સંબંધોની માયાજાળ

(60)
  • 38.9k
  • 10
  • 13.9k

સંબંધોની માયાજાળ " ક્યારેક તો મારી feelingsને સમજો યાર!! " " હું કેમ તારી feelingsને સમજુ?? મારે તારી સાથે લગ્ન તો કરવાના નથી. " " પણ..... " " પણ બન કઈ નઈ. તું એક વાત સમજી લે કે હું તને પ્રેમ નથી કરતો. અને ક્યારેય કરીશ પણ નહિ. તું જતી રહે અહીંયાથી. " 2 વર્ષ પહેલાંની એ ઘટના એના સ્વપ્નમાં ફરી આવતા એ સફાળી જાગી ગઈ. આજે પણ એની આંખમાં આંસુ છે. ઘડિયાળમાં જોયું તો રાત્રીના 4:30 થયા હતા અને તારીખ હતી 2nd માર્ચ. એ તારીખ કે 'જ્યારે એને સૌથી મોટા માં મોટી ભૂલ કરી હતી' એ એવું વિચારતી. પણ

Full Novel

1

સંબંધોની માયાજાળ - 1

સંબંધોની માયાજાળ " ક્યારેક તો મારી feelingsને સમજો યાર!! " " હું કેમ તારી feelingsને સમજુ?? મારે તારી સાથે તો કરવાના નથી. " " પણ..... " " પણ બન કઈ નઈ. તું એક વાત સમજી લે કે હું તને પ્રેમ નથી કરતો. અને ક્યારેય કરીશ પણ નહિ. તું જતી રહે અહીંયાથી. " 2 વર્ષ પહેલાંની એ ઘટના એના સ્વપ્નમાં ફરી આવતા એ સફાળી જાગી ગઈ. આજે પણ એની આંખમાં આંસુ છે. ઘડિયાળમાં જોયું તો રાત્રીના 4:30 થયા હતા અને તારીખ હતી 2nd માર્ચ. એ તારીખ કે 'જ્યારે એને સૌથી મોટા માં મોટી ભૂલ કરી હતી' એ એવું વિચારતી. પણ ...Read More

2

સંબંધોની માયાજાળ - 2

સંબંધોની માયાજાળ_2 (( આગળના ભાગમાં જોયું કે ભૂમિજાનું જીવન કેટલી હદ સુધી બદલાઈ ગયું છે. હસી ખુશી અને આનંદથી છોકરી રોબોટિક લાઈફ જીવતી થઈ ગઈ છે. )) (( પ્રિકેપ )) તેજસ ક્યારનો ફોન કરતો હોવા છતાં પણ ભૂમિજા ફોન રીસિવ નથી કરતી હોતી. સુવા જાય છે ત્યારે સૂતા પહેલાં એક નજર ફોનમાં કરે છે તો એણે ખબર પડે છે કે તેજસના 34 મિસ્ડ્કૉલ છે. અને તેજસના મિસ્ડ્કોલ જોઈને ભૂમિજા તરત જ તેજસને ફોન કરે છે. રાત્રીના ઓલમોસ્ટ 12 વાગી જ ચૂક્યા છે એટલે આશા નથી કે તેજસ ફોન રિસિવ કરે. પણ ખબર નહિ કેમ?? પરંતુ એનું મન કહી રહ્યું ...Read More

3

સંબંધોની માયાજાળ - 3

સંબંધોની માયાજાળ_3 (( આગળના ભાગમાં જોયું કે ઈચ્છા ના હોવા છતાં પણ ભૂમિજાએ જૂનાગઢ આવવુ જ પડે છે. અથવા એમ કહો કે નિયતિને વશ થઈને એણે અહી આવવુ પડ્યું. હવે આગળ.???? )) કોઈ આંગળી છોડી દે છે!! ત્યારે ભગવાન કોઈ હાથ પકડનાર મોકલી જ દે છે.. ભૂમિજા એ જ દિવસે રાજકોટ પહોંચે છે. બે દિવસમાં એ ઘણી ખરી preparation પતાવી દે છે એન્યુઅલ મિટિંગની. પોતાનું કામ પતાવીને હોળીની આગલી સાંજે જ ભૂમિજા જૂનાગઢ પહોંચી જાય છે. કંપનીની કાર હોવા છતાં પણ એ ગુજરાત એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. બે કલાકની મુસાફરી હોવાથી ભૂમિજાએ પહેલેથી જ રિઝર્વેશન કરાવીને પોતાની મનગમતી ...Read More

