અઢી અક્ષરનો વ્હેમ

(1.1k)
  • 75.6k
  • 10
  • 21.4k

શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેતી હોય છે. આવી જ રીતે અમુક મહિના પહેલા આ ગૃપના ૧૬ સભ્યોને સાથે મળીને એક વાર્તા લખવાનો વિચાર આવ્યો. આવા વિચાર તો બહુ બધાને આવતા હોય છે, પણ આ સભ્યોએ તો નિર્ણય કર્યો કોઈક બોલ્ડ-ટોપિક પર વાર્તા લખવાનો. તેમના મતાનુસાર ભ્રુણ હત્યા, દહેજ, નાલાયક દીકરો, વૃદ્ધ માબાપની વેદના, વહુની વગોવણી, દીકરીની વાહવાહ..જેવા વિષયો પર તો એટલું બધું લખાઈ ચુક્યું છે, કે આ બધા વિષયો સાવ જ ચવાઈ ચવાઈને ચીલાચાલુ થઇ ગયા છે. અને માટે જ કોઈ એવો વિષય લેવો જોઈએ કે જેની પર બહુ ઓછું લખાયું હોય. એટલે બધા સભ્યોને કોઈક એવી વેગળી થીમ લઇ આવવાનું કહેવામાં આવ્યું, કે જેમાંથી કોઈ પણ એક થીમ બહુમતીથી પસંદ કરી, તે થીમને વિસ્તારીને તેની પર એક લાંબી વાર્તા લખી શકાય. [થીમ એટલે..સમજો ને એક વાર્તાની એક સાવ જ આછી પાતળી રૂપરેખા..બસ ચાર-પાંચ લાઈનોમાં] અને બે ચાર દિવસોમાં જ બધા સભ્યો પાસેથી ઘણી રસપ્રદ થીમ્સ આવી. એજ-ડીફરન્સ એટલે કે વય-તફાવત [પ્રૌઢ પુરુષ અને એક કન્યા, કે આધેડ સ્ત્રી અને યુવાન પુરુષનું પ્રેમ-પ્રકરણ), ડેવીશન ઇન સેકસુઅલ-ટેસ્ટ [હોમોસેકસ્યુઆલીટી, લેસ્બિયનીઝમ] અને આવા આવા ઓફ-બીટ વિષયો પર આધારિત કેટલીક થીમ્સ ગૃપ સમક્ષ આવી ગઈ. આ બધી થીમ્સ જેવી આ ગૃપમાં પ્રસ્તુત થઇ, કે તરત જ બધાને એવું લાગ્યું કે આ લેખન-સફર ખુબ જ રસપ્રદ જ રહેવાની. અંતે જયારે બધાના મત લેવાયા, તો મહત્તમ મત મળ્યા હોય તેવી આ એક થીમ પસંદ થઇ. અને બસ.. તે ક્ષણથી જ જાણે કે થોકબંધ હોમવર્ક મળી ગયું..આ વિષયમાં સંશોધન કરવાનું હોમવર્ક. પણ ત્યારે જ પાછો ગૃપમાં એક બીજો ય વિચાર રજુ થયો, કે જે આનાથી ય વધુ રસપ્રદ હતો. અને તે એ, કે આ ૧૬ સભ્યો ૮-૮ સભ્યોની બે ટીમમાં વિભાજીત થઇ જાય. અને પછી આ જ પ્લોટ પર બંને ટીમ પોતપોતાની રીતે વાર્તાને આગળ વધારે, કારણ જે પ્લોટ પસંદ કરવામાં આવ્યો હતો તેને એક પાઈલોટ-પ્લોટ જ કહી શકાય તેમ હતો, કે જેમાં ફક્ત એટલી જ સામગ્રી હતી કે જેનાથી ફક્ત પ્રથમ પ્રકરણ જ લખી શકાય. અને પછી વાર્તાને આગળ કેમ વધારવી તે એક પડકાર જ હતો બંને ટીમ માટે. અને માટે જ બધા સોળેસોળ સભ્યોને આ વિચાર ગમી ગયો. એટલે, તે નવા વિચાર અનુસાર અનુસાર બે ટીમ બની ગઈ, Aટીમ અને Bટીમ. Aટીમની નેતાગીરી સોંપવામાં આવી અશ્વિન મજીઠિયાને, અને Bટીમના લીડર બનાવવામાં આવ્યા હેમલ વૈષ્ણવને, કે જેમણે પોતે જ આ પાઈલોટ પ્લોટ ગૃપમાં રજુ કર્યો હતો. તેમનો પ્લોટ બહુમતીથી પસંદ કરવામાં આવ્યો હતો, એટલે પ્રથમ પ્રકરણ પણ તેમને ભાગે જ લખવાનું આવ્યું. બે ટીમના બે સિક્રેટ ગૃપ ફેસબુક પર બની ગયા, અને પછી ત્યાં જ બધી ચર્ચાઓ થવા લાગી. એક ટીમના સભ્યોનો બીજી ટીમના ફેસબુક-ગૃપમાં પ્રવેશ વર્જ્ય હતો, એટલે આ લેખન-સફર દરમ્યાન એક ટીમ શું અને કેવું લખે છે, તે બીજી ટીમથી સાવ ખાનગી જ રહેતું. તેમ જ સાથે સાથે ફેસબુક પર ત્રીજુ એક ગૃપ એવું બનાવવામાં આવ્યું, કે જે આ સોળેસોળ સભ્યોનું સહિયારું ગૃપ હતું. એટલે આ સહિયારા ગૃપમાં કાલાંતરે જયારે જયારે બંને ટીમ પોતપોતાની વાર્તાઓના પ્રકરણ અપલોડ કરતી, ત્યારે ત્યારે બંને ટીમના સભ્યો આશ્ચર્યના આંચકા ખાવા લાગ્યા, કે પોતાની ટીમ જે રીતે વાર્તાને આગળ લઇ ગઈ હતી, તેની કરતા સાવ વેગળા જ પ્રકારે સામેવાળી ટીમે તેને આગળ વધારી હતી. બંને વાર્તાઓની શરૂઆત ભલે સાવ સરખી હતી, હીરો-હિરોઈન અને અમુક પાત્રો પણ ભલે એકસમાન હતા, છતાં ય આગળ જતા બંને વાર્તાના વાર્તા-તત્વ અને માવજતમાં જમીન-અસમાનનો ફરક હતો. વાર્તા એક, વહેણ બે નામના આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ, એ અને બી ટીમના બંને સુત્રધારોએ આ બેઉ વાર્તાઓ ફક્ત ૧૬ સભ્યો પુરતી સીમિત ન રાખતા, તેને માતૃભરતી ના વિશાલ વાંચક-ગણ સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું, કે જેથી વાંચકો પણ તે જ રોમાંચનો આસ્વાદ માણી શકે, કે જે એક સમયે અમે ૧૬ સભ્યોએ માણ્યો હતો. પહેલા બંને વાર્તાઓના એક -એક પ્રકરણ દર અઠવાડિયે રજુ કરવાનો વિચાર આવ્યો, પણ એક સરખા પાત્રોની બે વાર્તા એક સાથે વાંચતા-વાંચતા, વાંચકોના મનમાં કદાચ બંને વાર્તાઓના પ્લોટની ભેળસેળ થઇ જાય, અને શક્યત: તેઓ મૂંઝાઈ પણ જાય. પરિણામસ્વરૂપે કાળ-ક્રમે તેમની રસ-ક્ષતિ થવાની શક્યતાઓને પણ ધ્યાનમાં રાખવી પડી. એટલે દર અઠવાડિયે બંને વાર્તાના એક-એક પ્રકરણ રજુ કરવાની બદલે, દર અઠવાડિયે એક જ વાર્તાના બે-બે પ્રકરણ રજુ કરવાનું નક્કી થયું. તે અનુસાર આ એક વાર્તા અઢી અક્ષરનો વહેમ પૂરી થયા બાદ, એ જ વાર્તાની શરૂઆત વાંચકોએ ફરીથી વાંચવાની રહેશે, પણ પછી આ વાર્તાને તિમિર મધ્યે તેજ કરણ ના નામે એક નવી જ દિશામાં વહેતી જોવાનો લ્હાવો પણ વાંચકોને મળતો રહેશે. તો અત્રે પ્રસ્તુત છે, અશ્વિન મજીઠિયાના નેતૃત્વ હેઠળની Aટીમની વાર્તા અઢી અક્ષરનો વહેમ નું આ પહેલું પ્રકરણ, જેના લેખક છે શ્રી હેમલ વૈષ્ણવ, કે જેઓ Bટીમના નેતા પણ છે. આ વાર્તા પૂરી થયા બાદ તેમની Bટીમની વાર્તા તિમિર મધ્યે તેજ કિરણ પણ વાંચવાનું ન ચૂકશો, નહીં તો એક અનેરા અદ્ભુત અનુભવથી વંચિત રહી જશો. આભાર, [શબ્દાવકાશ ગૃપ વતી], અશ્વિન મજીઠિયા હેમલ વૈષ્ણવ

