કર્તવ્ય - એક બલિદાન

(565)
  • 73.2k
  • 51
  • 31.8k

કર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જે કરવાથી આપડો જ ફાયદો થાય છે...... કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન .... કરી નાખીશ મારું બધું કુરબાન , મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે. સપના ઉપર પાણી ફેરવી દઈશ, મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે. whatsapp :- 9624265491 gmail :- iamsoankit@gmail.com આ વાત છે ૧૬ વર્ષ ની માસૂમ મેધા ની જેને હજુ તો સમજણ પણ માંડ માંડ આવી છે...... અને તેનો દારૂડિયો બાપ તેના લગ્ન ૫૦ વર્ષ ના પુરુષ સાથે કરાવી દે છે..... એના બાપ ની એવી તો શું મજબૂરી હશે કે માસૂમ ફૂલ ને દુઃખ

Full Novel

1

કર્તવ્ય - એક બલિદાન - 1

કર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જે કરવાથી આપડો જ ફાયદો થાય છે...... કર્તવ્ય નિભાવે એનું નામ જ સંતાન .... કરી નાખીશ મારું બધું કુરબાન , મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે. સપના ઉપર પાણી ફેરવી દઈશ, મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે. whatsapp :- 9624265491 gmail :- iamsoankit@gmail.com આ વાત છે ૧૬ વર્ષ ની માસૂમ મેધા ની જેને હજુ તો સમજણ પણ માંડ માંડ આવી છે...... અને તેનો દારૂડિયો બાપ તેના લગ્ન ૫૦ વર્ષ ના પુરુષ સાથે કરાવી દે છે..... એના બાપ ની એવી તો શું મજબૂરી હશે કે માસૂમ ફૂલ ને દુઃખ ...Read More

2

કર્તવ્ય - એક બલિદાન - 2

સુહાગ ની સેજ ઉપર બેઠેલી મેધા એના પતિ જગા ની રાહ જોઈ રહી હતી..... એની આંખો સુજેલી હતી કેમકે બહુ રોઈ હતી.... પણ સાહેબ મેધા જેવી છોકરીઓ ભાગ્યે જ જોવા મળે છે , જે પોતાનું કર્તવ્ય નિભાવવા કઈ પણ કરી જાય છે ... લથડતો ને એક ભીંત થી બીજી ભીંત તરફ અડફેડતો મેધા નો પતિ જગો તેના રૂમ તરફ આવી રહ્યો હતો.... મેધા આ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ પણ એને પોતાનું કર્તવ્ય બરાબર યાદ હતું જેને નિભાવવા તે ગમે તેટલી હદ સુધી જઈ શકતી હતી.... જગો સીધો આઇને એના ખોડા માં ...Read More

3

કર્તવ્ય - એક બલિદાન - 3

રોજ રાત પડે ને મેધા ના શરીર પર જેમ ભૂખ્યો ભાલું શિકાર કરવા નીકળી જાય તેમ એનો પતિ જગો જતો.... મેધા ની જિંદગી આમને આમ બરબાદ થતી હતી પણ મેધા એના માટે કઈ કરવા તૈયાર જ નોહતી....... વીતી જતી રાતો મને પૂછે છે ? કેમ આટલા દર્દ તું સહે છે ? ને હું દર વખતે એક જ જવાબ , આપી ને હું ઊભી રઈ જાઉં છું... હું હંમેશા નિભાવિશ મારું પોતાનું , હર એક કર્તવ્ય , હર એક કર્તવ્ય. ...... એક દિવસ સવારે મેધા ઉઠે છે અને એની નજર ભાભી ના કક્ષ પર પડે છે... ...Read More

