રેડલાઇટ બંગલો

(23.7k)
  • 813.9k
  • 1.8k
  • 530.6k

વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. ગામમાં મજબૂત ખેડૂતપુત્ર તરીકે હરેશભાઇનું નામ અને હાક હતા. પતિ શૈલેષ તો ચારેયને ભગવાન ભરોસે છોડીને વિદેશ ઉપડી ગયો હતો. એક હરેશભાઇનો જ હવે સહારો હતો.

Full Novel

1

રેડલાઇટ બંગલો ૧

વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. ગામમાં મજબૂત ખેડૂતપુત્ર તરીકે હરેશભાઇનું નામ અને હાક હતા. પતિ શૈલેષ તો ચારેયને ભગવાન ભરોસે છોડીને વિદેશ ઉપડી ગયો હતો. એક હરેશભાઇનો જ હવે સહારો હતો. ...Read More

2

રેડલાઇટ બંગલો ૨

વર્ષાબેનને અર્પિતાના મબલખ રૂપને લીધે તેના શિયળની ચિંતા સતત સતાવતી રહેતી હતી. આસપાસના જમીનદારોના છોકરાઓ તો અત્યારથી જ તેના ઘેલા થયા હતા. લગ્નનું માંગુ નાખી રહ્યા હતા. અને રાહ જોઇને ઉંમરની રીતે અર્પિતા પુખ્ત થાય પછી લગ્ન કરવા તૈયાર હતા. પણ વર્ષાબેન તેને આગળ ભણાવીને પરિવારનું ભવિષ્ય સુધારવા માગતા હતા. એટલે બધાને ના પાડી ચૂક્યા હતા. વર્ષાબેનની ના ઘણાને ખૂંચી પણ હતી. ...Read More

3

રેડલાઇટ બંગલો ૩

તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા તેની સંભાળ લેવાતી નથી. તેનું રૂપ જ અર્પિતાને વારસામાં મળ્યું છે. સોમલાલ તો તેના રૂપ પાછળ પાગલ હતો. એનું જ તો કારણ ત્રણ બાળકો હતા. જો પોતે થોડો સંયમ ના રાખ્યો હોત તો ન જાણે એણે કેટલા બાળકો થવા દીધા હોત! સોમલાલ ઘણી વખત ખેતરે ટિફીન લઇ જવાનું ટાળતો અને બપોરે આરામ કરવાના બહાને આવી બાળકો સ્કૂલ ગયા હોય એટલે વર્ષાની કાયા સાથે રમતો. વર્ષાને પણ મજા આવતી. એ જ તો ઘણી વખત જાણીબૂઝીને રસોઇ જલદી ના બનાવતી અને બપોરે જમવા આવવાનું સોમલાલને બહાનું આપતી હતી! ...Read More

4

રેડલાઇટ બંગલો ૪

અર્પિતાને લાગ્યું કે રચના ઇર્ષાળું છે. તેને મારી સુંદરતાની અને રાજીબહેનના સાથની ઇર્ષા આવી રહી છે. આવું કેમ પડ્યું અર્પિતાએ મોં પર જ પૂછી લીધું. તેમના જેવો વેશ લીધો છે એટલે... રચનાના અવાજમાં સહજતા હતી. રચનાએ અર્પિતાના ગાલની ત્વચા ચીમટીમાં લેતી હોય એમ પકડી અને અંગૂઠો ફેરવી બોલી: ગોરી-ચીકણી ત્વચા....! પછી તેના મોટા ઉભારવાળા ઉરોજને હળવેથી દબાવ્યા અને બોલી: પેડ વગરની પ્લસસાઇઝ બ્રા છે, આ તારો બીજો પ્લસ પોઇન્ટ છે રાણી! અર્પિતાને સમજાતું ન હતું કે રચના શા માટે આમ કહી રહી છે તેને રચનાનું વર્તન અને શબ્દો ફરી રહસ્યમય લાગ્યા. ...Read More

5

રેડલાઇટ બંગલો ૫

અર્પિતાની સામે એક બીજા જ રાજીબહેનનો ચહેરો ખૂલી રહ્યો હતો. આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે. પણ કોઇને નહીં હોય કે બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે પણ ખરેખર તો તેમના માટે ગ્રીન સિગ્નલ છે. સમાજમાં એ પોતે સેવાભાવી દેખાય છે. પણ તેના સુંદર ચહેરા પાછળ એક શેતાની ચહેરો છે તેનો હજુ તને પરિચય થયો નથી. રચનાનો સ્વર તૂટી રહ્યો હતો. રચનાની વાત સાંભળી અર્પિતા ધ્રૂજી ઊઠી. તે કેવા ભયંકર ષડયંત્રમાં ફસાઇ રહી હતી તેનો ખ્યાલ આવી રહ્યો હતો. ...Read More

6

રેડલાઇટ બંગલો ૬

અર્પિતા હવે પછી શું કરવું તેના જુદા જુદા વિચાર કરતી ઘર પાસે આવી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો. ગામ ઊંઘતું હતું. સારું થયું કે રસ્તામાં કોઇ મળ્યું નહીં. તેણે ઘરના ઓટલા પાસે આવીને જોયું તો ઘરને બહારથી કડી લગાવેલી હતી. તેને નવાઇ લાગી. મા અત્યારે ક્યાં ગઇ હશે તે પાછળના દરવાજે ગઇ. દરવાજો ખેંચી જોયો તો બંધ હતો. બાથરૂમ અને સંડાસની કડી પણ બંધ હતી. એટલે આગળના દરવાજે પાછી આવી અને કડી ખોલી અંદર ગઇ તો બંને નાના ભાઇ-બહેન ઘસઘસાટ ઊંઘતા હતા. તેણે પોતાની બેગ બાજુ પર મૂકી અને બંનેને વ્હાલ કરી ચુંબન કર્યું. બાજુમાં માની પથારી ખાલી હતી. તે શંકા અને ડરથી ધ્રૂજી ઊઠી. ...Read More

7

રેડલાઇટ બંગલો ૭

તારી જુવાની તરફ તો જો. તને નાજુક ફૂલની જેમ સાચવીશ. કહીને મનાવતો હોય એમ શ્યામ તેના હાથ ઉપર મૂકવા ગયો. પણ અર્પિતાએ પોતાનો હાથ ખેંચી લીધો. શ્યામ તેને જોઇને લાળ ટપકાવી રહ્યો હતો. તને કોઇ વાતની તકલીફ પડવા નહીં દઉં. તું રાણી બનીને રહીશ. બસ એકવાર હા પાડી દે. શ્યામ બંને હથેળી એકબીજા સાથે ઘસતો ઉત્તેજીત થઇને બોલ્યો. અર્પિતા જાણતી હતી કે ગામના ઘણા છોકરાઓ તેના રૂપ અને જોબન પાછળ પાગલ હતા. તેને પામવા કંઇ પણ કરવા તૈયાર હતા. તે કેટલાક છોકરાની ફેન્ટસી ગણાતી હતી. ...Read More

8

રેડલાઇટ બંગલો ૮

મતલબ કે તું પણ મને આ ધંધામાં પડવા કહે છે શું એ સિવાય આપણું કોઇ બેલી નથી સુંદર છોકરીએ મજબૂરીમાં પોતાનું શરીર ચૂંથવા આપી દેવાનું નૈતિક રીતે નિર્ભય બની જીવવાનો અધિકાર આપણો નથી અર્પિતા રચનાની વાત સ્વીકારવા હજુ તૈયાર ન હતી. અર્પિતા, તારી બધી વાત સાચી છે. તું ના પાડે છે પણ આપણી કોલેજની કેટલીયે છોકરીઓ આ ધંધામાં જાતે આવી છે. તેમની પાસે ખાસ રૂપ નથી પણ ઓછા સમયમાં વધુ કમાણીનો આ ધંધો તેમને ફાવી ગયો છે. સાચું કહું તો ઘણી વખત આ કામમાં ક્યારેક સામેવાળા કરતાં આપણાને વધુ મજા આવે છે..! અર્પિતા નવાઇથી રચનાને સાંભળી રહી. ...Read More

