કાવ્યસેતુ

(44)
  • 65k
  • 3
  • 24.7k

મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો ને મારો રંગ કૈક જુદો,આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,લીલો તારી સાદગી નો, તો કેસરી મારી ઉગ્રતાનો,નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,વાદળી તારી શીતળતા નો, તો વધેલા બધા સુખ દુઃખ ના,આ બધાય રંગો ની રંગત માં,આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!(15/05/2014)‘સેતુ’ — શ્વેતા પટેલ.............................................................................માંગુ …. જીવનભર તારો સાથ માંગુ, સાથી તારો પ્યાર માંગુ,અવનવી મહેફિલોની રોનક સંગ,સાથી તારો નજારો માંગુ,અઢળક વાતોના વંટોળમાં,તારા વિશ્વાસનો વિસામો માંગુ,માંગી આમ તો આખી જિંદગી,છતાં પલે પલ ના પારખાં

New Episodes : : Every Thursday

1

કાવ્યસેતુ - 1

મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો મારો રંગ કૈક જુદો,આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,લીલો તારી સાદગી નો, તો કેસરી મારી ઉગ્રતાનો,નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,વાદળી તારી શીતળતા નો, તો વધેલા બધા સુખ દુઃખ ના,આ બધાય રંગો ની રંગત માં,આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!(15/05/2014)‘સેતુ’ — શ્વેતા પટેલ.............................................................................માંગુ …. જીવનભર તારો સાથ માંગુ, સાથી તારો પ્યાર માંગુ,અવનવી મહેફિલોની રોનક સંગ,સાથી તારો નજારો માંગુ,અઢળક વાતોના વંટોળમાં,તારા વિશ્વાસનો વિસામો માંગુ,માંગી આમ તો આખી જિંદગી,છતાં પલે પલ ના પારખાં ...Read More

2

કાવ્યસેતુ - 2

વેલવિશર ... અજાણ્યા એ વ્યક્તિએ, ન જણાતાં છતાં, સાથ નિભાવી જાણ્યો... વાતના થોડા વિસામાથી, પૂરો ટેકો આપી, સાથ નિભાવી સાચી રાહ પર, માર્ગદર્શનના મુસાફર બની, સાથ નિભાવી જાણ્યો... ન કદી કોઈ સંબંધ, છતાં વેલવિશર બની, સાથ નિભાવી જાણ્યો.... જિંદગીના થોડા પડાવમાં, સહારો સાધી, સાથ નિભાવી જાણ્યો... નિઃસ્વાર્થ એ સમંદરમાં, મોજાંનો 'સેતુ' બની, સાથ નિભાવી જાણ્યો.... .......................................................... ગિફ્ટ... દિલ તો કહે ચાંદ સિતારાઓની સોગાદ આપું, પણ ત્યાં સુધી પહોંચે એટલા હાથ નથી.... ચોકલેટના ખડકલા કરવાનું મન થયું, ખાંસી થઇ જશે તમને એનો ડર પણ ઊઠયો. ટી શર્ટ, જીન્સ ગિફ્ટ કરવા મન ડોલ્યું, પણ એ તો થોડા દિવસના ઘરાક લાગ્યા, પરફયુમ ...Read More

3

કાવ્યસેતુ - 3

અમદાવાદ અસલ અમદાવાદી મિજાજ, બોલીથી પકડાઈ જાય! ચીવટાઈ ભરેલી બોલી, એમાંય જલેબી જેવી મીઠાશ! જલસાભેર જીવતા અહીં હરેક લોક, જઈ આવે જે રાતે માણેકચોક, ભદ્રનાં મહાકાળી કરે રખેવાળી, ફરકણી અહીં કાંકરિયાની પાળી! એલિસબ્રિજ જોડે શહેરને સજ્જ, સરદારબ્રિજ ને નહેરુબ્રિજ સાથ પુરાવે સંગ! રિવરફ્રન્ટનાં સહેલાણીઓ સંગ, અમદાવાદ એના રંગે રંગ! દરવાજા ત્રણ કે લાલ, પ્રેમ પુરે હરપળ! પોળનાં ઇતિહાસ હજીય, રેલાય અલૌકિક સંપ ! જ્યાં માણસાઈની વાડ છે, એ વાડજ અડીખમ છે! શાહી દરબાર ભલે રાજાઓના હોય, અહીં તો શાહીબાગ છે! પૂર બધા સરસ છે અહીં, દરિયા હોય કે ગોમતી-કાલુ ! પલળવાની મોસમની મોજ, પાલડી - આશ્રમરોડ રોજ! મણિ હર ...Read More

