“બાની”- એક શૂટર

(2.1k)
  • 268.7k
  • 74
  • 116.8k

“બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે. મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી કુલ છોકરીની કહાણી છે. બાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ પણ કોઈની સાથે જીવન વ્યતિત કરવા માંગતી હતી. પરંતુ એવામાં જ એક અઘટના બને છે જેમાં એણે સર્વસ્વ પોતાનું હોમવા પડ્યું. એ ઘટના બાદ એ ઈરાદો બનાવી ચૂકી હતી, એના લાઈફને એક ધ્યેય આપી ચૂકી હતી કે જીવન હવે આ ઘટનાનાં પ્રતિશોધ માટે જ જીવવાનું છે.

Full Novel

1

“બાની”- એક શૂટર - 1

“બાની”- એક શૂટરપ્રસ્તાવના“બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે.મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી કુલ છોકરીની કહાણી છે. બાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ ...Read More

2

“બાની”- એક શૂટર - 2

“બાની”- એક શૂટર ભાગ :૨બાની અને બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન બંને બહાર જવા માટે મેઈન ગેટ પહોંચ્યા. તે જ વોચમેન બ્લેક રંગના પ્લાસ્ટિકની ચેર પરથી ઉભો થતાં સલામ મારી."અરે કાકા કેટલી વાર કીધું સલામ ઠોકવાનું નહીં. ચાલ બીડી હોય તો આપી દે." બાનીએ ધીમેથી કહ્યું."ઓહઃ છોટી મેડમ. નોકરીથી હાથ ધોવું પડશે એક દિવસ તમારા માટે...!!" શંભુ કાકાએ ખિસ્સામાંથી બીડીનાં પેકેટ માંથી એક બીડી કાઢી આપતાં કહ્યું.બંગલાનો સૌથી બુઝુર્ગ વોચમેન એટલે કે શભૂં કાકાને ફક્ત બપોરનાં એક કલાકની ડ્યૂટી માટે લગાવતાં. એ પણ બાનીના કહેવાથી. કેમ કે એ રિટાયર્ડ થવા માંગતા ન હતાં. એમની સાથે બીજા બધા વોચમેન પણ તૈનાત રહેતાં જ."અરે ડોહો તો ...Read More

3

“બાની”- એક શૂટર - 3

“બાની”- એક શૂટર ભાગ :3સેન્ડવિચ....સેન્ડવિચ...!!દૂરથી કોઈ મોટો પડઘો સંભળાતો હોય તેમ એહાનના કાનમાં હથોડાની જેમ તે શબ્દો પર અથડાતા હતાં.“હેય...!! હું ફક્ત તને અને તને જ ચાહું છું. તું જ ચાહત છે અને રહેશે.” એહાન બોલતો જતો હતો પરંતુ સામે છેડેથી એણે કોઈ ઉત્તર મળતો ન હતો.એણે ફરી એ જ શબ્દો દોહરાવ્યા, “ ઓય તું મારો ઇશ્ક છે. મને વધારે કંઈ આ પ્યાર વ્યારના મામલા માં આવડતું નથી.”“આવડે તો તને ઘણું બધું છે, મારા નજદીક તો આવ પહેલા..” સામે છેડેથી એ છોકરીએ એહાનને ખેંચી લીધો.એહાનનાં કમર પર અચાનક નાજુક મુલાયમ હાથ ફરતાં હોય તેવું તે મહેસૂસ કરી રહ્યો હતો. તે જ ...Read More

4

“બાની”- એક શૂટર - ૪

“બાની”- એક શૂટર ભાગ : ૪“બાની, તું બહાર જ છે ને.” બાનીના ડેડે ફોન પર પૂછ્યું. ફોન જ બાનીએ કારને સાઈડ પર લીધી.“હા ડેડ. હું કામથી બહાર છું.” બાનીએ કહ્યું.“હા ઠીક છે. તું જરા હોસ્પિટલ થઈને આવ. ઈવાનનું એક્સીડેન્ટ થયું છે. બેટા તું મળીને આવશે તો એના મોમ ડેડને પણ સારું લાગશે. હું અત્યારે આવી શકું એમ નથી.” ડેડે કહ્યું.બાની વિચારવા લાગી કે જરૂર ઘરે મોમ ને કોલ કર્યો હશે એટલે હું બહાર છું એ ખબર પડી.બાનીના ડેડ એક પણ તક ચૂકતા નહીં દિપકભાઈના પરિવાર સામે બાનીને સારી સંસ્કારી પરિવારની છોકરી દેખાવડા માટે. એટલે જ એમેને કહી દીધું કે ઈવાનને હોસ્પિટલમાં ...Read More

5

“બાની”- એક શૂટર - 5

“બાની”- એક શૂટર ભાગ : ૫"દાદી ....નહિ... નહિ.... દાદા...સોરી...મેં જાણી જોઈને શૂટ નથી કર્યું. ઓહ મારો નિશાનો... શભૂંકાકા... સોરી..મેં એનું મર્ડર કર્યું..." પરસેવાથી રેબઝેબ બાની ઝડપથી જાગીને બેડ પર બેસી ગઈ. એને કાન બંધ કરી દીધા. એને અવારનવાર આ શબ્દો કાનમાં ગુંજતા. એની સાથે ભૂતકાળમાં બની ગયેલી ઘટના સપનામાં આવી હમેંશા એને પજવતી. એને જગમાં રહેલું પાણી ગ્લાસમાં નાંખીને ઝડપથી પી લીધું, "હું બધું છોડી ચૂકી છું. તો પણ કેમ આ સપનું મને સતાવી રહ્યું છે...!!" એ દુઃખી થતાં બોલી. એને ફરી સૂવાની ટ્રાઈ કરી પણ કમ્બક્ત આ સપનું...!! એ મર્ડર...!!**** થોડા દિવસો બાદ ઈવાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં ઘરે લાવવામાં આવ્યો હતો. ...Read More

6

“બાની”- એક શૂટર - 6

“બાની”- એક શૂટર ભાગ : ૬“ હેય લકી !! ક્યાં જાઓ છો મેન.” બાની હરકાતી લકીના પાછળ આવીને કહ્યું.“જી, ઓફિસ. તમને ડ્રોપ કરી દઉં ?” લકી બાનીની વાતોને સમ્માન આપતા કહ્યું.“ઓહ લકી, ડ્રોપ તો તમારા મોમ ડેડ સાંજે તને કરવાના છે.” બાની લકીની બરાબરની ખેંચવા માટે જ બહાર આવી હતી એટલે તેણે મજાક કરવાનું સ્ટાર્ટ કરી દીધું.“આપણે આ ટોપિક ચેન્જ કરી શકીએ ?” લકીએ પોતાનો ગોગલ્સ કાઢતાં કહ્યું.“ઓહ !! કકકક...મોન લકી !! મનમાં ફૂટી રહેલા લડ્ડુને એટલા પણ ના છુપાવો..!!” હોઠ પર દાંત દબાવીને આંખ મારતા બાનીએ કહ્યું.આ નખરાં બાનીના તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તે નિ:શબ્દ થઈ ગયો.“ઓય. ઓય્ય. ...Read More

7

“બાની”- એક શૂટર - ૭

“બાની”- એક શૂટર ભાગ : ૭“અરે મને આમ બહાર કેમ બોલાવી? તારા ઘરે મને બોલાવતો કે મારા તું આવતો.” બાનીએ કહ્યું અને નાના બાળકની જેમ એક્ટિંગ કરતાં બોલી, “ બાની જલ્દી મને અત્યારે મળો.” “અરે કમોન મારા પણ કોઈ પ્લાન સેટ કરેલા હોય છે. તો પણ હું ટાઈમ કાઢીને આવી છું. હવે બકો યાર ચૂપ કેમ છે?” બાની એકધારુ બોલતી ગઈ.“જો તું ચૂપ રહીશ તો હું કશુંક બકુ ?” લકીએ ગુસ્સાથી કહ્યું.બાની ચૂપ રહી અને લકીએ બોલવાનું ચાલુ કર્યું, “ તને ખબર જ છે અને આપણી બંને ફેમીલીનો પહેલાથી જ એવો વિચાર હતો કે આપણે બંને એકમેકને પસંદ કરીને મેરેજ કરી લઈએ. ...Read More

8

“બાની”- એક શૂટર - ૮

“બાની”- એક શૂટર ભાગ : ૮“અરે ડેડ તમે સમજતાં કેમ નથી. મારા લગ્નનો ચેપ્ટર છેડવાનું બંધ યાર.” બાનીએ ગુસ્સે થઈને કહ્યું.“બાની જો અમે મા બાપ છીએ. અમારી પણ ફરજ બને છે કે તને તારા લાઈફમાં સેટ કરી દઈએ.” બાનીના ડેડે સમજાવતાં કહ્યું.“હા તો હું જાતે સેટ થઈ જઈશ. તમને મેં કીધું કે મને સેટ કરી દો ? બોલો?” ડેડને ધમકાવતાં બાનીએ પૂછ્યું.“બેટા, જોષી પરિવારને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એ પરિવારના લોકો પણ તને પસંદ કરે છે.” એકદમ મીઠા ગોળ જેવા થઈને બાનીને સમજાવતાં કનકભાઈ બોલ્યાં.“હા તમારી જાણકારી માટે કહી દઉં લકીએ દિયા નામની છોકરીને પસંદ કરી લીધી છે. બસ હવે ...Read More

9

“બાની”- એક શૂટર - ૯

“બાની”- એક શૂટર ભાગ : ૯બાની ઈવાન ગ્રુપ આજે ભેગા થયા હતા. કેમ કે બાનીને એક ઈમ્પોર્ટન્ટ કરવાનું હતું. આરામથી તેઓ સુટ્ટા મારી શકે એવી એક ફિક્સ જગ્યા રાખી હતી જ્યાં પોલીસની પણ નજર ના પડે એવી ગલીમાં તેઓ સાંજ પડે પછી અંધારામાં મળવાનું પસંદ કરતાં. અને જો પોલીસ આવી ચડે એના માટે પણ બંદોબસ્ત કરી જ રાખ્યું હતું. બધા દોસ્તો ગોળ ટોળું કરીને એક જુના સડી ગયેલા થાંબલાની નીચે બેઠા હતા. જેમાંથી આછા પીળાં રંગનો પ્રકાશ રેલાઈ રહ્યોં હતો.“સાલ્લા. નમક હરામો. જે થાળીમાં ખાસો એમાં જ કાણું પાડશો. બધા ચુ## નામનાં ફ્રેન્ડો મેં પાળીને રાખ્યાં છે.” બાનીએ ગુસ્સાથી કહ્યું.મોટાભાગે આખી ટોળકીનો જેટલો પણ ...Read More