9

રેડલાઇટ બંગલો ૯

રચનાએ તેને અણસાર આપ્યો એ પરથી તેના નાકમાં નથ પહેરાવવાની રાજીબહેનની પૂર્વતૈયારીઓ સમજી શકાતી હતી. તેના માટે નવા કિમતી બ્યુટીપાર્લરવાળીને બોલાવવાની વાત અને તેને અપાઇ રહેલી સુખસુવિધાઓ રચનાની વાતને સમર્થન આપતા હતા. અને જ્યારે રચનાએ રાજીબહેનના બાથરૂમમાં તે નહાતી હતી ત્યારનો વીડિયો બતાવ્યો ત્યારે અર્પિતાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે રાજીબહેને તેને ધંધો કરવા મજબૂર કરવાની બધી તૈયારી કરી લીધી છે. અર્પિતાએ રાજીબહેન માટે કામ કરવાની તૈયારી બતાવી એ પછી રચનાએ તેને કહ્યું: તેં યોગ્ય નિર્ણય લઇને તારું અને તારા પરિવારનું ભવિષ્ય સુધારી લીધું છે. રાજીબહેનના ભવિષ્યની પણ તારે ચિંતા કરવી જોઇએ એમ કહેવાનું તેને મન થઇ ગયું. પણ તે બોલી: એ માટે તારો આભાર! ...Read More

10

રેડલાઇટ બંગલો ૧૦

રાજીબહેને પહેલા જ દિવસે ચાલાકીઓ કરીને અર્પિતાને પોતાના વશમાં કરી લેવાનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેના સેકસી અંદાજમાં પાડી લીધા હતા અને નગ્ન સ્થિતિમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલે ડગલે ને પગલે તે સુરંગ બીછાવતી બાઇ હતી. રચનાએ તેને ઇશારો પણ કર્યો હતો કે અગાઉ કેટલીક છોકરીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. પરંતુ અર્પિતા એવું કરવા માગતી હતી કે રાજીબહેનનો જીવ તાળવે ચોંટેલો રહે. કોઇ અચાનક પાછળથી માથા પર વાર કરે અને આંખે અંધારા આવી જાય એવા વાર કરવા માગતી હતી. વળી ખબર પણ ના પડે કે કોણે વાર કર્યો હતો. ...Read More

11

રેડલાઇટ બંગલો ૧૧

તે ઘરે જવાને બદલે કેટલાક ખેતરો પાર કર્યા પછી ચાંદનીના અજવાળે એક ખેતર નજીક ઊભી રહી. આટલી રાત્રે તેણે સાહસ કર્યું હતું. તેની પાસે ત્રણ રાત હતી. એટલે આજે કામ કરવાનું જરૂરી હતું. તેણે જોયું કે થોડે દૂર એક મોટા વૃક્ષ નીચે ખાટલો ઢાળીને કોઇ મીઠી નીંદર માણી રહ્યું હતું. અર્પિતાને થયું કે તેનો મકસદ આજે જ પૂરો થઇ જશે. ખાટલામાં કોણ સૂતું છે એનો એને અંદાજ હતો. તે ગઇકાલે જ બધું જાણી લાવી હતી. આજે તેને સફળતા મળશે એવો પાકો વિશ્વાસ હતો. તેનું રૂપ અડધી રાતે કામ કરી જવાનું હતું. તેણે વાળ સરખા કર્યા અને ચોળીનું પહેલું બટન ખોલી ઓઢણીને ચણિયાની ઉપર કમર ફરતે બાંધી દીધી. યૌવનને છલકતું રાખી તે ખાટલાની નજીક પહોંચી અને તેના પર ઊંઘતા યુવાનને બેઘડી જોઇ રહી. ...Read More

12

રેડલાઇટ બંગલો ૧૨

હવે પછી વિનયને ક્યારે અને કેવા સંજોગોમાં મળી શકાશે એ તો તે પણ જાણતી ન હતી. અર્પિતાએ ઝટપટ કપડાં અને ડાંગ લઇને ઊભી થઇ. વિનય કહે: હું મૂકી જઉં અર્પિતા મીઠું હસીને બોલી: મારા વ્હાલમ, તું આખા ગામમાં ઢંઢેરો પીટાવવા માગે છે અહીં જ બેસી રહે. હું નીકળી જઉં પછી બહાર આવજે. અર્પિતા વિનયના ખેતરમાંથી નીકળી ગઇ અને સાવધાનીથી ઘરે પહોંચી ગઇ. સારું થયું કે મોડી રાત હતી એટલે રસ્તામાં કોઇ મળ્યું નહીં. વર્ષાબેને દરવાજો ખોલ્યો અને તેને જોઇ ચમક્યાં ...Read More

13

રેડલાઇટ બંગલો ૧૩

ખરેખર! આ રાજીબહેન તો તારું જીવન બનાવી દેશે. મા, તને ખબર નથી એ મારું જીવન બરબાદ કરવા રહી છે.. એવું અર્પિતા બોલી શકી નહીં. પણ તેનાથી બોલાઇ ગયું: મા, રાજીબહેને તારા પર કોઇ ભૂરકી નાખી લાગે છે. જ્યારે ને ત્યારે એમના જ વખાણ કરતી રહે છે તું. હું કંઇ ખોટું બોલું છું અર્પિતાએ વાત બદલી: મા, હું એક દિવસ વહેલી નીકળી જઇશ. ત્યાં કોલેજ શરૂ થાય એ પહેલાં પુસ્તકો વગેરે ખરીદવાનું કામ છે. વર્ષાબેન પણ ઇચ્છતા હતા કે અર્પિતા હવે જલદી જાય તો સારું. ક્યાંક પોતાની વાત જાણી જાય તો અસ્વસ્થ બની જાય એમ હતી. ...Read More

14

રેડલાઇટ બંગલો ૧૪

રાજીબહેનને માન્યા વગર છૂટકો ન હતો. તે અર્પિતાને એકદમ ભોળી માનતા હતા. તેના પર શંકા કરવા માટે કોઇ કારણ હતું. અર્પિતા, શું જરૂર હતી જાતે બધું કરવાની. મજૂર રાખી લેવાનો હતો. તને ખબર છે કે હવે તારે શું કામ કરવાનું છે. તારી સુંદરતાને આંચ ના આવવી જોઇએ. હવે પછી ધ્યાન રાખજે. મારા માટે તો પહેલો સોદો જ ખોટનો રહ્યો. અર્પિતા પોતાને ભેટ મળેલી હીરાજડિત વીંટી યાદ કરીને મનોમન ખુશ થઇ રહી હતી કે તેના માટે તો પહેલો સોદો લાભદાયક રહ્યો છે. ...Read More

15

રેડલાઇટ બંગલો ૧૫

અર્પિતા તૈયાર થઇને રચનાની રાહ જોતી હતી ત્યાં રચના આવી પહોંચી. અને એને જોઇને ખુશીથી ઉછળી પડી: વાવ! ક્યા હૈ! વેરી બ્યુટીફુલ! આજે તો આખું કેમ્પસ તને જોવામાંથી ઊંચું નહી આવે. સારું છે કે આપણી ગર્લ્સ કોલેજ છે. નહીંતર આજે છોકરાઓ માટે તો એમ્બ્યુલન્સ જ મંગાવવી પડી હોત! તારું કાતિલ રૂપ તેમના હોશ ઊડાવી દે એવું છે. અર્પિતા મનમાં જ હસીને સ્વગત બોલી: તું જો તો ખરી કોના હોશ ઉડાવું છું તે... પછી રચના સામે હસીને બોલી: ચાલ હવે ચણાના ઝાડ પર ચડાવવાનું રહેવા દે. રચના કહે: બાય ગોડ! આ મોર્ડન કપડાંમાં તો તું બહુ સેકસી લાગી રહી છે. અને કોલેજમાં છોકરાઓ નથી પણ કોલેજ બહાર છોકરાઓ ઊભા હોય છે એની તને ખબર છે ને આજે તો તારા પર જ બધા લાઇન મારશે! ...Read More