4

કાવ્યસેતુ - 4

રોશની તો એ જ છે... ઉગતા સુરજ ની રોશની તો એ જ છે, પણ પ્રદુષણ વચ્ચે એની એની સાંધ્યા ક્યાં ઓસરાય છે? પર્વતો ની ઊંચાઈ ને ખીણોની ગહેરાઈ તો એ જ છે, પણ એની અલગારી અસ્મિતા ક્યાં મેળવાય છે? નદી ના ઝરણાંનું સંગીત તો એ જ છે, પણ સાગર સંગ એનું મિલન ક્યાં સમય છે? માટી ની મીઠી મીઠાશ એ જ છે, પણ સિમેન્ટ ના જંગલ માં એ ગંધ ક્યાં દેખાય છે? પંખીઓ ના સવાર સાંજ ના કલરવ તો એ જ છે, પણ ભૌતિકવાદી ભંવર માં એ ક્યાં સંભળાય છે? બોલી ને ભાષા ના ...Read More

5

કાવ્યસેતુ -5

તારા વગર સૂનું લાગે!... મહેફિલ ગમે તે હોય, તારા અવકાશ વગર સૂનું અવસર ગમે તે હોય, તારા સંગાથ વગર સૂનું લાગે! કિનારો ગમે તે હોય, તારા સહારા વગર સૂનું લાગે! સુખ ગમે તે હોય, તારા સાનિધ્ય વગર સૂનું લાગે! દુઃખ ગમે તે હોય, તારા આશ્વાસન વગર સૂનું લાગે! પીડા ગમે તે હોય, તારા મલ્હમ વગર સૂનું લાગે! ફરિયાદ ગમે તે હોય, તારા શબ્દો વગર સૂનું લાગે! સંગીત ગમે તે હોય, તારા સૂરો વગર સૂનું લાગે! સમર્પણ ગમે તે હોય, તારા સહકાર વગર સૂનું લાગે! જિંદગી ગમે તે હોય, ...Read More

6

કાવ્યસેતુ - 6

રીયલ ઇન્ડિયા આ શું થઇ રહ્યું છે? દેશવ્યાપી નિરાશાના સૂરો, કોઈ પેંશન ને લઇ ને આક્રોશ ઓકે, અનામતની માંગણી ની રેલી યોજે, તો વળી એનો વિરોધપક્ષ હોબાળો કરે, ક્યાંય શાંતિ નથી,ને ક્યાંય સંતોષ નથી, લોકસભા હોય કે પંચાયત સભા, નેતાઓ ધોળાં ગાભા પહેરી આમને-સામને, એકબીજા પર વાક્યુદ્ધ પ્રહારે, ને મીડિયા એમાં મસાલો પીરસે, ક્યાંક વળી કોઈ કૌભાંડનો કિસ્સો ચગે, ને તેની જડ પામવા સીબીઆઈ દોડે, ને કોર્ટ સુનવણી ની તારીખોના મારા કરે! આ શું છે બધું? સાચે ઇન્ડિયા લોકશાહી માં જીવે છે? ગુલામી કરતા ભૂંડી છે હાલત અહીં, શું ધારેલું ગાંધી, સરદાર અને ક્રાંતિવીરો એ? રામ, કૃષ્ણ અને ...Read More

7

કાવ્યસેતુ -7

ભોલી વિદાય ના આંસુ હતા મારી આંખમાં ને, એના ડુસકા હતા તારા એ ભોલી સુરત ભુલાતી નથી હજી, આપણે ઋણાનુબંધ એવું તે ચૂકવ્યું, હું કશું કહું ન છતાંય તને, ને તું સાંભળી લે વગર કહ્યે… સાથે વિતાવેલા પળોની મોહતાજ જ, આજે યાદો માં વણાઈ ગઈ, એ સંભારણા આજેય ભૂલતા નથી. માટીમાં રમેલી ધૂળી એ રમતો, દોસ્તો સંગ રમેલી સંતાકૂકડી, હર હંમેશના સંગાથી નથી બનતી. ભણતરના ભરમાં ભૂલ્યા વગર, તને આવડે તો જ મને આવડે, તોય હવે જિંદગી ભણી નથી શકતી, સપનાઓ ઘણા જોયા સાથે આપણે, રોજ પુરા ...Read More