4

સંબંધોની માયાજાળ - 4

સંબંધોની માયાજાળ_4 તેજસની સાથે કોઈ અન્ય વ્યક્તિને જોઇ ભૂમિજા ચોંકી જાય છે. તો સામે ગ્રંથ પણ જાણે કોઈ અલગ દુનિયામાં ખોવાઈ જાય છે ભૂમિજાને જોઇને!!???? હું મને શોધ્યા કરું પણ!! હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો. ?????? " તું ક્યાં જતી રહી હતી?? અને કોનો ફોન હતો અત્યારે?? " ભૂમિજાને આટલી સવાર સવારમાં કોઈનો ફોન આવતા તેજસએ પૂછ્યું. " કોઇ ખાસ નહી. સિલિકોન વેલીથી ફોન હતો. હેડ ઓફિસથી." ભૂમિજાએ વાતને ટાળતા કહ્યું. તેજસ સાથે રહેલી વ્યક્તિ એણે અજીબ નજરથી અને એકધાર્યું જોઈ રહી હોવાથી ભૂમિજાને પણ થોડું અજીબ લાગ્યું. એટલે એણે ખોખારો ખાધો. પરંતુ તેમ છતાં ...Read More

5

સંબંધોની માયાજાળ - 5

સંબંધોની માયાજાળ_5 ભૂમિજા ગ્રંથની ગાડીમાં બેસી એ કોઈ અન્ય વ્યક્તિ પણ જોઈ રહી છે એ વાતથી અંજાન ગ્રંથે એની મારી મૂકી તેજસના ઘર તરફ!! પૂરા રસ્તે બે માંથી એક પણ કઈ જ નથી બોલતા. ભૂમિજાને ઓક્વર્ડ ના લાગે એટલા માટે ગ્રંથ સોંગ વગાડે છે. અને આમ જ બંને તેજસના ઘરે પહોંચે છે. ગ્રંથ અને ભૂમિજાને જોતા તેજસ બંનેને લેવા માટે આવે છે. તેજસ ભૂમિજાને લઈ પોતાના મમ્મી પપ્પા પાસે આવે છે અને ભૂમિજાની ઓળખાણ કરાવે છે એમનાથી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે પણ એની ઓળખાણ કરાવે છે. હોલિકા દહનનો સમય થઈ ગયો હોવાથી મહારાજ ઘરનાં મોભી એટલે કે તેજસના ...Read More

6

સંબંધોની માયાજાળ - 6

સંબંધોની માયાજાળ_6 ગર્વિતના ગયા બાદ ગરિમા બહેન બીજા રૂમમાંથી બહાર નીકળે છે. હકીકતમાં જ્યારે ગર્વિતે લાઉડ મ્યુઝીક વગાડ્યું ત્યારના બહેન ત્યાં હતા અને એમને બંને ભાઈઓ વચ્ચે ચાલતી વાતચીત પણ સાંભળી લીધી હતી. ગઈ કાલની જેમ આજે રાત્રે પણ ગ્રંથને ઊંઘ ના આવી. અને આવે પણ કેવી રીતે?? ગઈ કાલે તો ખાલી એનું નામ જ સાંભળ્યું હતું, જ્યારે આજે તો દિવસમાં મોટાભાગનો સમય એની સાથે વિતાવ્યો હતો.???? ઊંઘ આવતી હોય એણે રાત મુબારક!! ના આવતી હોય એણે કોઈની યાદ મુબારક.. ???? આખી રાત ગ્રંથે ભૂમિજાના વિચારોમાં વિતાવી. અને જ્યારે સવાર પડવા આવી ત્યારે જઈને એણે ઊંઘ આવી. ઊંઘ આવી ...Read More

7

સંબંધોની માયાજાળ - 7

સંબંધોની માયાજાળ_7 એક જણને જોઈને ભૂમિજા પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ. અને તરત જ એને બાજુમાં ઉભેલા ગ્રંથનો હાથ જ મજબૂતીથી પકડી લીધો. ગ્રંથને એ ના ખબર પડી કે એણે કેમ આમ કર્યું?? પરંતુ એ ભૂમિજાના ચહેરા પરની ઉદાસી અને આંખોમાં રહેલા આંસુને સારી રીતે જોઈ શક્યો. એટલે એણે લાગ્યું કે કઈક તો થયું છે. પણ શું?? તેજસ જેની રાહ જોઈ રહ્યો હતો એ લોકો બીજા કોઈ નહી પરંતુ સાવજ અને સાવજ ટીમના મેમ્બર્સ હતા. અને એટલે જ એ લોકોના આવતાની સાથે જ તેજસ તરત જ એ લોકોને આવકારવા માટે એ લોકોની પાસે ગયો. ગ્રંથને પણ જવું જ હતું, ...Read More

