" પરી " ભાગ-1 આરતી, રોહન અને શિવાંગ સાથે કોલેજ કેમ્પસમાં ઉભી હતી. કોઈની રાહ જોતી હોય તેમ વારંવાર કોલેજના ગેટ સામે જોઇ રહી હતી. એટલે શિવાંગે તેને પૂછ્યું, " કોઈ આવવાનું છે, આરતી તો તું આમ ગેટ સામે જોયા કરે છે. " એટલે આરતીએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. " શિવાંગ: કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી.... આરતી: એય શીવુ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ, મારા રિલેશનમાં છે ઓકે ? શિવાંગ: અરે યાર, ખાલી એમજ પૂછું
Full Novel
પરી - ભાગ-1
" પરી " ભાગ-1 આરતી, રોહન અને શિવાંગ સાથે કોલેજ કેમ્પસમાં ઉભી હતી. કોઈની રાહ જોતી હોય તેમ વારંવાર ગેટ સામે જોઇ રહી હતી. એટલે શિવાંગે તેને પૂછ્યું, " કોઈ આવવાનું છે, આરતી તો તું આમ ગેટ સામે જોયા કરે છે. " એટલે આરતીએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. " શિવાંગ: કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી.... આરતી: એય શીવુ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ, મારા રિલેશનમાં છે ઓકે ? શિવાંગ: અરે યાર, ખાલી એમજ પૂછું ...Read More
પરી - ભાગ-2
" પરી " ભાગ-2 આરતી: તમે બંને ચૂપ રહો, માધુરી આવી રહી છે. માધુરી આવે છે એટલે શિવાંગ તેની જ જોઇ રહે છે. લાઇટ ગ્રે કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં માધુરી ખૂબજ સુંદર લાગી રહી હતી. એકદમ પતલી અને લાંબા વાળ, સુંદર ગોરા ગાલ ઉપર અથડાતી, નખરા કરતી વાળની લટ...શિવાંગની નજર તેની ઉપરથી ખસતી ન હતી. એટલામાં માધુરી બધાને " ગુડમોર્નિંગ " કહે છે. એટલે શિવાંગ, આરતી અને રોહન ત્રણેય સાથે " ગુડમોર્નિંગ" બોલે છે. અને એકબીજાને સ્માઈલ આપે છે. રોહન અને આરતી બંને બાજુ બાજુમાં રહેતા હતા, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતા એટલે બંને રોજ ...Read More
પરી - ભાગ-3
" પરી " ભાગ-3 માધુરી પોતાની વાત પૂરી કરે છે અને શિવાંગ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ માધુરીનું ઘર આવી જાય છે. એટલે શિવાંગ તેને ડ્રોપ કરીને ચાલ્યો જાય છે. શિવાંગને આટલી બધી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ છે.કંઇ કેટલીયે છોકરીઓ પોતાના બાઇક પાછળ બેઠી હશે. પણ આજે તેને કંઇક અલગ જ અહેસાસ થઇ રહ્યો છે. માધુરી બીજી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે. કંઇ ન બોલીને પણ કોઇને પોતાના કરી દે તેવી છે.ખભા ઉપર મૂકેલા તેના હાથનો સ્પર્શ હજીયે શિવાંગ મહેસૂસ કરી રહ્યો છે. આજે તે ખૂબજ ખુશ હતો. માધુરીને તેની સાથે લવ થશે કે નહિ તે ખબર ...Read More
પરી - ભાગ-4
" પરી " ભાગ-4 શિવાંગ અને કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હવે એન્યુઅલ ફંક્શનની રાહ જોઇ રહ્યા હતા. હવે આગળ... અને 17 ત્રણ દિવસ કોલેજમાં એન્યુઅલ ફંક્શન છે જેની તૈયારી માટે મીટીંગ રાખવામાં આવી છે તો ક્લાસના ઇલેક્ટેડ સ્ટુડન્ટ્સે સમયસર હાજરી આપવી, તેવી નોટિસ આજે દરેક ક્લાસમાં આવી જાય છે. શિવાંગ અને તેની આખી ટીમ પ્રોગ્રામ માટે તૈયાર હતા. કોલેજના ઘણાં બધાં ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ તેમાં ભાગ લેવાના છે. બ્રેક ડાન્સ, કોમેડી પ્રોગ્રામ, સીન્ગીન્ગનો પ્રોગ્રામ અને ડ્રામા જેવા અનેક પ્રોગ્રામ સ્ટેજ ઉપર ભજવાતા. કોલેજના દરેક સ્ટુડન્ટ માટે તે યાદગાર દિવસો બની રહેતા, એટલું બધું એન્જોયમેન્ટ તે ત્રણ દિવસના પ્રોગ્રામમાં થતું. શિવાંગને ...Read More
પરી - ભાગ-5
" પરી " ભાગ-5 માધુરી: મને આ સમાજ અને પપ્પા નો ખૂબ ડર લાગે છે.....હવે આગળ... શિવાંગ: હું છું સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. શિવાંગ અને માધુરીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, માધુરીને શિવાંગ જ દેખાય અને શિવાંગને માધુરી..બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં શિવાંગના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે ...Read More
પરી - ભાગ-6
" પરી " ભાગ-6 માધુરી શિવાંગને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની હોટલમાં શિવાંગે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ માધુરી મૂડમાં ન હતી. પણ હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી. બીજે દિવસે શિવાંગ માધુરીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. માધુરી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. શિવાંગ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ માધુરીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. માધુરી શિવાંગને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " શિવુ, હું તારા વગર ...Read More
