હસતા નહીં હો!

(160)
  • 114.6k
  • 17
  • 42.6k

શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક શાશ્વત અને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય! બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે

New Episodes : : Every Friday

1

હસતા નહીં હો! - ભાગ ૧

શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક શાશ્વત અને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય! બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે ...Read More

2

હસતા નહીં હો! - 2

શીર્ષક:અર્ધનગ્ન સાધુની મજાક જોકે કોઈ જાણીતા કે અજાણ્યા સગાવ્હાલા ને ઘરે જતો જ નથી પરંતુ બિલાડી ઉંદરને ખાવા દોડે તેમ કોઈ વધારે પડતો મારા યજમાનપદને સ્વીકારવા અધીર થઈ જાય ત્યારે હું અતિથિ બનું છું. એવા જ એક અતિ ઉત્સાહી યજમાનના ઘરે હું બાળપણમાં ગયેલો.તે યજમાનને ત્યાં ઈશ્વરની કૃપાથી અને યજમાનની ક્રિયાથી તેમને ત્યાં એક તોફાની,ગોલમટોલ છોકરો અવતરેલો. એ માત્ર તોફાની જ નહિ પરંતુ થોડો હરામી પણ ખરો! પોતે કરેલા કુકર્મોને જેવી રીતે અસુરો દેવોના અભિમાનનું નામ આપી દેતા તેવી જ રીતે આ યજમાનના ઘરે ઈશ્વરે ન ...Read More

3

હસતા નહીં હો! - ભાગ ૩

વિદ્વાન માણસો કહે છે કે આપણા જીવનમાં ત્રણ પ્રકારના સંબંધ હોય છે: પહેલો માણસનો માણસ સાથેનો સંબંધ,બીજો માણસ નો સાથેનો સંબંધ અને ત્રીજો માણસ નો પોતાની જાત સાથેનો સંબંધ.પહેલા અને ત્રીજા સંબંધમાં જે માણસ નિષ્ફળ જાય એ જ હાસ્ય લેખક ની ઉપાધિ ધારણ કરતો હોય છે એમ મારું માનવું છે. આથી એ ન્યાયે અહીં હું બીજા પ્રકારના સંબંધનો કરૂણ(મારા માટે)અને હાસ્ય(તમારા માટે) પ્રસંગ રજૂ કરું છું. "હવે એની જે સ્થિતિ છે એના પરથી એવું લાગે છે કે એને ભંગારમાં નાંખી દેવી જોઇએ."મારા (પૂજ્ય) પિતાજી આદેશ આપ્યો.'મુજ મન રીત સદા ચલી આઈ, મેં જાઉં પર મુજ સાયકલ ના જાએ.' કવિતા ના ...Read More

4

હસતા નહીં હો! - ભાગ ૪

હાસ્યવાર્તા:થિયેટર મારી નોકરી ખાઈ ગયું!"વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,ચરે,ફરે,રતિ કરે,ગર્ભને ધરે,અવતરે,મરે." -સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા આજના જીવન પણ આવું જ થતું જાય છે જીવન શક્ય બનતું જાય છે ના જીવન મૃત્યુ મંદિર સુધી પહોંચે એ પહેલા થોડો ઘણો આનંદ માણસ મેળવે તે માટે અનાદિકાળથી ઘણો પ્રલોભનો અથવા તો મનોરંજનના સાધનો પૃથ્વી પર છે: સુરા,સુંદરી,રતિક્રીડા,નૃત્ય ,સંગીત, રેડિયો-ટીવી ને થિયેટર!બસ આ થિયેટરમાં જ મને મારા અગમ્ય અને જેને અનેક જ્યોતિષીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તેવા ભવિષ્યની ચિંતા કેમ થઇ એની વાત આ લેખમાં કરવી છે."યાર,કંટાળી ગયા હવે સમરસમાં!જરાય મજા આવતી નથી." મારા એક કોઈક બીજા પર બેસી જાય તો તે ...Read More

