બાર ડાન્સર

(493)
  • 62.2k
  • 49
  • 31.6k

“લિફ્ટ બિગડ ગૈલી આહે !” તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે... આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ઘૂંટણમાં દુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...”

Full Novel

1

બાર ડાન્સર - 1

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : ૧ “લિફ્ટ બિગડ ગૈલી આહે !” તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે... આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ઘૂંટણમાં દુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...” આજે તો કહી જ દેવું છે સાલીને, લે રાખ તારી નોકરી ને કર મારો હિસાબ ! આ શું રોજની ઝિકઝિક... તારી એકલીનું કામ થોડી લઈને ...Read More

2

બાર ડાન્સર - 2

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 2 “ડાન્સ બાર વાપસ ખૂલનેવાલે હૈ... બોલ, ફિર સે ડાન્સર બનેગી ?” તરાનાના પાર્વતી વિચારમાં પડી ગઈ. માત્ર આઠ જ વરસ પહેલાં બન્ને સહેલીઓ શેટ્ટીના ‘દિવાના બાર’માં સાથે ડાન્સ કરતી હતી. પણ આજે ? આજે તરાના એક લક્ઝૂરિયસ ફ્લેટની માલિકણ હતી અને પાર્વતી ઘેર ઘેર કચરાં-પોતાં કરી ખાતી બાઈ... પાર્વતીનું શરીર વધી ગયું હતું. ઘૂંટણમાં સતત દુઃખાવો થતો હતો. જુલ્ફી નામનો એનો એક આશિક હતો તે એને પરણ્યો તો ખરો, પણ એને એકલી મૂકીને દૂબઈ જતો રહ્યો હતો. પાર્વતીના નસીબમાં ગરીબી હતી. હાડમારી હતી અને પાંચ વરસની જમુના નામની એક માંયકાંગલી પાતળી સરખી ...Read More

3

બાર ડાન્સર - 3

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 3 જે ઘડીએ બહાર ગોરંભાયેલા આકાશમાં વીજળીનો જબરદસ્ત કડાકો થયો એ જ ઘડીએ દિમાગ પર જાણે વીજળી ત્રાટકી. “હાં, જુલ્ફી !” તરાનાએ કહ્યું, “તેરા આશિક, તેરા દીવાના ઔર તેરા શૌહર જુલ્ફી ! વો દૂબઈ મેં શાદી કર રહા હૈ...” પાર્વતીનું દિમાગ સુન્ન થઈ ગયું. સાલો, હલકટ જુલ્ફી ! હું પેલી સરકારી હોસ્પિટલમાં બચ્ચીને જનમ આપી રહી હતી ત્યારે પણ ના દેખાયો, સાત દિવસપછી મને અને મારી ઈયળ જેવી માંદલી બચ્ચીને કીધા વિના દૂબઈજતો રહ્યો. આટઆટલાં વરસ સુધી સાલા હરામખોરે એક ફોન પણ ના કર્યો... અને હવે ખબર પડે છે કે સુવ્વર શાદી કરી ...Read More

4

બાર ડાન્સર - 4

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 4 સવાર ધૂંધળી હતી. બસ્તીમાં પાણી ઓસર્યા હતાં પણ જેટલાં હતાં એ જાણે સોડ તાણીને ગલીમાં એદીની જેમ પડ્યા હતા. પાર્વતી એની સાંઠિકડા જેવી દીકરી જમુનાને ઉપાડીને નજીકની સરકારી હૉસ્પિટલે લઈ ગઈ. અહીં પણ ચારે બાજુ સુસ્તી હતી. “યે ઇમરજન્સી કેસ થોડી હૈ ? ઓપીડી નૌ બજે ખૂલેગા, તબ તક રૂકના પડેગા.” કાઉન્ટર પર આળસ મરડીને બગાસું ખાતા કોઈ મૂચ્છડે એની સામું પણ જોયા વિના જવાબ આપ્યો. રાહ જોયા વિના છૂટકો પણ ક્યાંહતો ? સાલી, એપાર્ટમેન્ટની શેઠાણીઓ ભલે ચિલ્લાયા કરતી. આજે જમુનાની ટાંગનો હિસાબ પતાવીને જ જવું છે. તરાના બી સાલી. એના આશિક ...Read More

5

બાર ડાન્સર - 5

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 5 “અજીબ દાસ્તાં હૈ યે કહાં શુરુ કહાં ખતમ યે મંજિલે હૈ કૌન ન વો સમજ સકે ન હમ...” પાર્વતીના પગ થંભી ગયા હતા. જૂની ફિલ્મના પેલા ગાયનના સૂર રિ-મિક્સ રિધમમાં સંભળાઈ રહ્યા હતા. જ્યાંથી સંગીત રેલાઈ રહ્યું હતું એ એક નાનકડો લાકડાનો દરવાજો હતો. ઉપર બોર્ડ હતું : ‘લૉર્ડશિવા ડાન્સિંગ ગેરેજ’ પાર્વતીએ ધીમેથી એ લાકડાનો દરવાજો ખોલ્યો. નીચેની તરફ જતાં ત્રણચાર પગથિયાં હતાં એ પછી ખરેખર કોઈ વિશાળ ગેરેજ જેવી મોટી જગા હતી. ઊંચી દિવાલોની ઉપરની બાજુએ પહોળી પહોળી દૂધિયા રંગની કાચની બારીઓ હતી. પાર્વતીએ પગથિયાં પર પગ મૂક્યો. એ જ ક્ષણે ...Read More

