રક્ત ચરિત્ર

(818)
  • 135.7k
  • 52
  • 58.4k

હૂં હમેશાંથી એક સ્ત્રી ના સંઘર્ષ, બલિદાન, કોમળતા અને કઠોરતાને આવરી લેતી કથા લખવા માંગતી હતી. આ કથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, જાતિ, સ્થળ અને ઘટના સાથે સમાનતા સંજોગ માત્ર છે. પિતાના વચનને જાળવવા, સત્ય ને શોધવા, ન્યાય ખાતર પરિવાર સામે લડવા નીકળેલી એક યુવતી ની આ કથા છે. કરમની કઠણાઈ એ આ કોમળ યુવતીના હાથ હથિયાર ઉપાડવા તૈયાર થયા અને એના નસીબમાં લખાયું રક્ત રંજિત "રક્ત ચરિત્ર"

Full Novel

1

રક્ત ચરિત્ર - 1

પિતાના વચનને જાળવવા, સત્ય ને શોધવા, ન્યાય ખાતર પરિવાર સામે લડવા નીકળેલી એક યુવતી ની આ કથા છે. કરમની એ આ કોમળ યુવતીના હાથ હથિયાર ઉપાડવા તૈયાર થયા અને એના નસીબમાં લખાયું રક્ત રંજિત "રક્ત ચરિત્ર" ...Read More

2

રક્ત ચરિત્ર - 2

"તમારા પિતા દર વર્ષે આ ઉત્સવમાં જોડાતા હતા, તમે પણ આવશો ને?" માધવર ગામના લોકો સાંજ ને આમંત્રણ આપવા હતા. ગામમાં દર વર્ષે જેઠ મહિનાની પાંચમ થી 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવતો. 44 વર્ષ પહેલાં અનિલસિંહ નો જન્મ થયો ત્યારે એમના પિતા માધવસિંહ એ ગામની ભાગોળે આવેલી એમની જમીન ગામ લોકો માટે દાન આપી દીધી હતી. ...Read More

3

રક્ત ચરિત્ર - 3

3"એ વાત તો ઠીક છે કે મૂળજી હવે નથી રહ્યો, પણ તમે આમાં આટલા ખુુુશ કેમ થાઓ છો?" ભાવનાબેન આ ખૂન-ખરાબા થી દુર જ રહેવા માંંગતા હતાં, એટલે જ વર્ષો પહેલા એ જીદ કરીને કાયમ માટે ગામ છોડી શહેરમાં સ્થાયી થયાં હતાં."અરે ભાવના ખુશીની વાત તો છે જ ને, મૂળજીએ ગામવાળાનું જીવવું હરામ કરી દીધું હતું. એ પેલા મારો અને અનિલ નો દોસ્ત હતો પણ એણે દગો કર્યો અનિલ સાથે. સાંજ નખશિખ અનિલ જેવી છે, એણે આ ગામ માટે એ જ કર્યું છે જે અનિલ કરતો હતો. આજે મારો દોસ્ત જીવતો હોત તો સાંજ ને આ ઉંમરે હથિયાર ના ઉપડવા પડત, એ ...Read More

4

રક્ત ચરિત્ર - 4

4"તમે ચિંતા ના કરો માલિક, સાંજ જીવતી પાછી નઈ આવે શેર થી." એક માણસ સાંજ ના ઘરની બાર છુપાઈને પર નજર રાખતા ફોન પર બોલ્યો."એ છોકરી બચી ગઈ ને તો તું નઈ બચે."સામે છેડેથી ફોન મુકાઇ ગયો. ગામલોકો મંદિરમાં સાંજની સ્વસ્થતાની પ્રાર્થના કરી રહ્યા હતા. 3-4 જણ સાંજ ને મારવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાજુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ આવી ચૂકી હતી, મહેશભાઈ એ એમની ઓળખાણ કામે લગાવી તાબડતોબ ડૉ.ને બોલવડાવી સાંજ નો ઇલાજ ચાલું કરાવડાવ્યો. સૂરજ અને શાંતિ ઓપરેશન થિયેટર ની બાર બેઠા હતાં, દેવજીભાઈ અને મહેશભાઈ પૈસાનો બંદોબસ્ત કરવા ગયા હતા અને શિવાની નિરજ જોડે કાઉંટર પર ફોર્મ ફિલ ...Read More

5

રક્ત ચરિત્ર - 5

"સાંજ હુ તને હંમેશા બોલ બોલ કરુ છું, તારા પર ગુસ્સો કરું છું. તું ઉઠ હાલ જ તારે જે છે એ કર, મે કીધું ને સાંજ ઉઠ. નઈ તો હુ ગુસ્સે થઈ જઈશ અને ક્યારેય તારા જોડે વાત નઈ કરું." "હોસ્પિટલમાં પુર લાવશો કે શું ભાઈ?" ...Read More

6

રક્ત ચરિત્ર - 6

"નિરજ ક્યાં છે? હું નિરજ ને મળવા આવ્યો હતો." સુરજ એ ડુમો ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, સાંજ સામે રડી પડાય એ ભયથી સુરજ ત્યાંથી ઝપાટાભેર બાર નીકળી ગ્યો. "સુરજ એ મારા હાલ ચાલ પણ ન પુછ્યા, આટલા વર્ષ થયા પણ હજુ સુધર્યો નથી." સાંજનું મન ખાટું થઈ ગયું. ...Read More

