અંતિમ વળાંક

(896)
  • 113.3k
  • 74
  • 57.8k

અંતિમ વળાંક પ્રકરણ ૧ રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. લંડનથી ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ લીધો. સામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે. “ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું. “કોફી” ઈશાને જવાબ આપ્યો. એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી

Full Novel

1

અંતિમ વળાંક - 1

અંતિમ વળાંક પ્રકરણ ૧ રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ લીધો. સામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે. “ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું. “કોફી” ઈશાને જવાબ આપ્યો. એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી ...Read More

2

અંતિમ વળાંક - 2

અંતિમ વળાંક પ્રકરણ ૨ ઈશાનને નવાઈ લાગી. લગ્નમાં શરત હોય ? જોકે ઈશાને તેના મનનો ભાવ ઉર્વશીને કળાવા ન “ઉર્વશી,જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો સામે દેખાતો આખે આખો ટાવરબ્રીજ તને ગીફ્ટ માં આપી દઉં”. ઈશાને મજાકના સૂરમાં કહ્યું હતું. “ઇશાન, મારે તો આખે આખું લંડન જોઈએ છે”. “મતલબ ?” “મતલબ એમ કે લગ્ન બાદ આપણે અહીં લંડનમાં જ સ્થાયી થઈશું”. ઉર્વશીએ તેના બોબ્ડ હેરમા હાથ ફેરવતા કહ્યું હતું. “કેમ લંડન જ ? એની સ્પેસિક રીઝન ફોર ધેટ ?” “ઈશાન, એરહોસ્ટેસની નોકરીને કારણે દુનિયાના ઘણા શહેર જોઈ લીધા છે. લંડનની તોલે એક પણ ના આવે”. “બસ ...Read More

3

અંતિમ વળાંક - 3

અંતિમ વળાંક પ્રકરણ ૩ “વ્હોટ ?” “હા ઇશાન, લગભગ આઠ મહિના પહેલાં નેન્સીએ મારી ઓફિસમાં કલર્ક તરીકે જોઈન કર્યું વેમ્બલીમાં જ તે પી. જી. તરીકે રહેતી હતી. નેન્સી મને પહેલી જ નજરે ગમી ગઈ હતી. શરૂઆતમાં તો અમારો સબંધ “હાય.. હેલ્લો” થી આગળ વધ્યો નહોતો. તે દિવસોમાં નેન્સી ઉદાસ રહેતી હતી. ધીમે ધીમે અમે લંચ અવર્સમાં સાથે જમતા થયા હતા. એક વાર મેં તેની ઉદાસીનતાનું કારણ પૂછયું તો તેણે જવાબમાં તેના પપ્પાની માંદગીનું કારણ આગળ ધર્યું હતું. એક દિવસ અચાનક તેણે મને મેરેજ માટે પ્રપોઝ કરીને મને આશ્ચર્યમાં નાખી દીધો હતો. “આશ્ચર્યમાં ?”ઈશાને પૂછયું. “યાર, નેન્સી જેવી એકદમ બ્યુટીફૂલ ...Read More

4

અંતિમ વળાંક - 4

અંતિમ વળાંક પ્રકરણ ૪ મૌલિકની દર્દભરી કહાની સાંભળીને ઇશાનની ઉંઘ ઉડી ગઈ હતી. મૌલિકે તો તેના ખુદના અનુભવના આધારે આપી દીધું હતું કે ઈશ્ક,મોહબ્બત, પ્યાર એ બધું ફિલ્મોમાં જ હોય છે. વાસ્તવિક જીવનમાં તો આ બધાથી દૂર રહેવું જ સારું. મૌલિક પ્રથમ પ્રેમમાં જ દગાનો ભોગ બન્યો હતો. કહેવાય છે કે દગો કોઈનો સગો નહિ. દગો આપનાર વ્યક્તિ જેટલી દિલની નજીક હોય તેટલી પીડા વધારે. મૌલિકે કેટલી ઉત્કટતાથી નેન્સીને ચાહી હશે? કદાચ તેથી જ તે બોલ્યો હતો કે ગમે તેમ તો પણ નેન્સી મારી પત્ની છે. ભરી કોર્ટમાં હું તેને બદચલન કઈ રીતે સાબિત કરી શકું? જોગાનુજોગ છેલ્લા અડતાલીસ ...Read More