8

કાવ્યસેતુ - 8

જૂની શેરી।...... બચપણ માં છુટા પડ્યે વર્ષો થઇ ગયા, સાથે રમેલી સંતાકૂકડી માં, ખબર નહીં ખોવાઈ ગયા! જાડી માસીના આંગણે જઈને, ઉઠાડી દઈને મચાવેલી ધૂમ, ભરબપોરે બધાને ભેગા કરીને, આખી શેરી ગજાવવાની મજ આપણી, અગાસી પાર જઈને કચુકા ને આમલી ને, રેતીના ઢગલામાંથી સ્ટોનની શોધખોળ, શેરીના ગલૂડિયાં માટે ડોગ-હાઉસ બનાવવા, ઈંટ-માટી ભેગા કરવા, એ બધું જાણે ભુલાઈ જ ના ગયું હોય! શેરી છૂટી, શહેર પણ છૂટ્યું, આજે તે યાદ તાજી બની ગઈ, ઘણા સમયે પગલાં અહીં પડ્યા તો, ને જૂના પણ થોડા બદલાયેલા, સાદ સાંભળીને જરા પાછળ ફરું ત્યાં તો, જૂની પેલી મિત્રો ની ટોળી, મને ઓળખાવા ...Read More

9

કાવ્યસેતુ - 9

લખાણ નાની અમથી આંગળીઓ, ને એમાંય નરમાશ, કોમળતાના કદમથી, પેન ઉપાડી એક બાળકે!! ઘણું લખવાનો ઉન્માદ, સાહસ સમર્થ સમ, એ નથી ખબર શું કંડારશે, છતાં જીજ્ઞાશા ઊંડી છે, બધું જ આવડે છે, એ આત્મવિશ્વાસ સંગ, અંગુઠાના ટેકાથી, પેન ની પકડ કડક કરી, મૃદુતાથી શુભારંભ કર્યો!! તૂટક-તૂટક તો થોડી અલય, લીટીઓ માંડવાની ક્ષમતામાં, સંતોષ પૂરો એનો!!! ખુશીઓનો પાર નહોતો, આનંદિત એ આંગળીઓનો, ને મન ની મૃદુતાનો, એ પહેલી વાર લખાણનો!! "સેતુ' શ્વેતા પટેલ (24/04/2020) .................................................. લગ્નસંબંધ સહિયારા સપનાઓની કેડી,નાં તારી નાં મારી,પરિવારોનાં મિલનની,પરસ્પરના વ્યવહારોની,રિવાજોની,વડીલોના આશિષની,લગ્નની ચોરીના સગપણની!તુંય અજાણ ને હુંય અજાણ,ઓળખીતા તો માત્ર સંબંધી,ગોઠવી નાખી જોડી,એય ઈશ્વરના પ્રસાદ ...Read More

10

કાવ્યસેતુ -10

ખુદથી ફરી પ્રેમ થઇ ગયો! પ્રેમ થયો... ફરી પ્રેમ થયો....જૂની લાગણીઓ સાથે,જૂની યાદો સાથે,એ હર એક પલ સાથે જેને મૂકી દીધા હતા અજાણ્યે,ખરેખર તો પોતાની જાત સાથે જ!સફળતાના શિખર પાર કરવા,દોડતા જ રહ્યા નિરંતર,બધું જ મેળવીને છતાંય જે ગુમાવ્યું,એ પામી લીધું,એ પ્રેમ પામ્યો જે અંતઃકરણમાં હજી સૂતો હતો!જૂની એ પસ્તીના ઢગલામાંથી,ચીતરેલા સ્વપ્નાં કાઢ્યા,ને એને જીવંત કરવાની મોકળ માંડી,ઘરના એ ખૂણાઓ જ્યાં બેસવા સમય નહોતો,એ જ ખૂણાઓને ખુદના અહેસાસથી સિંચન કરવા,એ ઘરનો સ્નેહ પામવા સમય મળ્યો!પ્રેમ થઇ ગયો...મને ખુદથી ફરી પ્રેમ થઇ ગયો! ................................................. પ્રેમપત્ર એ મીઠાશ ભરી વાચામાં,સંવેદના હતી સુરમ્યતામાં,અઢળક એ પૂર્ણ પ્રેમમાં,છલકાતો અતૂટ લાગણીમાં,અલય અવાક પાનામાં,અક્ષરો અમથા આભામા,લખાન ...Read More

