અજાણ્યો શત્રુ

(356)
  • 77.3k
  • 34
  • 32.2k

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારે ઘણા સમયથી કંઈ લખવું હતું, પરંતુ શું લખું, ક્યાં વિષય પર લખુ તે સમજાતું નહોતું, પરંતુ કોરોના આવ્યા પછી થયું કે ચાલો કોરોના પર જ કોઈ વાર્તા લખું. મિત્રો, નવલકથા લખવાનો મારો આ પહેલો અનુભવ છે, તો શક્ય છે ઘણીબધી ભૂલો અને ખામીઓ હશે. પરંતુ આપ સૌ વાચક મિત્રોનો સાથ હશે તો હું જરૂર ઉત્તમ રચના રચી શકીશ. તો પ્રસ્તુત છે , મારી પહેલી નોવેલ ****************** "અજાણ્યો શત્રુ" સાંજ ઢળી રહી હતી, જાન્યુઆરી મહિનામાં ઉત્તરથી આવતા ઠંડા પવનો

New Episodes : : Every Friday

1

અજાણ્યો શત્રુ - 1

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારે ઘણા સમયથી કંઈ લખવું હતું, પરંતુ શું લખું, ક્યાં વિષય પર લખુ સમજાતું નહોતું, પરંતુ કોરોના આવ્યા પછી થયું કે ચાલો કોરોના પર જ કોઈ વાર્તા લખું. મિત્રો, નવલકથા લખવાનો મારો આ પહેલો અનુભવ છે, તો શક્ય છે ઘણીબધી ભૂલો અને ખામીઓ હશે. પરંતુ આપ સૌ વાચક મિત્રોનો સાથ હશે તો હું જરૂર ઉત્તમ રચના રચી શકીશ. તો પ્રસ્તુત છે , મારી પહેલી નોવેલ ****************** "અજાણ્યો શત્રુ" સાંજ ઢળી રહી હતી, જાન્યુઆરી મહિનામાં ઉત્તરથી આવતા ઠંડા પવનો ...Read More

2

અજાણ્યો શત્રુ - 2

પહેલા ભાગમાં આપણે જોયું કે રાઘવ અને ગુલામ અલી ખાઁ વચ્ચે કોઈ અગત્યની વાત પર હેમ રેડિયો પર થાય છે અને તેઓ મળવાનું નક્કી કરે છે. બીજી તરફ મિલી પણ ચાઈના જવા નીકળે છે. હવે આગળ...... ****** બીજે દિવસે સવારે ગુલામ અલી કવેટા(પાકિસ્તાન )થી અફઘાનિસ્તાન જવા નીકળ્યો .પહેલા તો તેનો ઈરાદો પાકિસ્તાનના જ કોઈ બંદરથી માછીમારોની બોટમાં ભારત આવવાનો હતો, પરંતુ એ રસ્તો બહુ સેફ નહતો, કેમકે તેમા બન્ને દેશની નેવીનું જોખમ રહેલું હતું, અને તેમા તેની સલામતી જોખમાય એમ હતું. આથી તેને પાકિસ્તાનથી ભારત વાયા અફઘાનિસ્તાન અને ઈરાન થઈને આવવાનું વધુ મુનાસિબ માન્યું. આ રસ્તે આવવામાં સમય વધુ ...Read More

3

અજાણ્યો શત્રુ - 3

છેલ્લે આપણે જોયું કે ગુલામ અલી હેમખેમ ભારત આવી પહોંચે છે, અને ત્યારબાદ તે અને રાઘવ બન્ને રાઘવના બોસને માટે દિલ્હી જવા માટે નીકળે છે. હવે આગળ..... **** પ્લેનમાં બેસતાની સાથે જ રાઘવ દિલ્હી તેના બોસને ફોન કરી પોતાના આવવાની જાણ કરે છે. તથા તે તત્કાળ મળવાનું જણાવે છે. તેના બોસ પહેલા તો બીજા દિવસે સવારે મીટીંગ ગોઠવવાનું કહે છે, પરંતુ રાઘવ જ્યારે કહે છે કે વિરાજ પણ તેની સાથે છે ત્યારે તેઓ એકદમથી મળવા માટે માની જાય છે. રાઘવ અને ગુલામ અલી નલિયાથી એરફોર્સના સ્પેશ્યલ પ્લેનમાં દિલ્હી જવા માટે નીકળ્યા હતાં આથી તેઓનું ઊતરાણ દિલ્હીના આઈ.જી.આઈ એરપોર્ટના ...Read More

