વેધ ભરમ

(11.9k)
  • 609.4k
  • 388
  • 338.1k

સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી ધરાવે છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકાર્યા છે અને તેને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા છે. સુરત એક એવુ શહેર છે જ્યાં આવી કોઇ બેકાર રહેતુ નથી. અહીં દરેકને પોતાની આવડત અને કક્ષા પ્રમાણે કામ મળે છે અને તેનુ વળતર પણ મળે છે. સુરતમાં આવી કોઇ ભુખ્યુ સૂતું નથી. આ શહેરમાં એવા કેટલાય લોકો છે, જે પહેરેલે કપડે સુરત આવ્યાં અને અત્યારે અબજોપતિ બની ગયાં છે. સુરત શહેર એક સુંદર યુવતી જેવુ છે જે તેને જોવે છે તે તેના પ્રેમમાં પડી જાય છે. સુરતમાં માત્ર ગુજરાત જ નહીં પણ દેશના ખૂણે ખૂણેથી લોકો રોજગાર માટે આવે છે અને પછી સુરતના પ્રેમમાં પડી જઇ અહીંજ સ્થાઇ થઇ જાય છે. આ બધા જ લોકોની સાથે સાથે ગુનાખોરી કરનારા લોકો પણ સુરતમાં આવ્યા અને તેને લીધે સુરતમાં કાયદો અને વ્યવસ્થા માટે પણ મોટા પ્રમાણમાં પોલીસતંત્ર ગોઠવાયું. આ બધાજ પોલીસ સ્ટેશનનું હેડક્વાર્ટર સુરતનાં પોશ એરીયા અઠવાલાઇન્સની પાસે આવેલુ છે. આ હેડક્વાર્ટરને તમે પહેલી વાર જુઓ તો તમને કોઇ મોલ જેવુ જ લાગે.

Full Novel

1

વેધ ભરમ - 1

સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકાર્યા છે અને તેને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા છે. સુરત એક એવુ શહેર છે જ્યાં આવી કોઇ બેકાર રહેતુ નથી. અહીં દરેકને પોતાની આવડત અને કક્ષા પ્રમાણે કામ મળે છે અને તેનુ વળતર પણ મળે છે. સુરતમાં આવી કોઇ ભુખ્યુ સૂતું નથી. આ શહેરમાં એવા કેટલાય લોકો છે, જે પહેરેલે કપડે સુરત આવ્યાં અને અત્યારે અબજોપતિ બની ગયાં છે. સુરત શહેર એક સુંદર યુવતી જેવુ છે જે તેને જોવે ...Read More

2

વેધ ભરમ - 2

એક્ઝેટ અડધા કલાક પછી એક જીપ ઉમરા પોલીસ સ્ટેશનની સામે આવી ઊભી રહી. તેમાંથી ઉતરી રિષભ પોલીસ સ્ટેશનમાં દાખલ એ સાથે જ આખો સ્ટાફ ઊભો થઇ ગયો, અને બધાએ સેલ્યુટ મારી. રિષભે પણ સામે સેલ્યુટ કરી અને પી.આઇની ચેમ્બર તરફ આગળ વધ્યો. તે હજુ ચેમ્બર પાસે પહોંચે તે પહેલા પી.આઇ બહાર આવ્યાં અને તેણે પણ રિષભને સેલ્યુટ મારી અને બોલ્યા. “પી.આઇ વસાવા ,ઇન્ચાર્જ ઓફ સ્ટેશન, સર” રિષભે વસાવા સાથે હાથ મિલાવતાં કહ્યું “તમારા આખા સ્ટાફને ઝડપથી અંદર બોલાવો.” આટલુ કહી રિષભ ચેમ્બરમાં દાખલ થયો અને પી.આઇની ખુરશીમાં બેઠો.” બીજી મિનિટે સ્ટેશનનો આખો સ્ટાફ તેની સામે ઊભો હતો. રિષભે સીધા ...Read More

3

વેધ ભરમ - 3

રિષભે વસાવાને કહ્યુ “તમે દર્શનના મોબાઇલની છેલ્લા એક મહિનાની કોલ ડીટેઇલ્સ કઢાવો. મને પાકો વિશ્વાસ છે કે તેણે આત્મહત્યા કરી પણ તેનું ખૂન થયુ છે.” આ સાંભળી વસાવા ચોંકી ગયો અને બોલ્યો “સોરી સાહેબ પણ મને એ જાણવામાં રસ છે કે તમે આ તારણ પર કઈ રીતે પહોંચ્યાં?” આ સાંભળી રિષભે વસાવા સામે હસીને કહ્યું “પેલા તમે આ દર્શનના મોબાઇલની કોલ ડીટેઇલ્સ કઢાવતા આવો પછી હું તમને એ સમજાવીશ. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ તે મિડીયાને ખબર ન પડવી જોઇએ. મિડીયાને હું જ સંભાળીશ.” “ઓકે સર.” એમ કહી વસાવા ત્યાથી નીકળી ગયાં. બે ...Read More

4

વેધ ભરમ - 4

હેમલે દર્શન વિશે પ્રારંભીક માહિતી આપી અને કહ્યું “આ બધી ઓફિસીયલ માહિતી છે.” આ સાંભળી રિષભે કહ્યું “હા તો અનઓફિસીયલી માહિતી પણ જણાવો કદાચ એ જ આપણા માટે વધારે કામની બની શકે.” આ સાંભળી હેમલે કહ્યું “મને અંદરથી એવી માહિતી મળી છે કે આ દર્શન જરીવાલ આપણા મહેસૂલ મંત્રીનો બિઝનેસ પાર્ટનર છે. મહેસૂલ મંત્રીનું ક્યાંય તેમા નામ નથી પણ મોટા ભાગના બિઝનેસમાં તેનો હિસ્સો છે.” આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે મનોમન બોલ્યો “સેક્સી પાસેથી પણ આજ વાત જાણવા મળેલી. સેક્સીનું નેટવર્ક પણ જોરદાર છે.” પછી રિષભને ખ્યાલ આવ્યો કે હેમલ તેની સામે જોઇ રહ્યો ...Read More

5

વેધ ભરમ - 5

રિષભ, કિરીટભાઇ આવે તે પહેલા ગૌરવ પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો. ગૌરવની ઉંમર ત્રીસેક વર્ષની આસપાસ હતી એટલે તેનો જોતા રિષભને લાગ્યુ કે ગૌરવ પાસેથી માહિતી કઢાવવી સહેલી પડશે. ગૌરવે બધા માટે ચાનો ઓર્ડર આપ્યો કે તરતજ રિષભે સમય બગાડ્યા વિના સિધા જ મુદ્દાની વાત પર આવતા કહ્યું “ ગૌરવભાઇ તમારુ પુરુ નામ કહેશો?” “ગૌરવ ગોસ્વામી.” ગૌરવે જવાબ આપતા કહ્યું. “હા, તો ગૌરવભાઇ તમે અહીં કેટલા સમયથી નોકરી કરો છો? અને તમારી અહી ડ્યુટી શું છે?” રિષભે પુછ્યું. “હું અહીં પાચેક વર્ષથી નોકરી કરુ છું. હું દર્શન સરની ફાઇનાન્સીયલ મેટર હેન્ડલ કરુ છું.” ગૌરવે થોડા કચવાતા અવાજે કહ્યું. ગૌરવ ...Read More

6

વેધ ભરમ - 6

રિષભે કિરીટભાઇને પ્રશ્ન પૂછવાની શરુઆત કરતા કહ્યું “હા તો કિરીટભાઇ પહેલા તમે એ કહો કે તમે એવુ કયા આધારે શકો છો કે દર્શનભાઇએ આત્મહત્યા કરી નથી. ક્યારેક સંજોગો એવા હોય તો ગમે તેવો માણસ તુટી જાય છે.” આ સાંભળી કિરીટભાઇએ કહ્યું “હું ત્યારથી આ કંપનીમાં છું જ્યારે દર્શનના પપ્પા વલ્લભભાઇ બિઝનેસ સંભાળતાં હતાં. મે દર્શનને મારી નજર સામે આગળ વધતો જોયો છે. તેનામાં એક શિકારી જેવુ ઝનૂન હતું. તેના પપ્પાને બિઝનેસમાંથી હટાવી તે આવી ગયો ત્યારે એક સમયે મે આ નોકરી છોડી દેવાનું વિચાર્યુ હતુ. અને ત્યારે દર્શને મને બોલાવીને કહ્યું હતું કે કિરીટકાકા તમને જ્યારે પણ લાગે કે ...Read More

