અજ્ઞાત સંબંધ

(4.6k)
  • 221.8k
  • 93
  • 77.1k

અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. પૂનમના સફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી

Full Novel

1

અજ્ઞાત સંબંધ - ૧

અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. પૂનમના સફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી ...Read More

2

અજ્ઞાત સંબંધ - ૨

રિયા નાનપણથી જ અનાથઆશ્રમમાં મોટી થઈ હતી. એની પાસે વારસામાં એનું નામ અને એક લોકેટ જ હતાં. એ લોકેટને મમ્મીની આખરી નિશાની સમજીને એ હંમેશા એના ગળામાં પહેરી રાખતી. એ ક્યારેય ક્યાંય બહાર ફરવા કે મજાક મસ્તી કરવા નહોતી જતી. એની એવી ખાસ બહેનપણીઓ નહોતી, પણ એ એની કવિતા નામની એક મિત્ર સાથે એક ફ્લેટમાં રૂમ રાખીને એની જોડે રહેતી હતી. કવિતા અને રિયા એક સાથે જ રહેતી. બને એકબીજાને પોતાની બધી જ વાતો કહેતી. ...Read More

3

અજ્ઞાત સંબંધ - ૩

રિયાને નવાઈ લાગી. તે અરીસા પાસે ગઈ. અરીસામાં ખુદને જોઈને તે દંગ થઈ ગઈ. તેણે ગળા પર સ્પર્શ કર્યો હળવી ચીસ નીકળી ગઈ. હજુ રાત સુધી તો બધું બરાબર હતું, તો પછી અત્યારે કેવી રીતે આમ થઈ શકે - તે મનોમન વિચારી રહી હતી અને અચાનક તેને રાત્રે જોયેલા સપનાની વાત યાદ આવી અને ફરી તે ડરી ગઈ. વનરાજે તેને ગળે લગાવી અને એના પૂછવા પર રિયાએ રાતે જોયેલા સપનાની વાત કરી. વાત કરતા કરતા પણ તે ધ્રૂજી રહી હતી. આખી વાત જાણ્યા બાદ વનરાજ ખડખડાટ હસવા લાગ્યો. રિયાને ન ગમ્યું. ...Read More

4

અજ્ઞાત સંબંધ - ૪

એણે સતત પંદરેક મિનિટ સુધી ચાલ્યા જ કર્યું. અલબત્ત એણે ચાલવું પડતું હતું. એને કોઈક પરાણે ખેંચી રહ્યું હોય લાગતું હતું. એ ક્યાં જતી હતી એ એને જ નહોતી ખબર. આખરે એ એક જગ્યાએ આવી પહોંચી. શરૂઆતમાં તો એને ધુમ્મસની પરત વચ્ચેથી કાંઈ દેખાયું નહિ, પણ પછી ધુમ્મસ એની મેળે ઓછું થવા લાગ્યું. અલબત્ત સાવ ગાયબ ન થયું. એણે જે દ્રશ્ય જોયું એનાથી એ કંપી ઉઠી. એ એક કબ્રસ્તાન હતું ! પોતે અહીં કેવી રીતે આવી ગઈ એનું એને કંઈ જ ભાન નહોતું. એણે આજુબાજુ નજર કરી. ક્યાંય કોઈ જ નહોતું. માત્ર શાંત વાતાવરણમાં ઘુવડનો ઘૂઉ... ઘૂઉઉઉ... અવાજ અતિ બિહામણો લાગતો હતો. ...Read More

5

અજ્ઞાત સંબંધ - ૫

રિયાને એની આ ભાષા સમજાઈ નહીં. એ પ્રશ્નાર્થ નજરે ટેક્સીચાલકને પીઠ પાછળથી તાકી રહી. “માદડીયો કેડા આય ” વારંવાર યંત્રવત રીતે એક જ સવાલની લાઇન રિપીટ કરી રહ્યો હતો. ટેક્સી પુરપાટ વેગે દોડી રહી હતી. રિયા કંઈ સમજવાની કોશિશ કરે કે ટેક્સીચાલકે શું પૂછ્યું એ પહેલાં તો એ માણસે રેડિયોનો અવાજ ફુલ કરી નાખ્યો. બધા જ દરવાજાને લોક કર્યા, બારીઓના કાચ ચડાવી દીધા અને ટેક્સી ફુલ સ્પીડમાં ભગાવી મૂકી. રિયાના ફ્લેટવાળો રસ્તો ક્યાંય પાછળ રહી ગયો. ...Read More