4

અજાણ્યો શત્રુ - 4

છેલ્લે આપણે જોયું કે રાઘવ અને વિરાજ દિલ્હી મીટીંગમાં પહોંચે છે અને આગળના પ્લાન વિશે બોસ તથા તેમના બીજા સાથે મસલત કરે છે. હવે આગળ...... ******* રાઘવને હવે ત્રિષાને અહીં હાજર રાખવાનો બોસનો મતલબ સમજાય છે. વિરાજ બોસને આગળના પ્લાન વિશે પૂછે છે. હવે આગળ શું કરવું એ તો બોસ જ નક્કી કરી શકે. બોસ પણ વિચારમાં પડયા કે હવે આગળ કરવુ શું? એટલામાં જ લેફ. જનરલ ગોપાલસ્વામી કહે છે કે આપણે કેમ ચાઈનામાં તપાસ ન કરાવીએ કે ખરેખર આ કોઈ વેપન ટેસ્ટીંગ છે કે.... બોસ:-"હમ્મ.. તમારી વાત તો સાચી છે, તપાસ તો કરવી જ રહી. કેમકે જો ...Read More

5

અજાણ્યો શત્રુ - 5

છેલ્લે આપણે જોયું કે બોસે બોલાવેલી મીટીંગમાં રાઘવ, વિરાજ તથા ત્રિષાના ચાઈના જવાની યોજના ફાઈનલ થાય છે. મિલી બીજિંગ ફરવા જવાનું વિચારે છે. હવે આગળ...... ****** મિલી પાંચ દિવસ બીજીંગ ફરી ત્યાંથી ટ્રેન મારફતે હર્બિન જવાનું નક્કી કરે છે. બીજીંગમાં ફરવામાં તેનો સમય કેમ વહી ગયો તેની ખબર જ ન રહી. પરંતુ આજે ટ્રેનમાં બેસી હર્બિન જવા તેનું મન માનતું નહતું. તેને દોડીને ઘરે જવાની ઈચ્છા થઇ આવી,છતાં મને કમને એ ટ્રેનમાં બેઠી. પરંતુ તેને હર્બિન જવાની ઈચ્છા જ થતી નહતી. ફરીવાર તેને ઘર મા બાપની અને ભારતની યાદ આવવા લાગી. આ વખતે તેનો લાગણીઓ પર કાબુ ન રહ્યો ...Read More

6

અજાણ્યો શત્રુ - 6

છેલ્લે આપણે જોયું કે મિલીને ટ્રેનમાં હર્બિન જતી વખતે જેક નામના યુવક સાથે ઓળખાણ થાય છે, જેને મિલીના રિસર્ચમાં હતો. હવે આગળ..... ****** જેક રેલ્વે સ્ટેશન પરથી જ કોઈને ફોન કરી છે. તે સામે વાળી વ્યક્તિને તે દવાખાને આવ્યો છે અને થોડો સમય અહીં જ એડમીટ રહેશે, માટે તેના દવાખાનામાં બેડની વ્યવસ્થા કરવાનું તથા ઘરનું કામ સંભાળી લેવાનું કહી કોલ કટ કરી નાખે છે. ખરેખર તો જેકને દવાખાને નહીં, પરંતુ હર્બિનમાં જ રોકાવું હતું, અને એટલા માટે જ તે બીજી વ્યક્તિને તેના રહેવા માટેનો ઇન્તજામ કરવાનું કહેતો હતો. પરંતુ ચાઈનામાં ભારત જેવી લોકશાહી અને આઝાદી નહતી, અને ત્યાંની ...Read More