પરી - ભાગ-7
" પરી " ભાગ-7 માધુરી અને શિવાંગ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે...હવે આગળ.... માધુરી એકદમ ધ્યાનથી એક્ઝામની તૈયારી કરી રહી છે. શિવાંગના કહેવા પ્રમાણે તે, માધુરીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે. દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ઘરે આવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે. આફ્ટર લોન્ગ ટાઇમ આરતીને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ માધુરી શિવાંગની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી શિવાંગને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ ...Read More
પરી - ભાગ-8
" પરી " ભાગ-8 માધુરીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા પછી શિવાંગ કઇ પરિસ્થિતિમાંથી પસાર થાય છે.... હવે આગળ.... માધુરીના પછી શિવાંગ ખૂબજ ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. માધુરીને પોતાની જિંદગી માની બેઠેલો શિવાંગ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું. રોહન અને આરતી તેને ...Read More
પરી - ભાગ-9
" " પરી " ભાગ-9 વાંરવાર યાદ આવતી માધુરીને શિવાંગ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ જતો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો અને તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી. ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ ...Read More
પરી - ભાગ-10
" પરી " ભાગ-10 ક્રીશા: સર, તમે ક્યાંના છો ? હવે આગળ....શિવાંગ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર પણ છૂટકો નથી. અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તે હમણાં જ ટ્વેલ્થ પાસ આઉટ થયો અને તે પણ એન્જીનીયરીંગ કરે છે. ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? " શિવાંગને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો પણ ભૂતકાળ વર્તમાનનો ...Read More
પરી - ભાગ-11
" પરી " ભાગ-11 ક્રીશા બોલી રહી છે અને શિવાંગ સાંભળી રહ્યો છે... હવે આગળ.... બંને જમવા માટે 'ઉડીપી શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ફેવરીટ સેટ ઢોંસા મંગાવે છે અને શિવાંગ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે. શિવાંગ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે...અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું...ક્રીશા આ જોઇ ગઇ એટલે તેણે તરત જ પૂછ્યું, " કેમ સર શું થયું એકલા એકલા હસો છો..?? ...Read More
પરી - ભાગ-12
" પરી "ભાગ-12 શિવાંગ ક્રીશા સાથે મજાક કરે છે.અને બોલે છે કે, " એય કુશન ન ફેંકતી મારી ઉપર..." પછી ખડખડાટ હસી પડે છે. ક્રીશા: નહિ ફેંકુ હવે, મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...હવે આગળ... શિવાંગ ક્રીશાને તેના બિલ્ડીંગની નીચે ડ્રોપ કરીને ચાલ્યો જાય છે... શિવાંગ પોતાના રૂમમાં બેડ પર આડો પડ્યો અને છત સામે તાકી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે ઘણાં બધાં દિવસ પછી, જિંદગી જાણે જીવવા જેવી લાગી છે...!! બાકી અત્યાર સુધી તો માધુરીને છોડીને આવ્યા પછી...જાણે તેને જીવનમાંથી રસ જ ઉડી ગયો હતો. પણ આજે તેને લાગ્યું કે, ...Read More
પરી - ભાગ-13
" પરી " ભાગ-13 ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે તેની રાહ જૂએ છે.. ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું શિવાંગને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિ થી સૂઇ જાય છે. હવે આગળ.... આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે. ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી. આજે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી તેણે મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે નાજુક-નમણી, પુરી ગુજરાતી છોકરી લાગતી હતી. ...Read More
પરી - ભાગ-14