4

કર્તવ્ય - એક બલિદાન - 4

ગુડિયા શેરી ગુડિયા શેરી આ એ શેરી છે જ્યાં મેધા ની બરબાદી શરૂ થવાની છે. મેધા આ શેરી માં દસ્તક મૂકે એના પેલા આ શેરી વિશે હું તમને જણાવવા માંગુ છું. આ શેરી ગુલાબા બાનું ઉર્ફ ગુડિયા દ્વારા ચલાવવામાં આવે છે. આ શેરી માં દિવસે ગૃહ ઉદ્યોગ ચાલતો પણ રાત્રે આ શેરી બજાર બની જતી. બજાર એટલે છોકરીઓનું બજાર જેમાં રાત્રે છોકરીઓના જીસ્મ નો વેપાર. આ વેપાર એ એટલું જોર પકડ્યું હતું કે એક જ રાત ની કમાણી ૧૦-૧૫ લાખ રૂપિયા હતી. છોકરીઓનું કુમળું જીસ્મ તો ...Read More

5

કર્તવ્ય - એક બલિદાન - 5

મેધા નો પહેલો ખરીદદાર ચારો તરફ હૈ પયગામ, મુજે બેચ ચૂકે અપને. સબકા સાથ મિલા પલભર, ઔર છૂટ ગયે હૈ અપને. ખોઈ હું ઇસ ખ્યાલ મે, છોડ ગયે હૈ મેરે અપને. બોજ થી યા ઇન્સાન મે ? જો નીભા ગઈ હર મોડ પે કર્તવ્ય ... મેધા સોળે શણગાર સજાવી ને મેધા ને ગુડિયા બાનું સમક્ષ લઇ જવામાં આવે છે. ગુડિયા ની આંખો ચાર થઇ જાય છે કેમકે આજથી પેહલા આટલી સુંદર છોકરી એણે જોઈ જ નોહતી. ગુડિયા ના મનમાં અવનવા વિચારો ચાલતા હતા ...Read More

6

કર્તવ્ય - એક બલિદાન - 6

જિંદગી માં ખુશીયો ગયો ભાગ :- ગયા ભાગ માં જોયું કે ચારો તરફ મેધા ની બોલીઓ લાગી હતી. ગુડિયા ને મેધા ની સારી એવી કિંમત મળી અને મેધા નેં ત્રણ દિવસ માટે શેઠ ને સોંપી દેવામાં આવી. હવે આગળ........... બે વર્ષ પછી આજે મેધા નો ગુડિયા શેરી માં છેલ્લો દિવસ હતો. બધા ની આંખો માંથી ધર ધર આંસુ વહી રહ્યાં ...Read More

7

કર્તવ્ય - એક બલિદાન - 7

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન નાં લગ્ન ધૂમ ધામ થી ચાલતા હતા. બંને ની સપ્તપદી પણ થવાને આરે હતી ! ને રોહન ના પિતા એ આવીને લગ્ન રોકી દીધા. જેનાથી આખા કેશવ નગર ના મોઢા પર દુઃખ ના વાદળ છવાઈ ગયા હતા.. હવે આગળ....**** **** ***** ***** ***** **** ****** **** **** ***** કર્તવ્ય - એક બલિદાન - 6આ લગ્ન નઈ થઈ શકે ! આ અવાજ જેવો જ કાને પડ્યો કે તરત જ મેધા ના લગ્ન ...Read More

8

કર્તવ્ય - એક બલિદાન - 8

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન ધૂમ ધામ અને સુખ શાંતિ થી પૂરા થઈ ગયા કેશવ નગર માંથી મેધા ની વિદાય પણ થઈ ચૂકી હતી.હવે મેધા નો નવો સફર શરૂ થવાનો હતો. શું મેધા ને સાસરી માં માન સમ્માન મળશે કે પછી એનો ધિક્કાર જ કરવામાં આવશે ? હવે આગળ........ તિરસ્કાર કે સન્માન કેશવનગર થી મેધા ની વિદાય બાદ મેધા અને તેનો પતિ રોહન સીધા જ અનંત હાઉસ માં ...Read More