16

રેડલાઇટ બંગલો ૧૬

અર્પિતાને ફરીથી આવેલી જોઇ રવિકુમારના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હોવાથી તેમના ચહેરા ઉપર ખુશીનો ગુલાલ ઉડ્યો હતો. અર્પિતાને ખ્યાલ ગયો કે તેમની અપેક્ષા વગર એ જઇ પહોંચી હતી એટલે વધુ ખુશ હતા. સોરી સર, તમને હેરાન કરું છું... એમાં હેરાન શું થવાનું બોલ કેવો રહ્યો પહેલો દિવસ રવિકુમારે ઔપચારિક પ્રશ્ન પૂછ્યો. બહુ જ સરસ! કોલેજ ગમી ગઇ છે. આ તો છેલ્લો પિરિયડ ફ્રી હતો એટલે થયું કે આ મહિને જ કોલેજ ક્વીન સ્પર્ધા છે એના માટે તમારું માર્ગદર્શન મેળવી લઉં. જરૂર હું તને ગાઇડ કરીશ. તું કોલેજક્વીન બનવા માટે પૂરી લાયકાત ધરાવે છે... રવિકુમારે તેના આખા શરીર પર નજર નાંખી કહ્યું. મારે તો તમારા દિલની રાણી બનીને રાજીબહેનને રંડી બનાવવી છે... એવા શબ્દો તેના મોં ઉપર આવી ગયા. પણ તે હસીને બોલી: સર, પ્રયત્ન તો બધા જ કરીશ. તમારો સાથ હશે તો હું જરૂર કોલેજક્વીન બનીશ. હા હા કેમ નહીં. તું મને મળતી રહેજે... રવિકુમારને અર્પિતાનું સાન્નિધ્ય મળવાની ખુશી હતી. ...Read More

17

રેડલાઇટ બંગલો ૧૭

રાત પડી એટલે રચના બાજુના બંગલામાં પહોંચી ગઇ. આજ સુધી તેણે ઘણા ગ્રાહકોને પોતાનું શરીર સોંપ્યું હતું. બધું તેના સામાન્ય બની ગયું હતું. ગ્રાહક આવે અને પોતાની ઇચ્છા પૂરી કરીને જતો રહે. પણ આ વખતે તે અર્પિતાની ટિપ્સનો ઉપયોગ કરવાની હતી. અર્પિતાએ કહ્યું હતું કે ગ્રાહક તો દરેક દુકાનદાર માટે દેવતા જેવો હોય છે. તેની જેટલી સરભરા કરીએ એટલો વધારે ખુશ થાય. તું ગ્રાહક સામે સેક્સ ટોય બનીને રહી જાય તેનો કોઇ અર્થ નહીં. એ સેક્સ ટોય ખરીદીને પોતાની ઇચ્છા સંતોષી શકે છે. આપણે સેક્સટોય જેવા બનીને રહેવાનું નહીં. એટલે આજે તે ગ્રાહક સામે એક વસ્તુ તરીકે રજૂ થવા માગતી ન હતી. અને મોટી બક્ષીસ મેળવવા માગતી હતી. થોડીવારમાં એક પૈસાદાર યુવાન આવ્યો. અને રચનાને જોઇ...... ...Read More

18

રેડલાઇટ બંગલો ૧૮

ચાલ હવે વધારે બોલવાનું રહેવા દે. બેશરમ! મારા રૂપની વાત આવે એટલે તું અટકતી જ નથી. અર્પિતાએ ચિડાવાનો કર્યો. હું તને પોલીસની વાત કરવા આવી છું. અને એટલે જ આ દરવાજો બંધ કર્યો છે. તું કોઇ ગેરસમજ ના કરતી! રચના બોલી એટલે અર્પિતાના કાન સરવા થઇ ગયા. પોલીસની વાત કેમ શું થયું ક્યાં થયું અર્પિતાએ અજાણી થઇ તાલાવેલી બતાવી. અલી! ગઇકાલે રાત્રે બે વાગે રાજીબહેનના પેલા ગેસ્ટહાઉસવાળા બંગલા પર પોલીસની રેડ પડી.. રચનાએ ધીમા અવાજે કહ્યું. શું વાત કરે છે કેવી રીતે અર્પિતાના અવાજમાં આશ્ચર્ય હતું પણ તે મનોમન ખુશ થઇ રહી હતી. કોઇએ પોલીસને બાતમી આપી હતી કે બંગલામાં કૂટણખાનું ચાલે છે...પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. રચના કોઇ સાંભળી ના શકે એટલા ધીમા અવાજે બોલી રહી હતી. પછી શું થયું બધી છોકરીઓ પકડાઇ ગઇ કાલના પેપરમાં આવશે અર્પિતા પોતાની ફરિયાદનું પરિણામ જાણવા ઉત્સુક હતી. ...Read More

19

રેડલાઇટ બંગલો ૧૯

અર્પિતાને સાથે એમ કહેવાનું મન થઇ ગયું કે અસલમાં તો તેના શરીરના વધુ રુપિયા ઉપજાવવા તેના પર કોલેજક્વીન નો ટેગ લગાવવા રાજીબહેન આ બધો ખર્ચ કરી રહ્યા છે. પણ તે બોલી નહીં. હા..લી, તારી તૈયારી કેવી ચાલે છે આ વખતે તારા શિર પર જ કોલેજક્વીનનો તાજ મુકાવો જોઇએ. ગયા વર્ષે મને સો ટકા મત મળ્યા હતા. આ વર્ષે તને તો એક્સો દસ ટકા મત મળશે! કહી રચના તેના ફિગર માટે ફાઇન નો ઇશારો કરી ચીડવવા લાગી. રચનાએ ઉત્સાહમાં મસ્તીથી તેના ઉભાર પર હળવી ચૂંટણી પણ ખણી લીધી. જો પાછી! અહીંને અહીં જ હાથ મારે છે! એનો શેપ બગાડી નાખવાની છે તું! અર્પિતા ફરી ચિડાઇ. એમ શેપ ના બગડે! કેટલાય લોકો આને મસળી ગયા છે, પણ છે કોઇ ફરક ! રચનાએ તેને બિંદાસ જવાબ આપ્યો એટલે અર્પિતા વધારે દલીલ કરી શકે એમ ન હતી. . પણ એ તો બતાવ કે આ દસ ટકા વધારાના ક્યાંથી આવ્યા અર્પિતાએ આશ્ચર્યથી પૂછ્યું. આપણા પ્રિંસિપલ રવિકુમાર તને વધારાના દસ માર્ક્સ આપશે ને ! રચનાની વાતથી અર્પિતા ચમકી ગઇ. ...Read More

