ન કહેવાયેલી વાત

(193)
  • 28.7k
  • 48
  • 9.8k

પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ સુધી બહારથી સુખી જણાતા લગ્નજીવનમાં છૂપાવી રાખી હશે ન ભૂલાયેલા પ્રેમની વેદના અને પતિને મનથી છેતરવાની પીડા તેણે કેમ કરી સહન કરી હશે ન કહેવાયેલી વાત પતિને પત્ર વાંચો .ત્યારપછી પતિએ શું કર્યું નિનાદ-નાન્સીનું શું થયું તે માટે રાહ જોશો ન કહેવાયેલી વાત તરૂલતા મહેતા

Full Novel

1

ન કહેવાયેલી વાત તરૂલતા મહેતા

પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ સુધી બહારથી સુખી જણાતા લગ્નજીવનમાં છૂપાવી રાખી હશે ન ભૂલાયેલા પ્રેમની વેદના અને પતિને મનથી છેતરવાની પીડા તેણે કેમ કરી સહન કરી હશે ન કહેવાયેલી વાત પતિને પત્ર વાંચો .ત્યારપછી પતિએ શું કર્યું નિનાદ-નાન્સીનું શું થયું તે માટે રાહ જોશો ન કહેવાયેલી વાત તરૂલતા મહેતા ...Read More

2

ન કહેવાયેલી વાત ભા.3

ન કહેવાયેલી વાત ભા.3 તરૂલતા મહેતા આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને (ભૂત અને વર્તમાન)કાળને ,બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. દર્દ ન જાને કોઈ વાર્તામાં ડાયરીના પાનામાં મારી કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો.જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો.પ્રેમનો પ્રથમ સ્પર્શ, બે થરકતા હાથની આંગળીઓની ગરમ લોહીની દોડ અને કંપતા હોઠની ભીનાશ જીવનને નવો જ અર્થ આપી દે છે એમ કહો કે જાણેલા બધા અર્થ,મૂલ્યો,સમજ શરીર પરથી રેશમી વસ્ત્રની જેમ સરી જાય છે. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે . હું મારા દીકરાની પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાતઃ માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ. ...Read More

3

ન કહેવાયેલી વાત - 4

ન કહેવાયેલી વાત ભા.4 તરૂલતા મહેતા પત્નીનો પત્ર વાંચતા તેને રૂમ ગોળ ફરતો લાગ્યો, કાર્પેટ ઊડીને બારી બહાર ફેંકાઈ. એનેય હવામાં લટકાવી દીધો! ઘર બાર કુટુંબ વિનાનો તે એક બ્લેક હોલમાં તણાતો હતો . તેના હાથ-પગમાંથી શક્તિ ચૂસાઈ ગઈ. બેડમાં ફસડાઈ પડ્યો. વળી પાછો ઊભો થઈ ગયો . કોઈ રીતે તેને ચેન પડતું નથી. ચેન ક્યાંથી પડે સળગતા ઘરમાં હોવાનો ચચરાટ તેને બાળતો હતો. પોતાના પ્રથમ પ્રેમની યાદમાં જીવતી પત્નીનો પત્ર નીલે સૌ પ્રથમ ગુસ્સાથી એની મજબૂત હથેળીમાં મસળી નાંખ્યો જે હથેળી ગઈ કાલે રાત્રે પત્નીના સ્પર્શને ઝન્ખતી હતી. વીસ વર્ષ મારું પડખું સેવ્યું ને હું મારી પરફેક્ટ પત્નીના સુંવાળા કાળા વાળમાં આગળીઓ રમાડતો નિરાંતે પોઢી રહ્યો !! સ્યુસાઇડ બૉમ્બની જેમ બીજાને મારી પોતાનો આત્મઘાત કરતો એ પત્ર ..એ તિરસ્કારથી પત્રને જોતો રહ્યો . ...Read More

4

ન કહેવાયેલી વાત ભા.5

ન કહેવાયેલી વાત ભા.5 કમ સુન મારા ફોન પર દીકરાનો મેસેજ જોઈ મને ફડાક દઈ એક ધેર પહોંચી જવું હતું . શું થયું હશે ની દહેશતમાં મારું મન બેકાબૂ ધડકતું હતું। સ્ટિયરિગ પર મૂકેલા મારા હાથ ધૂજતા હતા . કારને જલ્દી ચલાવવાના ફોગટ પ્રયત્નમાં પગને ઘડીક બ્રેક પર મૂકતી તો ઘડીક એક્સરેલેટર પર .એમાં બે વાર મારી ગલતીને કારણે બીજી કારના હોર્ન દ્રારા ચેતવણી મળી. વીસ વર્ષથી શિકાગોના રોડ પર કૉન્ફીડન્સથી કાર ચલાવતી તે બધી વિદ્યા મહાભારતના કર્ણની જેમ આજે ખરે વખતે જાણે ભુલાઈ ગઈ! સવારના સ્કૂલના ટ્રાફિક મધ્યેથી તેને કારને ઝડપથી હંકારવી લોઢાના ચણા ચાવવા જેવું લાગ્યું . ...Read More

