતો રહ્યો. એના ગયા બાદ અનયે પૂછી પાડ્યું, " કેમ તું તો કાર લઈને આવવાની હતી ને!!"" હા પહેલા મેં વિચાર્યું. બટ ત્યારે ...Read More

18

ફરી મોહબ્બત - 18

“ફરી મોહબ્બત” ભાગ : ૧૮"ભાઈ તું એક મોકો તો આપ. ઈવા મને એટલું સતાવી રહી છે. હવે તું મોઢું ફેરવી દેશે..!!" અનયે સાગરને સમજાવાનો પ્રયત્ન કર્યો."અનય આ બાબતે આપણે પહેલા પણ ચર્ચા કરી જ છે. અને મેં તને કહી જ રાખ્યું હતું કે આ તારો લાસ્ટ ચાન્સ હશે. તું શું કહીને મને ગયો હતો કે હું ઈવા સાથે મૂવી જોઈને પછી ફરી હું ઓફિસે આવીશ. અરે ભાઈ આવવાની તો દૂરની વાત રહી પણ તું મૂવી જોવા ગયો ત્યારથી તો બીજી રાત સુધી તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી રાખે એ કેવી રીતે ચાલે ભાઈ..!!" સાગરે સંભળાવ્યું." એ તો ઈવા...!!" અનય કશું ...Read More

19

ફરી મોહબ્બત - 19

“ફરી મોહબ્બત” ભાગ : ૧૯" અંકુર હું તને પછી ફોન કરું." મોબાઈલ કાન પર ધરતાં શાંતિથી ઈવાએ ફોન કટ કરીને ગુસ્સાથી મોબાઈલ અનયને આપી દીધો."ઈવા...!! આ શું છે??"અનય ચિલાવ્યો પણ ઈવા સાંભળવા ઊભી નહીં રહી.અનયનું માથું ભમવા લાગ્યું. એ બારી પાસે આવ્યો. બહાર નજર કરી. પોતાની જાત સાથે જ એ વાતે વળગ્યો, " શું વાંક છે મારો?? ઈવાને હદથી વધારે મોહબ્બત કરું છું એટલે!! હું એના મોહબ્બતમાં પડીને પોતાનું અસ્તિત્વ શું છે એ પણ ભૂલી ગયો છું એટલે..!! એની બધી જ વાતો જે ખોટી છે એને પણ ઇગ્નોર કરતો આવ્યો છું એટલે..!!ઓહ એક એકલા આદમીને ક્યાં સુધી લડવાનું?? કોઈ બીજા ...Read More

20

ફરી મોહબ્બત - 20

“ફરી મોહબ્બત” ભાગ : ૨૦એક સેંકેન્ડ માટે તો ઈવાને પણ સમજાયું નહીં કે શું કરવું..!! શું બોલવું...!! અચાનક સ્વભાવ બદલાયો એ થોડી હસી, " અનય...!! માય સ્વીટહાર્ટ...!! બસ મને થોડો સમય આપ." એટલું કહી એ બેડ પર ગોઠવાઈ. ઈવાનો બદલાયેલું રૂપ જોઈને અનય ફરી જાણે બધું જ ભૂલી ગયો હોય તેમ એની નજદીક સરી ગયો, " ઈવા પ્લીઝ એક વાર મને તારી બાહોમાં આવવા દે. હું તારી મોહબ્બત પામવા તડપી રહ્યો છું. ઈવા...!!" કહીને અનયે એનો હાથ પકડી લીધો. એ પોતે જ નાના બાળકની જેમ ઈવાની છાતીએ વળગી પડ્યો તે સાથે જ ઈવાએ જોરથી ધક્કો મારીને હડસેલી દીધો, " શેની ...Read More