5

હસતા નહીં હો! - ભાગ ૫

હું તો લેંઘો જ પહેરીશ! "હવે પરણાવવા જેવડો થયો ઘરમાં તો ઠીક બહાર જાય ત્યારે તો આ લેંઘા ને વ્યવસ્થિત કપડા પહેરતા શીખ તો સારું છે." લગ્નની કંકોતરી તૈયાર થઈ ગઈ હોય,બધા મહેમાન આવી ગયા હોય અને મંડપ રોપાઈ ગયો હોય ત્યારે વરરાજો ના પાડે કે ના હું નહિ પરણું અને જેવા ચહેરા એ વરરાજાના માબાપ ના થાય એવા ચહેરે મને મારા મા-બાપે ઉપર નું બ્રહ્મવાક્ય કહ્યું.મને ઘરમાં કે બહાર (આમ તો કહેવું જોઈએ કે કંઇ પણ પહેર્યા વિના રખડવું ગમે પણ વિવેચકોના ડરથી નથી લખતો) માત્ર ને માત્ર એક,અખંડ અને સૌથી વધુ સુખદ વેશ પહેરવો ગમે અને તે છે ...Read More

6

હસતા નહીં હો! - ભાગ ૬

શીર્ષક:આંતરડાં રમે છે અંતાક્ષરી! જેની મને લગભગ આદત પડી ગઈ છે એવા એક ઉત્તમ ઔષધિ ચૂર્ણની એક ચમચી હમણાં જ ગટગટાવી ગયો.કારણકે મારા આંતરડા અંતાક્ષરી રમવાને ટેવાયેલા છે.લોકો અને મારા અંગત સંપર્કમાં જે કોઈ આવ્યા હશે એ બધાનું એવું માનવું છે કે એકંદરે મારામાં બુદ્ધિ ઓછી છે અને હું મુર્ખતાની ચરમસીમા છું.ઘણી વખત મને વિચાર આવે છે કે જેને બુદ્ધિ ઈશ્વરે નાખેલી છે કે નહિ એના પર પરિસંવાદ થઈ શકે એમ છે એના આંતરડા અંતાક્ષરી રમી શકાય એટલા ગીત યાદ કેમ રાખતા હશે?આ સંશોધનનો વિષય છે. હું જ્યારે જ્યારે રાતે ચરમ સુખની અનુભૂતિ કરાવનાર નિદ્રામાં આરૂઢ થાઉં કે ...Read More

7

હસતા નહીં હો! - ભાગ ૭

(કેટકેટલી વાર્તાઓ વાંચી કાઢી હશે તમે અત્યાર સુધી સપના પર!પણ આ વાર્તા એ બધાથી કંઈક જુદી છે.અહીં મારી દુનિયામાં છે જ નહીં,પરંતુ ચલણરૂપે હાસ્ય પ્રવર્તે છે.) હું મારા બે ત્રણ મિત્રોને પરાણે આ અનોખા શહેરમાં ઢસડી લાવેલો.એ બંનેને જ્યારે મેં કહ્યું કે આપણે એ શહેરમાં જવાનું છે ત્યારે એ બંનેની પત્નીઓના અપહરણની મેં ધમકી આપી હોય એવી રીતે એ બંનેએ મારી સામે જોયું.પણ પરાણે એ બંનેને આ હાસ્યના શહેરમાં લઈ ગયો હતો. હું ને મારા મિત્રો એ શહેરમાં જવા એ શહેરની બસમાં બેઠા.એ શહેર જવાના હાઈ વે પર ખબર નહિ કેમ પણ બધા હસતા જ જોવા મળતા ...Read More