10

“બાની”- એક શૂટર - ૧૦

“બાની”- એક શૂટર ભાગ : ૧૦દિયાને આજે લકી પોતાનાં બંગલામાં લાવ્યો હતો. આખો પરિવાર આજે હાજર હતો. રૂમમાં બધા સભ્યો સોફા પર ગોઠવાયા હતાં.થોડી ઔપચારિકતાં બાદ ઈવાનનું ઈન્ટ્રો દિયા સાથે કરાવ્યું.“ અરે ડેડ તમે મારા માટે દિયાને કેમ નહીં પસંદ કરી? લકી બ્રો ને તો કોઈ પણ ચાલે. કેમ બ્રો બરાબર ને?” મજાક કરતાં ઈવાને કહ્યું. “ઈવાન..! દિયાભાભી કહીને બોલાવ.” મોમે ઠપકો આપતાં કહ્યું.“અરે બ્રો આટલા સંસ્કારી થઈને કેમ બેઠા છો. ભાભીને તમારો બેડરૂમ તો દેખાડો.” મોમની વાતને ન ગણકારતાં જોરથી કહ્યું.“દિયા બેટા. ખોટું નહીં લગાડતાં. ઈવાનને મજાક કરવાની આદત છે.” મોમે ચહેરા પર થોડું હાસ્ય બતાવતાં કહ્યું.“ઓહ્હ તમે બહુ ફોર્માલીટીમાં જીવો ...Read More

11

“બાની”- એક શૂટર - 11

“બાની”- એક શૂટર ભાગ : ૧૧"મેં તને કીધું ને એ અવિનાશના બચ્ચાંને છોડી મુક. અરે તું એને ચાન્સ આપીશ. એ સુધરવાનો નથી. કોઈ બીજી ગર્લ્સ સાથે એ રાત દિવસ વિતાવી રહ્યો છે. તું કેવી રીતે એ બધું સહન કરી રહી છે. તારું મન હંમેશા ફરતું રહે છે . ક્યારેક ચાન્સની વાત કરે છે ક્યારેક ડિવોર્સની..!!" બાની જાસ્મીનને આ વાત સમજાવીને થાકી હતી."અરે એ તને નથી લવ કરતો. એ સ્વીકારી લે. અને આગળ વધ." બાની એની આગળ વાત ધપાવતી રહી."ઠીક છે. હું લોયરને મળીને ડીવોર્સ માટેની તૈયારી કરું છું." જાસ્મીને કહ્યું. " પણ બાની તું મને ફોન પર શું કહેતી હતી?? કોઈ નિર્ણય ...Read More

12

“બાની”- એક શૂટર - 12

“બાની”- એક શૂટર ભાગ : ૧૨“એટલે તું ભૂલી ગઈ તારા ડેડને આપેલું પ્રોમિસ??" જાસ્મીને યાદ અપાવતાં બાનીને બાની હસી પડી," હું પણ લસ્ટ થઈ રહી છું ઈવાનની જેમ. યાર એ બધું છોડ. આ બધા સપના આવી રહ્યાં છે એનું શું કરવું??" તેઓ બંને ચાલતા વાતે લાગ્યા અને ફરી બીજી શાંત જગ્યા પર જઈને બેસી ગયા."સપનું તો સપનું હોય યાર. હકીકત થોડી બની જવાનું. એમ તો મને પણ ઘણા સપનાં આવ્યાં કરે કે હું કોઈ ઊંડી ખીણ માં પડી રહી છું. બચાવ, બચાવ બાની કહીને પુકારી રહી છું." જાસ્મીને કહ્યું અને ફરી ઉમેર્યું," આવા સપના આવવાથી આપને જીવવાનું થોડી છોડી દેવાય. એવું પણ થોડી સમજી ...Read More

13

“બાની”- એક શૂટર - 13

“બાની”- એક શૂટર ભાગ : ૧૩"એહ હું શું કામ તને બોલાવું એહાન..??" બાનીએ અદબ વાળીને ગુસ્સાથી કહ્યું."ઈવાનનો હતો કે બાની મળવા બોલાવે છે. પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." એહાને સરળતાથી કહ્યું."યા. મને પણ એ જ મેસેજ હતો કે એહાન મળવા માંગે છે. બાની અને જાસ્મીન સાથે પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." બાનીએ કહ્યું. જાસ્મીન ચૂપચાપ ઊભી હતી.ત્રણે જણ ચૂપચાપ ગુસ્સામાં ઊભા હતા. "ઓહ તો આ ઈવાન મહાશયનું કામ છે. હું જાણી ગઈ. એને શા માટે આવું કર્યું. એકદમ લસ્ટ છે સાચે..!!" બાનીએ કહ્યું ત્યાં જ ઈવાન સામે આવતો દેખાયો."ઈવાન..####.!! તારી પાસે સમય છે. મારી પાસે સમય છે. પણ #### આ જાસ્મીન અને એહાનનો ટાઈમ ...Read More

14

“બાની”- એક શૂટર - 14

“બાની”- એક શૂટર ભાગ : ૧૪એ જોતાં જ એહાન એ તરફ પગલા માંડવા લાગ્યો. જોતજોતામાં જાસ્મીન સાથે છોકરો ઉગ્ર બની રહ્યો હતો. બાની એને થપ્પડ લગાવા જતી હતી ત્યાં તો એણે બાનીને ધક્કો મારી દીધો. બાની જમીન પર ફસડાતાં બચી. એણે પોતાને પડતા સંભાળી લીધી. પરંતુ એ ફરી ઉઠી અને એ છોકરાના હાથમાંથી જાસ્મીનને છોડાવવા ગઈ. પરંતુ એ છોકરો જરા પણ છોડવા તૈયાર ન હતો. એણે જાસ્મીનનું બાવડું એવું જોરથી ઝાલ્યું હતું કે બાનીની તાકત એના સામે વ્યર્થ જતી હતી. જોતજોતામાં લોકોનાં ટોળા પણ જામી ગયા હતાં. પરંતુ તે મોટા અવાજમાં કહી રહ્યો હતો કે આ મારી વાઈફ છે. મારો પર્સનલ મામલો ...Read More

15

“બાની”- એક શૂટર - 15

“બાની”- એક શૂટર ભાગ : ૧૫“જસ્ટ રિલેક્સ બાની. મારો ગુસ્સો એહાન પર નહીં કાઢ. આ વધારે થાય એનું મૂડ હશે ત્યારે વાત કરશે.” જાસ્મીને સમજાવતાં કહ્યું. કેમ કે જાસ્મીન જાણતી હતી બાનીના ગુસ્સાનો ફુગ્ગો ફૂટીને જ રહેશે...!!થોડી જ મિનિટોમાં બાનીએ માર્કેટમાં ગાડી પાર્ક કરી. એહાન ગાડીની બહાર ઉતર્યો. બંનેને થેંક યુ કહીને બાઈક ભણી ગયો. બાની જ્યાં સુધી એ બાઈક લઈને ઓઝલ ન થયો ત્યાં સુધી જોતી રહી. "ચાલ એ ગયો. હવે તું બકવા માંડ." જાસ્મીન તરફ ફરતાં બાનીએ ઝડપથી કીધું.જાસ્મીન ચૂપ રહી.બાનીએ ગંભીરતાથી કહ્યું, “જેસ્સ શાંતિથી સાંભળ વાત. તું ક્યાં સુધી આવા આદમી સાથે રહેશે. અવિનાશ સાથે ડિવોર્સનો મામલો પતાવી દે.”“બાની આ બધી વાત આપણે ...Read More

16

“બાની”- એક શૂટર - 16

“બાની”- એક શૂટર ભાગ : ૧૬સવાર પડતાં જ એના આલિશાન બંગલાની પાછળ બનાવેલું સ્વિમિંગ પૂલમાં એન્જોય કરવા બાની જાસ્મીન સાથે આવી. બંનેએ ટુ પીસ પહેર્યું હતું. એક પછી એક કૂદકો મારીને બંને પાણીમાં તરવા લાગી. સ્વિમીંગ પૂલમાં માછલીની જેમ ઉછળથી તરતી બંને દેખાઈ રહી હતી. જાસ્મીન બાની કરતાં વધારે હોટ દેખાતી હતી. કારણકે મોડેલિંગ ક્ષેત્રમાં ઝપલાવાં માટે પોતાની કાયાને એને એવી રીતે મેનેજ કરી રાખ્યું હતું. જાસ્મીન દેખાવે સાવલી છ ફૂટ ઊંચી પાતળા પગ તથા લીસી ચામડી ધરાવતી હતી જ્યારે બાની પણ છ ફૂટથી થોડું કમી કદ ધરાવતી હતી પરંતુ એકદમ ફોરેનરની જેમ ગોરી ચળકતી ત્વચા હતી. "તું એહાનને નકામો હેરાન કરી રહી છે." જાસ્મીન પૂલના ...Read More

17

“બાની”- એક શૂટર - 17

“બાની”- એક શૂટર ભાગ : ૧૭બાનીનો શક સાચો હતો. એની કારને કોઈ તો પીછો કરી રહ્યું હતું. એમ લાગ્યું કે પોતાની કારને પાર્ક કરતાં જ પીછો કરતી કાર આગળ જતી રહેશે પણ એવું થયું નહિ. થોડી સેંકેન્ડ માટે રાહ જોઈ પછી બાની જ કારમાંથી ઊતરી. એને ગોગલ્સ ચડાવ્યો. ત્યાં જ એની કારના થોડે અંતરે એક કાર પાછળ આવીને ઊભી થઈ ગઈ. અને એમાંથી નીકળ્યો ઈવાન. એ ભાગતો બાની પાસે આવ્યો. " કાર કેમ ઊભી રાખી?""એ #### કેમ!! તે ઠેકો લીધો છે અમારી પાછળ પાછળ ફરવાનો. અરે કેમ દિમાગ ચાટી રહ્યો છે." બાનીએ ગુસ્સે થતાં કહ્યું."બાની પહેલા તો તું કેટલી પ્રેમથી વર્તતી ...Read More

