કોરોના કથા 1શહેર આખું કોરોનાના કાળમુખા પંજાથી બચવા ભયનો બ્લેન્કેટ અને અફાટ એકાંતની ચાદર ઓઢી થથરતું પડ્યું હતું. એ અતિ વૈભવી, શિક્ષિત પરિવારોની વસ્તી ધરાવતા મહામુલા ફ્લેટસની લોબીમાં પચરંગી પ્રજાના પુરુષો મોંઘા ચડ્ડાઓ નીચેથી માંસલ પિંડીઓ ધરાર ધ્યાન ખેંચે તેમ પહેરી ફરતા હતા. આ ફ્લેટ અમદાવાદમાં હતા પણ પરિવારો ઘણા ખરા બિનગુજરાતી. ગુજરાતની એ જ ખાસિયત છે કે એ સહુને પોતાના કરી દે.'વી મસ્ટ ડુ સમથિંગ ટુ પ્રિવેન્ટ અનલોફુલ એન્ટ્રીઝ.' સિલ્વર ફ્રેમ વાળાં રે બાન સ્પેક્ટસ ધારી ભાર્ગવ સાહેબે કહ્યું. તેમની અટક ભાર્ગવ હતી. ગોત્ર પરથી. દિલ્હી તરફના. ગોરા ચટ્ટ, માંસલ બાહુઓ પુત્રે વિદેશથી મોકલેલ ટીશર્ટમાંથી દેખાડતા તેઓ પ્રતિભાવ માટે
New Episodes : : Every Saturday
કોરોના કથાઓ - 1
કોરોના કથા 1શહેર આખું કોરોનાના કાળમુખા પંજાથી બચવા ભયનો બ્લેન્કેટ અને અફાટ એકાંતની ચાદર ઓઢી થથરતું પડ્યું હતું. એ વૈભવી, શિક્ષિત પરિવારોની વસ્તી ધરાવતા મહામુલા ફ્લેટસની લોબીમાં પચરંગી પ્રજાના પુરુષો મોંઘા ચડ્ડાઓ નીચેથી માંસલ પિંડીઓ ધરાર ધ્યાન ખેંચે તેમ પહેરી ફરતા હતા. આ ફ્લેટ અમદાવાદમાં હતા પણ પરિવારો ઘણા ખરા બિનગુજરાતી. ગુજરાતની એ જ ખાસિયત છે કે એ સહુને પોતાના કરી દે.'વી મસ્ટ ડુ સમથિંગ ટુ પ્રિવેન્ટ અનલોફુલ એન્ટ્રીઝ.' સિલ્વર ફ્રેમ વાળાં રે બાન સ્પેક્ટસ ધારી ભાર્ગવ સાહેબે કહ્યું. તેમની અટક ભાર્ગવ હતી. ગોત્ર પરથી. દિલ્હી તરફના. ગોરા ચટ્ટ, માંસલ બાહુઓ પુત્રે વિદેશથી મોકલેલ ટીશર્ટમાંથી દેખાડતા તેઓ પ્રતિભાવ માટે ...Read More
કોરોના કથાઓ - 2
કોરોના કથા 2તે દૂર સુદૂર ક્ષિતિજમાં નજર નાખી ઉભો હતો. નજર પહોંચે ત્યાં સુધી બસ નિરવ એકાંત. બધું જ કોરોનાને કારણે લોકડાઉનનો આ ત્રીજો તબક્કો હતો. વાતાવરણ ઘણું શુદ્ધ થઈ ગયું હતું. હજુ દોઢ મહિના પહેલાં સાંજે સૂર્ય આથમે એટલે ક્ષિતિજના છેડેથી કાળાશ ડોકિયું કરતી અને જલ્દીથી છલાંગ લગાવી આકાશ પર છવાઈ જતી. આજે તો સાંજ પડી ત્યારે રતુંબડી સંધ્યા, પીયુ સામે આવતાં લજ્જા ભરી કોઈ યૌવનાના શરમ ભરેલા ગાલ જેવી ગુલાબી લાલ છેક ક્ષિતિજના અંત સુધી દેખાતી હતી. અત્યારે તો રાત પડી હતી અને એ પણ પૂનમ આસપાસની ચાંદની રાત. પરોઢ થવાની થોડી જ વાર પહેલાં હોય તેવું ...Read More
કોરોના કથાઓ - 3