20

રેડલાઇટ બંગલો ૨૦

રાજીબહેન અત્યાર સુધી અર્પિતાને ભોળી અને અબૂધ છોકરી જ માનતા હતા. ગામડાની છોકરીઓ કોલુના બળદ જેવી હોય એને જેમ તેમ ચાલતી રહે એવી માન્યતા હવે ખોટી પડી રહી હતી. તેમને અર્પિતાના તર્ક પર માન થયું. પણ એમ તે તેની વાતને કારણે હા કહી છે એવું લાગવા દેવા માગતા ન હતા. એટલે બોલ્યા: મારો ફાયદો તો ઠીક છે. પણ તને રચનાની કંપની મળે અને એ બીજો અનુભવ લે એટલે હું રચનાને કોલેજક્વીન સ્પર્ધા માટે રજા આપું છું. તું રચનાને કહી દે કે એ કાલે નામ નોંધાવી દે અને આજથી જ તૈયારી શરૂ કરી દે. અર્પિતા મલકી ગઇ. તેનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. અર્પિતા મનોમન બોલી ઊઠી: રાજીબહેન, લાભની વાત તો દૂર છે. પણ તું તારા હાથે તારી બરબાદી કરી રહી છે એની તને જ ખબર નથી. જી મેમ, હું જાઉં અર્પિતા આ ખબર રચનાને આપવા ઊતાવળી બની હતી. રાજીબહેન કહે: થોડીવાર બેસ. મારે બીજી વાત કરવી છે. અર્પિતા પાછી ગભરાઇ. વળી નવી સમસ્યા આવવાની છે કે શું ...Read More

21

રેડલાઇટ બંગલો ૨૧

જો, રવિકુમાર તને તૈયારી કરાવી જ રહ્યા છે એ જનરલ નોલેજના પ્રશ્નો સૌથી છેલ્લે આવશે. સૌપ્રથમ આપણે પરિચય આપવાનો. કેટવોક કરવાનું. કોઇ એક ગીત પર ડાંસ કરવાનો. અને બે-ત્રણ અલગ-અલગ ડ્રેસ પહેરીને અદા બતાવવાની. બસ બીજું શું કરવાનું રચનાને મન આ સ્પર્ધા સરળ હતી. પણ અર્પિતાએ તેને ચેતવી: મેં જાણ્યું છે કે આ વખતે છ-સાત છોકરીઓ નામ નોંધાવી ચૂકી છે. અને એમાંથી બે-ત્રણને તો મોડેલીંગમાં રસ છે એટલે બહુ મહેનત કરી રહી છે. વળી એ પૈસાદારની છોકરીઓ છે. તેમને ટક્કર આપવાનું સહેલું નહીં હોય. તું ચિંતા ના કરતી. રાજીબહેન આપણા પર પાણીની જેમ પૈસા ખર્ચશે. અને રવિકુમારની મદદ મળવાની જ છે. રચનાને રાજીબહેન અને રવિકુમાર પર ભરોસો હતો. રચના ગઇ એટલે અર્પિતાએ મોબાઇલ હાથમાં લીધો. અને કોઇની સાથે વાત કરીને મનોમન ખુશ થઇને બોલી: કોલેજક્વીન સ્પર્ધામાં આ વખતે મજા તો આવશે! ...Read More

22

રેડલાઇટ બંગલો ૨૨

અલી, તું તો કોઇ આર્ટ ફિલ્મમાં કામ કરવાની હોય એવી રીતે ગંભીર થઇને બેઠી છે... અર્પિતાએ તેને ઉત્સાહમાં હસીને કહ્યું. તો શું કરું કાલે તેં કહ્યું કે બે-ત્રણ છોકરીઓ કોલેજક્વીન બનવા વધારે મહેનત કરી રહી છે ત્યારની મને એ જ ચિંતા સતાવી રહી છે કે મારો બીજો નંબર પણ આવશે કે ફિયાસ્કો થશે. રચનાએ પોતાની ચિંતા જાહેર કરી દીધી. રચના, તને જોઇને તો કામદેવ પણ મોહિત થઇ જાય એમ છે. થોડી રંગમાં રહેને! રંગ જમાવીશ તો જ ધૂમ મચાવી શકીશ. અર્પિતાએ તેને પ્રોત્સાહિત કરી. પણ અર્પિ, તને કેવી રીતે ખબર પડી કે કેટલીક છોકરીઓ મોડેલિંગમાં જવા માટે જ આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે રચનાએ તેના મનમાં ઘૂમરાતો પ્રશ્ન પૂછી જ લીધો. પણ અર્પિતાએ જવાબ આપવાની જરૂર જ ના રહી. પ્રિંસિપલ રવિકુમાર આવી પહોંચ્યા હતા. ...Read More

23

રેડલાઇટ બંગલો ૨૩

વર્ષાબેન ઉપર તો આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ હતી. જે ખેતરના પાક ઉપર આખું વર્ષ કાઢવાનું હતું એ પણ છીનવાઇ ગયો. એક પછી એક ફટકાથી તે ચિત્તભ્રમની સ્થિતિમાં પોક મૂકીને રડવા લાગ્યા. બાળકોને ભણાવવાની ચિંતા, હરેશભાઇની દયાજનક સ્થિતિ અને હવે આ અણધારી આગ પછી ખેતર પણ નકામું બની ગયું. વર્ષાબેન માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હેમંતભાઇએ તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું: આમ ભાંગી ના પડ. તું જરા પણ ચિંતા ના કરીશ. મેં તને કહ્યું ને કે હું બેઠો છું ત્યાં સુધી તને દુ:ખનો અનુભવ થવા નહીં દઉં... બસ સુખ જ સુખ આપીશ... હેમંતભાઇનો હાથ પીઠ પરથી તેમની કમર ફરતે ક્યારે સાપની જેમ વીંટળાઇ વળ્યો એની ખબર જ ના રહી. વર્ષાબેન પણ જાણેઅજાણે વૃક્ષને વેલ વીંટળાઇ જાય એમ વળગી રહ્યા. ...Read More

24

રેડલાઇટ બંગલો ૨૪

અરે! એના માટે ગ્રાહક પાસે જવાની જરૂર નથી. હું તને આપી દઉં છું. અને મા આવે તો મારી સાથે જરૂર કરાવજે. રાજીબહેને બાજુમાં પડેલું પર્સ ખોલતાં કહ્યું. મેમ, રહેવા દો. અર્પિતાએ ઊભા થઇ તેમના હાથ પર હાથ મૂકી પૈસા કાઢતા અટકાવ્યા. તેને રાજીબહેનની ત્વચા આ ઉંમરે પણ પોતાનાથી નાજુક લાગી. પછી બોલી: હું ઉધાર-ઉછીના લેવા માગતી નથી. આમ પણ તમે મારા પર ઘણો ખર્ચ કરી ચૂક્યા છો. તું નાહકની ચિંતા કરે છે. પૈસા રાખી લે... તેમણે ફરી પર્સમાં હાથ નાખ્યો. ના મેમ, મારે મારા હકના પૈસા માને આપવા છે. અર્પિતા દ્રઢ આત્મવિશ્વાસ સાથે બોલી. જબરી ખુદ્દાર છે તું... કહી તે હસ્યા. પણ હું પછીથી એટલી જ ગદ્દાર લાગીશ એ તું ક્યાં જાણે છે નીચ બાઇ! એમ મનમાં બબડીને અર્પિતા ઊભી થઇ અને બોલી: હું તમારી ચિઠ્ઠીની રાહ જોઇશ. ...Read More