18

“બાની”- એક શૂટર - 18

“બાની”- એક શૂટર ભાગ : ૧૮"એઝ યુ વિશ. બાની તારે ટ્રાય મારવી હોય તો માર...!!" ઈવાને ફરી કહ્યું.બાનીએ આજે એકદમ લાઈટ પિંક કલરનું ફૂલ બાયનું ટીશર્ટ ઇન કરેલું પહેર્યું હતું. એ ટી શર્ટ પર એક આંખ મારતી કિટન નું રબરનું પિક્ચર હતું. સ્કીન ફિટિંગ જીન્સ સાથે મેચિંગ લાઈટ પિંક કલરનાં કેનવાસ શૂઝ પહેર્યા હતાં. ડાર્ક બ્લેક કલરનાં ગોળાકાર ગોગલ્સ અને ઊંચે ગોળ અંબોડો કર્યો હતો."બાની...ઓલ ધી બેસ્ટ." જાસ્મીને ચીલ્લાવીને કહ્યું. એ બાનીને ક્યારે પણ રોકતી નહિ જો બાનીએ કામ કરવાનું ઠાની જ લીધું હોય ત્યારે."ઈવાન મારી જેસ્સે કહી દીધું એટલે સમજ એ છલાંગ લગાવી જ દીધી." બાનીએ પોતાનો કોન્ફિડન્સ વધારતાં કહ્યું."હા કેમ ...Read More

19

“બાની”- એક શૂટર - 19

“બાની”- એક શૂટર ભાગ : ૧૯"શભૂં કાકા તારા છોકરાને લાવી છું જો." બાનીએ દરવાજો ખોલતાં કહ્યું."મરવા દે શભૂં કાકાએ ખાસ્તા ગુસ્સો ઠાલવ્યો."આજે મારા પકડમાં આવેલો છે. જો એનો હુલિયો કેવો બદલું છું." બાનીએ સાંત્વના આપતાં કહ્યું."એ ચાલ રે ઊભો શું છે. તારા બાપને ઉંચકી લે. દવાખાને લઈ જવાનું છે." બાનીએ હુકમ આપ્યો હોય તેમ કહ્યું. કેદાર બાનીથી ડરતો. કેદાર સાલો મજબૂત આદમી હતો. પણ અત્યાર સુધીનું જીવન દારૂ પત્તા રમવામાં કાઢી નાખ્યું. થોડી અક્કલ પણ કમી."બસ્તીનાં બહાર કાર પાર્ક કરી છે." બાનીએ કહ્યું. કમને કેદારે એના બાપા શભૂં કાકાને ઉંચકી લીધો. એ ગલીમાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બસ્તીના લોકો પણ ઊભા ...Read More

20

“બાની”- એક શૂટર - 20

“બાની”- એક શૂટર ભાગ : ૨૦જાસ્મીને કશો પણ જવાબ આપ્યો નહીં."અરે બોલને જેસ્સ શું થયું?"જાસ્મીનને ઢંડોળતા બાનીએ એમાં જ ઘણા બધા મેસેજ ટોન જાસ્મીનનાં મોબાઈલથી વાગી રહ્યાં હતાં.કેદાર અને ઈવાન બેડરૂમનાં દરવાજા પર જ ઊભા હતાં. મોબાઈલ પહેલા સાયલન્ટ પર મૂકી દઉં એ ઈરાદાથી બાનીએ જાસ્મીનનો ફોન હાથમાં લીધો. તે સાથે જ ઢગલાબંધ વોટ્સએપ પર અવિનાશના મેસેજ હતાં. બાનીએ ઝડપથી એક પછી એક મેસેજ વાંચવા લાગી. એમાં કેટલાં બધા ધમકીભર્યા મેસેજ હતાં કે, "તને ડિવોર્સ તો નહીં આપું. પણ તારું ખૂન જરૂર કરી દઈશ." એવા ઘણાય ધમકીભર્યા મેસેજ વાંચતા બાનીનું ખૂન ગરમ થઈ રહ્યું હતું. તો જાસ્મીનની શું હાલત થઈ હશે?? આ બધું જ વાંચીને ...Read More

21

“બાની”- એક શૂટર - 21

“બાની”- એક શૂટર ભાગ : ૨૧બાનીને, એબ્રોડમાં આવીને ત્રણ વર્ષ ક્યારે પતી ગયા એ પણ ખબર પડી સમય તેજીથી વહી રહ્યો હતો. એ પોતાનાં સ્વજનો સાથે વિડિઓ કોલિંગથી ટચમાં હતી વધારે તો જાસ્મીન અને એના પ્યારા દાદા દાદી સાથે. કોઈક વાર વોટ્સએપ ગ્રૂપમાં પોતાની જૂની ટોળકી સાથે ચેટ કરી લેતી. ટિપેન્દ્ર સાથે ક્યારેક અમથી કોલ કરી લેતી.જાસ્મીનનો ડિવોર્સ થઈ ચૂક્યો હતો. એડ ફિલ્મોથી કેરિયરની શરૂઆત કરનાર જાસ્મીન અત્યારે એક સફળ મોડેલ બની ચૂકી હતી. ****“અરે એહાન, વ્હોટ અ પ્રેઝેન્સ સરપ્રાઈઝ યાર. તું અહીં શું કરી રહ્યો છે?” બાનીએ આશ્ચર્યથી ખુશ થઈને પૂછ્યું. એહાન તરત જ બાનીને ઓળખી ગયો.“બસ એમ જ કંપનીની સ્પોન્સરશીપ મળી છે ...Read More

22

“બાની”- એક શૂટર - 22

“બાની”- એક શૂટર ભાગ : ૨૨“તો એમાં ખોટું શું છે.?” બાનીએ ફરી પૂછ્યું.“કેમ કે હું તને કેટલી પૂછ્યું છે કે તું અહીં જ સેટ થવા માંગે છે કે પાછી ફરી રહી છે ઈન્ડિયા?” કડક શબ્દોથી જ એહાન પૂછતો જતો હતો.“એહાન તું એક જ પ્રશ્ન કેમ પૂછ્યા કરે છે યાર.” નજર છુપાવતાં બાનીએ કહ્યું.“બાની. જો તું સ્યોર અને સિરીયસ હોય મારા માટે તો જ હું આ રિલેશનશીપ આગળ વધારીશ. મને એવી કોઈ રિલેશનશીપ નથી જોઈતી કે તું અહિયાં એબ્રોડ જીવે અને હું ઈન્ડિયા. પ્લીઝ જો તું એવું કહેતી હોય કે મારી સાથે તું પણ અહિયાં સેટ થઈ જા તો મારો જવાબ ના હશે. હું ...Read More

23

“બાની”- એક શૂટર - 23

“બાની”- એક શૂટર ભાગ : ૨૩“બાની...!! મારી મા એ મારા માસી મા છે. મને મારો પાસ્ટ છેડવામાં પણ રસ નથી. પણ તને સાચું કહેવાનું મને જરૂરી જણાય છે. મારી મા આરાધના લાઈફ પ્રત્યે ખુબ જ સિરિયસ હતી. એ મહત્વકાંક્ષી ઓરત હતી. પરંતુ એણે એક એવા આદમી સાથે લગ્ન કરી લીધા હતાં કે જે દિમાગથી માંદા હતાં. એવામાં જ એણે એક બાળક પણ થયું. એટલે કે એ બાળક એહાન. મારી મા આરાધનાને આવી લાઈફ સહન થતી ન હતી. હાલાકી મને એના માટે જરા પણ ખરાબ લાગ્યું નથી. એ એનો પોતાનો નિર્ણય હતો. એક દિવસ એક વર્ષનાં બાળકને છોડીને જ મારી મા આરાધના ...Read More

24

“બાની”- એક શૂટર - 24

“બાની”- એક શૂટર ભાગ : ૨૪ઈન્ડિયા જવાના પહેલા જ બાની કશ્મેકશમાં હતી. ઈન્ડિયા જઈને એના ડેડને કેવી એહાન વિષે કહેશે? તેઓ માનશે કે પછી કશું ઊલટું કરીને ઈવાન સાથે ગોઠવી દે તો..!! એવા તરેહ તરેહના નકારાત્મક વિચારોથી ઝઝૂમી રહી હતી. એની મનની દુવિધાનું સોલ્યુશન લાવવાવાળા બે જ સમજદાર વ્યક્તિઓ હતાં. તેઓ એટલે એના જીવનનાં મોસ્ટ હસીન પાત્રો એમના દાદા દાદી. જેઓ હતાં તો મોટી ઉંમરના જ પરંતુ આજની જનરેશનના વિચારો સાથે તાલમાં તાલ મેળવનારા. તેઓ પોતાનાં નિર્ણયો થોપવામાં માનતાં નહીં પરંતુ જાતે ફેંસલો લઈ શીખવામાં માનતા હતાં.પરંતુ લગ્નનો નિર્ણય એ શીખવાનો વિષય ન હતો. બાનીની જરા અમથી ભૂલ કે નિર્ણયથી બધાનાં જ ભવિષ્યમાં ઉથલપાથલ ...Read More

25

“બાની”- એક શૂટર - 25

“બાની”- એક શૂટર ભાગ : ૨૫બાની પોતે વિચારમાં પડી ગઈ કે હું તો સમયના પહેલા જ જાસ્મીનને આપવાં આવી ગઈ પણ આ જાસ્મીનની બચ્ચી જ ઘરમાં નથી. બાની બેક ટુ બેક ફોન લગાડતી ગઈ પણ નોટ રીચેબલ જ સંભળાવા મળ્યું. ખાસ્સો અડધો કલાક વીતીને પોણો કલાક થવા આવ્યો હતો. બાની અકળામણ અનુભવવા લાગી.ત્યાં જ ચુનીરામે બાનીના હાથમાં એક ઈન્વીટેશન કાર્ડ થમાવતાં કહ્યું, “ જાસ્મીન મેડમને બોલા થા કી બાની કો દે દેના.”બાનીને કશું જ સમજાતું ન હતું કે શું બની રહ્યું છે એણે અવઢળમાં જ પૂછ્યું, “ શું છે ? શાદી હૈ ક્યાં જાસ્મીન કી ?” ત્રણ વર્ષ બાદ આજે ફરી ...Read More