" પરી " પ્રકરણ-14 શિવાંગ: અને માધુરી, હું હજી તેને ભૂલી નથી શક્યો. ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું છું. શિવાંગ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે છે... હવે આગળ.. શિવાંગ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, એ તૈયાર થશે આપણા મેરેજ માટે..?? ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ ...Read More
પરી - ભાગ-15
" પરી " પ્રકરણ-15 જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવતો હતો... હવે આગળ.... આરતી અને રોહને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે શિવાંગના મેરેજના વન વીક પછી તરત જ આરતી અને રોહનના મેરેજ હતા. એટલે શિવાંગ વિચારી રહ્યો હતો કે, કોલેજનું આખું ગૃપ, મને રોહનના મેરેજમાં મળશે અને માધુરી... આફ્ટર લોન્ગ ટાઇમ મને મારી માધુરી જોવા મળશે...!! મેરેજ પછી કેવી લાગતી હશે તે..?? ઓકે તો હશે ને..?? મળે એટલે તેના હાલ-ચાલ પૂછી લઉં...?? પણ, તેનો હસબન્ડ ડૉ.ઋત્વિક સાથે ...Read More
પરી - ભાગ-16
" પરી " પ્રકરણ - 16 ગઇ વખતે આપણે જોયું કે, શિવાંગને માધુરીની પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ માધુરીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું માધુરીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ... મેરેજ પતાવી શિવાંગ અને ક્રીશા ઘરે જાય છે. શિવાંગને જોઇને ક્રીશાને લાગે છે કે શિવાંગ મૂડમાં નથી એટલે તે શિવાંગને પૂછે છે, " કેમ શિવાંગ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા શિવાંગ ક્રીશાને માધુરીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ ...Read More
પરી - ભાગ-17
" પરી " ભાગ-17 ગયા ભાગમાં આપણે જોયું કે આરતી અને રોહન પણ માધુરીના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થાય અને વિચારે છે કે, માધુરીના લગ્ન શિવાંગ સાથે થયા હોત તો માધુરીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે તો ઇશ્વરને ગમ્યું તે ખરું....!! અને બંને જણા એક ઉંડો નિ:સાસો નાંખે છે. શિવાંગ, રોહનને લઇને માધુરીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે માધુરીના મમ્મી ડોર ખોલે છે. માધુરીના મમ્મી કંઇ બોલે તેની રાહ જોયા વગર શિવાંગ માધુરીના ઘરમાં ઘૂસી જાય છે. માધુરીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં શિવાંગ બેસે છે અને હિંમત કરીને બોલે ...Read More
પરી - ભાગ-18
" પરી "ભાગ-18 આપણે પ્રકરણ સત્તરમાં જોયું કે શિવાંગ માધુરીની હાલત જોઇને ખૂબ દુઃખી થઇ જાય છે અને તેને " આઇ લવ યુ, માધુરી " કહી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ માધુરી તેને પણ ઓળખતી નથી અને તેની સાથે વાત નથી કરતી અને તેને જોઇને ચીસો પાડે છે અને પછી તે રૂમની બહાર નીકળી જાય છે. બહાર આવીને માધુરીના પપ્પા સાથે તે વાત કરતાં કહે છે કે, " અંકલ, માધુરીની હાલત તો વધારે પડતી બગડી ગઇ છે. જો આપની ઇચ્છા હોય તો, માધુરીને આપણે મારો એક કઝીન બ્રધર સાઇક્રરાઇટીસ્ટ છે ડૉ.અપૂર્વ પટેલ તેને બતાવી જોઈએ તો સાચી ...Read More
પરી - ભાગ-19
" પરી " પ્રકરણ-19 શિવાંગ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઇને બેંગ્લોર પહોંચી જાય છે. ઘરે જઇને બંને જમ્યા અને પછી આરામ કર્યો. શિવાંગે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઇ લીધો હતો ક્રીશા અને શિવાંગ પોતાના લગ્નજીવનની શરૂઆત એ ઘરમાંથી જ કરે છે. બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની શિવાંગ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી સુંદર સજાવટ કરે છે. માધુરીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પણ કંઇ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લે છે અને માધુરીને બતાવવા માટે લઇ જાય છે. ...Read More
પરી - ભાગ-20
આપણે આગળના ભાગમાં જોયું કે માધુરીને ઓપરેશન થિયેટરમાં લઇ જાય છે. પણ તેનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે. હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે માધુરી સીરીયસ થઇ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવી દે છે. માધુરીના મમ્મી-પપ્પા, ક્રીશા અને શિવાંગ ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરે છે કે શાંતિથી બધું પતી જાય અને માધુરી તમેજ તેનું બાળક બંને હેમખેમ રહે, પણ ઇશ્વરના ન્યાયને કોઈ ક્યાં પહોંચી શકે છે. ભલા...!! માધુરી તેના જેવી જ રૂપાળી એક સુંદર બાળકીને જન્મ આપે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં ડૉ.સીમા બેન માધુરીનો જીવ ...Read More