બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ

(126)
  • 69.1k
  • 13
  • 25.5k

દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા હતા. “હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા. “આ ચારેય આવા સમયે કેમ દોડવા

Full Novel

1

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 1

દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા હતા. “હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા. “આ ચારેય આવા સમયે કેમ દોડવા ...Read More

2

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 2

થોડીવાર પછી વિજય ભાનમાં આવ્યો. તેણે આંખો ખોલી જોયું તો તે તેના રૂમમાં બેડ પર સૂતેલો હતો. તેણે દરવાજા જોયું તો એક યુવાન પોતાનો શર્ટ બદલતો હતો. તેને જોઈ વિજય બોલ્યો, “કલ્પેશ આજે વહેલા કેમ આવી ગયો? બધું ઠીક છે ને?” “આ તને વહેલું લાગે છે? એક વખત ઉઠીને ઘડિયાળમાં જો અને પછી કહે કેટલો વહેલો આવ્યો છું!” કલ્પેશે હસીને કહ્યું. વિજય પથારીમાંથી ઉભો થયો અને ચાર્જરમાંથી ફોન કાઢીને તેની સ્ક્રીન ઓન કરી જોયું અને નવાઈ પામતા બોલી ઉઠ્યો, “સવા બાર!” “હા સવા બાર. આજ એક કલાક મોડો આવ્યો છું. રસ્તામાં નીલીયાની બાઈક બંધ પડી ગઈ હતી. ...Read More

3

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 3

કલ્પેશ બાઈક લઈને વિજય પાસે આવી ગયો અને વિજયને બેસાડી તેને હોસ્પિટલ લઇ ગયો. તેણે હોસ્પિટલના ગેટ પાસે બાઈક કરી અને વિજયને ટેકો દઈ હોસ્પીટલના મેઈન ગેટ પર લઇ ગયો. તેણે ગેટ ખોલવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે તેમાં તાળું લાગેલું છે. તાળા સાથે બાંધેલી સાંકળના અવાજને કારણે કમ્પાઉન્ડર જાગી ગયો અને ઉભો થઈ ગેટ પાસે આવી તાળું ખોલવા લાગ્યો અને બોલવા લાગ્યો, “અત્યારે જ ટાઈમ મળ્યો તમને? શું થયું છે?” “તાવ આવ્યો છે.” કલ્પેશ જવાબ આપી વિજયને અંદર લઇ ગયો અને તેને સીટ પર બેસાડ્યો. “કલ્પેશ... ઘરે ચાલ પ્લીઝ... ઇન્જેક્શન..નહી..ઇન્જેક્શન.” “વિજય ચુપ થઇ જા. તને ...Read More

4

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 4

બંને હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જાણ થઇ કે હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ મોટી ભીડ છે. કલ્પેશે હોસ્પિટલ અંદર પાર્કિંગની જગ્યા મળતા હોસ્પિટલની સામે સાઈડમાં બાઈક પાર્ક કરી અને કહ્યું, “આપણે થોડું વહેલા આવવાની જરૂર હતી. ઠીક છે તુ સીધો અંદર ચાલ્યો જજે અને ક્યાંક જગ્યા શોધીને બેસી જજે. હું ફટાફટ તારો કેસ લખાવીને આવું છુ.” “કલ્પેશ ચાલ ઘરે. મારે કોઈ બ્લડ ટેસ્ટ નથી આપવો અને આમય આજના દિવસમાં મારો રીપોર્ટ આવે તેનો કોઈ ચાન્સ નથી. યાર અંદર ભીડ તો જો. પાર્કિંગની પણ જગ્યા નથી!” “તારે ફરી મામીને ગુસ્સે કરવા જવું છે?” “કલ્પેશ પણ મેં બસ તેમને જાણ કરી એમાં ...Read More