8

હસતા નહીં હો! - ભાગ ૮

શીર્ષક:ઓનલાઈન પેમેન્ટની કલા આમ તો મારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી જરૂર કરતાં વધારે પડતી કહી શકાય એવી છે કે મારે કોઈ વસ્તુ ખરીદવાની આવતી જ નથી: ઓનલાઇન પણ નહીં અને ઓફલાઇન પણ નહીં.પરંતુ કોઈના લગ્નમાં આપણે ત્રણ ત્રણ દિવસ સુધી જઈએ નવ ટક, પેટ જ્યાં સુધી એમ ના કહે કે,"હવે બસ કર અન્યથા હું ફાટી જઈશ." ત્યાં સુધી ખાઈએ ત્યારે માનવ સ્વભાવમાં રહેલી થોડી એવી સજ્જનતા બહાર આવે અને આપણને ભેટ આપવાનું મન થતું હોય છે.આ ભેટ જે લગ્નરૂપી કુંડમાં હોમાવાનો હોય એને આપવાની હોય છે.એ ભેટ ખરીદવા માટે હવે તો 'ઓનલાઇન' અને 'બજારું ખરીદી' બંને વિકલ્પ છે. ...Read More

9

હસતા નહીં હો! - 9 - કાઠિયાવાડી વડીલો

"પણ ક્યાં કઈ તારા બાપનું લૂંટાઈ જાય છે તે આટલી ઉતાવળ કરે છે? જરા શાંતિથી કરને." ઉપરથી બોલપેન મુકો લસરીને નીચે પડી જાય એવી ઉપરથી લપસ્યા જેવી અને નીચેથી સીધી એવી ફાંદ ધરાવતા,સરકારી આચાર્યની જેમ નાકની વચ્ચે સુધી ચશ્માની દાંડી રાખીને મારી સામે તાકીતાકીને કોડા જેવી આંખો વડે જોનારા,પોતાની જ વાત સાચી છે એવું ઠસાવવા સરસ્વતી દેવી પણ શરમાઈ જાય તેવી દલીલો કરનારા,બીજાની વાતમાં અનેક હીરા માંથી પથ્થર શોધવા જેટલી મહેનત કરીને દોષ શોધનારા એક વડીલે મને ઉપરનુ વાક્ય કહ્યું.હવે આ વડીલ કહી રહ્યા હતા કે ધમકાવી રહ્યા હતા એ હું નક્કી કરી શકતો નહોતો.જો હવે હું જરા ...Read More

10

હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક

"તો પણ તને કોઈએ કહ્યું હતું ત્યાં જવાનું?એવું થતું હોય તારી સાથે તો ન જવાય દોઢા!"જ્યારે જ્યારે હું મારા કોઈ અતિશય કરુણ ઘટના મારા માતા પિતાને કહું ત્યારે એ લગભગ અભણ,નવરો,દોઢો, ઉતાવળિયો આવા મારા અનેક વિશેષણોમાંનું એક વિશેષણ વાપરીને મને આ મુજબનું વિધાન સંભળાવે છે.જ્યારે મારા મિત્રોને કહું છું ત્યારે પરજ્ઞાતિમાં પરણવાની માતા પિતાએ ના પાડી હોય, એનો છોકરો મેળામાં રમકડાં લેવાની જીદ પકડીને ધૂળમાં બેસી ગયો હોય એમ મારી સામે જુએ છે અને મને ઉપરનું બ્રહ્મવાક્ય સંભળાવે છે.ખબર નહિ,હું કોઈને પણ મારા જીવનની કરુણ ઘટનાઓ કહું ત્યારે એ ખડખડાટ હસવા લાગે છે.એ હસનાર જાણે મારા લાગેલા ઘા ...Read More