8

સંબંધોની માયાજાળ - 8

સબંધોની માયાજાળ_8 અક્ષે catch કરવા માટે હાથ ફેલાવ્યા. અને catch કરી પણ લિધો. આ જોઈ આદિત્ય અને એની ટીમ આવી ગઈ. પરંતુ ટવીસ્ટ હજુ બાકી છે!! કેચ તો થઈ ગયો. પરંતુ જીતવાની ખુશીમાં એ વાતનું ધ્યાન જ ના રહ્યું એમને કે અક્ષનો પગ બાઉન્ડ્રી લાઈનને પેલે પાર આવી ગયો!! આ વાત અન્ય કોઈની નજરમાં તો ના આવી પરંતુ ભૂમિજાની નજરમાં આવી ગઈ. એટલે તરત જ એણે આદિત્યનો હાથ પકડ્યો. અને એણે ખેંચીને લઈ ગઈ બાઉન્ડ્રી લાઇનની પાસે, જ્યાં અક્ષ ઊભો હોય છે. સૌને ભૂમિજાનું આવું વર્તન અજીબ લાગ્યું. એટલે બીજા બધા લોકો પણ ત્યાં આવી ગયા. "look at him ...Read More

9

સંબંધોની માયાજાળ - 9

સંબંધોની માયાજાળ_9 શું તમે મને તમારી પત્ની બનાવવાનું પસંદ કરશો?? ભૂમિજાએ આદિત્યની હાજરીમાં જ ગ્રંથને પૂછ્યું. ભૂમિજા એમ અચાનક એણે પ્રપોઝ કરશે એવું ગ્રંથે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. એટલે શું જવાબ આપવો એ એણે સમજ જ ના પડી તેથી એ મૌન જ રહ્યો. ગ્રંથને ચૂપ જોઈ આદિત્યને પણ જુસ્સો ચડ્યો. એટલે એણે પણ "જોયું?? એ મારો મિત્ર છે. અને તારી હકીકત જાણ્યા પછી મારો મિત્ર તો શું અન્ય કોઈ પણ છોકરો તને એની જીવનસાથી ના બનાવે. Characterless!! તારા જેવી ચરિત્રહીન છોકરીઓની સમાજમાં કોઈ જ જગ્યા નથી." આવા અગણિત આરોપો પછી પણ ગ્રંથે કઈ ના કહ્યું. ગ્રંથનું આમ મૌન રહેવું ...Read More

10

સંબંધોની માયાજાળ - 10

સંબંધોની માયાજાળ_10 ગરિમા બહેનની જેમ ગૌરાંગ ભાઈને પણ છોકરી પસંદ આવી ગઈ. એટલે એમને "તો પછી કરો કંકુના!!" કહ્યું. બધી વાત બહારથી આવીને દરવાજે ઉભેલા ગર્વિતે સાંભળી લીધી. પણ એણે એ નહોતી ખબર કે છોકરી કોણ છે?? એટલે એણે લાગ્યું કે એના ભાઈની લવ સ્ટોરી અધુરી જ રહી જશે. એટલે ગભરાહટમાં જ એણે ગ્રંથને ફોન કર્યો. પરંતુ ગ્રંથનો ફોન ગાડીમાં હતો અને એ તેજસ તથા ભૂમિજા સાથે મંદિરના પ્રાંગણમાં બેઠો હોય છે. એટલે ગર્વિતે ઘણી બધી વખત ફોન કરવા છતાં પણ ગ્રંથ ફોન પિક અપ નથી કરતો. છેવટે નાછૂટકે ગર્વિતે "Call me Immediately."નો મેસેજ કરી દીધો. ગ્રંથ અને તેજસએ ભૂમિજાને ...Read More

