"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો ! હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું

New Episodes : : Every Tuesday

1

ડફોળ - ભાગ 1

"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો ! હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું ...Read More

2

ડફોળ - ભાગ 2

"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની ...Read More