7

વેધ ભરમ - 7

અભયે કહ્યું કે આ દર્શન પાટલૂનનો ઢીલો હતો અને છોકરીઓ તેની કમજોરી હતી. આ સાંભળી રિષભને દર્શનની ઓફીસ સાથે રુમમાં રહેલો સોફા કમ બેડ યાદ આવી ગયો. ઓફિસ ચેક કરતી વખતે રિષભના મનમાં શંકા ગઇ હતી પણ પછી તેણે વિચાર્યુ હતુ કે કદાચ આરામ કરવા માટે રાખ્યો હશે, પણ અભયની વાત સાંભળી રિષભને તે સોફા કમ બેડના ઉપયોગ વિશે શંકા જાગી. તેણે થોડુ વિચારી કહ્યું “લાગે છે કે મારે ફરીથી દર્શનની ઓફિસની મુલાકાત લેવી પડશે. મને લાગે છે કે ઓફિસમાં પણ દર્શનને કોઇ છોકરી સાથે સંબંધ હશે જ. અને આ જ તેના મોતનું કારણ હોઇ શકે.” આ સાંભળી વસાવા ...Read More

8

વેધ ભરમ - 8

અશ્વિને આપેલ તેના કર્મચારીની ડીટેઇલ્સનું લીસ્ટ રિષભે શાંતિથી જોયુ અને પછી કહ્યું “આમા તમારા બધા જ કર્મચારી આવી ગયા ને? કોઇ નામ બાકી તો નથી રહી ગયું ને?” “હા, બધા જ કર્મચારી આવી ગયા છે. મે ચેક કરીને જ તમને આપ્યુ છે.” અશ્વિને કહ્યું. “તો પછી આમા નિખીલ જેઠવાનું નામ કેમ નથી?” રિષભે સીધો જ પ્રહાર કરતા કહ્યું. આ સાંભળી અશ્વિનના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે થોથવાતા બોલ્યો “એ તો એવુ છે કે તે અમારો કાયમી કર્મચારી નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એટલે તે કર્મચારીના લીસ્ટમાં નથી.” “મે તો તમને તમારા બધા કર્મચારીની વિગત આપવા કહેલુ તે ...Read More

9

વેધ ભરમ - 9

જીપ ઉમરા પોલીસ સ્ટેશનથી વરાછા તરફ દોડી રહી હતી. દર્શનનુ મૃત્યુ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં થયુ હતુ, એટલે આ ઉમરા પોલીશ સ્ટેશનનો ગણાય. આમ છતા દર્શન અને તેને લગતા બધા જ વ્યક્તિઓ સુરતના સામેના છેડે વરાછા વિસ્તારમાં રહેતા હતા એટલે બધી તપાસ કરવા ત્યાં જ જવુ પડતુ. જોકે અમુક કેસ એવા હાઇ પ્રોફાઇલ હોય છે કે તેને કોઇ પોલીસ સ્ટેશન કે વિસ્તારની હદ નથી નડતી. દર્શન જરીવાલ સુરતનુ એક એવુ નામ હતુ કે જેનુ મૃત્યુ થાય એ જ એક મોટા સમાચાર બની જાય. એટલે જ કમિશ્નરે સાવચેતી રુપે તેના બેસ્ટ ઓફિસર એવા એસ.પી રિષભ ત્રિવેદીને આ કેસ પર કામે ...Read More

10

વેધ ભરમ - 10

રિષભ દર્શનના મમ્મી જયાબેનની પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે જયાબેન બોલ્યા કે “આ ડાક્ણે જ મારા દર્શનનો જીવ લઇ છે. પહેલા અમને એનાથી અલગ કરી દીધા અને હવે મારા દિકરાને પણ છીનવી લીધો. મારા ગયા જનમના કાંઇક પાપ હશે કે આવી વહું અમને ભટકાઇ ગઇ.” આ સાંભળી રિષભ ચોંકી ગયો તેને સમજાઇ ગયુ હતુ કે “જયાબેન દર્શનની પત્ની શિવાની પર આરોપ લગાવી રહ્યા હતા.” રિષભ હજુ જયાબેનને પ્રશ્નો પૂછવા માંગતો હતો પણ જયાબેનની વાતો હવે વિલાપમાં બદલાઇ ગઇ હતી અને આ હાલતમાં તે કોઇ પ્રશ્નોના જવાબ આપી શકે એમ નહોતા એટલે રિષભે તેને પ્રશ્નો પૂછવાનુ બંધ કરી અંદર મોકલી ...Read More

11

વેધ ભરમ - 11

દુઃખ અને દુશ્મન તમારા શ્રેષ્ઠ મિત્ર છે કેમકે આ બંને એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે કે જેમા તમારે બધી જ શક્તિ કામે લગાડી દેવી પડે છે. અને જ્યારે તમારી બધી શક્તિ કામે લાગે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતિમાંથી તમે રસ્તો શોધી કાઢો છો. શરત માત્ર એટલી છે કે તમારે જે પણ પરિસ્થિતિ છે તેની સામે લડવા તૈયાર રહેવુ જોઇએ. અત્યારે હેમલને પણ આવુ જ લાગી રહ્યુ હતું કે આ કેસ તેને ઘણું બધુ શીખવીને જવાનો હતો. જ્યારે હેમલે રિષભ પાસે પ્રશ્ન પુછવાની અનુમતિ માગી ત્યારે રિષભે સામેથી જ તેનો પ્રશ્ન કહી દીધો આ સાંભળી હેમલને નવાઇ લાગી એટલે ...Read More

12

વેધ ભરમ - 12

ડૉ.રાયની વાત સાંભળી રિષભે પૂછ્યુ “શુ તમે કહી શકશો કે દર્શનનો શ્વાસ કઇ રીતે રુંધવામાં આવ્યો છે?” આ ડૉ.રાયના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયુ, જેનો મતલબ હતો કે હું અહીં સુધી એમજ નથી પહોંચ્યો. રિષભ પણ તેનો મતલબ સમજી ગયો હતો પણ તે કંઇ બોલ્યો નહી એટલે ડૉ.રાયે કહ્યું “જો આમ તો શ્વાસ ઘણી રીતે રુંધી શકાય, જેમ કે ગળુ દબાવીને,અથવા પાણીમાં ડુબાડીને. જો ગળુ દબાવીને મારી નાખવામાં આવેલ હોય તો ગળાની આસપાસ તેના નિશાન મળે પણ, એવા કોઇ નિશાન મળ્યા નથી.” એમ કહી ડૉ.રાયે ફોટામા દર્શનનું ગળુ બતાવ્યુ અને આગળ બોલ્યા “જો પાણીમાં ડુબાડીને મારી નાખવામાં આવ્યો ...Read More

13

વેધ ભરમ - 13

સી.સી.ટીવીનુ રેકોર્ડીંગ જોઇ નવ્યા એકદમ સ્તબ્ધ થઇ ગઇ. થોડીવાર તો તે કંઇ બોલી નહી પરંતુ પછી તેણે કહ્યું હા, હું તે રાતે નિખિલને મળી હતી. નિખિલ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને દર્શનની ઓફિસમાં હતા ત્યારથી જ એકબીજાને પ્રેમ કરતા હતા. નિખિલ ત્યાંથી નીકળી ગયો એટલે થોડા સમય પછી મે પણ ત્યાંથી જોબ છોડી દીધી અને નિખિલે મને અહીં જોબ અપાવી દીધી.” આટલુ બોલી નવ્યા રોકાઇ એટલે રિષભે અશ્વિન સામે જોઇ પૂછ્યું “શુ તમને આ ખબર નહોતી?” “ના, મને એટલી જ ખબર હતી કે તે બંને સાથે દર્શનની ઓફિસમાં કામ કરતા હતા. પણ મને તે બંને વચ્ચે ...Read More

14

વેધ ભરમ - 14

રિષભ અને હેમલે મહાલક્ષ્મી ફાસ્ટફૂડ એન્ડ જ્યુસ સેન્ટરમાં દાખલ થઇને જોયુ તો લગભગ બધા જ ટેબલ ભરેલા હતા. તે હજુ કંઇ વિચારે ત્યાં છેલ્લા ટેબલ પરથી એક છોકરીએ તે લોકો સામે હાથ ઊંચો કર્યો. આ જોઇ બંને તે ટેબલ તરફ આગળ વધ્યા. ટેબલ પાસે પહોંચી તે છોકરીનો ચહેરો જોતા જ બંને ચોકી ગયા. આ એજ છોકરી હતી જેના ન્યુડ ફોટા દર્શનના મોબાઇલમાં હતા. હેમલ અને રિષભ બંનેએ એકબીજા સામે જોયુ અને પછી છોકરીની સામેની બેઠક પર બેઠા. તે લોકો બેઠા એટલે પેલી છોકરીએ કહ્યું “હુ જ શ્રેયા દેસાઇ છું. પહેલા બોલો શું લેશો?” આ સાંભળી રિષભે કહ્યું “હું સુરત ...Read More