5

અંતિમ વળાંક - 5

અંતિમ વળાંક પ્રકરણ ૫ પ્લેનમાં યુવાન એરહોસ્ટેસને જોઇને ઇશાનને ઉર્વશી યાદ આવી ગઈ હતી. ઉર્વશી તેના જીવનમાં દોઢ દાયકા આવી હતી. કેટકેટલી યાદો હતી ઉર્વશી સાથેની... જીવનમાં કેટલાંક સંસ્મરણો હમેશા લીલા છમ્મ જ રહે છે. લગ્ન બાદના ઉર્વશી સાથેના એ દિવસો કેટલા મધુર હતા? ઇન્દ્રના દરબારની અપ્સરા જેવી જ ઉર્વશી સાથેનું તેનું લગ્ન જીવન ખુદ ઇન્દ્રને પણ ઈર્ષ્યા પમાડે તેવું હતું. મૌલિકની ઓળખાણને લીધે ઇશાનને લંડનની જ એક ટીવી ચેનલમાં ફોટોગ્રાફર તરીકે નોકરી મળી ગઈ હતી. ઉર્વશીએ પણ એરહોસ્ટેસની નોકરી ચાલુ રાખી હતી. વિકએન્ડમાં ઇશાન ફોટોગ્રાફી કરવા માટે ક્યારેક લેઈક ડીસ્ટ્રીક્ટ તો ક્યારેક વેમ્બલીની આજુબાજુના સ્થળોએ પહોંચી જતો. ફોટોગ્રાફીના ...Read More

6

અંતિમ વળાંક - 6

અંતિમ વળાંક પ્રકરણ ૬ તે દિવસે રવિવાર હતો. ઇશાનને રજા હતી. તે કેમેરો ખભે લટકાવીને ફોટોગ્રાફી માટે ઘરની બહાર જ રહ્યો હતો ત્યાં અચાનક તેનું ધ્યાન ટીવીમાં પ્રસારિત થઇ રહેલાં બ્રેકીંગ ન્યુઝ પર પડયું હતું. ઇશાનની નજર ટીવીના સ્ક્રીન પર ચોંટી ગઈ હતી. બીબીસી ન્યુઝ પર ગઈકાલે મોડી રાત્રે હિથ્રો એરપોર્ટ પરથી દુબઈ માટે ઉપડેલા પ્લેન ક્રેશ થઇ ગયાના સમાચાર દર્શાવાઈ રહ્યા હતા. ઇશાનનું હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું કારણકે આ એજ ફ્લાઈટ હતી જેમાં ઉર્વશીની ડયુટીનો છેલ્લો દિવસ હતો. ઇશાન ફાટી આંખે ટીવી પર પ્રસારિત થઇ રહેલા દ્રશ્યો નિહાળી રહ્યો. પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ દોઢસો પેસેન્જર્સ અને ...Read More

7

અંતિમ વળાંક - 7

અંતિમ વળાંક પ્રકરણ ૭ લગ્ન જીવનના દસ વર્ષ પુરા થયા બાદ ઉર્વશીની બાળક દત્તક લેવાની ફરમાઈશ સાંભળીને ઇશાન ખુશીથી ઉઠયો હતો. “ઇશાન મારી ઈચ્છા છે કે જો કોઈ ઇન્ડીયન બાળક મળી જાય .. અને તેમાં પણ જો તે ગુજરાતી હોય તો વધારે સારું”. ઉર્વશીએ તેના મનમાં રમતી વાતની સ્પષ્ટતા કરી હતી. “ઉર્વશી, એ તો તો જ શક્ય બને કે આપણે ઇન્ડિયા જઈને અમદાવાદના જ કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લઇ આવીએ”. હજૂ તો ઇશાન વાક્ય પૂરું કરે તે પહેલાં અચાનક મૌલિક આવી ચડયો. ઇશાનની વાત પરથી મૌલિકને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે બાળક દત્તક લેવા માટે ...Read More

