દોસ્તથી વધારે કંઈ જ નહિ...

(100)
  • 21.3k
  • 10
  • 10.5k

(સત્યઘટના પર આધારિત)સવારે સાડા સાત વાગ્યાંનો સમય થયો હતો અને મમતાબહેનનાં રસોડે ધીમોંઘીમો રેડિયો વાગી રહ્યો હતો.રેડિયોમાં પ્રભાતિયાંનાં મીઠાં સુર રેલાઈ રહ્યાં હતાં."જાગને તું જાદવા કૃષ્ણ ગોવાડીયા તુજ વિના ધેનવાં કોણ ચારશે રે....હે...જાગને...તું..."અને મમમતાબહેન પણ મુખેથી પ્રભાતિયું ગનગણાવી રહ્યાં હતાં. અને બીજી તરફ મમમતાબહેનનો ચોવીસ વર્ષનો દીકરો આકાશ હોલમાંથી બુમાબુમ કરી રહ્યો હતો." મમ્મી...ઓ..મમ્મી.." હવે કેટલી વાર નાસ્તો તૈયાર છે એની મમ્મીને આકાશે પૂછ્યું.?" "રસોડામાંથી મમમતાબહેન બોલ્યાં આકાશ બસ પાંચ મિનિટ કહેતાં આવી પહોચ્યાં એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં ડીશમાં ગરમાગરમ પરોઠા. આવતાની સાથે જ બોલ્યાં આકાશ હજું તો આઠ વાગ્યા છે,

Full Novel

1

દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 1

(સત્યઘટના પર આધારિત)સવારે સાડા સાત વાગ્યાંનો સમય થયો હતો અને મમતાબહેનનાં રસોડે ધીમોંઘીમો રેડિયો વાગી રહ્યો હતો.રેડિયોમાં પ્રભાતિયાંનાં મીઠાં રેલાઈ રહ્યાં હતાં."જાગને તું જાદવા કૃષ્ણ ગોવાડીયા તુજ વિના ધેનવાં કોણ ચારશે રે....હે...જાગને...તું..."અને મમમતાબહેન પણ મુખેથી પ્રભાતિયું ગનગણાવી રહ્યાં હતાં. અને બીજી તરફ મમમતાબહેનનો ચોવીસ વર્ષનો દીકરો આકાશ હોલમાંથી બુમાબુમ કરી રહ્યો હતો." મમ્મી...ઓ..મમ્મી.." હવે કેટલી વાર નાસ્તો તૈયાર છે એની મમ્મીને આકાશે પૂછ્યું.?" "રસોડામાંથી મમમતાબહેન બોલ્યાં આકાશ બસ પાંચ મિનિટ કહેતાં આવી પહોચ્યાં એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં ડીશમાં ગરમાગરમ પરોઠા. આવતાની સાથે જ બોલ્યાં આકાશ હજું તો આઠ વાગ્યા છે, ...Read More

2

દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 2

આકાશે તરત જ હા ભણતા કહ્યું મેમ એક તો હું અને મારી સાથે કાર્તિક અને રેશ્મા પણ રોકાશે.આમ આકાશ, રેશ્મા સુંદરી મેમની ઓફિસમાં બેસી ત્રણ વાગવાની રાહમાં બેઠાં હતા પણ આકાશ ત્યાં બેઠો મનોમન વિચારી રહ્યો હતો કે નમન આખરે છે કોણ ?જો નમન હા કહેતો જ મેમ આગળ પગલું ભરી શકે.મળવું પડશે એ નમન નામના વ્યક્તિને સમજે તો ઠીક છે નહિતર મારા હાથનો મેથીપાક ચખાડવો પડશે. એવા વિચારમાંથી આકાશ બહાર નીકળ્યો ત્યાં ત્રણ વાગી ગયાં અને ઓફીસમાં રાજનસર આવી ચોક ડસ્ટર મૂકી સીધા ચાલ્યા ગયા રાજનસરના ગયા પછી સુંદરી મેમ, નમન,કાર્તિક અને રેશ્મા એકીસાથે ...Read More

