જીવન ખજાનો

(1.4k)
  • 129.3k
  • 72
  • 37.3k

આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. આવી જ નાની કથાઓ અહીં રજૂ કરી છે. જે જીવન ખજાનાને સારપથી સમૃધ્ધ કરી દે તો ભયોભયો.

Full Novel

1

જીવન ખજાનો

આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. આવી જ નાની કથાઓ અહીં કરી છે. જે જીવન ખજાનાને સારપથી સમૃધ્ધ કરી દે તો ભયોભયો. ...Read More

2

જીવન ખજાનો - 2

જીવનમાં સારા બનવું હોય તો સારી પ્રેરણા જરૂરી છે. જીવનમાં વિષ નહિ પણ અમૃત ઘોળાય તો આ ફેરો ફોગટ જાય. આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. નાનો પણ રાઇનો દાણો જેવી આ નાની કથાઓ જીવનમાં અમૃતની વર્ષા કરે એવી છે. અને જીવન ખજાનો સમૃધ્ધ કરે એવી છે. ...Read More

3

જીવન ખજાનો - 3

જીવનમાં સારા બનવું હોય તો સારી પ્રેરણા જરૂરી છે. જીવનમાં વિષ નહિ પણ અમૃત ઘોળાય તો આ ફેરો ફોગટ જાય. આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. નાનો પણ રાઇનો દાણો જેવી આ નાની કથાઓ જીવનમાં અમૃતની વર્ષા કરે એવી છે. અને જીવન ખજાનો સમૃધ્ધ કરે એવી છે. ...Read More

4

જીવન ખજાનો - 4

જીવનમાં સારા બનવું હોય તો સારી પ્રેરણા જરૂરી છે. જીવનમાં વિષ નહિ પણ અમૃત ઘોળાય તો આ ફેરો ફોગટ જાય. આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. નાનો પણ રાઇનો દાણો જેવી આ નાની કથાઓ જીવનની જ્યોત જગાવી જાય એવી છે. અને આપનો જીવન ખજાનો સમૃધ્ધ કરે એવી છે. ...Read More

5

જીવન સંસાર

એક જાણીતું સૂત્ર છે સત્યમ્ શિવમ્ સુંદરમ્. સત્યમ્ એટલે કે સત્ય, શિવમ્ એટલે કે દિવ્યતા અને સુંદરમ્ એટલે કે તમારા જીવનમાં જે કઈ પણ સારું છે તેને જોવાની અને તેની કદર કરવાની કલા જ્યારે શીખી લો છો, ત્યારે જીવનનાં માર્ગમાં રહેલાં સત્યને જોઈ શકો છો. જીવન તમને જેમાંથી પણ પસાર કરાવે તેમાં તમે એક દિવ્યતાને જોઈ શકશો. અને તેમાં રહેલી દરેક સુંદરતામાંથી પ્રેરણા મળશે. જીવનમાં સારા બનવા માટે આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. આવી જ નાની કથાઓ અહીં રજૂ કરી છે. જે જીવનને સારાપણા અને સંસ્કારથી વધુ સમૃધ્ધ કરી શકે છે. ...Read More

6

જીવન ખજાનો - 7

સંત બોલ્યા, મારા જીવનનો બીજો ભાગ જુઓ, કેમકે જીવનના પહેલા ભાગમાં તો મેં લોકોની સેવા કરી છે. અને દુઃખ દૂર કર્યા છે. જયારે બીજા ભાગમાં મેં જપ-તપ અને ભગવાનની આરાધના કરી છે. બીજા ભાગના હિસાબ-કિતાબમાંથી તમને જરૂર પુણ્યની માહિતી મળશે. સંતની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેમના જીવનનો બીજો ભાગ જોયો તો તેમાં કંઈ ના મળ્યું. પાના કોરા હતા. એટલે………….. ...Read More

7

જીવન ખજાનો ૮

યુવાને પુસ્તિકા ખોલીને સંદેશ વાંચ્યો તો હેરાન રહી ગયો. જયોર્જ બર્નાડ શોએ લખ્યું હતું કે, પોતાનો સમય બીજાના હસ્તાક્ષર કરવામાં બગાડવો ના જોઈએ. બલ્કે એવું કામ કરવું જોઈએ કે બીજા તમારા હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી કરે. પોતાની અલગ ઓળખ ઉભી કરવા હર પળ મહેનત કરવાનું અને સંઘર્ષરત રહેવાનું જરૂરી છે...... આગળ વાંચો.... આવા જ જીવન ઓળખ માટેના સુંદર સંદેશ આપતી નાની પણ જીવનમાં મોટી પ્રેરણા આપતી ચાર કથાઓ..... ...Read More