મીઠા સમયનું ચોસલું'કહું છું ચા પીવાઈ ગઈ. હવે હું નહાઈ લઉ. તમે વાંધો ન હોય તો કઈંક સાફસુફ કરતા દિશાબેન તેમના પતિ દક્ષેશભાઈને કહી રહ્યાં હતાં.દક્ષેશભાઈ 'હાઉ.. ' કરતું મોટું બગાસું ખાતા બે હાથ ખેંચીને ઊંચા કરતાં ઉભા થયા. તેમણે મને કમને એક જૂનું કપડું લીઘું અને ફર્નિચર ઝાપટવા માંડ્યા. મને કમને એટલે એમને કામ કરવું ગમતું ન હતું તેમ નહીં. તેઓ ખરેખર કંટાળી ગયા હતા. શહેરમાં આવેલી કાપડની દુકાન એમનો એક માત્ર આર્થિક સહારો હતો અને ગ્રેજ્યુએટ થયા ત્યારથી દુકાને જઈ વેપાર અને તેને લગતી પ્રવૃત્તિ સિવાય કોઈ કામ કર્યું ન હતું. રોજ સવારે ઉઠ્યા ભેગા તેઓ સ્પોર્ટ્સ ...Read More
કોરોના કથાઓ - 4
કોરોના કથા 4યશોદા, કાનુડો 2020આ કોરોના કથા સંપૂર્ણ સત્ય છે. આગલા ભાગ કાલ્પનિક હતા.મારો પુત્ર મસ્કત રહે છે. ત્યાં લોકડાઉન છે. વર્ક ફ્રોમ હોમ ઘણા વખતથી છે. તે આખો દિવસ, જમવા ઉઠવા સિવાય કામમાં હોય અને તેનો ત્રણ વર્ષનો પુત્ર રમતો હોય. તેઓ ફ્લેટમાં છઠે માળ રહે છે. ઘરની બહાર ઊંચું મેઈન ડોર જે હોટેલની જેમ લેચ કી થી બંધ થાય. તે ખોલી મોટી લોબી જેમાં થઈ લિફ્ટ તરફ જવાય. એ સિવાય ઘરના બેય રૂમ પાછળ બારીઓ. દરેક રૂમનું બારણું અંદર તેમ જ બહારથી લોકમાં કી ગોળ ફેરવતાં બંધ થઈ શકે. અહીં હોય છે તેવો આગળીઓ નહીં. હોટેલની ...Read More
કોરોના કથાઓ - 5
કોરોનાએ કરાવ્યુંસાવ સુમસામ સવાર. સવાર એટલે ઉગતો રવિ અને ફુલગુલાબી લાલ આકાશમાં ઉડતાં પંખીઓ હોય એવી નહીં, સાડાનવ વાગ્યાની સવાર. એપ્રિલની શરૂઆત. કલાકમાં તો કોઈ રાક્ષસી દીવાસળી પ્રગટીહોય એવો પીળો અને ધગધગતો દિવસ થઈ જશે.કોરોનાને કારણે લોકડાઉન હતું. બિનજરૂરી આવજા પર નિયંત્રણ હતું. દર ચાર રસ્તે પીળા કાળા પટ્ટાવાળી રેલિંગ અને વચ્ચેથી એક જ સ્કૂટર જઈ શકે એટલી જગ્યા. કાર હોય તો પોલીસ બેરીકેડ ખસેડે.મારે રખડવું નહોતું પણ થોડે દુર માસીને ઘેર ત્યાં એક દવા મળતી ન હતી જે મારા ઘર પાસે મળી એ લઈને હું આપવા જતો હતો. બરાબર ભર લોકડાઉને બાઇકમાં પેટ્રોલ પણ ઓછું હતું. બાકી સવારે ...Read More
કોરોના કથાઓ - 6
કોરોના કથા 6 - મોર્નિંગ વૉકર'એમ તે ઘાણીના બળદની જેમ ઘરના એકથી બીજા રૂમમાં ફર્યા કરીએ એને વૉક થોડી વડીલ એમની 'વડીલાણી' ને કહી રહ્યા હતા.વડીલાણી એટલે કાકી કહે ' આ લોકડાઉનમાં સાત સુધી કરફ્યુ છે. સવારે સાડાછ વાગ્યા છે. એવું હોય તો નાકેથી દુધનાં પાઉચ લેતા આવો. પગ પણ છૂટો થાય. મારે તો આમેય હું ભલી ને મારી આ ચાર દિવાલ ભલી.'' ના ના. તું તારે દૂધ લેવા જા. આખા દિવસમાં એ જ તને બહારની હવા મળે છે. શાકવાળા પણ હમણાં તો સવારે સાડાછ વાગે બેસી ગયા હોય છે. આ તો હું સોસાયટીની બહાર આંટો મારૂં એટલે ખ્યાલ ...Read More
કોરોના કથાઓ - 7