8

અંતિમ વળાંક - 8

અંતિમ વળાંક પ્રકરણ ૮ મોટાભાઈએ પાઉચમાંથી એક પ્લાસ્ટિકની કોથળી કાઢીને કહ્યું “ઇશાન,પપ્પા એ વિલ તો નથી કર્યું પણ આમાં બેંક ડીપોઝીટની રસીદો તથા લોકરમાં મમ્મીના જે દાગીના મૂકેલા છે તેની વિગત લખેલી છે. આ બધાની કીમત લગભગ એંસી લાખ જેટલી છે. કાયદેસર રીતે જોઇએ તો મકાનનાં પણ બે ભાગ પડે અને મકાનની પણ આજની કીમત લગભગ એંસી લાખ જેટલી જ ગણાય. મારી અને તારા ભાભીની ઈચ્છા એવી છે કે આ દાગીનો અને એફ. ડી તમે રાખો અને મકાન અમે રાખીએ જેથી પપ્પાની મિલ્કતના બંને ભાઈઓ વચ્ચે લગભગ સરખા ભાગ થઇ જાય”. ઇશાન વિચારમાં પડી ગયો. ઇશાન એક શબ્દ પણ ...Read More

9

અંતિમ વળાંક - 9

અંતિમ વળાંક પ્રકરણ ૯ ઈશાને થોડીવાર પહેલાં સોહમે મીતના અપહરણના બનાવનું જે વર્ણન કર્યું હતું તે જ વર્ણન શબ્દશઃ ઇન્સ્પેક્ટર સમક્ષ કર્યું. “ઓહ... આઈ સી. શું નામ છે તમારું?” “ ઇશાન ચોકસી”. “હા.. તો ઇશાન ચોકસી, તમારે કોઈની સાથે વેર કે દુશ્મનાવટ જેવું કઈ ખરું ?” “ઇન્સ્પેક્ટર સાહેબ, ઇશાન છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. તેને અહીં કોની સાથે દુશ્મની હોય?” મોટાભાઈ અકળાઈને બોલી ઉઠયા. “મિસ્ટર, તમે આ ભાઈના શું થાવ છો? તમારું શું નામ છે?” ઈન્સ્પેક્ટરે અણગમાથી પૂછયું. “જી, મારું નામ આદિત્ય ચોકસી છે. ઇશાન મારો નાનો ભાઈ છે”. “મિસ્ટર આદિત્ય ચોકસી, માણસ લંડનમાં રહેતો હોય એટલે તેને ...Read More

10

અંતિમ વળાંક - 10

અંતિમ વળાંક પ્રકરણ ૧૦ અખબારમાં મિતના અપહરણના સમાચાર વાંચીને આદિત્યભાઈ પર સગા સબંધીઓના ફોન આવવાના ચાલુ થઇ ગયા હતા. છેલ્લી દસ મિનિટથી સેલફોન પર મૌલિક સાથે વાત કરી રહ્યો હતો. “ના.. મૌલિક તારે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. કાંઇક સમાચાર મળશે એટલે તને તરત જાણ કરીશ”. સામે છેડેથી મૌલિક બોલી રહ્યો હતો “ઇશાન, મારે કાકા સાથે હમણા જ વાત થઇ છે. અમદાવાદની બોર્ડરના તમામ રસ્તાઓ પર ગઈકાલે સાંજથી પોલીસનું સધન ચેકિંગ ચાલુ થઇ ગયું છે. નવાઈ લાગે તેવી વાત તો એ છે કે આપણા મિતને કિડનેપ કરવાનું તે લોકોનું પ્રયોજન સમજાતું નથી”. “હા યાર, મારે તો અહીં કોઈની સાથે ...Read More

11

અંતિમ વળાંક - 11

અંતિમ વળાંક પ્રકરણ ૧૧ સરદારના હાથમાં લાંબો અને ધારદાર છરો જોઇને મિતે ચીસ પાડી. સરદાર હજૂ કાંઈ પણ કરે પહેલાં બહાર જીપનો અવાજ આવ્યો. સરદારે ઊંચા થઈને બારીમાંથી બહાર જોયું તો ચારે બાજૂથી પોલીસવાનનો કાફલો મકાનને ધીમે ધીમે ઘેરી રહ્યો હતો. પોલીસથી બચવા માટે છોકરાનો ઉપયોગ ઢાલ તરીકે કરવાનો સરદારે મનોમન નિર્ણય કરી લીધો. અચાનક ગભરાયેલી હાલતમાં સલીમ અને ફિરોઝ તૂટેલો દરવાજો ખોલીને અંદર આવી ભરાયા. “સલીમ તુ બહાર જાકે ગાડી ચાલુ કર”. સરદારે હુકમ કર્યો. સલીમ અને ફિરોઝ છુપાતા છુપાતા થોડે દૂર ઝાડની ડાળીઓ અને પાંદડાઓ વચ્ચ્ચે સંતાડેલી મારુતિવાનમાં બેસી ગયા. જેવી વાન સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો કે ...Read More