26

“બાની”- એક શૂટર - 26

“બાની”- એક શૂટર ભાગ : ૨૬પોતાના બેડરૂમમાં શિફ્ટ થયા બાદ બધા જ ઘરનાં લોકોને બાનીએ બહાર મોકલ્યા. કહીને કે 'મને થોડી શાંતિ જોઈએ છે પ્લીઝ બહારથી બંધ કરીને જજો.' બાનીનો જમણો પગ ફેકચર થયો હતો. હાથમાં થોડું વાગ્યું હતું. બાકી બધું સહીસલામત હતું. એ થોડીવાર બેડ પર લાંબી થઈ પણ એનો જીવ ઊકળી રહ્યો હતો. એ બેઠી થઈ અને લગંડી કુદતી હોય તેવી રીતે કબાટ સુધી પહોંચી. એણે કબાટમાં ડોકિયું કર્યું બધો જ સામાન જેવો છે એવો જ હતો. એણે તરત જ પડેલી પર્સને જોઈ. એકઝાટકે ઝીપ ખોલી. 'હતું..!!ઈન્વીટેશન કાર્ડ...!!' એણે હાશકારો અનુભવ્યો. એ લંગડી કુદતી બેડ પર આવીને બેઠી. ઘણી ...Read More

27

“બાની”- એક શૂટર - 27

“બાની”- એક શૂટર ભાગ : ૨૭થોડા દિવસમાં જ મને જાણવા મળ્યું કે મીરાંના ડેથ થવાનાં કારણે એની પર મને લેવામાં આવી હતી. મીરાંને લઈને જે આલ્બમની અધૂરી શૂટિંગ થઈ હતી એને પડતી મુકીને નવેસરથી મારા દ્વારા પૂરી કરી હતી. મીરાનું પણ મારી જેમ નવી જ એન્ટ્રી હતી. ડાયરેક્ટર સંતોષ સાહેબે એ વાતને બહાર એક્સપોઝ કરી ન હતી એનું કારણ એ હતું કે એના દીકરા અમન સાથે જ મીરાનું અફેર હતું. આરાધના પ્રોડક્શન હાઉસ હમેશાં એક નવા ચહેરાને પ્રાધાન્ય આપતાં હતાં. અને મીરા એટલી ફેમસ પણ ન હતી કે એની આત્મહત્યાને વાતનું વતેસર મળે..!! એવાં જ સારા નરસા દિવસો ત્રણ મહિના સુધી ...Read More

28

“બાની”- એક શૂટર - 28

“બાની”- એક શૂટર ભાગ : ૨૮“ મીરાંનું મોત કેવી રીતે થયું?” મેં એને ફરી પ્રશ્ન પૂછ્યો. મારો પૂછવાથી એ મને એકીટશે જોતી રહી. એના મનમાં કોઈ યુદ્ધ ચાલતું હોય તેમ એ ઝટથી ઊઠી. પાણીનો ગ્લાસ ઉંચક્યો. પીધું. ગ્લાસ ટેબલ પર મુક્યો અને ચાલતાં જ એણે કહ્યું, “ મારું કામ તને આશ્વસ્ત કરવાનું હતું. તમે માસૂમ છોકરીઓ ધ્યાન રાખજો તમારું.” એટલું કહી એણે મોઢા પર બુરખો નાંખીને ચાલતી પકડી.મેં એનો હાથ પકડ્યો, “ તમે મારો જવાબ આપતા જાવ.” મેં એનો હાથ કસીને પકડ્યો. એણે પકડેલા હાથ તરફ જોયું અને ધીમેથી છોડ્યો. એના પછી એણે જે કીધું હું પોતાની જાતને જ એ પ્રશ્ન પૂછતી ...Read More

29

“બાની”- એક શૂટર - 29

“બાની”- એક શૂટર ભાગ : ૨૯"બાની તને નથી લાગતું ફ્લો અલગ જ એંગલ લઈ રહ્યું છે?" ટીપેન્દ્રએ કહ્યું."શું..?!" દ્વિધાથી બાનીએ પૂછ્યું.બાની પોતાના બસમાં હતી જ ક્યાં!! એની વિચારવાની શક્તિ ઘટી ગઈ હોય તેમ લાગતું હતું. એ કોન્સન્ટ્રેટ કરી શકતી ન હોય તેમ એ મહેસૂસ કરી રહી હતી."આ ડાયરી પૂખતો સબૂત છે. ડાયરીમાં જાસ્મીનનાં ખૂનનું રહસ્ય છુપાયેલું છે. બીજી કડીઓ ઓટોમેટિક બહાર આવી જશે." ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાનનું કશું ઉલ્લેખ જ નથી આ ડાયરીમાં..!! કમાલની વાત તો એ છે કે જાસ્મીને પણ મને પર્સનલી કશું કહ્યું નહીં ઈવાન વિશે..!!" બાનીએ કહ્યું."બાની એ તો હવે ઈવાન જ આપણાને કહી શકશે જાસ્મીન સાથે એનો શો સંબંધ હતો..!!" ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાન છે ...Read More

30

“બાની”- એક શૂટર - 30

“બાની”- એક શૂટર ભાગ : ૩૦"સર..!! હું મારા તરફથી માહિતી આપવા સહયોગ કરી રહી છું. તમે ભળતી મૂકી રહ્યાં છો. તપાસ કરવાનું કામ તમારું છે." બાનીને ડર ક્યાં હતો. એણે ઊંચા સ્વરમાં કહ્યું."અમારી ઈન્વેસ્ટિગેશન ચાલુ છે મેડમ. તમે સાચી રીતે સહયોગ આપશો." ઈન્સ્પેકટર જૈસવાલે કહ્યું.એવા ઘણા બધા સવાલો આડા અવળા પૂછાયા. પરંતુ જયારે ઇન્સ્પેકટરે એવું કડવું કહ્યું ત્યારે બાનીના પગની ધરતી ખસી ગઈ, “તારી જ બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ...!! મિસ બાની. તમે પણ મિસ જાસ્મીન ખૂનમાં સામિલ હોઈ શકો...?!! અત્યારે અમે સબૂતની તલાશમાં છે. પણ મિસ બાની ધ્યાન રહે આ શહેરની બહાર તમે જઈ ના શકશો.”પૂછતાછ બાદ ઇન્સ્પેકટર ગૌતમ જૈસવાલ અને સાથે ...Read More

31

“બાની”- એક શૂટર - 31

“બાની”- એક શૂટર ભાગ : ૩૧"ટીપેન્દ્ર...!! શું બોલી રહ્યો છે તું...!!" બાનીના હોઠ ધ્રુજતાં બોલી ઉઠ્યા." તું લેજે એને. હું ગોઠવું છું બધું. વધારાની વાત નહીં હવે. ટીફીન જોઈ લેજે...હું નીકળું.!!" સળંગ બોલીને ટીપેન્દ્ર ત્યાંથી નીકળી ગયો. બાનીએ નોટિસ કર્યું કે ટીપેન્દ્રએ એની ચાલવાની સ્ટાઈલ પણ બદલી દીધી હતી.પોતાના પગ પર ટીફીન રાખી બાની રિલેક્સ થઈને વ્હીલચેરમાં બેઠી બેઠી જ આખા સ્વિમીંગ પૂલનો રાઉન્ડ મારીને બંગલામાં પેઠી ત્યારે આછું અજવાળું હતું. એ બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને ટીફીન ખોલ્યું. વારા ફરતી બે ડબ્બા ઊંઘાડ્યા. પહેલા ડબ્બામાં એક ચિઠ્ઠી હતી. બીજા ડબ્બામાં મોબાઈલ હતો. બાનીએ ઝડપથી વાંચ્યું:'એહાન સાથે અત્યારે જે મોબાઈલ મોકલ્યો ...Read More

32

“બાની”- એક શૂટર - 32

“બાની”- એક શૂટર ભાગ : ૩૨"બાની જબાન સંભાળીને બોલ. તારા કરતાં વધુ મને કોઈ જાણતું નથી. આપણે એકમેકને બચપણથી ઓળખીયે છે. બસ તું મને એટલું જ ઓળખી શકી!! જેણી સાથે ઈશ્ક લડાવ્યો એને હું જાનથી મારી નાખું?? તું હોશમાં આવ સમજી." ઈવાને બાનીને ઊંચકીને વ્હીલચેરમાં બેસાડી. બાની બંને હાથેથી મોઢું ઢાંકીને રડી પડી. બાનીને એટલી વિચલીત અને દુઃખી લાઈફમાં ક્યારે પણ ઈવાને જોઈ ન હતી. કડક મિજાજની બાની પાસે એટલું નાજુક દિલ પણ હશે એ ઈવાન આજે જોઈ શકતો હતો. ઈવાનની આંખો પણ ભરાઈ આવી હતી. પણ એને પોતાને રડતાં રોક્યો. એ પોતાના બંને પંજા પર બેઠો. ડાબો હાથેથી બેલેન્સ માટે વ્હીલચેરનો હાથો પકડ્યો અને ...Read More

33

“બાની”- એક શૂટર - 33

“બાની”- એક શૂટર ભાગ : ૩૩"ટિપેન્દ્ર....??" સવારની પહોરમાં અલગ પોશાકમાં જ આવી પહોંચેલો ટીપીને પ્રશ્ન નજરે બાનીએ પૂછ્યું. "બાની, હજુ તો પૂછતાછ જ ચાલી રહી છે. 1% જેટલું પણ ઈન્વેસ્ટિગેશન અમનની દિશામાં પહોંચી નથી. મને એમ લાગે છે કે ડાયરીનો નાશ કરવા માટે ઈન્સ્પેકટર જૈસવાલનો પણ સાથે જ ખાતમો કરી દીધો. કેમ કે એને તો ડાયરી વાંચી જ હશે...!! પછી જ એ એક્શન પ્લાન અમનના ખિલાફ માંડવાનો હતો પરંતુ એના પહેલા જ એનું એક્સીડેન્ટ કરીને કાંટો કાઢી નાખવામાં આવ્યો...!! તો વિચાર..!! આ ડાયરી સોંપનારની જાનનો જોખમ કેટલી હદ સુધી હશે....!!" ટિપેન્દ્રએ ધીરગંભીર સ્વરમાં કહ્યું."મારી જાનને જોખમ...!! હા મારું એક વાર તો એક્સીડેન્ટ ...Read More