5

ન કહેવાયેલી વાત ભા। 6

ન કહેવાયેલી વાત ભા। 6 નીલ : નેહા ક્યાં ગઈ ક્યાં ગઈ બૂમો પાડતો જ ક્રોધાગ્નિમાં દાઝેલો તે ભાનસાન ગુમાવી દાદરા આગળ આવીને પડ્યો . તેની આંખો ચકળવકળ પોતાના ઘરને ,દીકરાને જુએ છે પણ પહેચાન કોઈક અણજાણ આંગળીએ ડીલીટ કરી દીધી હતી. તેનામાં કોઈ બીજો પુરુષ પ્રવેશી ગયો હોય તેમ તેવું તેને લાગ્યું . એક પ્રેમાળ પતિ અને સંતાનો માટે પ્રાણ પાથરતો પિતા નીલ તો હજી બારીના પડદા ખોલી સવારને જોતો હતો. આ અચાનક એનામાંથી વણકલ્પ્યો ગુસ્સો કેમ ઊભરી આવ્યો એના મનના ખૂણે વર્ષોથી કોઈ પસંગ અંગારા જેવો જલતો હતો જે આજે ભડકી ઊઠ્યો ! નેહાના પત્રમાં તેણે તેમના દીકરા નિનાદને સપોર્ટ આપવાની ,તેના જીવનને હસતું રાખવાની વાત કરી હતી. તેની પત્નીએ પોતાના દિલની વાત કરી ,પશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો .પતિના પ્રેમમાં વિશ્વાસ મૂક્યો હતો, એના પિતાજી કહેતા સંબધમાં પરસ્પર વિશ્વાસ પહેલો જે નેહાના દિલમાં છે. તો હું એને કેમ ન સમજુ તે સ્વસ્થ થઈ રહ્યો. તેણે પાતળી કેડ પર સફેદ ટુવાલ વીંટાળી દોડતો યુવાન જોયો, તે તેના હોઠે પાણીની બોટલ ધરી પીવા માટે આજીજી કરે છે,એના બીજા હાથથી એની તપેલી છાતી પર હાથ ફેરવે છે . પાપાને અસહાય પડેલા જોઈ દીકરો બાપનો રોલ ભજવતો હતો. નિનાદે મમ્મીને કમ સુન નો મેસેજ મૂક્યો હતો. પાપાએ નિનાદનો હાથ સાહી લીધો. નીલ : નેહા ક્યાં ગઈ ક્યાં ગઈ બૂમો પાડતો પોતાના જ ક્રોધાગ્નિમાં દાઝેલો તે ભાનસાન ગુમાવી દાદરા આગળ આવીને પડ્યો . તેની આંખો ચકળવકળ પોતાના ઘરને ,દીકરાને જુએ છે પણ પહેચાન કોઈક અણજાણ આંગળીએ ડીલીટ કરી દીધી હતી. તેનામાં કોઈ બીજો પુરુષ પ્રવેશી ગયો હોય તેમ તેવું તેને લાગ્યું . એક પ્રેમાળ પતિ અને સંતાનો માટે પ્રાણ પાથરતો પિતા નીલ તો હજી બારીના પડદા ખોલી સવારને જોતો હતો. આ અચાનક એનામાંથી વણકલ્પ્યો ગુસ્સો કેમ ઊભરી આવ્યો એના મનના ખૂણે વર્ષોથી કોઈ પસંગ અંગારા જેવો જલતો હતો જે આજે ભડકી ઊઠ્યો ! નેહાના પત્રમાં તેણે તેમના દીકરા નિનાદને સપોર્ટ આપવાની ,તેના જીવનને હસતું રાખવાની વાત કરી હતી. તેની પત્નીએ પોતાના દિલની વાત કરી ,પશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો .પતિના પ્રેમમાં વિશ્વાસ મૂક્યો હતો, એના પિતાજી કહેતા સંબધમાં પરસ્પર વિશ્વાસ પહેલો જે નેહાના દિલમાં છે. તો હું એને કેમ ન સમજુ તે સ્વસ્થ થઈ રહ્યો. તેણે પાતળી કેડ પર સફેદ ટુવાલ વીંટાળી દોડતો યુવાન જોયો, તે તેના હોઠે પાણીની બોટલ ધરી પીવા માટે આજીજી કરે છે,એના બીજા હાથથી એની તપેલી છાતી પર હાથ ફેરવે છે . પાપાને અસહાય પડેલા જોઈ દીકરો બાપનો રોલ ભજવતો હતો. નિનાદે મમ્મીને કમ સુન નો મેસેજ મૂક્યો હતો. પાપાએ નિનાદનો હાથ સાહી લીધો. ...Read More