5

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 5

ઘણો સમય વીતી ગયો હતો. બંને મિત્રો બાંકડા પર બેઠા બેઠા હોસ્પિટલ સામે ચૂપચાપ જોઈ રહ્યા હતા એવામાં કમ્પાઉન્ડર અને કલ્પેશને હાથથી ઈશારો કરી બ્લડ ટેસ્ટનો રીપોર્ટ લઇ જવા કહ્યું. કલ્પેશ ઉભો થયો અને લેબોરેટરીના બાજુના રૂમમાંથી રીપોર્ટ લઇ વિજય પાસે આવી ગયો. તેણે વિજય સામે જોયું અને કહ્યું, “થેંક ગોડ. વિજય ચિંતા જેવું નથી તારો રીપોર્ટ નોર્મલ આવ્યો છે પણ થોડો ટાઈમ દવા ચાલુ રાખવી પડશે.” વિજય જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ તે બસ હોસ્પિટલ સામે જોઈ રહ્યો. તેણે કલ્પેશને કોઈ જવાબ ન આપ્યો. એ જોઈ કલ્પેશે વિજયના પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું, ...Read More

6

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 6

બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચે વિજય જામનગર જવા માટે તૈયાર થઇ ગયો હતો. તેણે તેનું બેગ લીધું અને પરથી ઈયરફોન લઇ તેમાં નાખ્યા. તેણે ફોન ચાર્જિંગમાંથી લઇ લીધો અને ખિસ્સામાં નાખી તેના મમ્મી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તે રોજની જેમ તેમને પગે લાગ્યો અને બોલ્યો, “મમ્મી હું કોલેજ જવ છું.” “શું કામ છે કોલેજે? ક્યાંય નથી જવાનું. સુઈ જા તારા રૂમમાં જઇને.” વિજયના મમ્મી ઊંઘમાંથી આંખો ખુલતા જ બોલી ઉઠ્યા. “પણ મમ્મી મારે જવું પડશે.” “શું પેલી રાહ જોઈ રહી છે? તેને મળવા માટે કોલેજનું બહાનું બનાવી રહ્યો છે. ભલે રાહ જોતી. તારે ક્યાંય નથી જવાનું. ...Read More

7

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 7

“શું વિચારો છો? મને ખબર છે તમને મારામાં પર ટ્રસ્ટ જ નથી.” “ના નિશુ એવું કંઈ નથી. મને ટ્રસ્ટ તારા પર. સોરી તુ વાત ન હતી કરતી એટલે હું આવા વિચારોમાં ચડી ગયો. પ્લીઝ મને માફ કરી દે.” “પણ હું કહું એ કરશો તો જ માફ કરીશ. ઓકે?” “હા બોલ.” “બીયરનો ઓર્ડર આપું છું.” “ના નિશુ. હજી દવા ચાલુ છે અને ક્યાં આ ઠંડુ... ઓકે જોયું જશે. એક કામ કર તને જે ગમે એ બંને માટે લઇ લે.” “ઓકે તો ઓરેન્જ જ બરાબર રહેશે. ચિંતા ન કરો કંઈ નહિ થાય. આજ લાગે છે તમે મારી બસ મિસ કરાવીને જ ...Read More

8

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 8

બે દિવસ પછી વિજયને કોલેજના અસાઇનમેંટ સબમિટ કરવાના હતા તેથી તે બે દિવસ પછી સવારે નવ વાગ્યાની બસમાં જામનગર રવાના થઇ ગયો. બસ જામનગર પહોંચી ત્યારે દસ વાગ્યા હતા. અસાઇનમેંટ સબમિટ કરવાનો ટાઈમ અગિયાર વાગ્યાનો હતો એટલે તેણે સંજયને કોલ કરી તેને થોડીવાર માટે આઈ.ટી.આઈમાંથી બહાર બોલાવ્યો. સંજય આવ્યો એટલે બંને મિત્રો ચા પીવા ગયા અને ચા પીધા પછી સ્ટેશન ગયા. બંને મિત્રો સ્ટેશન પહોંચ્યા તો વિજયે જોયું કે લકી નીક સાથે વાતો કરી રહ્યો હતો. વિજયે તેના મિત્રો પાસેથી લકીનું માત્ર નામ સાંભળ્યું હતું. વિજયે અસાઇનમેંટ સબમિટ કરવાના એક દિવસ પહેલા નીકના એક મિત્ર દ્વારા લકીને પહેલી ...Read More