25

રેડલાઇટ બંગલો ૨૫

વાહ! તું તો હીરોઇન જેવી લાગે છે. તારે તો હીરોઇન બનવાની જરૂર હતી. અર્પિતા વીણાને પહેલી વખત એક જ રૂપમાં જોઇ રહી હતી. રોજ એક કામવાળીના વેશમાં જોયેલી વીણા અને આજે સ્કર્ટ અને ટોપમાં ઊભેલી વીણા અલગ જ લાગતી હતી. અર્પિતાના વખાણથી વીણા ખુશ થઇ ગઇ પણ તેના ચહેરા પર અફસોસની એક રેખા વીજરેખાની જેમ ચમકી ગઇ એ અર્પિતાની કાતિલ નજરની બહાર ના રહ્યું. અર્પિતાને વીણાએ થોડા સમય પહેલાં કહેલા શબ્દો યાદ આવી ગયા. બેન, હું પણ મારી સુંદરતાને લીધે જ અહીં આવી હતી. પણ રસોઇ અને કામકાજમાં હોશિયાર હતી એટલે એમની સહાયક જેવી બની ગઇ. અર્પિતાને થયું કે બધી છોકરીઓને તેમની સુંદરતા જ તેમને આ નરકમાં ખેંચી લાવે છે. રાજીબહેન વર્ષોથી છોકરીઓને ફસાવી રહ્યા છે. હવે રાજીબહેનને એવી ફસાવીશ કે તેણે જાતે બધાંને આ બંધનમાંથી મુક્ત કરવા પડશે. એ સમય હવે બહુ જલદી આવશે. અર્પિતાને થયું કે મોકો છે તો વીણાની કહાની જાણી લેવી જોઇએ. તેની પાસેથી રાજીબહેન વિશેની કોઇ મહત્વની બાતમી મળી શકે છે. ...Read More

26

રેડલાઇટ બંગલો ૨૬

આજે તો ખુશીનો દિવસ છે. અર્પિતાના માથે કોલેજક્વીનનો તાજ હશે. અને પોતે બીજા નંબર પર આવી જશે. પ્રિંસિપલ રવિકુમારે હતા એ બધા જ સવાલના જવાબો આપી દીધા હતા. અને ડાન્સની ઠીક ઠીક તૈયારી કરી લીધી હતી. રચનાને પોતાના શરીરની નબળાઇની થોડી ચિંતા હતી. દવા લીધા પછી થોડું સારું લાગતું હતું. છતાં શરીરમાં જે ઉત્સાહ અને તાજગી હોવા જોઇએ એ અનુભવાતા ન હતા. પછી તેને થયું કે રાજીબહેન છે ને! એ બધું સંભાળી લેશે. પણ આ અર્પિતા આજે ક્યાં મરી ગઇ લાગે છે મારે જ બૂમ મારવી પડશે. રચના હજુ વિચારતી હતી ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તેને લાગ્યું કે અર્પિતાના રૂમમાંથી જ અવાજ આવ્યો છે. શું થયું હશે બંદૂકની ગોળીનો હોય એવો લાગતો નથી. એમ વિચારતી તે અર્પિતાના રૂમ તરફ દોડી. ...Read More

27

રેડલાઇટ બંગલો ૨૭

રચનાએ અર્પિતાના પગમાંથી હીલવાળા ચંપલ કાઢ્યા અને વીણાએ લાવેલી કીટમાંથી ટ્યુબ લગાવી માલીશ કરી. રાજીબહેને રૂ લઇ અર્પિતાનો ચહેરો કર્યો અને લોહી ટપકતું હતું ત્યાં દવા લગાવી. અર્પિતા પાસે લોહીનો વેપાર કરાવતા રાજીબહેન જાણે તેની સાથે લોહીનો સંબંધ હોય એટલી લાગણીથી વર્તી રહ્યા હતા. એ જોઇ રચનાને નવાઇ લાગી રહી હતી. અર્પિતા થોડી સ્વસ્થ થઇ. રચના અને રાજીબહેને સાથે જ પૂછ્યું: આ કેવી રીતે થયું... અર્પિતા તૂટેલા અરીસા તરફ જોવા લાગી. બંનેની નજર અર્પિતા જ્યાં પડી હતી ત્યાં ગઇ. કાચના અનેક ટૂકડા પડ્યા હતા. રાજીબહેનને થયું કે તેમનું સપનું આ કાચના ટુકડા જેવું ચકનાચૂર ના થાય તો સારું. આજની અર્પિતાની કોલેજક્વીન સ્પર્ધામાં જીત જરૂરી હતી. તેના પર કોલેજક્વીનનું લેબલ લાગી ગયા પછી તે ગ્રાહકો પાસે વધુ ભાવ લઇ શકવાના હતા. ...Read More

28

રેડલાઇટ બંગલો ૨૮

અર્પિતાએ પર્સમાંથી નાનો અરીસો કાઢ્યો અને ચહેરા પર નજર નાખી. પોતાના જ નખથી ગાલ પર કરેલો ઉઝરડો રાજીબહેનના દિલ ઉઝરડા કરી ગયો તેનો અર્પિતાને આનંદ હતો. રાજીબહેનની બધી મહેનતને તેણે એક જ મિનિટમાં ધૂળધાણી કરી નાખી હતી. પોતાના પગમાં મોચ આવી હોવાનું નાટક હજુ બે દિવસ ચાલુ રાખવાનું હતું. આદમકદ અરીસો નીચે પાડતા પહેલાં ગાલ પર નખથી લોહી કાઢી લીધા પછી તેણે પગને સહેજ વાંકો કરવાની પ્રેક્ટિસ કરી લીધી હતી. અરીસો એટલો જોરથી પડ્યો અને ધડાકો એટલો મોટો થયો કે એક ક્ષણ તો અર્પિતા પોતે ડરી ગઇ હતી. સારું થયું કે તેના પર કાચના ટુકડા ઉડ્યા નહીં. અરીસો પાડ્યા પછી તે તરત જ કાચના ટુકડાની બાજુમાં પગ વાંકો કરી બેસી ગઇ હતી. તેને અંદાજ હતો એ મુજબ જ રચના દોડી આવી હતી. રાજીબહેન આટલા જલદી દોડી આવશે એની તેને કલ્પના ન હતી. હવે કોલેજક્વીન સ્પર્ધાનું પરિણામ પણ રાજીબહેનની કલ્પના બહાર જ આવવાનું છે એની તેમને ખબર નથી. ...Read More

29

રેડલાઇટ બંગલો ૨૯

રાજીબહેને પોતાના બેડરૂમમાં જઇ કોઇને ફોન કરી કાલે આવી જવાનું કહ્યું અને અર્પિતા વિશે વિચારવા લાગ્યા. આ છોકરીને મેં રૂપ જોઇને પસંદ કરી હતી. આજ સુધી આવેલી છોકરીઓમાં અર્પિતા રૂપનો કટકો છે. તેને જોઇને ભલભલા પુરુષોની રક્તવાહીનીઓમાં રક્તપ્રવાહની ગતિ વધી જાય એમ છે. કોઇને પણ ગમી જાય એવું કાતિલ રૂપ છે. જેની પાસે મોકલું છું એ દરેક ગ્રાહકની ફીડબેક સારી જ આવી છે. મારી ગુડવીલ વધી છે. પણ અર્પિતાથી જે આર્થિક લાભ થવો જોઇએ એ થઇ રહ્યો નથી. એની પાછળ ખર્ચ ઘણો કરું છું. એ આવી ત્યારથી જ મારી ઇચ્છા વિરુધ્ધ બધું થઇ રહ્યું છે. આ યોગાનુયોગ છે કે અર્પિતા જાણીબૂઝીને કરી રહી છે ...Read More

30

રેડલાઇટ બંગલો ૩૦

વિનયનું નામ સાંભળી અર્પિતા ચમકી. કોણ વિનય આ પેલા લાભુભાઇનો છોકરો. બહુ સીધો અને ભલો સાચું કહું તો મને એ તારા માટે ગમી ગયો છે... હરેશભાઇની વાત સાંભળી અર્પિતા શરમાઇ ગઇ. તને પૂછ્યા વગર જ તારા માટે એને વાત કરી છે... શું અર્પિતા ફરી ચમકી. તને તો ખબર જ હશે કે ગામમાં વિનયની તોલે આવે એવો એકપણ છોકરો નથી. અને તું પણ ક્યાં કમ છે. આખા ગામમાં દીવો લઇને શોધવા જઇએ તો તારા જેવી સંસ્કારી અને ઘરેલુ છોકરી કોઇ નહીં મળે. હરેશભાઇની વાત સાંભળી અર્પિતાના દિલમાં એક ટીસ ઊઠી. જો કોઇને મારા ધંધા વિશે ખબર પડશે તો સંસ્કારી નહીં બદચલન અને ઘરેલુ નહીં બાજારુ છોકરી તરીકે ઓળખશે એની તમને ક્યાં ખબર છે... ...Read More