6

અજ્ઞાત સંબંધ - ૬

રિયા હજી એ સદમામાંથી બહાર નહોતી આવી. આ ગોઝારી ઘટના યાદ કરીને તેના શરીરમાંથી કંપારી છુટી ગઈ. તે જીવતી છે એ વાત પર તેને હજું શંકા હતી. એ કેવી રીતે બચી ગઈ એ તો તેને પણ નહોતી ખબર. મોત તેની આંખો સામેથી પસાર થયું હતું. અરે, સામેથી નહીં, તેની માથે ઝળુંબતું હતું. તેણે વનરાજને કૉલ લગાવ્યો, પણ વ્યર્થ ! હજુ તેનો ફૉન સ્વિચ ઓફ જ આવતો હતો. રિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તેને વનરાજની સખત જરૂર છે, ત્યારે જ તે એની સાથે નથી. સાયકોથેરાપીની ના પાડી એટલી જ વાતમાં ને તેણે મોબાઇલ છુટ્ટો દિવાલ પર ફેંક્યો. મોબાઇલ ‘ડેડ’ થઈ ગયો. ...Read More

7

અજ્ઞાત સંબંધ - ૭

એ ઝડપથી ત્યાંથી પહેલી જ લિફ્ટમાં બેસી ગયો. તે અંદર ઘુસી ગયો ત્યારે તેને ખબર પડી કે આ ‘લિફ્ટ ચાર’ છે. તેણે ગભરાઈને ‘ઈમરજન્સી’ બટન દબાવી દીધું. કેમકે એ સારી રીતે જાણતો હતો કે કોહિનૂર બિઝનેસ હબ ના બંને ભાગમાં ફક્ત ત્રણ-ત્રણ જ લિફ્ટ છે ! વધારામાં આ લિફ્ટ બેઝમેન્ટમાં જઈ રહી હતી, જ્યારે હકીકત એ છે કે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે એક પણ અંડરગ્રાઉન્ડ વિભાગ નથી. તેણે બધાં બટન દબાવી દિધાં, પરંતુ એક પણ બટન કામ નહોતું કરતું. આખરે લિફ્ટ બેઝમેન્ટમાં જ ખુલી. ...Read More

8

અજ્ઞાત સંબંધ - ૮

બાબા થોડીવાર ધ્યાનની સ્થિતિમાં આવી ગયા. બંને આંખો બંધ કરીને થોડીવાર મૌન રહયા. થોડીવાર પછી ગંભીર સ્વરે બોલ્યા, “બચ્ચા કોઈ આત્મા તુમ્હારે પીછે પડી હુઈ હૈ જો તુમ્હે ઔર તુમ્હારી દોસ્ત કો નુકસાન પહુચાના ચાહતી હૈ...” “તો બાબા, આનો કોઈ ઉપાય છે... ” રિયાએ પૂછ્યું. “મુશ્કિલ હૈ...” બાબાએ વિચાર કરતાં કહ્યું, “પર નામુમકીન નહિ. યે લો...” એણે ભસ્મની એક પડીકી આપી, “ઇસ્કો અપને નિવાસસ્થાન કે આસપાસ છીડક દેના. કામ હો જાયેગા.” ...Read More

9

અજ્ઞાત સંબંધ - ૯

“મને બધી ખબર છે. મને એ પણ ખબર છે કે તે સોળ વર્ષની ઉંમરે પેહલો બળાત્કાર કરેલો. જેમાં તું હોવાને કારણે છૂટી ગયેલો. છૂટીને તું પાકીટ મારવા લાગ્યો જેના કારણે તને તારું ઉપનામ મળ્યું. પછી તું એક બાબાના આશ્રમમાં સેવક તરીકે નામ બદલીને રહેવા લાગેલો. ત્યાં થતા બધા ગોરખધંધાઓ જોઈને તને પણ તાંત્રિક તરીકે આશ્રમ ખોલવાનો મોહ જાગ્યો. તારી સાથે તારા જેવા થોડા ચેલાઓને લઈને તું આ શહેરમાં આવી ગયો. તારો ધંધો ધીરે ધીરે જામી ગયો. તને જોઈએ એ બધું જ મળવા લાગ્યું. સ્ત્રીઓ, પૈસો અને પ્રતિષ્ઠા... બધું જ.” પેલો આગંતુક છેલ્લું વાક્ય ભાર દઈને બોલ્યો. બાબાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. તે ફાંટી આંખે પેલા વ્યક્તિ સામે જોઈ રહ્યા. ...Read More

