મંદબુધ્ધિ કોણ

(49)
  • 17.4k
  • 3
  • 6.6k

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૧ ડિસક્લેમર આ વાર્તામાં ઉલ્લેખિત બધા પાત્રો, શહેરો, વ્યવસાય વગેરે કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ સાથે કોઈ પણ સામ્યતા, જીવંત કે સંયોગ ધરાવતું નથી. વાર્તા ચોક્કસ શહેરો, વ્યક્તિઓ, સંગઠનો, જૂથો, વ્યવસાયો અથવા વ્યવસાયો પર ટિપ્પણી કરતી નથી. આ ફક્ત કાલ્પનિક વાર્તા છે. "મંદબુધ્ધિ કહો કે બુધ્ધિશાળી, વ્યક્તિની ઓળખ તો તેની પરિસ્થિતિ, સ્વભાવ અને સંજોગો ઉપરથી જ ખબર પડે." આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે વ્યક્તિને કોઇએ કરેલી ભુલની સજા આખી જીંદગી ભોગવવી પડી. અને એ ભોગ બનનારને આપણે માનથી બોલાવવાને બદલે ગાંડું, ગાંડપણ, બેવકુફ વિગેરે જેવા અપમાનીત શબ્દોથી બોલાવી રહ્યા છીએ. શું એ યોગ્ય છે? શું આપણે

New Episodes : : Every Monday

1

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૧

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૧ ડિસક્લેમર આ વાર્તામાં ઉલ્લેખિત બધા પાત્રો, શહેરો, વ્યવસાય વગેરે કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ સાથે કોઈ પણ જીવંત કે સંયોગ ધરાવતું નથી. વાર્તા ચોક્કસ શહેરો, વ્યક્તિઓ, સંગઠનો, જૂથો, વ્યવસાયો અથવા વ્યવસાયો પર ટિપ્પણી કરતી નથી. આ ફક્ત કાલ્પનિક વાર્તા છે. "મંદબુધ્ધિ કહો કે બુધ્ધિશાળી, વ્યક્તિની ઓળખ તો તેની પરિસ્થિતિ, સ્વભાવ અને સંજોગો ઉપરથી જ ખબર પડે." આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે વ્યક્તિને કોઇએ કરેલી ભુલની સજા આખી જીંદગી ભોગવવી પડી. અને એ ભોગ બનનારને આપણે માનથી બોલાવવાને બદલે ગાંડું, ગાંડપણ, બેવકુફ વિગેરે જેવા અપમાનીત શબ્દોથી બોલાવી રહ્યા છીએ. શું એ યોગ્ય છે? શું આપણે ...Read More

2

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨ ભાગ-૧ માં આપણે વાંચ્યું કે હું મારા કામ સબબ દાહોદ હતો અને ત્યાં મારા કામના દિવસો હોઇ મને વસવાટ માટે એક સોસાયટીના મકાનમાં ઉતારો મળેલ. એ સોસાયટીમાં એક પરિવારની દિકરી કે જેનું નામ સેજલ, તેને સોસાયટીના નાના બાળકો અને તેના જ પરિવારના સભ્યો ગાંડી કહીને ચીડવતાં હતાં અને હું એ જાણવા ઉત્સુક હતો, કે કેમ નોર્મલ અને સામાન્ય જણાતી દિકરી સેજલને લોકો ગાંડી કહીને બોલાવી રહ્યા છે...!! હવે આગળ.... સેજલનાં જીવનનું આ રહસ્ય જાણવા માટે હું ઉત્સુક હતો. પણ મનમાં એક અવઢવ હતી કે પૂછવું કોને? એટલે મેં રમેશભાઇ સાથે મિત્રતા કેળવવાનું નક્કી કર્યું. રવિવારના ...Read More

