એક વધુ બલિ...

(83)
  • 15k
  • 10
  • 6.8k

અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની પેઢીઓ તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ જ્યારે અંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે.... અને પછી સર્જાય છે ક્રાઈમ.... આવોજ એક કિસ્સો છે.. એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો... એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં... બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ .. એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...

Full Novel

1

એક વધુ બલિ..ભાગ - ૧

*એક વધુ બલિ*. વાર્તા... ભાગ- ૧ ક્રાઇમ સ્ટોરી..૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ જ્યારે અંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે....અને પછી સર્જાય છે ક્રાઈમ....આવોજ એક કિસ્સો છે..એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો...એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં...બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ ..એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...વિરલ ભાઈ માતા પિતાનું એક નું એક સંતાન ...Read More

2

એક વધુ બલિ... ભાગ-૨

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ..૨ ક્રાઈમ સ્ટોરી.. ૧૯-૬-૨૦૨૦. શુક્રવાર...આજે ઘરમાં ઝઘડો થયો હોવાથી પ્રિયા નો મૂડ નહોવાથી એ ઓફિસ ગઈ અને ઘરમાં રહીને એ વિચારો માં ખોવાઈ જાય છે અને પોતાની જાત સાથે વાતો કરે છે અને નક્કી કરે છે કે વિરલ આવે એટલે એની સાથે ચર્ચા કરીને આ વાત નો અંત લાવી દવુ...આમ વિચારી ને પ્રિયા ફ્રેશ થઈને વિરલની રાહ જોઈ રહી અને પારદર્શક સાડી પહેરીને આછો મેકઅપ કરીને ગેલેરીમાં બેસીને આતુરતાથી રાહ જોઈ રહી...આજે જાણે સમય જ ખસતો નહતો...ઘડી ઘડી ઘડિયાળમાં નજર નાંખી રહી..બેચેની થી એ વિરલને ફોન કરવા જતી હતી ત્યાં જ વિરલની ગાડીનું હોર્ન સંભળાયું..અને ...Read More

3

એક વધુ બલિ.. ભાગ - ૩

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ- ૩ ક્રાઈમ સ્ટોરી... ૧૦-૬-૨૦૨૦... શુક્રવારઆજે બન્ને સાથે ઓફિસ પહોંચ્યા.... અને સ્ટાફ ના સભ્યો અભિવાદન ઝીલતા ઝીલતા પોત પોતાની કેબિનમાં બેઠાં...આજે વિરલને રાઘવ જોડે વાત કરવાની ઉતાવળ બહું હતી...એ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે લંચ બ્રેક પડે અને એ રાઘવ જોડે વાત કરે અને તાંત્રિક બાબા વિશે પૂછપરછ કરી મળવા નો સમય જાણીને જલ્દી મળું એવી તાલાવેલી લાગી હતી વિરલને....ઓફિસ નાં કામમાં મન લાગતું નહોતું...એ જ્યાં ત્યાં રૂટીન કામ કરતા હતા...પ્રિયા પોતાની કેબિનમાં બેસીને ફાઈલો માં ખોવાઈ ગઈ...અને નવાં ટેન્ડર મંજૂર કરવા માટે ઓફિસ ની સેક્રેટરી લીનાને બોલાવી ને બધી વાત કરી ને સમજાવ્યું...ઘરેથી ...Read More

4

એક વધુ બલિ...ભાગ - ૪

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૪ ક્રાઈમ સ્ટોરી... ૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર...આ વખતે રાઘવે બહું મોટો હાથ માર્યો હતો... અહીં વસ્તીમાં તો ભાડાની ઓરડીમાં જ રહેતો હતો... આખો પરિવાર ગામડે હતો... આવાં બે ત્રણ કામો કરીને ગામમાં પોતાનું પાકું ઘર અને જમીન લીધી હતી... બાબા સાથે મળીને આવાં કારસ્તાન કરીને રૂપિયા રળતો હતો ... આ વખતે એણે વિરલ જોડે થી બધો ખર્ચ કાઢતાં બે લાખ નો હાથ માર્યો હતો... અને આ બધું પાર પડી જાય પછી કાયમ માટે ગામડે જતા રહેવાનો પ્લાન હતો...ઓફિસમાં નિકળીને એણે પ્લાન મુજબ વસ્તીમાં રહેતી અને ગાયનેક હોસ્પિટલમાં કચરા પોતાનું કામ કરતી મીના ને મળ્યો અને મીનાને કહ્યું ...Read More

5

એક વધુ બલિ.. ભાગ - ૫ - છેલ્લો ભાગ

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૫ ક્રાઈમ સ્ટોરી...૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર.....આમ બાબાએ બધી વિધિ પતાવીને રાઘવને કહ્યું એટલે રાઘવ ફટાફટ કામે લાગયો... બોલાવી લાવીને કહ્યું કે આ બાળકને બોરી ( કોથળામાં ) છુપાવીને કોઈ અવાવારૂ જગ્યાએ દફન કરી આવ હું તને પચીસ હજાર રૂપિયા આપીશ... ચમને હા કહી અને બોરીમા ભરીને સાયકલ પર મૂકીને નીકળી પડ્યો...બાબાએ વિરલ નાં મોં પર પાણી છાંટી ને હોશમાં લાવ્યા...અને પ્રસાદ ખવડાવ્યો...હવે વિરલ પૂરાં હોશમાં આવ્યો એણે પુછ્યું...બાબા પેલું બાળક ક્યાં ગયું???અને કાલી માતાએ બલિ નો સ્વીકાર કર્યો ને???બાબાએ કહ્યું બલિ માતાએ સ્વીકારી લીધો છે અને બાળક એની જગ્યાએ પહોંચી ગયું છે...તું બેફિકર રહે બચ્ચા...આમ કહીને કહ્યું ...Read More