15

વેધ ભરમ - 15

પાંચ વાગે રિષભની જીપ પોદ્દાર આર્કેડ તરફ દોડી રહી હતી. રિષભ અને હેમલ શ્રેયાને મળીને સ્ટેશન તરફ જઇ રહ્યા ત્યારે રિષભ પર દર્શનની વાઇફ શિવાનીનો ફોન આવ્યો હતો. શિવાનીએ દર્શનને કહ્યુ હતુ કે મારે તમને મળવુ છે. તમે મને પોદ્દાર આર્કેડમાં ઓફિસ પર મળવા આવશો? આ સાંભળી રિષભે કહ્યુ હતુ કે “સ્યોર, અમે તમને સાંજે પાંચ વાગે ત્યાં મળવા આવીશુ.” અત્યારે રિષભ અને હેમલ પોદ્દાર આર્કેડમાં શિવાનીને મળવા જતા હતા. શિવાનીનો ફોન આવતા રિષભને ખુશી થઇ હતી કેમકે તેના ઘરે શિવાની સાથે વધુ વાત થઇ શકી નહોતી. રિષભ આમપણ કોઇ અન્ય જગ્યાએ શિવાનીને મળવાનુ વિચારતો હતો. કેમકે તેને એવુ ...Read More

16

વેધ ભરમ્ ‌- 16

રિષભે ફ્લેટની ડોરબેલ વગાડી એક મિનિટ પછી દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ સામે ઊભેલી સ્ત્રીને જોઇને રિષભ ચોંકી તેને થોડીવાર તો પોતાની આંખ પર વિશ્વાસ ના થયો. પણ પછી વાસ્તવિકતા સમજાતા જ તે બોલી ઊઠ્યો “અરે અનેરી તું અહીં ક્યાથી?” સામે અનેરીની હાલત પણ એવી જ હતી તે પણ રિષભને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. તે બોલી “આ મારુ જ ઘર છે. તું અહી કેમ પહોંચી ગયો?” “હવે અંદર આવવા દઇશ કે બધી જ વાતો અહીં જ કરવી છે.” આ સાંભળી અનેરી બાજુ ખસી અને બોલી “અરે આવને તને જોઇને હું તો ભૂલી જ ગઇ કે તુ બહાર ...Read More

17

વેધ ભરમ - 17

વલ્લભ વિદ્યાનગર એટલે ગુજરાતમાં આણંદથી ચાર કિલોમીટર દૂર આણંદ, કરમસદ અને બાકરોલના ત્રિભેટે આવેલ એક નાની ટાઉનશિપ. માત્ર શિક્ષણના બનાવેલુ એક નાનુ ગામ એટલે વિદ્યાનગર. સરદાર પટેલના ચરોતરને પ્રગતિના પંથે લઇ જવાના સ્વપ્નને સાકાર કરવા ભાઇકાકાએ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી અને તે સાથે જ વલ્લભવિદ્યાનગર બની ગયુ ગુજરાતનુ એજ્યુકેશન હબ. આખા ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ વિદ્યાનગરમાં શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ ઉમટે છે. આખા વિદ્યાનગરમા વિદ્યાર્થીઓને લગતી જ બધી પ્રવૃત્તિ અને ધંધો રોજગાર વિકસેલા છે. એકદમ વૃક્ષોથી આચ્છાદિત સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ કૉલેજ અને વિભાગની ફરતે વર્તુળાકારે આ ગામ ફેલાયેલુ છે. યુવાનોથી ભરેલુ આ નાનકડુ ગામ જુના જમાનાના ...Read More

18

વેધ ભરમ - 18

બીજા દિવસે રિષભને સ્ટેશન પહોંચતા થોડૂ મોડુ થઇ ગયુ. રાતે ભુતકાળના વિચારોએ તેને એવો તો ઘેરી લીધો હતો તે મોડી રાત સુધી જાગતો રહ્યો હતો. તેને લીધે સવારે ઊઠવામાં પણ મોડુ થઇ ગયુ હતુ. રિષભ જ્યારે સ્ટેશન પહોંચ્યો ત્યારે આખો સ્ટાફ આવી ગયો હતો. રિષભ તેની ઓફિસમાં જઇને બેઠો એટલે હેમલ અંદર દાખલ થયો અને બોલ્યો “સાહેબ,તમારી તબિયત તો સારી છે ને?” કાલે રાત્રે અનેરીના ઘરેથી રિષભ નીકળ્યો ત્યારે તેનો મૂડ સારો નહોતો આ જોઇ હેમલને લાગ્યુ કે રિષભની તબિયત ખરાબ થઇ ગઇ હશે. પણ એમા હેમલનો પણ બિચારાનો શું વાંક? એને એવી તો ક્યાંથી ખબર હોય કે ગઇકાલે ...Read More

19

વેધ ભરમ - 19

રિષભે ફોન પર હેમલની વાત સાંભળી પછી કહ્યું “ઓકે, પણ હવે તું પેલી શ્રેયાની ઓફિસ પર પણ જતો આવ તેને ખબર ન પડે તે રીતે તેના એકાઉન્ટસના પણ સ્ટેટસ લેતો આવજે. નવ્યા અને નિખિલ સાથે જમવામા બીજી છોકરી હતી તે શ્રેયા જ છે. તેના પર પૂરી વોચ રખાવજે." આ સાંભળી ફોન પર હેમલ પણ ચોંકી ગયો અને સામે બેઠેલા વસાવાસાહેબ પણ અચંબામા પડી ગયા. પણ વસાવા આજે કંઇ પૂછવાની હિંમત કરી શક્યા નહી. વસાવાસાહેબ ફાઇલ શોધવા બહાર નીકળ્યા એટલે રિષભ ફરીથી ભુતકાળના વિચારમાં ખોવાઇ ગયો. "અનેરી સાથેની પહેલી મુલાકાત બાદ તે તેના રેગ્યુલર રુટીનમાં ગોઠવાઇ ગયો હતો. વિદ્યાનગરની લાઇફ ...Read More

20

વેધ ભરમ - 20

રિષભ અને વસાવા જ્યારે સ્ટેશન પર પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો એટલે રિષભે બધા માટે ટીફિન મંગાવવાનુ પણ, સ્ટાફમાં બધા ટીફીન લઇને જ આવતા હતા. માત્ર હેમલ રિષભની જેમ ટીફીન લીધા વિના આવતો હતો. એટલે રિષભે બે જણનુ ટીફીન મંગાવ્યુ. રિષભ અને હેમલ ટીફીન ખાવાની શરુઆત કરતા હતા ત્યારે રિષભે અભય અને વસાવાને પણ તેની સાથે બેસવા કહ્યું. વસાવા તો જમવા સાથે બેસી ગયા પણ અભય ન આવ્યો. આ જોઇ રિષભે પુછ્યુ “અભય કેમ ના આવ્યો?” આ સાંભળી હેમલ અને વસાવા બંને હસી પડ્યા. રિષભને નવાઇ લાગી એટલે હેમલે ખુલાસો કરતા કહ્યું “સર, આ અભય એક નંબરનો ...Read More

21

વેધ ભરમ - 21

વસાવાએ વાત પૂરી કરી એટલે રિષભે અભયને પૂછ્યુ “બોલ અભય તુ શું સમાચાર લાવ્યો છે?” આ સાંભળી અભયે કહ્યું હુ દર્શનની પત્નીને મળ્યો હતો. તેણે મને જણાવ્યુ છે કે આ રુપીયા વિશે તે કંઇ જાણતી નથી.” આ સાંભળી રિષભ વિચારીને બોલ્યો “ઓકે, તો આપણો શક સાચો છે. આ પૈસા જ નવ્યા, નિખિલ અને શ્રેયાના ખાતામાં ટ્રાન્સફર થયા છે.” ત્યારબાદ રિષભે હેમલ તરફ જોઇ પૂછ્યું “હા હવે તુ શું જાણી લાવ્યો છે?” “સર, મારો શક સાચો હતો. બંને સ્લીપ પર જુદી જુદી વ્યક્તિના અક્ષર હોય એવુ લાગે છે.” એમ કહી હેમલે તે સ્લીપની ઝેરોક્ષ રિષભને આપી. આ ઝેરોક્ષને ધ્યાનથી જોઇને ...Read More

22

વેધ ભરમ - 22

રિષભ સવારે સ્ટેશન પર પહોંચી પોતાની ઓફિસમાં બેઠો. રિષભે ગઇકાલે જ હેમલ અભય અને વસાવાને આજ સવારના કામ દીધા હતા. રિષભ જાણતો હતો કે બપોર સુધી તે કોઇ સ્ટેશન પર આવશે નહી. રિષભ ચેરમાં ટેકો દઇને બેઠો અને કેસ વિશે વિચારવા લાગ્યો. પણ હજુ તેના મગજમાંથી કાલે અનેરી સાથે ગાળેલી સુંદર સાંજની યાદો ભુલાઇ નહોતી. તેનુ મન કામમાં લાગ્યુ નહી એટલે તેણે આંખો બંધ કરી દીધી. જાણે આંખો બંધ થવાની જ રાહ જોતી હોય તેમ વિદ્યાનગરની યાદોએ તરતજ તેના મગજ પર આક્રમણ કર્યુ. બીજા દિવસે રિષભ જ્યારે ડીપાર્ટમેન્ટથી છુટ્યો ત્યારે તેણે ગૌતમને કહ્યું “ચાલ અનેરીને મળવા જવુ છે.” આ ...Read More