Full Novel

1

અઢી અક્ષરનો વ્હેમ ભાગ -૧

શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેતી હોય છે. આવી જ રીતે અમુક મહિના પહેલા આ ગૃપના ૧૬ સભ્યોને સાથે મળીને એક વાર્તા લખવાનો વિચાર આવ્યો. આવા વિચાર તો બહુ બધાને આવતા હોય છે, પણ આ સભ્યોએ તો નિર્ણય કર્યો કોઈક બોલ્ડ-ટોપિક પર વાર્તા લખવાનો. તેમના મતાનુસાર ભ્રુણ હત્યા, દહેજ, નાલાયક દીકરો, વૃદ્ધ માબાપની વેદના, વહુની વગોવણી, દીકરીની વાહવાહ..જેવા વિષયો પર તો એટલું બધું લખાઈ ચુક્યું છે, કે આ બધા વિષયો સાવ જ ચવાઈ ચવાઈને ચીલાચાલુ થઇ ગયા છે. અને માટે જ કોઈ એવો વિષય લેવો જોઈએ કે જેની પર બહુ ઓછું લખાયું હોય. એટલે બધા સભ્યોને કોઈક એવી વેગળી થીમ લઇ આવવાનું કહેવામાં આવ્યું, કે જેમાંથી કોઈ પણ એક થીમ બહુમતીથી પસંદ કરી, તે થીમને વિસ્તારીને તેની પર એક લાંબી વાર્તા લખી શકાય. [થીમ એટલે..સમજો ને એક વાર્તાની એક સાવ જ આછી પાતળી રૂપરેખા..બસ ચાર-પાંચ લાઈનોમાં] અને બે ચાર દિવસોમાં જ બધા સભ્યો પાસેથી ઘણી રસપ્રદ થીમ્સ આવી. એજ-ડીફરન્સ એટલે કે વય-તફાવત [પ્રૌઢ પુરુષ અને એક કન્યા, કે આધેડ સ્ત્રી અને યુવાન પુરુષનું પ્રેમ-પ્રકરણ), ડેવીશન ઇન સેકસુઅલ-ટેસ્ટ [હોમોસેકસ્યુઆલીટી, લેસ્બિયનીઝમ] અને આવા આવા ઓફ-બીટ વિષયો પર આધારિત કેટલીક થીમ્સ ગૃપ સમક્ષ આવી ગઈ. આ બધી થીમ્સ જેવી આ ગૃપમાં પ્રસ્તુત થઇ, કે તરત જ બધાને એવું લાગ્યું કે આ લેખન-સફર ખુબ જ રસપ્રદ જ રહેવાની. અંતે જયારે બધાના મત લેવાયા, તો મહત્તમ મત મળ્યા હોય તેવી આ એક થીમ પસંદ થઇ. અને બસ.. તે ક્ષણથી જ જાણે કે થોકબંધ હોમવર્ક મળી ગયું..આ વિષયમાં સંશોધન કરવાનું હોમવર્ક. પણ ત્યારે જ પાછો ગૃપમાં એક બીજો ય વિચાર રજુ થયો, કે જે આનાથી ય વધુ રસપ્રદ હતો. અને તે એ, કે આ ૧૬ સભ્યો ૮-૮ સભ્યોની બે ટીમમાં વિભાજીત થઇ જાય. અને પછી આ જ પ્લોટ પર બંને ટીમ પોતપોતાની રીતે વાર્તાને આગળ વધારે, કારણ જે પ્લોટ પસંદ કરવામાં આવ્યો હતો તેને એક પાઈલોટ-પ્લોટ જ કહી શકાય તેમ હતો, કે જેમાં ફક્ત એટલી જ સામગ્રી હતી કે જેનાથી ફક્ત પ્રથમ પ્રકરણ જ લખી શકાય. અને પછી વાર્તાને આગળ કેમ વધારવી તે એક પડકાર જ હતો બંને ટીમ માટે. અને માટે જ બધા સોળેસોળ સભ્યોને આ વિચાર ગમી ગયો. એટલે, તે નવા વિચાર અનુસાર અનુસાર બે ટીમ બની ગઈ, Aટીમ અને Bટીમ. Aટીમની નેતાગીરી સોંપવામાં આવી અશ્વિન મજીઠિયાને, અને Bટીમના લીડર બનાવવામાં આવ્યા હેમલ વૈષ્ણવને, કે જેમણે પોતે જ આ પાઈલોટ પ્લોટ ગૃપમાં રજુ કર્યો હતો. તેમનો પ્લોટ બહુમતીથી પસંદ કરવામાં આવ્યો હતો, એટલે પ્રથમ પ્રકરણ પણ તેમને ભાગે જ લખવાનું આવ્યું. બે ટીમના બે સિક્રેટ ગૃપ ફેસબુક પર બની ગયા, અને પછી ત્યાં જ બધી ચર્ચાઓ થવા લાગી. એક ટીમના સભ્યોનો બીજી ટીમના ફેસબુક-ગૃપમાં પ્રવેશ વર્જ્ય હતો, એટલે આ લેખન-સફર દરમ્યાન એક ટીમ શું અને કેવું લખે છે, તે બીજી ટીમથી સાવ ખાનગી જ રહેતું. તેમ જ સાથે સાથે ફેસબુક પર ત્રીજુ એક ગૃપ એવું બનાવવામાં આવ્યું, કે જે આ સોળેસોળ સભ્યોનું સહિયારું ગૃપ હતું. એટલે આ સહિયારા ગૃપમાં કાલાંતરે જયારે જયારે બંને ટીમ પોતપોતાની વાર્તાઓના પ્રકરણ અપલોડ કરતી, ત્યારે ત્યારે બંને ટીમના સભ્યો આશ્ચર્યના આંચકા ખાવા લાગ્યા, કે પોતાની ટીમ જે રીતે વાર્તાને આગળ લઇ ગઈ હતી, તેની કરતા સાવ વેગળા જ પ્રકારે સામેવાળી ટીમે તેને આગળ વધારી હતી. બંને વાર્તાઓની શરૂઆત ભલે સાવ સરખી હતી, હીરો-હિરોઈન અને અમુક પાત્રો પણ ભલે એકસમાન હતા, છતાં ય આગળ જતા બંને વાર્તાના વાર્તા-તત્વ અને માવજતમાં જમીન-અસમાનનો ફરક હતો. વાર્તા એક, વહેણ બે નામના આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ, એ અને બી ટીમના બંને સુત્રધારોએ આ બેઉ વાર્તાઓ ફક્ત ૧૬ સભ્યો પુરતી સીમિત ન રાખતા, તેને માતૃભરતી ના વિશાલ વાંચક-ગણ સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું, કે જેથી વાંચકો પણ તે જ રોમાંચનો આસ્વાદ માણી શકે, કે જે એક સમયે અમે ૧૬ સભ્યોએ માણ્યો હતો. પહેલા બંને વાર્તાઓના એક -એક પ્રકરણ દર અઠવાડિયે રજુ કરવાનો વિચાર આવ્યો, પણ એક સરખા પાત્રોની બે વાર્તા એક સાથે વાંચતા-વાંચતા, વાંચકોના મનમાં કદાચ બંને વાર્તાઓના પ્લોટની ભેળસેળ થઇ જાય, અને શક્યત: તેઓ મૂંઝાઈ પણ જાય. પરિણામસ્વરૂપે કાળ-ક્રમે તેમની રસ-ક્ષતિ થવાની શક્યતાઓને પણ ધ્યાનમાં રાખવી પડી. એટલે દર અઠવાડિયે બંને વાર્તાના એક-એક પ્રકરણ રજુ કરવાની બદલે, દર અઠવાડિયે એક જ વાર્તાના બે-બે પ્રકરણ રજુ કરવાનું નક્કી થયું. તે અનુસાર આ એક વાર્તા અઢી અક્ષરનો વહેમ પૂરી થયા બાદ, એ જ વાર્તાની શરૂઆત વાંચકોએ ફરીથી વાંચવાની રહેશે, પણ પછી આ વાર્તાને તિમિર મધ્યે તેજ કરણ ના નામે એક નવી જ દિશામાં વહેતી જોવાનો લ્હાવો પણ વાંચકોને મળતો રહેશે. તો અત્રે પ્રસ્તુત છે, અશ્વિન મજીઠિયાના નેતૃત્વ હેઠળની Aટીમની વાર્તા અઢી અક્ષરનો વહેમ નું આ પહેલું પ્રકરણ, જેના લેખક છે શ્રી હેમલ વૈષ્ણવ, કે જેઓ Bટીમના નેતા પણ છે. આ વાર્તા પૂરી થયા બાદ તેમની Bટીમની વાર્તા તિમિર મધ્યે તેજ કિરણ પણ વાંચવાનું ન ચૂકશો, નહીં તો એક અનેરા અદ્ભુત અનુભવથી વંચિત રહી જશો. આભાર, [શબ્દાવકાશ ગૃપ વતી], અશ્વિન મજીઠિયા હેમલ વૈષ્ણવ ...Read More

2

અઢી અક્ષરનો વ્હેમ ભાગ-૨

અઢી અક્ષરનો પ્રેમ હોય છે, પરંતુ જ્યારે તેમાં સમય અને સંજોગોની થપાટોથી સમસ્યાઓ સર્જાય છે, ત્યારે એ પ્રેમ મટીને અક્ષરનો વ્હેમ બની જાય છે. એઇડ્સ, હોમો-સેક્સ્યુઆલીટી, બાય-સેક્સ્યુઆલીટી, ડેમી-સેક્સ્યુઆલીટી, જેવા બોલ્ડ ટોપિક પર લખાયેલી એક અદભૂત વાર્તા, જે તમને અંત સુધી જકડી રાખશે. લાગણીઓને વેરવિખેર કરી નાખતી રોમાંસ, થ્રીલ અને સંબંધોના તાણાવાણાથી સુરેખ રીતે ગુંથાયેલ એક વાર્તા. પ્રણાલી, અનિકેત અને અશ્ફાક જેવા યુવાન હૈયાઓની લાગણીને પ્રતિબિંબીત કરતી આ વાર્તામાં વાત છે, એક છોકરીની મુંઝવણની, તેનાં માબાપની ચિંતાની. કઇ છોકરી એ સહન કરી શકે કે એનો બોયફ્રેન્ડ એક ગે સબંધ પણ રાખે છે HIV+ એવો તેનાં બોયફ્રેન્ડનો એઇડ્સનો રોગ કોનો અને કેટલાનો ભોગ લેશે પ્રણાલીના લગ્ન માટે એના પિતા ડો. અનીલ રાજી થશે શું એની માતા તેને આ નર્કમાં જવા દેશે જાણવા માટે વાંચો રોલર કોસ્ટર રાઈડ જેવી અદભૂત વાર્તા અઢી અક્ષરનો વ્હેમ . ‘શબ્દાવકાશ’ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વાર્તા એક, વહેણ બે’ના અંતર્ગતનું, ભાઈશ્રી હેમલ વૈષ્ણવ દ્વારા લિખિત પ્રથમ પ્રકરણ આપે વાંચ્યું. પ્રકરણનો છેડો આવતા આવતા હેમલભાઈ, ડો.અનીલ સરૈયાની સાથે સાથે વાંચકોના મનમાં વ્હેમના બીયારોપણ કરીને અટકી ગયા છે. વાર્તા-નાયક અનિકેતના બ્લડ-રીપોર્ટમાં તે HIV પોઝીટીવ જણાય છે, અને અધૂરામાં પૂરું તેને તેના પરમ-મિત્ર અશ્ફાકની સાથે વાંધાજનક હરકત કરતો જોઇને ડો. અનીલ તો શું, કોઈના પણ મનમાં ‘બે ને બે ચાર’ કરવાની લાલચ જાગી આવે, કે આ બંને મિત્રો સમલિંગી સેક્સ-સંબંધોથી જોડાયેલ હોઈ શકે. આવો વ્હેમ કોઈ પણ દીકરીના બાપ માટે ચોક્કસ જ ચિંતાનો વિષય ગણાય, કારણ અઢી અક્ષરનો આ વ્હેમ, આવા જ અઢી અક્ષરના પ્રેમને પરાભૂત કરવા માટે ઘણીવાર સક્ષમ પુરવાર થતો હોય છે, અને તેનાં અનેક દાખલાઓ પણ નોંધાયા છે. તો હવે શું કરવું જોઈએ ડો. અનીલ સરૈયાએ ‘વાર્તા એક, વહેણ બે’ની સમજુતી મુજબ હવે, હેમલભાઈ અને તેમની ટીમBના, અને મારા અને મારી ટીમAના રસ્તા અહીંથી અલગ અલગ પડી જાય છે. તેમણે લખેલ આ પ્રકરણ-૧ને જોડતી વાર્તા આગળ વધારવાની જવાબદારી હવે મારી અને મારી ટીમ-Aની છે. આવી જ રીતે તેઓ પણ તેમની ટીમ-Bને સાથે લઈને અહીંથી જ આ વાર્તાને ‘તિમિર મધ્યે તેજ કિરણ’ના નામે પોતાની આગવી શૈલી અને કલ્પના-શક્તિથી આગળ વધારશે જ. પણ હાલ તો આપ આ વાર્તાને ‘અઢી અક્ષરનો વ્હેમ’ના સ્વરૂપે જ માણો. આ વાર્તા પૂરી થયા બાદ તુરંત જ તે બીજી વાર્તા પણ અહી રજુ થશે કે જે આપ સહુને એક નવતર અનુભવ દઈ જશે. તો અત્યારે, આ વાર્તાને આગળ વધારવા માટે મેં અમારા ટીમના શ્રીમતી અનસુયા દેસાઈને જ પસંદ કર્યા છે, કારણ આ એક એવો તબક્કો છે, કે જ્યાં દીકરીના માબાપની મૂંઝવણભરી પરિસ્થિતિને બખૂબી વર્ણવવી પડે તેમ છે, અને અનસુયાબેન જેવા કાબેલ અને અનુભવી લેખિકા જ આ કામ સુપેરે પાર પાડી શકે, તેવી મને ભીતરમાં લાગણી થઇ આવી છે. અને તેઓ પણ આ કામમાં જરાય ઉણા નથી ઉતર્યા તે વાતની ખાતરી આપને પણ આ પ્રકરણ વાંચ્યા બાદ ચોક્કસ થઇ જશે. તેઓ અમારી ટીમના એક અતિ સિદ્ધહસ્ત લેખિકા છે. વ્યવસાયે તેઓ રેલ્વેના રીટાયર્ડ કર્મચારી અને મુંબઈના રહેવાસી છે. તેમનું ગુજરાતીનું ભાષાકીય જ્ઞાન અતિ સમૃદ્ધ ગણાય, તો જોડણી અને શબ્દો માટેની સજ્જતા પણ અતિ ચોક્કસ છે. બીજા શબ્દોમાં એમને ‘અમારી ટીમનો શબ્દકોશ’ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. પ્રકરણની માંગ અનુસાર તેમણે HIV+ અને એઇડ્સ, આ બંને બાબતોને લગતી જરૂરી અને કીમતી જાણકારી અત્રે આવરી લીધી છે, કે જેનાથી આપણે અને આપણો સમાજ ખાસ્સો અજાણ છે. તો આવા અમારા અનસુયાબેનનો આ એપિસોડઅત્રે રજુ કરતા હું ગર્વની લાગણી અનુભવું છું. . શબ્દાવકાશ ગૃપ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

