ક્લિન ચીટ

(647)
  • 80.4k
  • 56
  • 39.6k

પ્રથમ પ્રકરણ.૫ જુન સેટરડે નાઈટ. સમય થયો હશે આશરે રાત્રીના ૧:૩૦ ની આસપાસનો. શહેરથી બારેક કીલોમીટર દુર બર્થ ડે બોય આલોક તેના જીગરજાન મિત્ર શેખરના ફાર્મહાઉસ પર સૌ મિત્રોની સાથે પાર્ટીમાં મશગુલ હતો. ધમાકેદાર લાઇવ ડી.જે.ના તાલ પર સૌ પોતપોતાની આગવી સ્ટાઈલથી ઝૂમીને પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા અને આવતીકાલે રવિવાર હતો એટલે અગાઉ જ સર્વસંમતિથી નક્કી કર્યા મુજબ પાર્ટી વહેલી સવાર સુધી ચાલવાની હતી. ત્યાં અચાનક જ થોડીવાર બાદ આલોક એ શેખરને એક તરફ બોલાવીને કહ્યું કે, ‘સાંભળ, હું ઘરે જઈ રહ્યો છું.’ આમ અચાનક જ અધવચ્ચેથી પાર્ટી છોડીને જવાની વાત કરતાં શેખર એ આશ્ચર્ય સાથે પૂછ્યું,‘અરે,પણ કેમ ? અરે યાર

Full Novel

1

ક્લિન ચીટ - 1

પ્રથમ પ્રકરણ.૫ જુન સેટરડે નાઈટ. સમય થયો હશે આશરે રાત્રીના ૧:૩૦ ની આસપાસનો. શહેરથી બારેક કીલોમીટર દુર બર્થ ડે આલોક તેના જીગરજાન મિત્ર શેખરના ફાર્મહાઉસ પર સૌ મિત્રોની સાથે પાર્ટીમાં મશગુલ હતો. ધમાકેદાર લાઇવ ડી.જે.ના તાલ પર સૌ પોતપોતાની આગવી સ્ટાઈલથી ઝૂમીને પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા અને આવતીકાલે રવિવાર હતો એટલે અગાઉ જ સર્વસંમતિથી નક્કી કર્યા મુજબ પાર્ટી વહેલી સવાર સુધી ચાલવાની હતી. ત્યાં અચાનક જ થોડીવાર બાદ આલોક એ શેખરને એક તરફ બોલાવીને કહ્યું કે, ‘સાંભળ, હું ઘરે જઈ રહ્યો છું.’ આમ અચાનક જ અધવચ્ચેથી પાર્ટી છોડીને જવાની વાત કરતાં શેખર એ આશ્ચર્ય સાથે પૂછ્યું,‘અરે,પણ કેમ ? અરે યાર ...Read More

2

ક્લિનચીટ - 2

પ્રકરણ - બીજુંઅદિતી બ્લેક કલરના ઓફ સોલ્ડર, ફ્લેર, ની લેન્થ સ્કર્ટ, અને ટ્રેન્ડી મીડીયમ લેન્થ ઓપન હેર સ્ટાઇલમાં બેહદ લાગતી હતી.ગ્રે કલરના ટ્રાઉઝર ઉપર ડાર્ક બ્લ્યુ કલરના હાલ્ફ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટમાં આલોકનો લૂક તેની તરફ સહજતાથી એકવાર કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે કાફી હતો. ‘આલોક, થેન્ક્સ ફોર બૂકે.’ ‘અદિતી,’આઈ હોપ યુ લાઈક ઈટ .’‘ઓહ,યસ ઇટ્સ રીયલી સો બ્યુટીફૂલ.’ આલોક એ પૂછ્યું, ‘મેં તમને વધુ રાહ તો નથી જોવડાવીને ?’અદિતી બોલી, ‘અરે ના, હું પણ જસ્ટ પાંચ મિનીટ્સ પહેલાં જ આવી છું. આવીને રિસેપ્શન પર તમારા વિષે પૂછ્યું, તમે આવ્યા નહતા એટલે મેં તેમને સૂચના આપી કે આલોક દેસાઈ આવે તો ...Read More

