હું જેસંગ દેસાઈ..

(48)
  • 30.9k
  • 11
  • 12.8k

જ્યારે ભારતને આઝાદી મળી તે અગાઉ સમગ્ર ભારત 562 જેટલા રાજા રજવાડાઓમાં વહેચાયેલ હતુ. એ પૈકી અમદાવાદની ગુજરાત સલ્તનતના સમયમાં ઉત્તર ગુજરાતમાં મારૂ ગામ તેરવાડા ઉપરાંતના રાધનપુર, સમી, મુંજપુર, કાંકરેજ, સાંતલપુર અને થરાદના વિસ્તારો ફતેહખાન રૂસીરાખાન બલોચ કે જેઓ સિંધથી આવેલ સુબા હતા તેમના શાસન હેઠળ હતા. ત્યાર બાદ બાબી વંશના શાસન હેઠળ આવ્યુ જેને પાલનપુરના ઝાલોરી વંશના વાઇસરોય મુબારિઝ-ઉલ-મુલ્ક દ્વારા સ્થાપિત કરેલ.આઝાદી વખતે નગર તેરવાડા સ્ટેટમાં બાબી વંશ દ્વારા ઉમેરાયેલા 104 ગામો પૈકી 16 ગામો જ બાકી બચેલ.આઝાદી પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુન:ગઠન થયુ. ઇ.સ. 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા મારા ગામનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થયેલ.

New Episodes : : Every Monday

1

હું જેસંગ દેસાઈ.. ભાગ ૧

જ્યારે ભારતને આઝાદી મળી તે અગાઉ સમગ્ર ભારત 562 જેટલા રાજા રજવાડાઓમાં વહેચાયેલ હતુ. એ પૈકી અમદાવાદની ગુજરાત સલ્તનતના ઉત્તર ગુજરાતમાં મારૂ ગામ તેરવાડા ઉપરાંતના રાધનપુર, સમી, મુંજપુર, કાંકરેજ, સાંતલપુર અને થરાદના વિસ્તારો ફતેહખાન રૂસીરાખાન બલોચ કે જેઓ સિંધથી આવેલ સુબા હતા તેમના શાસન હેઠળ હતા. ત્યાર બાદ બાબી વંશના શાસન હેઠળ આવ્યુ જેને પાલનપુરના ઝાલોરી વંશના વાઇસરોય મુબારિઝ-ઉલ-મુલ્ક દ્વારા સ્થાપિત કરેલ.આઝાદી વખતે નગર તેરવાડા સ્ટેટમાં બાબી વંશ દ્વારા ઉમેરાયેલા 104 ગામો પૈકી 16 ગામો જ બાકી બચેલ.આઝાદી પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુન:ગઠન થયુ. ઇ.સ. 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા મારા ગામનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થયેલ. ...Read More

2

હું જેસંગ દેસાઈ ભાગ ૨

ભાગ-2 મને યાદ છે, એ ઇ.સ. 2002 ફેબ્રુઆરી મહિનાની 29મી તારીખની રાત હતી.હું ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ખેતાબાપા(મારા દાદાના નાના ભાઇ) નાં ઘરે સૌ નેસડાવાળા વિયાળું-પાણી કરીને પરશ કરવા ભેગા થયા હતા. ઉત્તર ગુજરાતમાં ખેડૂત કે માલધારી વર્ગ આખો દિવસ કામ કરી રાત્રે કોઈ એક જણના ઘરે વાતો કરવા કે કોઈ ચર્ચા કરવા માટે ભેગા થાય એને પરાશ કે પરશ કહેવાય. એમાં દિવસભરની દિનચર્યા સાથે સૌ નવી નવી વાતો લઈને આવે અને રાત્રે મોડે સુધી બેઠક કરે. આવી જ એક પરશ મળી હતી. શિયાળાની છેલ્લો મહા મહિનાની એ ઠંડીમાં બરફ જેવો ટાઢા હેમ ...Read More