9

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 9

બીજા દિવસે સવારના સાત વાગ્યે વિજયને તેના કોલેજ ફ્રેન્ડનો કોલ આવ્યો. કોલમાં વિજયના મિત્રએ તેને કોલેજ આવવા જણાવ્યું હતુ. વિજય તૈયાર થઇ આઠ વાગ્યાની બસમાં જામનગર આવી ગયો અને દસ વાગ્યા પહેલા કોલેજ પહોંચી ગયો. તે કોલેજમાં તેના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો એવામાં તેના ફોનમાં મેસેજ આવ્યાની રીંગ વાગી. વિજય મેસેજ જોઇને મિત્રોથી થોડો દૂર ચાલ્યો ગયો. નિશા વોટ્સેપમાં વિજયને મેસેજ કરી રહી હતી, “તમે ક્યાં છો?” “કોલેજમાં છું.” “ત્યાં ફોન યુઝ કરવા દે છે?” “હા” “ઓહો. સરસ!” “હા. બોલ બીજું.” “આજ શનિવાર છે તો હું સાડા ત્રણ વાગ્યે સ્ટેશન આવીશ. તમે મારો વેઇટ કરજો.” “કેમ ...Read More

10

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 10

સાડા ત્રણ થયા એટલે નિશા બસ સ્ટેશને આવી ગઈ. તેણે બાંકડા પર નજર કરી તો વિજય ઉદાસ બેઠો હતો. ધ્યાન નિશા પર પડ્યું કે ત્યાં જ વિજયની આંખોમાં આંસુઓ આવવા લાગ્યા. તેને રડતો જોઈ નિશાએ વિજય પરથી નજર હટાવી લીધી અને તેની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી. નિશા એવી રીતે વર્તન કરી રહી હતી જાણે કશું થયું જ નથી. તેનુ વર્તન જોઈ વિજયને તેના નસીબ પર હસવું આવી ગયું અને તે આંસુઓ લુછીને હસવા લાગ્યો. વિજય ખૂબ લાગણીશીલ માણસ હતો. તે હંમેશાં પોતાની લાગણી વ્યક્ત કરી નાખતો. તે ખુશ હોય તો ખુશી વ્યક્ત કરી નાખતો, ગુસ્સામાં હોય તો ...Read More

11

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 11

મેડમે ત્રણેયના પાસ જોયા અને ત્યાંથી પોતાની સીટ તરફ જવા લાગ્યા. તેમને જતા જોઈ સંજય મજાક કરતા બોલ્યો, “ઓકે એ સાંભળી વિજય તેની સામે ગુસ્સાની નજરથી જોઈ રહ્યો અને થોડીવાર પછી નિશા સાથે વાત કરતા બોલ્યો, “એટલે લકી મારી પાસે જૂઠું બોલે છે?” “પણ મેં કદી તમને લકીના કહેવા પર બ્લોક કર્યા જ નથી.” “ઠીક છે. તો તે તારી મરજીથી મને ઘણી વખત બ્લોક કર્યો છે ને?” “તમને લકીએ કીધુને કે મેં તમને તેના કહેવા પર બ્લોક કર્યા હતા?” “હા તો?” “બસ હવે લકી સાથે કદી વાત જ નથી કરવી. શું જરૂર હતી તમારી પાસે જૂઠું બોલવાની?” “અત્યાર ...Read More