7

અજાણ્યો શત્રુ - 7

છેલ્લે આપણે જોયું કે મિલી અને જેકની દોસ્તી થઈ જાય છે. તથા જેક મિલી પર નજર રાખે છે. અને મિલી વચ્ચે નાનકડો ઝગડો પણ થાય છે. હવે આગળ....... ******* જેક અને મિલી સામસામે એકબીજાને વારંવાર ફોન કરવાની કોશિશ કરે છે. પરંતુ તે બન્ને એકજ સમયે એકબીજાને કોલ કરતા હોવાથી તેમના ફોન બીઝી જ આવે છે. મિલીને લાગતું હતું કે તેને જેક સાથે થોડી વધારે જ સખ્તાઈથી વાત કરી હતી. તે એના કામ વિશે તથા સાથે કામ કરતા લોકો વિશે જ પૂછતોં હતો, એમા કોઈ મોટી વાત નહતી. આમપણ અહીં તે કોઈને ઓળખતી નથી, તેવી સ્થિતિમાં જેક તેને ખૂબ જ ...Read More

8

અજાણ્યો શત્રુ - 8

છેલ્લે આપણે જોયું કે જેક મિલીને મળવા તેના ફ્લેટ પર જાય છે. મિલી જેકને કંઈક કહેવા માંગે છે, પરંતુ તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ........ ********* દિલ્હીમાં બોસ સાથેની મિટિંગ બાદ ઘરે પરત ફરેલા રાણા કપૂર ધૂંધવાયેલા હતા. તેમને કદી સપને પણ વિચાર નહતો કર્યો કે આવા ખતરનાક મિશનમાં તેમની એકની એક લાડકી પુત્રીની ચાઈના જેવા દેશમાં મોકલવી પડશે. ભારતમાં પોતાની નવી નિયામકની જવાબદારી સંભાળતા પહેલા તેઓ ચાઈનામાં ભારતીય રાજદૂતના રાજકીય તેમજ ગુપ્ત બાબતોના સલાહકાર હતા, અને એટલે જો તેમની પુત્રી આ મિશન દરમિયાન રખેને પકડાઈ જાય તો તેની હાલત શું થાય ?એના ...Read More

9

અજાણ્યો શત્રુ - 9

છેલ્લે આપણે જોયું કે બોસ ત્રિષા અને તેના પિતા રાણા કપૂર વચ્ચે થયેલી બધીજ વાત સાંભળી લે છે. ત્રિષા મળી પોતાના ચાઈના જવાની વાત પર વધારે વાતચીત કરવાં માંગે છે. હવે આગળ...... ******* હજુ તો સવારના સાત થવા આવ્યા હતાં ત્યાં ત્રિષાના મોબાઇલની રિંગ વાગી. પહેલી વારમાં તો ત્રિષાએ કોલ રિસીવ ન કર્યો, પરંતુ સામે વાળી વ્યક્તિ માટે જાણે આ દુનિયાનો છેલ્લો કોલ હોય અને હવે પછી ક્યારેય તે કોઈ વ્યક્તિ સાથે વાત જ કરવા ન પામવાનો હોય તેમ મચી પડ્યો. બીજી અને ત્રીજી વખતે પણ આખી રિંગ પૂરી થવા છતાં કોઈ કોલ રિસીવ કરતું નહતું. ફોન ...Read More

10

અજાણ્યો શત્રુ - 10

છેલ્લે આપણે જોયું કે ત્રિષા બોસને મળવા જાય છે. એ જ સમયે બોસે રાઘવને પણ મળવા બોલાવ્યો હોય છે. આગળ...... ******** બોસ અને રાઘવ બોસની કેબિનમાં જઇને બેઠા. રાઘવની અધિરાઈ પામી જતા બોસે તેને કહ્યું, "અગત્યનું અને તારા લાયક કામ હતું, એટલે જ તને યાદ કર્યો." રાઘવ - "એક રાતમાં એવું શું અગત્યનું કામ આવી ગયું?" બોસ મંદ મંદ હસતાં-હસતાં રાઘવને કહે છે કે, એ તું પૂછે છે? તને તો ખબર છે, આપણા કામમાં ક્યારે શું થાય? એ તો ભગવાન પણ નહીં જાણતો હોય. "ના, મારો એવો મતલબ નહતો, પણ કાલ મિટિંગમાંથી છૂટા પડ્યા પછી,અચાનક તમે બોલાવ્યો એટલે?"પરંતુ ...Read More