7

રક્ત ચરિત્ર - 7

૭ આજે ઉત્સવ નો છેલ્લો દિવસ હતો, ઉત્સવ ના ૪ દિવસ કોઈ પણ જાત ની ધમાલ વગર શાંતિ થી ગયા. "બસ આજ નો દિવસ શાંતિ થી નીકળી જાય તો જીવ ને શાંતિ થાય." દેવજી ભાઈ એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરી. ધીરે ધીરે ધરતી પર થી સૂરજ એ પોતાના કીરણો સમેટી લીધા હતા, માધવર ગામ ના સ્ત્રી પુરુષો રંગબેરંગી કેડીઆ અને ઘાઘરા ચોળી માં સજ્જ થઈ ને મંદિર ના આંગણે ભેગા થયા હતા, નવા રંગબેરંગી કપડાં પહેરીને બાળકો અહીં થી તહીં કુદી રહ્યા હતા. ચારેય તરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. સાંજ અને નિરજ દેવજી ભાઈ સાથે આવી ...Read More

8

રક્ત ચરિત્ર - 8

૮ આખું ગામ ગરબા ના તાલે ઝૂમી રહ્યું હતું, દેવજીભાઈ વયસ્ક ગામવાસીઓ સાથે ટોળા માં ઉભા રહી ને ગરબા રહ્યા હતા, સાથે એમની નજર ચારેય તરફ ફરી રહી હતી. ફરી કોઈ દુર્ઘટના ન થાય એ બાબત પર એમનું વિશેષ ધ્યાન હતું. મોહનલાલ ના માણસો પુરી તૈયારી સાથે યોજના મુજબ ગોઠવાઈ ગયા હતા, લાખો મોહનલાલ નો ખાસ માણસ હતો, તેના બધા કાળા ધંધા માં આવતી દરેક મુશ્કેલી દુર કરનાર લાખો જ હતો. લાખો ધીમા પગલે દેવજીભાઈ તરફ આગળ વધી રહ્યો હતો. દેવજીભાઈ ની બરોબર પાછળ પહોંચી એણે મોહનલાલ તરફ જોયું, મોહનલાલ એ અંગુઠો ઉપર કરી આગળ વધવા નો‌ ઈશારો કર્યો ...Read More

9

રક્ત ચરિત્ર - 9

૯ સાંજ નું હ્રદય એક ધબકારો ચૂકી ગયું, તેણીએ સુરજ સામે જોયું,"ના તેની આંખો માં ક્યાંક કપટ નથી." એ બોલી અને હસી પડી. સુરજ વિમાસણમાં પડી ગ્યો, સાંજ ના હસવા નો શું મતલબ નીકાળવો એ તેને સમજાતું નહોતું. તે સાંજ ને બાળપણ થી ઓળખતો હતો, તે ગુસ્સામાં હોય કે ખુશ હોય હંમેશા હસી પડતી. તેના ચહેરા ના હાવભાવ જોઈ તેનું મન પારખવું ખુબ મુશ્કેલ હતું. સુરજ ને વિચારોમાં છોડી સાંજ જવાબ આપ્યા વગર ત્યાં થી જતી રહી. "અરે શિવી તું અહીં? ક્યારે આવી? ચાલ સાથે નાસ્તો કરીએ..." ઘર ની અંદર થી બહાર જતી શિવાની ને જોઈ સાંજ તેને પાછી ...Read More

10

રક્ત ચરિત્ર - 10

૧૦ "સાંજ ની દુખતી નસ આપણા હાથ લાગી ગઈ છે મોહન ભાઈ. એ છોકરીએ મારો ધંધો બંધ કરી નાખ્યો અને તેની આ હરકત ની કિંમત શું છે એ હવે તેને ખબર પડશે." માધવર માં દારુ ની ભઠ્ઠી ચલાવતો અરજણ હસી પડ્યો. "શાબાશ અરજણ શાબાશ, હવે તું તૈયારી કરી દે સાંજ ના જીવન માં પહેલો ધમાકો કરવાની." સામે છેડેથી ફોન મુકાઇ ગયો. "તું જાણતી નથી સાંજ કે તે કોની સાથે બાથ ભીડી છે, તારી આ હરકત ની સજા તારા પરિવારને ચુકવવી પડશે." અરજણ એ અટ્ટહાસ્ય કર્યું. શિવાની જતા પહેલા સાંજ ને મળવા આવી હતી પણ સાંજ ગામ લોકો ના કલ્યાણ ...Read More