10

અજ્ઞાત સંબંધ - ૧૦

જાણે કોઈ ચલમનો બંધાણી હોય એમ એની આંખો લાલચોળ હતી. લાંબા સફેદ વાળ અને ચહેરો કરડો હતો. તેના ગળામાં વિચિત્ર તાવીજ જેવું લટકી રહ્યું હતું. થોડીવાર તે વનરાજને નીરખી રહ્યો... પછી એક રહસ્યમય સ્મિત આપીને તેણે હળવેકથી વનરાજનાં માથા પર હાથ મૂક્યો. ચમત્કાર થયો હોય, એમ વનરાજનો ડાબો હાથ સળવળ્યો. પેલા પહાડી આદમીએ તેના માથા પર, કપાળ પર અને પછી તેના ચહેરા પર હળવેકથી હાથ ફેરવ્યો. વનરાજનું મસ્તિષ્ક જાણે લાંબી તંદ્રામાંથી જાગૃત થયું ! હળવેકથી વનરાજે આંખો ખોલી. સામે એ પહાડી માણસ ઊભો ઊભો તેને તાકી રહ્યો હતો. વનરાજે તેને ન ઓળખ્યો. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો. પેલાએ ગરજતા અવાજે તેને કહ્યું, “રિયાની જિંદગીથી દૂર થઇ જા, નહીંતર અંજામ સારો નહીં આવે !” ...Read More

11

અજ્ઞાત સંબંધ - ૧૧

ધીમા પગલે બધા ગુફાની અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય તો વધુ બિહામણુ હતું. કોઈ સામાન્ય કમજોર મનના માણસનું હ્યદય તો ચીરીને તેના હાથમાં આવી પડે. બપોરનો સમય હોવા છતાં અંદર અંધારુ હતું. થોડા અંદર ગયા બાદ મસાલો સળગતી હતી. રોશનીને જોઈ એટલે બધાને હાશકારો થયો, પણ એ વધારે વાર સુધી ટકી શકે એમ નહોતું. એક મોટી કાળ ભૈરવની મૂર્તિ ત્યાં હતી. એક મોટા માટીથી બનેલા પાત્રમાં દીવો પ્રગટાવેલો હતો. ત્યાં એક લાલ રંગનું મોટું કુંડાળુ કરેલું હતું જેમાં એક માણસનું શબ પડેલું હતું તેને કંકાલના ડોકાની માળા પહેરાવવામાં આવી હતી. સફેદ રંગની ભભુત આખા શરીરે લગાડેલી હતી. બધા જ ચોંકી ઉઠ્યા. આસપાસ પણ ઘણા કંકાલ અને દીવાલો પર અમુક વિચિત્ર લખાણો લખેલાં હતાં. એક અજીબ પ્રકારની ગંધ એ ગુફામાંથી આવી રહી હતી. તે એક એવી સુગંધ હતી જેને વારંવાર માણવી ગમે. પરંતુ આ કોઈ અત્તરની કે અગરબત્તીના ધુમાડાની સુગંધ નહોતી એ તો નક્કી હતું. ...Read More

12

અજ્ઞાત સંબંધ - ૧૨

રતને કળશ મંકોડીને આપતાં કહ્યું, “આની આસપાસ કુંડાળું બનાવ, જલ્દી.” મંકોડીએ તેના માલિક રતનની આજ્ઞાનું પાલન કર્યું. કળશમાંથી પાણીની રેડીને શ્યામાની ચોતરફ કુંડાળું બનાવ્યું. શ્યામા તેને અવગણીને તેની બહાર નિકળવા ગયો ત્યાં જ જોરથી ભડકો થયો અને કુંડાળાની રેખામાંથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થઈ. ચમત્કાર જોઈને ગામવાળા પણ અચંબિત થઈ ગયા. જમીન પર પડેલો રણજિત આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. મનોમન તે રતનનો આભાર માની રહ્યો હતો. રતને મંકોડી તરફ હાથ લંબાવ્યો. મંકોડીએ કાચની બોટલ આપી. ...Read More