9

કર્તવ્ય - એક બલિદાન - 9

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન સંપન્ન થયા પછી નવદંપતી સીધા જ અનંત ખાનદાન માં જાય છે. અનંત ખાનદાન માં મેધા અને કેશવ નો ધૂમધામથી પ્રવેશ કરાવવામાં આવ્યો ને પછી અચાનક જ રોહન ની ફોઈ ચંપા આવીને મેધા અને કેશવ પર સવાલો ઉઠાવે છે.. હવે આગળ....... આગામી સમય માં પ્રકાશિત થનારી નોવેલ અનહદ જેમાં હિંદુ અને મુસ્લિમ ધર્મ ના પ્રમ નું પ્રતિક બનશે સહજ ધ્યાની અને અનાયા ખાન ની પ્રેમ કહાની.બઉ જલ્દી...... ...Read More

10

કર્તવ્ય - એક બલિદાન - 10

આગળ ના સપ્તાહે આપડે જોયું કે મેધા નો અનંત ખાનદાન દ્વારા ધિક્કાર કરવામાં આવ્યો પણ આખરે એને આખા પરિવાર પ્રેમ મળી ગયો. જે ચંપા ફોઈ એના પર આક્ષેપો લગાવતા હતા ! તેમને મેધા ને પોતાની દીકરી બનાવી દીધી. બીજી તરફ મુહ દિખાઈ ની તૈયારીઓ શરૂ હતી જેના માટે મેધા ની બંને મા સરલા અને ચંપા તેને તૈયાર કરવા આવી હતી... હવે આગળ.... ભાગ - ૧૦ - મહાકથા અનંત પરિવાર ની ખુશીયો નો આજે કોઈ પાર જ નો હતો કેમકે વહુ સમાન દીકરી મેધા ની મુહ દિખાઈ ને લક્ષ્મી સમાન ...Read More

11

કર્તવ્ય - એક બલિદાન - 11 - આત્મા નો પ્રવેશ

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ની મૂહદીખાઇ ઉપર રોહન ને તેને બહુજ અણમોલ ગિફ્ટ એટલે કે એના પિતા ને આપી દીધા હતા. જેના લીધે મેધા ની ખુશીઓનો પાર નોહતો. પછી ધૂમધામ થી મેધા નો જન્મ દિવસ મનાવવાની તૈયારી ઓ પણ થઈ ગઈ હતી. હવે આગળ ...... ભાગ - 11 - આત્મા નો પ્રવેશઅનંત પરિવાર પૂરા ધામ ધૂમથી મેધા નો બર્થડે ઉજવી રહ્યો હતો જેનાથી મેધા ની આંખો ધર ધર વહેવા લાગી હતી કેમકે આજથી પહેલા મેધા એ સિર્ફ અને સિર્ફ દુઃખ જ જોયા હતા. મેધા નો સફર એના કર્તવ્ય ના લીધે ...Read More

12

કર્તવ્ય - એક બલિદાન - 12 - આત્મા ની મુક્તિ

ગયા ભાગ માં આપડે જોયું કે આખો અનંત પરિવાર દ્વારા મેધા નો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. મેધા ખુશી ઓ નો પાર રહેતો નથી. બીજા દિવસે સવારે અનંત પરિવાર કુળદેવી ના દર્શન માટે નીકળે છે ત્યાં જઈને ખબર પડે છે કે મેધા ની ઉપર કોઈ આત્મા નો છાયો છે.... હવે આગળ..... ભાગ :- 12 - આત્મા ની મુક્તિ કુળદેવી ના મંદિર પોહચી ને મેધા ના શરીર ની આત્મા પહેલાંજ રોહન ઉપર વાર કરી ચૂકી હોય છે , પણ રોહન ના સારા નસીબ તેને બચાવી લીધો હતો. કુળદેવી નું મંદિર હોવાને લીધે મેધા ના આખા શરીરે બળતરા ઊપડી ...Read More