એક ભુખ્યો તરસ્યો પોપટ 25મીમાર્ચ. 25 એન્ડ માર્ચ અહેડ. લાઈફ ટુ ગો ઓન. મહિનો માર્ચનો અને મારી ઉંમરનું 25મું આજે બેઠું. હું પથારીમાંથી ઉભો થયો. સામે ભીંત પર મેં ચોંટાડેલ શિવજીની પ્રભાવશાળી છબીને વંદન કર્યાં, બ્રશ કરતાં ચા મૂકી.બે દિવસથી ઓફિસમાં સતત સખત કામ રહેતું હતું. રવિવારે ફ્રેન્ડ્સ સાથે આઉટીંગમાં જઈ મોડો આવેલો. બે દિવસ સખત કામમાં મોડું થતાં મારા પૂરતી ગ્રોસરી પણ લીધેલી નહીં. બસ, બે દિવસમાં સેલરી ક્રેડિટ થવો જોઈએ. તે પછી લઈશ બધું. ખાંડનું સાવ તળિયું હતું. ચા હતી થોડી ઘણી.મેં ચા ઉકાળવા મૂકી અને મમ્મી-પપ્પાને જન્મદિવાસનું પગે લાગવા ફોન લગાવ્યો. રાત્રે 12 વાગે મિત્રો ફોન કરે ...Read More
કોરોના કથાઓ - 8
લીલુડાં પાન ફરકયાંનિકિતા તેનાં મયુરીમાસીને ઘેર નોકરીની પરીક્ષા આપવા આવી. નિકિતાની મમ્મીએ તેમની જૂની સહેલી માસીને ખાનગીમાં ફૂંક મારી તેમ નિકિતા માટે છોકરો દેખાય તો એ પણ જોઈ રાખવાનો હતો. નિકિતા રાતની ટ્રેઇનમાં આવી. પરીક્ષા ત્રણ દિવસ પછી હતી પણ એકવાર સેન્ટર જોઈ લેવું જરૂરી હતું અને છેલ્લી નજર નાખવા આગલાં વર્ષનાં પેપરોની બુક માસીનાં શહેરની બજારમાંથી લેવી હતી.રાતે નિકિતા આવી અને સવારે ઉઠીને માસીને મદદ કરાવવા કિચનમાં પણ પહોંચી ગઈ. માસી, માસા તો રાજીરાજી થઈ ગયાં.નિકિતાએ ચા બનાવી અને વાંચવા બેસતા પહેલાં માસીની બારી પાસે ગઈ. બારી ઉપર એક મુરઝાવા આવેલ મનીપ્લાન્ટની વેલ હતી. નિકિતાએ તરત એમાં પાણી ...Read More
કોરોના કથાઓ - 9 - વતન કી રાહ પે..
વતન કી રાહ પે..એક બાજુ પીક લોકડાઉનના દિવસો- બધાં જ ઘરમાં કેદ અને દુનિયા સુમસામ. અને બીજી બાજુ મારા ગેસ ગીઝરમાં પાણી લઈ જતી પ્લાસ્ટિકની લાઈન ગરમીથી ફાટી. એક નળમાં પણ પાણી ખૂબ ધીમું અને પાણી કરતાં હવા સુ.. કરતી નીકળ્યા કરે. પ્લમ્બરની તાત્કાલિક જરૂર પડી. મકાન બનતું હતું ત્યારના વિશ્વાસપાત્ર પ્લમ્બર રામતીર્થને ફોન કર્યો. આમ તો એ બધા પોતાનાં રાજ્યમાં ચાલ્યા ગયા હોય.રામતીર્થ હવે ગુજરાતી બની ચુકેલો. ફોન લઈ કહે લોકડાઉન ઉઠે કે તરત આવું.લોકડાઉનનો અંતિમ તબક્કો હળવો હતો. રામતીર્થ ફરી ફોન કરતાં તરત આવ્યો. કહે પાર્ટ્સ મળે એ માટે હાર્ડવેરની દુકાન ખુલે એટલે મેળ પડે. શ્રીમતીએ પૂછ્યું ...Read More
કોરોના કથાઓ - 10 - પોઝિટિવ માણસ