13

અજ્ઞાત સંબંધ - ૧૩

તરત જ આ જુવાન એન્જીનિયરનું દિમાગ દોડવા માંડ્યું. તેણે તરત જ રિયાને કોલ કર્યો, “રિયા ! મેં નક્કી કરી છે. આપણે તારી મમ્મીની આખરી નિશાની પરત લેવા માટે સુરત જઈશું.” વનરાજની વાત સાંભળીને રિયા ખૂબ ખુશ થઈ ગઈ અને ફોનમાં જ વનરાજનો આભાર વ્યક્ત કરતાં કેટલાંય અદ્રશ્ય ચુંબનો એણે મનોમન વનરાજને જડી દીધાં. વનરાજ ફોન કટ કરતાં મનમાં બબડ્યો, “રિયા ! આપણે તારા જીવન સાથેના આ ‘અજ્ઞાત સંબંધ’ને જ્ઞાત કરવા જઈ રહ્યાં છીએ.” એણે આખરે મન મક્કમ કરીને સુરત જવાનો નિશ્ચય કરી લીધો હતો. ...Read More

14

અજ્ઞાત સંબંધ - ૧૪

અચાનક રિયાને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે પાછળ ફરીને જોયું તો કોઈ હતું નહીં. કદાચ એને ભ્રમ થયો હતો કે કોઈ એને ધારી ધારીને જોઈ રહ્યું હતું. એણે ઝડપથી પોતાનો ટોવેલ ઉઘાડા શરીર પર વીંટી લીધો. થોડી ફડક પેસી ગઈ હતી રિયાના જહેનમાં. એકાએક એની નજર આયનામાં પડી અને એ જોરથી ચીસ પાડી ઊઠી, “વનરાજ.....!” એ બાથરૂમની બહાર નીકળવા ગઈ એ પહેલાં જ એની નજર સામે અંધારું છવાઈ ગયું. ...Read More

15

અજ્ઞાત સંબંધ - ૧૫

દીવાન મનસુખલાલે પોતાનું બધું જ્ઞાન કામે લગાડી દીધું અને છેવટે કચ્છના એક અંતરિયાળ વિસ્તારમાં, નાનકડી પણ રળિયામણી જગ્યા શોધી દિવસરાત જોયા વગર ત્રણ મહિનામાં ગામ વસાવવાની સુવિધા કરી. કોઈની નજરે ન પડે તે માટે ગઢ બનાવવો નહોતો એટલે એક સરસ મજાની ભવ્ય હવેલી બનાવડાવી. હવેલીની નીચે એક સુરંગ બનાવડાવી અને તેમાં રાજ્યનો ખજાનો છૂપાવ્યો. આ ખજાનાનો નકશો વિરેન્દ્રસિંહે જાતે તૈયાર કર્યો અને તેને એક લોકેટમાં બંધ કરીને હવેલીના કોઈક ખૂણે છૂપાવ્યો. પચાસેક પરિવાર વસાવી તેજરાજને અહીં લઈ આવ્યા. એવું કહેવાય છે કે આ રાજ્ય વસાવવા માટેની જગ્યા દીવાન મનસુખલાલે શોધી હોવાથી ગામનું નામ ‘દિવાનગઢ’ રાખવામાં આવ્યું. ...Read More

16

અજ્ઞાત સંબંધ - ૧૬

અચાનક ઈશાનનાં નાકમાં કંઈક ઘૂસ્યું. નશો થઈ જાય એટલી માદક ખુશ્બૂ તેના નાકમાં થઈ શરીરમાં પ્રવેશી. યંત્રવત રીતે કારને લાગી. આસ્ફાલ્ટનાં કાળા લીસા રોડ સાથે કારનાં ટાયરો ઘસાવાનો તિક્ષ્ણ અવાજ ઈશાનનાં કાન સુધી પહોચ્યો. એ સાથે જ કાર એકસો એંશી ડિગ્રી ઘૂમી ગઈ. એ ભાનમાં તો હતો, પણ જાણે પોતાના શરીર પર તેનો કાબુ નહોતો રહ્યો. બધું જ યંત્રવત બની રહ્યું હતું. કાર બમણા વેગથી સુરત તરફ પાછી વળી અને કોહિનૂર બિઝનેસ હબના પ્રાંગણમાં જઈને ઊભી રહી. ઈશાન કેપવાળું જેકેટ પહેરી નીચે ઉતર્યો. કમર પર બંને હાથ રાખી બિલ્ડિંગને ઘુરતો રહ્યો. ...Read More