11

કાવ્યસેતુ -11

દસ્તક દે.... સ્વપ્ન એ દીધા,આંખના દરવાજે,દસ્તક મીઠાં! અરમાનો દે, દિલના દરવાજે,દસ્તક મીઠાં! મહેફિલો દે મોજના મીઠાં! જાદુગરી દે,જાદુના દરવાજે,દસ્તક મીઠાં! તારો પ્રેમ દે,મનના દરવાજે,દસ્તક મીઠી! મારી માયા દે,પ્રેમના દરવાજે,દસ્તક મીઠી! .......................................... ભીનું પંખી સુસવાટા તેજ અલય,ને એમાંય વીજળી અપરંપાર,નહીં કોઈ રોકવાના એંધાણ,નાં ક્યાંય છુપાવાના મોકાણ!નાના અમથા તણખલાઓ,ને એમાંય બાકોરાં અગોતરાઓ,વરસતી વાદલડીઓમાં તેજ,પોરા કાંકરા સમાન!જોતા બીવાય નાનું અમથું,રૂપાળું બાળ પંખી મ્હાંય,માળામાં પેસીને લપાય,ભીના એ સળેકળામાં,હૂંફ નહીં સમાય!આખી રાતલડી પલળે,વરસાદી વાયરા સંગ!સવારે જોવાશે કે નહીં,એ મનોમંથન સંગ!મોત સામે જ છે ડગલી છેટે,ને ઉભારવાનો મોકો ખાલી પેટે!ઉદ્ધાર તો બસ ઉગતા સુરજ નેએની કોરી કિરણ! ............................................. અલ્લડતા સ્કૂલની..... સ્કૂલ જે આપણુ ...Read More

12

કાવ્યસેતુ - 12

ખુબસુરતી ખુબસુરત એ આંખોમાં,ઝલક હતી પ્રેમ તણી,નાજુક એ અદાઓ એની,ને એ થમી ગઈ દિલમાં મારી,સ્મિત એના જોકા ભરી,લહેરી ઉઠી સમી!વાતોની એની મધુરતા,કોયલ સમ લયબધ્ધતા,આંખોમાં એની કહી દેતી,પ્રેમ તણી બારાક્ષરી!એક ઝલક એની અપ્સરા શી,રોજ નવા આકાર તણી,નિત્ય નિહાળવા બહાના,રોજ મળી જતા મને!છતાંય પરિચય શૂન્ય,અજાણ એ નજાકત જોડે,કોણ હતી એ ખબર નહીં,તોય મન લુભાવી જતી!બસ સૌંદર્ય એનું જોઈ,ઈશ્વરની એ રચના મહી,મોહી જતી આભા મારી!આભાર એ કુદરતનો, જેનું સર્જન જ અદભુત,એ કેવો અદ્ભૂત હશે? ........................................................... પહેલો પ્રેમ! કઈ અમસ્તું લખવાના ઓરતા, ને ઉપડી ગઇ કલમ, ને લખણપટ્ટીની મજા, એ પહેલો પહેલો પ્રેમ! શુ લખું અવઢવ, છતાંય ઉન્માદ ઘણો, દિલની દશા આલેખવાનો, એ ...Read More

13

કાવ્યસેતુ - 13

વાંચન એક ચોપડી ને એક ચા ભેરલી પ્યાલી, ઉત્તમ આથમતી દિશાની રોશની, અનુકૂળ રેલાતા લહેરખી, ને એમાંય ચુસ્કી ભરેલી શાયરી, શરૂઆતી વાર્તાઓમાં રંગ રેલાવતી, અંતઃમનમાં ઘર કરતુ એક પાત્ર, વર્ણવી જાણતું એક લેખકનું ભાથું, ચ્હાના કપની એ વરાળ, લઇ જતી ચોપડીના ઊંડાણ મહી, આસપાસના કિશોરમાંય જાણે, નિરંતર મૌન વણાય, ને પત્તાંનાં ફફડાટનો માત્ર, કિલ્લોલ સરીખો સંભળાય! ને એમાં ક્યાંક ટંકાર નાદ, કપ અને રકાબીનો શરમાય! ........................................ લાયબ્રેરી ચારેકોર સન્નાટો ત્યાં, છતાંય કોઈ ભય નહીં, શાંતિના એ માહોલમાં, કોઈ કશી પહેલ નહીં! એકલ દોકલ સભ્યો, જાણે એમાં હાજરી પુરે, એય પાછા નતમસ્તક, પુસ્તક સંગ સલામ ભરે! માત્ર ...Read More

14

કાવ્યસેતુ -14

હું અને તું....તું વરસાદી વાયરો મારો, ને હું ઠંડી તારી! તું સ્મિતનો અવસર મારો, ને હું માણતી ઘડી તારી! તું અજવાસ જીવનનો મારો, ને હું રોશની પ્રકાશું તારી! તું સાથ ભરેલો ક્યારો મારો, ને હું લીલી તુલસી તારી! તું મેઘધનુષ બને રોજ મારો, ને હું એ રેલાવતી પીંછી તારી! તું આકાશી તારલો મારો, ને હું ચાંદની ચંદન તારી! તું રાહ પર છાંયડો મારો, ને હું મંજિલ બનું તારી! તું રગેરગમાં ગીત મારો, ને હું એની કડી બનું તારી! તું શ્વાસની દોર મારી, ને હું દિલની ધડકન તારી!................................................. ફરી પ્રેમ થયો.... ફરી એકવાર ...Read More