3

અઢી અક્ષરનો વ્હેમ ભાગ ૩

અઢી અક્ષરનો પ્રેમ હોય છે, પરંતુ જ્યારે તેમાં સમય અને સંજોગોની થપાટોથી સમસ્યાઓ સર્જાય છે, ત્યારે એ પ્રેમ મટીને અક્ષરનો વ્હેમ બની જાય છે. એઇડ્સ, હોમો-સેક્સ્યુઆલીટી, બાય-સેક્સ્યુઆલીટી, ડેમી-સેક્સ્યુઆલીટી, જેવા બોલ્ડ ટોપિક પર લખાયેલી એક અદભૂત વાર્તા, જે તમને અંત સુધી જકડી રાખશે. લાગણીઓને વેરવિખેર કરી નાખતી રોમાંસ, થ્રીલ અને સંબંધોના તાણાવાણાથી સુરેખ રીતે ગુંથાયેલ એક વાર્તા. પ્રણાલી, અનિકેત અને અશ્ફાક જેવા યુવાન હૈયાઓની લાગણીને પ્રતિબિંબીત કરતી આ વાર્તામાં વાત છે, એક છોકરીની મુંઝવણની, તેનાં માબાપની ચિંતાની. કઇ છોકરી એ સહન કરી શકે કે એનો બોયફ્રેન્ડ એક ગે સબંધ પણ રાખે છે HIV+ એવો તેનાં બોયફ્રેન્ડનો એઇડ્સનો રોગ કોનો અને કેટલાનો ભોગ લેશે પ્રણાલીના લગ્ન માટે એના પિતા ડો. અનીલ રાજી થશે શું એની માતા તેને આ નર્કમાં જવા દેશે જાણવા માટે વાંચો રોલર કોસ્ટર રાઈડ જેવી અદભૂત વાર્તા અઢી અક્ષરનો વ્હેમ . તો વાંચકમિત્રો, આ વાર્તાના ત્રીજા પ્રકરણમાં આપે શ્રી નિમિષ વોરાની કલમનો આસ્વાદ લીધો. ધાર્યા કરતા પણ સુરેખ રીતે, એક અનુભવી લેખકની જેમ જ તેઓએ વાર્તાને રસમય રીતે આગળ વધારી. ગોવામાંના કોઈક નવા પાત્રનો તેમણે ઉમેરો કર્યો, તો પ્રણાલી અને અનિકેતની અમુક આત્મીય ક્ષણોનો થોડાક શાયરાના અંદાજમાં તેમણે આસ્વાદ પણ કરાવ્યો. તે ઉપરાંત, ખુબ જ બેધડક રીતે અનિકેતની ‘ગે’ હોવાની..સમલિંગી હોવાની વાતને તેમણે તેમના એપિસોડમાં બેધાકપણે પુષ્ટિ આપી, મોટે ભાગે નર્યા કામુકતાસભર ગણાતા આવા સંબંધોને એક ઈમોશનલ-ટચ પણ આપ્યો. હા, અમારો આ પ્રકલ્પ ‘વાર્તા એક, વહેણ બે’ શરુ કરતી વેળાએ જ અમે સોળે-સોળ સભ્યોએ નક્કી કર્યું છે, કે વાર્તાનો વિષય બોલ્ડ રાખીશું. તો આ વાત ધ્યાનમાં રાખીને નિમિષભાઈએ અનિકેત અને તેના મિત્ર અશ્ફાકના સંબંધોને ‘ખાસ’ દર્શાવ્યા છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કદાચ કોઈ લેખકે તેની વાર્તાના નાયકને સમલિંગી માનસિકતાવાળો બતાવ્યો હશે, પણ અહીં અમે વાર્તા-નાયકને સમલિંગી માનસિકતાવાળો જ નહીં, પરંતુ તેવી લાઈફ-સ્ટાઈલ જીવતો પણ બતાવ્યો છે. વાંચકોને આ બધું થોડું અજુગતું લાગતું હશે, પણ સજાતીય સંબંધો એ આપણા સમાજની એક નક્કર હકીકત છે, કે જેને આપણે વહેલેમોડે સ્વીકારવી જ રહી. આપણા સમાજમાં આને એક માનસિક-વિકૃતિ ગણવામાં આવે છે, તો અમેરિકા અને યુરોપના પાશ્ચાત્ય દેશોમાં આને એક જીવન-શૈલી, એક જુદા પ્રકારની લાઈફ-સ્ટાઈલ ગણવામાં આવે છે. અમુક દાયકાઓ પહેલા, ત્યાં પણ આ એક વિકૃત-માનસિકતા જ ગણવામાં આવતી હતી, પરંતુ હવે તેનાથી આગળ વધી, આવી જીવન-શૈલીને ત્યાં સામાજિક સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. સજાતીય સંબધોથી જોડેલ પુખ્ત વયના બે પુરુષોને ત્યાં લગ્ન કરવાની પણ કાયદાકીય છૂટ આપવામાં આવી છે, કારણ કેટલાયે સર્વેક્ષણોના તારણમાં એ જણાઈ આવ્યું છે, કે દર દસ પુરુષે એક પુરુષની, ભલે છાની, પરંતુ આવી માનસિકતા હોય જ છે. આવે તબક્કે આ વાતને ધ્યાનમાં રાખીને અમારી ટીમ પણ આ વાર્તા-નાયકની આવી મનો-વૃતિને સહજ રીતે રજુ કરવા હિંમતભેર તૈયાર થઇ છે. આશા છે કે આપ વાંચક-ગણ પણ મનમાં કોઈ પૂર્વગ્રહ, કે એવી કોઈ જૂની સૂગ રાખ્યા વિના આ વાર્તાને માણશો. તે પછીના આ પ્રકરણમાં વાર્તા-નાયક અનિકેતને સજાતીય અને વિજાતીય એવા બંને સંબધોમાં અટવાતો અને પછી, મુંઝાતો પણ દર્શાવવાનો હોઈ, ફરી એકવાર મારે એક નવયુવાન લેખકને આ એપીસોડની લગામ આપવાની હતી, તો અમારા ટીમના આરબ શેખ, એવા દુબઈના રહેવાસી રવિ યાદવ પર મારી નજર ઠરી. રવિ યાદવ ૨૨-૨૩ વર્ષનો એક તરવરીયો નવયુવાન લેખક છે, કે જેની કલમનો આસ્વાદ તમે સૌ ‘માતૃભારતી’ પર માણી જ ચુક્યા છો. ‘ગોઠવાયેલા લગ્ન’ અને ‘બીજો પ્રેમ’ જેવી જબરદસ્ત હીટ વાર્તાઓ આપણને આપી રવિએ ટોપ-મોસ્ટ લેખકની શ્રેણીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. કાયમ મસ્તી, મજાક અને હાસ્યના ફુવારા છોડવાની સાથે સાથે હમેશા પ્રફુલ્લિત રહેનાર અમારી ટીમનો આ તરવરીયો લેખક ક્યારેક રમતરમતમાં પણ એક સાદી સીધી વાત બહુ સુંદર રીતે સમજાવી જાય છે. તો હવે તેની પાસે એક પ્રણયરંગી-પ્રકરણ લખાવી, તેની કલમનો કસબ આપ સૌની સમક્ષ રજુ કરતા મને ફરી એકવાર આનંદની લાગણી થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

4

અઢી અક્ષરનો વ્હેમ ભાગ ૪

તો વાંચકમિત્રો, આ વાર્તાના ત્રીજા પ્રકરણમાં આપે શ્રી નિમિષ વોરાની કલમનો આસ્વાદ લીધો. ધાર્યા કરતા પણ સુરેખ રીતે, એક લેખકની જેમ જ તેઓએ વાર્તાને રસમય રીતે આગળ વધારી. ગોવામાંના કોઈક નવા પાત્રનો તેમણે ઉમેરો કર્યો, તો પ્રણાલી અને અનિકેતની અમુક આત્મીય ક્ષણોનો થોડાક શાયરાના અંદાજમાં તેમણે આસ્વાદ પણ કરાવ્યો. તે ઉપરાંત, ખુબ જ બેધડક રીતે અનિકેતની ‘ગે’ હોવાની..સમલિંગી હોવાની વાતને તેમણે તેમના એપિસોડમાં બેધાકપણે પુષ્ટિ આપી, મોટે ભાગે નર્યા કામુકતાસભર ગણાતા આવા સંબંધોને એક ઈમોશનલ-ટચ પણ આપ્યો. હા, અમારો આ પ્રકલ્પ ‘વાર્તા એક, વહેણ બે’ શરુ કરતી વેળાએ જ અમે સોળે-સોળ સભ્યોએ નક્કી કર્યું છે, કે વાર્તાનો વિષય બોલ્ડ રાખીશું. તો આ વાત ધ્યાનમાં રાખીને નિમિષભાઈએ અનિકેત અને તેના મિત્ર અશ્ફાકના સંબંધોને ‘ખાસ’ દર્શાવ્યા છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કદાચ કોઈ લેખકે તેની વાર્તાના નાયકને સમલિંગી માનસિકતાવાળો બતાવ્યો હશે, પણ અહીં અમે વાર્તા-નાયકને સમલિંગી માનસિકતાવાળો જ નહીં, પરંતુ તેવી લાઈફ-સ્ટાઈલ જીવતો પણ બતાવ્યો છે. વાંચકોને આ બધું થોડું અજુગતું લાગતું હશે, પણ સજાતીય સંબંધો એ આપણા સમાજની એક નક્કર હકીકત છે, કે જેને આપણે વહેલેમોડે સ્વીકારવી જ રહી. આપણા સમાજમાં આને એક માનસિક-વિકૃતિ ગણવામાં આવે છે, તો અમેરિકા અને યુરોપના પાશ્ચાત્ય દેશોમાં આને એક જીવન-શૈલી, એક જુદા પ્રકારની લાઈફ-સ્ટાઈલ ગણવામાં આવે છે. અમુક દાયકાઓ પહેલા, ત્યાં પણ આ એક વિકૃત-માનસિકતા જ ગણવામાં આવતી હતી, પરંતુ હવે તેનાથી આગળ વધી, આવી જીવન-શૈલીને ત્યાં સામાજિક સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. સજાતીય સંબધોથી જોડેલ પુખ્ત વયના બે પુરુષોને ત્યાં લગ્ન કરવાની પણ કાયદાકીય છૂટ આપવામાં આવી છે, કારણ કેટલાયે સર્વેક્ષણોના તારણમાં એ જણાઈ આવ્યું છે, કે દર દસ પુરુષે એક પુરુષની, ભલે છાની, પરંતુ આવી માનસિકતા હોય જ છે. આવે તબક્કે આ વાતને ધ્યાનમાં રાખીને અમારી ટીમ પણ આ વાર્તા-નાયકની આવી મનો-વૃતિને સહજ રીતે રજુ કરવા હિંમતભેર તૈયાર થઇ છે. આશા છે કે આપ વાંચક-ગણ પણ મનમાં કોઈ પૂર્વગ્રહ, કે એવી કોઈ જૂની સૂગ રાખ્યા વિના આ વાર્તાને માણશો. તે પછીના આ પ્રકરણમાં વાર્તા-નાયક અનિકેતને સજાતીય અને વિજાતીય એવા બંને સંબધોમાં અટવાતો અને પછી, મુંઝાતો પણ દર્શાવવાનો હોઈ, ફરી એકવાર મારે એક નવયુવાન લેખકને આ એપીસોડની લગામ આપવાની હતી, તો અમારા ટીમના આરબ શેખ, એવા દુબઈના રહેવાસી રવિ યાદવ પર મારી નજર ઠરી. રવિ યાદવ ૨૨-૨૩ વર્ષનો એક તરવરીયો નવયુવાન લેખક છે, કે જેની કલમનો આસ્વાદ તમે સૌ ‘માતૃભારતી’ પર માણી જ ચુક્યા છો. ‘ગોઠવાયેલા લગ્ન’ અને ‘બીજો પ્રેમ’ જેવી જબરદસ્ત હીટ વાર્તાઓ આપણને આપી રવિએ ટોપ-મોસ્ટ લેખકની શ્રેણીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. કાયમ મસ્તી, મજાક અને હાસ્યના ફુવારા છોડવાની સાથે સાથે હમેશા પ્રફુલ્લિત રહેનાર અમારી ટીમનો આ તરવરીયો લેખક ક્યારેક રમતરમતમાં પણ એક સાદી સીધી વાત બહુ સુંદર રીતે સમજાવી જાય છે. તો હવે તેની પાસે એક પ્રણયરંગી-પ્રકરણ લખાવી, તેની કલમનો કસબ આપ સૌની સમક્ષ રજુ કરતા મને ફરી એકવાર આનંદની લાગણી થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