11

રક્ત ચરિત્ર - 11

૧૧ "તું સાંજ ને મિસ કરે છે ને?" શાંતિ એ સૂરજ ને ઉદાસ જોઈ ને પુછ્યુ. "એ મને પ્રેમ કરતી શાંતિબેન એ મને જરાય પ્રેમ નથી કરતી, ઊંડે ઊંડે એક આશ હતી કે એ મને પ્રેમ કરતી હશે પણ એ તો....." સૂરજ શાંતિ ને વળગી ને રડી પડ્યો. "બધું ઠીક થઈ જશે તું ચિંતા ન કર." શાંતિ એ તેની પીઠ પસવારતા કહ્યું. "કંઈ જ ઠીક નઈ થાય, હું આજ પછી ક્યારેય સાંજ સાથે વાત નહીં કરું. હવે મને એ છોકરી સાથે કોઈ જ સંબંધ નથી, હું એને નથી ઓળખતો." સૂરજ એ તેના ઓરડા માં જઈ દરવાજો બંધ કરી દીધો. ...Read More

12

રક્ત ચરિત્ર - 12

૧૨ રતન ને ફાળ પડી કે નીરજ એ તેની બધી વાત સાંભળી તો નહીં હોય ને. "હા રતન તું પ્રેમ કરવા લાગી છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું." નીરજ ઊંઘ માં બોલી રહ્યો હતો, રતન ને હાશ થઈ. એ હળવેકથી ઉઠી અને દરવાજો ખોલી ધીમે પગલે ઓરડા ની બહાર નીકળી, જરાય અવાજ ન થાય એમ ધીમે ધીમે એ હવેલી ની બહાર જવા આગળ વધી. "ક્યાં જાય છે રતન?" રતન ના પગ ત્યાં જ ખોડાઈ ગયા, એના દિલના ધબકારા વધી ગયા હતા. તેણીએ પાછળ ફરીને જોયું; તેની આશંકા સાચી નીકળી, એ સાંજ જ હતી. "બેન બા.... ...Read More

13

રક્ત ચરિત્ર - 13

13 મહેશભાઈ અને સૂરજ બેગ લઇને નીચે આવ્યા. "તમે બન્ને ક્યાં જાઓ છો?" ભાવનાબેન એ શાક સમારતા પૂછ્યું. "ક્યાં છો એટલે? અને તું હજું સુધી શાક કેમ સમારી રહી છે? તૈયાર થા જઈને આપણે નીકળવાનું છે." મહેશભાઈ હજું પણ ખુશીમાં નાચી રહ્યા હતા. "નીરજ ની સગાઇ છે એમાં આપણે શું? સૂરજ જાય એ તો સમજાય છે પણ તમે સુકામ આટલા હરખપદુડા થાઓ છો?" ભાવનાબેન એ શાંતિ થી કહ્યું. "અરે ભાવના, અનિલ મારો ગોઠી મારો બાળપણ નો ભેરુ હતો. અમે બંને એ દોસ્ત નઈ ભાઈ ની જેમ એકબીજા નો સુખ દુઃખ માં સાથ આપ્યો છે. ને આજે મારાં ભાઈબંધ ની ...Read More

14

રક્ત ચરિત્ર - 14

14"તું કોની રાહ જોઈ રહ્યો હતો નીરજ?" શિવાનીએ ગંભીરતાથી પૂછ્યું."કક... કોઈની નઈ, તું અહીં? અચાનક જ?" શિવાનીના અચાનક આવવાથી હેબતાઈ ગયો હતો."સાંજ નો ફોન આવ્યો હતો સવારે, કીધું કે નીરજની સગાઇ નક્કી કરવાની છે તો અમે બધા આજે જ ગામ આવી જઇયે." શિવાનીએ નીરજને પલંગ પર બેસાડ્યો અને તેના ખભા પર માથું ઢાળી તેની બાજુમાં બેસી ગઈ."નીરજ સાંભળો છો કે, સાંજ બેન શે'ર ગયા છે. તમારે કંઈ......" રતન નીરજ ના ઓરડામા આવીને દરવાજે જ અટકી ગઈ. તેની આંખોની સામે તેનો નીરજ બીજી છોકરી સાથે બેઠો હતો."સાંજ ઘરે નથી? અરે યાર આ છોકરી પણ ગમે ત્યારે ગમે ત્યાં જતી રહે ...Read More

15

રક્ત ચરિત્ર - 15

૧૫"આ તું શું બોલી રહી છે રતન? મારી સામે બીજીવાર આવી બકવાસ ના કરતી." શિવાનીએ એક ઝટકા સાથે રતન હાથ છોડાવી દીધો."તમે સમજતા કેમ નથી શિવાનીબેન, બેનબા જાણશે કે નીરજએ શું કર્યું છે તો એ નીરજને શુળી પર ચડાવી દેશે." રતનએ આજીજીના શૂરમાં કહ્યું."નીરજ જેવા છોકરા માટે તું આટલું બધું કઈ રીતે વિચારી શકે છે?" શિવાનીએ અવિશ્વાસથી રતન સામે જોયું."તમે મારી વાત માનશો કે નઈ શિવાનીબેન? મેહરબાની કરીને માની જાઓ, જો બેનબા સામે આ વાત આવી તો મોટો અનર્થ થઇ જશે." રતનએ શિવાનીના બંન્ને હાથ પકડી લીધા.શિવાનીએ ઊંડો શ્વાસ લીધો અને હકારમાં માથું હલાવ્યું."તમે ચાલો મારી સાથે આપણે સાંજ ...Read More