12

અંતિમ વળાંક - 12

અંતિમ વળાંક પ્રકરણ ૧૨ દુબઈથી અમદાવાદ માટે એર ક્રાફ્ટે ટેઈક ઓફ કર્યું ત્યારે ચાલીસ વર્ષના ઇશાનની છાતીમાં એક હળવો થયો હતો. રૂપાળી એરહોસ્ટેસને કોરીડોરમાં ટ્રોલી લઈને ફરતી જોઇને ઈશાનની આંખ ઉર્વશીની યાદમાં ભીની થઇ ગઈ હતી. ઇશાન વિચારી રહ્યો.. ઉર્વશીએ પણ તેની કરિયરમાં અઢળક પેસેન્જર્સને આવું ફોર્મલ સ્માઈલ આપ્યું જ હશે ને ? ઇશાન હવે ઉંઘી જવા માંગતો હતો પણ ઉર્વશીની અઢળક યાદો અને વિચારોનો વંટોળ મનમાં આંધી બનીને ઉડી રહ્યો હતો. જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે માણસને ખુદનો પડછાયો પણ ટૂકડાઓમાં દેખાવા લાગે છે. ઈશાનની પણ એ જ દશા હતી. તેના દિલનો ટૂકડો ઉર્વશી તેને ...Read More

13

અંતિમ વળાંક - 13

અંતિમ વળાંક પ્રકરણ ૧૩ એરપોર્ટ પર મૌલિક ઇશાનને મૂકવા આવ્યો ત્યારે ઇશાનના ખભા પર હાથ રાખીને બોલ્યો હતો.. ”ઇશાન, લગ્ન કરવા માટે ચાલીસ વર્ષ કાંઈ વધારે ઉમર ન કહેવાય”. ઇશાનને યાદ આવ્યું માત્ર ચાલીસ વર્ષની ઉમરે તેના કપાળ પર વિધુરનું લેબલ લાગી ગયું છે. “ઇશાન, તારું દર્દ સમજી શકું છું. તારું દર્દ ઓછું થાય તે માટે જ કહું છું .. ઇન્ડિયામાં કોઈ સારી છોકરી મળે તો લગ્ન કરીને જ આવજે”. ઈશાને સજળનેત્રે મૌલિકની આંખમાં જોયું હતું. નેન્સીને ગુમાવ્યા બાદ આજીવન કુંવારા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા લેનાર તેનો જીગરી યાર મૌલિક તેને બીજા લગ્ન માટે સલાહ આપી રહ્યો હતો. “ઇશાન, તારા મનમાં ...Read More

14

અંતિમ વળાંક - 14

અંતિમ વળાંક પ્રકરણ ૧૪ ઇશાન આશ્રમના દરવાજાની અંદર આવીને ખૂણામાં પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો. આગળ બેઠેલાં તમામ મંત્રમુગ્ધ બનીને એક ચિત્તે કથા શ્રવણ કરવામાં તલ્લીન થઇ ગયા હતા. માઈક પરથી સ્વામીજીનો મૃદુ અવાજ રેલાઈ રહ્યો હતો. ”માણસની જિંદગીની ગાડી બે પાટા પર ચાલતી હોય છે. એક ઈશ્વરશ્રધ્ધા અને બીજી આત્મશ્રધ્ધા. બારી બહાર દ્રશ્યો બદલાતા રહે છે. માણસે સુખનું દ્રશ્ય જોઇને છકી જવાનું નથી અને દુઃખનું દ્રશ્ય જોઇને હતાશ થવાનું નથી. જીવન જીવવાની કળા સુખની સગવડ મેળવવામાં નથી પણ દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે. ઇશાન ધીમા પગલે ચાલીને સૌથી આગળ પડેલી એક ખાલી ખુરશીમાં બેસી ગયો. તે ...Read More