5

અઢી અક્ષરનો વહેમ - ભાગ ૫

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૪માં આપે ભાઈશ્રી રવિ યાદવની કલમની રંગત માણી. ત્રીજા પ્રકરણમાં શ્રી નિમિષ વોરા, ગોવામાં રહેતા અજાણ્યા પાત્રને વાર્તામાં ઉમેરીને ત્યાં જ અટકી ગયા. ને બસ..ત્યાંથી જ રવિ યાદવે વાર્તા ઉપાડી. તે નવા પાત્રનું નામ તેમણે ટોની રાખ્યું, અને વાર્તાના વાતાવરણને અનુરૂપ ટોનીને તેમણે એક સમલિંગી ટાઈપનો પુરુષ-વેશ્યા ચીતર્યો. તદુપરાંત ડો.મિતુલનાં પાત્રનો પણ તેવો જ ઘેરો રંગ કાયમ રાખી, આ બંને પાત્રોની સાંઠગાંઠ બતાવીને વાર્તાને ચોક્કસ દિશામાં વહેતી કરી દીધી. તેમણે એક પ્રણય ત્રિકોણ પણ ઉભું કર્યું, અને મોટેભાગે થાય છે તેમ તેમનાં પ્રકરણમાં એક સ્ત્રીને કારણે બે મિત્રોમાં ફૂટ પડતી તેમણે દેખાડી. જો કે અન્ય વાર્તા અને મૂવીઝમાં દેખાતા પ્રણય-ત્રિકોણ કરતા આ સાવ ભિન્ન પ્રકારનું ત્રિકોણ છે, કારણ એક યુવતીને બે યુવક પ્રેમ કરતા હોવાની જગ્યા પર અહીંયા તો એક યુવકને અન્ય બે પાત્ર પ્રેમ કરે છે. તો છે ને આ વાર્તામાં એક અજબની નવીનતા  તે ઉપરાંત રવિ યાદવે વાર્તા-નાયક અને નાયિકાની અંતરંગી પળોનું પણ બોલ્ડ કહેવાય તેવું વર્ણન કરી વાંચકોને પ્રણય-રસમાં તરબોળ કરી પોતાનું પ્રકરણ પૂરું કર્યું. હા, પ્રકરણની લંબાઈને ધ્યાનમાં રાખીને રવિભાઈ અધવચ્ચે જ અટકી ગયા, એટલે તેમનું અધૂરું કાર્ય પૂરું કરવા, મારે ફરી એક રંગીન-મિજાજ લેખકની જરૂર પડી, અને મને ખ્યાલ આવ્યો અમારી ટીમના રંગીલા સભ્ય અજય પંચાલનો. અજયભાઈ રહે છે યુ.એસ.એમાં અને ત્યાં જ ‘બ્લૂમબર્ગ’ કમ્પનીમાં સીનીઅર પ્રોડક્ટ-પ્લાનર તરીકે જોબ કરે છે, પણ એમનું મૂળ વતન તો બરોડા પાસેનું ધર્મજ-વિદ્યાનગર છે. મિજાજે એકદમ મસ્તરામ, અને બેફીકર. જીંદગી કેમ જીવવી તે તો તેમની લાઈફ-સ્ટાઈલ જોઇને જ શીખી શકાય. સ્વભાવમાં રહેલી રંગીનતાએ તેમને અમારી ટીમમાં સહુના લાડીલા બનાવી મુક્યા છે. એક ખાસ વાત એ, કે આ ચરોતરી માણસ યુ.એસ.માં રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે અખૂટ પ્રેમ ધરાવે છે. આવા વ્યક્તિ દેશની બહાર રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે જે પ્રેમ, ચોક્સાઈ અને સજાગતા બતાવે છે, ત્યારે થાય છે કે, કોણ કહે છે ગુજરાતી ભાષાની આવરદા ઘટી રહી છે.. કોઈને પણ ગુજરાતીમાં લખતી વેળાએ ભૂલ કરતા તેઓ જુએ, ત્યારે હમેશા તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતી ભાષા તો મારી પ્રેયસી છે, અને તેની સાથે કોઈ છેડછાડ કરે તે મને બિલકુલ પસંદ નથી. તો મસ્ત, મોજીલા અને અંગ્રેજીમાં ‘લાઈવ’ કહેવાય એવા અજયભાઈના ગુજરાતી ભાષા પ્રત્યેના આદરને વધાવતા ‘અઢી અક્ષરનો વ્હેમ’નું આ ‘એન.આર.આઈ’ પ્રકરણ તમારા સહુ સમક્ષ પ્રસ્તુત કરતા મને એક અનોખો રોમાંચ થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

6

અઢી અક્ષરનો વહેમ - ભાગ ૬

વાંચક-મિત્રો, આ વાર્તાના પાછલા પ્રકરણમાં આપણે સૌએ જોયું, કે અમારી ટીમના એન.આર.આઈ. સભ્ય શ્રી અજય પંચાલે વાર્તાને ખુબ જ માવજત આપી છે. પ્રકરણના શરૂઆતના અમુક ફકરાઓમાં નાયક-નાયિકાની અંગત પળોનું ભારોભાર શૃંગારિક વર્ણન તેમણે કર્યું, અને પછી તરત જ તેઓએ વાર્તામાં એક ગંભીર વાતાવરણ પણ ઉભું કરી નાખ્યું. ડો.અનીલ સરૈયાને દીકરીની મૂંઝવણ જાણે ઓછી હોય તેમ, હોસ્પીટલમાં દર્દીઓની ફરિયાદવાળો પ્રસંગ લાવી તેમણે ડોકતર સાહેબની તકલીફમાં થોડો ઓર વધારો કર્યો છે. તદુપરાંત તે પ્રકરણમાં તેમણે પ્રણાલીની અસામન્ય સેકસ્યુઆલિટીની એક સાવ નવી જ વાત આગળ લાવી, આપણને સહુને ય અચંબામાં નાખી દીધા કે આવા પ્રકારનીની પણ માનસિકતા શું ઉદ્ભવે છે આ દુનિયામાં તો તેનો જવાબ છે, ‘હા.’ કારણ, પુરતું હોમવર્ક કર્યા બાદ જ, આધારભૂત માહિતીઓ અને હકીકતોના આધારે જ, પૂરી સમજણ સાથે ‘હોમોસેકસ્યુઆલિટી’, ‘બાયસેકસ્યુઆલિટી’, ‘એસેકસ્યુઆલિટી’, ‘ડેમીસેકસ્યુઆલિટી’, જેવા ભારેખમ અને ગંભીર જણાતા શબ્દોનો આ વાર્તામાં ઉપયોગ થાય છે. બને એટલા વિસ્તારમાં આ બધા શબ્દોની પરિભાષા અને તેની સમજણ વાંચકોને આપવાની કોશિષ પણ કરી છે, અને તે પણ, વાર્તાની પ્રવાહિતાને નુકસાન ન પહોચે તેનું ધ્યાન રાખીને જ, તો આમ ડો.અનીલ અને તેમના પત્ની, પોતાની દીકરી પ્રણાલીને HIVગ્રસ્ત અનિકેત પાસેથી પાછી વાળવાની કોશિષ કરે છે, તો પોતાની અસામાંન્ય માનસિકતાથી સારી રીતે સભાન, એવી પ્રણાલી અનિકેતને ન છોડવાની જીદ લઈને બેઠી છે. હવે આગળ કેમ કરવું આવો સવાલ આપણા મગજમાં રમતો મુકીને અજયભાઈ પંચાલે પોતાનું પ્રકરણ પૂરું કર્યું. તો ત્યાંથી વાર્તા ઉપાડીને આગળ વધારવાની જવાબદારી આ પ્રકરણ પુરતી મારી છે, કે જે મેં મારી સમજણપૂર્વક પૂરી કરવાની કોશિષ કરી છે. આ પ્રકરણમાં અનિકેતની માનસિકતાનો, તેની મૂંઝવણભરી અવસ્થાનો આપ સૌને વધુ પરિચય કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તદુપરાંત, [પેરીસના એક ગે-બારના વર્ણનની કોઈક મેગેઝીન પરથી પ્રેરણા લઈને] એક ગે-બારની મુલાકાત કરાવી વાંચકોને આવા બારના વાતાવરણનો, ત્યાં આવતા જતા લોકોની માનસિકતાનો, તેમની હિલચાલ, તેમની લાક્ષણિકતા અને ખાસિયત, તેમનું ત્યાંનું વર્તન..વગેરેનું એક આભાસી ચિત્ર ઉભું કરી આપવાની કોશિષેય કરી છે. ભૂતકાળની અમુક ઘટનાઓનો જરૂર પુરતો ઉલ્લેખ કરી, વાર્તાને થોડી આગળ વધારવાનો પણ આમાં પ્રયત્ન કર્યો જ છે, કે જેથી વાર્તાની ગતિમાં કોઈ ખલેલ ન પહોચે. તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રકરણ ગમશે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