16

રક્ત ચરિત્ર - 16

૧૬ મોડી રાત્રે જ્યારે નીરજ ઓરડામાં આવ્યો ત્યારે શિવાની સાદા કપડામાં સોફા પર બેઠી હતી. "મારું બાળપણનું સપનું હતું આપણા લગ્ન થાય, આજે એ સપનું પૂરું થઈ ગયું પણ તું એક વાત જાણે છે નીરજ? મને આજે જરાય ઉત્સાહ કે ખુશી નથી આપણા લગ્નને લઈને, જે સપનું મેં ખુલી આંખોએ જોયું છે, જે સપનાને હકીકતમાં ફેરવવા મેં ભગવાન પાસે પ્રાર્થનાઓ કરી છે, જે સબંધ મેં આખી જિંદગી ઝંખ્યો છે એ બધુંજ આજે મારા દિલમાં સોયની જેમ ખૂંચી રહ્યું છે." શિવાનીએ તેની ભીની થયેલી આંખો લૂંછી. "શિવાની હું......" "હું તને નીચું દેખાડવા આ બધું નથી કહી રઈ નીરજ, તું એટલી ...Read More

17

રક્ત ચરિત્ર - 17

૧૭ "મારી નાખ્યો, આ ડાકુઓનું ગામ તો નથીને? જ્યારથી ગામમાં આવ્યો છું કોઈને કોઈ આવીને મારીને જતું રે છે તમે તો સીધી બંદૂકજ ચલાવી દીધી." અંધારામાં એક પુરૂષનો અવાજ આવ્યો. "અરુણ? તું અરુણ છે?" સાંજને એ અવાજ જાણીતો લાગ્યો. એ પુરૂષ ઉભો થઈને અજવાળામાં આવ્યો અને સાંજને જોઈને ઉછળ્યો,"સંજુ....... તું અહીં? નીરજ તું પણ?" ધમાકો સાંભળીને આવેલા નીરજને જોઈને અરુણ બોલ્યો. "તું અચાનક અહીં? કીધું હોત કે તું આવે છે તો કોઈકને લેવા મોકલત, ને આ ધમાકો શાનો હતો?" નીરજએ પૂછ્યું. "પેલા અંદર બોલાવ, પાણી પા અને પછી સવાલ પૂછ મારાં ભાઈ." અરુણએ તેની હાલત સામે જોયું અને હસ્યો. ...Read More

18

રક્ત ચરિત્ર - 18

૧૮ રતન તેની સામે જ નીરજને બીજી સ્ત્રી સાથે જોઈને દુઃખી થઇ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ, નીરજએ અચાનક દિલની વાત કહી દીધી તેથી શિવાનીને આઘાત લાગ્યો હતો. ભાનમાં આવતાંજ તેણીએ નીરજને ધક્કો માર્યો,"શિવાની નામ છે મારું, ખબરદાર જો ફરી ક્યારેય મને શિવી કહીને બોલાવી છે તો. અને પ્રેમની પાછળ છુપાયેલી તારી વાસનાને હું બરોબર સમજી ગઈ છું નીરજ એટલે પ્રેમનું નાટક મારા આગળ તો કરતો જ નઈ." "તું બધું સમજી જ ગઈ છે તો સારુ, મને તું ગમે છે એ વાત ખોટી નથી શિવાની પણ મને રતન પણ ગમે જ છે." નીરજએ શાંતિથી કહ્યું. "છી...... શું બોલે છે ...Read More

19

રક્ત ચરિત્ર - 19

૧૯રગનાથ દારૂ પીધા પછી મોડી રાત્રે પોતાના ફાર્મહાઉસએ પરત ફરી રહ્યો હતો. નાનજીના ફાર્મહાઉસથી એક ગાડી સતત રગનાથની ગાડીનો કરી રહી હતી, રગનાથ દારૂના નશામાં હતો એટલે એનું ધ્યાન ન ગયું.ગાડી પાર્ક કરીને એ ઘરમાં પ્રવેશે એના પહેલાજ તેના માથા ઉપર પાછળથી કોઈએ વાર કર્યો. તેણે ચિકાર દારૂ પીધેલો હતો તેથી રગનાથ તેનું સંતુલન ખોઈ બેઠો અને નીચે પછડાયો.બે હાથ રગનાથ તરફ આગળ વધ્યા, તેના પગ પકડી એને ઘસડીને ગાડી મા નાખ્યો અને ગાડી પવનવેગે ત્યાંથી ઉપડી ગઈ.વહેલી સવારે જયારે રગનાથની આંખ ખુલી ત્યારે એ એક અંધારિયા ઓરડામાં હતો, જેમાં એક નાનકડી બારી માંથી ઝાંખો ઉજાસ આવતો હતો. તેના ...Read More