34

“બાની”- એક શૂટર - 34

બાની- એક શૂટર ભાગ : ૩૪બાનીના મૃત્યુંનાં પાંચ વર્ષ થવા આવ્યા હતાં. દોસ્તોને ગમ હતો કે એમને અચ્છી ફ્રેન્ડ ગુમાવી હતી. એનું ખાલીપણું તો લાગતું જ. પર જીંદગી રુકતી કહા હૈ ? બાનીના ફ્રેન્ડો પોતપોતાની દુનિયામાં આગળ વધી રહ્યાં હતાં. હની અને ક્રિશનાં મેરેજ ત્રણ મહિના બાદ થવાના હતાં એ બધા જ ફ્રેન્ડોને જાણ થઈ ચૂકી હતી. મેરેજના કાર્ડ પણ જલ્દી જ વેચી દીધા હતાં. બાનીના આખા પરિવારને પણ હની ક્રિશે ખૂબ જ પ્યારથી કાર્ડ આપી આમંત્રણ આપ્યું હતું...!!"હેલ્લો ક્રિશ...!!" કોલ જોડાતા જ હનીએ કહ્યું." હા બોલને માય સ્વીટ હની..!! શું થયું રહેવાતું નથી. હવે તો મેરેજના ત્રણ જ મન્થ બાકી ...Read More

35

“બાની”- એક શૂટર - 35

બાની- એક શૂટર ભાગ : ૩૫એહાનને હની ક્રિશની મેરેજ પાર્ટી બાદ ઊંઘ ઉડી ગઈ હતી તે અડધી પોતાનાં બેડરૂમમાં આટાફેરા કરવા લાગ્યો. એ વિચારતો રહ્યો, “ બાનીના ગયા બાદ મારી જિંદગીમાં અનેકો બાની કરતાં પણ બ્યુટીફૂલ ગર્લ્સ, લેડીને જોઈ હતી અને એવી ઘણી રૂપજીવી લલનાઓના ઈન્ટરવ્યૂઝ લીધા હતાં અને મુલાકાતો કરી હતી ત્યારે તો મારો જરા પણ જીવ બેચન થયો ન હતો. ના મેં કોઈ છોકરીને બીજી નજરેથી જોઈ હતી..!! બાનીના ગયા બાદ આજ સુધી કોઈ છોકરી માટે પ્યારનો ઉમળકો નથી થઈ આવ્યો તો આજે મિસ પાહીને જોઇને હું વિચલિત કેમ થઈ રહ્યો છું? હું એના પ્રત્યે એવી લાગણી કેમ અનુભવી ...Read More

36

“બાની”- એક શૂટર - 36

બાની- એક શૂટર ભાગ : ૩૬"એહાન કૂદી પડ્યો છે? શું કરું?" મિસ પાહીએ કોલ પર પૂછ્યું." એ પાસે આવ્યો છે. એ હું જાણું છું. એની સાથે ચોખવટ કરી લે મળીને બીજું શું!!" સામેથી સ્વર સંભળાયો." શ્યોર....?!" મિસ પાહીએ આશ્ચર્યથી કહ્યું."હા. મિસ્ટર અમન સાથે આજે તારી ફર્સ્ટ મુલાકાત છે." સામેથી સ્વર સંભળાયો."ભૂલી નથી. ઉતાવળી છું મળવા માટે." મિસ પાહીએ મિજાજથી કહ્યું. ફોન મુકાયો. પાહી ઊંડા વિચારમાં પડી ગઈ. એને અનનોન નંબર પર ફોન લગાવ્યો. પછી ઝડપથી કટ કર્યો. એનું હૈયું ધડકવા લાગ્યું. એ ફરી ખાસી મિનિટો સુધી વિચારમાં પડી રહી. એને મક્કમ મન કર્યું. મોબાઈલ કાન પર ધર્યો."હેલ્લો, મિસ્ટર એહાન. આપણે બે ...Read More

37

“બાની”- એક શૂટર - 37

બાની- એક શૂટર ભાગ : ૩૭એહાન ઝડપથી દોડતો આવી પહોંચ્યો અને નીચે બંને ઘૂંટણ પર બેસીને બંને આંગળીઓ એકમેકમાં ભેરવીને રિકવેસ્ટ કરતાં કહેવા લાગ્યો, " બાની પ્લીઝ...!! તારો ચહેરો બદલાઈ જવાથી તારું અસ્તિત્વ બદલાઈ નથી જવાનું. હું તારી દરેક હિલચાલને મહેસૂસ કરી શકું છું. તારી દરેકેદરેક શ્વાસને હું જાણું છું. તારી આંખોને હું ઓળખું છું." એહાન બોલતો ગયો. મિસ પાહી શાંત મને બધું જ સાંભળતી હતી." હું તને જ ચાહી નથી. તારી સાથે તારા સમગ્ર અસ્તિત્વને પણ ચાહયું હતું. ફક્ત પ્રેમ કરવા ખાતર તને પ્રેમ નથી કર્યો. તારું પડખું સેવ્યું હતું. મારી એષણા બાની હતી. તારું મૃત્યુ નો સદમો તો લાગ્યો ...Read More

38

“બાની”- એક શૂટર - 38

બાની- એક શૂટર ભાગ : ૩૮"શરતો શું...!! બાની હું બધું જ માનવા તૈયાર છું." એહાને કહ્યું."હમ્મ..!! મિસ્ટર યાદ છે તને પાંચ વર્ષ પહેલા તે શું કહ્યું હતું." મિસ પાહી એટલે કે બાનીએ યાદ અપાવતાં કહ્યું." યાદ છે મને બધું...!!" એહાને કહ્યું, " પણ બાની હવે તો હું તને પિછાણી જ ગયો છું તો તું મને મિસ્ટર એહાન કહેવાનું છોડી મૂક. મારી સાથે પ્રેમથી વાત તો કરી જ શકે ને બાની...આય લવ માય બાની!!" એહાને કહ્યું. બાનીએ એહાનની વાતને ઇગ્નોર કરી અને પોતાની વાતને ચાલુ રાખી, " પહેલી શર્ત એ છે કે આ ચહેરા પાછળનું રાજ હું તને સમય આવવા પર બતાવીશ જો ...Read More

39

“બાની”- એક શૂટર - 39

બાની- એક શૂટર ભાગ : ૩૯"બાની.....!! તું ચાહે છે એહાનને.....!!" એહાન વધુ નજદીક ગયો. બાનીના આંખમાં આંખ કહ્યું, "હું તને ચાહું છું. તારા મૃત્યું થવું મારા માટે અસહ્ય હતું. મને મારી જિંદગી જીવવા લાયક જ નહીં લાગી. હું ખૂબ ત્યારે વિચાર કરેલો કે બાનીને હું ચાહતો જ હતો તો એનો સાથ મેં કેમ ન આપ્યો?? બાની જ મારો શ્વાસ હતો તો એનો સાથ મેં કેમ છોડી દીધો....!! બાની આય એમ સોરી....!! મને તને કશું નથી પૂછવું. હું એટલું જાણું છું કે હું તને ચાહું છું." એહાને એકધારું કહ્યું. બાનીએ ચુપકીદી સાદી."બાની....!! લાઈફમાં મેં બધું જ મેળવી લીધું છે. નામ,કામ,પૈસા બધું જ...બધું જ....!! ...Read More

40

“બાની”- એક શૂટર - 40

બાની- એક શૂટર ભાગ : ૪૦એહાનનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. બાનીની અકળામણ વધતી જતી હતી. આમતેમ બેડરૂમમાં આંટાફેરા મારવા લાગી. "શું કરવું જોઈએ...!! એહાનને ત્યાંથી કેવી રીતે હટાવી શકાય..!!""કે પછી પોતે જવું જોઈએ...!! શું કરું હું...!!" બાનીની ચીડ વધતી જતી હતી. એને કોલ કર્યો, " હલ્લો..!! આવીને મળી જા..!!""ઓકે....!!" સામેથી સ્વર સંભળાયો.****"હા દીદી...!!" બેડરૂમમાં દાખલ થતાની સાથે જ નવજુવાને કહ્યું."કેદાર..!! અહીંયા આવ." બાનીએ બાલ્કનીની નજદીક જતાં કહ્યું. કેદાર કાચની બારીઓ નજદીક આવીને ઊભો રહ્યો. બાનીએ તે સાથે જ સડસડ કરતા કાચની બારીઓ ખોલી દીધી."કેદાર...!!" બાનીએ કહ્યું."હા દીદી...!!" હુકમ સાંભળતો હોય તેવા સ્વરમાં કેદારે કહ્યું."સામે જો તો. તપસ્વીની જેમ બેઠો છે ...Read More

41

“બાની”- એક શૂટર - 41

બાની- એક શૂટર ભાગ : ૪૧બાનીએ ફરી બૂમ મારી, " મિસ્ટર એહાન.....!!" પરંતુ એહાન એ જ અવસ્થામાં બેઠો હતો."કેદાર...!!" બાનીએ ધીમા સ્વરે કહ્યું."જી. દીદી...!" કેદારે હુકુમ પાળતાં કહ્યું."તું...જરા....!!" બાનીએ કહ્યું તે સાથે જ કેદાર ત્યાંથી દૂર બીજે તરફ જઈને ઊભો થઈ ગયો. બાનીએ ઓઢેલો કામળો હટાવી દીધો અને મોબાઈલની ટોર્ચ ઓન કરી. પરંતુ એહાન પર જરા પણ ફરક પડ્યો નહીં. બાનીએ પોતાનો હાથ એહાનના ખબા પર રાખ્યો. સ્પર્શનાં કારણે એહાન થોડો વિચલીત થયો પરંતુ એને શાંતિથી આંખો ખોલી. ટોર્ચનો પ્રકાશ એની આંખોને તગ કરી રહ્યો હતો. હવે એને ઝાંખું દેખાઈ રહ્યું હતું."એહાન....!!" બાનીએ કહ્યું."બાની.....!!"એહાને આશ્ચર્યથી કહ્યું, "તું આવશે જ એવું ધાર્યું ન હતું બાની....!!" એહાને બાનીનો ...Read More