7

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૭

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૬માં મેં આપ સહુને એક ગે-બારની મુલાકાત કરાવી આ બીયર-બારમાં ગયેલા અનિકેતની પલાયનવૃત્તિથીયે આપનો કરાવ્યો. દુઃખ, વિયોગ અને મુસીબતનો સામનો કરવાની બદલે માણસ, જયારે બેબાકળો થઇ આવી ભાગેડુ નીતિ અપનાવે છે, ત્યારે કોઈને કોઈ નવી તકલીફમાં પોતાની જાતને હોમી જ દેતો હોય છે. કંઇક આવું જ આપણા આ અનિકેતની સાથે પણ બન્યું. હા, અત્યાર સુધી સીધા-સરળ પ્રણય-ત્રિકોણની પરિધિમાં રમતી આ વાર્તાને, થોડી વધુ રોમાંચક અને રસીલી બનાવવા માટે, મેં તેમાં થોડું થ્રિલ ઉમેરવાનાં ઉદ્દેશથી એક નવું પાત્ર ઉમેર્યું છે, સલીલનું. ચોથા પ્રકરણમાં રવિ યાદવે જે પાત્રનો ઉમેરો કર્યો હતો, તે ડ્રમ વગાડવાવાળા સંજુનો એક સાગરિત એટલે આ સલીલ. એક સ્ત્રેણ ટાઈપનો એવો યુવાન, કે જે કોઈ પણ પ્રકારના કાવાદાવા રમી શકે, અને એમાંય જયારે સંજુ જેવા મવાલીનો સંગાથ હોય, તો આવો યુવાન કોઈપણ નિમ્ન કક્ષાએ ઉતરી શકે છે. આમ ધીરે ધીરે ડો. અનીલ અને અનિકેતની સામે પડેલી ગેંગ હવે મોટી થતી ચાલી છે. મિતુલ, ટોની, સંજુ અને હવે સલીલ. તો આ પાત્રને ઉમેરી, ભલા-ભોળા-સરળ અનિકેતને તેની જાળમાં અટવાતો બતાવી, મેં મારું પ્રકરણ ત્યાં પૂરું કર્યું, અને સુકાન સોંપી અમારી ટીમનાં રીટાબેન ઠક્કરને. આણંદમાં જેવા નાના શહેરમાં રહેતા રીટાબેન, મુંબઈમાં રહેતી કોઈપણ ફેશનેબલ લલનાને સહેલાઈથી મ્હાત આપી દે તેવા, એક નખશીખ આધુનિક વિચારસરણી ધરાવતા સ્ત્રી છે. દેખાવે, વિચારે આધુનિક ખરાં, પણ તે છતાયે, તેઓ એક સેન્સીટીવ લેખિકા છે. ફેસબુક પર તેઓ પોતાના રોજબરોજના અનુભવોય બહુ હ્રદયસ્પર્શી શબ્દોમાં વ્યક્ત કરતા રહે છે. અને માટે જ ફેસબુક પર સરસ મજાનું બહોળું વર્તુળ ધરાવતા તેઓ, પોતાના આ વર્તુળમાં ખાસ્સા લોકપ્રિયેય છે. આ એપિસોડ લખવા પહેલા તેઓએ કોઈક ઓપરેશન કરાવવાનું હોવાથી હોસ્પિટલાઈઝ્ડ પણ થયા હતા. તે છતાય, આ તેમનો બેલેન્સ-શીટ જેવો, એકદમ બેલેંન્સ જાળવીને લખેલ એપિસોડ જોઇને સુખદ અચંબો થઇ આવ્યો. કદાચ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા પતિની પત્ની હોવાના કારણે આ ગુણ તેમનામાં ઉતરી આવ્યો હશે. પાછલા પ્રકરણમાં અનિકેત વિરુદ્ધ ગોઠવાયેલી જાળનો તેમણે ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી, એક ક્રાઈમ-લેખિકા જેવી આગવી સૂઝથી વાતને વધુ ગૂંચવી આપી છે. તો પ્રકરણના ઉત્તરાર્ધમાં ડો.અનીલ અને તેમની પત્ની વચ્ચે હૃદયસ્પર્શી સંવાદો મૂકી, પોતાની લાગણીશીલતા નોય પરિચય કરાવી આપ્યો છે. તે ઉપરાંત, પ્રકરણનાં અંતમાં વાંચકો માટે એક વધુ આંચકો પણ તેમણે તૈયાર રાખ્યો છે. તો આવો, વાંચીએ અમારા ગ્રુપમાં સદા એક્ટીવ રહેતા આ આધુનિક લેખિકાનો એક ‘બેલેન્સ્ડ’ એપિસોડ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

8

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૮

મિત્રો, તો ગયા અઠવાડિયે આપ સહુએ શ્રીમતી રીટાબહેન ઠક્કર દ્વારા લિખિત પ્રકરણ-૭ વાંચ્યું. બેધડક શૈલીમાં લખાયેલ આ પ્રકરણ જયારે મારી સમીક્ષા માટે આવ્યું હતું, ત્યારે તેમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ વાંચીને એક પળ તો હું ચોંકી જ ગયો. આવું..આવું લખાય કેવું લાગશે આ વાક્ય વાંચકો પર કેવી ઇમ્પ્રેશન પડશે પણ બીજી જ પળે મને ખ્યાલ આવ્યો, કે વાર્તાની શરૂઆતમાં જ સમગ્ર ટીમે નક્કી કર્યું હતું, કે કોઈ પણ રીઝેર્વેશન રાખ્યા વિના જ લખવું..બોલ્ડ લખવું. તો બોલ્ડ કોને કહેવાય ફક્ત ગલીપચી કરાવી જાય તેવું કામુક વર્ણન જ લખીને શેખી ન મરાય કે અમે બોલ્ડ છીએ. આ તો ફક્ત વાંચકોને આકર્ષવાની એક પોકળ રીત કહેવાય. જે વસ્તુ સમાજમાં સ્વીકાર્ય ન હોય, જે વાત વાંચકોને ગળે ઉતારતાં મુશ્કેલી પડે, વાંચકોને જે વાત હજમ થતા વાર લાગે, તે વાત તેમની સમક્ષ એક વાર્તાનાં સ્વરૂપમાં મૂકી એક ઉદાહરણ પૂરું પાડી ધીરે ધીરે તેમને આ બાબતે તૈયાર કરીએ, તેને કદાચ ‘બોલ્ડ’ કહી શકાય. તો આ વાક્ય..આ સંવાદ..આ શિખામણ..આ આદેશ..કે જે ડો.અનીલ તેમની પત્ની મીનાબેનને આપે છે, ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ [કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે..તેનો ફાયદો ઉઠાવી લે.] માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની સલાહ..આવી વાત..ભલે એક પુરુષ કહેતો હોય તેની પત્નીને, પણ આ છે તો ઉપજ, એક લેખિકાના દિમાગની જ ને. આવી વાત જયારે એક સ્ત્રી વિચારે, ફક્ત વિચારે નહીં, વાંચકોની સમક્ષ લખીને મુકવાની હિમ્મત કરે ત્યારે ખરેખર બેધડક લખ્યું કહેવાય..સાચા અર્થમાં બોલ્ડ. -આવો વિચાર આવતા જ અમુક ટીમ-મેમ્બર્સના વિરોધની ઉપરવટ જઈને પણ મેં આ વાક્ય ‘સેન્સર-પાસ’ કરી દીધું. તે ઉપરાંત રીટાબહેને અંત ભાગમાં વાર્તાને એક અણધાર્યો વળાંક આપીને આપણને એક સુખદ આંચકો પણ દઈ દીધો, અને પોતાનું પ્રકરણ ત્યાં પૂરું કર્યું. તો તે પછીનું આ પ્રકરણ મેં આપ્યું અમારી ટીમના એક ધીર-ગંભીર વ્યક્તિત્વ ધરાવતા RJ ગુજરાતીને. RJ એટલે રેડીઓ જોકી નહીં પણ સરકારી નોકરી માટે ગાંધીનગર ખાતે રહેતા રીઝ્વાનભાઈ ઘાંચી. સ્વભાવે એકદમ શાંત, નમ્રતા ભારોભાર, અને એકદમ સોફ્ટ-સ્પોકન વાણી. અમારા આ ધીરગંભીર, સભ્ય અને શાંત સાહેબ માટે એટલું જ કહીશ કે, શાંત પાણી કેટલા ઊંડા હોય છે, એ તો એમનું આ પ્રકરણ જ સાબિત કરી આપશે. આમેય એમનો લખેલ એપિસોડ હોય, એટલે મારે કંઈ ઝાઝું કહેવાનું રહેતું જ નથી. શુધ્ધ ગુજરાતી ભાષા, અને સડસડાટ વહેતા શબ્દો. એકવાર વાંચવાનું શરુ કરીએ એટલે પૂરું થઇ જ જાય. એનું એક કારણ એ પણ છે, કે રીઝ્વાનભાઈ વાર્તાની સાથે સાથે કવિતાની અભિવ્યક્તિ પણ ખુબ જ સુંદર રીતે કરે છે. નામ રીઝ્વન, તો હૃદય એકદમ ઋજુ, હા, કવિ-હ્રદય હોય જ ઋજુ તેમાં કોઈ જ બેમત ન હોય. હા, અમારા આ ઋજુ-હ્રદયના રીઝુભાઈએ આ એપિસોડમાં પણ પોતાની આ કળાનો આપણને સુંદર આસ્વાદ કરાવ્યો છે. તેમના શબ્દોમાં અભિવ્યક્ત એવી પ્રણાલીની મનોગત, તેમ જ અનિકેત અને અશ્ફાકના વિચાર-મંથનને આપ ચોક્કસપણે માણશો જ એની મને ખાતરી છે. તો, રીઝ્વાનભાઈના આ હપ્તાનાં ઊંડાણ ભરેલા વહેણને તમારી સમક્ષ રજુ કરતા મને અનહદ આનંદ થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