3

ક્લિનચીટ - 3

પ્રકરણ - ત્રીજું૨ દિવસ પછી દિલ્હીમાં મારા એન.જી.ઓ ની એક ખુબ જ અગત્યની મીટીંગ છે. પપ્પાના એક ખાસ અંગત અને અમારા ફેમીલી મેમ્બર જેવા એક અંકલ અને તેમના ફ્રેન્ડસ સાથે આ એન.જી.ઓ ના નવા મેગા પ્રોજેક્ટના ફંડિંગ પ્લાનિંગ માટે આવે છે. ખુબ જ ઓછા સમયગાળામાં મારે ઘણી તૈયારી કરવાની છે. અને હું પ્રોજેક્ટની હેડ ઇન્ચાર્જ છું. એટલે માત્ર ૩ દિવસમાં આખા પ્રોજેક્ટની ડીજીટલ મીડિયાના પ્લેટફોર્મથી લઈને પ્રિન્ટ મીડિયા સુધીની કમ્પ્લીટ બ્લુ પ્રિન્ટ મારે તૈયાર કરવાની છે, દોસ્ત.’ અદિતીને લાગ્યું કે આલોક કૈક પૂછવા જઈ રહ્યો હતો,પણ ચુપ રહી રહ્યો.પણ તેના ચહેરાના હાવભાવ તેના મૌનને છુપાવી શકતા નહતા. એટલે અદિતી એ ...Read More

4

ક્લિનચીટ - 4

પ્રકરણ – ચોથું.આલોકને અહેસાસ થયો કે તેની માનસિક અસ્વસ્થતા તેના વ્યક્તિત્વ પર હાવી થઈ જાય તે પહેલા આ માહોલ બહાર નીકળી જવું જોઈએ.ગોપાલ કૃષ્ણનને કોઈ કામનું બહાનું આપીને આલોક ઓફિસે નીકળીને સીધો ફ્લેટ પર આવી ગયો. લંચ ટાઇમ હોવા છતાં જમવાની કોઈ જ ઈચ્છા નહતી. કોલ્ડ કોફીનો એક કપ લઈ આંખો બંધ કરી, બાલ્કનીના ઝૂલા પર બેસીને ઉચાટ મનના આરોહ અવરોહને શાંત કરવાની કોશિષ કરવાં લાગ્યો.અદિતીથી વિખૂટા પડ્યા ને આજે ત્રણ અઠવાડિયાથી વધુનો સમય થયો છતાં આલોક માટે કોઈ એક દિવસ એવો પસાર નહીં થયો હોય કે, તેણે અદિતી સાથે નાની અમથી વાત પણ મનોમન સેર ન કરી હોય. ફરી ...Read More

5

ક્લિનચીટ - 5

પ્રકરણ - પાંચમું‘આલોક, આ પરિસ્થતિનો સમય મારાં માટે આપણી દોસ્તીના પરિમાણની પરીક્ષાના પરિણામનો સમય છે. હું છેલ્લાં ઘણાં સમયથી કરી રહ્યો છું કે, તું વાત કરતાં કરતાં તારી વાતના મુખ્ય મુદ્દાથી આડો ફંટાઈ જાય છે. તારા શબ્દો અને તારી વર્તણુક વચ્ચે સંતુલન નથી રહેતું. તારી આંખો તરત જ તેની ચાડી ખાઈ જાય છે. તારી વ્થાકથામાં કોઈ સ્ત્રીપાત્રનું હોવું સહજ એટલાં માટે છે, કારણ કે જ્યાં સુધી મને તારી જાણકારી છે ત્યાં સુધી તને કોઈ ફાઈનાન્સિયલ કે સોશીયલ અથવા હેલ્થ જેવાં કોઈ સામાન્ય ઇસ્યુના લીધે તું આ હદે માનસિક અસ્વસ્થ થઇ જાય એવું હું નથી માનતો. અને એક બીજી ખાસ ...Read More

