હાઈ પ્રોફાઈલ

(75)
  • 10.2k
  • 15
  • 3.4k

અંદાજે બપોર ના ૨.૩૦ વાગ્યા હસે . શિયાળાના દિવસો હતા ને હું મારી ધુનમા ૧૬૦ કીમી ઝડપે મારી BMW X1 sport model સેલ્ફ ડ્રાઈવ કરીને જતો હતો. ગોવાથી ૧૬ કલાક પહેલા નિકળ્યો હતો. નોનસ્ટોપ ડ્રાઈવ કરી હતી એટલે થાક પણ લાગ્યો હતો. ગુજરાત ની સરહદ આવવાની તૈયારી મા હતી. લગભગ ૧૦ કિમી બાકી હશે.ધટાદાર જંગલ શરૂ થઈ ગયું હતું. રસ્તો એકદમ સુમસામ હતો.બસ એક કાર મારી પાછળ આવતી હતી. મુંબઈ થી એ કાર મારી કાર ની લગભગ પાછળ પાછળ આવતી હતી. મારી કારને ઓવરટેક કરવા પાછળ ની કાર કયારની મથતી હતી પણ મે નક્કી જ કરી લીધુ કે એ ગાડી

Full Novel

1

હાઈ પ્રોફાઈલ - 1

અંદાજે બપોર ના ૨.૩૦ વાગ્યા હસે . શિયાળાના દિવસો હતા ને હું મારી ધુનમા ૧૬૦ કીમી ઝડપે મારી X1 sport model સેલ્ફ ડ્રાઈવ કરીને જતો હતો. ગોવાથી ૧૬ કલાક પહેલા નિકળ્યો હતો. નોનસ્ટોપ ડ્રાઈવ કરી હતી એટલે થાક પણ લાગ્યો હતો. ગુજરાત ની સરહદ આવવાની તૈયારી મા હતી. લગભગ ૧૦ કિમી બાકી હશે.ધટાદાર જંગલ શરૂ થઈ ગયું હતું. રસ્તો એકદમ સુમસામ હતો.બસ એક કાર મારી પાછળ આવતી હતી. મુંબઈ થી એ કાર મારી કાર ની લગભગ પાછળ પાછળ આવતી હતી. મારી કારને ઓવરટેક કરવા પાછળ ની કાર કયારની મથતી હતી પણ મે નક્કી જ કરી લીધુ કે એ ગાડી ...Read More

2

હાઈ પ્રોફાઈલ - 2

સુરત નો પોશ વિસ્તાર અડાજણમાં હષૅવધૅન પટેલ નો "શ્રી મેન્શન " નામનો આલીશાન બંગલો આવેલો છે. અંદાજે ૨ એકર આ હવેલી પથરાયેલી છે. જે હવેલી મા હષૅવધૅન પટેલ ની ઘમૅપત્ની મીસીસ અંજલી પટેલ અને હવેલી ને ચાર ચાંદ લાગે એવા એમના બેય દીકરા રાજીવ પટેલ અને રોહન પટેલ રહે છે. રાજીવ ૨૪ વરસ ની આસપાસ પહોચ્યો હશે.પણ સ્વભાવે એકદમ શાંત, ઓછાબોલો, શરમાળ અને બાહોશ નવયુવાન અને દેખાવે રાજકુમાર જેવો છે અને રોહન હજુ ૧૯ વરસ નો છે પણ અમીર બાપ ની બિગડી ઔલાદ ની છાપ .શહેજાદા રોહન ભાગ્યેજ રાતના ઘરે હાજર રહેતો હશે. રોહન માટે ...Read More

3

હાઈ પ્રોફાઈલ - ૩

રાજીવના દિલો દિમાગ પર પેલી છોકરી જ છવાયેલી હતી. એના શબ્દો રાજીવના કાન મા હજુએ પવનની માફક અથડાતા હતા. ગાડી માથી બહાર નીકળી ચો તરફ નજર કરી. શિયાળાની રાત હતી એટલે પવન સાથે ઠંડીનો ચમકારો પણ હતો ને પવનનુ જોર પણ ઘણુ હતું.સામેજ દરિયો ઘુઘવાટા મારતો હતો. પવનની સાથે દરિયાના મોજા પણ ઉછળતા હતા. આવી જ હાલત રાજીવ ની હતી પેલી છોકરી માટે તેની લાગણીઓ પણ ઉછાળા લેતી હતી. એટલે જ રાતે બાર વાગ્યે પોતે ડુમ્મસ બીચ પાસે કાર પાર્ક કરીને ઊભો હતો. બીજી થોડીક કાર પણ ઉભેલી હતી.સુરતીઓ શિયાળાની ઠંડીની મોજ લેવા ડુમ્મસ બીચ પર નાના નાના ભૂલકાઓ ને લઇ ...Read More