9

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૯

ફ્રેન્ડઝ, પાછલા એપિસોડમાં આપણે રીઝ્વાન ઘાંચીની કલમની કમાલ જોઈ. આ એપિસોડમાં ડો.મિતુલના પાત્રને તેઓ એક નવી જ લાઈટમાં લઇ સગા ભાઈના આર્થિક પતન માટેના કાવાદાવા અને તેનાં પોતાનાં આર્થિક ઉત્કર્ષની લાલસા તો આ પહેલાનાં પ્રકરણોમાં આલેખાઈ હતી, પણ આ સાથે અહીં તેઓએ ડો.મીતુલનો એક નવો ચહેરો પણ બતાવ્યો. પોતાની સગી ભત્રીજી પ્રણાલીને પણ આવા જ કોઈક બ્લેકમેઈલનો શિકાર બનાવીને, પછી તેનાં લગ્ન પોતાની ઈચ્છિત જગાએ કરાવી પોતાનો એક કરોડનો દલ્લો કબજે કરી લેવાનો એક શેતાની વિચાર તેમને આવ્યો ખરો, પણ થોડી જ વારમાં પ્રણાલી પ્રત્યેનાં પિતૃતુલ્ય-વાત્સલ્યની સામે તેમની મક્કારી મ્હાત ખાઈ ગઈ. કહેવાય છે કે સંતાનહીન હોય તેમને સંતાન-પ્રેમ શું હોય, તે ખબર જ ન હોય. અને એક વિરોધાભાસી વિધાન એવું પણ છે, કે સંતાનહીન વ્યક્તિઓને, જયારે પોતાનો પ્રેમ આપવા માટે કોઈ જ ન હોય, ત્યારે તેઓ કોઈક પારકાના સંતાન પર પણ પોતાની મમતા..પોતાનું વાત્સલ્ય ઠાલવી દેતા હોય છે. ડો.મિતુલના કિસ્સામાં પણ કદાચ એવું જ થયું, કે પ્રણાલી પ્રત્યેના પ્રેમે તેમને તેની સાથે કાવાદાવા રમતા રોકી પાડ્યા. આમ મિતુલની સદાયની દુષિત છબીને રીઝવાનભાઈએ તેમના પ્રકરણમાં, થોડી તો થોડી પણ ઉજળી બતાવી. તો આવી જ રીતે અશ્ફાકના પાત્રને પણ તેઓના લખાણે એક નવી જ ઊંચાઈ દેખાડી. પોતાનાં ખાસ જીગરી મિત્ર અનિકેતે જયારે પ્રણાલીનું કારણ આગળ ધરીને તેનાં સાચા પ્રેમને રીજેક્ટ કર્યો, ત્યારે વ્યથિત અશ્ફાકે એક સંવેદનશીલ મિત્રની જેમ તેના રસ્તા..તેની દુનિયાથી દુર થઇ જવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટથી મુંબઈ પાછા ફરતી વેળાએ અનિકેતના ઘરની પાયરી કદાપી ન ચડવાના નિર્ણય પર, ‘અનિકેત HIVગ્રસ્ત’ હોવાનાં સમાચારે વીજળી સ્વરૂપે ત્રાટકી તેના તે મક્કમ નિર્ણયને ભોંયભેગો કરી દીધો, અને તેની ફિકરમાં અડધો-અડધો થતો તે લાગલો જ અનિકેત તરફ દોડી આવ્યો, પણ બસ ફક્ત બે-ત્રણ કલાકમાં જ...પોતાની ચાર દિવસની ગેરહાજરી દરમ્યાન અનિકેતે કરેલા મુર્ખામીભર્યા ભવાડાની તેને ખબર પડતા જ, અશફાકનો ગુસ્સો પળવાર માટે તો સાતમે આસમાને પહોચી ગયો. પણ ત્યાં જ, HIV જેવી ભયંકર બીમારી અને ઉપરથી પેલું બ્લેકમેઈલીંગ, આમ બેવડી ઉપાધિમાં પોતાના મિત્રને અટવાયેલો જોઈ, તેની કરુણા ફરી આળસ મરડીને જાગી ઉઠી. ફરી એકવાર પોતાની બધી જ ફરિયાદો ભૂલી જઈ, તે અનિકેતને બનતી મદદ કરવાનો ઈરાદો કરી બેઠો. આમ રીઝવાનભાઈએ ફરી એક વાર સાબિત કરી આપ્યું, કે કોઈ પણ વ્યક્તિ, ભલે ગે હોય, તો પણ તે હોય તો છે આપણા સહુ જેટલો જ [કદાચ આપણાથીયે વધુ] પ્રેમાળ અને સંવેદનશીલ. અનિકેતની આ ભયંકર બીમારીમાં પોતે કોઈ રૂપે મદદ થઇ ન શકે કદાચ, પણ બ્લેકમેઈલીંગમાં તો પોતાથી બનતું કરી છૂટવા તેણે બ્લેકમેઈલર નો ફોન નંબર ચેક કર્યો, તો તે નંબર તેને જાણીતો લાગ્યો. આમ એક વિસ્મયભર્યો આંચકો વાંચકોને આપી રીઝવાનભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો. અને પછી આ એપિસોડ લખવા માટે મેં આપ્યો સરલાબેન સુતરીયાને. હવે વિચારો કે અમારી આ આટલી બોલ્ડ વાર્તામાં લેખિકા કેટલા સીનીયર હોઈ શકે જે વાર્તા-થીમ છે, એ જોતા તો એમ જ થાય કે ઉમરમાં લગભગ યુવાન એવા લેખકોએ જ આ લખી હશે. પણ આમારી ટીમની આ જ તો ખાસિયત છે. બરોડામાં રહેતા સરલાબહેન ગૃહસ્થીમાં એક દાદી બની ગયા હોવા છતાં, અમારા આ અઢી અક્ષરના વહેમના વહેણમાં અમારી સાથે જ વહ્યા છે...તણાયા છે..અને શબ્દોમાં વ્યક્ત પણ થયા છે. સામાજિક રીતે અતિ વ્યસ્ત હોવા છતાં, ‘મને કહેજો, હું લખીશ’ એ શબ્દો સરલાબહેનના જ હોય. એક આદરણીય સન્નારી અમારી આ બોલ્ડ વાર્તાના પ્લોટમાં લખવા માટે જોડાય, એ જ આ ક્રિએટીવ ટીમની ખરી ક્રીએટીવનેસ છે. તેમનો આ એપિસોડ વાંચ્યા પછી તેમને સલામ કરવા તમારો હાથ જો ન ઉઠે, તો જ નવાઈ. કારણ..ઓનેસ્ટલી તેમનો આ એપિસોડ વિવિધરંગી છે, અને બધાય રંગ તેઓએ બખૂબી આમાં પૂર્યા છે. આમાં બે પુરુષોની અંગત-પળોનું વર્ણન છે તો મા-દીકરાનાં લાગણીભર્યા સંવાદોય છે બાપ-દીકરા( ) જેવા જ કોઈક એક સંબંધનું નવું જ પરિમાણ ઉમેરાયું છે તો ગે-વર્લ્ડમાં થતી નવી ઓળખાણોની રીત, અને તે પછીની ગતિવિધિઓનું બેધડક વર્ણન પણ આમાં આલેખાયું છે. તો આવા રંગબેરંગી સરલાબેનને સલામ કરતા કરતા, તેમનો આ વિવિધરંગી એપિસોડ તમારી સૌની સમક્ષ રજુ કરતા હું ગર્વ અનુભવું છું. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

10

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦

વાંચક-મિત્રો, આ પહેલાના પ્રકરણ ૯માં લેખિકા સરલાબેન સુતરીયા આપણા માટે એક કલ્પના-બહારનો આંચકો લઇ આવ્યા. તેઓના ભાગે અશ્ફાકના ભૂતકાળને કામ આવ્યું તો તેનો તેમણે ભરપુર ફાયદો ઉઠાવી ડો.મિતુલ અને અશ્ફાકનો ભૂતકાળ એકમેક સાથે ગુંથી કાઢ્યો. તેમણે આ બંનેને એકબીજાના ભૂતકાળના પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા. ગામ, ધર્મ, વ્યવસાય, શોખ કે ઉમર..શેમાં ય બિલકુલ સમાનતા નથી, તો આટલા જબરદસ્ત ફરક સાથે આવો સંબંધ શક્ય હોઈ શકે તો તેનો જવાબ છે, હા. આ દુનિયામાં આવું પણ થાય જ છે. કારણ તેમનામાં એક સમાનતા હતી અને તે છે તેમની રૂચી. સમલિંગી હોવાની તેમની રૂચી. આ ગે-જગતમાં એક ટર્મ બહુ વિખ્યાત છે અને તે છે ‘સુગર-ડેડી’. હેટ્રોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-કન્યા અને આધેડ-પુરષના એકમેક પ્રત્યેનું શારીરિક આકર્ષણે જ..તેમજ હોમોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-છોકરાની અને તેના પિતાની ઉમરના કોઈ પુરુષની એકમેક પ્રત્યેની દૈહિક લાલસાઓએ જ..આ ‘સુગર-ડેડી’ નામનાં શબ્દનો જન્મ આપ્યો છે. સુગર-ડેડી એટલે કે ‘મીઠડો-બાપ’ સૂચક રીતે બહુ બધું કહી જાય છે. અને આવા સંબંધોના અનેકાનેક સત્ય-કિસ્સાઓ ય મોજુદ છે. આવા સંબંધો જોકે ચીર-કાલીન નથી હોતા, પણ અમુક કિસ્સાઓમાં જો તે સફળ થઈને લાંબો-કાળ ચાલે છે, તો રહેતા રહેતા તે પિતા-પુત્રી, કે પિતા-પુત્રની લાગણીના તંતુએ બંધાયેલ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. અને પછી ધીમે ધીમે તેમાંથી સેક્સ-તત્વ સાવ લુપ્ત થઇ જતા આવા સંબંધો પછી..લાગણીઓની દ્રષ્ટીએ સગા પિતા-પુત્ર પુત્રી કરતા પણ વધુ બળવત્તર પુરવાર થાય છે. તો સરલાબેન આવા ન માન્યામાં આવે તેવા..પણ જે એક હકીકત પણ છે, તેવા સંબંધની વાત તેમના પ્રકરણમાં લઇ આવ્યા, અને સાથે સાથે આપણને અશ્ફાકના ભૂતકાળમાં ય લઇ ગયા. હવે આ એપિસોડથી આ વાર્તાનો બીજો રાઉન્ડ શરુ થાય છે. એટલે કે જે આઠ લેખકોએ પહેલા એક એક એપિસોડ લખ્યા છે, તેઓ હવે ફરી પાછા એક એક એપિસોડ લખશે. આમ આ એપિસોડ અનસુયાબેન દેસાઈએ લખ્યો છે, કે જેઓએ આ વાર્તાનો એપિસોડ-૨ પણ લખ્યો છે. અનસુયાબેન વિષયે તો પ્રકરણ-૨માં હું જણાવી જ ચુક્યો છું, અને મને આનંદ છે કે તેમના જેવા શાયરના-મિજાજના લેખિકા પાસે એક એપિસોડ લખાવવાનો મને ફરી એક અવસર મળ્યો. આ એપિસોડમાં તેઓએ પોતાના આ સરસ-મિજાજનો સંગીતમય આસ્વાદ આપણને હજી એક વાર તો કરાવ્યો જ છે, અને સાથે સાથે અશ્ફાકના ભૂતકાળની વાત પણ આગળ ચલાવી છે. એટલે મને ખાતરી છે કે આપ સહુને તેમનો આ એપિસોડ પસંદ આવશે જ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

11

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૧

આ પહેલાના દસમા એપિસોડમાં આપણે લેખિકા અનસુયાબેન દેસાઈની કલમનો ફરી એકવાર આસ્વાદ કર્યો અને એકદમ શાયરાના અંદાજમાં લખાયેલ એક કહેવાય તેવો એપિસોડ વાંચી, આપણને સહુને ચોક્કસ જ એ વાતની ખાતરી થઇ ગઈ, કે તેઓ એક સિદ્ધહસ્ત લેખિકા છે. તેમની આગળના લેખિકા સરલાબેને અશ્ફાકના ભૂતકાળની જે વાત ઉખેડી હતી, તેને જ તેઓ સુપેરે આગળ ધપાવી ગયા. આધેડ પુરુષ ડો.મિતુલ અને નવયુવાન અશ્ફાકના પેચીદા સંબંધોની છણાવટ રૂપે તેઓએ અશ્ફાકની મનોગત વર્ણવી. આ અનાથ, એકલા અટુલા યુવાનને હતાશની ખાઈમાં ગરક કરતી નિરાશાનું તેઓએ હૃદયસ્પર્શી રીતે આલેખન કર્યું. તે પછી વાર્તાને વર્તમાનકાળમાં લાવીને આગળ વધારવા તેઓએ ડો.મિતુલની સામેની અનિકેતની લડાઈમાં, ડો.મિતુલના જુના પ્રેમી અશ્ફાકને જ મુખ્ય પ્યાદું બનાવી દીધો, ને એક વખતના સંગી-સાથી હવે એકમેકની સામસામે લડાઇએ આવી ગયા. આમ અશ્ફાક હવે ધીમે ધીમે ખુબ જ મહત્વનું પાત્ર બનતો જાય છે. અનિકેત ભલે વાર્તાનો નાયક હોય, પણ લેખક લેખિકાઓ અશ્ફાકને પણ તેના જેટલું જ મહત્વ આપી રહ્યા છે. ડો.મિતુલ અત્યારે જે ચાલ રમી રહ્યા છે, તેની સામે એકદમ તેવી જ ચાલ અનુબેને અશ્ફાકને રમવા માટે સોંપી દીધી. લોહે કો લોહા કાટે, કાંટાથી કાંટો નીકળે, તેમ બ્લેકમેઈલનો ઈલાજ બ્લેકમેઈલ. બસ..આવી જ થીયરી સાથે અશ્ફાક, ડો. મિતુલની સામે પડી ગયો. ત્યાર પછીની વાર્તા હવે ફરી એકવાર નિમિષ વોરા આગળ વધારશે. અમારી ટીમના સદા સ્ફૂર્તિલા અને તરવરીયા લેખક, એવા નિમિષ વોરાની કલમનો સ્વાદ આપણે આ વાર્તાના એપિસોડ ક્રમાંક ત્રણમાં માણી જ ચુક્યા છીએ. અનિકેત-અશ્ફાકના પ્રશ્નાર્થ-ચિહ્નવાળા સંબંધો પર, તે સંબંધ સજાતીય હોવાની મક્કમતાપૂર્વક મહોર મારનાર નિમિષભાઈની બીજી એક કલ્પના એટલે ‘રેઈનબો-બાર’ કે જે હવે આ વાર્તાનું એક હેપનિંગ સ્થળ બની ગયું છે, અને છાશવારે વાર્તામાં ડોકિયા દેતું જ હોય છે. આમ વાર્તાની પ્રાથમિક અવસ્થામાં તેને સજ્જડ રીતે મજબુત બનાવનાર નિમિષભાઈ, વાર્તાને કેવી રસદાયક રીતે આગળ વધારે છે, તે હવે તમે જ જોઈ લો. શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