12

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 12

છ મહિના પછી... “મોન્ટુ આ લગ્નમાં આવવાનું તો બસ બહાનું છે. ખરેખર તો હું મારા ઘરે રહેવા જ નથી હું ઘરેથી ભાગીને અહી આવી ગયો છું એમ કહેવામાં પણ વાંધો નથી.” “વિજય પણ તુ ક્યાં સુધી આમ ભાગ્યા કરીશ ભાઈ? હું એમ નથી કહેતો કે તુ બોટાદ આવી ગયો એ મને ન ગમ્યું. તારા આવવાથી હું એટલો ખુશ છું કે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. ભાઈ હું તારી સાથે બે વર્ષ રહ્યો છું. સાચું કહું તો તારી આદત પડી ગઈ છે પણ હવે આપણે નાના નથી રહ્યા કે હું જીદ કરીને તને ફરી પાછો મારા ઘરે બોલાવી ...Read More

13

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 13

બે દિવસ પછી વિજય અને મોન્ટુ અમદાવાદ લગ્નમાં હતા. વિજયનો વિચાર કાંકરિયા જવાનો હતો. તેણે મોન્ટુને કાંકરિયા લઈ જવા કાંકરિયા જવા માટે મોન્ટુએ તેના અમદાવાદમાં રહેતા કાકાના છોકરાને કોલ કરી તેને પીકપ કરવા બોલાવ્યો. બંને ગીતા મંદિર રોડ પર મોન્ટુના કાકાના છોકરાની રાહ જોઈ રહ્યા હતા એવામાં વિજયના ફોનની રીંગ વાગી. વિજયે જોયું તો શ્રેયાનો કોલ હતો. વિજયે કોલ અટેન્ડ કરતા કહ્યું, “હા સીસ બોલો.” “તમારા માટે ગુડ ન્યૂઝ છે.” “ગુડ ન્યૂઝ? એટલે...” “હા. ફાઈનલી... તમે હવે સિંગલ નહી રહો.” “રીયલી? સીસ તમે મજાક...” “ના મારા ભાઈ. તમને લાગે છે આ બાબતમાં હું તમારી સાથે મજાક કરીશ?” “તો ...Read More

14

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 14

વિજય કોલેજના કામથી શનિવારે જામનગર આવવાનો હતો તેથી શ્રેયાએ વાણીને શનિવારે વિજયને મળવા કહ્યું હતું. વિજય શુક્રવારે જ અમદાવાદથી આવી ગયો હતો. વિજય બીજા દિવસે સમયસર કોલેજ પહોંચી ગયો અને કોલેજનું કામ પૂરું કરી અગિયાર વાગ્યે કોલેજમાંથી બહાર નીકળી ગયો. સવારે વિજય ઘરેથી જ્યારે કોલેજ જવા માટે નીકળતો હતો ત્યારે જ વાણીએ મેસેજ કર્યો હતો કે તે તેને બાર વાગ્યે લાખોટા તળાવ પર મળશે તેથી તે કોલેજથી સીધો સ્ટેશન ગયો અને સંજયને કોલ કરી તેને સ્ટેશન બોલાવી લીધો. થોડીવાર પછી સંજય આવ્યો એટલે બંને મિત્રો લાખોટા તળાવ ગયા અને શ્રેયા અને વાણીની રાહ જોવા લાગ્યા. શ્રેયા અને વાણી ...Read More

15

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 15

વિજયની વાત સાંભળી વાણીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી. તેને રડતી જોઈ વિજયને ખૂબ નવાઈ લાગી. જીવનમાં પહેલી વખત કોઈ અજાણ વ્યક્તિને તેના માટે રડતી જોઈ રહ્યો હતો. વિજયની અંદર એક નવી લાગણીએ જન્મ લીધો હતો. તે પોતે જ આ લાગણીને સમજી ન હતો શકતો. કોઈ તેના માટે રડી રહ્યું છે એ જોતા વિજય ખૂબ ખુશ હતો પણ સાથે તેને એ વાતનું દુખ પણ હતુ કે તેણે કોઈ વ્યક્તિને રડાવી છે. તેણે વાણીનો હાથ પકડવાની કોશિશ તો કરી પણ તે આગળ વધવાની હિંમત ન કરી શક્યો. તે સારી રીતે જાણતો હતો કે તેની અને વાણી ...Read More