11

અજાણ્યો શત્રુ - 11

છેલ્લે આપણે જોયું કે બોસ રાઘવને ત્રિષા પર નજર રાખવાનું કામ સોંપે છે, જેને રાઘવ મને-કમને સ્વિકાર કરે છે. આગળ...... ********* રાઘવ બોસની કેબિનમાંથી બહાર આવી ફરી વેઇટિંગ એરિયામાં આવી એક ખુણામાં આવેલા સોફા પર ચૂપચાપ બેસી જાય છે. તેને જણાવાયું હતું કે, તેને ત્રિષાને લઈને દિલ્હી કૈંટમાં આવેલા ટ્રેનિંગ સેન્ટર પર જવાનું છે. અત્યારે ત્રિષાના નકલી ડોક્યુમેન્ટસ માટેની કામગીરી ચાલતી હતી, માટે તે વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ત્રિષાની વાટ જોતા હતો. ત્રિષા વિશેનો ખ્યાલ આવતા જ રાઘવને ભૂતકાળની યાદો તાજી થઈ આવી. તે કચ્છમાં હતો, તે પહેલાં તે પણ વિરાજની જેમજ એક એક્ટિવ જાસૂસ હતો, અત્યારની જેમ ...Read More

12

અજાણ્યો શત્રુ - 12

છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષા સાથે ટ્રેનિંગ સેન્ટર જાય છે. પરંતુ તેનું વર્તન બરાબર નહતું. આ વાત પર તેને સમજાવે છે. આથી રાઘવ પોતાના વર્તનમાં સુધારો લાવવાની કોશિશ કરે છે. હવે આગળ...... ******** જીપ ત્રિષાના ઘર નજીક પહોંચવા આવી હતી. એ પહેલાં રસ્તામાં આવતા એક કોફી શોપ પર રાઘવની નજર પડી. કોફી શોપ રોડની બીજી તરફ હતો. આથી રાઘવે યુ ટર્ન લઈ જીપને કોફી શોપ આગળ ઊભી રાખી. ત્રિષા થાકના કારણે આંખો મિચીં જીપમાં બેઠી હતી,પરંતુ યુ ટર્ન લેવાના કારણે તે રાઘવ તરફ નમી પડી. અજાણતા આમ નમવાના કારણે તેનાથી અનાયાસે જ રાઘવનો હાથ ટેકા માટે ...Read More

13

અજાણ્યો શત્રુ - 13

છેલ્લે આપણે જોયું કે બોસના કહેવાથી રાઘવ ત્રિષા સાથે સારી રીતે વર્તે છે. પણ તેનું વર્તન ત્રિષાને સમજાતું નથી. તે લાગણી દર્શાવે તો ક્યારેક એકદમ રૂક્ષ થઇ જાય. હવે આગળ........ ********* રાઘવના ગયા પછી ત્રિષા કેટલીય વાર એમજ જડની જેમ અગાસી પર ઊભી રહી તેનો પોતાને ખ્યાલ રહ્યો નહતો. રાત ઘેરાતી જતી હતી. વાતાવરણમાં ઠંડક વધતી હતી. અચાનક હવાની એક ઠંડી લહેર આવી, અને ત્રિષા ઠંડીથી ધ્રુજી ઊઠી. તે ઝડપથી નીચે પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધાબળામાં ભરાઈ ગઇ. એવું નહતું કે રાઘવના વિચારો કે એનું કથન એ ભૂલી ચુકી હતી. રાઘવના શબ્દો હજુ તેના કાનમાં પડઘાતા હતા. ...Read More