23

વેધ ભરમ - 23

અભય હેમલ અને વસાવા બેઠા એટલે રિષભે કહ્યું “ચાલો ઇન્વેસ્ટીગેશન બહું કરી લીધુ, હવે એક્શન માટે તૈયાર થઇ જાવ. સવારે નવ્યા, શ્રેયા અને શિવાની ત્રણેયની એક સાથે ધરપકડ કરવાની છે.” આ સાંભળી અભય, હેમલ અને વસાવા ત્રણેય ચોકી ગયા. થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહી એટલે રિષભે આગળ કહ્યું “આ પહેલા કાલે તમારે આ નંબરનુ સ્કુટી કોના નામ પર રજીસ્ટર થયેલ છે તે જાણી લેવાનુ છે.” એમ કહી રિષભે એક કાગળ અભયને આપ્યો. અભયે કાગળ પર જોયુ તો એક નંબર લખેલો હતો. “સર, શ્રેયા અને નવ્યા તો બરાબર છે પણ, શિવાની વિરુધ્ધ આપણી પાસે પેલા વાળ સિવાય કોઇ પૂરાવો નથી. ...Read More

24

વેધ ભરમ - 24

રિષભે શિવાની વિશે પુછ્યુ એટલે અનેરીએ કહ્યું “આ શિવાની અને કબીર વચ્ચે કોઇ ખાસ રિલેશન છે એવુ મને હંમેશા હતુ. અમે જ્યારે પણ મળતા ત્યારે તે બંને એકબીજા સાથે ઓછુ બોલતા પણ મે બંનેની આંખોમાં એવા ભાવ જોયા છે કે જે સામાન્ય નહોતા. મને ચોક્કસ ખબર નથી કે તે બંને વચ્ચે કેવો સંબંધ હતો પણ એવુ કંઇક ચોક્કસ હતુ જે પતિના મિત્ર સાથેના સંબંધમાં ન હોય. જો કે આનો મારી પાસે કોઇ પુરાવો નથી પણ આ તો મિત્ર તરીકે તને વાત કરી છે.” આ સાંભળી રિષભે કહ્યું “ઓહ, આ વિશે તો મે વિચાર્યુ જ નહોતુ. આ કબીર કોઠારીને મે ...Read More

25

વેધ ભરમ - 25

રિષભની જીપ કામરેજ તરફ દોડી રહી હતી. સવારે રિષભ પર હેમલનો ફોન આવેલો કે નિખિલ કામરેજ પાસે હોટલ પેસીફિક છે એવા ન્યુઝ મળ્યા છે. અમે ત્યાં જઇએ છીએ.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, તમે ત્યાં પહોંચી મારી રાહ જુઓ. હું પણ નીકળુ જ છું.” રિષભ જ્યારે હોટલ પર પહોંચ્યો ત્યારે હેમલ, અભય અને વસાવા ત્રણેય સિવિલ ડ્રેસમાં તેની રાહ જોઇ રહ્યા હતા. રિષભ જીપમાંથી ઉતર્યો એ સાથે જ હેમલે કહ્યું “નવ્યાના ફોન પર બે ત્રણ દિવસથી એક નંબર પરથી મિસકોલ આવતો અને પછી નવ્યા પી.સીઓમાં જઇ તે નંબર પર કોલ કરતી. અમે આ કોલ વિશે તપાસ કરી તો ...Read More

26

વેધ ભરમ - 26

રિષભે જ્યારે શ્રેયાને પૂછ્યુ કે તારા ખાતામાં બીજા પાંચ લાખ જમા થયા છે તે કોણે જમા કરાવ્યા છે? આ શ્રેયાએ કહ્યું “સર, મે દર્શનની કંપની છોડી તેના થોડા સમય પછી મારા પર એક દિવસ દર્શનની પત્નીનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તે મારા અને દર્શનના સંબંધ વિશે જાણે છે. શરુઆતમાં તો મે તેનો ઇન્કાર કર્યો પણ પછી શિવાનીએ મને કહ્યું કે જો હું તેની મદદ કરુ તો તે મને પાંચ લાખ રુપીયા આપશે. આ સાંભળી મે તેની પાસે વિચારવા થોડો સમય માંગ્યો. થોડા સમય પછી ફરીથી શિવાનીનો ફોન આવ્યો એટલે મે તેને રુબરુ મળી આખી વાત સમજાવવા ...Read More

27

વેધ ભરમ - 27

રિષભે ગૌતમ સાથે વાત પૂરી કરી ત્યાં જ અભય અને હેમલ ઓફિસમાં દાખલ થયાં. તેના ચહેરા પરના હાવભાવ જોઇને સમજી ગયો કે કંઇક ચોક્કસ કોઇ મોટી બાબત બની છે. “કેમ શું થયુ?” રિષભે પૂછ્યું. “સર, જે દિવસે દર્શનનું ખૂન થયુ તે દિવસે કબીર સુરતમાં જ હતો અને તેનુ લોકેશન 10 વાગ્યાની આજુબાજુ દર્શનના ફાર્મ હાઉસ પાસે જ બતાવે છે.” આ સાંભળી રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને બોલ્યો “ઓહ સીટ. મારાથી આવડી મોટી ભૂલ કેમ થઇ ગઇ.” “સર, એમા તમારો વાંક નથી. કબીર વિરુધ આપણને અત્યાર સુધી કોઇ પૂરાવો નથી મળ્યો.” હેમલે કહ્યું. રિષભે ખુરશીમાં બેસતા કહ્યું “એક કામ ...Read More

28

વેધ ભરમ - 28

શિવાનીએ વાત કરવાની શરૂઆત કરી “અઢાર તારીખે લગભગ પાંચ વાગ્યાની આસપાસ કબીરનો મારા પર ફોન આવ્યો અને મને હોટેલમાં બોલાવી. હું કબીરને હોટેલમાં મળવા ગઈ ત્યારે કબીરે મને કહ્યું કે ચાલ આપણે બંને લગ્ન કરી લઈએ. હવે તો તારી પાસે દર્શન વિરુદ્ધ પૂરાવા પણ છે એટલે તને સહેલાઈથી ડીવોર્સ મળી જશે. ત્યારબાદ અમે બંનેએ ઘણી ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે કબીર દર્શનને મળી અમારા બંનેના સંબંધ વિશે વાત કરે અને મને ડિવોર્સ આપવા માટે સમજાવે. આમ નક્કી કરીને અમે બંને છુટા પડ્યા ત્યારબાદ કબીરે દર્શનને ફોન કરી મળવાનું કહ્યું. દર્શને તેને ફાર્મહાઉસ પર દશ વાગ્યાની આજુબાજુ મળવાનું ...Read More

29

વેધ ભરમ - 29

વહેલી સવારે રિષભની ઊંઘ મોબાઇલની રિંગ સાથે જ ઉડી. મોબાઇલ ઉપાડતા જ રિષભને શુભ સમાચાર મળ્યા. કબીરને લઇ અને અભય હેડક્વાર્ટર પહોંચી ગયા હતા તેની જાણ કરવા માટે જ હેમલે ફોન કર્યો હતો. આ સાંભળી રિષભ બોલ્યો “વેલડન બોય્સ. ગુડજોબ. તેની બધી જ લીગલ પ્રોસીઝર પતાવી તમે લોકો ઘરે જઇ ફ્રેસ થઇ જાવ. ત્યાં સુધીમાં હું પણ સ્ટેશન પર આવી જાવ છું.” સવાર સવારમાં સારા સમાચાર મળતા રિષભ ઉત્સાહમાં આવી ગયો. જો કે રાત્રે જ હેમલે ફોન કરી મુંબઇથી નીકળતી વખતે જાણ કરી દીધી. પણ રિષભને હતુ કે તે સુરત પહોંચશે ત્યાં સુધીમાં કોઇ પોલીટીકલ પ્રેશર આવશે. પણ એવુ ...Read More

