“સ્યુસાઈડનો કેસ લાગે છે સાહેબ”કોન્સ્ટેબલ મોહિત ચાવડા નાકે રૂમાલ રાખી તર્ક કાઢતો હતો.તેની સામે પિસ્તાલિસેક વર્ષની સ્ત્રીનો દેહ પંખે લટકતો હતો.ચાવડા એ બેજાન શરીરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો.એ સ્ત્રીના હાથ લટકી ગયાં હતાં.જીભ બહાર આવી ગઈ હતી. “તને શું લાગે છે જિતુ?” “એક નજરે જોતા મને પણ એવું લાગે છે સાહેબ” કોન્સ્ટેબલ જિતુએ કહ્યું. “મને પણ એવું જ લાગે છે”એક મહિના પહેલાં ટ્રાન્સફર દ્વારા પોસ્ટિંગ મેળવેલા બત્રિસેક વર્ષના અનુભવી ઇન્સ્પેક્ટર કેયુર રાઠોડે કહ્યું.
Full Novel
કાવતરું - 1
કાવતરું ભાગ –1 લેખક – મેર મેહુલ “સ્યુસાઈડનો કેસ લાગે છે સાહેબ”કોન્સ્ટેબલ મોહિત ચાવડા નાકે રૂમાલ રાખી તર્ક કાઢતો સામે પિસ્તાલિસેક વર્ષની સ્ત્રીનો દેહ પંખે લટકતો હતો.ચાવડા એ બેજાન શરીરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો.એ સ્ત્રીના હાથ લટકી ગયાં હતાં.જીભ બહાર આવી ગઈ હતી. “તને શું લાગે છે જિતુ?” “એક નજરે જોતા મને પણ એવું લાગે છે સાહેબ” કોન્સ્ટેબલ જિતુએ કહ્યું. “મને પણ એવું જ લાગે છે”એક મહિના પહેલાં ટ્રાન્સફર દ્વારા પોસ્ટિંગ મેળવેલા બત્રિસેક વર્ષના અનુભવી ઇન્સ્પેક્ટર કેયુર રાઠોડે કહ્યું. “અજીબ કહેવાય નહી સાહેબ!!!,પંદર દિવસ પહેલાં આ જ ઘરમાંથી એક સ્યુસાઇડનો કેસ નોંધાયો હતો.”કોન્સ્ટેબલ ચાવડાએ ચોખવટ પાડતાં કહ્યું. “તો મર્ડર ...Read More
કાવતરું - 2
કાવતરું ભાગ – 2 લેખક – મેર મેહુલ બીજા દિવસે સવારે રાઠોડ વિચારોમાં ડૂબ્યો હતો.આગળની કાર્યવાહી ક્યાંથી કરવી એ સૂઝતું નહોતું.તેણે એક કોન્સ્ટેબલને અવાજ આપી બોલાવ્યો. “સિવિલમાંથી પી.એમ.ના રિપોર્ટ લઈ આવ અને ચાવડાને મારી પાસે મોકલ”રાઠોડે હુકમ કર્યો. થોડીવાર પછી પેન્ટ કમરેથી ઉપર ચડાવતો ચાવડા ચોકીમાં દાખલ થયો.રાઠોડને જોઈને થોડો ટટ્ટાર થયો અને પાસે આવી સલામી કરી. “કેમ સાહેબ આજે વહેલાં?”ચાવડાએ પૂછ્યું. “ખાસ કારણ નથી,વહેલા ઊંઘ ઊડી ગઈ તો વિચાર આવ્યો કે પેલાં કેસ વિશે વધુ જાણું એ માટે ચોકીએ આવીને બેઠો હતો”રાઠોડે કહ્યું. “પેલા છોકરાં ઉપર નજર રાખવા કહ્યું હતું,તેનું શું થયું?”રાઠોડે પૂછ્યું. “કામ થઈ ગયું છે.માધવ મૉલની ...Read More
કાવતરું - 3
કાવતરું ભાગ – 3 લેખક – મેર મેહુલ રાઠોડ પાછો આવ્યો ત્યારે નેન્સી,રિયા સાથે દેવ પાટલી પર બેઠાં તેની જોતાં હતા. “નેન્સીને અંદર લેતો આવ ચાવડા”રાઠોડે અંદર તરફ જતાં દેવ તરફ ત્રાંસી નજરે જોતાં કહ્યું.રાઠોડ પાછળ ચાવડા અને નેન્સી પણ અંદર ગયાં. “નેન્સી તારાં મમ્મીનું મર્ડર થયું છે અને કદાચ પપ્પાનું પણ.જો તું અમને મદદ કરીશ તો તેઓના હત્યારાને પકડવામાં અમને મદદ થશે”રાઠોડે કહ્યું, “તારા કહેવા મુજબ તારાં મમ્મીની હત્યા થઈ તેની થોડીવાર પહેલાં ઉપરનાં રૂમમાં ગયાં હતાં.એ સમય દરમિયાન તને કોઈ ચહલપહલ જોવા મળી હતી?,કોઈ દરવાજો ખુલવાનો અવાજ અથવા કોઈની આહટ.” “જ્યારે મમ્મી ઉપરનાં રૂમમાં ગઈ ત્યારે હું ...Read More