15

અંતિમ વળાંક - 15

અંતિમ વળાંક પ્રકરણ ૧૫ પરમાનંદનાં આશ્રમેથી નીકળીને ઇશાન હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આખા રસ્તે તેને પરમ સાથે શાળા જીવનના એ મધુર દિવસો યાદ આવતા હતા. ગરીબ વિધવા મા નો એક નો એક દીકરો પરમ બાળપણથી જ ધાર્મિક વિચારો વાળો તો હતો જ. પરમના આગ્રહને વશ થઇને જ ઇશાન તેની સાથે સ્કૂલની નજીકમાં આવેલ મહાદેવના મંદિરે દરરોજ દર્શન કરવા જતો. આખી દુનિયા ભૂલીને એકદમ ભાવવિભોર થઈને અંતરના જે ભાવથી પરમ મહાદેવજીના દર્શન કરતો તે કાયમ ઇશાન નિરખી રહેતો. એક વાર મંદિરની બહાર આવીને બંને મિત્રો ઓટલે બેઠા હતા. ઈશાને પૂછયું હતું “પરમ રોજ ભગવાન પાસે તું શું માંગે ...Read More

16

અંતિમ વળાંક - 16

અંતિમ વળાંક પ્રકરણ ૧૬ “ઇશાન, હું અખંડ બ્રહ્મચારી નથી” બોલીને પરમાનંદે ખાલી થઇ ગયેલી ચા ની પ્યાલી નીચે મૂકી ઇશાનનો હાથ ચા ની પ્યાલી સાથે જ જાણે કે થીજી ગયો હતો. ઇશાનને ઢોંગી સાધુ બાવાઓ પ્રત્યે સખ્ત નફરત હતી. તેના ચહેરા પર અણગમાનો ભાવ છવાઈ ગયો. “દોસ્ત, મને નફરત કરતા પહેલાં તારે મારી આખી કહાની સાંભળવી પડશે.. મારા મનનો ભાર પણ હળવો થઇ જશે”. પરમાનંદની આંખો ઝીલમીલાઈ. મોસમમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો હતો. દૂર દૂર કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પરમાનંદે ઉભા થઇને બહાર તાપણું કરી રહેલા એક શિષ્યને ઈશારા વડે જ ચા ની પ્યાલીઓ લઇ જવાની સૂચના ...Read More

17

અંતિમ વળાંક - 17

અંતિમ વળાંક પ્રકરણ ૧૭ શાસ્ત્રીજીએ ઉમરલાયક દીકરી સાવિત્રી માટે યોગ્ય બ્રાહ્મણ મુરતિયાની શોધ આરંભી દીધી હતી. અલ્હાબાદથી સાવિત્રી માટે આવ્યું હતું. પરમને અભ્યાસ પૂરો થવાને છેલ્લો મહિનો જ બાકી હતો. જેવો અભ્યાસ પૂરો થાય કે તરત તે ગુરુની શોધમાં નીકળી પડવાનો હતો. અચાનક એ છેલ્લા મહિનામાં જ એક અણધારી ઘટના બની. એક રજાના દિવસે સવારે શાસ્ત્રીજી મૂરતિયાની તપાસ કરવા માટે અલ્હાબાદ જવા નીકળ્યા. સાંજ સુધીમાં પરત થવાનો તેમનો પ્લાન હતો. શાસ્ત્રીજીના ગયા બાદ અચાનક આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. ગમે તે ઘડીએ વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો હતો. શાસ્ત્રીજીના ગયા બાદ પરમ તેની ઓરડીમાં ગયો. સાવિત્રીએ રસોઈ કરતાં કરતાં જ ...Read More

18

અંતિમ વળાંક - 18

અંતિમ વળાંક પ્રકરણ ૧૮ પરમાનંદે જયારે કહ્યું મારા જીવનનો મહત્વનો વળાંક તો હવે આવે છે ત્યારે ઇશાનની આંખમાં વિસ્મયનો હતો. પરમાનંદે વાત આગળ ધપાવી. ત્રણેક વર્ષ પહેલાંઆશ્રમમાં એક ભગવાધારી યુવાન આવ્યો હતો. અઢારેક વર્ષના એ યુવાનનું શરીર તાવથી ધગધગતું હતું. પરમાનંદે પૂછયું હતું.. ”વત્સ, શું નામ છે તારું ?” “બાપુ, મારું નામ કિશન છે. સંસાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળેલો મુસાફર છું”. “મૂળ ક્યા ગામનો ?” “બાપુ, નદીનું મૂળ અને સાધુનું કુળ જ્ઞાનીઓ ક્યારેય પૂછતાં નથી”. કિશનના જવાબથી પરમાનંદ પ્રભાવિત થયા હતા માત્ર એટલું જ નહિ પણ તે યુવાન પ્રત્યે તેમને સ્નેહભાવ જાગ્યો હતો. પરમાનંદે દેશી ઓસડીયા આપીને માત્ર બે ...Read More