પોઝીટીવ માણસલોકડાઉન તેના પીક પોઇન્ટ પર હતું. પેલું શું કહે છે, ચરમસીમા પર. (આવા શબ્દો મોટેથી કોરોના વાયરસ સામે તો કદાચ એ પણ ભાગી જાય.) લોકોમાં કોરોના વાયરસનો ભય પણ ચરમસીમાએ હતો. જ્યાં જુઓ ત્યાં જોવા જેવું કશું જ નહીં. નર્યો સુનકાર. બધું જ ભેંકાર. ખાલીખમ રસ્તાઓ, સવારે ઉઘડી બે કલાકમાં બંધ થઈ જતી દૂધ અને શાકની દુકાનો, નામ પૂરતા જ ખુલતા મેડિકલ સ્ટોર્સ સિવાય કશું જ દેખાય નહીં. અરે, કોઈ રંગીલાને સામી બારીમાંથી પાડોશણ કે રસ્તે જતી સુંદરતાઓ જોવી હોય તો એને પણ ઘોર નિરાશા જ સાંપડે.લોકોનાં મોં માસ્કથી બંધ ને સોસાયટીઓના ગેઇટ તાર કે તાળાથી બંધ. રસ્તાના ...Read More
કોરોનાકથા 11 - મોતને આપી મહાત
મોતને આપી મહાત**લોકડાઉનની રાત્રી અને ઘરમાં અમે કેદ. અમે બે હુતો હુતી, બંધ દીવાલો, બહાર બારીમાંથી દેખાતું તારલા જડેલું ખુલ્લું આકાશ, વૈશાખની રાત્રીનો બારીમાંથી ડોકાતો પૂર્ણ ચંદ્ર અને ચંદ્ર સમાં મુખ વાળી મારી પ્રિયતમા એકતા ! અગર જો રોમાન્સ ક્યાંય છે, તો અહીં જ છે, અહીં જ છે… અહીં જ છે. મન ભરીને રાત્રી માણી. સવારના બારી પાસેથી મોગરાની સુવાસ માણતાં ઊઠ્યાં, સાથે મળી ચા બનાવી અને સાથે મળી કામ કરવા લાગ્યાં. લાંબા સમયે કોઈ તણાવ વગરનું સાન્નિધ્ય સાંપડ્યું.બહાર જે જરૂર પડે એ લેવા માસ્ક ચડાવી સાથે જ જતાં અને સાથે જ આવતાં. પેલી વયસ્ક દંપત્તિઓ માટે જોક્સ ચાલેલી તેમ ...Read More
કોરોના કથાઓ - 12 - કોરોના ડોક્ટરની કહાણી
કોરોના ડોક્ટરની કહાણીહજુ રિઝલ્ટ આવ્યું. હું ફાઇનલ M.B.B.S.માં પાસ થયો હતો.હાઈસ્કૂલમાં આવ્યો ત્યારથી મારૂં અને ઘરનાં સહુનું સ્વપ્ન હતું કુટુંબમાં એક ડોક્ટર હોય. સફેદ એપ્રન અને સ્ટેથોસ્કોપનો માભો સમાજમાં હજુ અલગ જ પડે છે. તે મેળવવા મહેનત સારી એવી કરવી પડે છે પરંતુ મોટાભાગના ડોક્ટરો અમુક સમય જતાં આર્થિક રીતે સક્ષમ થઈ જાય છે અને તેમની જીવનશૈલી પણ ઊંચી હોય છે. એ સાથે માનવીનું જીવન બચાવવા, કમ સે કમ તેની પીડા દૂર કરવાનું કામ ભલે પૈસા લઈને પણ એક સેવા જ છે અને આ જન્મમાં મને તેની તક મળી. હું અને ઘરનાં સહુ અનહદ ખુશ હતાં.ત્યાં નવા ડોક્ટરોની ભરતી ...Read More
કોરોના કથાઓ - 13 - પાસપાસે તોયે કેટલા જોજન
પાસપાસે તોયે કેટલાં જોજન"પાસપાસે તોયે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ…..પડખે સૂતાં ને લાગે શમણાનો સહવાસ !જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ."મેં અરીસા સામે ઉભી ગાઈને કરેલું રિહર્સલ પૂરું કર્યું. તેણે કામ વચ્ચેથી તાળી પાડી મને વધાવી."તું ડ્રેસ રિહર્સલમાં ખૂબ જ જામે છે. લોકો તને સાંભળવા કરતાં જોયા જ કરશે." કહેતાં તે પાસે આવ્યા અને મને કમરેથી પકડી વહાલ કર્યું. મેં શરમાઈને યોગ્ય પ્રતિભાવ આપ્યો. એનો અર્થ અમારી છ મહિનાથી પરણેલાંની જેસ્ચર્સની ભાષામાં 'થેન્ક યુ' થાય."બેગ તૈયાર છે ને! હું મુકવા આવું છું." તેણે કહ્યું."ત્રણ દિવસના છ ટંક ચાલે એટલાં ...Read More