20

રક્ત ચરિત્ર - 20

૨૦"હું થોડા સમય માટે ભટકી ગયો હતો, ભૂલી ગયો હતો કે તું મારો પ્રેમ છે રતન નઈ. મને માફ દે શિવી, મારા રતન તરફના આકર્ષણને કારણે મેં તને ખુબ દુઃખી કરી છે પણ હવે હું તને છોડીને ક્યાય નઈ જઉં." નીરજએ જાણીજોઈને ઊંચા સાદે આ બધું કહ્યું જેથી રતન સાંભળી શકે.શિવાનીએ ખુશ થઈને નીરજને ગળે લગાવ્યો, નીરજએ શિવાનીને આલિંગન તો આપ્યું પરંતુ તેનું મન રતનમાં અટકેલું હતું. એ જાણતો હતો કે રતન બહાર ઉભી હશે તેથી જાણીજોઈને તેણે ઓરડાની બહાર જાય એટલા ઊંચા અવાજે શિવાનીને ચુંબન આપ્યું."હું સાંજ ઉપર નજર રાખી રહ્યો છું, જેવી કંઈક માહિતી મળશે કે હું ...Read More

21

રક્ત ચરિત્ર - 21

૨૧"રગનાથને શોધવા પોલીસ આવશે, પોલીસ આવે ત્યારે શું કરવાનું છે એ તમે જાણોજ છો કાકા. " સાંજ રગનાથની લાશ તિરસ્કાર ભરી એક નજર નાખીને ત્યાંથી નીકળી ગઈ. દેવજીકાકાએ રગનાથની ફાટી ગયેલી આંખો સામે જોયું અને માથું હલાવીને ઉપર જોયું.સાંજ ઘરે આવી ત્યારે અડધી રાત વીતી ચુકી હતી, તેણીએ જેવો ઘરમાં પગ મુક્યો કે તરત અરુણએ તેનો રસ્તો રોક્યો."તું આ સમયે કેમ જાગે છે?" સાંજએ પૂછ્યું."આ જ સવાલ હું તને પણ પૂછી શકું છું, કે તું આ સમયે કેમ જાગે છે અને ક્યાં ગઈ હતી." અરુણએ પૂછ્યું."આજ સુધી કોઈએ હિંમત નથી કરી મને એમ પૂછવાની કે હું ક્યાં જઉં છું ...Read More

22

રક્ત ચરિત્ર - 22

૨૨"અરુણને કોઈ પણ ભોગે સંજુથી દૂર રાખવો પડશે, નહીં તો એ મારી ભોળી સાંજને એની મીઠી મીઠી વાતોમાં ફસાવી સુરજનું મન ઈર્ષ્યાથી ભરાઈ ચૂક્યું હતું."પણ સાંજ ક્યાં ભોળી છે? બધાયને વહેંચીને ચણા ખાઈ જાય એવી છે." સુરજ મનોમન વિચારીને હસી પડ્યો."તમે અરુણ વિશે વિચારી રહ્યા છો સુરજભાઈ?" રતનએ પાછળથી આવીને પૂછ્યું."તને કેમની ખબર પડી? તું અહીં શું કરે છે?" સુરજ રતનનો સવાલ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો હતો."મેં જોયું છે કે અરુણ આખો દિવસ સાંજબેનની આજુબાજુ ફર્યા કરે છે, મને એમના ઈરાદામાં ખોટ લાગે છે." રતન તેની પહેલી ચાલ ચલી ચુકી હતી.સુરજના મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું, હવે એ કોઈ પણ ...Read More

23

રક્ત ચરિત્ર - 23

૨૩સવારે નાનકડા ગામ માધવરમાં હાહાકાર મચી ગયો હતો, દેશના ખૂણે આવેલા આ નાનકડા રૂઢિચુસ્ત ગામની નજરોમાં જેને પાપ કહેવાય ઘટના ઘટી હતી. સવારની ઠંડક ઓસરીને બપોરનો તડકો ચડે એના પેહલા તો આખા ગામમાં આ વાત ફેલાઈ ચુકી હતી કે સાંજ અને સુરજ એ એક આખી રાત એક જ ઓરડામાં વિતાવી હતી.ફેક્ટરીના મજૂરોમાં આખો દિવસ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી. ગામ આખામાં સાંજના નામની થું થું થઇ રહી હતી, બધાને મોઢે અલગ અલગ ટીકાઓ હતી પણ નામ એકજ સાંજનું લેવાતું હતું, "અરે સુરજ તો પુરૂષ છે પણ સાંજને તો સમજવું જોવે કે'....""માં-બાપ નથી એટલે મનફાવે એમ વર્તે છે છોડી....""રાજપરિવારની ...Read More

24

રક્ત ચરિત્ર - 24

૨૪"એકાદ દિવસમાં સવાઇલાલ નિર્દોષ છૂટી જશે, આટલી નાનકડી સાબિતીઓથી સવાઇલાલને જેલ નઈ થાય. એટલે જે કરવાનું છે એ આજેજ પડશે." સાંજએ મનોમન એક નિર્ણય લીધો અને દેવજીકાકાને ફોન કરીને હથિયારબંધ માણસો સાથે અડધા કલાકમાં સિંહનિવાસમાં ભેગા થવાનું જણાવ્યું.એ તૈયાર થઇ, જિન્સની બેકપોકેટમાં બંદૂક મૂકી અને લાંબો કોટ પહેર્યો. બુટમાં બે ચાકુ છુપાવ્યા અને એક કટર શર્ટના છુપા ખિસ્સામાં છુપાવ્યું અને સુરજના ઓરડામાં આવી.સુરજનો ઓરડો ખુલ્લો હતો અને સુરજ ઘસઘસાટ ઊંઘ્યો હતો."હું તારા જાગતા તને જણાવવા માંગતી હતી કે હું તને પ્રેમ કરવા લાગી છું, પણ હું જ્યાં જઉં છું ત્યાંથી પાછી આવી શકીશ કે નહીં એ હું નથી જાણતી. ...Read More

