આજનો અસુર

(70)
  • 24.9k
  • 7
  • 8.9k

પહેલા તો આપણે એ જાણીએ કે અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે દુર્ગુણો અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો). આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય પણ છે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે. અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ

New Episodes : : Every Monday

1

આજનો અસુર - 1

અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો). આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય પણ છે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે. અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ ...Read More

2

આજનો અસુર - 2

આ ઘટના કંઈક એવી છે જે વિચારવા પર વિવશ કરી નાખે છે. માનવ આટલી હદ સુધી ક્રુર હોઈ શકે ! આજકાલના માનવીઓ એટલા બુદ્ધિશાળી છે કે તેમને પારખવા ખુબજ કઠીન છે. આજરોજ કાશીમાં નદીના કિનારે એક લાશ મળી આવે છે. જોતજોતામાં તેની દુર્ગંધ ફેલાવા લાગે છે અને અને ત્યાના સ્થાનિકો નુ ધ્યાન તે દુર્ગંધ તરફ ખેંચાય છે. જોવે છે તો નદી કીનારે એક વ્યકિત પડેલો દેખાય છે. તેઓ તરત જ તેની તરફ દોડી પહોચે છે. ખબર પડે છે કે તે વ્યકિત મરી ગયો છે. તેઓ તરત જ પોલીસ તંત્રને ફોન કરે છે. પોલીસ તંત્રની ...Read More

3

આજનો અસુર - 3

આખરે કોઇ સબૂત ન મળતા પંડિત ને છોડી દેવામાં આવે છે અને તે ઘરે પરત ફરે છે, આશરે પંડીત છોકરાની ઉંમર પંદર-સોળ વર્ષની છે. જોકે અત્યારે તો પંદર-સોળ વર્ષના બાળકને સમાજ, ધર્મ, જીવનશૈલી આસપાસ ની બધી જ પરિસ્થિતી ની ખબર હોય છે અને આ તો પાછો પંડીતનો (બ્રાહ્મણ) છોકરો હતો. એક રીતે કહીએ તો સામાન્ય બાળક કરતાં પંડીતના (બ્રાહ્મણ) છોકરા ને જ્ઞાન વધારે જ હોઈ. પંડિતે ફરીથી રોજબરોજ ની જેમ તેનું કામ ચાલુ કર્યું, અને કોઈ તેના પિતાનું તર્પણ કરાવવા આવે છે, કોઈ માતાનું, તો કોઈ ભાઇનું, બધુ બરાબર ચાલે છે. પરંતુ ...Read More

4

આજનો અસુર - 4

આજનો અસુર ભાગ -4ભાગ-3 માં આપણે જોયું કે ઘરના દરેક સભ્યો આઇ.વી.એફ થી સંતાન પ્રાપ્તિ માટે માની ગયા છે, ધીમેશ્વર હજુ સુધી માન્યો નથી હોતો. આગળ... વડવાળ વિનાનો વડલો સુનો, તેમ સંતાન વિના ઘર સૂનું... આખરે તેને પણ છોકરો ન હોવાની કમી સતાવવા લાગે છે, ને આખરે તે માની જાય છે. બીજા જ દિવસે ઘીમેશ્વર અને તેની પત્ની બંને ડોક્ટર પાસે જાય છે અને સંતાન પ્રાપ્તિ માટે થતી પ્રક્રિયા ચાલુ કરવા કહે છે. આ વાત સાંભળી ડોક્ટર પણ થોડું મુસ્કુરાય છે. કારણ કે જો કોઈના ઘરે ખુશીઓ આવતી હોય તો તેમાં સામેલ થવાનો મોકો સૌને નથી મળતો. ...Read More

5

આજનો અસુર - 5

આજનો અસુર ભાગ-5 ભાગ-૪ માં આપણે જોયું કે અવઘીશનો છોકરો ભાસ્કર ખોવાઈ ગયો છે તે મળતો નથી અને તેની સાથે જ કાશીમાં સાધુ-સંતોની ટોળકી પણ આવી હતી. આખરે ભાસ્કર ન મળતાં પોલીસ તંત્રને ફોન કરી ભાસ્કરના ખોવાયાની ફરિયાદ લખાવે છે અને પોલીસ ટીમ તરત જ તેના ઘરે આવી પહોચે છે. આગળ... કાશી આવેલી સાધુ-સંતોની ટોળકી ત્યાંથી રવાના થાય છે અને તેઓ કાશી ના જંગલો માંથી પગપાળા જતા હોય છે, ત્યાં જોવે છે કે તેઓની પાછળ-પાછળ એક છોકરો તેઓની સાથે આવી રહ્યો છે તે સાધુઓ તેને ઘરે જવા કહે છે પરંતુ તે જવાથી ઇનકાર કરે છે ...Read More

6

આજનો અસુર - 6

ભાગ-5 માં આપણે જોયું કે ઘીમેશ્વરની ઊંઘ ઉડતા જુએ છે તો અવિનાશ તેને ત્યાં દેખાતો નથી અને ઘરનો દરવાજો હોય છે અને ઘરના બધા જ લોકો જાગી જાય છે.... હવે આગળ તેઓ અવિનાશને શોધવા નીકળે છે. આજુબાજુ તપાસ કરતા અવિનાશ તેઓને મળતો નથી, ત્યાંથી ઘીમેશ્વર,મહેશ્વર અને રેવતી ત્રણે થોડા દૂર તેને શોધવા નીકળે છે. તેઓ અલગ-અલગ દિશાઓમાં તેને શોધવા નીકળી પડે છે. ઘીમેશ્વર રોડ તરફ જાય છે, મહેશ્વર નદી તરફ જાય છે અને રેવતી તેને ગલીઓમાં શોધે છે. ઘીમેશ્વર રોડ તરફ જતા જોવે છે તો તેને બે સાધુઓ રોડ પર જોવા મળે છે અને તેની ...Read More

7

આજનો અસુર - 7

આજનો અસુર - 7 ભાગ-6 આપણે જોયું, અવિનાશ અને વિકાસ બન્ને શહેરમાં આવી ગયા અને હવે તેઓ કામ અને રહેવાનું શોધવાનો પ્રબંધ કરવામાં લાગી ગયા છે. અવિનાશ અને ભાસ્કર બંને એ જંગલમાં પાંચ વર્ષ વિતાવ્યા હોય છે, ત્યાં તેઓને જેમ શહેરમાં બાળકો ભણે છે એ રીતે તો પુસ્તક નું જ્ઞાન નથી મળ્યું હોતું, પરંતુ વાસ્તવિક જ્ઞાન તેઓને બહુ સારી રીતે આપવામાં આવ્યું છે. હા, સાધુઓ બાળકોને ઉઠાવી ગયા હતા તે સત્ય છે. પરંતુ તેઓ નો ઉદ્દેશ બાળકોને હાની પહોચાડવાનો ન હતો. તેઓ જાણતા હતા કે આગળ સમય બહુ કપરો આવવાનો છે અને ધીમે ધીમે સાધુ-સંતો ...Read More