17

અજ્ઞાત સંબંધ - ૧૭

ગુફાની એકદમ મધ્યમાં, કાળભૈરવની વિશાળ મૂર્તિની બરાબર સામે એક મોટું લાલ રંગનું કુંડાળું બનાવેલું હતું જેના સેન્ટરમાં ખૂદ રતનસિંહ હતો. જમીન પર નહીં, હવામાં બે ફુટ જેટલો ઉપર ! તેની ડોક અને બંને હાથ કોઈ મડદાની જેમ હવામાં લટકતા હતા અને બાકીનું શરીર હવામાં જમીનને સમાંતર હતું. આટલું અસામાન્ય દ્રશ્ય જોઈ આહિરના હોશ ઊડી ગયાં. તેનાં હાથમાંથી ચાંદીની થાળી છૂટી ગઈ. પણ આશ્ચર્ય !! થાળી જમીન પર ન પડી. હવામાં જ અધવચ્ચે લટકી રહી ! આહિરે ફાટી આંખોએ થાળી હવામાંથી જ ઊઠાવી લીધી. ...Read More

18

અજ્ઞાત સંબંધ - ૧૮

કચ્છના નાના રણમાં અત્યારે જોરદાર પવન ફૂંકાતો હતો. વંટોળ જેવી સ્થિતિ હતી. રેતીના ઢુવા બનતાં અને તૂટી જતાં હતાં. એક જગ્યાએ અચાનક જ અસામાન્ય ઝડપે પવન ફૂંકાવાનો ચાલુ થયો અને ત્યાં એક ખાડો બની ગયો. ખાડામાં એક હાડપિંજર પડ્યું હતું. એ જ ક્ષણે આકાશમાંથી પવન કરતાં પણ વધારે ઝડપે એક પ્રકાશપુંજ એ હાડપિંજર પર રેલાયું અને હાડપિંજર માનવ શરીરમાં બદલાવા લાગ્યું. એ હાંડપિંજરે જે માનવ શરીર ધારણ કર્યું હતું એ ખૂબ જાણીતો ચહેરો હતો. એના મુખ પર એક ભયાનક સ્મિત આવ્યું અને જોરજોરથી એ હસવા લાગ્યો. રિયા અચાનક જ કંઈ થયું હોય એમ ડરી ગઈ. એને કંઈક દેખાયું હતું. કંઈક ભયાનક... જે કદાચ એના જીવનમાં બનવાનું હતું. ...Read More

19

અજ્ઞાત સંબંધ - ૧૯

દિવાનગઢ તરફ જવાના રસ્તા પર એક ગાડી ઊભી હતી. એ ગાડીની પાસે જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ એક યુવતી ઊભી એ યુવતીએ પોતાના ગળાની આસપાસ એક સ્કાર્ફ વીંટાળેલો હતો. તેની આંખોમાં એક નિરાશા હતી. તેનો સુંદર ચહેરો કરમાઈ ગયેલો હતો. ગાડી આ જંગલી સ્થળે બંધ પડી હોય તેમ લાગી રહ્યું હતું. થોડીવાર પછી એક બીજી ગાડી તે રસ્તા પરથી પસાર થઇ. એ ગાડી એક યુવાન ચલાવી રહ્યો હતો. એ યુવાન છેલ્લા દસેક કલાકથી સતત ગાડી ચલાવી રહ્યો હતો. પેલી યુવતીએ તે યુવાનની ગાડી ઊભી રાખવા હાથ ઊંચો કર્યો. યુવાનને જલ્દી દિવાનગઢ પહોંચવું હતું. તે જાણતો હતો કે તે જલ્દી દિવાનગઢ નહીં પહોંચે તો ઘણા લોકો મૃત્યુ પામવાના હતા. ...Read More