30

વેધ ભરમ - 30

રિષભે ટીવી પર ન્યુઝ ચાલુ કર્યા એ સાથે જ એન્કરનો અવાજ આવ્યો “થોડા દિવસો પહેલા સુરતના એક મોટા બિઝનેસમેન જવેરીની હત્યા થઇ હતી. આ કેસ પોલીસ ડિપાર્ટમેન્ટનાં એક બાહોશ ઑફિસર રિષભ ત્રિવેદી હેન્ડલ કરી રહ્યા છે. અમને અંગત સુત્રો પાસેથી માહિતી મળી છે કે પોલીસે દર્શનની પત્ની અને દર્શનના મિત્ર કબીર કોઠારીને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. શું પોલીસ પાસે આ બે વિરુધ કોઇ સબૂત છે કે પછી માત્ર શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા છે? જો કે અમારી પાસે આ કેસને લગતા એક સ્ફોટક ન્યુઝ છે. દર્શનનુ ખુન જે ફાર્મ હાઉસ પર થયુ છે તે ફાર્મ હાઉસ પર આ ...Read More

31

વેધ ભરમ - 31

કબીરે વાત કરવાની શરુ કરતા કહ્યું “આ વાત ત્યારની છે જ્યારે અમે સુરતની પ્રખ્યાત એન્જીનીયરીંગ કૉલેજ એસ.આઇ.ટીમા અભ્યાસ કરતા ત્યારે અમે ત્રણ મિત્રો હતા હું વિકાસ અને દર્શન. આ સમયે અમારા ઘણી છોકરીઓ સાથે અફૈર હતા. તેની સાથે મજા કરવા અમે દર્શનના ફાર્મહાઉસનો ઉપયોગ કરતા. અમારા ત્રણેયમાં દર્શન ખૂબ જ અમીર હતો વિકાસની પરિસ્થિતિ પણ સારી હતી જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પપ્પા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા અને મમ્મી સીલાઇ કામ કરી મને ભણાવતી હતી. આ તો મને મારી જ્ઞાતિમાંથી સ્કોલર શિપ મળતી હતી એટલે હું ભણી શકતો હતો. દર્શન અને ...Read More

32

વેધ ભરમ - 32

કબીરની વાત સાંભળ્યા પછી રિષભે કહ્યું “જુઓ મી.કબીર મને લાગે છે કે આ જેણે પણ દર્શનનુ ખૂન કર્યુ છે વિકાસનુ અપહરણ કર્યુ છે તેનો હવે પછીનો ટાર્ગેટ તમે છો. જો તમારે જીવતા રહેવુ હોય તો હું કહું તેમ કરવુ પડશે.” આટલું બોલી રિષભ રોકાયો એટલે કબીરે કહ્યું. “જુઓ મને કોઇ હાથ લગાવી શકે એમ નથી. હું ધારુ તો મારી આજુબાજુ કમાંડો ગોઠવી શકું એમ છું.” કબીરે બડાઇ મારતા કહ્યું. “ ઓકે, તો પછી મને કોઇ પ્રોબ્લેમ નથી તમે તમારા વકીલને મળી શકો એમ છો. હું આશા રાખુ છું કે મારે તમારો કેસ પણ હેન્ડ્લ ન કરવો પડે.” એમ કહી ...Read More

33

વેધ ભરમ - 33

રિષભે બધા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા પછી છેલ્લે સુરતનો ખ્યાતનામ પત્રકાર જૈનમ ઉપાધ્યાય ઊભો થયો અને બોલ્યો “સર, શું સાચુ છે કે દર્શનની પત્નીના દર્શનના મિત્ર કબીર સાથે કોઇ સંબંધ છે? અને તે બંને દર્શનનું ખૂન થયુ ત્યારે સાથે હતા?” આ સાંભળી બધા જ પત્રકારો ચોંકી ગયા કેમકે આ માહિતી એકદમ નવી હતી. રિષભ પણ આ વાત સાંભળી થોડો અચકાયો પણ પછી તરતજ તે બોલ્યો “હા એ વાત સાચી છે કે દર્શનનુ ખૂન થયુ તે દિવસે કબીર દર્શનની પત્નીને મળ્યો હતો. અને અમને એ પણ માહિતી મળી છે કે તે બંને એકબીજા સાથે સંબંધમાં હતા. આ ઉપરાંત જે રાત્રે ...Read More

34

વેધ ભરમ - 34

રિષભ તેના ભૂતકાળના વિચાર કરતો સૂતો હતો. તે અત્યારે ગૌતમ અને મિત્તલના વિચાર કરતો હતો આ ગૌતમ અને મિત્તલ તેના મિત્રો હતા. ગૌતમ અને રિષભ તો જિગરી દોસ્તો હતા. મિત્તલ રિષભની જુનિયર હતી. મિત્તલ ગૌતમ અને રિષભ કરતા એક વર્ષ પાછળ હતી પણ મિત્તલ અને રિષભ વંથલી રોડ પર આવેલ મધુરમ સોસાયટીમાં રહેતા હતા એટલે એકબીજાને ઓળખતા હતા. જ્યારે મિત્તલે કૉલેજમાં એડમિશન લીધુ ત્યારે તેણે રિષભ પાસેથી બધીજ બુક્સ અને નોટ્સ લઇ લીધેલી. ત્યારબાદ તે બંને કૉલેજમાં પણ ઘણીવાર મળતા. એક વર્ષમાં તો રિષભ અને મિત્તલની મિત્રતા ગાઢ થઇ ગઇ હતી. ગૌતમ પણ મિત્તલ સાથે વાતો કરતો પણ તે ...Read More

35

વેધ ભરમ - 35

જીપ ઊભી રહેતા જ ગૌતમ તો એકદમ ઉત્સાહિત થઇને બોલી ઊઠ્યો “મેં સ્વનેય વિચાર્યુ નહોતુ કે તુ મને અહીં આવી ખખડધજ બિલ્ડીંગ જોઇને ગૌતમ આટલો બધો કેમ ઉત્સાહિત થઇ ગયો છે તે કપિલને સમજાયુ નહીં એટલે તે બોલ્યો “કેમ એલા બિલ્ડીંગમાં એવુ બધુ શું દાટ્યું છે?” “એ હું તને પછી સમજાવીશ પહેલાં ઉપર ચાલ” એટલુ બોલી ગૌતમ તો ઉપર જવા માટે પગથિયાં ચડવા લાગ્યો. કપિલ અને રિષભ પણ તેને અનુસર્યા. એક સીડી ચડીને ગૌતમે રિષભને પૂછ્યુ “શું રૂમ પણ એજ છે?” આ સાંભળી રિષભે સ્મિત કર્યુ એટલે ગૌતમ બોલ્યો “યાર જિંદગીમાં મળેલી આ સૌથી મોટી સરપ્રાઇઝ ગીફ્ટ છે. થેંક્યુ ...Read More

36

વેધ ભરમ - 36

રિષભની જીપ રાજકોટ તરફ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. રિષભ પાછલી સીટ પર આંખ બંધ કરીને વિચારોમાં ખોવાયેલો હતો. સાહેબનો મૂડ જાણતો હતો એટલે કોઇ પણ જાતના ખોટા અવાજ વિના જીપને પાણીના રેલાની જેમ સ્પીડમાં જવા દેતો હતો. રિષભના વિચારો જીપની સ્પીડ કરતા અનેક ગણી સ્પીડે ચાલી રહ્યા હતા. તે દિવસે વિદ્યાનગરમાં ત્રણેય મિત્રો સોડા પી લીધા પછી રૂમ પર ગયા અને કપડા ચેન્જ કરી બેડ પર લાંબા થયા એટલે કપિલે કહ્યું :એલા હવે કહો કે બર્થ ડેમાં તમે શું ખેલ કરતા હતા?” આ સાંભળી રિષભ ગૌતમ સામે જોઇને હસી પડ્યો અને બોલ્યો “એમા એવુ છે કે અમે અહી ...Read More

37

વેધ ભરમ - 37

રિષભ વિચારમાં ખોવાયેલો હતો ત્યાં ડ્રાઇવરે કહ્યું “સાહેબ કંઇ નાસ્તો કરવો છે તો હોટલ પર રોકુ?” “ના મારે રાજકોટમાં મિત્રને ત્યાં જમવાનું છે. તમારે કરવો હોય તો કરી લો.” રિષભે જવાબ આપ્યો. “ના સાહેબ તો હું પણ રાજકોટમાં જ કંઇક કરી લઇશ.” ડ્રાઇવરે કહ્યું અને જીપ ચલાવવા લાગ્યો. રિષભ પણ આંખો બંધ કરી ફરીથી વિચારોમાં ખોવાઇ ગયો. તે દિવસે તે મિત્તલને મળવા ગયો હતો. મિત્તલના રુમમાં બેસતા જ મિત્તલે કહ્યું “મને ખબર છે કે તું મને શું કામ મળવા આવ્યો છે, પણ હવે તેમાં કશું થઇ શકે એમ નથી” આ સાંભળી રિષભે કહ્યું “પેલા મને એ કહે કે શું ...Read More