11

હસતા નહીં હો! - 11 - કટાક્ષ કણીકાઓ

આમ તો આ શ્રેણી હાસ્યની છે પણ આ ભાગમાં હું કંઈક હાસ્ય કટાક્ષ મિશ્રિત ભાગ લઈને આવ્યો છું વધાવી મોટા શહેરમાં 'પારિજાત' નામના પાર્ટી પ્લોટમાં એક દીકરીના લગ્ન હતા.લગ્ન પુરા થયા ત્યારબાદ વિદાયનો પ્રસંગ આવ્યો.દીકરીનો આખોયે પરિવાર ખૂબ રડ્યો.ત્યારબાદ જમાઈને દીકરીને ગાડીમાં બેસાડતી વખતે એના બાપે જમાઈ સામે કરુણતાભરી નજર કરી કહ્યું,"હવે તમારો (રડવાનો) વારો છે.મારી સહાનુભૂતિ તમારી સાથે છે."૨.સફેદ સાડલો એક મધ્યમવર્ગીય અભણ અમદાવાદી સ્ત્રીનો પત્રકારે ઇન્ટરવ્યૂ કર્યો.પત્રકારે પૂછ્યું કે,"માનો કે તમારા પતિ મૃત્યુ પામે તો તમે પેલું કામ શું કરો?" સ્ત્રીએ જવાબ આપ્યો કે,"પેલા તો સફેદ સાડલા સસ્તા ક્યાં મળે છે એની તપાસ કરું."૩.છૂટાછેડા ફેમિલી કોર્ટમાં કેસ ...Read More

12

હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી

(અહીં કોઈ મૃત્યુ વિશેની ફિલસુફી નથી,માત્ર હાસ્ય આપું છું.) "એ ગયો....એ ગયો....એ ગયો....ખરેખર મર્યો મુઓ!" યમરાજે મારા પ્રાણ પોતાની પેટીમાં પૂર્યા ને મારો કહેવાતો અંગત મિત્ર મીઠાઈનું ખોખું (અલબત્ત ભરેલું ) સીમા પર આતંકવાદી મરાયો હોય એવા આનંદથી ઉપર મુજબના શબ્દો બોલતો હોસ્પિટલના ઓરડામાંથી બહાર આવ્યો.અડધી કલાકથી ડોકટર મને મારવાનો પ્રયત્ન કરતા હતા પણ હું સાલો એવો જીદી કે મરું જ નહીં ને!મારા એ અંગત મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે,"ભાઈ,હવે દયા કર ને યાર પૃથ્વી પર!બસ હવે.કેટલુંક જીવવાનું હોય પછી! તારી ભાભીને લઈને ફિલ્મ જોવા જવાનું છે.નીકળ ને હવે તો સારું!"પણ પૃથ્વી મારા વિના કેમ નભશે?મારા ...Read More

13

હસતા નહીં હો! - 13 - પતંગ ચગાવતા શીખો

"જો,આમ જો આ દાદીમાં પણ પતંગ ચગાવે છે પણ તું પતંગ ચગાવતા ન શીખ્યો.આખો દિવસ આ ડોસાના પુસ્તક વાંચ્યા છે."મકરસંક્રાંતિએ જાણીતા અને મારા પ્રિય હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મદિવસ હોય છે એથી એના પર ઉપકાર કરવા અથવા તો એને જન્મદિવસની ભેટ આપવા હું એનું પુસ્તક વાંચતો હોઉં છું ત્યારે તરત જ મારા ઘરના વડીલો ઈન્સ્ટાગ્રામમાં આવેલા રિલ્સ બતાવીને મને ઉપર મુજબ કહીને તબડાવે છે.આમ તો મારા પ્રિય એવા વિનોદ ભટ્ટને 'ડોસો' એવું કહેનારા વડીલ પર મને ચીડ ચડી પણ ખેર,મેં જવા દીધું કારણ કે વિનોદ ભટ્ટ ખોટું લગાડે એવા નથી. હું જાહેરમાં અનેક વખત સ્વીકારી ચુક્યો છું કે મને પતંગ ...Read More