19

અંતિમ વળાંક - 19

અંતિમ વળાંક પ્રકરણ ૧૯ “ઇશાન, મેં હમણાં જે અનાથઆશ્રમની સ્મૃતિ શુક્લની વાત કરી.. આ એનો જ ફોટો છે. મારી ક્યારેય ભૂલ કરે જ નહી”. પરમાનંદે પોતાની વાત મક્કમતાથી દોહરાવી. ઇશાન ફિક્કું હસ્યો.. ”પરમાનંદ, આ મારી પત્ની ઉર્વશી છે જેની યાદોના સહારે જ આજે હું જીવી રહ્યો છું. આ સ્ત્રીએ મને ચૌદ વર્ષમાં ચૌદ યુગ જેટલો પ્રેમ આપ્યો છે... બની શકે કે તમે જે સ્મૃતિની વાત કરી રહ્યા છો તેનો ચહેરો થોડો ઘણો મારી ઉર્વશીને મળતો આવતો હોય”. “ઇશાન,થોડો ઘણો નહિ પણ આબેહૂબ મળતો આવે છે”. થોડી વાર વિચાર્યા બાદ પરમાનંદે કહ્યું “ઇશાન, તારી પાસે તારી પત્નીની કોઈ વિડીયો કલીપ ...Read More

20

અંતિમ વળાંક - 20

અંતિમ વળાંક પ્રકરણ ૨૦ બપોરે જમીને ઇશાન પરમાનંદને મળવા આશ્રમ પર પહોંચી ગયો. પરમાનંદ જમીને એક શિષ્યની મદદ વડે કરી રહ્યા હતા. શિષ્ય પાણીનો જગ લઈને ખંડની બહાર ગયો એટલે પરમાનંદ મંદ મંદ સ્મિત કરતાં બોલ્યા “ ઇશાન, તારી જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તું અહીં ચોક્કસ આવીશ”. ઇશાનને નવાઈ લાગી તે મનમાં વિચારી રહ્યો... પરમાનંદે જયારે સ્મૃતિની વાત કરી ત્યારે ઈશાને સ્મૃતિને મળવા માટે કોઈ જ ઉત્સુકતા બતાવી નહોતી. છતાં પરમાનંદ ઇશાનની સ્મૃતિને મળવાની તાલાવેલી કઈ રીતે જાણી ગયા હશે? ઈશાને જાણીજોઈને પ્રશ્ન કર્યો.. ”હું અહીં આવીશ જ તેવું અનુમાન તમે ક્યા આધારે લગાવ્યું ...Read More

21

અંતિમ વળાંક - 21

અંતિમ વળાંક પ્રકરણ ૨૧ ઈશાને જયારે ભીની આંખે કહ્યું કે આશ્રમના બાળકોને સ્વીટ તેની પત્ની ઉર્વશીની યાદમાં જ વહેંચી ત્યારે જ સામે બેઠેલી સ્મૃતિને ખ્યાલ આવ્યો કે ઇશાનની પત્ની આ દુનિયામાં નથી. “ઓહ , આઈ એમ એક્ષ્ટ્રીમલી સોરી. ” ‘સ્મૃતીજી, ગયા વર્ષે જ ઉર્વશીનું લંડનમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેના અસ્થિવિસર્જન માટે જ હરિદ્વાર આવ્યો છું. ગઈ કાલે જ એ પવિત્ર કામ પતાવીને હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અનાયાસે જ પરમ એટલેકે પરમાનંદ સ્વામી સાથે મુલાકાત થઇ”. “પરમાનંદ સ્વામીના અમારા આશ્રમ પર અનેક ઉપકારો છે. ગયા વર્ષે આર્થિક તંગીને કારણે આ આશ્રમ બંધ કરવો પડે તેવી ...Read More