38

વેધ ભરમ - 38

રિષભે ફોન ઉચક્યો તો સામેથી હેમલે કહ્યું “સાહેબ અહીં કાવ્યાની જે મિત્ર છે તેની સાથે અમારી મુલાકાત થઇ છે. જે વાતો કરી છે તે એકદમ ચોકાવનારી છે. તેણે નામ ના આપવાની શરતે ઘણી બધી વાતો કરી છે. અમે તેનુ રેકોર્ડીંગ કરી લીધુ છે.” “ઓકે તું તેનુ રેકોર્ડીગ મને મોકલી આપજે પણ, પહેલા ટુંકમાં મને કહી દે કે તેણે શું માહિતી આપી છે?” રિષભે કહ્યું. “સર, કાવ્યાની તે મિત્રએ કહ્યું છે કે કાવ્યા એક પર જ નહી. આ દર્શને બીજી પણ એક છોકરી પર બળાત્કાર કર્યો હતો પણ તે વાત બહાર નથી આવી. તે છોકરી આઉટ સ્ટેટની હતી એટલે અધવચ્ચેથી ...Read More

39

વેધ ભરમ - 39

કમિશ્નર ઓફિસમાં રિષભ બેઠો હતો ત્યાં એક માણસ દાખલ થયો. એકદમ ફિટ અને કસરતી બોડી એકદમ કાળી અને બંને અણીદાર મુછો. ધારદાર આંખો જે સ્કેનરની જેમ સામેના માણસને આખો સ્કેન કરી લે. રિષભ અને તે યુવાનની એકબીજા સામે નજરો ટકરાઇ એ સાથે જ બંને એકસાથે બોલી પડ્યા અરે તું અહીં ક્યાંથી?” આ યુવાનને ઓળખતા જ રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને તેને ભેટી પડ્યો. તે યુવાન હતો રાકેશ ભાટીઆ. તે બંનેને આ રીતે એકબીજાને મળતા જોઇ કમિશ્નરને નવાઇ લાગી અને તે બોલ્યા “અરે તમે રાકેશને ઓળખો છો?” આ સાંભળી રિષભ બોલ્યો “અરે, માત્ર ઓળખતો નથી પણ રાકેશ મારો ભાઇબંધ ...Read More

40

વેધ ભરમ - 40

રિષભ ઘરમાં તલાસી લેતા લેતા જેવો રસોડામાં પહોંચ્યો એવો જ ચોંકી ગયો. રસોડામાંથી પાછળ વાડામાં જવાનો એક દરવાજો પડતો અને આ દરવાજો એમજ અટકાવેલો હતો. દરવાજામાં ઘણા બધા પગલાની છાપ પડેલી હતી. ત્યાં આજુબાજુ એટલી ધુળ જમા નહોતી થઇ જેટલી આખા ઘરમાં હતી. આ જોઇ રિષભ ચોંકી ગયો અને દરવાજો ખોલી બહાર વાડામાં ગયો એ સાથે જ તેણે રાકેશને બુમ મારી કહ્યું “રાકેશ, પેલા માસીને બોલાવ. મને લાગે છે તે પણ આમા સામેલ છે.” આ સાંભળી રાકેશ રિષભ પાસે આવ્યો અને બોલ્યો “કેમ તુ એવુ શેના પરથી કહી શકે છે?” “જો આ રસોડાનો દરવાજો ખુલ્લો હતો અને અહી ઘણા ...Read More

41

વેધ ભરમ - 41

રિષભ બીજા દિવસે પાંચ વાગે સુરત પહોંચી ગયો હતો. આગલે દિવસે રાત્રે બાલવી પર બેઠા બેઠા તેને અચાનક વિચાર અને તેણે રાકેશને ફોન કરી કહ્યું “રાકેશ મને લાગે છે કે પેલા માસીને ફોન કરવાવાળી છોકરી કાવ્યાના માસીની દિકરી જ હોવી જોઇએ. તુ તેના વિશે તપાસ કર. આ વાતનો કોઇ આધાર નથી પણ મારી સિક્સ્થ સેન્સ કહે છે કે આ બીજુ કોઇ નહી પણ કાવ્યાની માસીની દિકરી જ છે.” આ સાંભળી રાકેશે કહ્યું “ઓકે કાલે જ હું તેના વિશે માહિતી મેળવવાની કોશિષ કરુ છું.” ત્યારબાદ રિષભે મોડીરાત સુધી મિત્રો સાથે ગપ્પા માર્યા. મોડી રાતે તે રસકીટ હાઉસ પર જઇ ઉંઘી ...Read More

42

વેધ ભરમ - 42

કબીરને હવે સમજાઇ ગયુ હતુ કે આ રિષભના પ્રશ્નોના જવાબ આપ્યા વિના તેનો છુટકો થવાનો ન હતો. જો કે વકીલે તેને કોઇ પણ પ્રશ્નના જવાબ આપવાની ના પાડી હતી અને સાથે સાથે એ પણ કહ્યું હતુ કે ચિંતા નહીં કરતા પોલીસ સ્ટેશનમાં આપેલા જવાબ કોર્ટમાં માન્ય ગણાતા નથી. રિષભને અત્યારે તો આ એક દિવસ પણ અહીં કાઢવો મુશ્કેલ પડી રહ્યો હતો. તેમા પણ રિષભ જો થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરે તો તેની હાલત એકદમ ખરાબ થઇ જશે. તે પોતે કેટલુ ટૉર્ચર સહન કરી શકશે તે સારી રીતે જાણતો હતો. તેને ખબર જ હતી કે જો ફીઝીકલી ટોર્ચરની શરુઆત કરશે તો ...Read More

43

વેધ ભરમ - 43

કબીરની પૂછપરછ પૂરી કરી રિષભે શિવાનીને પૂછપરછ માટે બોલાવી. થોડીવાર બાદ શિવાની આવીને સામે બેઠી. રિષભે શિવાનીની હાલત જોઇ સાથે જ રિષભને સમજાઇ ગયુ હતુ કે તેની પાસેથી માહિતી કઢાવવી પ્રમાણમાં સહેલી પડશે. રોજ એકદમ આરામ દાયક જિંદગી જીવતી શિવાનીની હાલત બે દિવસમાં તો એવી થઇ ગઇ હતી કે જાણે તે મહિનાઓથી બિમાર હોય. સતત એસીમાં એકદમ પોચા અને મુલાયમ બેડ પર સુતી શિવાની માટે હવા ઉજાસ વગરની અંધારી ઓરડીમાં બે રાત કાઢવી ખૂબ જ કષ્ટદાયક નીવડી હતી. શિવાનીની હાલત જોઇ રિષભે વિચાર્યુ કે માણસને હેરાન કરવો કેટલો સહેલો થઇ ગયો છે. નેટ બંધ કરી દો, મોબાઇલ છીનવી લો, ...Read More

44

વેધ ભરમ - 44

રિષભની વાત સાંભળી શિવાની ગુસ્સે થઇ ગઇ. રિષભની આ પણ એક સ્ટ્રેટેજી હતી કે તે ગુનેગારને ગુસ્સે કરતો જેથી ગુનેગાર ન બોલવાની વાત પણ બોલી જતા. અત્યારે શિવાનીને ગુસ્સે થતા જોઇને રિષભે કહ્યું “તમે પતિ સાથે વાત કરવા માટે તમારા પ્રેમીને ફાર્મ હાઉસ પર મોકલી શકતા હોય તો એવુ પણ બને કે પતિને ખુશ કરવા કોઇ છોકરીને પણ મોકલી શકો.” આ સાંભળી શિવાનીનો ગુસ્સો હદ પાર કરી ગયો અને તે બોલી “ઓફિસર તમે હદ વટાવી રહ્યા છો. મારા પતિ માટે મારે છોકરીઓ મોકલવાની જરુર જ નહોતી. તે એટલો નીચ હતો કે તેના સંપર્કમાં આવેલી કોઇ છોકરીને તે છોડે નહીં. ...Read More

45

વેધ ભરમ - 45

રિષભે ફોટા પાછળ રહેલુ કાર્ડ ખોલ્યુ અને વાંચ્યુ એ સાથે જ તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ અને તે બોલ્યો માય ગોડ આ તારીખ હું કેમ ભુલી ગયો. આટલા વર્ષોથી આ તારીખ મને યાદ રહેતી અને બરાબર આજ વર્ષે હું કેમ ભુલી ગયો.” તેણે કાર્ડને ફરીથી ધ્યાનથી વાંચ્યુ . કાર્ડ અનેરીના માસીએ તેને આપ્યુ હતુ. ત્યારબાદ રિષભે કાર્ડને ફરીથી તેની જગ્યા પર મૂકી દીધુ. થોડીવાર બાદ અનેરી આવી એટલે રિષભે કહ્યું “ઓકે આપણે ક્યાં અવધમા જ જમવા જઇશું?” અનેરીએ કહ્યું તને જ્યાં ગમે ત્યાં મને તો બધે જ ચાલશે. આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તો ચાલ તુ ઘર લોક કરીને ...Read More

