પ્રતિશોધ

(453)
  • 51k
  • 36
  • 20.8k

પ્રતિશોધસફેદ કલરની ગાડી એક સુંદર બંગલાના આંગણામાં આવી ને ઉભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું. મોન્ટી અને રૂપાલી. મોન્ટી એ ગેટ પાસે ઉભેલા રાવસિંહને રૂપાલી તરફ ઇશારો કરતાં કહ્યું ઘરના નવા શેઠાણી રૂપાલીમેડમ છે. રાવસિંહે સલામ કરીને તેની નવી શેઠાણીને ઘરમાં આવકાર આપ્યો. તરત દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંનેએ પાણી પીધું. રૂપાલી આખા બંગલાને કુતૂહલતાથી જોઈ રહી હતી. મોન્ટી એ તેનો હાથ ઝાલીને કહ્યું કે ચલ હવે તને આપણો આખો બંગલો બતાવું. બંગલાના પહેલા માળે જમણા હાથ તરફ વળતા તેમનો વિશાળકાય શયનખંડ. તેમાં આવેલ બાલ્કનીમાંથી તેના બંગલાનું સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું હતું. રૂપાલી અને મોન્ટી લગ્ન કરીને ખુશ હતા. ત્યાં

Full Novel

1

પ્રતિશોધ - 1

પ્રતિશોધસફેદ કલરની ગાડી એક સુંદર બંગલાના આંગણામાં આવી ને ઉભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું. મોન્ટી અને રૂપાલી. મોન્ટી ગેટ પાસે ઉભેલા રાવસિંહને રૂપાલી તરફ ઇશારો કરતાં કહ્યું ઘરના નવા શેઠાણી રૂપાલીમેડમ છે. રાવસિંહે સલામ કરીને તેની નવી શેઠાણીને ઘરમાં આવકાર આપ્યો. તરત દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંનેએ પાણી પીધું. રૂપાલી આખા બંગલાને કુતૂહલતાથી જોઈ રહી હતી. મોન્ટી એ તેનો હાથ ઝાલીને કહ્યું કે ચલ હવે તને આપણો આખો બંગલો બતાવું. બંગલાના પહેલા માળે જમણા હાથ તરફ વળતા તેમનો વિશાળકાય શયનખંડ. તેમાં આવેલ બાલ્કનીમાંથી તેના બંગલાનું સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું હતું. રૂપાલી અને મોન્ટી લગ્ન કરીને ખુશ હતા. ત્યાં ...Read More

2

પ્રતિશોધ - 2

ઓકે.. ઓકે.. હું તારી વાત માનું છું બસ...!! તેણે રૂપાલી ને પલંગ પર પોતાનું આલિંગન આપીને સુવાડી ને પોતે જ વિચારોમાં ઘૂમરાયા કર્યો. પોતાના પતિ ની છાતી પર માથું મૂકીને રૂપાલી સૂઈ ગઈ. મોન્ટી જાગી રહ્યો હતો તેને પોતાના રૂમની બાલ્કનીમાં આવેલ હિચકાનો અવાજ સંભળાયો અને કોઈ તેને પોકારી રહ્યું હોય તેવું લાગ્યું.મો...ન્ટી......મો...ન્ટી......રૂપાલીનું માથું પોતાના પરથી હળવેથી તકિયા પર સરખાવીને મોન્ટી બાલ્કની તરફ વધ્યો. હીંચકા પાસે જઈને જોયું તો હીંચકા પર કોઈ જ ન હતું પણ સ્વિંગ કરી રહ્યું હતું. મોન્ટી ત્યાં જ ઊભો રહીને હીંચકા ને જોઈ રહ્યો અને વિચારોમાં ગુમ થવા લાગ્યો.******જુલી... જુલી.... શું છે તને..?? કેમ ...Read More

3

પ્રતિશોધ - ૩

આપણે પાછલા ભાગમાં જોયું કે રૂપાલી બી જાય છે પ્રસ્તુત છે આગળનો ભાગ....મોન્ટી એ તેને સાંત્વના આપી. રાવસિંહ તરફ તો તે પણ ગભરાઈને મોન્ટી તરફ ભેદી નજરોથી જોઈ રહ્યો હતો. મોન્ટી એ બધાને કામે લાગવાનું કહ્યું. મોન્ટી રૂપાલીને પોતાની સાથે ફેક્ટરી પર લઇ ગયો.ફેક્ટરી પર સાંજ ક્યાં પડી ગઈ તેની બંને ને ખબર જ ન પડી. બંને જણા કામ પૂરું કરીને ઘરે પહોચ્યા. પહોંચતા જ બનેલો બનાવ ને સવારના સમયે ઘટેલ ઘટના યાદ આવી ગઈ. રૂપાલીએ તેની સામે જોયું, ત્યારે મોન્ટી એ ડોળ કરતા કહ્યું : “રાવસિંહ આજે જમવાનું તૈયાર છે ને? ભૂખ લાગી છે અને જો તારા મેડમનું મોં ...Read More

