જીવનસંગી

(236)
  • 17.7k
  • 68
  • 5.9k

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. જીવનસંગી વાર્તા ભાગ 1,2.3 એ પ્રમાણે પ્રગટ થશે .તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર . તારી બર્થ-ડે ની તૈયારી બેબી મમ્મીએ વહાલથી દીકરી તરફ જોયું. ડોન્ટ સે મી બેબી ,યુવાન છોકરાઓ સૂટ-બૂટ પહેરીને અહીં સજીધજીને મારા માટે લાઈનમાં ઊભા રહેશે રૂચિનો પિત્તો ઊછળ્યો . એમના માં-બાપ પણ હશે મમ્મી ધીરેથી બોલી. મારા માટે સ્વયંવર કરવાનો છે એણે સોનેરી રંગની આમંત્રણ પત્રિકા જોઈ મોટેથી કહ્યુ આ તને એમ.બી.એ કર્યાને બે વર્ષ થઈ ગયાં .મા - બાપની ફરજ કે મૂરતિયો ... સુશીલાબેનનું વાક્ય પૂરું થયું નહીં. ધમપછાડા કરતી રૂચિએ આમંત્રણ-પત્રિકાને હડસેલો મારી ટેબલ પરથી ભોંય પર ફેંકી. તમારી ફરજ તમે બજાવી. મને ભણાવી ,પગભેર કરી હવે આગળની જિંદગી મને મારી રીતે જીવવા દો . કહી તે બારી પાસે જઈ ઊભી રહી. આથમતા સૂરજના કિરણો ગુલમહોરની ડાળીએ ઝૂલતાં હતાં તેમ તેને પણ ઘડીક એમ જ હળવાફૂલ થઈ જવું હતું. અપરણિત જીવનની મોજ-મસ્તી તેને કોઈની રોકટોક વગર માણવી હતી,પણ ઘરમાં ને બહાર નવરી આંખો તેની ફરતે જાળ પાથરવા મથ્યા કરતી. તેમાં બસ એક અપવાદ હતો દીપેશ .

1

જીવનસંગી વાર્તા ભાગ 1

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. જીવનસંગી વાર્તા ભાગ 1,2.3 એ પ્રમાણે પ્રગટ થશે .તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર . તારી બર્થ-ડે ની તૈયારી બેબી મમ્મીએ વહાલથી દીકરી તરફ જોયું. ડોન્ટ સે મી બેબી ,યુવાન છોકરાઓ સૂટ-બૂટ પહેરીને અહીં સજીધજીને મારા માટે લાઈનમાં ઊભા રહેશે રૂચિનો પિત્તો ઊછળ્યો . એમના માં-બાપ પણ હશે મમ્મી ધીરેથી બોલી. મારા માટે સ્વયંવર કરવાનો છે એણે સોનેરી રંગની આમંત્રણ પત્રિકા જોઈ મોટેથી કહ્યુ આ તને એમ.બી.એ કર્યાને બે વર્ષ થઈ ગયાં .મા - બાપની ફરજ કે મૂરતિયો ... સુશીલાબેનનું વાક્ય પૂરું થયું નહીં. ધમપછાડા કરતી રૂચિએ આમંત્રણ-પત્રિકાને હડસેલો મારી ટેબલ પરથી ભોંય પર ફેંકી. તમારી ફરજ તમે બજાવી. મને ભણાવી ,પગભેર કરી હવે આગળની જિંદગી મને મારી રીતે જીવવા દો . કહી તે બારી પાસે જઈ ઊભી રહી. આથમતા સૂરજના કિરણો ગુલમહોરની ડાળીએ ઝૂલતાં હતાં તેમ તેને પણ ઘડીક એમ જ હળવાફૂલ થઈ જવું હતું. અપરણિત જીવનની મોજ-મસ્તી તેને કોઈની રોકટોક વગર માણવી હતી,પણ ઘરમાં ને બહાર નવરી આંખો તેની ફરતે જાળ પાથરવા મથ્યા કરતી. તેમાં બસ એક અપવાદ હતો દીપેશ . ...Read More

2

જીવનસંગી ભા.2

જીવનસંગી ભા. 2 આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. જીવનસંગી ભા.1માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે.શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ વાંચો જીવનસંગી ભા.2 ...Read More

3

જીવનસંગી ભા.3

જીવનસંગી ભા.3 તરૂલતા મહેતા લેટ્સ ગો ફોર લંચ શાલીને બન્નેને આગ્રહ કર્યો . હું થોડું કામ છું ,તમે બે જાવ કહી દીપેશ કપ્મ્યુટર ખોલી કામે વળગ્યો. મારું લંચ બોક્સ છે ,હું અહિઆ જ ખાઈ લઈશ. રુચિએ શાલીનની વાત ટાળી . લાવ ,તારું લંચ હું ખાઈ લઈશ કહી દીપેશ બોક્સ ખોલીને બેઠો.આમ તો રુચિ રાજી થઈ કારણ કે સવારથી તેણે પરોઠા ખાતા દીપેશનો વિચાર કરેલો,પણ બન્ને સાથે બેસી ખાય તેમ તે ઇચ્છતી હતી. કેમ રોકાઈ ગઈ દીપેશે પૂછ્યું શું તું મને શાલીન જોડે જવા જાણે ધક્કો મારે છે! રુચિ મૂઝવાયેલી ઊભી રહી . આટલી બેપરવાહી ! પ્રેમનો ક્યારેય એકરાર તે નહીં કરે કે પછી તેનો અહંમ હું આટલો બુદ્ધિશાળી કેમ કરી કોઈના પ્રેમમાં તણાઈ જાઉં ...Read More

4

જીવનસંગી - 4

જીવનસંગી ભા.4 તરૂલતા મહેતા (આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જે બુદ્ધિશાળી છે , જીવન જીવે છે .પ્રેમના ચક્ષુ પ્રિય પાત્રમાં સૌંદર્ય જુએ છે. તેના પ્રેમીને નખશિખ ચાહે .અધૂરપમાં મધુરતા છે. સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો યુવાનને સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. જીવનસંગી ભા.1-2-3 માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે.શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ રુચિનું મન દીપેશની બેપરવાહી અને શાલીનનું મૈત્રીભર્યું આમંત્રણ વચ્ચે ગૂંચવાય છે એ શું નિર્ણય લેશે હવે વાંચો ...Read More