21

ફરી મોહબ્બત - 21

“ફરી મોહબ્બત” ભાગ : ૨૧"ઈવા...ઈવા.....!!" ચિંતીત સ્વરે બૂમ મારતો એ બેડરૂમ સુધી પહોંચ્યો. પરંતુ ઈવા ઘરમાં હતી જ એની નજર ડ્રિંક્સની બોટલ પર પડી. એક બોટલ ભરેલી હતી. બીજી બોટલ અડધી હતી. અનય સમજી ગયો એ ડ્રિંક્સ કરીને ક્યાંય બહાર નીકળી ગઈ છે. અનયે ઝટથી ઈવા પર કોલ લગાવ્યો, " ઓહ શીટ. મોબાઈલ તો એનો બગડી ગયો છે." એ બબડયો. એને બીજો કોલ લગાવ્યો. " હેલો ડેડી કેમ છો?" અનયે ઈવાના ડેડને કોલ લગાવતા પૂછ્યું."ઠીક છીએ. ઘરમાં બધા કેમ છે, ઈવા કેમ છે..?" ઈવાના ડેડે પૂછ્યું."હા બધું બરાબર છે. પણ ઈવા કહેતી હતી કે એના ફ્રેન્ડના ઘરે જઈને પછી મોમ ડેડને ...Read More

22

ફરી મોહબ્બત - 22

ફરી મોહબ્બત ભાગ : ૨૨"કોણ છે તું??" અનય બરાડ્યો. પણ ડીજેના ઘોંઘાટમાં અનયનો અવાજ પ્રસર્યો નહીં." હું અંકુરનો મને જ નહીં. પૂરા ગામમા આઈ મીન પૂરા ફ્રેન્ડ સર્કલમાં તમારી રિલેશનશિપની ચર્ચા છે દોસ્ત...!!" એ કહીને જતો જ હતો ત્યાં જ અનયે એનો હાથ પકડતાં પૂછ્યું, " મને કહેવાનો મતલબ?? તારું એના પાછળનું મોટિવ શું છે?" "મતલબ...!! મતલબ તો તારી આંખ સામે જ ઊભો છે!!" એ નવજુવાન છોકરાએ બંને સાથે ડાન્સ કરતાં ઈવા અને અંકુર સામે આંગળી ચિંદતા કહ્યું. અનયની નજર ઈવા અંકુર પર ગઈ જે ઘણી મસ્તી કરતાં ડાન્સ કરી રહ્યા હતાં."મને તારો શુભચિંતક જ સમજ." એ નવજુવાન એટલું કહીને અંકુર અને ...Read More

23

ફરી મોહબ્બત - 23

“ફરી મોહબ્બત” ભાગ : ૨૩અચાનક જ અનયનો કાન ફાટી જાય એવો અવાજ સંભળાતા જ ઈવાએ ઝટથી અંકુરને ધક્કો દીધો."અનય આ જો ને અંકુરભાઈએ મને ગઈકાલે જ પ્રોમિસ કરી કે એ સિગારેટ નહીં પી. પણ આજે જો ફરીથી સિગારેટ પીધી. મેં એ જ વાસ ચેક કરતી હતી." ઈવા અચકાતા સ્વરે કહેવા લાગી."મને કશું સાંભળવાનું નથી. આવતીકાલે સવારે આપણે ઘરે જતાં રહીશું." અનય વાતને વધુ ખેંચવા માગતો ન હતો. એને એટલા જ કઠણ હૃદયે તો કહ્યું ખરું પણ અંદરથી એ સાવ ભાંગી ચુક્યો હતો. કેટલીક સેંકેન્ડ સુધી તો રૂમમાં શાંતિ છવાયેલી રહી પરંતુ બીજી જ પળે અનય બાથરૂમમાં ટોવેલ લઈને સ્નાન કરવા ...Read More

24

ફરી મોહબ્બત - 24

“ફરી મોહબ્બત” ભાગ : ૨૪એન્કરિંગના ચાલુ પ્રોગ્રામ દરમિયાન જ અનય હોટેલના રૂમ પર આવી ચુક્યો હતો. એની આત્મા રહી હતી. એ મોહબ્બતનો ધોખો બરદાસ્ત કરી શકતો ન હતો. એ પણ પોતાની એકતરફી સાચી મોહબ્બતથી આજે હારી ચૂક્યો હતો..!! ઈવાને પામવાની તો દુરની વાત...!! અનય સમજી ચુક્યો હતો કે ઈવા કોઈ બીજાને એટલે કે અંકુરને ચાહે છે...!! પણ આવી રીતે દિલ પર વાર કરવું!! ઈવાને સાચી મોહબ્બત સમજીને પૂજા કરી હતી. પતિ થયો તો પણ પતિપણું ન દાખવતા ઈવાની ઈચ્છા અનુસાર વર્તયો. પોતાના પ્રેમને એક દિવસ જરૂર ઈવા સમજશે એ વિચારથી જ અનયે બધું શાંતિથી જતુ કર્યું..!! અનયે ઈવા માટે શું ...Read More

