સમય ખુબ ખરાબ ચાલે છે.

(65)
  • 22k
  • 10
  • 8.4k

સમય ખુબ ખરાબ ચાલે છે. (1) તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું હતું, કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું અને હા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની

Full Novel

1

સમય ખુબ ખરાબ ચાલે છે. - 1

સમય ખુબ ખરાબ ચાલે છે. (1) તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું અને હા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની ...Read More

2

સમય ખુબ ખરાબ ચાલે છે. - 2

સમય ખુબ ખરાબ ચાલે છે. (2) આશુતોષનો દોસ્ત સહદેવ આર્કીઓલોજીસ્ટ હતો, તેણે એકવાર ચર્ચામાં માહિતી આપેલ કે ધરમપુરની બાજુમાં મસ્ત નદી હતી પણ હાલમાં તેમાં પાણી નથી. જોકે પુરાતત્વની દ્રષ્ટીએ મહત્વની જગ્યા છે. ઘણીવાર દુર્લભ ચીજવસ્તુઓ ત્યાંથી મળી આવેલ છે. તેને ઘડાનો વિચાર આવ્યો. આ દેશના રહેવાશીઓ વિવિધ અને પાછી વિચિત્ર માન્યતાઓની પકડમાં છે. ઘડામાં એવું તો વળી શું છે હશે! ખજાનો, ખેર! જે હોય તે, આપણે ત્યાં કામ કરવાનું છે. તેના વિચારોમાં કમાડ ખુલવાના ધડામ અવાજથી ભંગાણ પડ્યું. માલતીએ અંદર પ્રવેશ લીધો, વાહ શું સૌંદર્ય આપ્યું છે ભગવાને! તે મનોમન બોલી ઉઠ્યો. પરંતુ તેણીએ સૌંદર્યપાન અટકાવી દીધું, “ ...Read More

3

સમય ખુબ ખરાબ ચાલે છે. - 3

સમય ખુબ ખરાબ ચાલે છે. (3) આશુતોષે એક બંચ પોતાના નજીક ખેચ્યો અને ધ્યાનથી ફોટોગ્રાફ્સ જોવા લાગ્યો, બધાજ બ્લેક વ્હાઈટમાં હતાં. લગભગ બધાજ ઉપર સુક્ષ્મ જીવાણુઓ હુમલો કરી ચુક્યા હતાં, જોકે અમુક સારી કંડીશનમાં હતાં, તો અમુકમાં આંખ, નાક કે ચહેરો ઝાંખો પડી ગયેલ હતાં. થોડા ફોટાને એંસી ટકા જીવાત કે ઉધઈ ખાઈ ગઈ હતી. “ઓહ, યસ યસ!” તેનાથી મોટેથી બોલાઈ ગયું, તે ચોકી ઉઠ્યો હતો, આતો રવજીકાકા લાગે છે, અને એની બાજુમાં હુશેનચાચા, ડોકટર ડેવીલ... આને આ માલતી, એવી જ રૂપાળી દેખાય છે. નાં ના માલતી તો નાની ઉમરની, મતલબ આ વ્યક્તિ, સ્ત્રીની ઉમર મોટી જણાય છે. કદાચ ...Read More

4

સમય ખુબ ખરાબ ચાલે છે. - 4

સમય ખુબ ખરાબ ચાલે છે. (4) આશુતોષે બીજા ઘણાં ફોટા જોયા, ઘણાખરા તો કુદરતી દ્રશ્યો હતાં જેમકે ગામડુ, નદી, જંગલ પક્ષીઓ, વાંદરા, ભેંસો, ઘેટાં અને બકરાં વગેરે. ગામલોકોના પણ અસંખ્ય ફોટા હતાં, લુહાર, સુતાર, ખેત મજુરો અને કડિયા... અમુક ગ્રુપ ફોટોમાં આર્થર પણ ઉભા હતાં, અને એવા ઘણાં ફોટા નીકળ્યા જેમાં રવજીકાકા, હુશેનચાચા... પણ હતાં, એક ફોટાએ આશુતોષનું ધ્યાન ખેચ્યું, જેમાં ગામનો કુવો અને બાજુમાં ચબુતરો હતો. બારીકાઈથી જોયું તો તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય એવાજ હતાં. યસ! તેણે અને માલતીએ અહી થોડો સમય વિશ્રામ લીધો હતો. ઓહ! ગામ પણ એજ છે, ધરમપુર.. થોડે દુર શાળાના નામના બોર્ડમાં પણ ...Read More

5

સમય ખુબ ખરાબ ચાલે છે. - 5 - છેલ્લો ભાગ

સમય ખુબ ખરાબ ચાલે છે. (5) “મારી જીપ પણ યાર સળગી ગઈ હતી!” આશુતોષે સધિયારો આપવાની કોશિશ કરી. “અરે તારી જીપ તો કેટલીય વાર પલટી મારી ગયેલ એટલે સળગી જાય પણ મારી જીપ તો એમનેમ ઉભી હતી, કઈ સમજાતું નથી.” સહદેવે બળાપો ઠાલવ્યો. “ચાલ દોસ્ત હવે એની રાખ સિવાય કઈ હાથ ન લાગે, વીમો બીમો હતો કે નહિ?” “વીમો પણ નથી ઘણાં ટાઈમથી, પણ એમાં ત્રણ લાખ રૂપિયા હતાં એ બળીને ખાખ થઇ ગયા! મારી મમ્મીને હું શું જવાબ આપીશ.” લગભગ રડવા જેવા અવાજથી સહદેવ બોલ્યો.” “ઓહ, વેરી સોરી! પણ આવું જોખમ ઘરની તિજોરીમાં રખાય.” “પણ દોસ્ત બે દિવસથી ...Read More