6

ન કહેવાયેલી વાત ભા.7

ન કહેવાયેલી વાત ભા.7 (આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને ,બે (ભૂત અને વર્તમાન)કાળને અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત નવલિકાની શરૂઆત દર્દ ન જાને કોઈ ભા.1થી થઈ છે . ડાયરીના પાનામાં મારી(નેહાની ) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે . મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ , હું એને પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારા સુખી કુટુંબમાં આગનું કારણ બની . ન કહેવાયેલી વાત ભા.3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા.4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો ભા.5માં હું મારા ફોન પર દીકરાનો કમ સુનનો મેસેજ જોઈ ધેર આવી ત્યારે નીલ પોતાની કારમાં દીકરા સાથે ક્યાંક બહાર જતૉ રહ્યો . ક્યાં ગયો નિનાદનું શું થયું ન કહેવાયેલી વાત ભા.6 માં નીલ દીકરાની સ્કૂલનો રસ્તો બદલી બીજી તરફ કાર લઈ જાય તે ક્યાં ગયો અને શું કર્યું વાંચવા ન કહેવાયેલી વાત ભા.7 વાંચો .રિવ્યુઝ આપી આભારી કરશો.) ...Read More

7

ન કહેવાયેલી વાત ભા.8

નીલે દીકરાને કહ્યુ: તું કાર લોક કરીને બેસ ,હું સ્કૂલની ઓફિસમાં પ્રિન્સિપાલને મળી આવું પછી તું તારા ક્લાસમાં જજે પાપાનું માન રાખવા ફોન હાથમાં રાખી બેસી રહ્યો. પ્રિન્સપાલને મળી નીલ પાછો વળ્યો ત્યારે દીકરો કારમાંથી ગુમ થઈ ગયો !! દસ મિનિટ રાહ ન જોવાય નીલનું માથું તપતું હતું તેમાં કૂદતી ઊછળતી ,ઊંચી શ્યામ છોકરી દોડતી આવી ,લાગ્યું કે તે નીલને જાણતી હતી . તેણે પૂછ્યું : વેર ઇઝ નિનાડ નીલને ઓળખાણ ન પડી. આઈ નો યુ આર હીસ ફાધર તું કોણ આઈ એમ નેન્સી કહી તેણે તેણે તેનો શ્યામ મજબૂત હાથ લંબાવ્યો . ઓહ। નાન્સી .નીલ પહેલી વાર તેને મળ્યો. હું નિનાદને શોધું છું નીલે ચિંતા કરતા કહ્યું . નાન્સીએ એનો ફોન જોયો નિનાદનો મેસેજ નહોતો . નીલે ફોન પર મેસેજ જોયા પણ તે નેહાના હતા. ...Read More

8

ન કહેવાયેલી વાત ભા 9

કહેવાયેલી વાત ભા 9 ફોન પર દીકરાનો કમ સુન સંદેશ વાંચી હું શિકારીના પજામાંથી બચ્ચાને બચાવવા હરણી જેવી ધેર આવી.આખા ય ઘરમાં નીલ,નિનાદની બૂમો પાડતી ગભરાયેલી ઘૂમી વળી અંતે ખાવા ધસતું હોય તેવું ઘર મારી આંખોમાં બાઝેલા ભેજમાં ઓગળતું હતું ! પતિના ગુસ્સાની ચાડી ખાતો તેમનો અસ્તવ્યસ્ત બેડરૂમ અને રાતભરના નિસાસાને જાણે બેડ પર પડેલા ભીના ટુવાલમાં છુપાવતો દીકરાનો રૂમ જોઈ હું ભાંગી પડી. મારું કુટુંબ ગઈ કાલ સુધી સુખના પારણે ઝૂલતું હતું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તોફાનમાં લટકી પડેલા માળા જેવું જોઈ હું નિરર્થક ધમપછાડા કરતી સમસમીને બેજાન થઈ ગયેલા ફોનને તાકી રહી . છેવટે ફોનને હાથમાં લઈ કોન્ટેક્ટ લિસ્ટને જોઈ રહી .બીજી કોઈ કટોકટી હોય તો ફટ દઈ 911 જોડી દેવાય .મને થયું મારે માટે પતિ -દીકરાનું જણાવ્યા વગર જતા રહેવું જીવ તડપી ઊઠે તેવી સ્થિતિ હતી.હદયના ધબકારા વધી ગયા છે.શ્વાસ રૂંધાય છે,હથેળીમાં પરસેવો ઊભરાયો છે.મને સાચે જ હાર્ટ એટેક આવ્યો છે કે શું કોને ખબર કેટલી વાર હું એ હાલતમાં હાથમાં ફોન લઈ બેસી રહી. નિનાદને સ્કૂલમાં ફરી નાન્સીને કારણે હેરાન કરશે તો નીલે રક્ષણ માટે કોઈ પગલાં લીધાં હશે ...Read More