14

અજાણ્યો શત્રુ - 14

છેલ્લે આપણે જોયું કે રાઘવ, ત્રિષા અને વિરાજ અલગ અલગ ચાઇના જવા માટે રવાના થાય છે. રાઘવ અને ત્રિષા થઈ ચાઇના જવાના હતા, જ્યારે વિરાજ વાયા હોંગકોંગ ચાઇના જવાનો હતો. હવે આગળ..... ******** વિરાજ આગલી રાત્રે જ દિલ્હીથી નીકળી ગયો હોવાથી તે રાઘવ અને ત્રિષા તાઇવાન પહોંચે એના એક દિવસ પહેલા જ હોંગકોંગ પહોંચી ગયો હતો. આમપણ એ બધાને ભેગા તો હર્બિનમાં જ થવાનું હતું.વિરાજ હજુ એક કે બે દિવસ માટે હોંગકોંગમાં જ રોકાણ કરવાનો હતો, એટલે જ તો તે વહેલો પહોંચી ગયો હતો. તે હોંગકોંગમાં પોતાના માટે સપોર્ટ તથા ચાઇનામાં પણ સપોર્ટ અને મદદ મળી રહે એ ...Read More

15

અજાણ્યો શત્રુ - 15

છેલ્લે આપણે જોયું કે રાઘવ,ત્રિષા અને વિરાજ હર્બિન પહોંચી જાય છે અને પોત પોતાના કામમાં આગળ વધે છે. ફક્ત ક્યાંય બહાર જવા દેવામાં આવતી નહતી. હવે આગળ..... ******* ત્રિષા, રાઘવ અને વિરાજને હર્બિન આવ્યાને અઠવાડિયું થઈ ગયું હતું. આજે પહેલી વાર રાઘવ ત્રિષાને વિલાની બહાર લઇ ગયો હતો. તે બન્ને એક કાર લઇ શહેર તરફ નીકળી પડ્યા. પરંતુ શહેરની ભાગોળ પહેલા જ રાઘવે કાર બાજુના ઝાડી ઝાંખરા વાળા કાચા રસ્તે વાળી લીધી. એ રસ્તો આખા શહેરનો વળાંક લઈ બીજી તરફ પેલી લેબની એકદમ નજીક નીકળતો હતો. ત્રિષાને હતું કે, રાઘવ કદાચ તેને શહેરમાં ફરવા લઈ જતો હશે! કેમકે ...Read More

16

અજાણ્યો શત્રુ - 16

છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષાને રિસર્ચ સેન્ટરથી બહાર નીકળવાનો ગુપ્ત માર્ગ દેખાડે છે. તથા કોઈપણ વ્યક્તિ સાથે એ પર ચર્ચા કરવાની મનાઈ કરે છે. રાઘવ, જેક અને વિરાજ કોઇને મળવા જાય છે, જ્યાં તેઓ ત્રિષાને સાથે આવવાની મનાઈ કરે છે. હવે આગળ...... ********* રાઘવ, વિરાજ અને જેક તેમની મંજિલ પર પહોંચ્યા ત્યારે અડધી રાત થવા આવી હતી. તેઓ બંગલા પરથી તો વહેલા નીકળી ગયા હતા, પરંતુ રસ્તામાં બીજુ પણ એક અગત્યનું કામ પતાવવાનું હતું અને તેઓ આજુબાજુના લોકોની નજરે આવવા ઈચ્છાતા નહતા. આથી જેટલું મોડુ જવાય એ તેમના ફાયદામાં જ હતું. જેકે એક સાંકડી ગલીમાં તેમની કાર ...Read More