25

ફરી મોહબ્બત - 25

“ફરી મોહબ્બત” ભાગ : ૨૫ "શું કરવા ચાહે છે ઈવા તું?? હું તારી મોહબ્બત માટે લાયક નથી ને...!! જ તો તું દૂર રહી છે મારાથી..દરેકે દરેક દિવસ, રાત અને હરેક પળ તું ફક્ત અને ફક્ત દૂર જ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હું હારી ચુક્યો છું. થાકી ગયો છું. હું ખોટી રીતે તને ચાહી રહ્યો છું. મારી મોહબ્બતની તને કદર નથી. હવે ઈવા બસ થયું...!! આપણે શાંતિથી છૂટા પડી જઈએ. ડિવોર્સ લઈ લઈએ એકમેકથી...!!" અનયે ડિરેક્ટ ઈવા પાસે જઈને કહ્યું. હાલાકી એ આવું કેટલીવાર પણ કહી ચુક્યો હતો."હું બીમાર છું. મને શાંતિ જોઈએ." ઈવાએ મોબાઈલ પર ધ્યાન આપતાં કહ્યું."ઈવા...!! બીમાર છે. તો ...Read More

26

ફરી મોહબ્બત - 26

“ફરી મોહબ્બત” ભાગ : ૨૬ અનયે ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. ટ્રેનમાં બેઠા બેઠા જ એ ઈવાને કરતો રહ્યો. પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. એ પોતાના મનને સધિયારો આપતો રહ્યો, " અનય શું કામ એટલો ચિંતિત છે?? ઈવા કદાચ સૂઈ ગઈ હશે!! એટલે જ ફોન સ્વિચ ઓફ રાખ્યો હશે...!! પણ એનો ફોન મેં ક્યારે પણ સ્વીચ ઓફ નથી જોયો... બિઝી આવે.. પણ સ્વીચ ઓફ તો કદી નહીં...!!"અચાનક એને ભાન પડ્યું હોય તેમ બાજુમાં જ રહેતો મકાનમાલિકને ફોન લગાવ્યો,"રવિભાઈ અનય બોલું." "હા..!!" રવિભાઈએ કહ્યું."ઈવાનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. જરા જોતા આવશો." આજીજી સ્વરે અનયે કહ્યું."હા ઈવાબેનને તો એક કલાક ...Read More

27

ફરી મોહબ્બત - 27

“ફરી મોહબ્બત” ભાગ : ૨૭ લેટર વાંચી અનયને સમજ જ પડતું ન હતું કે આટલો નાનો મને કેમ નાંખ્યો. અનયે એકાંતમાં પોતાના બેડરૂમમાં લેટરમાં વાંચ્યું, " ડેડી હું અનયનું ઘર છોડીને જાઉં છું. કેમ કે અનય મને સારી રીતે સાચવતો ન હતો. એ મને ગાલીગલોચ કરતો હતો. મને ગોતવાની કોશિષ ના કરતાં. હું તમારા પર પણ બોજ બનવા માંગતી નથી. હું મારી રીતે જીવી લઈશ"- ઈવા."ઈવા.....!!!કેમ.... કેમ.....!! હું તારા પ્યારનાં લાયક ન હતો તો સામે મને કહી દેતી...!! મારા પીઠ પાછળ ઘા કેમ કર્યો...!! હું સહન નથી કરી શકતો યાર....!! ઈવા.....!!" અનય સ્વગત જ વાત કરતો મોટે મોટેથી રડતો રહ્યો."ઈવા...હું તને ...Read More

28

ફરી મોહબ્બત - 28

“ફરી મોહબ્બત” ભાગ : ૨૮"ઓહહ આ તો ગીત...!! જ્યારે પહેલા રેન્ટ પર રહેતા હતા. એ બિલ્ડીંગમાં જ ગીત રહેતી હતી. મારી પાડોશી હતી ગીત...!! સામે મળી જતા સ્માઈલની આપલે થતી. કેમ છો? જેવા ઔપચારિક શબ્દો ફક્ત પુછાતા...!!" અનય વિચારમાં પડી ગયો. અચાનક અનયને યાદ આવ્યું કે ગીતને આ બધી ક્યાંથી ખબર..!!"તો મારી લાઈફની બરબાદીની કહાણી તમારી બિલ્ડીંગ સુધી પણ પહોંચી ગઈ...!!" અનયે મેસેજ મોકલ્યો." બિલ્ડીંગ સુધી તો નહીં. પણ આપણે એક જ કાસ્ટના હોવાથી...!! આપ સમજી શકો છો સમાજમાં આવી વાતો ઝડપથી ફેલાઈ જાય છે." ગીતે લખ્યું."ઓકે. મેસેજ શેના માટે હતો તમારો.?" અનયે પૂછ્યું."હા મને એડવર્ડટાઈઝીંગ માટેનું જ કામ હતું. ...Read More