કોરોના કથાઓ - 14. કાંટાળો તાજ
કાંટાળો તાજહું રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગમાં ઉચ્ચ અધિકારી છું. હું મારા કામમાં વ્યસ્ત હતો. ક્યાં કયું સર્વર કનેક્ટ કરવું, ડેટા કોને કેટલો જોવા આપવો, સર્ચ એન્જીન વધુમાં વધુ માહિતી કેવી રીતે જોઈએ તેને ઉપલબ્ધ કરાવે વગેરે કામમાં ગળાડૂબ હતો. એમાંયે હાલ કોરોના કાળમાં સાંજે ન્યૂઝમાં લોકોને સાચા આંકડાઓ પહોંચે તે માટે જિલ્લાઓમાંથી આવતા આંકડાઓની હોસ્પિટલોમાં થતાં રજિસ્ટ્રેશન, ડિસ્ચાર્જ અને મૃત્યુના રિપોર્ટ સાથે ઓનલાઈન સરખામણી કરી ઓનલાઈન જ ચકાસણી કરી ડેટા મુકાય તે પ્રોજેકટ ચાલી રહ્યો હતો. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં કોરોનાની દવાઓનો સ્ટોક તેઓ કહે તેમ નહીં પણ કઈ તારીખે કેટલો સપ્લાય થયો, એકએક કરી કેટલો વપરાયો અને કેટલો છે ...Read More
કોરોના કથાઓ - 15 - બંધ ઓરડે જંગ
કોરોના કથા 15બંધ રૂમમાં જંગમને ખબર નહોતી કે નવો ભાગ મારી પોતાની વાત હશે. મારે અને સહુ માટે નવાઈ ની વાત. બધી સાવચેતીઓ છતાં, કલ્પના ન હતી કે હું ખુદ કોરોના માં સપડાઈશ.ઓચિંતો સાંજથી તાવ ચડ્યો. 100 જેવો જ. બીજી સાંજે 100.5. સાથે બે-ચાર સૂકી ઉધરસ. અગમચેતી વાપરી લેબ વાળાં ને ઘેર બોલાવી rt pcr કરાવ્યું. હું પોઝિટિવ. વેકસીનના બે ડોઝ લીધા હોવા છતાં. વાયરસ લોડ 19.9 એટલે વચ્ચેનો. હોમ ક્વોરાન્ટાઇન. છાતીનો સ્કેન રિપોર્ટ નોર્મલ, ચેપ વગર આવ્યો.એક ક્ષણ તો છાતીનાં પાટિયાં બેસી ગયાં. હવે શું? જીવન વેગે તો વટાવ્યું પણ ઉપરનું દ્વાર ખટખટાવવું નથી જ. 'હું રીકવર થઈશ, ...Read More
કોરોના કથાઓ - 16. બાર વર્ષના બેઠા..
બાર વરસના બેઠા..2020નું વર્ષ માનવજાત ક્યારેય ન ભૂલી શકે એવું આવ્યું. એમાં પણ કોરોનાએ તો કાળો કેર વર્તાવ્યો. લોકો ને ઘરમાં રહ્યાં. ભલભલા ઓછું નીકળતા ને સાવચેતીઓનું અક્ષરશઃ પાલન કરનારા ઝડપાઈ ગયા અને બિન્ધાસ્ત ફરનારાથી કોરોના પણ ડરીને દૂર રહયો.એમાંયે ઘરમાં જ રહેનારા વૃદ્ધો સમાજથી, તેમનાં સામાજિક વર્તુળથી દૂર થઈ ગયા. એમાં એક રમુજી ઘટના મારા નજીકના બે વડીલો સાથે બની જે અહીં વર્ણવું છું."પપ્પા, ગજબ થ..ઈ ગયો. નલીનકાકા મળ્યા હતા. એમણે કીધું ઝાલા કાકાને કોરોનાએ ઝાલ્યા. બિચારા અકાળે ગુજરી ગયા." મિત્રનો પુત્ર ઘરમાં પેસતાં જ અંદર રૂમમાં કોઈ વોટ્સએપ સાહિત્ય વાંચવામાં મગ્ન તેના પિતા દવે સાહેબને કહી રહ્યો."હેં??? ...Read More