પદ્યમાલા

(5)
  • 11.7k
  • 0
  • 4.9k

સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત જોઈએ. ન મળે કયાંય કિતાબોમાં -ગીતા- એવા ખયાલાત જોઈએ. અજવાળું આપવા અન્યને, દીપકે જાત જલાવવી પડે છે, સુવાસ પાથરવા જિંદગીની , ફૂલોને પણ મસળાવું પડે છે. ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં , એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એના જ સફળતા, જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં, જિંદગીને ટોચ પર નિહાળવા, આગવી દ્રષ્ટિ જોઈએ. નીલકંઠ બની પૂજાવા માટે , આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવતારક બની ચમકી શકે

New Episodes : : Every Thursday

1

પદ્યમાલા-ભાગ-1

સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત ન મળે કયાંય કિતાબોમાં -ગીતા- એવા ખયાલાત જોઈએ. અજવાળું આપવા અન્યને, દીપકે જાત જલાવવી પડે છે, સુવાસ પાથરવા જિંદગીની , ફૂલોને પણ મસળાવું પડે છે. ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં , એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એના જ સફળતા, જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં, જિંદગીને ટોચ પર નિહાળવા, આગવી દ્રષ્ટિ જોઈએ. નીલકંઠ બની પૂજાવા માટે , આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવતારક બની ચમકી શકે ...Read More

2

પદ્યમાલા- ભાગ-2

( લેખકનું નિવેદનઃ- પદ્યમાલા- ભાગ- 1 માં મેં સૌગાદ, માણસ, મારી ગુજરાત ગરવી ગરવી રે, ગુલાબી શીતળતા, વધામણાં, વગેરે મારી સ્વરચિત અને મૌલિક રચનાઓ લખી છે. હવે પદ્યમાલા-ભાગ-2 માં હું બીજા પાંચ કાવ્યોનો સંગ્રહ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે કે વાંચનાર મિત્રોને ગમશે. આ પણ મારી મૌલિક રચનાઓ છે. હું ઘણાં સામયિકોમાં પણ લખું છું. લખવાની યાત્રા મારી 13 વર્ષથી ચાલું છે. આ બુક વાંચી આપનો કિંમતી અભિપ્રાય આપશો. આપનાં અમૂલ્ય સૂચનો પણ સાદર સ્વીકાર્ય છે. લી. ડો. ભટ્ટ દમયંતી.) (1) વિશ્વ મિત્ર- (સૂર્ય ) ...Read More

3

પદ્યમાલા- ભાગ-3

( પ્રિય વાચકમિત્રો, આ પહેલાં પદ્યમાલાનાં બે ભાગ પ્રકાશિત થયા છે, આપનાં તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના માટે ખૂબ આભાર. હવે પદ્યમાલાનો ભાગ-૩ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. આ તકે હું માતૃભારતી.કોમ,અને માતૃભારતી એડીટોરીયલ ટીમનો પણ આભાર વ્યકત કરું છું. જેમણે આ એપ પર મારી પહેચાન બનાવવાની તક અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તે માટે...........ધન્યવાદ........) ( પદ્યમાલા- ભાગ-૩...) (૧) હરિ નીરખવા... આ મેઘો વરસે ઝરમર નીર હરિ નીરખવા, આ ધરાએ ઓઢ્યાં ચીર હરિ નીરખવા, આ મયૂર નાચે સોળ કળા ઉમંગ હરિ નીરખવા, ટેહૂક ટેહૂક સૂર મળે સંગ હરિ નીરખવા, તા તા થૈ થૈ મોર બપૈયા હરિ નીરખવા, કૂહુ કૂહુ બોલે કોયલિયા હરિ ...Read More