ત્રિવેણી

(112)
  • 23.2k
  • 8
  • 9.6k

ત્રિવેણી...‌ ત્રણે ગુણોનો સંગમ જાણે એનામાં જ ભરેલો, કામિની,મીઠડી અને ચપળ. કોઈને પણ પહેલી નજરે ગમી જાય એવી નવયૌવના.સત્તર પૂરા કરીને અઢારમા વર્ષે બેસેલી, કોલેજ કરવાના સપના જોતી હિચકે ઝુલતી હતી. કાળાશ પડતા ભૂરાં વાળ હીચકાની સાથે ઝૂલા લેતા હતા. લાલ રંગે રંગાયેલા હોઠ અને કાજલ ભરેલી આંખો ત્રિવેણીના રૂપને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આછો ગુલાબી ડ્રેસ અને ગળામાં પહેરેલો ઝીણી ભાત વાળો દોરો એ ગોરા ગળાને અને ગોરા શરીરને સોહામણું લગાડતા હતા. કપાળે ચોડેલી સોનાવર્ણી ટીલડી એના રંગે રંગાઇ ગઇ હતી. એક હાથમાં ચાંદીનું બ્રેસલેટ અને બીજા હાથમાં સ્માર્ટ વોચ. ગામડીયન છોકરી શહેરની છોકરીને પણ

Full Novel

1

ત્રિવેણી ભાગ-૧

ત્રિવેણી...‌ ત્રણે ગુણોનો સંગમ જાણે એનામાં જ ભરેલો, કામિની,મીઠડી અને ચપળ. કોઈને પણ પહેલી નજરે ગમી જાય એવી નવયૌવના.સત્તર કરીને અઢારમા વર્ષે બેસેલી, કોલેજ કરવાના સપના જોતી હિચકે ઝુલતી હતી. કાળાશ પડતા ભૂરાં વાળ હીચકાની સાથે ઝૂલા લેતા હતા. લાલ રંગે રંગાયેલા હોઠ અને કાજલ ભરેલી આંખો ત્રિવેણીના રૂપને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આછો ગુલાબી ડ્રેસ અને ગળામાં પહેરેલો ઝીણી ભાત વાળો દોરો એ ગોરા ગળાને અને ગોરા શરીરને સોહામણું લગાડતા હતા. કપાળે ચોડેલી સોનાવર્ણી ટીલડી એના રંગે રંગાઇ ગઇ હતી. એક હાથમાં ચાંદીનું બ્રેસલેટ અને બીજા હાથમાં સ્માર્ટ વોચ. ગામડીયન છોકરી શહેરની છોકરીને પણ ...Read More

2

ત્રિવેણી ભાગ-૨

ત્રિવેણી કોલેજમાં લંચ ટાઈમ પતાવીને લાઇબ્રેરીમા બુક લઇને બેઠી.સ્નેહા આજે પોતાના કામ ખાતર ગેરહાજર હતી એટલે એકલી જ બેઠી જે ટેબલ પર બેઠી હતી એની પાસે જ પુસ્તકોનુ સ્ટેન્ડ હતું જેમા મોસ્ટ રીડેડ પુસ્તકો રહેતા.ત્રિવેણી પોતાની બુક વાંચતા વાંચતા એ તરફ નજર ફેરવતી હતી.બાજુના ટેબલ પર મિ.સોજીત્રા આવીને બેઠા.ત્રિવેણીની નજર એના સામે મળતા ત્રિવેણીએ સ્માઈલ આપીને આદરભાવ બતાવ્યો. ત્રિવેણી બાજુમાં રહેલા સ્ટેન્ડ માં મુકેલા પુસ્તકો જોવા ઊભી થાય છે.એટલામા જ બીજા સ્ટુડન્ટ પાસે આવીને એ જ સ્ટેન્ડમાં મુકેલી બુકો જોવે છે.ત્રિવેણીને અચાનક કોઈનો સ્પર્શ થાય છે.કોણ હતું એ નક્કી કરે એ પેલા એ ...Read More