8

જીવન જ્ઞાન

ઘણા દિવસથી રાનડેની પત્ની આ બધું જોતી હતી. એક દિવસ પત્નીએ નારાજ થઈને કહ્યું, તમે એક હજામ પાસેથી શીખી રહ્યા છો. જો આ વાતની કોઈને ખબર પડી ગઈ તો તે શું વિચારશે તમારા માન-સન્માનનો આ પ્રશ્ન છે. ...... આગળ વાંચો.... આવું જ જીવનજ્ઞાન આપતી નાની પણ જીવન માટે મહાજ્ઞાન આપતી ચાર જ્ઞાનકથાઓ..... ...Read More

9

જીવન સંદેશ

થોડી જ વારમાં તેમણે પોતાનું કામ સમાપ્ત કરી દીધું. અને ટીપોઈ પર મૂકેલો દીવો જે પ્રકાશિત હતો તેને બુઝાવી મેગાસ્થનીજને થોડું આશ્ચર્ય થયું. અંધારામાં મુલાકાત આપીને આચાર્ય શું કરવા માગે છે એમ વિચારવા લાગ્યો. પણ બીજી જ ક્ષણે તેણે જોયું કે આચાર્યએ બીજો એક દીવો કાઢયો અને તેને પ્રગટાવ્યો. મેગાસ્થનીજનું આશ્ચર્ય વધી ગયું. તેને સમજાતું ન હતું કે એક દીવો પર્યાપ્ત પ્રકાશ આપી રહ્યો હતો છતાં તેને બુઝાવીને આચાર્યએ બીજો દીવો શા માટે સળગાવ્યો આગળ વાંચો.... જીવનસંદેશ આપતી નાની પણ મહાજ્ઞાન આપતી ચાર સંદેશ કથાઓ..... ...Read More

10

જીવન ખજાનો - 11

મંત્રીએ મસ્તક નમાવી રાજાની વાત સ્વીકારી અને ઘરે ગયો. મંત્રીએ રાજાને સંબોધીને એક પત્ર લખ્યોઃ મહારાજ, અપમાનિત કરતાં મરી જવું સારું છે. એટલે હું મરવા જઈ રહ્યો છું, અલવિદા. અને તે કોઈ અજ્ઞાત સ્થળે ચાલી ગયો. રાજાને એ પત્ર મળ્યો. તેમણે મંત્રીની ઘણી શોધખોળ કરી પણ તે મળી આવ્યો નહિ. એટલે તેના મૃત્યુને સ્વીકારી લઈ શ્રધ્ધાંજલિ આપવા એક શોકસભા ભરી. ત્યારે મંત્રી વેશ બદલીને એ સભામાં પહોંચી ગયો............. આગળ વાંચો.... સરસ વિચાર આપતી જ્ઞાનકથા. ...Read More

11

જીવન ખજાનો ભાગ - 12

એક છોકરી સંગીત શીખવા માટે આવતી હતી. તે અત્યંત કુરૂપ હતી. તેનો અવાજ સારો હતો પણ તે પોતે ન હતી એટલે દુઃખી હતી. બીજી છોકરીઓની સુંદરતા સામે તે લઘુતાગ્રંથી અનુભવતી હતી. એક વખત તેણે ગાલફર્ડને કહ્યું કે તે જયારે કાર્યક્રમ આપવા મંચ પર જાય છે ત્યારે વિચારે છે કે બીજી છોકરીઓ તેનાથી ઘણી સુંદર છે. કયાંક લોકો પોતાની હાંસી તો નહિ ઉડાવે ને ... આગળ વાંચો.... સરસ વિચાર આપતી જીવનના સંગીતની કથા... ...Read More

12

જીવન પ્રાર્થના

એક વખત એમની પાસે એક માણસ આવ્યો અને હાથ જોડીને બોલ્યોઃ મહારાજ, હું એક ગરીબ ઘોડાગાડીવાળો છું. ગાડી મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. અમારો બાપ-દાદાનો આ વ્યવસાય છે. એટલે બદલી શકું એમ નથી. આ કામમાં આખો દિવસ નીકળી જતો હોવાથી હું ભગવાનનું સ્મરણ કરી શકતો નથી. સમયના અભાવને કારણે હું પ્રભુની પ્રાર્થના કે ભક્તિ કરી શકતો નથી. તેથી મને થાય છે કે મારું કલ્યાણ કેવી રીતે થશે મને કોઈ ઉપાય બતાવો. ગરીબ ગાડીવાળાની વાત સાંભળી યહૂદી ગુરૂ કહે..... આગળ વાંચો.... સાચી પ્રાર્થનાની સમજ આપતી અને જીવનને સમૃધ્ધ કરતી ૩ કથા... ...Read More