42

“બાની”- એક શૂટર - 42

બાની- એક શૂટર ભાગ : ૪૨જાસ્મિનનાં ખૂનના રહસ્યની ગાંઠ એક પછી એક ખૂલતી જતી હોય તેમ બાની કરવા લાગી. એ સ્વગત જ મનમાં કહેવા લાગી, " બાની તું સહી જગહ પર આયી હૈ. આ મીની નામની ઓરત જ બધુ રહસ્ય છતું કરશે.""જ્યૂસ લો મિસ પાહી." વિચારમગ્ન મિસ પાહીનું ધ્યાન ભગ્ન કરતાં અમને કહ્યું."સ્યોર...!!" મિસ પાહીએ શંકાથી કાચના ગ્લાસ પર ફક્ત હોઠ અડાળતા કહ્યું. પરંતુ મીની નામની ઓરત હજુ ત્યાંથી ગઈ ન હતી. એ એકધારે ત્યાં જ ઉભી ટગરટગર મિસ પાહીને નિહાળતી રહી હતી."અમન....!! આપણે નીચે કેમ બેસ્યા છે? મળવા જઈએ મોમ ડેડને?" ફિક્કું હસતાં જ જ્યુસનો ગ્લાસ અડકીને ટેબલ પર રાખતા ...Read More

43

“બાની”- એક શૂટર - 43

બાની- એક શૂટર ભાગ : ૪૩"એહ ડોહા શંભુ...!! તને યાદ તો છે ને કંઈ જગ્યા પર પિસ્તોલ હતી??" બાનીએ ધીમેથી ખીજથી શંભુકાકાને પૂછ્યું.બાની કેદાર અને શંભુકાકા ત્રણેય ખંડરની પાછળ નીચે આવેલી એક વિરાન ભોંયતળિયે આવી પહોંચ્યા. ત્રણેયે પોતાનો ચહેરો આવ્યા ત્યારે કામળાથી ઢાંકયો હતો. તેમ જ ત્રણેયે પોતાની વેશભૂષા પણ બદલી કરી હતી. બાનીએ પુરૂષનો વેશધારણ કર્યો હતો. અવાવરું જગ્યા પર પહોંચતા જ અંધારામાં એ પણ રાતના બે વાગ્યે નીરવ શાંતિમાં જીવજંતુઓનો ઝીણો પણ ડરાવનો અવાજ આવી રહ્યો હતો. બંજર જમીન તેમ જ વરસાદી મૌસમને કારણે સાપનો ખતરો અહીં બની જ રહેતો. શંભુકાકાની નજર આમમતેમ ફરી રહી હતી, એ પિસ્તોલ છુપાવેલી જગ્યાને શોધી રહી હતી."છોટી મેડમ...!! ...Read More

44

“બાની”- એક શૂટર - 44

બાની- એક શૂટર ભાગ : ૪૪"શંભુકાકા એ પિસ્તોલને છુપાવી દો. મને નથી લેવી હાથમાં પ્લીઝ...દૂર કરો એ મારાથી..." બાનીના આંખમાં આંસુ આવી ગયા.શંભુકાકા બાનીની નદજીક આવ્યા. બાનીને બચપણમાં જેમ પંપાળતાં એમ ધીમેથી ખબા પર હાથ ફેરવ્યા અને ગાલ પર લાડ કરતા કહ્યું, " છોટી....મેડમ....!! તું તો બહાદુર છો. તારા કહેવાથી તો આટલા વર્ષોથી છુપાવી દેવામાં આવેલી પિસ્તોલને આજે ફરી ગોતીને બહાર કાઢવામાં આવી છે. પછી આનું કારણ શું છે??" શંભુકાકાએ ધીમા સ્વરમાં સાંત્વના આપતા પૂછ્યું."કાકા પ્લીઝ....!! આ પિસ્તોલ તારી પાસે રાખી દે. નહીં તો ફરી છુપાવી દો." બાનીના આંખમાં આંસુ તગતગી આવ્યાં.શંભુકાકા સાંત્વના આપતા કશુંક કહેવા જ જતા હતા તે જ સમયે ...Read More

45

“બાની”- એક શૂટર - 45

બાની- એક શૂટર ભાગ : ૪૫કેદારની વાત સાંભળી ટિપેન્દ્ર સમજી ગયો હોય તેમ ચૂપ રહ્યો. પરંતુ પિસ્તોલ એની આંખમાં ચમક આવી. એને પિસ્તોલ પોતાની પાસે જ રાખી. અને ચાલતી ચર્ચાને બાનીના મૂડના હિસાબના કારણે ત્યાં જ બંધ કરતાં કહ્યું, " કેદાર તું આરામ કર. હું બાનીને પણ કહું છું આરામ કરવા માટે."કેદાર સૂવા માટે શંભુકાકાના કમરામાં ગયો."બાની...!!" ટિપેન્દ્રએ શૂન્યમસ્ક નજરે બારીની બહાર નિહાળતી બાનીના શાંતિમાં ભંગ કરતાં અવાજ આપ્યો.પરંતુ બાનીએ એ સાંભળ્યું જ નહીં. ટિપેન્દ્રએ બાનીના ખબા પર હાથ મૂક્યો. અનાયસે જ બાનીને ટીપી તરફ જોવાઈ ગયું."સવાર બહુ જલ્દી થઈ જશે. આરામ જરૂરી છે." ટિપેન્દ્ર એટલું કહીને જવા જ લાગ્યો. ત્યાં જ ...Read More

46

“બાની”- એક શૂટર - 46

બાની- એક શૂટર ભાગ : ૪૬"સંતોષ સાહેબ અને મીની નોકરાણીનો પૂત્ર એટલે કે અમન મારો.....!!" મીની પોક રડી પડી. એનું દિલ દુઃખી અનુભવી રહ્યું હતું.બાની રહસ્ય સાંભળીને આશ્ચર્યમાં પડી. બાનીની જિજ્ઞાસા વધી ગઈ એ બધો જ ભૂતકાળ સાંભળવા...!! જે મીની રહસ્યમય રીતે ઉગલી રહી હતી...!!મીનીએ મન ભરીને રડી લીધું. એને થોડો સમય લીધો. મન ભરીને રડી લેતાં જ જીવ હલકો થયો હોય તેમ મીની મહેસૂસ કરવા લાગી. બાનીએ મીનીને પાણી પીવડાવ્યું. મીની થોડીક મિનીટો માટે એકદમ જ ચૂપ થઈ ગઈ. પછી અચાનક એને એમ લાગ્યું કે બધું હવે છતું કરવું જ પડશે. એને પોતાની બંને આઈબ્રો ઊંચી કરી. ઊંડો શ્વાસ લેતાં ...Read More

47

“બાની”- એક શૂટર - 47

બાની- એક શૂટર ભાગ : ૪૭"ઉશ્કેરાઈ જવાથી કશું નથી મળતું મિસ પાહી...!! ઉશ્કેરાટભરી જિંદગી તો હું પણ જ આવી છું. પણ કશું કરી નથી શકતી." એટલું બોલી મીની થોડી ચૂપ થઈ. પછી ધ્યાનથી મિસ પાહીના ચહેરાને ઉકેલતા કહેવા લાગી, " તું તો અમનને ચાહે છે ને...!! લગ્નનાં બંધનમાં બંધાવાના છો ને...!!" મીની બોલીને ફરી અટકી. પાહીના સમગ્ર ચહેરાને એક જ નજરમાં નિહાળતાં પોતાના ડાબી બાજુનાં હોઠને મચકોડતાં શબ્દોથી વીંધી નાંખે એ સ્વરથી એ બરાડી, " તો તું શૂટ કેવી રીતે કરશે મિસ પાહી અમન હત્યારાને....!!"બાની પણ થોડું હસી. એને સમજ પડી ગઈ કે મીની એના પાસેથી શેનો જવાબ માંગતી હતી..!! મિસ પાહીએ ...Read More

48

“બાની”- એક શૂટર - 48

બાની- એક શૂટર ભાગ : ૪૮બાની કશા પણ પ્રકારનું આગળ પગલું લે એ પહેલાં જ અને એ પળે દરવાજાની અંદર પ્રવેશ થતાં એક અવાજ આવ્યો. જે અવાજ બાનીને ખૂબ જ પ્રિય હતો. બાનીની નજર એ અવાજની દિશા તરફ ગઈ."અરે ભલું થાય તારો ખેલ ખતમ કરવાવાળાનું.....!!" સામેથી કોઈ ફિલ્મી ઢબે એન્ટ્રી થતી હોય તેમ મોઢામાં બીડી મૂકતા ન ચલાય તો પણ કડક મિજાજમાં એ ડોહો શંભૂકાકા અક્કડ ચાલમાં આવી પહોંચ્યા."વેલ ડન...!! બાની...!!" ટિપેન્દ્રએ સ્મિત સાથે કહ્યું.બાની આશ્ચર્ય તેમ જ મિશ્ર ભાવોથી જોતી જ રહી ગઈ કે આખરે બન્યું શું?? જે ઈન્સ્પેક્ટર હતો એ પોતાના અસલ રૂપમાં આવ્યો. "સોરી...!! મેડમ...!!" કહીને એ રૂસ્તમ પાસે ...Read More

49

“બાની”- એક શૂટર - 49

બાની- એક શૂટર ભાગ : ૪૯બાનીએ પોતાની પિસ્તોલ વ્યવસ્થિત જમણી બાજુ પોતાના પેન્ટના અંદર ખોસી. એને બ્લેક લેદરનું લાંબી બાયનું જેકેટ પહેર્યું હતું. નીચે સ્કીન ફિટિંગ કાળા જ રંગનું જીન્સ પહેર્યું હતું. એ સુંદર તેમ જ નાજુક નમણી લાગતી હતી. પરંતુ જુસ્સો તગડો હતો. બ્લ્યુ ટૂથ કાનમાં ભરવી રાખેલું એને બરાબર કર્યું. બાનીએ ફોન જોડ્યો, " હલ્લો....!!મિસ્ટર અમન...!! પહોંચ્યા કે નહીં..!!"ખૂબ જ પ્રેમથી નિર્દોષતાંથી બાનીએ પૂછ્યું."માય સ્વીટહાર્ટ પાહી...!! હું તો ક્યારનો પહોંચી ગયો છું એહાનના સ્ટુડિયો પર....!!" અમને કહ્યું."ઓકે...!! હું પણ પહોંચું છું."બાનીએ ફોન કટ કર્યો.એહાનના સ્ટુડિયોના નજદીક જ ટિપેન્દ્રએ એક હોટેલમાં રૂમ બુક કરેલો. પલાનિંગની પૂરી ચર્ચા આ રૂમમાં થઈ. અત્યારે ...Read More