20

અજ્ઞાત સંબંધ - ૨૦

“ચિંતા ન કરીશ, બચ્ચા ! મૈ આ ગયા હું.” ભંડારીબાબાએ જોરથી અવાજ દીધો. ઈશાનની સાથે સાથે શેતાની પ્રાણીઓનું પણ એ અવાજ તરફ ખેંચાયું અને અમુક પ્રાણીઓ ભંડારીબાબા અને માથુર સામે લપક્યાં. ભંડારીબાબા સાવચેત જ હતા. તમણે એ ઝુંડ ઉપર પોતાની પહેરેલી માળા કંઈક મંત્રોચ્ચાર કરીને ફેંકી અને જેટલાં શેતાની પ્રાણીઓને માળા અડી તે બધાં ભસ્મીભૂત થઈ ગયાં, પણ તે ઝુંડના અમુક પ્રાણીઓ બચી ગયા હતાં. તેમણે બાઈક ઉપર પાછળ બેઠેલા માથુરને ખેંચી લીધો અને તેના ઉપર ખરાબ રીતે તુટી પડ્યાં. માથુરની દર્દનાક ચીસોથી જંગલ ગુંજવા લાગ્યું અને ભંડારીબાબાને તૈયારી કર્યા વગર આવવાની ભૂલ સમજાઈ. ...Read More

21

અજ્ઞાત સંબંધ - ૨૧

રિયાને પલંગ પર કશુંક ચાલી રહ્યું હોય તેવો અવાજ આવ્યો. બીજી જ ક્ષણે દિવાનસિંહે પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો. શરીર હવામાં ફર્યું. તે હવે ઉંધી થઇ ગઈ હતી. તેનો ચહેરો પલંગ તરફ હતો. તેને પલંગ પર ફરી રહેલી ચીજ દેખાઈ... તે અસંખ્ય મંકોડા હતા. તેઓ પલંગ પર ઉભરાઈ રહ્યા હતા. પલંગની એક ઇંચ જગ્યા પણ ખાલી નહોતી. એ ભૂખ્યા ડ્રાઈવર મંકોડા રિયાના નગ્ન શરીરની જયાફત ઉડાવવા તલપાપડ જણાતા હતા. “આ મંકોડાને મનુષ્યનું માંસ બહુ ભાવે. એ મોટા હાથીના શરીરને પણ એકાદ દિવસમાં હાડપિંજરમાં ફેરવી નાખવા સક્ષમ છે. તારું કોમળ માંસ તો એ થોડી મિનિટોમાં જ ખાઈ જશે.” ...Read More

22

અજ્ઞાત સંબંધ - ૨૨

લોકેટ સાથે રમત કરી રહેલા ઈશાનના હાથનો નખ અચાનક લોકેટના જમણી બાજુના ચોરસ પડખામાં કોઈક ફાંટમાં ભરાયો. ઈશાન ચમક્યો. એ ફાંટમાં ભરાયેલા નખને સહેજ ભાર આપ્યો કે એના આશ્ચર્ય વચ્ચે એ ચોરસ પડખું ખૂલી ગયું અને એ લંબચોરસ લોકેટનું પોલાણ દેખાયું. એ પોલાણની અંદર નજર પડતાં જ ઈશાન ચોંકી ઉઠ્યો. એકદમ પાતળા જૂનવાણી કાગળ જેવું કંઈક અંદર ગડી કરીને મૂકેલું હતું. એણે એકદમ ધીમે રહીને એ કાગળ જેવી વસ્તુ બહાર તરફ ખેંચી. એ એક જર્જરિત અવસ્થામાં પહોંચી ગયેલો કાગળ જ હતો. પણ આટલા જર્જરિત કાગળની ગડી ઉકેલવી કેમ ...Read More