3

હું જેસંગ દેસાઈ ભાગ ૩

ભાગ-3 તે દિવસે જીવરાજના બહુ આગ્રહ રાતે હું એના ઘરે રોકાયેલો. આમ તો વેકેશન હોય તો અમે બંન્ને એકબીજાને ઘરે ઘણીવાર રાત પણ રોકાતા, ક્યારેક એ મારા ઘરે તો ક્યારેક હું એના ઘરે. રાતે જમવાનું પતે એટલે બહાર ક્યાંક એકાંતમાં બેસી મોડે સુધી વાતોના તડાકા બોલાવતા. તે દિવસે પણ જમવાનું પત્યુ એટલે થોડું વોકીંગ અને થોડી ખાનગી વાતો પણ થાય એવા ઇરાદાથી અમે ચેહરમાંના મંદિર બાજુ પગે ચાલતા નીકળ્યા. લગભગ રાતના આઠ સાડા આઠ થઇ ગયા હશે. સુરજદેવ ધરતીની વિદાય લઇ પોતાનો રથ હંકારી રાણી રાંદલને ખોરડે ચાલી ગયા હતા. દુરથી આવતો માણસ ...Read More

4

હું જેસંગ દેસાઈ.. ભાગ ૪

ભાગ 4 - - કહેવાય છે કે, પંખીને ઉડવા માટે ખુલ્લા આસમાનની જરૂર પડે છે તેવી જ રીતે ઉછળતા કુદતા તથા થિરકતા યુવાનને યોગ્ય રાહબરની જરૂર હોય છે. જ્યારે કોઇ પણ યુવાનને યોગ્ય દિશા ચિંધક વ્યક્તિ કે એવી કોઇ સંસ્થા મળી જાય ત્યારે દરેક યુવાન તેનામાં રહેલી આવડત અને કુશળતાને આસાનીથી યોગ્ય દિશામાં વાળી-મરોડી નવસર્જનના પગથિયા ભણી આગેકુચ કરી જાય છે ! દરેક વ્યક્તિમાં કંઇક ને કંઇક કલા અને કારીગરી છુપાઇ હોય છે, પણ જ્યારે એને વ્યક્ત કરવાનો મોકો મળે છે ત્યારે એ ઉભરાઇ ઉભરાઇને બહાર આવે છે. ...Read More

5

હું જેસંગ દેસાઈ.. ભાગ ૫

ભાગ 5 જેમ રાત પછી દિવસ, તડકા પછી અંધકાર પછી ઉજાસ એમ પ્રકૃતિમા પરિવર્તનનો નિયમ હોય છે તેવી જ રીતે મારુ જીંવન પણ પરિવર્તન પામતું જતું હતું. શિક્ષણનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો હતો અને જીંદગીએ એના અસલી ખેલનો પ્રારંભ કરી દીધો હતો. હું પણ ઈંડામાંથી નીકળેલા પક્ષીના બચ્ચાની જેમ પોતાની પાંખો ફફડાવવા તૈયાર હતો. અગાઉના ભાગમાં આપને જણાવ્યું એમ એક પછી એક ખેલ શરૂ કર્યા. ભણતરનો ભાર હળવો કર્યા પછી મે કચ્છ તરફ કુચ કરી હતી. ભચાઉ ખાતે આવેલી આરએસએસ સંચાલિત નવી ભચાઉની શાળામાં શિક્ષક તરીકે ઇન્ટરવ્યુ આપ્યુ અને ચારેક મહિના ધોરણ 4 ના ...Read More

6

હું જેસંગ દેસાઈ.. ભાગ ૬

ભાગ -6 બાદશાહ શાહજહાના ધુળિયા નગર અમદાવાદમા બઘુ સમુસુતરૂ ચાલી રહ્યુ હતુ. એક સમયના કોમી રમખાણોના જન્મસ્થાન ગણાતા દરિયાપુર અને તેની ચાલી પોપટીયા વાડમાં પણ દરેક કોમના લોકો બે રોક-ટોક સંપી જુટીને વ્યાપાર કરતા હતા. લતીફના એન્કાઉન્ટર અને બાબરી-ધ્વંશમાં ડહોળાયેલી શાંતિ તેમજ તે ઘટના પછી થયેલ કોમી રમખાણોના અજંપામાંથી શહેર સંન્યાસ લઇ ચુક્યુ હતુ. છાશવારે કરફ્યુ શબ્દથી ટેવાયેલું અમદાવાદ એકવાર ફરીથી મોદી શાસનમાં શાતિના પાટે ચડી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યુ હતુ. ગોધરા કાંડને પણ વિત્યે 9-10 વર્ષ જેટલો સમય થઇ જતા લગભગ તેને ભુલવાની અણી પર આવેલા શહેરનું રાજકીય ચિત્ર ...Read More