13

જીવન સંતોષ

પુત્ર પર બબડતા શેઠ અંદર ગયા. ત્યારે માલવીયજીએ તેમના મિત્રને ધીમેથી કાનમાં કહ્યું: મને નથી લાગતું કે આ પાસેથી કંઈ આશા રાખી શકાય. દિવાસળીની ત્રણ સળી ખરાબ થઈ એમાં તો ખિજવાઈ ગયા. બહુ કંજૂસ લાગે છે. મિત્રને પણ માલવીયજીની વાત સાચી લાગી. એટલે તેમની શંકા પર મૂક સંમતિ આપી. અને થયું કે તેમને દાન માટે કહેવાનો કોઇ અર્થ લાગતો નથી. એટલે થોડી વાર રાહ જોયા પછી શેઠ ન આવતા તેઓ ઉભા થઈ ચાલવા લાગ્યા. ત્યાં જ શેઠ આવી પહોંચ્યા. અને બોલ્યાઃ અરે, માફ કરશો. હું એક અગત્યના કામમાં રોકાઇ ગયો. તમારે રાહ જોવી પડી.. પણ તમે કયાં ચાલ્યા બેસોને. શું કામ હતું એ તો બતાવો. આગળ વાંચો.... સાચી બચતની સમજ આપતી અને જીવનને સમૃધ્ધ કરતી ૩ કથા... ...Read More

14

જીવન ધર્મ

પાંચમા દિવસે ભગવાન બુધ્ધ પધાર્યા ત્યારે તેમણે જોયું કે ચૌદ જેટલા શ્રોતાઓ બેઠા છે. આજે તેમણે પ્રવચન શરૂ કર્યું. તેમની સાથે શ્રોતાઓ પણ જોડાયા. એક શ્રોતાથી ના રહેવાયું. તેણે ભગવાન બુધ્ધને પૂછી જ નાખ્યું: ભગવાન, પહેલા ચાર દિવસ સુધી આપ કંઈ જ બોલ્યા નહિ. તેનું કારણ શું હતું ...Read More

15

જીવન સૌંદર્ય

એક વ્યક્તિ જિજ્ઞાસુ વૃત્તિનો હતો. એક દિવસ તેના મનમાં સવાલ થયો કે શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે આ સવાલનો મેળવવા તે નીકળી પડયો. તેણે નક્કી કર્યું કે જુદી જુદી વ્યક્તિઓને મળીને જાણકારી મેળવવી. રસ્તામાં સૌથી પહેલા એક તપસ્વી મળ્યા. તેમને પ્રશ્ન પૂછયો. કે આપણા જીવનનું શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે તેમણે કહ્યું: શ્રધ્ધા જ સૌથી સુંદર છે. કેમકે માટીને પણ તે ભગવાનમાં પરિવર્તિત કરી દે છે. એ વ્યક્તિને આ જવાબથી સંતોષ ના થયો. તે આગળ વધ્યો. આગળ જતાં એક પ્રેમી યુવાન મળ્યો. તેની સામે પોતાનો સવાલ રજૂ કર્યો. ...Read More

16

જીવન દુ:ખ

લુકમાને માલિકે આપેલી કાકડીનો પ્રેમથી સ્વીકાર કર્યો. અને મોં બગાડયા વગર ખાઈ ગયા. માલિકને નવાઈ લાગી. કાકડી કડવી હતી લુકમાન ખુશ થઈને કેવી રીતે ખાઈ ગયો. તેમને હતું કે લુકમાન કોઈ બહાનું બનાવીને કાકડી ખાશે નહીં. અને ફેંકી દેશે. કેમકે કાકડી એટલી કડવી હતી કે કોઈ ખાઈ શકે નહીં. લુકમાન સહજ રીતે કાકડી ખાઈ ગયા એ જોઈ માલિકે નવાઈથી પૂછયું: લુકમાન, કડવી ઝેર જેવી કાકડી તું કેવી રીતે ખાઈ ગયો મેં તો તેનો જરાક સ્વાદ ચાખ્યો ત્યારથી મોંમાં કડવાશ છે. તું તો મીઠાઇ ખાતો હોય એમ ખાઇ ગયો. લુકમાને હસીને જવાબ આપતા કહ્યું....... આગળ વાંચો... ...Read More

17

જીવન પ્રેમ

કૌશલ રાજા પોતાના તાબામાં આવી ગયા હોવાથી સેનાપતિએ દસ માણસોને સુરક્ષિત છોડી દીધા. પછી કૌશલના રાજાને બંદી બનાવી મગધના સામે રજૂ કર્યા. અને તેમને કેવી રીતે પકડી લીધા તેની વિગતવાર માહિતી આપી. વાત સાંભળીને મગધ રાજાએ સેનાપતિને શાબાશી આપી. પણ એક વાત તેમની સમજમાં ન આવી. એટલે કૌશલના રાજાને જ પૂછયું: કૌશલ રાજા, એ દસ વ્યક્તિઓ કોણ હતી જેના માટે તમે બંદી બની જવાનું પસંદ કર્યું કૌશલ રાજાએ શું કહ્યું એ જાણવા આગળ વાંચો..... ...Read More