23

અજ્ઞાત સંબંધ - ૨૩

એમ હાર માનીશ નહીં એવું મનોમન વિચારીને હું એ છોકરીને લઈને એ મંડપમાંથી બહાર નીકળી. એટલી વારમાં જ ક્યાંકથી માણસો આવી ચડ્યા. ‘અબે, પકડ વો દોનો કો... ભાગને ન પાયેં...’ એકે ત્રાડ નાખી અને ચારેય દોડ્યા. અમે હિંમત કરીને તેમનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યા. મને લાગતું હતું કે તેઓ અમને પકડી લેશે અને બન્યું પણ એમ જ. હું એકના હાથમાં આવી ચડી, પરંતુ ખુશીની વાત એ હતી કે પેલી છોકરી દૂર નીકળી ચૂકી હતી. બે માણસો તેની તરફ ગયા અને બીજા બંનેએ મને પકડી. ગંદી ગાળ બોલીને માણસે મને તમાચો ઝીંકી દીધો. હવે હું ઉશ્કેરાઈ ગઈ હતી. સમસમી ગઈ હતી. ...Read More

24

અજ્ઞાત સંબંધ - ૨૪

“આ કોઈ નિશાન જેવું લાગે છે. આ નિશાન કોઈ રાજકીય ચિહ્ન છે. કોઈ રાજાનું ચિહ્ન... આ ચિહ્ન મેં ક્યાંક છે. પહેલાના જમાનામાં રાજાઓ મુશ્કેલીના સમયે છૂપવા માટે કેટલીક છૂપી જગ્યાઓ બનાવડાવતા. એવી જગ્યાઓની ઓળખ માટે આવા કોઈક નિશાન તેમની પર કોતરાવતા. આ દિવાનસિંહની છૂપવાની જગ્યાનું નિશાન છે. એવી એક જગ્યા જંગલમાં છે. મેં એ જગ્યા જોયેલી છે.” શાસ્ત્રીજી યાદ કરીને બોલ્યા. ...Read More

25

અજ્ઞાત સંબંધ - ૨૫

“એ પિશાચ અહીંનો છેલ્લો રાજા દિવાનસિંહ છે. પોતાનો વારસો જોઈતો હશે એને.” વનરાજે પોતે લાઈબ્રેરીના પુસ્તક ‘દિવાનગઢનો ઇતિહાસ’માં વાંચેલી વાત કરી. “ના, એને ખજાના કરતાં તેની સાથે પડેલી એક સોનાની મુઠવાળી તલવારમાં રસ છે. કહેવાય છે કે એ તલવારથી દુનિયાની દરેક આસુરી શક્તિનો નાશ શક્ય છે અને એ જ પ્રમાણે જો એ તલવાર ખરાબ શક્તિના હાથમાં આવી જાય તો તે અજય-અમર બની જાય.” રતનસિંહે વાત કરી. ...Read More

26

અજ્ઞાત સંબંધ - ૨૬

અંબાએ તંત્રમંત્રના અતિશય જાપ કર્યા અને એક અઠવાડિયા સુધી સખત મહેનત કર્યા બાદ દિવાનસિંહને હંમેશા માટે કેદ કરવા સક્ષમ તેણે મરહૂમ દિવાનસિંહને એક કોફિન જેવી પેટીમાં કેદ કર્યો અને એની જ હવેલીની બાજુમાં આવેલા બગીચામાં હંમેશ માટે દફન કરી દીધો. એ દિવસથી દિવાનસિંહ હંમેશા માટે દિવાનગઢની તેની હવેલીમાં કેદ થઈ ગયો હતો. ત્યાર પછી એ હવેલીમાં જવા પર પણ પાબંધી લગાવવામાં આવી હતી. ...Read More

27

અજ્ઞાત સંબંધ - ૨૭

“વાહ ડેની ! આજે હું તારા પર ખૂબ ખુશ થયો છું. એ ખજાનાના વીસ ટકા તારા...” સામેથી બખ્તાવરનો અવાજ ભાઈ, ત્યાં શેતાની આત્મા છે...” ડેની માંડ તેના ગળાનું થુંક નીચે ઉતારતાં બોલ્યો. “અરે, આ આત્મા-બાત્મા કિતાબો અને ફિલ્મોમાં સારાં લાગે. અસલ જીવનમાં નહિ, બેવકૂફ. હા... હા... હા...” બખ્તાવર જોરથી હસી પડ્યો. “હું સાચું કહું છું. થોડા મહિનાઓ પહેલાં મેં ચાર મજૂરોને એક કબર ખોદવા મોકલ્યા હતા જેથી એ નકશો મેળવી શકાય. એ ચારેયને એટલું બદતર મોત મળ્યું છે કે કહી ના શકું. ગામવાળાઓનું કહેવું છે કે આ કામ એ જ શેતાની શક્તિનું છે.” ડેનીએ ગભરાઈને કહ્યું. ...Read More