31

રેડલાઇટ બંગલો ૩૧

રાજીબહેન મજામાં છે. મારું ભણવાનું સારું ચાલે છે. મેં કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ છેલ્લા દિવસે ઘરમાં પડી એટલે ભાગ લઇ શકી નહી... ઓહો! હવે સારું છે ને હા મા! પગમાં મોચ આવી હતી. તે સારું થઇ ગયું છે. તેં ભાગ લીધો હોત તો તારો જ પહેલો નંબર આવત. તારી સામે તો બીજી છોકરીઓ પાણી ભરે એવી છે. તારા રૂપને લીધે તો તું નાની હતી ત્યારથી કૂવે પાણી ભરવા મોકલતી ન હતી. પણ તું ભણવામાં ધ્યાન આપજે હોં છોડી. વર્ષાબેનના સ્વરમાં ચિંતા હતી. અર્પિતાએ માથું હલાવ્યું. તેને થયું કે ગામડાની ગોરીની સ્પર્ધા થાય તો ગામમાં આ ઉંમરે પણ મા પહેલી આવે એવી છે. કેટલાય પુરુષોની નજર તેના પર હશે. તેણે ઘરમાં ટેબલફેન અને બીજી વસ્તુઓ પર નજર નાખી સ્વરને સહજ રાખી પૂછ્યું: મા! આ બધું નવું લીધું ...Read More

32

રેડલાઇટ બંગલો ૩૨

અરે! વિનયબાબુ! ક્યાં ખોવાઇ ગયા સુંદરતાની મૂરત સામે ઊભી છે અને તું કોઇ સપનામાં ખોવાયેલો લાગે છે. સપનામાં તો કરી રહ્યો નથીને અર્પિતાએ વિનયને વિચારોમાંથી ઢંઢોળ્યો. હેં.. વિનય વિચારોમાંથી બહાર આવી ચોંકી ગયો. મારી સાથે લગ્નના સપના જોવામાં વાંધો નથી. પણ સુહાગરાત પહેલાં જ મનાવી લીધી છે એટલે અત્યારે કોઇ ઇચ્છા ના કરતો! અર્પિતાએ તેના ચહેરા પરની ગંભીરતા જોઇ કહ્યું. અર્પિતા, હું તારી મા વિશે વિચારતો હતો. હું તેમના પર નજર રાખું કે તેમના વિશે તપાસ કરું એ ભાવિ જમાઇ તરીકે સારું ના લાગે. એમાં ડરવાની કોઇ વાત નથી. આપણે માના સારા ભવિષ્ય માટે જ આ કરવાનું છે. એ બહુ ભોળી છે. જલદી કોઇની વાતમાં આવી જાય છે.... હું સમજ્યો નહીં... જો, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવી જોઇએ... કહી અર્પિતા ઊભી થઇ... ...Read More

33

રેડલાઇટ બંગલો ૩૪

અર્પિતાએ જમીને પોતાની બેગ તૈયાર કરવા લાગી. તેને થયું કે એ બે દિવસ ફરવા અને આનંદ કરવા આવી હતી. માના જીવનના દિવસો પૂરા થવાનો ભય ઊભો થશે એવું કલ્પનામાં પણ વિચારી ના શકાય. તેણે માના ચહેરા તરફ જોયું. વર્ષાબેન આંખો બંધ કરી પડ્યા હતા. કદાચ ઊંઘ આવી ગઇ છે. તેને મા પર દયા આવી. પિતા એનું ઘર અને પરિવારને ભૂલી ગયો પણ તેણે તેમના ઉછેરમાં ક્યાંય કમી રહેવા ના દીધી. અત્યારે તેને લાગ્યું કે માની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે. તે વર્ષાબેનના શરીરનું અવલોકન કરી રહી. ચહેરા પર ઉત્સાહ અને આનંદના ભાવ છે. શરીરની કમનીયતા જાણે વધી છે. એટલે જ પુરુષો તેનાથી આકર્ષાતા હશે. ...Read More

34

રેડલાઇટ બંગલો ૩૩

અર્પિતાને થયું કે મા પોતે સ્વસ્થ હોવાના વહેમમાં છે. કઇ બીમારીએ તેનો ભરડો લીધો છે એ વાતથી અજાણ મા નચિંત થઇને વાત કરી રહી છે. મારા કુંટુંબમાં સુખ લખાયું જ નથી. માને છોડીને પતિ વિદેશમાં જતો રહ્યો. ત્રણ બાળકોની પણ ચિંતા ના કરી. મા મહેનત કરીને બાળકોને ઊછેરી રહી છે. પોતાને શહેરની કોલેજમાં કેટલા ઉત્સાહથી એડમીશન અપાવ્યું હતું. તેને ખબર ન હતી કે તેની છોકરી સારું ભણવાને બદલે પુરુષોને શારિરીક સુખ આપવાનું કામ કરી રહી છે. હરેશકાકા માને મદદ કરતા હતા. અને તેમનો સહવાસ માને આનંદ આપી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત થયો. આટલું ઓછું હોય એમ ખેતરમાં આગ લાગી ગઇ. અને હવે માને આ ભયાનક રોગ લાગી ગયો. અસલામત જાતીય સંબંધનું જ આ પરિણામ છે એ માને કેવી રીતે સમજાવવું ...Read More

35

રેડલાઇટ બંગલો ૩૫

વિનય જ્યારે અર્પિતા સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો ત્યારે પિતાએ નટુભાઇની છોકરી સાથે તેના લગ્નનું ગોઠવવા માંડ્યું એ અર્પિતા માટે ના પાડી દીધી તેનો ઝાટકો તેને વધારે લાગ્યો હતો. અર્પિતાના માતા-પિતાના ચરિત્ર વિશે વાત કરીને લાભુભાઇએ વિનયને તેમના પરિવારના સંસ્કારનો ચિતાર આપી દીધો હતો. તે અર્પિતાના ચરિત્ર માટે પણ આડકતરી રીતે આંગળી ચીંધી રહ્યા હતા એ વિનયને સમજાતું હતું. પિતાએ ચોખ્ખા શબ્દોમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો કે તે અર્પિતાને આ ઘરમાં વહુ તરીકે લાવવા માગતા નથી. પણ વિનયને અર્પિતા બહુ ગમતી હતી. બીજી મુલાકાતમાં અંગત પળો માણ્યા પછી તેને થતું હતું કે તે હવે અર્પિતા વગર રહી શકશે નહીં. તેનો અર્પિતા માટેનો પ્રેમ વધી ગયો હતો. તેના માટે પિતાની વિરુધ્ધ જવાનું સરળ ન હતું. લાભુભાઇ હંમેશા પોતાનું ધાર્યું જ કરતા હતા એ વિનય સારી રીતે જાણતો હતો. અને તેમના વિરુધ્ધ જવાનું પરિણામ શું આવશે એ પણ તે સમજી શકતો હતો. અર્પિતા સાથે તેના લગ્ન કરવા પિતા કોઇ કાળે રાજી નહીં થાય એનો ખ્યાલ આવી ગયો હતો. તેનું ગરમ લોહી પિતા સામે બળવો કરવા આખા શરીરમાં ફરી રહ્યું હતું. ...Read More