3

મંદબુધ્ધિ કોણ...? ભાગ-3

મંદબુધ્ધિ કોણ...? ભાગ-3 (ભાગ- ૧ અને ૨ માં આપણે કે હું મારા કામ સબબ દાહોદ ગયેલો અને એક સોસાયટીમાં મને ઉતારો આપેલો. તે સોસાયટીમાં રહેતા એક પરિવારની દિકરી સેજલને નાના બાળકો અને તેના ઘરના સભ્યો ગાંડી કહીને બોલાવતા. તે જોઇ મને અજુગતું લાગેલ અને સેજલને ગાંડી કહીને બોલાવવા પાછળનું કારણ જાણવા હું ઉત્સુક હતો.) હવે આગળ... પછીના થોડા દિવસ હું મારા કામમાં એટલો વ્યસ્ત થઇ ગયો કે મને રોજ સાંજની આદતની જેમ ગાર્ડનમાં બેસવાનો સમય મળતો ન હતો. તેવામાં અચાનક એક દિવસ હું જ્યારે મારા કામ પરથી ઘરે પરત આવતો હતો ત્યારે મેં સેજલનાં ઘરની બહાર ...Read More

4

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪ ભાગ-૩ માં આપણે વાંચ્યું કે સેજલની આવી પરિસ્થિતિ અંગે જાણવા માટે રમેશભાઇએ સેજલના જન્મ વાત મને કહેવાની શરૂ કરેલી અને તે મુજબ સેજલનાં જન્મ પછી ઘરનાં બધા સભ્યો ખુબ ખુશ હતાં. તેના જન્મના એકાદ વર્ષમાં મારા સૌથી નાના ભાઇએ પ્રેમ લગ્ન કર્યાં. શરૂઆતમાં તો ઘરનાં સભ્યોએ આ લગ્નને અનુમતિ ન આપી પણ પછી બધાએ આ લગ્ન સ્વિકારી લીધા. તેની પત્નિ લાલચુ અને શંકાશિલ સ્વભાવની હતી. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે અવનવા પેંતરા કરતી રહેતી હતી. અને તે હંમેશા મિલકતની બાબાતમાં મારા ભાઇને ચઢાવતી રહેતી. એટલે ધીરેધીરે ઝઘડાઓ ઘરમાં વધતાં રહ્યા. હવે આગળ... ...Read More

5

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૫

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૫ ભાગ-૪ માં આપણે વાંચ્યું કે સેજલ પડી ગઇ હોઇ તેને દવાખાને પાટાપીંડી કરી અમે ઘરે લઇ અને થોડા દિવસ પછી ડોક્ટરે પાટો કાઢી નાંખ્યો. અને સેજલ પહેલા જેટલી સુંદર અને ક્યુટ દેખાતી તેવી જ ફરી દેખાવા લાગી પણ.....!! હવે આગળ... પણ સેજલના હાવ-ભાવમાં થોડો બદલાવ જોવા મળ્યો. અમે સેજલને બોલાવીએ તો એ કોઇ પ્રતિક્રિયા આપતી ન હતી. એક રીતે કહીએ તો એક-બે વર્ષના બાળકને રમાડીએ અને હસાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ બાળકના જે હાવ-ભાવ, રિસ્પોન્સ હોય તે સેજલમાં દેખાતા ન હતાં. જાણે સેજલ અમને ઓળખતી ન હોય અથવા તેના મગજ સુધી જે-તે પ્રતિક્રિયાનો સંદેશ પહોંચતો ...Read More

6

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬ ભાગ-૫માં આપણે વાંચ્યું કે સેજલનો રિપોર્ટ વાંચીને અમને સમજાવતા હતા તે સાંભળીને અમારી આંખોમાં આંસુ આવી ગયા...!! હવે આગળ... ડોક્ટરે અમને મેડિકલ લેન્ગ્વેજ સરળ ભાષામાં સમજાવતા કહ્યું, સેજલ પડી ત્યારે તેને જે ઇજા થઇ તે દરમ્યાન તેના મગજની કોઇ એક નસ દબાઇ ગઇ છે જેની અસર તેના મગજ પર પડી છે. જેનું પરિણામ એ આવશે કે સેજલના મગજ સુધી સંદેશાઓ મોડા પહોંચશે, તેની સમજણ શક્તિ મંદ પડી જશે. યાદ શક્તિ જતી રહે અથવા ઘટી જવા જેવા પણ પરિણામો આવી શકે છે. જેમ-જેમ મોટી થશે તેમ-તેમ માત્ર શારિરીક બાંધો જ મોટો થશે. ...Read More