6

બાર ડાન્સર - 6

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 6 સવારે આંખો ખૂલી ત્યારે પાર્વતીને આખી દુનિયા એકદમ અજીબ લાગી. તરાના લક્ઝૂરિયસ પાર્વતીની આ પહેલી સવાર હતી. પાર્વતીને હજી આ સપના જેવું લાગી રહ્યું હતું. પોચી નરમ ગાદી પર એણે આરામથી ફેલાઈને ઊંઘ ખેંચી હતી. સોડમાં સૂતેલી માયકાંગલી દીકરી જમુનાના પગમાં પ્લાસ્ટર હતું છતાં કેટલી ઘસઘસાટ ઊંઘી રહી હતી. પાર્વતીએ ઊભી થઈને માથાનો અંબોડો ફરી વાળ્યો. હજી સવારના છ વાગ્યા હતા. તરાના એના એરકન્ડિશન્ડ બેડરૂમમાંથી હજી બહાર નહોતી આવી. પાર્વતીએ બાલ્કનીમાં જઈનેઆખા એપાર્ટમેન્ટના વાતાવરણ પર નજર નાંખી. સાલી, ક્યાં પેલી ગંદી બસ્તીની કકળાટથી ભરેલી ખિચપિચવાળી સવાર અને ક્યાં આ શાંત એપાર્ટમેન્ટની ‘ગુડ ...Read More

7

બાર ડાન્સર - 7

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 7 “એકદંતાય વક્રતુંડાય ગૌરી તનય ધિમહિ... ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધિમહિ...” પાર્વતી જ્યારે શિવા ડાન્સિંગ ગેરેજ’માં દાખલ થઈ ત્યારે શંકર મહાદેવને ગાયેલી આ ગણેશસ્તુતિનું રિમિક્સ વાગી રહ્યું હતું. મૉન્ટેનો સર એક સ્ટૂલ પર બેઠા હતા. પાછળથી એમના ખભા પર ફેલાયેલાં જુલ્ફાં દેખાતાં હતાં. એમની સામે એક ડઝન જેટલાં નાનાં બાળકો સ્તુતિના રિધમ પર ડાન્સ કરી રહ્યાં હતાં. દરેકના મોં પર સ્મિત કરી રહેલા ગણેશનાં નાનાં નાનાં માસ્ક હતાં ! બધાએ પિરોજી રંગની ધોતી પહેરેલી હતી અને સૌના પેટ કશાકથી ફુલાવેલી કોથળીઓ વડે સરસ મજાનાં દુંદાળા લાગતા હતાં ! આ ડાન્સની રંગત જ કંઈ ...Read More

8

બાર ડાન્સર - 8

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 8 “જરા પાસ તો આઓ, પારો !” તૌરાનીએ ઝટકાથી એનો હાથ ખેંચીને પાર્વતીને ખોળામાં બેસાડી દીધી. પાર્વતી હજી કંઇ વિચારેએ પહેલાં તો એનો એક ભારેખમ હાથ પાર્વતીની જાંઘ પર વીંટળાઈ ગયો અને બીજો એની પીઠ પર કાચબાની જેમ સરકવા લાગ્યો. “તુમ સહી કહતી થી તરન્નુમ જાન... ચીજ તો ચિકની હૈ...” પછી પાર્વતીની જાંઘ પર વજનદાર હથેળી પછાડીને એ હસ્યો, “મગર થોડી ભારી હૈ ! હીહીહી..” પાર્વતીને લાગ્યું કે એ કોઈ અજગરના ભરડામાં ભીંસાઈ રહી હતી. તૌરાનીનો એક હાથ એની જાંઘ ફરતે ભરડો લઈ રહ્યોહતો અને બીજો એની પીઠ પર વીંટળાતો એના સ્તન સુધી ...Read More

9

બાર ડાન્સર - 9

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 9 “યે સાલી લાઇફ બોત કન્ફ્યુજ કરતી હૈ...” એપાર્ટમેન્ટનાં પગથિયાં ચડી રહેલી પાર્વતીના જબરદસ્ત ખટાપટી ચાલી રહી હતી. લિફ્ટ આજે પણ બગડેલી હતી. સાતમા માળવાળી ઉષા મેડમ આજે પણ દિમાગ ચાટશે. “કેમ મોડી આવી ? આ રીતે મોડા આવવું હોય તો આવવાનું જ બંધ કર.” અગાઉ એને ઉષા મેડમના મોં પર એક તમાચો મારવાનું મન થઈ આવતું હતું. પણ આજે સાલી દિમાગની ચાકી બીજી બાજુએ ચડી ગઈ હતી. બહારથી એ કંઈ બીજી હતી અને અંદરથી તો સાવ જ બીજી બની રહી હતી. પાર્વતી આજકાલ કપડાં વ્યવસ્થિત પહેરતી હતી. અંબોડામાં વેણી નાંખતી હતી. આંખમાં ...Read More

10

બાર ડાન્સર - 10 - છેલ્લો ભાગ

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 10 “મતલબ ?” પાર્વતીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. “મૈં જીસ ડાન્સ-ટૂર દૂબઈ જા રહૈલી હું. વો ટૂર કા અસલી ઑર્ગેનાઇઝર સાલા ખુદ જુલ્ફી ચ હૈ ?” પાર્વતીનું મગજ ચકડોળની જેમ ભમી ગયું. શું સાલી કિસ્મત છે ? જે જુલ્ફીની શાદીમાં ડાન્સર તરીકે જઈને ભરી મહેફિલમાં હરામખોરના ડાચા પર થપ્પડ મારવાનો આઇડિયા તરાના નામની ડાન્સરે આપ્યો હતો એ તરાનાને એક જમાનામાં એના જ હલકટ પ્રેમીની ચૂંગાલમાંથી છોડાવવા માટે પાર્વતીએ પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. તરાનાને મારવા માટે ઉગામેલુ ચપ્પું પાર્વતીએ પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું હતું. એનો ઘાવ સાલો, એની કિસ્મતની લકીર ...Read More