36

રેડલાઇટ બંગલો ૩૬

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૬ જ્યારથી રાજીબહેને તેને અને રચનાને સાથે બે ફરવા જવાની રજા આપી ત્યારથી અર્પિતાના મનમાં તેમના માટે શંકા ઊભી થઇ રહી હતી. અર્પિતાએ ગામ જતાં પહેલાં પોતાના રૂમનું નિરીક્ષણ કરી લીધું હતું. અને ચારેય બાજુની દિવાલના ફોટા પાડી લીધા હતા. તેને ખ્યાલ આવી રહ્યો હતો કે કોલેજ ક્વીન સ્પર્ધામાં તેણે ભાગ લીધો નથી અને રચના હારી ગઇ એ કાવતરું હોવાની રાજીબહેનને શંકા ગઇ હશે. એટલે રાજીબહેન હવે તેમના પર બરાબર નજર રાખશે. અર્પિતાને ગામથી આવીને રૂમમાં પગ મૂક્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે કંઇક આ રૂમમાં થયું છે. તેણે આખા ઘરમાં નજર નાખી ...Read More

37

રેડલાઇટ બંગલો ૩૭

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૭ અર્પિતાએ બહુ જલદી સમજી લીધું કે રાજીબહેનને હવે તેના શંકા ઊભી થઇ છે. અને એટલે જ તેના રૂમમાં ખુફિયા કેમેરા લગાવી દીધા છે. તે હવે પોતાના પર નજર રાખીને પળેપળની ખબર મેળવશે. હવે કોઇની પણ સાથે સમજી વિચારીને બોલવાનું અને કેમેરામાં ખ્યાલ ના આવે એ રીતે હરકત કરવાની. રચનાનો સાથ મળવાનો છે એ બાબતે અર્પિતા વધારે ખુશ હતી. આવતીકાલે કોલેજ જઇને રાજીબહેનનો ધંધો બંધ કરવાની અંતિમ યોજનાને અંજામ આપવાની તૈયારી કરવાના વિચાર સાથે અર્પિતા ઊંઘવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તેને ખબર ન હતી કે તેની આજની ઊંઘ ઉડી જાય એવા સમાચાર આવવાના ...Read More

38

રેડલાઇટ બંગલો 38

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ અર્પિતાને એ વાતનો અંદાજ આવી ગયો કે હેમંતભાઇ એક અનેક શિકાર કરી રહ્યા છે. માને પોતાના તરફ કરી લીધી હતી. ભોળી મા પોતાની જ દીકરી પર આંગળી ઊઠાવી રહી હતી. હેમંતભાઇ વિનયને પણ ગુનેગાર તરીકે સાબિત કરી રહ્યા હતા. હરેશભાઇના જમવામાં ઝેર ભેળવે એવો વિનય નથી એની અર્પિતાને ગળા સુધી ખાતરી હતી. આ બધું કાવતરું હેમંતભાઇનું જ હોય શકે. તેની પાસે કોઇ પુરાવા ન હતા. અને મા હેમંતભાઇને ત્યાં જવા તૈયાર થઇ જાય એમ હતી. અર્પિતાની શંકા સાચી પડી. માને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. હેમંતભાઇએ પોતાને ત્યાં આવી જવા કહ્યું એટલે ...Read More

39

રેડલાઇટ બંગલો ૩૯

હરેશકાકાના બારણાની કડી ખખડાવી પણ ધીમા અવાજથી લાલુ જાગ્યો નહીં. અર્પિતાને થયું કે જો લાલુએ રાત્રે દારૂ પીધો હશે સવારે પણ સરખા હોશમાં આવશે નહીં. આટલા અવાજથી તે જાગે એવી કોઇ શક્યતા નથી. થોડો પ્રયત્ન કર્યા પછી તે થાકી ગઇ. વધારે અવાજ સાથે બારણું ખખડાવે તો આજુબાજુમાંથી કોઇ જાગી જાય. તે નિરાશ થઇ ગઇ. જો લાલુને ના જગાડી શકી તો સવારે તે બાજી હારી જાય એમ હતી. હેમંતભાઇએ કાલે વિનયને પોલીસના હવાલે કરવાનું કહી દીધું હતું. અર્પિતા સુરક્ષા માટે હાથમાં લાકડાની મોટી ડાંગ લઇને આવી હતી. તેને થયું કે ડાંગથી ધક્કો મારીને દરવાજો તોડી નાખું. પણ એ શક્ય ન હતું. તેનું મગજ ઝડપથી વિચાર કરવા લાગ્યું. ...Read More

40

રેડલાઇટ બંગલો ૪૦

પોલીસની જીપ ધૂળ ઉડાડતી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ ગઇ. હેમંતભાઇને થયું કે પોતે પણ કોઇ શક્તિથી અદ્રશ્ય થઇ તેમના મનમાં અર્પિતાની બીક ભરાઇ ગઇ હતી. તેમને એટલી રાહત હતી કે વર્ષાબેન તેની સાથે છે એટલે અર્પિતા તેમની વિરુધ્ધ કંઇ કરી શકશે નહીં. વર્ષાને ઢાલ બનાવતા મને આવડે છે. હેમંતભાઇએ પણ તરત ચાલતી પકડી. જતાં જતાં તે લાલુની નજીકથી પસાર થતાં પછીથી ઘરે આવવાનું કહી ગયા. લાલુએ કંઇ સાંભળ્યું જ ના હોય એવો ડોળ કર્યો. અર્પિતા જાણતી હતી કે હવાલદાર તેની ફરિયાદ નોંધવાના નથી. તેણે હવાલદાર અને હેમંતભાઇને ડારો નાખવા જ તીર છોડ્યું હતું. બંને ભાગી ગયા હતા. ગામ લોકો પણ વિખેરાયા. અર્પિતાએ ઘર તરફ કદમ ઉપાડ્યા ત્યાં લાભુભાઇનો અવાજ આવ્યો: અર્પિતા, અહીં આવ તો... અર્પિતાના કદમ અટકી ગયા. તે મોં નીચું કરી નજીક આવી લાભુભાઇથી થોડે દૂર ઊભી રહી. ...Read More

41

રેડલાઇટ બંગલો ૪૧

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૧ વર્ષાબેન સવારે એકલા પડ્યા હતા. હેમંતભાઇ કંઇ કહ્યા બહાર જવા નીકળી ગયા હતા. તેમણે વર્ષાબેનને એમ કહ્યું ન હતું કે તેમણે વિનયને પકડવા પોલીસને બોલાવી છે. હેમંતભાઇ હમણાં વર્ષાબેન સાથે આ બાબતે ચર્ચા કરવા માગતા ન હતા. એમ કરવાથી વચ્ચે અર્પિતાનું નામ આવતું હતું. વર્ષાબેન ભાવુક બની જાય તો તેમણે ગોઠવેલી બાજી બગડી જાય એમ હતી. ત્યારે એમને કલ્પના પણ ન હતી કે અર્પિતા તેમની બાજીને ઊંધી ફેરવી દેશે. હેમંતભાઇ આજે વિનયને જેલભેગો કરી પોતાની પોલીસમાં લાગવગ હોવાનો ગામ લોકોને પરિચય આપવાના ગુમાન સાથે નીકળી ગયા હતા. હેમંતભાઇના ગયા પછી વર્ષાબેન પોતાના ...Read More

