એક આશ

(64)
  • 13.9k
  • 1
  • 5.9k

આજ નો દિવસ ઘણો વ્યસ્ત રહેવાનો હતો. મારે રાત્રે પોણા દસ વાગ્યા ની બસમાં જૂનાગઢ થી વડોદરા પરત ફરવાનું હતું. મારી કોલેજ ના ચોથા સેમેસ્ટર ની પરિક્ષા ત્રણ દિવસ માં શરૂ થવાની હતી એટલે થોડુ વાંચવાનું પણ હતું અને મારી સ્કૂલ ના ફંક્શનમાં જવાનું હતું જેથી જૂના મિત્રો અને શિક્ષકો ને મળી શકાય.****મારી બેેેગ પેેેક કરી બસ હું વાંચવા બેસવાનું જ વિચારતી હતી પણ એ જ સમયે અચાનક મારા મમ્મી સાથે મારે બજારમાં થોડી ખરીદી કરવા જવાનું થયું અને ત્યાં થી આવતા લગભગ બપોરના એક વાગી ગયા હતા.ઘરે આવ્યા ત્યારે થોડા મહેમાનો નો અણધાર્યો મારો થયો અને આજ નો મારો

New Episodes : : Every Saturday

1

એક આશ - 1

આજ નો દિવસ ઘણો વ્યસ્ત રહેવાનો હતો. મારે રાત્રે પોણા દસ વાગ્યા ની બસમાં જૂનાગઢ થી વડોદરા પરત ફરવાનું મારી કોલેજ ના ચોથા સેમેસ્ટર ની પરિક્ષા ત્રણ દિવસ માં શરૂ થવાની હતી એટલે થોડુ વાંચવાનું પણ હતું અને મારી સ્કૂલ ના ફંક્શનમાં જવાનું હતું જેથી જૂના મિત્રો અને શિક્ષકો ને મળી શકાય.****મારી બેેેગ પેેેક કરી બસ હું વાંચવા બેસવાનું જ વિચારતી હતી પણ એ જ સમયે અચાનક મારા મમ્મી સાથે મારે બજારમાં થોડી ખરીદી કરવા જવાનું થયું અને ત્યાં થી આવતા લગભગ બપોરના એક વાગી ગયા હતા.ઘરે આવ્યા ત્યારે થોડા મહેમાનો નો અણધાર્યો મારો થયો અને આજ નો મારો ...Read More

2

એક આશ - 2

પહેલા ક્રમમાં... હું સ્કૂલ ના ફંકશન માં ગઇ અને ત્યાં બધા શિક્ષકો ને મળી પણ એક વ્યક્તિ ને મળવાનું ગયું.આગળ ચાલુ... કાર્યક્રમ શરુ થયો એક પછી એક બધા સર મૅડમ પોતપોતાના મંતવ્યો જણાવવા અને બાળકો ને ભેટ આપવા માટે સ્ટૅજ પર આવવા લાગ્યા. ત્યારે સ્ટૅજ પર થી એક વિદ્યાર્થીની જે ફંકશન હોસ્ટ કરી રહી હતી તેણે સ્ટૅજ પર ચિત્રા મૅડમ ને આવવા આમંત્રણ આપ્યું કે જેથી એ શાળા માં બાળકો ને ભણાવવા માટે વપરાતી પદ્ધતિ નું પ્રેસેંટેશન આપી શકે. ત્યારે મને સમજાયું કે કદાચ ચિત્રા મેમ પ્રેસેંટેશ ના કામ માં વ્યસ્ત હશે એટલે જ જયારે બીજા ટીચર્સ લોકો ને હું મળી ...Read More

3

એક આશ - 3

બીજા ક્રમ માં... મેં સોહમ ને તેના પપ્પાનું નામ પૂછ્યું તો તે તરત જ સ્ટેજ ની પાછળ દોડી ગયો. આગળ... સોહમ દોડ્યો એટલે હું પણ તેની પાછળ દોડી. એ તરત જ ત્યાં જઈ ને ચિત્રા મેડમ ને ભેટી પડ્યો અને પૂછવા લાગ્યો કે "મમ્મી, પપ્પા ક્યાં છે? "તેના પપ્પા મૃત્યુ પામ્યા હશે. એવો મને પહેલો વિચાર આવ્યો. પણ ચિત્રા મેમ ને જોતા એવુ લાગતું નહોતું. એટલે થયું કદાચ છુટાછેડા થયાં હશે. પણ અહીં કદાચ એવુ કશું નહોતું. ચિત્રા મેમ કાંઈ જ ખાસ બોલ્યા નહિ ફક્ત એટલું જ કહ્યું કે " હું જ તારા પપ્પા છું. બીજું કોઈ નહી. હવે જા રમવા મારે ...Read More

4

એક આશ - 4

આગળ ના પ્રકરણ માં.. સોહમ ચિત્રા મેમ પાસે ગયો અને ચિત્રા મેમ એ સોહમ ના પપ્પા વિશે જણાવવા થોડો સમય લાગશે એવુ જણાવ્યું એટલે મેં મારી ટિકિટ કેન્સલ કરાવી અને સાંભળવા બેસી ગઇ સ્ટોરી.. હવે આગળ, "ચાલો મેં તો મારો બરોડા જવાનો પ્લાન બદલાવી નાખ્યો હવે તો કાલે જવાની સવારે, હવે તમે કહો તમારી વાત. "****" હું બાર માં ધોરણ માં હતી. " ચિત્રા મેમ એ ખુબ જ સરળતાથી અને એકદમ પ્રેમાળ લાગે એવા સ્મિત સાથે શરૂઆત કરી. આમ તો દરેક વ્યક્તિ ને ક્લાસ માં હું ઓળખતી જ હતી અને લગભગ દરેક સાથે વાતચીત થતી પણ તે વર્ષે એક નવો વિદ્યાર્થી ક્લાસ ...Read More