7

હું જેસંગ દેસાઈ.. ભાગ ૭

ભાગ – 7 અમે અમદાવાદમાં અમારૂ કરિયાર બનાવી ઠરીઠામ થવા આવ્યા હતા જ્યાંથી શરૂઆત કરી હતી તે જ બિંદુ પર ફરીથી આવીને અટકી ગયા હતા. એક કહેવત છે કે, "ગુસ્સામાં કોઇ નિર્ણય ના લેવાય અને આનંદમાં આવીને કોઇ દાન ના દેવાય", પણ અમે આ કહેવતને સમજવામાં કાચા સાબિત થયા. ગુસ્સામાં આવી અમે નોકરી છોડવાનો નિર્ણય લીધો અને ખિસ્સામાં ફુટી કોડી ન હતી ત્યારે આનંદંમાં આવીને બસ્સો રૂપિયાનું દાન કરી દીધેલું. કોલર ટાઇટ રાખી ટણીમાં ને ટણીમાં અમે મેનેજર સુશીલ શર્માને તમારા જેવા તો સત્તર મળી રહેશે એવુ સંભળાવી સિક્યુરીટી ગાર્ડ્સના ધક્કાથી બહાર તો ...Read More

8

હું જેસંગ દેસાઈ.. ભાગ ૮

ભાગ-8 દરેક મા- બાપ યુવાનીને ઉંબરે પગ મુકીને ઉભેલા પોતાના સંતાનો પગભર થઇ બે પૈસા હોય તેવું ઇચ્છતા હોય છે. કારણ કે સંતાનો પોતાના બાવડા કે બુધ્ધિના જોરે ચાર પાંદડે થયા હોય પછી વહેવાર- તહેવારમાં પણ કંઇ જોવાપણું ના હોય. ભણેલા-ગણેલા નોકરીયાત કે ધંધાદારી સંતાનોનું સગપણ અને લગ્ન પણ ફટાફટ થાય એટલે મા- બાપના હૈયે પોતાના દિકરા-દિકરીઓ સૌ સૌના ઠેકાણે પડ્યા હોય એની સંતોષીનો પણ ભાવ હોય ! પોતાનું સંતાન ઉંમરલાયક થાય એટલે મા-બાપને પોતાના પુત્ર-પુત્રીને પરણાવવાની સૌથી મોટી ચિંતા શરૂ થાય ! સંતાનની જેમ ઉંમર વધતી જાય એમ એના માટે પાત્ર શોધવા માટે મા-બાપ બેબાકળા થતા હોય ...Read More

9

હું જેસંગ દેસાઈ.. - ભાગ ૯

ભાગ-9 એ ઔડા વિસ્તારની રૂમમાં હું એકલો સુતા વિચારોના ચકરાવે ચડ્યો હતો. ભલે મારો નવો મિત્ર વિપુલ દેસાઇ મારી સાથે હતો પણ ક્યાંક મને મારા જુના મિત્રો અન્ના અને હિતેશની ખોટ વરતાતી હતી. દરેકને પોતાના ભુતકાળ પ્રત્યે એક અલગ જ લગાવ હોય છે, એ ભુતકાળ ચાહે મિત્રતાની યાદોનો હોય કે પછી માણસ જે ક્ષણોને મનભરીને જીવ્યો હોય તેવી સોનેરી ઘડીઓનો હોય પણ યાદ આવ્યા વગર રહેતો નથી.આમ તો અન્ના અને હિતેષથી છુટ્ટા પડ્યે મને ઘણા મહિનાઓ થઇ ગયા હતા. પણ અમદાવાદના મારા કરકસરીયા જીવનમાં એ બંન્નેના સાથ અને સહયોગ હતા એટલે સ્વાભાવિક જ મને ...Read More