25

રક્ત ચરિત્ર - 25

૨૫સાંજની આંખો ખુલી ત્યારે તેં દવાખાનામાં હતી, તેની સામેના સોફા ઉપર સુરજ ઊંઘ્યો હતો. એ અચાનક ઉઠવા ગઈ તેથી માથું ભમ્યું અને ચક્કર ખાઈને તેં નીચે પડી, અવાજ થવાથી સુરજ જાગી ગયો અને સાંજ પાસે આવ્યો."કોણ લાવ્યું મને અહીં?" સાંજને તેના માથા ઉપર પાછળથી કરેલો વાર અને પાઇપ લઈને ઉભેલા દેવજીકાકા યાદ આવી ગયા."તું પહેલાં આરામથી બેસ, પછી હું તને બધું જણાવીશ." સુરજએ તેને પલંગ પર બેસાડી અને ડૉક્ટરને બોલાવી લાવ્યો.ડૉક્ટરએ આવીને સાંજનું સ્વાસ્થ્ય તપાસ્યુ અને આરામ કરવાનું કહીને ચાલ્યા ગયા, ડૉક્ટરના ગયા પછી સાંજ ફરીથી એકજ સવાલની રટ લગાવશે અને આરામ નહીં કરે એટલે સુરજ પણ ડૉક્ટર સાથે ...Read More

26

રક્ત ચરિત્ર - 26

૨૬ "જેલમાં કેમ? હું અહીં કેવી રીતે આવી? કોણ લાવ્યું મને અહીં? "સાંજ હકીકત જાણવા અધિરી થઇ હતી. "તું કર, હું તને પછી બધુજ જણાવીશ." સુરજએ સાંજને ટેકો આપીને સુવડાવવાનો પ્રયત્ન કર્યો. "નથી કરવો આરામ, તું મને બધી વાત હાલ કરીશ કે હું પોલીસ સ્ટેશન જઈને દેવજીકાકાને પૂછી આવું?" સાંજએ એક ઝટકા સાથે સુરજનો હાથ છોડાવી દીધો. "રાત્રે ફોન આવ્યો હતો પોલીસનો, એમણે કીધું કે તું હોસ્પિટલમાં છે તો હું અહીં આવી ગયો. બીજું બધું મને ખબર નથી, અને તું પણ ક્યાંય નઈ જાય હાલ." સુરજએ સાંજનો હાથ તેના હાથમા લીધો અને બોલ્યો, "નીરજનો ફોન હતો, એ ઘરે આવે ...Read More

27

રક્ત ચરિત્ર - 27

૨૭રાત્રે, સુરજ અને નીરજ સાંજને ઘરે લઇ આવ્યા. બધાં એકીસાથે જમવા બેઠાં, અરુણ પહેલો કોળિયો મોં માં મૂકે એના સાંજએ બંદૂક તેના કપાળ પર તાણી."આ તું શું કરે છે? ગાંડી થઇ ગઈ છે?" અરુણના હાથમાંથી કોળિયો પડી ગયો."બસ જોતી હતી કે તું કેટલો બહાદુર છે, આટલા ભયાનક કામ... આઈ મીન ગામ.... આટલા ભયાનક ગામમાં રહે છે તો બહાદુરી તો જરૂરી છે ને?" સાંજએ બંદૂક પોતાની થાળીની બાજુમાં મૂકી અને જમવા લાગી.અરુણ સિવાય બધાં શાંતિથી જમી રહ્યાં હતાં, અરુણને કપાળે પરસેવો બાજી ગયો હતો અને તેની નજર વારંવાર લોડેડ ગન પર પડતી હતી. જમ્યું ન જમ્યું કરીને અરુણ ઉભો થઇ ...Read More

28

રક્ત ચરિત્ર - 28

૨૮"હું?" શિવાનીએ સાંજ સામે જોયું."હા, જેની સાથે ખોટું થયું છે સજા પણ એજ આપશે." સાંજ યંત્રવત બોલી રહી હતી."મારે જોઈએ છે, અને અમારા છુટાછેડા પછી નીરજ અને રતનનાં લગ્ન થઇ જાય એજ મારી ઈચ્છા છે." શિવાનીએ તેનાં આંસુ લૂંછ્યા."આ તું શું બોલે છે શિવાની?" સુરજને ગુસ્સો આવી રહ્યો હતો."હા ભાઈ, રતન અને નીરજએ એમના પ્રેમ માટે ભલે મને દગો આપ્યો. પણ હું પ્રેમની કિંમ્મત જાણું છું ભાઈ, મેં સાચો પ્રેમ કર્યો હતો, નાટક ન્હોતું કર્યું." શિવાનીની આંખો ફરીથી ભીંજાઈ ગઈ."તું ફરીથી વિચારી લે શિવાની." સાંજએ કહ્યું."હું મારો સામાન પેક કરવા જઉં છું, આપણે આજેજ અહીંથી જતા રહીશું ભાઈ. ડાયવોર્સના ...Read More