14

હસતા નહીં હો! - 14 - कोलेजस्य प्रथम दिवसे

"રાખી રાખીને ઇતિહાસ રાખ્યો!બીજા વિષય શું મરી પરવાર્યા તે યુદ્ધ લડવાનો વિષય રાખ્યો?" મેં એમની દીકરી સાથે પ્રેમ લગ્ન ધમકી આપી હોય,તેમની પત્નીનું અપહરણ કરવાની ધમકી આપી હોય એવી રીતે કોલેજના પહેલા દિવસે મળેલા એક મુખ્ય વિષય અંગ્રેજી વાળા સિનિયર મિત્રે મને આ પ્રકારનું વિધાન સંભળાવ્યું. માણસના જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે જે આપ સૌ જાણો છો પછી ભલે તમે ભણેલા હો કે અભણ! યમરાજને જ્યારે યમપુરી નું પ્રધાનપદ છોડવાનું મન થયું હશે,શંકર ભગવાનને ભાગ ને બદલે વિસકી પીવાનું મન થયું હશે, જગતના સરમુખત્યારોને જ્યારે વિશ્વયુદ્ધનો વિચાર પ્રસ્ફુટ્યો હશે ત્યારે એ ક્ષણે મારી સાહિત્ય અને ઇતિહાસ ...Read More

15

હસતા નહીં હો! - 15 - ગુજરાતી વાચકની વેદના

આમ તો શીર્ષક જ ખોટું છે. વાંચવાની કુટેવ જ અમે ગુજરાતીઓ પાળતા નથી.અમે આમ તો મૂળ વેપારી પ્રજા નફો પૂછો તો ઠીક પણ આ વાંચન-બાચનની વાત રહેવા દેવી.પણ હવે વાત નીકળી છે તો વાંચનની વાત કરી દઉં.ઉદ્યોગ ધંધામાં થી નવરાશ મળે ત્યારે અમે ક્યારેક વાંચી પણ લઈએ-મોટેભાગે ધાર્મિક પુસ્તકો જ! પણ પછી એમ થાય કે બિચારા ગરીબ લેખકો ભૂખે મરે જો અમે ન વાંચીએ તો એટલે કોઈ વખત એને પણ વાંચી નાખવાની કુટેવ રાખીએ.પણ અમે અહીં ‘વેદના’ શબ્દ અલગ જ અર્થમાં લઇએ છીએ. મોટા ભાગના ગુજરાતી વાચકો ને એક જ વેદના હોય છે- વાંચવાની,પણ એનાથી મોટી સમસ્યા છે અંગ્રેજી ...Read More

16

હસતા નહીં હો! - 16 - હાસ્યલેખકની પ્રણયલીલા

વિચારો જોઈએ,તમે કોઈ છોકરીને પહેલી વાર મળવા જાઓ અને તમારી પહેલી મુલાકાત જ્યાં થવાની હોય ત્યાં જ કોઈ કૂતરો કુતરી રોમેન્સ કરતા દેખાય તો...... મને ખબર જ હતી,આવું વાંચીને ગુજરાતી પ્રજા વાંચવા છલાંગ લગાવે જ.તમે પણ એ જ કર્યું.અત્યાર સુધી તમે અનેક કવિઓની પ્રેમકથા વાંચી હશે,સાંભળી હશે અને જો તમારા નસીબ ખરાબ હોય તો તમે કદાચ જાતે કવિ પણ હોય,હો તે હો!પણ મારે તમને આજે કેટલાક હાસ્યલેખકોની પ્રણયલીલા વિશે વાતો કરવી છે.પ્રણય એટલે દામ્પત્ય પણ આવી ગયું હો!એની પણ એક બે વાતો લખીશ અહીં. પહેલા વાત કરીએ તારક મહેતાની.એમની કોલેજમાં ઇલા નામની એક છોકરી ભણતી.તારક મહેતા સિનિયર અને ...Read More

17

હસતા નહીં હો! - 17 - પથારી તારા પ્રેમમાં...