17

અજાણ્યો શત્રુ - 17

છેલ્લે આપણે જોયું કે રાઘવ, વિરાજ અને જેક મિલીના ફ્લેટ પર જાય છે. રાઘવ મિલીને પોતાના મિશનમાં શામેલ કરવા છે. મિલીના ફ્લેટ પર રાઘવને મેરીનો ભેટો થાય છે. જેને જોઈને રાઘવ ચોંકી જાય છે. એટલામાં ડોરબેલ વાગે છે. હવે આગળ...... ******** ડોરબેલનો અવાજ સાંભળી રાઘવ, વિરાજ, જેક અને મેરીના મનમાં એકસરખા ભાવ ઉદ્ભવે છે. એ ચારેય જણ અહીં કોઈ સારા કામ માટે ભેગા નહતા થયા. એમનું કામ એમના દેશ માટે ભલે ગમે તેટલું સારૂ કે અગત્યનું હોય, અહીં તેઓ કાયદા વિરુદ્ધ કામ કરતાં હતાં. માટે દરેકના મનમાં એક ભય હતો. મેરીને અત્યાર સુધી તો કોઈ તકલીફ નહતી ...Read More

18

અજાણ્યો શત્રુ - 18

છેલ્લે આપણે જોયું કે રાઘવ મિલીને વાત કરવા જાય છે એટલી વારમાં મિલીના ફ્લેટના દરવાજા પર કોઈ આવે છે વાત અટકી જાય છે. હવે આગળ..... ********* રાઘવે એકવાર જુગાર ખેલી લેવાનું નક્કી કરી લીધું. કાં આ પાર કાં પેલે પાર. આમપણ વાત અધવચ્ચે લટકાવી રાખવાનો કોઈ મતલબ નહતો. આજ નહીં તો કાલ મેરીને તેમના કારનામાની જાણ થવાની જ હતી અને એ સમયે કોઈ બબાલ થાય એ કરતાં અત્યારે જ તેને પોતાની સાથે કરી લેવી. એ માટે સામ, દામ, દંડ, ભેદ જે કરવું પડે એ કરવાનું, પણ મેરીને આ મિશનમાં શામેલ કરવી જ રહી. રાઘવ હજુ પેટછૂટી વાત કરવા ...Read More

19

અજાણ્યો શત્રુ - 19

છેલ્લે આપણે જોયું કે રાઘવ વિરાજ અને જેકને વિલા પર રવાના કરે છે, તથા પોતે મિલીના ફ્લેટ પર રોકાઈ છે. હવે આગળ...... ****** વિરાજ અને જેકના ગયા બાદ રાઘવ ફરી સોફા પર ગોઠવાય છે.ઘડિયાળ અત્યારે વહેલી સવારના સાડા ત્રણનો સમય બતાવતી હતી. કમરામાં તથા બહાર એકદમ નીરવ શાંતિ હતી, બહારથી થોડી થોડી વારે શેરીનાં કૂતરા ભસવાનો અવાજ આવતો હતો. એ સિવાય ક્યાંય કોઈ હલચલ નહતી. પરંતુ કમરામાં હાજર ત્રણેય લોકોના મગજમાં ધમાંસાણ મચ્યું હતું. રાઘવને લાગતું હતું, હવે મિલી પાસેથી કોઈ ખાસ ફાયદો મળશે નહીં, સિવાય કે અંદરના કામકાજની કોઈ નાની મોટી માહિતી મળી રહે. માટે તેણે હવે મેરી ...Read More

20

અજાણ્યો શત્રુ - 20

છેલ્લે આપણે જોયું કે રાઘવ અને મેરી વચ્ચે યોજના માટે વાતચીત થાય છે અને તે બન્ને સાથે કામ કરવા સંમત થાય છે. મેરી મિલીને પણ પોતાની સાથે કરી લેવાની રાઘવને ખાતરી આપે છે. હવે આગળ........ ****** દિવસ હજુ ઉગ્યો નહતો, પણ પૂર્વ દિશામાં સૂર્યદેવનાં આગમનની છડી પોકારાતી હોય એમ લાલાશ પડતો કેસરી અજવાસ ફેલાઈ ગયો હતો. રાતની અંધકાર ભરી ઉંઘમાંથી શહેર હવે ધીરે ધીરે જાગી રહ્યું હતું. રાઘવ છેલ્લા કલાકથી હર્બિનનાં મુખ્ય બજાર પાસે કોઈની વાટ જોતા ઉભો હતો. રાઘવ એ વ્યક્તિને ઓળખતો તો નહતો, વાઈટ શર્ટ અને જમણા હાથમાં કાંડાથી કોણી સુધી ૐ નું ડિઝાઇનનર ટેટૂ. એટલી ...Read More