16

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 16

વાણીના અસ્વીકારના કારણે વિજય ફરી એ જ સ્થિતિમાં આવી ગયો હતો જેમાંથી બહાર નીકળવા તે વાણી પાસે ગયો હતો. બે-ત્રણ દિવસ સુધી વાણીને મનાવવાની કોશિશ કરતો રહ્યો અને વાણી પાસેથી દર વખતે એક જ જવાબ આવતા તે થાકી ગયો અને તેણે વાણી સાથે વાત કરવાનું છોડી દીધું. વિજયને જામનગર આવવાની એક ઉમીદ મળી હતી એ હવે રહી ન હતી. તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું. જ્યારે સંજયને ખબર પડી કે વિજયે કોલેજ આવવાનું છોડી દીધું છે તો તે સીધો વિજય પાસે પહોંચી ગયો. જ્યારે સંજય તેની પાસે ગયો ત્યારે વિજય પોતાના રૂમમાં બેડ પર ફોનમાં વિડીયો ગેમ રમી ...Read More

17

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 17

નીકની વાતો સાંભળી વિજય વિચારમાં પડી ગયો હતો. તેને વિશ્વાસ ન હતો આવતો કે તે જે સાંભળી રહ્યો હતો નીક બોલી રહ્યો હતો. અત્યાર સુધી વિજય માનતો હતો કે નીક જેની સાથે રિલેશનશીપમાં હોય છે તેને સાચો પ્રેમ કરે છે પણ નીકની વાતો સાંભળી વિજયને ખબર પડી કે તેની માન્યતા ખોટી હતી. તે બોલી ઉઠ્યો, “તો અત્યાર સુધી તુ જેટલી છોકરીઓ સાથે હતો એ બધી સાથે બસ ટાઈમપાસ કરતો હતો?” “હા. મને કહેતા જરા પણ શરમ નહિ આવે કે હું ટાઈમપાસ કરતો હતો અને હજી એક નવાઈ લાગે એવી વાત કહું? અત્યાર સુધી મારી લાઈફમાં જેટલી છોકરીઓ આવી ...Read More

18

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 18

થોડીવાર સુધી વિજય વિચારતો રહ્યો. તે નીક સામે જોઈ રહ્યો અને તેને જવાબ આપતા બોલ્યો, “યાર મને નથી સમજાતુ હું શું જવાબ આપું?” “વિચાર જવાબ તને તારી પાસેથી જ મળશે. મેં જસ્ટ તને એટલું જ પૂછ્યું છે કે તારે એ પ્રકારનું જીવન જોઈએ છે કે નહિ?” “ના નથી જોઈતું. હું હેન્ડલ નહી કરી શકું પણ એવું જરૂરી તો નથી કે તે જે સ્ટોરી કીધી એ પ્રમાણેનું જ મારું જીવન હશે. શું ખબર કોઈ વ્યક્તિ એવી પણ મળી જાય કે જેના લીધે જીવન સુખી બની જાય.” “હા એ પણ બની શકે. ચાલ આ બધુ છોડ મને એ જણાવ કે ...Read More

19

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 19

“નીક તુ બસ એ જ કહેવા માંગે છે ને કે હું છોકરીઓ પાછળ ભાગવાનું છોડી દવ અને કોઈ ધંધો પૈસા કમાવવા પર ધ્યાન આપું?” “હા. કેમ કે તારા માટે એ જ બરાબર છે.” “ઠીક છે. તો હવે મશીનની જેમ પૈસા છાપવાનું શરૂ કરી દવ. તારી નજરમાં મારા માટે કોઈ કામ હોય તો જણાવજે.” “વિજય હજી તુ મારી વાતને સમજી રહ્યો નથી. યાર રિલેશનશીપ કોઈ ખરાબ વસ્તુ નથી. એ તો એક સુંદર અનુભવ છે જે માણસને જીવન જીવવાની પ્રેરણા આપે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. મારે તને બીજું કોઈ ઉદાહરણ શા માટે આપવું જોઈએ? સૌથી મોટું ...Read More