22

અંતિમ વળાંક - 22

અંતિમ વળાંક પ્રકરણ ૨૨ સ્મૃતિએ જયારે સ્પષ્ટતા કરી કે તે કુંવારી નથી ત્યારે ઇશાન અપસેટ થઇ ગયો હતો. રાત્રે થયું હોવાથી ઇશાન અને સ્મૃતિ છૂટા પડીને પોતપોતાના રૂમમાં પહોંચી ગયા હતા. રૂમ પર જઈને ઈશાને નાઈટ ડ્રેસ પહેરીને લોખંડના પલંગ પર લંબાવ્યું હતું. સીલીંગ ફેન પણ અવાજ કરતો હતો. સ્મૃતિની વાત સાવ સાચી હતી .. અહીં આશ્રમમાં હોટેલ જેવી ફેસીલીટી નહી મળે. સ્મૃતિ પરણિત છે તે જાણીને ઇશાનની આંખમાંથી ઉંઘ ગાયબ થઇ ગઈ હતી. સ્મૃતિ પરણિત છે તેવું તો પરમાનંદે પણ ક્યાં કહ્યું હતું? જોકે ભૂલ પોતાની જ હતી. તેણે અહીં આવતા પહેલાં પરમાનંદ પાસે સ્મૃતિની જે કાઇ માહિતી ...Read More

23

અંતિમ વળાંક - 23

અંતિમ વળાંક પ્રકરણ ૨૩ “કેટલાંક સબંધો માત્ર તૂટવા માટે જ સર્જાતા હોય છે” બોલીને સ્મૃતિ આંખમાં ઉમટેલા આંસુને છૂપાવવા નીચું જોઈ ગઈ. ઇશાન સમજી ગયો કે સ્મૃતિ તેના મનનો કોઈ અગમ્ય ભાર હળવો કરવા માંગે છે. ઈશાને આજે નક્કી જ કર્યું હતું કે ચાહે દુનિયા ઇધર કી ઉધર હો જાય .. પણ આજે તો સ્મૃતિને ઉર્વશી તરીકે નહી પણ સ્મૃતિ તરીકે જ જોવી છે. “સ્મૃતિ , મને કોઈ હક્ક નથી તમારા અંગત જીવન વિષે જાણવાનો અથવા તો તેમાં ડોકિયું કરવાનો. ” ઇશાનને બોલતો અટકાવીને સ્મૃતિ બોલી ઉઠી “ઇશાન, એમ તો મને પણ ક્યાં હક્ક હતો તમારા અંગત જીવનમાં ડોકિયું ...Read More

24

અંતિમ વળાંક - 24

અંતિમ વળાંક પ્રકરણ ૨૪ ઈશાને સ્મૃતિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં તો મૂકી દીધો પણ પછી તેને લાગ્યું કે થોડી થઇ ગઈ. સ્મૃતિની સ્પષ્ટ ના સાંભળીને ઇશાન અપસેટ થઇ ગયો હતો. સ્મૃતિ ક્યા કારણસર ના પાડે છે તે જાણવું ઇશાન માટે જરૂરી બની ગયું હતું. આજે ચાલીસ વર્ષની ઉમરે પણ ઇશાન માંડ પાંત્રીસ જેવો દેખાતો હતો. હેન્ડસમ તો હતો જ ઉપરાંત ફિઝીકલી પણ એકદમ ફીટ હતો.. ચૂસ્ત હતો. “સ્મૃતિ, મને લાગે છે કે આપણે બંને એક બીજાની પીડાને બરોબર સમજી શક્યા છીએ. બે પાત્રો જયારે પરસ્પરની વેદનાને સમજીને એક થાય ત્યારે તેમનું લગ્નજીવન હિમાલયની ટોચને આંબતું હોય છે” “ઇશાન, એ ...Read More

25

અંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ

અંતિમ વળાંક પ્રકરણ ૨૫ “તમે તો ભોળા જ રહ્યા.. બે દિવસ પહેલાં આપણે જ તો ફોનમાં ઈશાનને ત્રણ છોકરીઓના વાત નહોતી કરી ? બની શકે કે ઈશાનની ઈચ્છા નિરાંતે એ છોકરીઓ જોવાની હોય”. લક્ષ્મીએ ચિંતાગ્રસ્ત પતિને સધિયારો આપતા કહ્યું. અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્ષી કરીને ઇશાન સીધો ઘરે પહોંચ્યો હતો. રાત્રે જમીને બાળકો તેમના રૂમમાં હોમવર્ક કરવા બેસી ગયા હતા. મોટાભાઈએ ત્રણેય છોકરીઓના બાયોડેટા ઇશાનના હાથમાં આપતા કહ્યું “ઇશાન, આ જોઈ લેજે. તું કહીશ તે રીતે આપણે આગળ વધીશું” “મોટાભાઈ,પ્લીઝ આની મારે કોઈ જરૂર નથી... મને એમ કે ગંગાકિનારે હું ફ્રેશ થઇને પરત આવીશ પણ તેનાથી ઉલટું થયું છે. ત્યાં ...Read More