21

અજાણ્યો શત્રુ - 21

છેલ્લે આપણે જોયું કે રાઘવ કોઈ છોકરીને લઈ વિલા પર આવે છે. ત્રિષા અને જેક રાઘવ પાસેથી એ છોકરીની જાણવાની કોશિશ કરે છે, પણ રાઘવ તેમને જવાબ આપ્યા વગર જ ચાલ્યો જાય છે. હવે આગળ...... ********** મેરી મિલીની ખરાબ તબિયતનું બહાનું બનાવી રિસર્ચ સેન્ટરમાંથી બન્ને માટે એક દિવસની રજા મંજૂર કરાવી, મિલીના ઉઠવાની વાટ જોતા બાલ્કનીમાં બેઠી હતી. તેને આખી રાતનો ઉજાગરો હતો, છતાં અત્યારે આંખમાં નીંદરનું નામોનિશાન નહતું. તેને પોતાની જાત પર જ ગુસ્સો આવતો હતો. કેમકે, તે આટલા સમયથી હર્બિનમાં અને એજ રિસર્ચ સેન્ટરમાં હતી, જેમાં રાઘવ અને તેની ટીમ વાયરસ ચોરવા માટે આવ્યા હતા, છતાં તેને ...Read More

22

અજાણ્યો શત્રુ - 22

છેલ્લે આપણે જોયું કે મેરી મિલીને પણ મિશનમાં જોડાવા માટે રાજી કરી લીધી હતી. રાઘવ નતાશાને ફરજિયાત પોતાની સાથે જોડાવા માટે દબાણ કરે છે. ત્રિષા નતાશાને આ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે મનોમન તેની મદદ કરવાનું નક્કી કરે છે. હવે આગળ........ ******* સાંજ ઢળવા આવી હતી. મેરી ફ્લેટને લોક કરી જલ્દી જલ્દી નીચે પાર્કિંગમાં આવી. મિલી તેની વાટ જોતા ત્યાં જ ઉભી હતી. મેરીએ આવતા વેંત જ કાર સ્ટાર્ટ કરી રાઘવની વિલા તરફ મારી મૂકી, આમપણ તેણે રાઘવને સમય આપ્યો હતો તેના કરતાં એ અડધો કલાક મોડી હતી. તે ફુલ સ્પીડમાં ગાડી ભગાવતી રાઘવના બંગલો પર પહોંચી. રાઘવે મેરી ...Read More

23

અજાણ્યો શત્રુ - 23

છેલ્લે આપણે જોયું કે મેરી અને મિલી રાઘવના બંગલો પર જાય છે. ત્યાં તેમની મુલાકાત ત્રિષા અને નતાશા સાથે છે. નતાશા રશિયન માફિયા માટે કામ કરે છે, એ જાણી મેરી અને જેકના પગ તળેથી જમીન સરકી જાય છે. હવે આગળ..... ****** મિલી અને ત્રિષાની હાલત એક જેવી હતી, એ બન્નેએ મેરી તથા જેકના ચેહરાના ઊડેલા રંગ જોયા, પણ કેમ રશિયન માફિયાનું નામ સાંભળીને એ બન્ને એટલા ડઘાઈ ગયા હતા, એ સમજાતું નહતું. એ બન્નેએ ટીવી અને ફિલ્મોમાં રશિયન માફિયાનું નામ સાંભળ્યું હતું, પણ અસલ જીંદગીમાં કદી રશિયન માફિયા વિશે જાણવાનું થયું નહીં, ના કોઈ દિવસ તેમનો પનારો પડ્યો હતો. ...Read More