46

વેધ ભરમ - 46

બીચ પરથી જીંજર હોટલમાં પહોંચેલા વ્યક્તિએ રુમમાં જઇ સ્નાન કરવાનુ વિચાર્યુ. આજે તેણે સંપૂર્ણ સભાન અવસ્થામાં સ્નાન કર્યુ હતુ. ત્રણ વર્ષથી તો તેને જ્યારે બેભાન કરવામાં આવતો ત્યારે જ સ્નાન કરાવવામાં આવતુ. તેણે બાથરુમમાં જઇ સાવર ચાલુ કર્યો અને તેની નીચે ઊભો રહી ગયો. શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ થતા જ મગજમાં ધીમે ધીમે ચેતના પાછી આવવા લાગી. તે લગભગ અડધા કલાક સુધી શરીરને સાફ કરતો રહ્યો. જો કે શરીર તો એટલુ બધુ ખરાબ નહોતુ પણ આ સાથે સાથે મન પર ચડેલા આવરણ પણ સાફ થવા લાગ્યા. ધીમે ધીમે તેની ચેતના અને સંવેદના પાછી આવવા લાગી. તે સાથે જ ...Read More

47

વેધ ભરમ - 47

વિકાસને હજુ તે માણસ પર વિશ્વાસ નહોતો આવતો. આમપણ જે માણસને હજુ સુધી તેણે જોયો જ નહોતો તેના પર કઇ રીતે થઇ શકે. “તમે જેટલા કહેશો તેટલા પૈસા મળશે પણ મારે એ જાણવુ છે કે મારુ અપહરણ કોણે કરાવ્યુ હતુ. અને આ માટેના તમારી પાસે પ્રુફ હોવા જોઇએ.” વિકાસે કહ્યું. “હા તમને પ્રુફ મળી જશે. પણ પૈસા મને કેસમાં મળવા જોઇએ.” સામેથી કહેવાયુ. “હા, મને મંજૂર છે બોલો કેટલા પૈસા જોઇએ અને ક્યાં મળવુ છે?” વિકાસે તરત જ કહ્યું. આ સાંભળી સામેવાળો માણસ હસવા લાગ્યો અને પછી બોલ્યો “જુઓ મિ. વિકાસ તમે કોઇ ચાલાકી કરવાનુ વિચારતા હોય તો ભુલી ...Read More

48

વેધ ભરમ - 48

વિકાસ બીજી સીડી પરથી ઉતરીને તેનો પીછો કરતા માણસની નજીક પહોંચ્યો. પેલા માણસનું ધ્યાન આગળ તરફ હતુ એટલે તેને નજીક આવી ગયો છે તેની તેને ખબર નહોતી. વિકાસે નજીકથી તે માણસનું અવલોકન કર્યુ. આ માણસને તેણે જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. તેણે તેના ચહેરાથી શરુ કરી તેના કપડાનું અવલોકન કર્યુ. પણ જેવુ વિકાસનું ધ્યાન તેના સુઝ પર ગયુ એ સાથે જ તેના રોમ રોમમાં આગ લાગી ગઇ અને તેનુ શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યુ. આ એ જ સુઝ હતા જે તેણે ત્રણ વષ સુધી જોયા હતા. તેને જ્યાં પુરી રાખવામાં આવ્યો હતો ત્યાં તેને જમવાનુ આપવાવાળા વ્યક્તિના સુઝ આવા જ હતા. ...Read More

49

વેધ ભરમ - 49

વિકાસે બહાદૂરસિંહને આખી યોજના સમજાવી અને પછી બંને છુટા પડ્યા. ત્યાંથી નીકળી વિકાસ હોટલ પર પાછો આવ્યો રસ્તામાં તેણે જોયુ તો પેલો બાઇકવાળો યુવાન હજુ પણ તેનો પીછો કરતો હતો. હોટલ પર આવી વિકાસ સાંજ સુધી હોટલમાં જ રહ્યો. રાત્રે જમીને તે ટેક્સી લઇ હોટલ બહાર નીકળ્યો. ટેક્સી તેણે વરાછા તરફ લેવડાવી અને નાના વરાછા મેઇન રોડ પર પહોંચી ટેક્સી ઊભી રખાવી. ત્યારબાદ તે ટેક્સીમાંથી નીચે ઊતર્યો અને ટેક્સીવાળાને ભાડુ ચૂકવી જવા દીધો. ટેક્સીવાળો ગયો એટલે વિકાસ સામે રહેલી ગલીમાં અંદર ગયો. આ આખો વિસ્તાર ટેક્સટાઇલના કારખાનાનો હતો. અત્યારે આ વિસ્તાર સુમસામ હતો. તે થોડો આગળ ગયો અને પછી ...Read More

50

વેધ ભરમ - 50

બીજા દિવસે સવારે રિષભ હજુ તૈયાર થઇને સ્ટેશન પર જવાની તૈયારી કરતો હતો ત્યાં તેના પર અભયનો ફોન આવ્યો. ગીફ્ટ શોપમાંથી ગીફ્ટ લઇ લીધી છે અને થોડીવારમાં ગીફ્ટ યજમાનને ત્યાં પહોંચાડી દઇશ.” અભયે ફોન પર કહ્યું. “ઓકે, નો પ્રોબ્લેમ હજુ મહેમાન જવા માટે નીકળ્યા નથી. પણ તુ ઝડપ રાખજે.” રિષભે સુચના આપતા કહ્યું. “ઓકે સર, બીજી કાંઇ સુચના છે?” અભયે પૂછ્યું. “હા, ગીફ્ટ પહોંચાડી તારે ત્યાં થોડા અંતરે રોકાવાનું છે. કાંઇ ઇમરજન્સીમાં જરુર પડે તો તું બે મિનિટમાં પહોંચી જવો જોઇએ.” રિષભે છેલ્લી સુચના આપી અને પછી કોલ કટ કરી નાખ્યો. ત્યારબાદ તે તૈયાર થયો અને સ્ટેશન પર ગયો. ...Read More

51

વેધ ભરમ - 51

ચેક પર કબીરનુ નામ વાંચી વિકાસ એકદમ ચોંકી ગયો હતો. વિકાસ અને દર્શને કબીર સાથે જે પણ કર્યુ તેના તે લોકોને એમ હતુ કે કબીર તેની સાથે સંબંધ જ નહી રાખે પણ કબીરે તો મિત્રતા રાખી હતી. પણ ત્યારે તેને એ નહોતી ખબર કે કબીર મોકાની રાહ જોઇને બેઠો હતો. આજે તેને સમજાયુ હતુ કે કબીરે તેનો બદલો લીધો હતો. અત્યારે વિકાસને કબીર પર એટલો બધો ગુસ્સો આવતો હતો કે જો તે સામે હોય તો તેને સૂટ કરી દે. એક તો કબીર અને અનેરી વચ્ચે પ્રેમ છે તે તેને ખબર પડી ત્યારથી જ તેને કબીર પર ગુસ્સો આવ્યો હતો. ...Read More

52

વેધ ભરમ - 52

વિકાસની ઊંઘ હરામ થઇ ગઇ હતી. હવે તેને ધીમે ધીમે આખી વાત સમજાઇ ગઇ હતી. કબીરની ચાલ તેને હવે રીતે દેખાતી હતી. પણ હજુ સુધી તેને એક વાત સમજાતી નહોતી કે કબીરે દર્શનનુ ખૂન કરી નાખ્યુ તો તેને કેમ જીવતો છોડી દીધો. આ પ્રશ્ન તે પેલા દાસને પૂછવાનો હતો પણ તે પ્રશ્ન પૂછે તે પહેલા તે દાસ મોકાનો ફાયદો ઊઠાવી નાસી ગયો. વિકાસે હોટલના રુમમાં બેસી ઘણુ વિચાર્યુ અને ઘણી બધી શક્યતાઓ વિચારી છતા પણ આ એક વાત તેને મગજમાં બેસતી નહોતી. જો કબીરને મારી સાથે બદલો જ લેવો હતો તો પછી દર્શનની જેમ મને પણ મારી જ શક્યો ...Read More

53

વેધ ભરમ - 53

વિકાસ અડધા કલાકમાં કબીરની હોટલ પર પહોંચ્યો. હોટલના ગેટની બહાર જ બહાદૂરસિંહ તેની રાહ જોઇને ઊભો હતો. વિકાસ આવ્યો બહાદૂરસિંહ તેની પાસે આવ્યો અને બોલ્યો “સાહેબસાહેબ પહેલા માળ પર રૂમ નંબર 101મા તે બંને છે” “ઓકે, તુ કાર તૈયાર રાખ હમણા હું બે મિનિટમાં કામ પતાવીને બહાર આવી જઇશ. તું પૂરતી તૈયારીમાં રહેજે.” વિકાસે કહ્યું. “સાહેબ આ જુઓ.” એમ કહી બહાદૂરસિંહે તેના મોબાઇલમાંથી એક ફોટો વિકાસને દેખાડ્યો. આ ફોટામાં કબીર અનેરીને હગ કરતો હતો. આ જોઇ વિકાસનો રહ્યો સહ્યો કાબૂ પણ તુટી ગયો અને તે ગાળ બોલતો હોટલ તરફ દોડ્યો. આ જોઇ બહાદૂરસિંહના ચહેરા પર સ્મિત આવી ગયુ. હવે ...Read More