નવા નવા વિવાહ થયા હોય ત્યારે પતિને તેની પત્ની,કોલેજમાં ભણતી પ્રેમિકાને તેનો પ્રેમી,'શ્રવણ' ફિલ્મ જોયા બાદ સંવેદનશીલ છોકરાને તેના પિતા,દેશભક્તિનું ગીત સાંભળ્યા બાદ બળિયા યુવકને તેનો દેશ સૌથી પ્રિય હોય છે.હું પહેલા જણાવી ચુક્યો છું એ મુજબ મને કોઈ કંઈ પણ પૂછવા નવરું નથી છતાંય જો કોઈ પૂછી બેસે કે તમને સૌથી વધુ પ્રિય શું છે?તો હું શહેનશાહની અદાથી જાહેર કરું કે,"પથારી...પથારી... પથારી..." મને સૌથી વધુ પ્રિય છે જેમાં મને કુંભકર્ણ અને રાજા મુચુકુંદની છટાથી સુવાનો આનંદ પ્રાપ્ત થાય છે.પણ મારા ઘરમાં કોઈ મારી આ શયન સાધનાની કિંમત કરતું નથી.સદૈવ નિયતિ મારી આ સાધનાની પરીક્ષા કરતી હોય છે.મને ...Read More

18

હસતા નહીં હો! - 18 - ગુણપત્રકના ગોટાળા

કોઈ વાંઢો પુરુષ રૂપાળી કુંવારી કન્યાની પાછળ ગાંડો થઈને તેને પામવા પ્રયત્ન કરે એટલા પ્રયત્નો કરવા છતાંય જ્યારે મને ગુણપત્રક ન મળ્યું ત્યારે મને ભર્તુહરિનું આ વિધાન યાદ આવી ગયું: 'प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः।'(ભાગ્યવિહીન માણસ જ્યાં જાય છે વિપત્તિઓ ત્યાં તેમની પાછળ જાય છે)આ વિધાન માટે હું સુયોગ્ય ઉદાહરણ છું,જાણે ભર્તુહરિ મારા માટે જ આ લખીને ગયા હોય એવી પ્રતીતિ અનેક વખત મને થઈ છે.અમુક માણસો આજીવન દુઃખી થવા જ સર્જાય છે,એમાંનો હું એક છું.આવા માણસોને સારા માણસોના ઘડતર બાદ વધેલા માલમાંથી,એ માલ નાખી ન દેવો પડે એ માટે ઈશ્વર બનાવતો હશે એવી મારી પાકી ખાતરી ...Read More

19

હસતા નહીં હો! - 19 - વ્હાલા આંતરડાંને પત્ર

મારા વ્હાલા આંતરડાંઓ, આશા છે કે મેં હમણાં જ ચાવી ચાવીને મોકલાવેલ ગરમા ગરમ સાંભાર તમને મળ્યો હશે અને તમારા તરફથી મોકલાયેલ ઓડકાર પણ મને મળ્યો.તમે બંને આંતરડાં પોતાની પૂરી શક્તિથી પાચનનું કાર્ય કરી રહ્યા છો એ જાણવા છતાં હું તમારા બંનેથી સંતુષ્ટ નથી.હું જાણું છું કે આ પૃથ્વી પર ખાવાનો છેલ્લો જ દિવસ હોય એ રીતે ખાઈ-ખાઈને મેં તમને પજવ્યા છે. પચવામાં કઠણ પડે અથવા તો તમે જેની ત્રાડો પાડીને ના પાડી હોય એવો ખોરાક પણ મેં તમારી પાસે મોકલાવીને તમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.તમારી રચના ઈશ્વરે એવી રીતે કરી છે કે માત્ર હળવો ...Read More