13

કર્તવ્ય - એક બલિદાન - 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના લગ્ન ની સાથે અનંત પરિવાર માં પાયલ ની આત્મા પણ આવી હોય છે. કુલદેવી ના પૂજારી મેધા ને આ આત્મા માંથી મુક્તિ અપાવે છે. મેધા અને આખો અનંત પરિવાર તેમના અનંત નિવાસમાં પોહચી ગયો છે , પણ દરવાજા ઉપર જ અંબા બા તેમને રોકી દે છે. હવે આગળ….. ભાગ – 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષામેધા અને રોહન કુલદેવી મંદિર થી સીધા અનંત પરિવાર માં આવી જાય છે , જેવા જ બંને દરવાજા ની નજીક પોહચી જાય છે કે તરત જ મેધા ને દરવાજા ઉપર જ રોકવામાં આવે છે. “ ...Read More

14

કર્તવ્ય - એક બલિદાન - 14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના ઘર સંસાર માં દુરી આવી ગઈ હતી , મેધા ને આખો બહાર જ રહેવું પડ્યું હતું. મોડી રાત્રે વરસાદ સરું થતાં એની તબિયત બગડી ગઈ હતી. પછી અનંત પરિવાર મેધા ને અંદર લઇ આવ્યો હતો ! પણ પોતાના પરિવાર નો આ વર્તાવ મેધા સહન કરી શકતી નથી. હવે આગળ 14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02આખો અનંત પરિવાર મેધા ના ખિલાફ હતો. ખુદ એનો પતિ રોહન પણ જે મેધા ને બહુજ પ્રેમ કરતો હતો. મેધા ના મન માં એક જ પ્રશ્ન હોય છે કે કેમ ...Read More

15

કર્તવ્ય - એક બલિદાન - 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3

ગયા ભાગ માં આપડે જોયું કે અનંત પરિવાર માં મેધા ને અપમાન સિવાય કશું જ નસીબ થતું નથી . ને અવાર નવાર સાસરી પક્ષ દ્વારા થતું અપમાન સહન કરીને પોતાનું કર્તવ્ય નિભાવવું પડે છે. મેધા ને એનો પરિવાર એટલી નફરત ની નજરે જોવા લાગ્યો હતો કે મેધા ને સહન થાય એમ હતું જ નઈ….. હવે આગળ….. ભાગ – 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3હજુ સુધી મેધા ના કષ્ઠો નો અંત આવ્યો જ ન હતો કે એની પહેલાં તો એણે સમાચાર મળી ગયા કે રચિલી એ પોતાની સાસરી માં જ આત્મ હત્યા કરી લીધી. આ ...Read More

16

કર્તવ્ય - એક બલિદાન - 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ને પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે આખો અનંત પરિવાર મજબૂર કરી રહ્યો આખા પરિવાર માં મેધા ની બાજુ ચંપા ફોઈ સિવાય કોઈ હતું જ નઈ ! મેધા ને સવાર થી લઈને સાંજ સુધી બસ અપમાન જ સહન કરવા પડતા હતા ! મેધા ને પોતાની દીકરી કેશવ થી પણ દૂર કરી દેવામાં આવી હતી ! હવે આગળ……. ભાગ :- 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4દિવસે ને દિવસે મેધા ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ ના લેતી હતી. મેધા ને તો એ પણ ખબર નોહતી કે એની ભૂલ શું છે ? ચંપા ફોઈ ...Read More

17

કર્તવ્ય - એક બલિદાન - 17 સન્માન માટે અગ્નિપરીક્ષા – 5

( આગળ ના ભાગ ની શરૂઆત ની પહેલા મેધા ના નવા સફર ની જાહેરાત…. “ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ“હું અંકિત ચૌધરી આપનો દિલ થી આભાર વ્યક્ત કરું છું કેમકે તમે ખૂબ જલ્દી મને સફળતા ના શિખરો સર કરાવી દીધા છે ને હું બઉ જલ્દી એટલે ૨૪ ઑગસ્ટ ફરી વાર મેધા ના નવા સફર માં તમારી રાહ જોઈ રહ્યો છું એક નવા નામ અને પહેચાન સાથે મેધા ની એક નવી જ કહાની એક નવા જ અંદાજ માં પ્રસ્તુત કરવા માટે ! જ્યાં મેધા કરશે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સ્વપ્ન “ આત્મનિર્ભર ...Read More