29

ફરી મોહબ્બત - 29

“ફરી મોહબ્બત” ભાગ : ૨૯અનય ઈવાનું નામ સાંભળતા જ ગભરાઈ ગયો. એના કપાળે પરસેવો બાઝવા લાગ્યો. "ફોન કોણ હતું એ?? ઈવાનું નામ કેમ લીધું?? ફોન કટ કેમ થઈ ગયો.?? આટલા મહિના બાદ જ કેમ??" અનેકો વિચારો એના દિમાગમાં ઝડપથી આવ્યા અને જતા રહ્યાં..!! તે સાથે જ સામેથી ફરી કોલ આવ્યો. અનય સ્વસ્થ થયો. કોલ ઉઠાવ્યો."હલ્લો, હું ઈવાનો લોયર બોલું છું મિસ્ટર બ્રિજેશ દત્ત. શું હું અનય નહાર સાથે વાત કરી શકું!!""હા બોલો હું અનય જ બોલું છું." અનયે કહ્યું."મારી કલાયન્ટ ઈવાને તમારી પાસેથી ડિવોર્સ જોઈએ છે." લૉયર બ્રિજેશ દત્તે કહ્યું. સાંભળીને અનયની ધડકન તેજ થઈ ગઈ. પરંતુ એને પણ નિર્ણય ...Read More

30

ફરી મોહબ્બત - 30

“ફરી મોહબ્બત” ભાગ : ૩૦"તે મને કીધું નહીં?? તને અહીંયા જ આવવાનું હતું તો હું તને લઈને જ ને...!!" અનયના ચહેરા પર ખુશી છલકાઈ. મોમ પણ આવી ગયા અનયના ચહેરા પરનું સુખ જોવા...!!"આ ખુશી તને મળતે?? જો તું મને લઈને આવ્યો હોત તો..તને સરપ્રાઈઝ આપવા ગીત પોતે હાજર થઈ ગઈ!!" અનયને આવકાર આપતા ગીતે કહ્યું અને મોમ હસી પડ્યા."ઓહહ એટલે આ બધો તમારા બંનેનો પ્લાન હતો?? ફોન પર તમે બંને વાત જ કરતા હતા અને એક જ મુલાકાતમાં તમે બંને એકસાથે પણ થઈ ગયા..!! આજે ખબર પડી ગઈ સ્ત્રીઓ કેટલી ઝડપથી એકમેક સાથે ફ્રેન્ડશીપ કરી શકે છે." અનયે ગીત થતા ...Read More

31

ફરી મોહબ્બત - 31 - અંતિમ ભાગ

“ફરી મોહબ્બત” ભાગ : ૩૧અનય ગીત એકમેકના પ્યારમાં ગળાડૂબ રહ્યાં. સમય વીતતો જતો હતો. અનયની લાઈફ ગીતના આગમનથી ચૂકી હતી. એને ફરી મોહબ્બત થઈ ચૂકી હતી ગીત સાથે...!! તેઓ બંને ક્યારેક રેસ્ટોરન્ટમાં મળતા. ક્યારેક થિયેટરમાં મૂવી જોવા તો ક્યારેક ગાર્ડન કે પછી બીચ પર ફરવા જતાં. તેઓ બંને એકમેકને ચાહતા. ખૂબ ચાહતા.અનય અવારનવાર ગીતને એના મોમ ડેડને મળવા માટે ભાર આપતો હતો કે ડિવોર્સ પતે એટલે ગીત સાથે મેરેજ કરવાની વાત થઈ શકે. પણ ગીત આ બધી જ વાત ટાળી દેતી એમ કહીને કે હજુ આપણી રિલેશનશિપને થોડો સમય આપીએ. અનયે પણ એની વાત માન્ય રાખી."અનય, મેં તને કીધું હતું ને ...Read More