6

ક્લિનચીટ - 6

પ્રકરણ - છઠું‘શેખર, અદિતીના દેહલાલિત્યના સૌદર્યને શબ્દ સ્વરૂપ આપવું કદાચ સહેલું હશે, પણ તેના અહેસાસની અનુભૂતિ માટે તો આલોક જ અવતરવું પડે. અમે બન્ને એ માંડ ૪ થી ૫ કલાક સાથે વિતાવ્યા હશે.અને એ સમયગાળા દરમ્યાન જે વાતો થઇ તે સામાન્ય જ હતી. તે સ્વભાવે ખુબ બિન્દાસ છે. અને તે દિવસે ફીરકી ઉતારીને મારી બેન્ડ બજાવવામાં તેણે કોઈ કચાસ નહતી રાખી.વાત વાતમાં અમે બન્ને ક્યારે એકબીજામાં હળી, ઢળી ને ભળી ગયા તેનો અંદાજો જ ન રહ્યો. પણ જ્યાં સુધીમાં વિખૂટા પાડવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં એ ઘણી ગંભીર થઇ ગઈ હતી. અંતિમ દસ મિનીટમાં એ થયું જે ૫ કલાકમાં ...Read More

7

ક્લિનચીટ - 7

પ્રકરણ – સાતમું /૭‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ના નામની બૂમો પડતાં આલોક અને શેખર બંને એ લીફ્ટની આજુબાજુનો વિસ્તાર ફેંદી ઘણી શોધખોળ કરી પણ ત્યાં સુધીમાં તો અદિતી સેંકડોની ભીડમાં કયાંય ગુમ થઇ ગઈ હતી. આલોકને અચાનક જ શ્વાસ ચડી ગયો. થોડી જ વારમાં તો આલોકની આંખે એકદમ જ અંધારા આવી ગયા અને અંતે આલોક એ તેના બંને હાથ લમણાં પર તાકાતથી દબાવતાની સાથે જ અદિતીના નામની એક તીવ્ર ચીસ પાડતાં જ આલોકને ચક્કર આવતાં વ્હેત ત્યાં જ ઢળી પડ્યો. માત્ર દસ જ મિનીટમાં અચાનક આ બધું એકસામટું બની ગયું એટલે શેખરની વિચારશક્તિ પણ થોડીવાર માટે બહેર મારી ગઈ. પણ બીજી ...Read More

8

ક્લિનચીટ - 8

પ્રકરણ – આઠમુ/૮અવિનાશ જોશીની એઈજ હશે આશરે પચાસની આસપાસ. પણ દેખાવે લાગતાં હતાં ચાલીસના. ૬ ફૂટ હાઈટ. સ્પોર્ટ્સમેન જેવું બોડી. જબરદસ્ત પર્સનાલીટી. સ્માઈલ સાથે શેખરને આવકારતા કહ્યું, 'પ્લીઝ સીટ ડાઉન.' શેખર એ ફેમીલી ફીઝીશીયનનો રેફરન્સ, પોતાનું નામ પરિચય અને આલોક સાથેના રીલેશન વિષે જણાવ્યું.ડોકટર અવિનાશ એ પૂછ્યું, 'શર્મા ટ્રાન્સપોર્ટ વાળા વીરેન્દ્ર તમારાં શું સંબંધી થાય ? એમનો કોલ આવ્યો હતો.’ ‘જી સર, એ મારા અંકલ છે.’‘ઓહ. તો આપ શ્રી સ્વર્ગીય દેવેન્દ્રજીના સુપુત્ર છો એમ ?’‘હા, સર’એટલે ડોકટર અવિનાશે હાથ મીલાવતાં કહ્યું, ‘અરે.. એ તો મારા મોટા ભાઈ સમાન હતા.અને તમારાં અંકલ વીરેન્દ્ર સાથે તો અમારી ખુબ સારી ઓળખાણ. બોલો શું તકલીફ છે ...Read More