50

“બાની”- એક શૂટર - 50

બાની- એક શૂટર ભાગ : ૫૦બાનીની પિસ્તોલ હજું પણ એવી જ અકબંધ હતી અમનના છાતી પર....!! બાનીએ જોયું કે ગોળી છૂટી ક્યાંથી...!? ઝડપથી એને સમજ પડી ગઈ કે અમન પર ગોળી છોડી છે કોઈએ...!!તે જ સમયે જોની એક શખ્સ સાથે ઝપાઝપી કરી રહ્યો હતો. ઈવાન એ જોઈને બહારની તરફ ભાગ્યો."સંભાળ....!!" અમનનો હવાલો આપતાં એહાનને સંબોધતાં બાનીએ કહ્યું. બાની જરા પણ ચાહતી ન હતી કે અમન એના હાથમાંથી સરખી જાય. પરંતુ એના પગમાં ગોળી વાગી હતી....!! બાની ઝડપથી પિસ્તોલ લઈને ઈવાનનાં પાછળ ભાગી.જોની એક અણજાણ શખ્સ સાથે મરણોત્તર પર આવી જાય એ રીતે બાઝી રહ્યો હતો. એ અણજાણ શખ્સ પાસે પિસ્તોલ હતી. બંને ...Read More

51

“બાની”- એક શૂટર - 51

બાની- એક શૂટર ભાગ : ૫૧કાળા રંગની મસડીઝ મોટા ગેટમાંથી અંદરની તરફ પ્રવેશી. જાજરમાન લાગતા મોટા બંગલાના કાળી મસડીઝ પાર્ક થઈ. બાની ઉર્ફ મિસ પાહી કાળા રંગના ગોગલ્સ તેમ જ કાળી લેધરની જેકેટમાં સજ્જ, મસડીઝમાંથી બહાર નીકળી. બંગલો બાની માટે પરિચીત હતો. એ પહેલાં પણ કેટલીવાર અહીં આવી ચૂકી હતી. પોતાના દોસ્તો યારો સાથે તેમ જ મિસ પાહી અભિનેત્રી તરીકે પણ એ અહીં આવી ચૂકી હતી.બાની ઉર્ફ મિસ પાહી ડાબી બાજુની દિશા તરફ એકલી વિશ્વાસથી આગળ વધતી જતી હતી જ્યાં સફેદ રંગની ચાર નેતરની ખુરશીઓ લીલા ઘાસની લોન પર ગોઠવાયેલી હતી. "આવો છોકરી...બેસો..!!" સફેદ ઝબ્બામાં સજ્જ નેતરની ખુરશી પર વિરાજમાન પચાસેકની ઉંમર વટાવી ચૂકેલા ...Read More

52

“બાની”- એક શૂટર - 52

બાની- એક શૂટર ભાગ : ૫૨"બાની....!!" ટિપેન્દ્ર ફરી ચિલાવ્યો. પછી એકાએક એ શાંત પડી ગયો. એને બાનીના પર સાંત્વના આપતા હાથ મૂકતા ગજબ સંયતથી સમજાવતાં કહ્યું, "બાની.....!! તું જ્યાં સુધી પહોંચી છે અને હજુ તો મંજિલ ઘણી દૂર છે તારે તો તારા પ્રતિશોધ સુધી પહોંચવું છે....!! આવા સંજોગોમાં કોઈપણ કઠણ કાળજાવાળો આદમી પણ ડગમગી જાય. પણ તું બાની છો બાની...!! બાની-એક શૂટર મારી ફિલ્મની બાહોશ દમદાર કેરેકટર નિભાવનાર બાની હકીકતનાં જીવનમાં પણ એવી જ જોશ અને હોશથી ટકી રહેશે તો નક્કી તારા પ્રતિશોધ સુધી પહોંચી જઈશ."ટિપેન્દ્રની વાતોથી બાની થોડી શાંત થઈ."બાની અહીંયા સુધી પહોંચતા તું હજી એકવાર પણ વિચલીત થઈ નથી. ...Read More

53

“બાની”- એક શૂટર - 53

બાની- એક શૂટર ભાગ : ૫૩"બાની..... શું કર્યું છે મેં....!! પ્રતિશોધની આગમાં તું પાગલ થઈ ગઈ છે!!" સ્વર ઊંચો થતો ગયો."હા પ્રતિશોધની આગમાં પાગલ બની ગઈ છું." બાની પાગલની જેમ ચીખી. થોડી મિનીટ ગજબની શાંતિથી પસાર થઈ. આ જ પસાર થતી દરેક પળમાં ટિપેન્દ્ર, કેદાર અને ઈવાનનાં ધબકારા ઊંચા નીચા થઈ રહ્યાં હતાં કે ગુસ્સામાં જ બાની એહાન પર ગોળી છોડી ન દે.....!!"બાની.....!! બાની....પ્લીઝ....!! મને બાનમાં પકડીને તારો પ્રતિશોધ પૂરો થઈ જવાનો છે!?" એહાનને પોતાને પણ સમજ પડતી ન હતી કે બાની એવું કરી કેમ રહી છે. એને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો."ઓહહ પ્લીઝ...!! મીઠો બન નહીં...!! તું એટલું જ બક કે આગળનું ...Read More

54

“બાની”- એક શૂટર - 54

બાની- એક શૂટર ભાગ : ૫૪"બાની.....!! બસ થયું....!! હું એક શબ્દ પણ હવે મારા મોમનાં ખિલાફ સાંભળવાનો તને મારી જાન જ જોઈતી હોય તો તારા પિસ્તોલથી ધરબી નાંખ મને....!! કેમ કે હું તારા મૂખેથી મારી ભોળી મોમ માટેના આટલા ગંભીર આરોપો નથી સાંભળી શકતો." એહાને ક્રોધમાં કીધું."ઓહહ એહાન હું જાણું છું....જાણું છું તારી ભોળી અને પવિત્ર મોમને....!! પણ અહીં હું તારી માસી મોમ વિશે નથી કહી રહી....!! વેલ...!! તું દંભ કરી જ રહ્યો છે અને તને મારા મૂખેથી જ સચ્ચાઈ સાંભળવી હોય તો એ પણ હું કહી દઉં છું....!!" બાનીએ સચોટ શબ્દોમાં કહ્યું."ઓહહ બાની પ્લીઝ...!! મારે હવે કશું નથી સાંભળવું." એહાને ...Read More

55

“બાની”- એક શૂટર - 55

બાની- એક શૂટર ભાગ : ૫૫બાનીએ ઈશારો કરતાં કહ્યું, "ક્રિશને લઈને આવો."કેદાર ઝડપથી અડ્ડાનાં મુખ્ય દરવાજામાંથી પસાર બહારની તરફ ગયો.એ થોડી જ મિનીટોમાં ક્રિશને લઈને આવ્યો."એહાન...!! ક્રિશને તો ઓળખે છે ને?" બાનીએ પૂછ્યું."કેવી વાત કરે છે બાની...!!" એહાન અકળાયો."ક્રિશ....!! પોલિટિક્સ કે.કે રાઠોડનો પુત્ર છે. જેમણે આપણા ગ્રુપનાં ફ્રેન્ડ્સ કમલ અંકલનાં નામે ઓળખતા હતાં. ક્રિશને પણ એના ડેડના કારનામા વિષે જાણ ન હતી. પરંતુ ક્રિશના ડેડના બોડીગાર્ડ વિરેનસિંગનાં મૂખેથી કે.કે રાઠોડના ગુનાખોરીના બધા જ રાઝ એને જાણ્યા...!! સાથે જ વિરેનસિંગે તારો ઉલ્લેખ કર્યો કે એમને અભિનેત્રી પાહી એ જ બાની છે એની જાણ એહાન દ્વારા થઈ...!! કે.કે રાઠોડ અને આરાધના બંને મળીને ...Read More

56

“બાની”- એક શૂટર - 56

બાની- એક શૂટર ભાગ : ૫૬મિસીસ આરાધનાએ બાની તેમજ એહાન સામે સિગારેટ ધરતાં પૂછયું, " લેશો??"બાની તેમ એહાને અણગમો દેખાડ્યો. મિસીસ આરાધના થોડી હસી.મિસીસ આરાધના પર બાનીના ચીખવાથી કોઈ પણ પ્રકારની અસર ન થઈ હોય તેમ આરામથી સિગારેટ સળગાવી અને પોતાના મોઢામાં મૂકી. એક ઊંડો કસ લઈને શાંતિ અનુભવવા લાગ્યા હોય તેમ આંખ બંધ કરી દીધી.એક આખી સિગારેટ પુરી થઈ ત્યાં સુધી બાનીને દિલમાં આક્રોશ લઈને એહાન સાથે શાંત બેસી રહેવું પડયું કેમ કે કોઈ હથિયાર પણ સાથે લાવી ન શક્યા. ડીલ પણ તો એ જ થઈ હતી ને મિસીસ આરાધના દ્વારા એહાન સાથે કે એ એની સાથી સાથે મિસીસ આરાધનાને ...Read More

57

“બાની”- એક શૂટર - 57

બાની- એક શૂટર ભાગ : ૫૭"બાની દીદી....!!"કેદારે ઝડપથી બૂમ મારી. તે સાથે જ એને પોતાનું બૂલેટ બંધ ચાવી એમાં જ રાખી એ ત્વરાથી ઉતર્યો. જેકેટમાંથી પલકવારમાં જ એને પિસ્તોલ કાઢી બાની તરફ ફેંકી. બાની તૈયાર જ હતી. બાનીએ પલકવારમાં જ કેચ પકડી પિસ્તોલ ઝડપથી આરાધના તરફ તૈનાત કરી વધુ નજદીક ગઈ. મિસીસ આરાધના તેમ જ બાનીનું અંતર એક ફૂટ જેટલું જ હશે. કેમ કે બંને આમનેસામને જ તો સોફા પર વાર્તાલાપ કરવા માટે બેઠા હતાં. તે સાથે જ આરાધનાના બે સાગીરતો પોતાની બંદૂકનો નિશાનો લઈને આગળ આવ્યાં. તે બંને સામે કેદારે પોતાની પિસ્તોલ તૈનાત કરી.બાનીએ મિસીસ આરાધનાના નજદીક જ જઈને પિસ્તોલ ...Read More