4

પ્રતિશોધ - ૪

-"ઇન્સ્પેક્ટર કુમાર.. તમે કહેવા શું માગો છો?? તમે મારી પર શંકા કરી રહ્યા છો? એનો કઝીન હતો મને શું એને જ પૂછો તો વધારે સારું. “પાછળના ભાગ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર કુમાર મોન્ટી ને મળીને જુલી વિશે પૂછપરછ કરવા લાગે છે અને તેમના ગયા બાદ..હવે જોઈએ આગળ નો ભાગ...મોન્ટી રૂપાલીને લઈને સ્ટોરરૂમમાં ગયો અને ત્યાં તેને તે દિવાલ બતાવતાં કહ્યું કે, “જો આ તારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. બસ હવે અવાજ નહીં આવે તને..!!”બંને જણા સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા તૈયાર થઈને ફેક્ટરી જતા રહ્યા. રૂપાલી આજે સારા મૂડમાં હતી. દીવાલ ચણેલી જોઈને તેને હાશકારો થયો, તેનો મોન્ટીને ખ્યાલ ...Read More

5

પ્રતિશોધ - ૫

જુલી તે બોક્સ ખોલતા જ ખુશીથી પાગલ થઈ ઉઠી.-“ઓહ માય ગોડ..!! બહુ જ બ્યુટીફૂલ છે. થેન્ક યુ મોન્ટી થૅન્ક આઈ લવ યુ.”ગોલ્ડન કલરના એ સેન્ડલ..મોન્ટી એ પોતાના હાથે જુલીના પગમાં પેહરાવ્યા.(બંને જણા એકમેકના પ્રેમભર્યા સાનિધ્યમાં ખોવાઈ ગયા.)******મેડમ...મેડમ...જમી લો...સાહેબ તો મોડે થી આવશે..આપ ક્યાં સુધી પોતાને આવીજ રીતે તકલીફ આપશો..??(ભૂતકાળ ની ક્ષણોને યાદ કરતી જુલી રાવસિંહનો અવાજ સાંભળી વર્તમાનમાં પાછી ફરી.)-“નહિ રાવસિંહ,મારે નથી જમવું. થોડોક બરફ લાવી આપ બસ !” (દારૂનો એક ઘૂંટડો ભરતા જુલી તેને હુકમ કર્યો.રાવસિંહ બરફ આપી ગયો.)દારૂના નશામાં ચૂર જુલી ધ્રુજતા હાથે વ્હીલચેરના પૈડાં ફેરવી ડ્રોઈંગરૂમમાં મુકેલ પિયાનો તરફ વળી.. પિયાનો વગાડતા વગાડતા જોર જોર થી રડીને ...Read More

6

પ્રતિશોધ - ૬

ભાગ ૬-“આઈ લવ યુ ટૂ મોન્ટી..પણ આ બધું... મોન્ટી એ વચ્ચે થી જ તેની વાત કાપતા કહ્યું : “તું સાથે છું ને રૂપ? મને છોડીને ના જતી પ્લીઝ..મારા પર ભરોસો રાખજે રૂપ..”ગાડી માં હેન્ડ ગિયર પર રાખેલા મોન્ટીના હાથને પોતાના હાથ માં લઈને ચુમીને હકાર માં પોતાનું માથું હલાવીને રૂપે જવાબ આપ્યો. બંને જણા ફેક્ટરી પહોંચી ગયા હતા. પોત પોતાના કામ માં બન્ને એ મન લગાવવાનો ખુબ પ્રયત્નો કર્યા..પણ બન્ને જણા ના મન બેચેન હતા...હવે જોઈએ આગળનો ભાગ......મોન્ટી ફેક્ટરીમાં ફિલ્ડ વિઝીટ કરી રહ્યો હતો અને રૂપાલી તેમના કેબીનમાં ડિરેક્ટર ની ચેર પર બેસીને કાગળો તપાસીને હિસાબ મેળવવામાં વ્યસ્ત હતી. ...Read More

7

પ્રતિશોધ - ૭

તે મોન્ટીની બાહો માં હતી...બંનેની આંખો એકબીજાની આંખોમાં પરોવાયેલી, બન્ને એકબીજાના દિલના વધતા જતા ધબકારાઓ સાંભળી અને મહેસૂસ કરી હતા. આટલી નજીકથી તેણે રૂપાલી ના મુલાયમ ગાલ અને ગુલાબી હોંઠોને પહેલી વાર જોયા. એની નમણી કાયા પર.. કમર પર મોન્ટીના હાથ જાણે જામી જ ગયા. એકદમ ફિલ્મી સીનની જેમ મોન્ટી એ તેને જમીન પર પડતા તો બચાવી લીધી પણ એ પોતે તેના પ્રેમમાં પડી ગયો.(કચરાંપોતાં વાળા માસી અંદર આયા ને ખોંખારો ખાધો ત્યારે બન્ને જણા અચાનક જ ભાનમાં આવ્યા હોય તેમ એકમેક થી અવળા થયા ને મોન્ટી તેમને કહેવા લાગ્યો..શું માસી ફર્શ ભીનું હોય ત્યારે આ કેબીન નો દરવાજો ...Read More