12

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૨

પાછલા પ્રકરણમાં લેખક શ્રી નિમિષ વોરાએ, લાગણીઓના નવા જ સ્વરૂપોની આપણને ઓળખાણ કરાવી. ડો. મિતુલનાં અંતરમાં ડોકિયું કરાવી લેખકશ્રીએ કપટી, અદેખા માનવીની ભીતર બેઠેલા એક ભાવનાશીલ માનવીની પિતાતુલ્ય લાગણીઓનાં રંગોની એક સુરેખ રંગોળી પૂરી. કોઈક નવલોહિયા નવજુવાનને ગુસ્સામાં, ભલે તેનાં ભલા માટે પણ, કેટલી હદ સુધી જ ટોકી શકાય તેની એક લાલબત્તી પણ તેમણે આપણી સમક્ષ ધરી. ડો. મિતુલ ચોક્કસ જ અશ્ફાકનાં હિતચિંતક હતા પણ તે છતાંય, ગુસ્સામાં તેઓ તેને જાકારો દઈ બેઠા. અને તે વાતની આ યુવા-માનસ પર એટલી અવળી અસર થઇ, કે તે બંને સમસુખીયા-સમદુઃખીયાના સંબંધોનો સાવ અંત જ આવી ગયો. તો સામે પક્ષે, અશ્ફાકની માનસિક-સ્થિતિ ભલે ગમે એટલી સહાનુભૂતિ માંગી લે તેવી હોય, પણ તો ય જો થોડું ખામી ખાવાની વૃત્તિ તેણે દાખવી હોત, તો આવી વિષમ પરિસ્થિતિનો સામનો બંને પક્ષે ટાળી શકાયો હોત, કારણ તે રાતની દસ-પંદર મીનીટની બોલાચાલી, બંને માટે વર્ષોની યાતના મૂકી ગઈ. દૈહિક વાસનાની સાથે જન્મ પામેલો આ વિચિત્ર અને ઉપરછલ્લો સંબંધ, રહેતા રહેતા લાગણીઓના રંગે એટલો રંગાઈ ગયો, કે વાસના તો તેમાંથી ચુપકીદીપૂર્વક પાછલા બારણેથી પગ કરી ગઈ, અને બચી રહ્યો એક એવો ગાઢ અતુટ સ્નેહનો સંબંધ, કે જેનાં તૂટવાની પીડા બંને પાત્રો માટે અસહ્ય બની રહી. ત્યારપછી લેખકે ફરી એકવાર વાર્તાને એક મક્કમ મુકામ આપ્યો. આ પહેલા તેમણે લખેલ પ્રકરણ-૩માં લેખકે બંને દોસ્તોનાં રહસ્યમય સંબંધ પર સજાતીયતાની સજ્જડ મહોર મારી, તો અત્યાર સુધી મૂંઝાયેલ મન:સ્થિતિમાં રહેનાર અનિકેત પાસે, પ્રણાલી આગળ પોતાની જાતીયતા જાહેર કરી દેવાનો એક બ્રેવ-નિર્ણય, તેમણે આ પ્રકરણમાં લેવડાવ્યો, અને ‘હવે શું થશે ’ની આતુરતાભરી પરિસ્થિતિમાં વાંચકોને મૂકી તેમણે પોતાનું પ્રકરણ અહીં પૂરું કર્યું. તો હવે પછી વાર્તાની સુકાન ફરી એકવાર મેં કવિ-હૃદયના લેખક રીઝ્વાનભાઈને સોંપવાનું નક્કી કર્યું, કારણ આવી અસમંજસભરી પરિસ્થિતિમાં પહોચેલ વાર્તાને સચોટ ન્યાય તો તેમના સિવાય કોઈ જ ન આપી શકે તેવું મને લાગ્યું, તો હવે તમને પણ ચોક્કસ લાગશે જ, કે અનિકેત-પ્રણાલી વચ્ચેની જોશીલી આર્ગ્યુમેન્ટને જે વેધકતાપૂર્વક તેમણે રજુ કરી, તે સાચે જ દાદને લાયક છે. તે ઉપરાંત વાર્તામાં એક સાવ જ નવો ફણગો ફોડી, તેમણે વાર્તાને આગળ વધવા માટે એક નવી જ કેડી કંડારી આપી છે. તો આપ સહુ પણ વાંચો આ પ્રકરણ, અને આપના અમુલ્ય પ્રતિભાવો ચોક્કસ આપજો. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

13

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૩

વાંચક-મિત્રો, પાછલા પ્રકરણમાં લેખક રીઝવાનભાઈએ એક નવું જ પાત્ર..અમોલનું, આ વાર્તામાં ઉમેર્યું. અનિકેતને બ્લેકમેઈલ કરવા માટે ફોટાઓ તેણે જ હતા, અને જોગાનુજોગ તે અશ્ફાકનો મિત્ર પણ છે, એટલે આ વાત તેણે અશ્ફાકને જણાવી દીધી. સાથે સાથે તેણે એક ચોંકાવનારી વાત એ પણ કહી કે અનિકેતનું અપહરણ થવાની શક્યતા છે, અને તે પણ ઇન્ટરનેશનલ લેવલ પર. તો વાર્તામાં હવે આંતરરાષ્ટ્રીય ગુનેગારો આવી શકે છે. કોણ હોઈ શકે તે મિતુલ તો ન જ હોય કારણ આપણે જાણીએ છીએ, કે તેનું નેટવર્ક તો ફક્ત ગોવા પુરતું જ સીમિત છે. તો પછી તે ઉપરાંત રીઝવાનભાઈએ પ્રણાલી-અનિકેતની એક મુલાકાત દેખાડી જેમાં જોરદાર સંવાદો સાથે બંને વચ્ચે ચકમક ઝરી. અનિકેતે અશ્ફાક સાથે પોતાનાં સંબંધો જાહેર કરી દીધા, જે પ્રણાલીને મંજુર નહોતા, અને બંને છુટ્ટા પડ્યા, બલ્કે છુટ્ટા પડી ગયા. કદાચ.. હંમેશ માટે.. તો હવે મારે પ્રણાલીની મન:સ્થિતિનો તાગ મેળવવો હતો. પોતાનો પ્રેમી કોઈ પરસ્ત્રી સાથે સંડોવાયો હોય તેવું તો ઘણી વાર બનતું હોય, ને સાંભળ્યું પણ હોય. તેનો નિવેડો આવી શકે. પણ, અહિયાં તો અનિકેત કોઈ બીજા પુરુષમાં અટવાયો છે. આવી વિચિત્ર પરિસ્થિતિ પ્રણાલી માટે ખુબ જ નવી છે. કોઈના પણ માટે આ ખુબ જ વિષમ સ્થિતિ કહેવાય. આવી હાલતમાં એક સ્ત્રી શું વિચારતી હોય તેના ભાવ-પ્રતિભાવ કેવા હોય કોઈક સ્ત્રીની આવી જટિલ મન:સ્થિતિનો તાગ એક બીજી સ્ત્રી સિવાય કોણ કાઢી શકે અને હા, પ્રણાલી એકદમ આધુનિક છોકરી છે, તો તેની મનોગત તો કોઈ આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રી જ વધુ સારી રીતે વર્ણવી શકે. અને એટલે રીટાબેન ઠક્કર સિવાય બીજું કોણ આવે મારી નજરમાં રીટાબેનનો લખેલ સાતમો એપિસોડ તો આપ સહુએ વાંચ્યો જ છે. એકદમ બેલેન્સ્ડ એપિસોડ હતો એ. બેધડક શૈલીમાં લખાયેલ આ એપિસોડમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’. કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે. તેનો આવો ફાયદો ઉઠાવી લેવાની..માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની..સલાહ, રીટાબેન જેવી આધુનિક સ્ત્રીએ જ આ લખવાની હિમ્મત કરી હતી. એટલે આ એપિસોડ મેં તેમની જ પાસે લખાવ્યો. અને તમે જોઈ શકશો કે હું મારી પસંદગીમાં જરાય ખોટો નથી પડ્યો, કે નથી તેઓ એક પાઈભાર પણ તેમાં ઉણા ઉતર્યા. પાંચ હજારથીયે વધુ શબ્દોનો એક લાં..બો એપિસોડ તેમણે લખી આપ્યો છે, કે જેમાં પ્રણાલીને તેમણે આપણી સમક્ષ ખુબ સરસ રીતે રજુ કરી છે. એક ખરેખર બોલ્ડ કહી શકાય તેવો નિર્ણય તેમણે તેની પાસે લેવડાવ્યો છે. એકંદરે એક ખુબ જ ખુબસુરત એપિસોડ લખી આપવા બદલ હું આ ખુબસુરત મહિલાનો ખુબ ખુબ આભાર માનું છું. તો આપ સહુ પણ તેમનો આ એપિસોડ વાંચો અને ચોક્કસ જ આભાર માનવાનું આપનું પણ મન થઇ આવશે તેની મને ખાતરી છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

