રહસ્યમય તેજાબ

(100)
  • 19.8k
  • 22
  • 10.4k

એક એવી સ્ત્રીની વાત અહીં કરવામાં આવી છે. જે બધા સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. કોઈ બે વાક્ય કહે તો તે બે વાક્ય સાંભળવાની સ્ત્રીશક્તિ ધરાવે છે. આવો મળતાવણો, મિતસ્વભાવી અને મિલનસાર સ્ત્રીના ચેહરા પર એસિડ ફેંકવામાં આવે છે. ઈન્સ્પેકટર રાણા બહારથી કડક પણ લાગણીશીલ વ્યક્તિના હાથમાં આ કેસ પહોંચે છે. જે બહુ ધીરજતાથી અને લાગણીથી એક એવી ગુંચ કે જે કદી ખુલે તેમ હતી જ નહીં તે પોતાની વિવેકબુદ્ધિ થી ગુંચ ખોલી આપે છે. પ્રકરણ-1 એક બળેલો ચેહરા વાળો ફોટો ને બાજુમાં પૂરો ચેહરો દેખાય તેવો ફોટો બોર્ડ પર લગાવ્યો હતો. તેને જોતા ઇન્સ્પેકટર રાણા બોલ્યા, "પોતે ફેંક્યું

Full Novel

1

રહસ્યમય તેજાબ - 1

એક એવી સ્ત્રીની વાત અહીં કરવામાં આવી છે. જે બધા સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. કોઈ બે વાક્ય કહે તે બે વાક્ય સાંભળવાની સ્ત્રીશક્તિ ધરાવે છે. આવો મળતાવણો, મિતસ્વભાવી અને મિલનસાર સ્ત્રીના ચેહરા પર એસિડ ફેંકવામાં આવે છે. ઈન્સ્પેકટર રાણા બહારથી કડક પણ લાગણીશીલ વ્યક્તિના હાથમાં આ કેસ પહોંચે છે. જે બહુ ધીરજતાથી અને લાગણીથી એક એવી ગુંચ કે જે કદી ખુલે તેમ હતી જ નહીં તે પોતાની વિવેકબુદ્ધિ થી ગુંચ ખોલી આપે છે. પ્રકરણ-1 એક બળેલો ચેહરા વાળો ફોટો ને બાજુમાં પૂરો ચેહરો દેખાય તેવો ફોટો બોર્ડ પર લગાવ્યો હતો. તેને જોતા ઇન્સ્પેકટર રાણા બોલ્યા, "પોતે ફેંક્યું ...Read More

2

રહસ્યમય તેજાબ - પ્રકરણ-૨

ત્રણ દિવસ વીતી ગયા છે. કેસની ગુંચ ઉકેલાતી નહોતી, અચાનક કંઈક જબકતું હોય તેમ બોલી ઉઠ્યા. "આમ પર હાથ ધરી રાખવાથી કોઈ અપરાધી નહિ મળે ચાલ ફરીથી આપણે તપાસ માટે જઈએ. આપણે કશું તપાસવાનું ભૂલીએ છીએ" ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલ બંને પોલીસ જીપ લઈ, નીતા ભટ્ટના એપાર્ટમેન્ટ પાસે ગયા. ત્યાં ગેટ પર વોચમેન બેઠો હતો. તેની સામે જોયું, વોચમેનએ નમસ્કાર કર્યા. ઈશારાથી રાણાએ નમસ્તે કર્યું. સામે ચા વાળો ચા બનાવતો હતો, શિરીષ પટેલની નજર તેના પર પડી. ડગલાં ભરી તેને પૂછવા માટે ગયો. ચા વાળા એ સન્માનભેર સામે જોયું. "સામે નીતા ભટ્ટ ને ઓળખે છે?" શિરીષ ...Read More

3

રહસ્યમય તેજાબ - પ્રકરણ-૩

જીપમાં બેઠા પછી તે ચેહરા ને ફરી એકવાર જોવાની ટ્રાય કરી. પણ તેમાં કશું જોવા જેવું હતું જ નહીં. ફોટોગ્રાફ જોયા. એક ફોટામાં એસિડથી બેળેલો ચેહરો હતો. બીજા ફોટામાં જે ખુરશી પર બેઠી હતી. ત્યાં બાજુમાં બુક પડી હતી, એ જ ટેબલ પર ફલાવર મુકેલા હતા. ત્રીજા ફોટામાં ઘરનું દ્રશ્ય હતું. અત્યારે જે સ્થિતિમાં ઘર જોયું એ જ સ્થતિ હતી. ફોન લોક કરી બહાર, બહાર હાથ રેય તેમ ટેકવીને ઇન્સ્પેક્ટર રાણા બેઠા. મનમાં વિચાર ફરતો હતો. હજી એક પણ કડી મળી નથી. "શું થયું રીક્ષાવાળા નું" "સર નવી કોઈ અપડેટ નથી, આપણે ત્યાં સુધીમાં નીતા ભટ્ટની કોલેજ પર ...Read More

4

રહસ્યમય તેજાબ - પ્રકરણ ૪

કેમ્પસ માંથી નીકળતા ઇન્સ્પેકટર રાણાના મનમાં એક સવાલ ધૂળની ડમરી જેમ ઉડતો હતો. નીતા ભટ્ટ પહેલેથી જ એટલી શાંત ગુમસુમ હશે કે કોઈ એવો બનાવ અથવા પ્રસંગને કારણે આવી રીતે બની. પોતાના મનની વાત શિરીષ આગળ મૂકી. "સર પણ તેના કામમાં અચોક્સાઈ બિલકુલ જોવા મળતી નથી, જ્યારે પહેલા આવ્યા ત્યારે કામનો ડેટા પણ જોયો હતો. અને વિધાર્થીનું પણ એવું જ કહેવું છે કે સમયસર બધું ભણાવે છે." સંતોષકારક જવાબ આપ્યો. વોચમેન સામે જોતા ત્યાંથી નીકળી ગયા. અને સુરતની શેરીઓમાં મનોજની ઘરે જવા નીકળી ગયા. સરનામાં મુજબ એ જ ઘર હતું. હનુમાન શેરી, સુરત. પણ ત્યાં તાળું હતું. મનોજના ...Read More

5

રહસ્યમય તેજાબ - પ્રકરણ ૫ (અંતિમ)

હવે ઇન્સપેક્ટર રાણાને એવું લાગી રહ્યું હતું કે આપણે કેસને કઈ રીતે વાંચવો જોઈએ. હા, કેસ વાંચવાનો જ હતો હવે. બધા નિશાનબાજ વ્યક્તિના ચેહરા ફોટામાં બંધ કરી સામે લગાવ્યા હતા. જે બાકી રહેતી વિગત હતી એ કાગળમાં લખેલી હતી. સમય ઘણો વીતી ગયો હતો. ઇન્સપેક્ટર રાણાએ વચ્ચે એક બે કેસ બીજા પણ હેન્ડલ કરી લીધો હતા. અને આ કેસની ફાઇલ ધીમે ધીમે બંધ થઈ રહી હતી. નીતા ભટ્ટના મમ્મી-પપ્પા પણ સુરત છોડીને ગાંધીનગર નીકળી ગયા હતા. ઘરની ચાવી બાજુમાં આપેલી હતી. તેની જાણ સુરત પોલીસ ને કરી દીધી હતી. કોલેજમાં અર્થશાસ્ત્ર કોઈ બીજું લેવા માટે આવી ગયું હતું, ...Read More