54

વેધ ભરમ - 54

રિષભને લાગ્યું કે જ્યાં સુધી કમિશ્નરને પૂરેપૂરો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તે મદદ નહીં કરે એટલે છેલ્લે તેણે એક્કો ઉતરતા કહ્યું “સર, આ વિકાસને સંજયસર સાથે બહુ જુના સંબંધ છે. કાવ્યા સાથેના બળાત્કાર સમયે સ્ટેશન ઇન્ચાર્જ સંજય સર હતા. કાવ્યા કમ્લેઇન લખાવવા ગઇ ત્યારે સંજય સરે જ તેની કંમ્પ્લેઇન તો નહોતી જ લીધી ઉલટુ તેણે દર્શન અને વિકાસને જાણ કરી દીધી હતી. તેના બદલામાં સંજયસરને બહુ મોટી રકમ મળી હતી.” “કાવ્યા એટલે પેલી કોલેજવાળી છોકરીને જેના પર દર્શન વિકાસ અને કબીરે બળાત્કાર કર્યો હતો?” કમિશ્નરે પૂછ્યું. “હા સર, તે જ છોકરી. ત્યારથી જ વિકાસ અને સંજયસર વચ્ચે સંબંધ ...Read More

55

વેધ ભરમ - 55

કિશોર દાદાવાલાનુ છેલ્લુ વાક્ય સાંભળી કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો. કિશોર દાદાવાલા પણ પોતાની સ્પીચ માટે જાણીતા હતા. તે એકદમ રીતે જાણતા હતા કે કયા વાક્ય પર ભાર મૂકવો, કઇ જગ્યા પર થોડો વિરામ લેવો અને કઇ વાતને ઝડપથી કહેવી. કિશોર દાદાવાલાએ થોડીવાર વિરામ લીધો અને તે જ વાક્ય ફરીથી કહ્યું “હા માય લોર્ડ તેના પછી દર્શને જે કહ્યું તે સાંભળી કાવ્યા પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો. દર્શને કાવ્યાને ધમકી આપતા કહ્યું હવે અમે તને લેવા માટે નહીં આવીએ પણ તારે જ્યારે અમને ઇચ્છા થાય ત્યારે આ ફાર્મ હાઉસ પર આવી જવુ પડશે. નહીંતર આ તારી વિડીઓ ક્લીપ અમે ...Read More

56

વેધ ભરમ - 56

જ્યારે કાવ્યાએ આત્મહત્યા કરી ત્યારે અનેરી વેકેશનમાં તેના ઘરે રાજકોટ હતી. કાવ્યાના સમાચાર મળતા જ તે જુનાગઢ પહોંચી ગઇ. લાશને સુરતથી જુનાગઢ તેના ઘરે લાવવામાં આવી હતી. કાવ્યાની લાસ જોઇ અનેરીને જોરદાર આઘાત લાગ્યો. તે બે ત્રણ દિવસ સુધી સતત રડ્યા કરી પણ પછી તે તેના ઘરે રાજકોટ જતી રહી. તેને કોઇ પણ રીતે કાવ્યાની આત્મહત્યાનો વિશ્વાસ નહોતો આવતો. તે વિચારતી કે એવુ તે શું હતુ કે કાવ્યાને આત્મહત્યા કરવી પડી. તે ઘણા દિવસ સુધી વિચારતી રહી ત્યાં એક દિવસ એક કુરીયરવાળો તેના નામનું કવર આપી ગયો. કવર ઉપરના અક્ષરો જોઇ અનેરી ચોંકી ગઇ. કવર ઉપર એડ્રેસ લખેલુ હતુ ...Read More

57

વેધ ભરમ - 57

અનેરી અત્યારે અતિતની યાદોમાં ખોવાઇ રહી હતી. વિકાસ સાથે લગ્ન કર્યા પછી તેણે એકદમ આયોજનપૂર્વક પોતાનો બદલો લીધો હતો. લેવા માટે તેને સાથીની જરૂર હતી. તેણે શિવાનીને સાથે લેવાનુ વિચાર્યુ હતુ. આ માટે એક દિવસ મોકો જોઇને અનેરીએ શિવાનીને દર્શને કરેલ બળાત્કારની વાત કરી દીધી હતી. અનેરીને એમ હતુ કે આ વાત સાંભળી શિવાની તેને સાથ આપવા માટે તૈયાર થઇ જશે. દર્શને કરેલ બળાત્કારની વાત સાંભળી શિવાનીએ કહ્યું “જો અનેરી આ બધા જ પુરૂષો એવા જ હોય છે. સારી છોકરી જોઇ નથી કે લાળ ટપકાવી નથી. પણ સામે તે છોકરી પણ એવી જ હશે બાકી તારી કે મારી સાથે ...Read More

58

વેધ ભરમ - 58

શ્રેયાનો નંબર જોઇને અનેરીને નવાઇ લાગી. કેમકે શ્રેયાને નંબર આપતી વખતે અનેરીએ તેને ચોખ્ખી વોર્નીંગ આપી હતી કે ઇમર્જન્સી ક્યારેય ફોન કરવો નહીં. જો કે અનેરીએ સાવચેતી રૂપે આ કાર્ડ અને મોબાઇલ બંને ફેક આઇ.ડી પરથી લીધા હતા. અનેરીએ ફોન ઉંચકી કહ્યું “હા બોલ શ્રેયા શું ઇમર્જન્સી કામ આવી ગયુ છે?” શ્રેયા અનેરીનો કહેવાનો મતલબ સમજી ગઇ પણ પછી શ્રેયાએ જે કહ્યું તે સાંભળી અનેરી ચોંકી ગઇ. “મેડમ, ગઇ કાલે મારા પર દર્શન સરના વાઇફનો ફોન હતો. તેને મારા અને દર્શન સરના સંબંધ વિશે ખબર હતી.” “કોણ શિવાનીનો ફોન હતો?” અનેરીએ આશ્ચર્યથી પૂછ્યું. “હા તેણે મને કહ્યું કે હું ...Read More

59

વેધ ભરમ - 59

અનેરીએ પ્લાન એક્ટીવેટ કરી દીધો હતો. તે પ્લાન મુજબ જ શ્રેયા એક્ટીવા લઇને દર્શનને મળવા માટે ગઇ હતી. અનેરીએ હતુ તે પ્રમાણે શ્રેયાએ ગાર્ડન પાસેની ગલીમાં રહેલા બૂથ પરથી દર્શનને ફોન કર્યો હતો. દર્શન પણ એ જ સમયે ફાર્મ હાઉસ પર જઇ રહ્યો હતો એટલે તેણે શ્રેયાને કહ્યું તુ ત્યાં જ રહે હું તને પીકઅપ કરી લઉ છું. હવે શ્રેયાને તેની વાત માનવી જ પડે એમ હતી એટલે શ્રેયાએ તરતજ તેના ફોનમાંથી અનેરીને ફોન કરી વાત કરી તો અનેરીએ કહ્યું ઓકે તુ એક્ટીવા ત્યાં જ રાખીને જતી રહે. ફાર્મ હાઉસ પરથી તને પીકઅપ કરવાની વ્યવસ્થા હું કરાવી દઉં છું. ...Read More

60

વેધ ભરમ-60 (અંતિમ પ્રકરણ)

PART-60 (અંતિમ પ્રકરણ) મિત્રો આજે આ નોવેલ પૂર્ણ થઇ રહી છે ત્યારે તમારી સાથે થોડી વાતો શેર કરવાનુ મન છે. આ નોવેલ લખતી વખતે પણ દરેક નોવેલની જેમ અદ્ભૂત અનુભવમાંથી પસાર થયો છું. તમારી સમક્ષ એકદમ નિખાલસ કબૂલાત કરુ છુ કે આ નોવેલ ભલે હું લખતો હોય પણ મને ઘણી વખત એવો અહેસાસ થાય છે કે કોઇ મારી પાસે આ નોવેલ લખાવે છે. નોવેલના પાત્રો જ જાણે તેની પોતાની સ્ટોરી મને લખાવતા હોય તેવો અનુભવ મને થયો છે. હું કોઇ મોટો લેખક નથી પણ મારી આ નોવેલની યાત્રા દરમીયાન એવુ ઘણીવાર થયુ છે કે વચ્ચે વચ્ચે સ્ટોરી લખતી વખતે ...Read More