કાવતરું - 4
કાવતરું ભાગ –4 લેખક – મેર મેહુલ “આપણે પાંચ લાખની જ વાત થઈ હતીને ભૂરા”રઘુવીર ટ્રેડિંગનો માલિક મનસુખ ભૂરાને કોશિશ કરતો હતો. “વાત તો પાંચ લાખની જ થઈ છે માલિક પણ મારી પાસે જે માહિતી છે એની સામે તમે દસ લાખ તો શું કરોડ રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાઓ.મેં તો દસ લાખ જ માંગ્યા અને પેલાં વીડિયોનું શું?,કોઇએ મને વિડિયો મોકલ્યો છે અને મને બ્લેકમેઇલ કરે છે.એને એક લાખ નહિ આપું તો મારાં તો રામ રમી જ ગયાં છે અને હું ફસાઈશ તો તમે પણ….સમજ્યાને મારી વાત”ભૂરાએ ચોખ્ખાં શબ્દોમાં ધમકી આપી. “ધમકી આપવાથી કોઈનું સારું નહિ થાય ભૂરા. ...Read More
કાવતરું - 5
કાવતરું ભાગ – 5 લેખક – મેર મેહુલ પછીના દિવસે રાઠોડ ખુરશી પર બેઠો વિચારમાં ડૂબેલો હતો. એટલામાં ચાવડાએ તેનું ધ્યાન ભંગ કર્યું. “શું વિચારો છો સાહેબ?”ચાવડાએ પૂછ્યું. “તને નથી લાગતું ચાવડા કે આ કેસ એટલી આસાનીથી સોલ્વ થઇ ગયો”રાઠોડે પૂછ્યું. “હા સાહેબ, થાય એવું ઘણીવાર.પણ તમને કેવી રીતે ખબર કે આ લોકો રઘુવીર ટ્રાવેલ્સે જ મળશે અને તમે ક્યાં વીડિયોની વાત કરતાં હતાં?”ચાવડાએ ઉત્સુકતાથી પૂછ્યું. “તે દિવસે કોઈ ચિઠ્ઠી રાખી ગયું હતું યાદ છે તને?.....”રાઠોડે માંડીને બધી ઘટના વિગતવાર કહી. “મને એ નથી સમજાતું કે ઇન્ફોર્મરને રૂપિયા જોતાં હતાં તો મને રઘુવીર ટ્રાવેલ્સની બાતમી કેમ આપી.બાતમી આપી એ ...Read More
કાવતરું - 6 - છેલ્લો ભાગ
કાવતરું ભાગ – 6 લેખક – મેર મેહુલ સાંજના સાત થવા આવ્યા હતાં.બપોરનાં બે વાગ્યાનો રાઠોડ વેશ-પલટો કરી બદ્રીનારાયણ નાકે ફળની લારી રાખી ઉભો હતો. દિવસ દરમિયાન સોસાયટીમાં થતી ગતિવિધિઓ પર તેની પુરી નજર હતી.એ દરમિયાન તેણે એક હ્રુષ્ટપ્રુષ્ટ યુવતીને વારંવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવતી જોઇ હતી.રાઠોડને તેનાં પર શંકા હતી.ચિઠ્ઠી મોકલનાર છોકરી એ છે કે નહીં તેની ખાત્રી કરવાં રાઠોડે ચાવડાને ફોન કરી કાળુને બોલાવી લીધો.સાડા આઠ થયાં એટલે એ યુવતી ફરીવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવવા આવી. “જો તો કાળુ, એ દિવસે જેણે તને ચિઠ્ઠી આપી હતી એ આ જ છોકરી છે?”રાઠોડે પૂછ્યું. “હા સાહેબ,આ જ ...Read More