29

રક્ત ચરિત્ર - 29

૨૯"ભાઈ, ઉઠને..... મેં આવી મજાક કરી હતી એનો બદલો લે છે? હવે મજાક પુરી થઇ ચાલ ઉભો થા." સાંજએ હલાવી નાખ્યો.સુરજએ તેને પકડીને નીરજથી દૂર કરી, "નીરજ આપણી વચ્ચે નથી રહ્યો.""ચૂપ, એકદમ ચૂપ." સાંજએ સુરજને ધક્કો માર્યો અને નીરજ પાસે બેઠી, "ઉઠી જા ભાઈ, નઈ તો હું ક્યારેય તારી સાથે વાત નઈ કરું. ઉઠ ને, ભાઈ.""સાંજ, એ નઈ ઉઠે...." શિવાનીએ સાંજના ખભા પર હાથ મુક્યો, સાંજએ શિવાનીના સૂના હાથ અને સૂનું ગળું જોયું.શિવાનીની રડી રડીને સુજી ગયેલી આંખો જોઈને સાંજને ધક્કો લાગ્યો, તેં નીરજને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી."ભાઈ..... સોરી ભાઈ....." સાંજએ પોક મૂકી, તેને રડતા જોઈને ત્યાં હજાર ...Read More

30

રક્ત ચરિત્ર - 30

૩૦ત્રણ દિવસ પછી લાલજી અને ભીમો રતનના પરિવારને લઈને આવ્યા, રતન, તેનાં માંબાપ અને તેનાં ભાઈભાભી નીચું જોઈને સાંજ ઊભાં હતાં."તું જવાબ આપીશ કે હું પૂછું?" સાંજએ રતનની હળપચી પકડી અને તેનું માથું ઊંચું કર્યું."મેં નીરજને મારવાનું ન્હોતું કહ્યું, હું નીરજને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કરી શકું." રતનની આંખોમાં આંસુ છલકાયા."તો તેં કોને મારવાનું કહ્યું હતું?" સાંજએ રતનની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.રતનએ કોઈજ જવાબ ન આપ્યો, સાંજએ બંદૂક લોડ કરી અને રતનના માથા પર મૂકી."હું જાણું છું કે તને મોતનો ડર નથી હવે, તારો પ્રેમ મારો ભાઈ આ દુનિયામાં નથી એટલે તને આ દુનિયાથી કોઈ મતલબ નથી."સાંજએ બંદૂક ...Read More

31

રક્ત ચરિત્ર - 31

૩૧ મોહનલાલએ તેની ઓળખાણથી રગનાથ મર્ડર કેસમાંથી નાનજી, રામપાલ અને સવાઇલાલને બહાર કાઢ્યા હતા અને દેવજીને પણ મજબૂરીમાં જેલથી છોડાવવો પડ્યો હતો. જેલમાંથી નીકળીને દેવજીકાકા સિંહનિવાસ આવ્યા ત્યારે ઘર સમશાન જેવું શાંત હતું અને બધાં સફેદ વસ્ત્રોમાં હતાં. "સાંજ ક્યાં છે?" દેવજીકાકાએ રતનને પૂછ્યું, રતનએ નીરજના ઓરડા તરફ આંગળી કરી અને ફરીથી તેનું કામ કરવા લાગી. દેવજીકાકાએ નીરજના ઓરડાના અર્ધખુલ્લા બારણા પર ટકોરો મારવા હાથ આગળ કર્યો અને તેમની નજર નીરજની હાર ચડાવેલી તસ્વીર પર પડી. "સાંજ...." દેવજીકાકા બારણું ખોલીને અંદર આવ્યા. સાંજએ દેવજીકાકા સામે જોયું, તેનો ચેહરો પથ્થરમાંથી કોતરીને બનાવેલી મૂર્તિની જેમ ભાવનાવિહીન હતો. "આ બધું કેવી રીતે ...Read More

32

રક્ત ચરિત્ર - 32

૩૨ "મુખ્ય કારણ? સાચી વાત જણાવ." સાંજએ બંદૂક લોડ કરી. "ભાવનાભાભી અને મોહનભાઇના આડા સબંધો વિશે અનિલભાઈને ખબર પડી હતી, એટલે ભાવનાભાભીએ જ અનિલભાઈને મારવાની યોજના ઘડી હતી. અમે બધાંએ માત્ર અનિલભાઈની મિલકત હડપવાના ઈરાદાથી એમનો સાથ આપ્યો હતો." રામપાલ હજુયે બંદૂક જોઈને ધ્રુજી રહ્યો હતો. સાંજ સોફા પર બેસી ગઈ, આંખો બંધ કરીને તેં કંઈક વિચારી રહી હતી. "સુરજને કે'વું કે નઈ એ વિચારે છે?" અરુણ પણ હજુ શૉક હતો. "સુરજને આ વાત ખબર ન પડવી જોઈએ, હું ચિંકીને છોડાવવા વિશે વિચારી રહી છું." સાંજ ડ્રોવર તપાસીને એક કાગળ પેન લઇ આવી. "હું જે કઉં એ લખ." સાંજએ ...Read More