58

“બાની”- એક શૂટર - 58

બાની- એક શૂટર ભાગ : ૫૮બાની ટિપેન્દ્ર બધા જ ચાહતા હતાં કે મિસીસ આરાધનાનું રેકોર્ડિંગ થાય. એના સ્વંયનાં મુખ દ્વારા જ બહાર આવે."હું આ ગુનાખોરીમાંથી બહાર નીકળવા માંગતી હતી. બહાર નીકળી ચૂકી હતી. એ એક ભ્રમ હતો. સચ્ચાઈ તો એ છે કે એકવાર આપણે આ ગુનાખોરીના દલદલમાંથી બહાર તો નીકળી નથી શકતા પરંતુ વધુ ને વધુ અંદર દબાતા જઈએ છીએ.એક ઉંમર પછી જ્યારે બધું જ મને વ્યર્થ લાગવા લાગ્યું ત્યારે મેં ગુનાખોરીમાંથી નીકળવાનો ફેંસલો લીધો તેમ જ જેટલી બચેલી જિંદગી હતી એને સારી રીતે વ્યતીત કરવું એ જ ફક્ત ધ્યેય બનાવ્યો.પહેલું કામ મેં મારા સગા દિકરા એહાનને મળવાનું નક્કી કર્યું. ઘણી ...Read More

59

“બાની”- એક શૂટર - 59

બાની- એક શૂટર ભાગ : ૫૯"એ હથિયાર નાંખી દો..!!" પોલિસ ઈન્સ્પેકટરે રાડ પાડી.અચાનક ઘેરી વળેલી પોલીસને જોઈને થતાં બાનીના સાથીદારો ચોંકી ઉઠ્યા."મિસ્ટર એહાન શાહ કોણ છે....??" પોલીસ ઈન્સ્પેકટરે ચારેતરફ નજર દોડાવતાં કહ્યું."સર...!! હું જ છું એહાન શાહ...!! મેં જ તમને લાગાદાર મિસીસ આરાધનાના બંગલેથી મેસેજ કર્યા હતાં. તેમ જ આ અડ્ડાનું એડ્રેસ પણ મોકલ્યું...!!" એહાને ગૌરવતાથી આગળ આવતા કહ્યું.સાંભળીને બાનીના ચહેરાનો રંગ ઉડી ગયો. એ એહાનના ચહેરાને જોતી જ રહી ગઈ. ટિપેન્દ્ર, ઈવાન તેમ જ મિસીસ આરાધના પણ ચોંકી ઊઠ્યાં. બાનીના હાથમાં અત્યારે પિસ્તોલ ન હતી પરંતુ એની સાથે ઉભેલો એક સાગીરતે હાથમાં રહેલી પિસ્તોલને નીચે રાખી."સરેન્ડર કરી દો." પોલીસ ઈન્સ્પેકટરે ...Read More

60

“બાની”- એક શૂટર - 60

બાની- એક શૂટર ભાગ : ૬૦આ તો ઈવાનનાં ડેડનો અવાજ છે. તેમ જ આ જ સ્વર.... હા જ સ્વર....આ જ સ્વર!! "ઓહહ યસ....!!" બાનીએ પોતાના મગજમાં તાળો મેળવી લીધો હતો. એને આગવી શું તૈયારી કરવી પડશે એનો ઝડપથી નિર્ણય કરી લીધો. દિપકભાઈની લાગવગથી ઈવાનને જામીન પર છોડાવવામાં આવ્યો.ઈવાનને જેલમાંથી કાઢવામાં આવ્યો. ઈવાન બાનીને મળવા આવ્યો. બાનીએ ફક્ત ધીમેથી એટલું જ કહ્યું, " જાસ્મિનનાં નોકર ચુનીલાલની ખબર કાઢજો. કેદાર સુધી એટલી વાત પહોંચાડજે.""હમ્મ...!!" કહીને ઈવાન પોતાના ડેડ દિપકભાઈ સાથે જતાં રહ્યાં. બીજી તરફ મિસીસ આરાધના તેમ જ અમન પણ જામીન પર છૂટી ગયા.****બાની, ટિપેન્દ્ર અને એહાને પોતાને સરેન્ડર કરી નાંખ્યા હતાં.ટિપેન્દ્ર તેમ જ બાનીએ પોતાનો ગૂનો ...Read More

61

“બાની”- એક શૂટર - 61

બાની- એક શૂટર ભાગ : ૬૧"એ કોણ છે તું...!!"લકી બરાડયો."કોણ છું હું.....!! હું એ જ છું.... જેણે જીવતી જોવા માગતો ન હતો લકી...!! આઠ વર્ષ પહેલાંનું કાંડ કરીને ભૂલી જવાનું મગજ તું ધરાવતો હોય તો લકી હું તને બધો જ એ કાંડ યાદ કરાવું છું."બાનીએ આક્રોશ સાથે કહ્યું. ક્રોધાવેશમાં બાની ધ્રુજી રહી હતી. એનો આઠ વર્ષનો પ્રતિશોધ એના સામે હતો. એ જ સમયે લકીનો એક બોડીગાર્ડ બાની પર વાર કરવા માટે ધસી આવ્યો તે જ સમયે બાનીએ ટેબલ પર રાખેલું કાંચનું ભારીખમ સિગારેટ એશ ટ્રે પૂરી તાકાતથી માથા પર ફેંક્યું. બોડીગાર્ડ એ જ સમયે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો.મિસીસ આરાધના અને ...Read More

62

“બાની”- એક શૂટર - 62

બાની- એક શૂટર ભાગ : ૬૨વિચાર કરીને જાસ્મિને ચિંતાતુર સ્વરમાં કહ્યું,"હું ઈવાનની રાહ જોઈશ. આપ એક વાર કન્ફર્મ કરશો કે એક્ઝેટલી કેટલો સમય લાગશે..??" મેનેજરને કોલ લગાવીને મેં પૂછ્યું તો મિટિંગ એક કલાકમાં પૂરી થશે એની જાણ મેં જાસ્મિનને કરી.અચાનક એને પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો."લકીભાઈ...!! હું મારા ઘરે જાઉં છું. ઈવાન એક કલાકમાં ફ્રી થશે જ એટલે એ મને કોલ કરશે જ...!! હું એની સાથે જ જઈશ." જાસ્મિને કહ્યું."ઠીક છે. પ્લીઝ...!! ના નહીં પાડતા....!! હું તમને ઘરે સુધી છોડીને આવું છું." મેં વજન આપતાં કહ્યું.જાસ્મિને હા કહ્યું. બંગલામાં રાખેલી પાર્કિંગનાં સ્થળેથી કાર કાઢવા જતાં જ જાસ્મિનથી અળગો થઈને પહેલા મેં અમનને ...Read More

63

“બાની”- એક શૂટર - 63

બાની- એક શૂટર ભાગ : ૬૩કેદારે લકી સામે લેપટોપ ખોલ્યું અને લાઈવ વિડિઓ દેખાડ્યા. અલગ અલગ લોકેશનનાં જેટલા વિડિઓ દેખાઈ રહ્યાં હતાં...!! લકી ધ્યાનથી જોવા લાગ્યો."લકી.....!! ધ્યાનથી શું જોઈ રહ્યો છે. આગ લગાવી દીધી છે આગ...!! તારી ગુનાખોરીમાં આગ ચાપી છે. આ અલગ અલગ એરિયાના તારા ડ્રગ્સ સપ્લાઈનાં અડ્ડા છે...!! છે... નહીં.... હતાં....!!" કહીને બાની ખડખડાટ હસી.લકી જોઈને ચોંક્યો."કેદાર...!! આ બંને સ્થિર થયેલા પૂતળાને પણ વિડિઓ દેખાડો...!!" બાનીએ લકી સામે પિસ્તોલ તાકી રાખતા કહ્યું.કેદારે મિસીસ આરાધના અને અમન સામે લેપટોપ દેખાડ્યું. તેઓ બંને પણ ધ્યાનથી જોવા લાગ્યા."કેદાર...!! ઈન્સ્પેકટર વરુણ રાઠોડને ફોન કર...!!" બાનીએ હુકમ કર્યો.કેદારે મોબાઈલમાં પહેલાથી જ સેવ કરાયેલો ઈન્સ્પેકટર વરુણ ...Read More

64

“બાની”- એક શૂટર - 64 (અંતિમ ભાગ)

બાની- એક શૂટર ભાગ : ૬૪(અંતિમ ભાગ)અમને ડરતાં વાતની શુરુઆત કરી."જાસ્મિનને ઈવાનનાં ડ્રાઈવર દ્વારા વિશ્વાસમાં લીધી અને એનું કિડનેપિંગ કરવામાં આવ્યું. તેમ જ એનો ઉતારો આ જ હવેલીમાં કરવામાં આવ્યો કારણકે આ શહેરની બહાર વેરાન જગ્યે આવેલી હતી જ્યાં કોઈને ગંધ પણ આવતી નથી કે અહીં હવેલી પણ ઉપસ્થિત હશે...!!આખો કન્ટ્રોલ લકીના હાથમાં જ હતો. ઓફિસનો મેનેજર પણ લકીનો જ માણસ હતો. લકીના મેનેજર તુષારભાઈએ જ તો લકીને આ ધંધામાં સંડોવ્યો હતો...!! ટૂંકમાં કહું તો જ્યારે લકીએ પોતાનાં ડેડનો બિઝનેસ સંભાળ્યો ત્યારે કંપની ખૂબ લોસમાં જઈ રહી હતી...!! એને ફરી ઊભી કરવા લકીને મૂડીની જરૂર હતી...!! એટલે જ એ આ કામમાં સંડોવાયો.. ...Read More