42

રેડલાઇટ બંગલો ૪૨

હવે પથ્થર ફેંકશે કોણ? પોતે તો હેમંતભાઇના ઘર સુધી જઇ શકશે નહીં. કોઇ એવી વ્યક્તિને શોધવી પડશે જે હેમંતભાઇને નાખી આવવાની હિંમત કરી શકે અને વાત ખાનગી પણ રહે. અર્પિતાએ પહેલાં વિચાર્યું કે ફળિયાના કોઇ નાના છોકરા કે છોકરીને આ કામ સોંપી દઉં. એ પકડાઇ જાય તો પણ વાંધો નથી. હેમંતભાઇને ખબર પડે કે અર્પિતાએ આ કાગળ મોકલ્યો છે તો તેનો પણ કોઇ વાંધો નથી. પછી તેને થયું કે આમ કરવાથી વાત ફળિયામાં કે ગામમાં જાહેર થઇ જાય તો માનું નામ ખરાબ થાય. નાના છોકરા પાસેથી તેના મા-બાપ આ રીપોર્ટ વાંચી લે તો સમસ્યા ઊભી થાય. અર્પિતાએ થોડો વિચાર કર્યો અને તેને વિનય યાદ આવી ગયો. ...Read More

43

રેડલાઇટ બંગલો ૪૩

અર્પિતા ગામડાની ભોળી છોકરી જરૂર હશે પણ સમય અને સંજોગોએ તેને હોંશિયાર બનાવી દીધી લાગે છે. તેની દરેક હરકત જ શંકાસ્પદ લાગી છે. તેનો બાથરૂમમાં નહાતો વિડિયો ઉતારી બ્લેકમેલ કરી અહીં ફસાવી દેવાનું બહુ મુશ્કેલ બન્યું નથી. પણ એ વાતને તેણે રચના કે બીજી છોકરીઓની જેમ સહજ રીતે સ્વીકારી હોય એમ લાગતું નથી. એટલે જ મારે નાછૂટકે તેના અને રચનાના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા પડ્યા છે. બાકી ધંધાનો નિયમ હું પાળતી રહી છું. બાજુના બંગલામાં જ્યાં ધંધો ચાલે છે ત્યાં કોઇ દિવસ કેમેરા લગાવ્યા નથી. નહીંતર શહેરના જાણીતા લોકોના સ્ખલનના વિડિયોથી જ હું સારું કમાઇ શકી હોત. અર્પિતાએ મને તેની જાસૂસી કરવા મજબૂર કરી છે. ભલે કેમેરામાં હજુ તેની કોઇ હરકત દેખાઇ નથી પણ… ...Read More

44

રેડલાઇટ બંગલો ૪૪

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૪ અડધી રાત્રે લાલજીને જોઇ વર્ષાબેન ગુસ્સે થયા હતા. વર્ષાબેનને તો એમ જ હતું કે લાલજી અડધી રાત્રે તેના સ્વાર્થ માટે પોતાના દરવાજે દસ્તક મારવા આવ્યો છે. વર્ષાબેનને તેણે ખાતરી આપી ત્યારે જ ઘરની અંદર આવવા દીધો. પણ જ્યારે લાલજીએ પોતાને એઇડસની બીમારી છે અને લગ્ન કરવા માગે છે એમ કહ્યું ત્યારે વર્ષાબેનને એમ જ થયું કે લાલજીનું ફટકી ગયું છે. પણ જ્યારે લાલજીએ વર્ષાબેનનું એક રહસ્ય ખોલતી વાત કહી ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો અને ચક્કર ખાઇ પડી ગયા. લાલજીએ દોડીને તેમને સંભાળી લીધા. લાલજીને કલ્પના ન હતી કે વર્ષાબેનને પોતાની બીમારી અંગે ...Read More

45

રેડલાઇટ બંગલો ૪૫

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૫ અર્પિતાએ કોલેજમાં મીનાને કામ સોંપ્યું ત્યારે તેનાથી થશે કે નહીં એની હતી. આજે તેનો કોલેજમાં છેલ્લો દિવસ હતો. તેની યોજના પ્રમાણે જો આજના દિવસે કામ ના થાય તો તે નિષ્ફળ રહે એમ હતી. તેને આજના દિવસ માટે અને તે પણ કોલેજનું કામ પતાવવા રાજીબહેને મંજુરી આપી હતી. મીનાએ ચાલુ કોલેજે શહેરમાં જઇને તેણે મંગાવેલી વસ્તુ બોકસમાં લાવીને આપી દીધી હતી. એટલે થોડી ચિંતા ટળી હતી. હવે તેને પોતાના રૂમ સુધી પહોંચાડવાની હતી. તે રેડલાઇટ બંગલો પહોંચી ત્યારે વીણાએ તેની બેગ ચેક કરવાની વાત કરી એટલે તેના દિલમાં ગભરાટ વધી ગયો. મીનાએ આપેલા બોક્ષ ...Read More

46

રેડલાઇટ બંગલો ૪૬

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૬ અર્પિતાને કલ્પના ન હતી કે હેમંતભાઇનો આ રીતે સામનો કરવો પડશે. તે સામે જવા માગતી ન હતી. તે પોતાને જોઇ પણ જાય તો ગામમાં એવું જાહેર કરી દે એમ હતા કે રૂપવતી અર્પિતા અસલમાં રૂપજીવીની છે. અને પછી તે ક્યારેય ગામ જઇને કોઇને પોતાનું મોં બતાવી શકે નહીં. વિનયને જ તેની અસલિયતની ખબર હતી. અને તેણે પોતાને આ રૂપમાં સ્વીકારી લીધી હતી. તે હવે બહુ જલદી આ ધંધો છોડી રહી છે ત્યારે હેમંતભાઇ મોટી મુસીબત બનીને આવી ગયા હતા. તેમનાથી છૂટકારો મેળવવાનું સરળ ન હતું. રચના હાજર નથી અને મીનાને દૂરથી બોલાવી શકાય ...Read More

47

રેડલાઇટ બંગલો ૪૭

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૭ અર્પિતા રવિકુમારનો સમય સાચવી શકે એમ ન હોવાથી બોલાવ્યા હતા. રાજીબહેન માટે આ સ્થિતિ અપેક્ષિત ન હતી. રવિકુમારની રાતને રંગીન કરવાની જવાબદારી રાજીબહેન ઉપર આવી ગઇ હતી. તેમને ના પાડવાનું મુશ્કેલ હતું. તેમણે બીજા વિકલ્પ વિચારી જોયા. પણ તરણુંય હાથ લાગ્યું નહીં. તે શારિરીક રીતે તો તૈયાર હતા. હવે પોતાને માનસિક રીતે તૈયાર કરવા લાગ્યા. રવિકુમારે હુકમથી કે પ્રેમથી તેમને બોલાવ્યા હતા. એમની વાતને ટાળવાનું શક્ય લાગતું ન હતું. રવિકુમારના સાથને લીધે જ તે કોલેજની છોકરીઓ પાસે રેડલાઇટ બંગલામાં શામ, દામ, દંડ અને ભેદથી લોહીનો વેપાર કરાવતી હતી. હવે તે પહેલી ...Read More

48

રેડલાઇટ બંગલો ૪૮ (અંતિમ)

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૮ (અંતિમ) અર્પિતાએ રેડલાઇટ બંગલામાં મીનાએ મોકલેલી છોકરી સાથે મોજ કરી તેના ફોટા બતાવ્યા પછી હેમંતભાઇ નરમઘેંશ જેવા થઇ ગયા હતા. તેમણે અર્પિતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને એ ફોટા છુપાવવા કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ ગયા હતા. પણ જ્યારે અર્પિતાએ તેની કિંમત કહી ત્યારે હેમંતભાઇ ચોંકી ગયા હતા. તેમણે અર્પિતાની કિંમત ચૂકવવા આ ગામનું સામ્રાજ્ય છોડીને જવું પડે એમ હતું. અર્પિતાએ તેમને તમામ જમીન વેચીને કિંમત મેળવી તેમનો બંગલો ગામને સામાજિક ઉપયોગ માટે સખાવતમાં આપી ગામ છોડી જવા કહ્યું હતું. હેમંતભાઇ અર્પિતાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. એક રાતની આટલી મોટી કિંમત ચૂકવવાનું ...Read More