33

રક્ત ચરિત્ર - 33

૩૩ "સાંજ, બેટા તું અહીં?" ભાવનાબેનએ બનાવટી સ્મિત કર્યું. "ડૉન્ટ કોલ મી બેટા." સાંજ ત્યાંથી જતી રહી. "સાંજને બધી પડી ગઈ હશે? ના, સાંજને ખબર પડી હોત કે એના બાપની કાતિલ હું છું તો હાલ સુધીમાં તો મારા મરશિયા ગવાતા હોત. સૌથી પેલા રામપાલનું કંઈક કરવું પડશે નહિ તો બે ફટકામાં એ બેવકૂફ બધું બકી નાખશે." ભાવનાબેનએ રામપાલનું શું કરવું એ વિચારી લીધું હતું. રતન દશેક મિનિટથી શિવાની અને નીરજના ઓરડાની બહાર આંટા મારી રહી હતી, શાંતિએ અર્ધખુલ્લા બારણાથી રતનને જોઈ અને બારણા પાસે આવી, "કંઈ જોઈએ છે?" "શિવાનીબેનને મળવું છે મારે." રતન અચકાતા બોલી. "શિવાનીને પૂછવા દે, એ ...Read More

34

રક્ત ચરિત્ર - 34

૩૪ "સુરજ ઉભો રે...."અરુણએ દોડીને સુરજનું બાવડું પકડ્યું. "હાથ છોડ મારો..." સુરજએ એક ઝટકા સાથે તેનો હાથ છોડાવ્યો. "તું સાથે આવું વર્તન કેમ કરે છે સુરજ?" અરુણ સુરજની સાથે ચાલવા લાગ્યો. "સાંજએ મારી માં સાથે જે વર્તન કર્યું એ તેં નઈ જોયું?" સુરજ ઉભો રહી ગયો. "એ વર્તન પાછળનું કારણ હું તને જણાવું, આવ ક્યાંક બેસીને વાત કરીએ." અરુણ સુરજને મંદિરના બગીચામાં લઇ આવ્યો. "શું કારણ છે હવે બોલ." સુરજ બાંકડા પર બેઠો. "સાંજના બાપુ અનિલસિંહજી સાથે શું થયું હતું તું જાણે છે?" અરુણ પણ સુરજ સામે બેઠો, સુરજએ નકારમાં માથું હલાવ્યું. "આજથી ૧૯ વર્ષ પહેલાં સાત જણએ મળીને ...Read More

35

રક્ત ચરિત્ર - 35

૩૫"અરુણએ તને શું કીધું?" સાંજએ પૂછ્યું."તું મદદ માંગવા આવી હતી ત્યારે મારી મમ્મીએ તારી મદદ ન્હોતી કરી, પણ તું બોલી એ શું હતું?" સુરજએ પૂછ્યું."કંઈ નઈ, તું જા અહીંથી."સાંજને હવે ભાન થયું કે તેણીએ બધું બાફી નાખ્યું હતું."તેં એમ કીધું કે મારી માંએ તારા બાપુને મરાવ્યા હતા, શું મતલબ છે આનો?" સુરજએ સાંજને બાવડેથી પકડી."હાથ છોડ મારો, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." સાંજએ તેનું બાવડું છોડાવ્યું અને સડસડાટ પગથિયાં ઉતરી ગઈ.સુરજ નીચે આવ્યો અને ભાવનાબેનને શોધવા લાગ્યો. ભાવનાબેન પાછળ બગીચામાં છે એમ જાણ્યા પછી સુરજ બગીચા તરફ જઈ રહ્યો હતો અને અચાનક એક ચીસ તેના કાને પડી."બેનબા ...Read More

36

રક્ત ચરિત્ર - 36 - છેલ્લો ભાગ

૩૬"તેં મારી સાથે દગો કર્યો..." ભાવનાબેન મોહનલાલને મારવા ધસ્યાં.મોહનલાલએ ભાવનાબેનનું ગળું દબાવ્યું અને બોલ્યો,"હવે મને તારી જરૂર નથી, તો જીવવાની પણ જરૂર નથી."મોહનલાલની પકડથી ભાવનાબેનનું ગળું રૂંધાઈ રહ્યું હતું, તેં મોહનલાલની પકડ છોડાવવા તરફડી રહ્યાં હતાં પણ મોહનલાલએ તેની પકડ વધું મજબૂત કરી દીધી."તું ઘણું બધું જાણી ગઈ છે ભાવના, તો હજુયે એક વાત જાણી લે. તારી દીકરીને વિધવા મેં બનાવી, મેં અરજણને કામથી ફોન કર્યો હતો ત્યારે તેં સિંહનિવાસ જઈ રહ્યો હતો. તેણે મને એ દિવસે સિંહનિવાસમાં થયેલા તમાશા વિશે અને રતનની યોજના વિશે જણાવ્યું, એજ સમયે મારા મગજમાં સોલિડ યોજના આવી અને મેં તારા જમાઈ નીરજને મરાવી ...Read More