14

અઢી અક્ષરનો વહેમ - ૧૪

મિત્રો, ગયા એપિસોડમાં આપણે જોયું કે લેખિકા રીટાબેન ઠક્કરે પોતાનું કાર્ય ખુબ જ કુશળતાપૂર્વક પાર પાડ્યું. પ્રણાલીને ખુબ જ પોતાનું મનોવિશ્લેષણ કરાવી, તેમણે તેને એ અહેસાસ કરાવી દીધો કે અનિકેતની ખામી જ જો તેનો વાંક હોય, તો એવી કોઈક ખામી તો તેના પોતાનામાં પણ છે જ. અનિકેત જો એવી માનવ-જાતી પ્રત્યે શારીરિક-આકર્ષણ અનુભવતો હોય કે જે તરફ તેણે ન આકર્ષાવું જોઈએ, તો પોતે પણ એવી જાતિ તરફ નથી આકર્ષાતી કે જેનાં તરફ તેણે કુદરતી રીતે આકર્ષાવું જોઈએ. અને આમ છતાંય, આવી બે-બે ખામીનાં ગુણાકાર બાદ પણ, તેઓ બંનેને એકબીજા તરફ જાતીય-આકર્ષણ તો છે જ. કરોડો લોકોનાં આ મનવ-સમુદાયમાં એક ખામીયુક્ત માનવને બીજા ખામીયુક્ત માનવ સાથે મેળવી આપવાનું કામ જયારે કુદરતે કર્યું જ છે, તો કુદરતની આ તરફેણને તરછોડવાની મોટી ભૂલ પોતે કરી રહી છે તેવો અહેસાસ પ્રણાલીને આપણા લેખિકાબહેને સફળતાપુર્વક કરાવી આપ્યો અને જયારે પ્રણાલીએ પોતાની માને પોતાની આ ભૂલ સુધારી લેવાનો નિર્ણય સંભળાવ્યો તો તેની માએ ત્યારે તેને એક નવો જ આંચકો આપ્યો કે અનિકેત તો એચઆઈવીગ્રસ્ત છે. એક તરફ પ્રણાલીને, તેનાં માબાપની આ એક ચાલ જ લાગતી, તો બીજી તરફ તેને એક ખચકાટ પણ હતો. કારણ અનિકેતનું બ્લડ-ટેસ્ટ હજી થોડા દિવસ પહેલા જ થયું હતું, તે વાત પણ એક નક્કર હકીકત જ હતી. આમ એક મૂંઝવણમાંથી છોડાવીને લેખિકા રીટાબેને પ્રણાલીને એક નવી જ મૂંઝવણમાં મૂકી પોતાનો એપિસોડ પૂરો કર્યો. આમ પ્રણાલીનું મનોમંથન હજી અધૂરું જ રહી જવાથી, મારે ફરી એકવાર એક બીજી લેખિકાની જરૂર પડી. એટલે આ વખતે મેં આ કાર્ય સોંપ્યું સરલાબેન સુતરીયાને. અને, જેનાં ખોળામાં પોતાનાં સંતાનોનાં ય સંતાનો રમે છે, તેવી વયના એક સીધાસાદા ગૃહિણી, એવા સરલાબેને આ પડકાર સહર્ષ સ્વીકારી લીધો. એચઆઈવીગ્રસ્ત અનિકેત સાથે આગળ વધવું કે નહીં જેટલી આ વાત મહત્વની છે, એથીય વધુ અરજન્ટ અને અગત્યની વાત તો એ છે કે, પોતે આવા યુવાન સાથે હાલમાં જ બે વાર શારીરિક સંસર્ગ કરી ચુકી છે, અને તે પણ અનપ્રોટેક્ટેડ, એ વાતની ગંભીરતા પ્રણાલી સારી પેઠે સમજે છે. તે એય જાણે છે કે આને કારણે પોતે પણ આ રોગનો ભોગ બન્યાની શક્યતા ખુબ જ હોઈ શકે, એટલે પોતાનો ય ટેસ્ટ અને ઈલાજ તો હવે કરાવવો જ પડે. તો આ વાત પોતાનાં માબાપને કરવી કે નહીં -તેવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં રહેલી પ્રણાલીની સાથે હવે સરલાબેને આગળ વધવાનું છે. તે ઉપરાંત.. સરલાબેને વાર્તાને ઘણી ઝડપથી આગળ પણ વધારવાની છે, કારણ પ્રશ્નો તો હજી ઘણા ય ઉકેલવાના બાકી છે અને અમારી પાસે હવે એપિસોડ તો ફક્ત ત્રણ જ બાકી રહ્યા છે. જી હા, સોળ પ્રકરણોમાં જ પોતાની વાર્તા પૂરી કરવાની અમારી બંને ટીમ વચ્ચે સમજુતી થઇ છે. તો હવે પછીના આ ત્રણ પ્રકરણોમાં બનાવો ખુબ જ ઝડપથી બનતા રહેશે. સરલાબેને પણ હીમ્મતભેર આ બીડું ઝડપી લીધું, અને તમે જોશો કે તેઓ તેમાં ખુબ સફળ પણ થયા છે. સલામને લાયક એવા સરલાબેનનું, આ સલામ કરવાનું મન થઇ જ આવે એવું પ્રકરણ, આપની સમક્ષ પ્રસ્તુત કરતા મને ખુબ જ આનદ થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

15

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૫

વાર્તાના પાછલા એપિસોડમાં નાયિકા પ્રણાલીએ એક બહાદુરીભર્યો નિર્ણય લીધો. એક એચઆઈવી પોઝીટીવ યુવાન સાથે શારીરિક સંસર્ગ કરવાથી આ રોગનો પોતાને પણ લાગી ચક્યો હશે તેવી આશંકાથી તે ભાંગી ન પડી..તેણે હિંમત ન ખોઈ. ખુલ્લા મને આ વાત પોતાના માબાપને જણાવી દેવામાં તેણે બિલકુલ સંકોચ ન કર્યો, અને પરિણામસ્વરૂપે તેના પપ્પા ડો.અનિલે તરત જ એક બુદ્ધિશાળી નિર્ણય લીધો. તેમણે પણ પોતાના ખાસ મિત્ર એવા ડો.અનિરુદ્ધ દેસાઈને આ વાત ની:સંકોચ જણાવી દીધી, જેનાથી બધી શંકાઓના વાદળ દુર થઇ ગયા. વાર્તાનાયક અનિકેત એચઆઈવી નેગેટીવ છે, તે વાત કન્ફર્મ થઇ ગઈ અને સાથે સાથે નર્સ સ્ટેલા મેથ્યુ પણ ઉઘાડી પડી ગઈ, અને ડો.મિતુલનો દાવ પણ નિષ્ફળ ગયો. લેખિકા સરલાબેન આ દ્વારા એક સંદેશ મૂકી ગયા, કે ક્યારે પણ આવી અસમંજસભરી મન:સ્થિતિમાં માનવીએ શંકા અને વ્હેમના વમળમાં અટવાયા વગર, આવી પડેલી પરિસ્થિતિનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. અને તો જ આવી સમસ્યાઓ ઉકેલ કાઢી શકાય. આવો સરસ સંદેશ દેવા ઉપરાંત લેખિકાએ આ વાર્તાને ઝડપથી આગળ વધારી તેને એક નિર્ણાયક વળાંક પર લાવીને મૂકી દીધી, જે ચોક્કસ જ એક પ્રશંસનીય કાર્ય કહેવાય. આવા જ બહાદુરીભર્યા નિર્ણયો અને પગલા હવે વાર્તાના સહનાયક અશ્ફાકે પણ લેવાના છે, અને એટલે જ મારા ખાસ મિત્ર અને સિદ્ધહસ્ત લેખક શ્રી અજય પંચાલને મેં આ કાર્ય સોંપ્યું. આત્મવિશ્વાસ જેનામાં છલોછલ ભર્યો છે અને ઉમર જેને હાથ પણ નથી લગાવી શકી, તેવા શ્રી અજય પંચાલ એક રંગીન મિજાજના મજાના માણસ છે. યુએસએમાં વર્ષોથી સેટલ થવાને કારણે તેમની વિચારસરણી ઘણી જ બેધડક છે. શૃંગારિક લેખનશૈલી તેમની ખાસિયત છે, અને તેમના આ ગુણનો આસ્વાદ આપણે સહુ આ વાર્તાના પાંચમા પ્રકરણમાં માણી જ ચુક્યા છીએ. જી હા, બેડરૂમમાં અનિકેત અને પ્રણાલીની અંગત ક્ષણોને અમુક મર્યાદામાં રહીને પણ તેઓએ ખુબ જ સવિસ્તાર રસદાયક રીતે આપણી સમક્ષ વર્ણવી હતી. આસપાસના વાતાવરણનું, ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું આવું જ સુંદર વર્ણન કરવું, આ પણ તેમની એક બીજી ખાસિયત છે. અને આ ખાસિયત આપણે તેમના આ પ્રકરણમાં પણ માણી શકીશું. તદુપરાંત, સરલાબહેને પકડેલી વાર્તાની ઝડપ અને પકડને પણ તેમણે બિલકુલ જ ઢીલી પાડવા નથી દીધી. અનિકેતના ઇન્ટરનેશનલ લેવલ પરના કીડનેપીંગનો જે ઉલ્લેખ વાર્તાના પાછલા પ્રકરણોમાં થયો હતો, તેને અજયભાઈએ અંજામ આપવાનો સરસ પ્રયાસ કર્યો છે, ને સાથે સાથે વાર્તાના સહનાયક અશ્ફાક સામે એક નવો જ પડકાર તેમણે ફેંક્યો છે, જે આ નવયુવાન છોકરો ઝીલી શકશે કે નહીં, તેની ઉત્સુકતામાં તેમણે વાંચકોને લાવીને મૂકી દીધા છે. ખુબ જ રસમય રીતે વાર્તાને આગળ વધારી લેખકશ્રી તેને અંતિમ તબક્કે લઇ આવ્યા છે, જે તેમની લેખનશૈલીની ગજબની કાબેલિયત અને સફળતા ગણાય. તો આવો તમે પણ માણો આ વાર્તાનું એક ખુબ જ રોમાંચક અને રસપ્રદ પ્રકરણ, ભાઈશ્રી અજય પંચાલની કલમે.. શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. ...Read More

16

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૬

વાંચકોમિત્રો, શ્રી અજયભાઈ પંચાલનો રંગારંગ એપિસોડ આપણે સૌએ ગયા અઠવાડિયે વાંચ્યો. શૃંગારિક લેખનશૈલી જેમની ખાસિયત છે, તેમ જ આસપાસના વાતાવરણનું ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું સુંદર સવિસ્તાર વર્ણન કરવું પણ જેમની એક બીજી ખાસિયત પણ છે એવા અજયભાઈએ અનિકેતના સ્નાનાગરનું ખુશનુમા વર્ણન કરીને તેમના પ્રકરણની શરૂઆતમાં જ એક અહલાદ્ક વાતાવરણ ઉભું કરી દીધું. ત્યાર બાદ અચાનક જ એક્સેલેટર દબાવીને તેમણે વાર્તાને એવી આગવી સ્પીડ આપી દીધી કે તે ઝડપથી સડસડાટ આગળ વધવા માંડી. રેનબો-બાર, કે જ્યાં વાર્તાના અનેક મહત્વપૂર્ણ બનાવો બન્યા છે, અને હમેશા તે એક ઇવેન્ટફૂલ જગ્યા રહી છે, ત્યાં જ અજયભાઈએ મોટાભાગના પાત્રોને લાવીને ભેગા કર્યા અને અફલાતૂન રીતે વાર્તાને ક્લાઈમેક્સ પર લાવીને મૂકી દીધી છે. આમ ખુબ જ સંતોષજનક રીતે અજયભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો, તો હવે વાર્તાનું સમાપન કરવાનું કાર્ય મારા ભાગમાં આવ્યું છે. વાર્તાના ઉત્તરાર્ધમાં ખુબ બધા બનાવો બનતા હોવાને કારણે પાછલા અમુક લેખકોએ પોતાના પ્રકરણોમાં ઘણું બધું સમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આમ કરવા જતા તેમના એપીસોડની લમ્બાઈ પણ ખાસ્સી એવી વધી પણ ગઈ હતી. તે છતાંય મારા મતે હજુયે ઘણું બાકી રહી ગયું છે કે જે મારે આ છેલ્લા પ્રકરણમાં સમાવવાનું છે, તો આ પ્રકરણની લંબાઈ પણ વધુ જ રહેવાની. પ્રામાણિક પ્રયત્ન તો મેં કર્યો જ છે પણ તે છતાંય..તેમાં હું કેટલો સફળ રહ્યો છું તે તો આપ સૌનાં પ્રતિભાવો જ કહેશે. તો આવો વાંચો આ વાર્તાનું સમાપન-પ્રકરણ..! ...Read More