3

દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 3

નમન ગામડેથી ઉપડાઉન કરતો હોવાથી ક્યારેક બસ ન આવતી તો આકાશના ઘરે રોકાઈ જતો,અને આકાશ ક્યારેક નમનના ઘરે જતો બન્ને મિત્રોની મિત્રતા ગાઢ બની ગઈ.આમ સમય પણ પાણીની જેમ સરકવા લાગ્યો જોતજોતામાં એક વર્ષ કેવી રીતે વીતી ગયું બન્નેને ખબર ન પડી. નમનને આકાશથી છ મહિના પહેલા કલાસ જોઈન કર્યો હતો એટલે નમનનો કોર્ષ પૂરો થઈ ગયો અને નમનને મેગાસીટી અમદાવાદમાં આઈ .ટી કંપનીમાં,આઈ . ટી ફિલ્ડમાં નોકરી મળી ગઈ. અને નમન અમદાવાદ જવા માટે રવાના થવાનો હતો એટલે આકાશ નમનને છોડવા રેલવેસ્ટેસન આવ્યો નમનને મોટાભાઈ તરીકે આકાશે આશીર્વાદ આપતા કહ્યું ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવતાં ...Read More

4

દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 4

રૂમ પર પહોંચી અંદર પગ મુકતા રૂમની હાલત જોઈ આકાશ થોડીવાર તો ચક્કર ખાઈ ગયો કારણ કે નાનપણથી આલીશાન અને ઘરમાં સુખની રેલમછેલ હતી છતાં પણ મનમાં ફાવશે, ચાલશે, ગમશે એવી ભાવના રાખી એના મિત્ર નમન સાથે નાનકડી પતરાવારી રૂમમાં દિવસો પસાર કરવા લાગ્યો. આમ જોતજોતામાં આઠ માસ ક્યારે વીતી ગયા ખબર ન પડી અને એ આઠ માસ દરમ્યાન આકાશના પપ્પાએ બે રૂમ, હોલ,કિચન વાળો ફ્લેટ સીટી લાઇટ એરિયામાં ઉંચી કિંમતે ખરીદી આપ્યો અને બન્ને મિત્રો ત્યાં શિફ્ટ થઈ ગયા. નવા ફ્લેટમાં શિફ્ટ થયાને એક મહિનો વીતી ગયો અને શનિવારની સાંજે આકાશના પપ્પાનો કોલ આવ્યો અને આકાશને ...Read More

5

દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 5

અને છ મહિના પછી આકાશ અને નિયતિનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં, અને નિયતિના કહ્યા પ્રમાણે નમને નિયતિના ચોથા ફેરે હોમી નમન ધર્મનો ભાઈ બન્યો અને લગ્ન પછી દશમે દિવસે આકાશ, નિયતિ,અને નમન અમદાવાદ જતાં રહ્યાં અને ત્રણેય ખુશખુશાલ જીવન જીવી રહ્યાં.. આકાશ નિયતિ જ્યાં પણ જતા ત્યાં સાથે નમનને પણ જવાનું,આકાશે અને નિયતિએ નમનને કદી પણ કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું અને ત્રણેય સુખમય જિંદગી જીવી રહ્યાં હતાં સમય પણ એની ગતિ સાથે ચાલી રહ્યો હતો. જોતજોતામાં દોઢ વર્ષ વીતી ગયું એ દોઢ વર્ષમાં નમન માટે છોકરી જોતા મેઘના નામની છોકરી સાથે નમનની સગાઈ કરવામાં આવી... ...Read More

6

દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 6 - છેલ્લો ભાગ

નમન મેં તને કેટલી વખત કહ્યું છે તારે આકાશ જોડે વાત નહીં કરવી, તો પણ તું સવારે પાર્કિંગમાં આકાશ વાત કરી રહ્યો હતો...? મેઘનાએ નમનને પૂછ્યું..." "હા મેઘના પણ મને પૂછે તો જવાબ તો આપવો પડેને અને વાત કરું તો પણ શું થયું મારો મિત્ર છે નમને જવાબ આપ્યો." "નમન પ્લીઝ તું બસ કર હવે,મિત્રની આમ ક્યાં સુધી માળા જપતો રહીશ તું, હવે તો હું પણ તને કહીને થાકી ગઈ છું કે એ લોકો પારકા છે અને પારકા કદી પોતીકા ન થાય તું સમજ હવે.અને તું વારંવાર કહેતો હોય છે કે મને એ લોકો બહુ સાચવ્યો ...Read More