3

ત્રિવેણી ભાગ-૩

ત્રિવેણીએ સાગરના બન્ને મિત્રોને પણ‌ પૂછી જોયુ.તો પણ સાગરની ભાળ ન મળી.ફોન નંબર લઈને ફોન લગાવવાની ટ્રાય કરી.ફોન પણ ઓફ આવતો હતો.ચિન્તા વધતી જતી હતી.શુ કરવું એની કંઈ ગતાગમ‌ પડતી નહોતી.આખરે સ્નેહાને વાત કરી.એણે‌ પણ‌ દિલાસો આપ્યો-"ચિન્તા ના કર આવી જશે.આજ કાલના છોકરાવ એવા જ હોય.એને ક્યાં ખબર છે કે અહીં કોઈ એની રાહ‌ જોઈ રહ્યું છે.નહીતર તો કહીને જાય ને!.""બસ યાર! તને પણ મજાક સુુુઝેે છે.અહી મને ટેેન્શન થાય છે.""બાય ધિ વે...આવતી કાલે આપણી કોલેજનુ એન્યુઅલ ફંક્શન છે એટલે આવશે જ""સાચ્ચે?""હા""તો...હું રાહ જોઈશ""હા... એના માટે..એમને?""હા...કાલે આવી જાય તો....""તો? શુ?""હું સામેથી પ્રપોઝ કરી ...Read More

4

ત્રિવેણી ભાગ-૪

નિરવે મનોજ અને અક્ષયને પોતાના ફાર્મ હાઉસ પર પાર્ટી માટે ઇન્વિટેશન આપ્યું હોવાથી બન્ને આવે છે.લગભગ સાંજના સાડા પાંચ છનો સમય થયો હશે.નિરવને સ્નેહાના બોયફ્રેન્ડ તરીકે નહિ પરંતુ સહાદ્યાર્થી‌ તરીકે બન્ને ઓળખતા હોય છે.એમ‌ પણ મફતની મજા કોણ જતી કરે. " લેટ્સ સ્ટાર્ટ"નિરવે બ્રાન્ડેડ બોટલ સામે મૂકી. "ઓહ! સો કોસ્ટલી"-અક્ષય "માય ફેવરિટ ફ્લેવર"-મનોજ "એટલે જ તો લાવ્યો છું,બાઈટિગમા શું ચાલશે?"-નિરવ "જે હોય એ..ના હોય તોય ચાલશે."-મનોજ "આઈસ ક્યુબ?"-અક્ષય "કિચનમાં"-નિરવ "હું લઈ આવું"-મનોજ કિચનમા જવા માટે ઊભો થાય છે. "નાસ્તો પણ છે મૂકેલો લઈ આવજે"-નિરવ "ઓકે"-મનોજ બધી વસ્તુ લેવા માટે ...Read More

5

ત્રિવેણી ભાગ-૫

નશામાં ધૂત થયેલા અક્ષયની આંખો ખુલે છે.થોડીકવાર સુધી કશું દેખાતું નથી.સરખી નજર કરીને જોયું તો બ્લેક ફિલમ લગાવેલી ગાડીમાં પડ્યો છે.દરવાજો ખોલવાની કોશિશ કરી પણ મહેનત વ્યર્થ જાય છે.દરવાજો કોઈએ કંઈ રીતે લોક કર્યો એ સમજાતુ નહોતું.થોડીવાર મથ્યા પછી ફરી પાછો આડો પડ્યો.ઘેન હજુ પુરું ઉતર્યું નહોતું એટલે ઉંઘ ચડી ગઈ.થોડીવાર થઈ ત્યા નિરવ અને સાવન બને આવી ચડ્યા. તપાસ કરી ગાડી જેમ મૂકી ગયા હતા તેમજ છે.એટલે ચૂપકીદીથી ગાડી ચાલુ કરી અને હંકારી ગયા એક અવાવરું જગ્યા તરફ જ્યાં ન કોઈ અવર જવર હતી ના તો કોઈ અવાજ. એકદમ શાંત જગ્યાં. અક્ષયને એક રૂમમા ...Read More