28

અજ્ઞાત સંબંધ - ૨૮

મહામહેનતે તે મૂર્તિ ઉપાડવામાં સફળ થયો અને જેવી તેણે મૂર્તિ ઉપાડી કે હવેલીના ઉપરના માળેથી અચાનક હજારોની માત્રામાં સામાન્ય નાનાં ચામાચીડિયાંનો એક પ્રવાહ પોતાની તરફ આવતો તેને દેખાયો. આ દૃશ્ય જોઈને બધાં હેતબાઈ ગયાં. પેલો મૂર્તિ પડતી મૂકીને બીકનો માર્યો હવેલીની બહાર જવા દોડ્યો, પણ દરવાજો ‘ધડામ’ કરતો અચાનક જ બંધ થઈ ગયો અને પેલી ચામાચીડિયાંની સેર તેની પર તૂટી પડી. કોઈ કંઈ કરે તે પહેલાં તો ડેનીનો સાથી જીવતા જાગતા માણસમાંથી ઠેકઠેકાણેથી ખવાયેલી એક વિકૃત લાશમાં ફેરવાઈ ગયો. ...Read More

29

અજ્ઞાત સંબંધ - ૨૯

જે જગ્યાએ ડેની પટકાયો હતો ત્યાં રતનસિંહ ગયો. ત્યાં એક ચોરસ આકારનો જમીનથી સહેજ ઉપસી આવેલો પથ્થર હતો. ધ્યાનથી જ તે વિશે કોઈને ખબર પડે તેમ હતું. હવે રતનસિંહ કંઈક સમજી રહ્યો હતો. રતનસિંહ તે જગ્યાએ ઊભો રહ્યો અને ફરી દરવાજો ડાબી તરફ થોડો ખૂલ્યો. પરંતુ તેમ છતાંય તે એટલો પણ નહોતો ખૂલ્યો કે કોઈ તેમાંથી પસાર થઈ શકે. “આપણી આસપાસ બધી જગ્યાએ તપાસ કરો. હજુ આવી ચોરસ જગ્યાઓ હશે.” રતનસિંહે કહ્યું. ...Read More

30

અજ્ઞાત સંબંધ - ૩૦

રાત્રિ થવા આવી હતી. બખ્તાવર અને ડેની હવેલીના મુખ્ય કક્ષ સુધી પહોંચી ગયા હતા. ઘણા મહિનાઓની મહેનત આજે ફળદાયી થઈ હતી. તેમ છતાંય હજુ તેઓ બીજી વાર આવશે અને વધુ ઝવેરાત લૂંટશે એવી મનોમન ઈચ્છા હતી. બન્નેને હવેલીનો મુખ્યદ્વાર દેખાતો હતો જ્યાંથી બહાર નીકળી શકાતું હતું. તેઓ બન્ને એ દિશામાં આગળ વધે એ પહેલાં કોઈનો અવાજ કાને અથડાયો. “મારી મહેનતનો ખજાનો લઈને ક્યાં જાઓ છો ” કોઈનો ઘાટીલો બિહામણો અવાજ તે બન્નેને સંભળાયો. બન્નેએ પાછળ ફરીને જોયું. ...Read More

31

અજ્ઞાત સંબંધ - ૩૧ (અંતિમ પ્રકરણ)

ઈશાનની પાછળ જમીન પર પડેલો દિવાનસિંહ ઊભો થયો અને દોડીને ઈશાનને ક્રૂરતાપૂર્વક ભેટ્યો. તેના શરીરમાંથી આગ ઝરવા લાગી અને આગની જ્વાળાઓમાં ઈશાન સમેટાઈ ગયો. તેણે બાહુપાશમાંથી છૂટવા અંતિમ મરણીયા પ્રયાસો કર્યા, કમરામાં તેની ભયંકર કારમી ચીસો સંભળાવા લાગી, અને અંતે તે બળીને ખાખ થઈ ગયો. “ઈશાન...!” ત્યાં હાજર રહેલા લોકોએ જોરથી ચીસો પાડી. ...Read More