18

જીવન કર્તવ્ય

જયારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે મુખ્ય પ્રાધ્યાપકનો પુત્ર નાપાસ થયો હતો. આ જાણીને બધા શિક્ષકોને સૂર્યસેનની નોકરીની ચિંતા લાગી. તેમને લાગતું હતું કે હવે તેમની નોકરી જતી રહેશે. અને ત્યારે જ મુખ્ય પ્રાધ્યાપકે તેમને બોલાવતાં શિક્ષકોની ચિંતા વધી ગઈ. જયારે સૂર્યસેનને કોઈ વાતનો ડર ન હતો.... ...Read More

19

જીવન સંઘર્ષ

થોડા દિવસ રાજમહેલની મહેમાનગતિ માણીને ગરીબ ચિત્રકાર પાછો ફરતો હતો ત્યારે રાજાએ તેને ભેટ આપીને સન્માન કર્યું. એ જોઇ રાજાને કહ્યું: મહારાજ, જ્યારે હું આવ્યો ત્યારે આપે મને જોયો તો પણ ધ્યાન ના આપ્યું. મારી અવગણના કરી. પણ આજે તમે મને માન-પાન આપી રહ્યા છો. તમારા વ્યવહારમાં આ બદલાવ કેમ આવ્યો રાજા કહે: જ્યારે તમે પ્રતિયોગિતામાં ભાગ લેવા આવ્યા ત્યારે....... આગળ વાંચો. આવી જ જીવન વિશેની મહત્વની વાત કરતી ત્રણ નાનકડી કથાઓ.... ...Read More

20

જીવન પાક

ધીમે ધીમે એ બાળક સૈનિકોને ગામની સીમા પર આવેલા ખેતરો પાસે લઇ ગયો. ત્યાં એક ખેતર બતાવીને બાળકે સૈનિકોને ચારો લઇ લેવા કહ્યું. સૈનિકોએ ખેતરમાંથી પાક કાપીને ગાંસડી બાંધી ઘોડાઓ પર મૂકી દીધી. પરંતુ જતાં પહેલાં સેનાના અધિકારીએ બાળકને નારાજગીથી કહ્યું: અરે છોકરા, તું અમને ખોટો જ આટલે દૂર સુધી લઇ આવ્યો. આપણે નીકળ્યા ત્યાં નજીકમાં જ આવો સારો પાક હતો. અમને એમ હતું કે તું હજુ વધુ સારો પાક બતાવીશ. બાળક કહે: સાહેબ, તેનું કારણ એ છે કે.............. ...Read More

21

જીવન મૃત્યુ

સંતનો અવાજ સાંભળી આકાર ઊભો રહી ગયો. અને સહેજ વિચારીને આકાર બોલ્યો: હું મોત છું. અને ગામમાં મારા જઇ રહ્યો છું. સંત ચોંકી ગયા. અને બોલ્યા: મોત! તારે અચાનક આ ગામમાં આવવાની જરૂર કેમ પડી હમણાં કોઇ ગંભીર રીતે બીમાર નથી અને કોઇ વૃધ્ધ મરણાસન પણ નથી. મોત કહે: મહારાજ, હું ક્યારેય બોલાવ્યા વગર આવતું નથી. આ ગામના ચાલીસ લોકોનો અંત સમય નજીક આવી ગયો છે. હું તેમને લેવા માટે આવ્યો છું. આ સાંભળી સંત ચિંતામાં પડી ગયા.... ...Read More

22

જીવન આનંદ ૨૩

ચિત્રકારે પત્નીને બધી વાત કરી. પત્ની સમજદાર હતી. તેણે હસીને કહ્યું, બસ આટલી જ વાતથી તમે પરેશાન છો લોકોએ ચિત્રમાં નિશાન કર્યા એનો અર્થ એ નથી કે તમારું ચિત્ર સારું નથી. લોકોને આદત જ હોય છે સારા કામોમાં પણ ભૂલ શોધવાની. તમારા ચિત્રમાં જેમણે ભૂલ બતાવી છે તેઓ ભૂલ શોધવાનું જાણે છે, ભૂલને સુધારવાનું નહીં. હવે હું કહું એમ કરો. તમે આવતીકાલે બીજું ચિત્ર ત્યાં રાખો અને તેમાં નીચે લખી દો કે, કૃપા કરીને આ ચિત્રમાંની ભૂલ સુધારશો. ચિત્રકારને પત્નીની વાત યોગ્ય લાગી અને તેણે એમ જ કર્યું. આખો દિવસ બીજું ચિત્ર રાખી સાંજે તે જોવા માટે ગયો ત્યારે એણે...... ...Read More