20

હસતા નહીં હો! - 20 - આળસ : એક વરદાન

એક જમાનો હતો જ્યારે નિશાળના અને શિક્ષકોના દુર્ભાગ્ય હું પણ ભણવા જતો. લગભગ મારા ભીરુ સ્વભાવને ધ્યાનમાં રાખીને જ દેવીએ મારા નસીબમાં એક જ શાળામાં અભ્યાસ કરવાનું ઠરાવેલું. એ શાળાના એક વર્ગમાં ભૂગોળ ભણાવતી વખતે અમારા સાહેબે અમને સવાલ પૂછ્યો કે,"મારા વ્હાલા ઠોબારાઓ! કહો જોઈએ ઈશ્વરે માણસને આપેલું શ્રેષ્ઠ વરદાન ક્યુ?" આમ તો શિક્ષકે કરેલા સંબોધન મુજબ વર્ગમાં બધા ઠોબારાઓ જ હતા પણ અપવાદ તો હોય જ! એવા અપવાદરૂપ એક વિદ્યાર્થીની સાથે જ્યારે જવાબ આપવા મેં મારી આંગળી ઊંચી કરી ત્યારે શિક્ષકને એવો આઘાત લાગ્યો જાણે એની છોકરીને ભગાડીને પરણવાની ધમકી આપી હોય! એક શાણા વિદ્યાર્થીએ જવાબ આપ્યો ...Read More

21

હસતા નહીં હો! - 21 - જ્યોતીન્દ્ર ઉર્ફે જીતુભાઈ

"હકીકતમાં વાત એમ હતી જ નહીં?"મેં શાણપણથી કહ્યું."ત્યારે તું ફાટને,શું વાત હતી?"માતુશ્રી (પિતાજીની હાજરી હોવાથી) જરા ઉગ્ર થઈને બોલ્યા ના, મહિષાસુરનું મર્દન કરવા જતી દુર્ગાની જેમ બોલ્યા."એમાં વાત ખરેખર એમ હતી કે ભગવાન બ્રહ્મા જ્યારે મહાહાસ્યોપાધ્યાય જ્યોતીન્દ્ર દવેનું....""એ ઊભો રે કોડા!...આ જીતુભાઇ કોણ?"પિતાજી તાડુકયા."પપ્પા,જીતુભાઈ નહિ,જ્યોતીન્દ્ર ભાઈ.હાસ્યવિવેચક મધુસુદન પારેખે એટલે જ કહ્યું છે કે હાસ્યક્ષેત્રે જ્યોતિઓ....""હવે આ વાણિયો વચ્ચે ક્યાં ઘુસાડ્યો તે? પેલા તો દવે હતા ને?બ્રાહ્મણ ને?""અરે,મારી મા!એ તો બ્રાહ્મણ જ,પણ આ તો વિવેચલ,પેલા તો સર્જક!""હવે ભાઈ તું એ બધું જવા દે તારું વૈતરું ને સરપોલિયું ને એ બધું...સીધી મુદા પર આવીને વાત કર.""અરે પણ બાની પૂંજી સમાન બાપુજી!વૈતરું ...Read More

22

હસતા નહીં હો! - 22 - બેટાના પરાક્રમે બાપાને ફ્રેક્ચર

માતાના ગર્ભમાંથી બાળક પૃથ્વી પર આવે ત્યારે બુદ્ધિ,લાગણી ,ભાવ વગેરે સાથે લઈને જ જન્મતો હોય છે.કદાચ ઈશ્વર ( જો કોઈ તત્વ હોય તો) જ એવું બધું એનામાં ઉમેરીને બાળકને અહીં મોકલતો હશે પણ નક્કી મારા કિસ્સામાં બ્રહ્માજી સરસ્વતી દેવી સાથે ઝઘડ્યા હોય એવું લાગે છે.કારણ કે મને બ્રહ્માજીએ લાગણી અને ભાવ વગેરે તો પ્રમાણસર આપ્યા પરંતુ બુદ્ધિ બહુ જ ઓછી આપી.એમાં વળી દુર્ભાગ્યનું પૂછડું પણ પાછળ લગાડી દીધું અને એટલે મારુ નસીબ પણ વાનરવેડા કર્યા જ કરે છે." હજુ આંતરડાંની દવા પુરી થઈ નથી ને પાછો મેંદો તારે તારી પેટની ગટરમાં પધરાવવો છે?"" તારા બાપાએ અહીં પૈસાનું ઝાડ નથી ...Read More