8

પ્રતિશોધ - ૮

પ્રતિશોધ ભાગ ૮જુલી તેને જોતા તૂટેલા સ્વરે કહ્યું : “...રા...વ...સિંહ...રાવ...સિંહ... ડે...ડી...ડેડી...નથી રહ્યા... ડે........ડી.........” તે ચીસ પોકારી ઉઠી. તે ઉભી ને કાર ની ચાવી લઇ ને દોડી..અને જાતે જ કાર ચલાવી ને એના ડેડી ના ઘરે જવા નીકળી ગઈ. જુલી તેના ડેડીના આવા સમાચાર સાંભળીને ત્યાં દોડી ગઈ અને બીજી બાજુ મોન્ટી રૂપાલી સાથે તે હોટેલ માંથી નીકળીને ઓફિસે પહોંચ્યો, એવા માં રાવ સિંહે જ ઓફિસે ના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને તેના સાહેબ મોન્ટીને જુલીના ડેડીના સમાચાર આપ્યા અને મોન્ટી તરત જ ત્યાંથી નીકળ્યો. જુલીના ડેડીના ઘરે જઈને તેણે જુલીને સંભાળી અને ત્યારબાદ તેના ડેડીની દરેક અંતિમક્રિયા(ખ્રિસ્તી રીતરિવાજ મુજબ દફન ...Read More

9

પ્રતિશોધ - ૯

કેબિનમાં સોફા પર બેભાન પડેલી રૂપ પાસે બેઠોલો મોન્ટી ડૉક્ટરની દસ્તક પર વર્તમાનમાં પાછો ફર્યો."ડૉક્ટર પ્લીઝ જુઓને રૂપને શું ગયું છે?”ડૉક્ટર રૂપને ચેક કરે છે અને “બધું નોર્મલ છે હમણાં ભાનમાં આવી જશે કહીને તેને ગોળીઓ આપતાં કહે છે, બહુ સ્ટ્રેસ લીધું હોય કોઈ વાતનું, તો ક્યારેક આવું થાય. બાકી ઘભરાવા જેવું કશુ જ નથી. ઓકે મિસ્ટર મોન્ટી, હવે મને રજા આપશો અને સાથે આ સ્ટ્રેસ દૂર કરવા ક્યાંક ફરી આવો તો વધારે સારું.”“થેન્ક યુ ડોક્ટર” (મોન્ટીની જાન માં જાન આવી આટલું જાણીને કે રૂપ ઠીક છે. ડૉક્ટર મોન્ટીના ફેમિલી ડૉક્ટર હોવાથી તેઓ રૂપને જાણતા હતા, ઘણીવાર ફેક્ટરી વર્કર્સના ...Read More

10

પ્રતિશોધ - ૧૦

રૂપાલી આ બધું સાંભળીને સુન્ન થઈ જાય છે અને રડવા લાગે છે. એને રડતી જોઈને મોન્ટી વધારે દુ:ખી અને થાય છે, તે કારની ઝડપ વધારે છે અને રૂપાલીને ઓફિસ પાસે ઉતારી જુલીને ઘરે લઇ જાય છે.ઘરે જતા જ જુલી તો જાણે સિંહણની જેમ તરાપ મારવા જ બેઠી હતી એમ મોન્ટી પર કડવા શબ્દોથી હુમલો જ કરે છે. મોન્ટી તેને ગુસ્સામાં ૨ ૪ લાફા મારી દે છે. અને જુલી ને ધમકાવતાં કહે છે : “પડી રે હવે અહીં, તારો ને મારો સંબંધ હવે પૂરો. તે એક નિર્દોષને રોવડાવી છે, તું ભોગવીશ હવે,જોજે..!” આટલું કહીને મોન્ટી ત્યાંથી નીકળીને સીધો ઓફિસમાં રૂપાલી ...Read More

11

પ્રતિશોધ - ૧૧

- “શું જોઈએ છે તારે? એને છોડી દે...”- “મારે...?? તું જોઈએ છે મોન્ટી... હા..હા...હા...પ્રતિશોધ જોઈએ છે... પ્ર...તિ...શો...ધ...”- “જુલી?”- “ઓળખી મને એમ? કહેવું પડે...ખૂબ સારો હસબન્ડ નીકળ્યો તું..?? તારી રૂપ ને તો હું હવે નહિ છોડું મોન્ટી....હા...હા...હા...હા...”- “પ્લીઝ રૂપને કાઈ ના કરતી જુલી એ નિર્દોશ છે. પ્લીઝ એને છોડી દે..”- “ન.....હીં..... મો.....ન્ટી.....! મોન્ટી તે સાચે મને દગો કર્યો..તે મારી પર હાથ ઉપાડતા એકેયવાર ના વિચાર્યું કે હું તને કેટલો પ્રેમ કરતી’તી? મને મારતા તારા હાથ નહતા ધ્રુજયા?!!”- “મને માફ કરી દે જુલી, મારાથી ભૂલ થઈ ગઈ..પ્લીઝ મને માફ કરીદે..!”- “માફ? હું પણ રોઇતીને તારી આગળ? ભીખ માંગતી’તી ને કે મોન્ટી ...Read More