11

સંબંધોની માયાજાળ - 11

સંબંધોની માયાજાળ_11 જેમ ભૂમિજાનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એમ સામે વાળા માણસનો ચહેરો પણ ભૂમિજાને જોઈને લાલ થઈ જાય છે!! "ઓહ!! આદિત્ય તમે??" ભૂમિજા કટાક્ષના સૂરમાં બોલી. "હા!! હું!! કેમ?? તને કોઈ વાંધો છે મારા અહી હોવાથી??" આદિત્યએ મ્હો મચોકડતા પૂછ્યું. "વાંધો!! તમારાથી!! અને એ પણ મને!! જરાક પણ નહી મિસ્ટર અજનબી." અજનબી શબ્દ પર ભાર મુકતા ભૂમિજા બોલી. ભૂમિજાનું આમ એણે અજનબી કહેવું આદિત્યને ના ગમ્યું. "તું તારું કામ કરે. એમ પણ હું તારા જેવી કૅરેક્ટરલેસ છોકરીના મોઢે લાગવા નથી માંગતો." કેરેક્ટરલેસ શબ્દ સાંભળતા અત્યાર સુધી દબાઇ રહેલો ભૂમિજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. "તમારી જાણકારી માટે ...Read More

12

સંબંધોની માયાજાળ - 12

સંબંધોની માયાજાળ_12 ફોટો જોતા જ ગ્રંથે "મમ્મી આ છોકરી!! જો તમને આ છોકરી પસંદ છે તો તમે મને પહેલા ના જણાવ્યું?? કઈ વાંધો નહિ. હું તૈયાર છું આ છોકરી સાથે લગ્ન કરવા માટે." કહ્યું. ગ્રંથે આમ અચાનક જ એના મમ્મી પપ્પાની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરવા માટે થઇને હા પાડી દીધી એટલે ગર્વિત શોક્ડ્ થઇ ગયો. એણે સમજ જ ના પડી કે એનો ભાઈ શું બોલી રહ્યો છે!! હજુ 10 મિનિટ પહેલા જ જે વ્યક્તિ એમ કહેતી હતી કે એ લગ્ન એ જ છોકરી સાથે કરશે,જેને એ પ્રેમ કરે છે. એ આમ અચાનક જ કોઈ પણ કારણ કે ...Read More

13

સંબંધોની માયાજાળ - 13

સંબંધોની માયાજાળ_13 બીજે દિવસથી બિઝનેસ સમિટ ચાલુ થઈ ગઈ હોવાથી ભૂમિજા વ્યસ્ત રહેવા લાગી. આટલી વ્યસ્તતા હોવા છતાં પણ એક વાર તો સમય નીકાળીને એ ગ્રંથ સાથે વાત કરી જ લેતી. વધારે સમય ના હોય તો છેલ્લા 2-3 મિનિટ તો ખરી જ!! આજે કેપગેમિની ઈન્ટરનેશનલની એન્યુઅલ બિઝનેસ સમિટનો આખરી દિવસ હોવાથી વર્ષનું સૌથી મોટું પ્રમોશન મિ. સેન અનાઉન્સ કરવાના હોય છે. આ કેપગેમિની ઈન્ટરનેશનલનો વણલખ્યો નિયમ છે. એ ઉપરાંત આજે ભૂમિજાનો પણ ગુજરાત માં છેલ્લો દિવસ છે. આવતીકાલે બેક ટુ પુણે!! આ તરફ જૂનાગઢમાં ગર્વિતને બે દિવસ પછી એની ફાઇનલ એક્ઝામ ચાલુ થતી હોવાથી એ એની કૉલેજ જવા નીકળે ...Read More

14

સંબંધોની માયાજાળ - 14 (અંતિમ પ્રકરણ)

સંબંધોની માયાજાળ_14 ગ્રંથ પર ભૂમિજાનો ફોન આવે છે. ગ્રંથ કઈ બોલે એ પહેલા જ ભૂમિજાએ "હું પરમ દિવસે મારા સાથે ખોડલ ધામ આવવાની છું." જણાવી ફોન કટ કરી નાખ્યો. આમ અચાનક જ ભૂમિજાએ ખોડલધામ આવવાની વાત કરી અને એ પણ પોતાના પરિવાર સાથે!! એટલે ગ્રંથને ટેન્શન થવા લાગ્યું. આખો દિવસ એ જ વિચારતો રહ્યો એ કે આખિરમાં એવું તો શું થયું કે ભૂમિજા આમ અચાનક જ ખોડલધામ આવે છે!! આખા દિવસની ચિંતાના કારણે રાત્રે ઉંઘ પણ ના આવી. ઊંઘ ના આવી એટલે એનો થાક બીજે દિવસે ગ્રંથના ચેહરા પર સાફ દેખાઈ આવતો. ગરિમા બહેનને ગ્રંથના ચેહરા પરની ઉદાસી જોઈને ...Read More