સંજુ જીતું

(66)
  • 16.3k
  • 9
  • 7.4k

“સજું જીતું” “તમે બંને આવા જ સાથે રહેજો.” ગ્રાફિક ડીઝાઈનનો કોર્સ શીખવનાર મેડમ સંજીવનીએ ક્લાસમાં બધાની સામે આરવ અને શ્રુતિને કહ્યું. એક નાનકડા ગામમાં ગરીબ વિધાર્થીઓ માટે ‘ગ્રાફિક્સ ડીઝાઈન’ નો કોર્સ ફ્રી માં શીખાડવા માટે મેડમ સંજીવનીએ ક્લાસ ઓપન કર્યો હતો. આરવ અને શ્રુતિની યારી જોઈને મેડમ સંજીવનીની આંખો આજે ભરાઈ આવી. એ પોતાનાં કેબીનમાં ભરાઈ ગઈ. તે સમયે કેબીનમાં કોઈ હતું નહીં. અચાનક એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એનો પાસ્ટ એના સામે આવી પડયો. સંજુ...જીતું એવાં જોર જોરના પડઘા સંભળાવા લાગ્યાં. એણે પોતાનાં કાન બંધ કરી દીધા. દિલ ફાટી ગયું હોય એવી વેદનાથી મોઢામાંથી નીકળી ગયું, “

Full Novel

1

સજું-જીતું પાર્ટ :૧

“સજું જીતું” “તમે બંને આવા જ સાથે રહેજો.” ગ્રાફિક ડીઝાઈનનો કોર્સ શીખવનાર મેડમ સંજીવનીએ ક્લાસમાં બધાની સામે અને શ્રુતિને કહ્યું. એક નાનકડા ગામમાં ગરીબ વિધાર્થીઓ માટે ‘ગ્રાફિક્સ ડીઝાઈન’ નો કોર્સ ફ્રી માં શીખાડવા માટે મેડમ સંજીવનીએ ક્લાસ ઓપન કર્યો હતો. આરવ અને શ્રુતિની યારી જોઈને મેડમ સંજીવનીની આંખો આજે ભરાઈ આવી. એ પોતાનાં કેબીનમાં ભરાઈ ગઈ. તે સમયે કેબીનમાં કોઈ હતું નહીં. અચાનક એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એનો પાસ્ટ એના સામે આવી પડયો. સંજુ...જીતું એવાં જોર જોરના પડઘા સંભળાવા લાગ્યાં. એણે પોતાનાં કાન બંધ કરી દીધા. દિલ ફાટી ગયું હોય એવી વેદનાથી મોઢામાંથી નીકળી ગયું, “ ...Read More

2

“સજું-જીતું” પાર્ટ : ૨

“સજું-જીતું” પાર્ટ : ૨ એવાં જ ઓફિસનાં રૂટીન સાથે જીત સાથેની મૈત્રી તેમ જ સતત સંપર્ક ફોન કોલ વિડીયો કરીને દિવસો પસાર થતાં હતાં. બંને એકમેકને ચીડવતા પણ જતા કે કોઈ મળ્યું કે નહીં. પણ બંનેમાંથી કોઈકે પણ એકમેક સામે પ્રેમનો ઈઝહાર કરવાનું તો જાણે ટાળતા જ રહ્યાં. પરંતુ જીતે પોતાનાં દિલને મનાવી લીધું હોય તેમ એણે સંજુને દિલની રાની બનાવાનો ખ્યાલ દિલોદિમાગમાંથી કાઢી નાંખ્યો. એની ખોટી જીદ અને ચેલેંજ એના માટે મુખ્ય બની ગઈ હોય તેમ એના પર ધ્યાન આપવા લાગ્યો. એવામાં જીતને એક પાર્ટી સાથે મિટીંગ કરવા માટે બહાર જવું પડ્યું. સામેની એક કંપનીની સેક્રેટરીની ખુબસુરતીથી એ ...Read More

3

“સજું-જીતું” પાર્ટ : 3

“સજું-જીતું” પાર્ટ : 3 “અરે હા. હા ખબર છે. એ બધું તારા લવ માટે છે. જરા વાંચું તો ખરું પ્રેમ વિષે તને કેટલું લખતા આવડે છે.” જીતુંએ કાર્ડને ખોલતા કહ્યું. તે સાથે જ સંજુએ જીતુંના હાથમાંથી કાર્ડ ઝટકાથી પડાવી લીધો. અને બરાબર તે જ સમયે જીતુંએ બેડ પરથી બીજો કાર્ડ ઉઠાવ્યો અને એ લઈને બેડની ગોળ ફરતે ફર્યો. સંજુ એ કાર્ડ લેવા માટે જીવ પર આવી હોય તેમ એના પાછળ પાછળ દોડી. જીતુંને એમ કે હવે એ સંજુના હાથમાં આવી જશે એટલે એ બેડરૂમનાં અટેચ બાથરૂમમાં ભરાઈ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. એવું નથી કે સંજુએ અને ...Read More

4

સંજુ જીતું પાર્ટ : 4

પાર્ટ : 4 “ભૂખ લાગી છે મને. તું ચૂપ કર હમણાં. તને ખાતા વાર નાં લાગે મને.” જીતુંએ ગુસ્સાથી પણ સંજુને સમજ નાં પડી કે આ ગુસ્સો હતો કે મજાક..!! એ ચૂપ રહી. જ્યાં સુધી ભરપેટ જીતુંએ જમી નાં લીધું ત્યાં સુધી એક શબ્દ બોલ્યો નહીં. સંજુ એની આ ભૂખની આદતથી વાકેફ હતી. સંજુએ અમસ્તો જ દેખાવ ખાતર જમવાનાને ન્યાય આપ્યો પણ એણી ભૂખ તો તદ્દન ઉડી ગઈ હતી. “સંજુ તું ત્રણ દિવસની રજા જ લઈને આવી હતી તો રોકાઈ કેમ નહીં ?” જીતુંએ પૂછ્યું. “હું તારા સવાલોનો જવાબ આપવા માટે બંધાયેલી નથી.” સંજુએ ગુસ્સાથી કહ્યું. “તારે બધા ...Read More

5

સંજુ જીતું પાર્ટ : 5 - છેલ્લો ભાગ

પાર્ટ :5 જ્યારે જીયાને પણ ઊડતી વાત જાણવા મળી કે હવે સંજીવની હંમેશા માટે સૂરત રહેવા આવી ગઈ છે એના ગુસ્સાનો પાર રહ્યો નહીં. એ સંજુ પાસે આવીને ઝગડો કરવા લાગી. સંજુ એને પ્રેમપૂર્વક સમજાવી પણ એ સમજી નહીં. તે રાતે જીત સાથે પણ હદની બહાર ઝગડો થઈ ગયો અને જીયા કુશને લઈને પિયર રહેવા જતી રહી. જીતુંને સમજ જ પડતી ન હતી કે હવે શું કરવું? બે દિવસ બાદ જીતું સંજુના ઘરે ગયો. એ દિવસે સંજુના ઘરે પણ કોઈ હતું નહીં. જીતુંના આવતાની સાથે જ સંજુ ટેન્સમાં આવી ગઈ. સંજુએ ધરારથી ના પાડી દીધી કે એવી રીતે ઘરે ...Read More