9

ક્લિનચીટ - 9

પ્રકરણ – નવમું/૯રાત્રે ૯:૧૦ વાગ્યે શેખર એ ડોકટર અવિનાશને એ કોલ જોડ્યો.ડોકટર અવિનાશે કહ્યું, ‘હેલ્લો’ સર, હું શેખર શર્મા.’ શેખર હોલ્ડ ઓન ફોર જસ્ટ ફયુ મિનીટ્સ 'ઇટ્સ ઓ.કે. સર.’થોડીવાર પછી...‘હા, હવે બોલો શેખર.’‘સોરી સર આ સમયે આપને ડીસટર્બ કરી રહ્યો છું. ‘આટલું બોલીને શેખર એ આલોકના આજે કરેલા કારસ્તાનની જાણકારી આપી. એ સાંભળ્યા પછી ડો. અવિનાશ બોલ્યા, ‘હમ્મ્મ્મ આટલા શોર્ટ ટાઈમમાં આલોકનું મેન્ટલી રીએકશન આટલું ઝડપથી બૂસ્ટ થઇ જશે તેની મને કલ્પના નહતી. બીજી કોઈ વાયલંસ એક્ટીવીટી કરી છે તેણે ? ગુસ્સા કરવો ? કોઈના પર હાથ ઉપાડવો ? અથવા કોઈ ચીજ તોડવી કે ફેંકવી ?’ ‘ના સર, એવી તો કોઈ હરકત નથી કરી.’ ‘ઠીક છે ...Read More

10

ક્લિનચીટ - 10

પ્રકરણ – દસમું/ ૧૦શેખર હજુ કશું સમજે કે કશું પૂછવા જાય એ પહેલાં અવિનાશ બોલ્યા, ‘હવે આપ બન્ને મારી ધ્યાનથી સાંભળો મેં તમને પહેલાં કહ્યું એ મુજબ મને અથવા અદિતીને કોઈપણ જાતના સવાલ નહી પૂછી શકો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી.ઇટ્સ ક્લીઅર. ? 'હું અને અદિતી તમારાં બધાં જ સવાલોના જવાબ આપીશું પણ, તેની સમયમર્યાદા હું અને અદિતી નક્કી કરીશું. બીજી એક વાત આલોકને ટોટલી નોર્મલ થવામાં કદાચ થોડો સમય લાગે પણ ખરો ત્યાં સુધી આપે અદિતીને પુરેપુરો સપોર્ટ કરવાનો રહેશે. કારણ કે આલોક સિવાય સૌ અદિતી માટે સાવ જ અજાણ્યા છીએ.આપ સૌ પર અદિતીનો ટ્રસ્ટ જ આલોકને જેમ ...Read More

11

ક્લિનચીટ - 11

પ્રકરણ – અગિયાર શેખર એ ટૂંકમાં પોતાના પરિવાર, સગા સંબધી, મિત્રો, વ્યવસાય અને પોતાના મોજ શોખ અને મનગમતી પ્રવૃત્તિ ટૂંકમાં માહિતી આપ્યા પછી અદિતી એ પૂછ્યું, ‘હવે તારી લાઈફમાં આલોકની ક્યારે, ક્યાં અને કેવી રીતે એન્ટ્રી થઇ એ કહીશ ?’શેખર એ આલોક સાથેની પ્રથમ મુલાકાતથી વાતનો પ્રારંભ કર્યો. આલોકના વાણી, વર્તન સ્વભાવ, પારદર્શક વ્યક્તિત્વ, કામ પ્રત્યેની નિષ્ઠા, સમય પાલનનું પરફેક્શન, કાબેલિયત આ તમામ પાસાઓનું શેખર એ વિસ્તારથી અદિતી સામે વર્ણન કર્યું. ત્યારબાદ શેખર બોલ્યો,‘અદિતી, આલોકમાં કોઈ માઈનસ પોઈન્ટ નહતો. આલોકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો, નરી આંખે ઉડીને દેખાઈ આવતી તેની નિર્દોષ નરી નિખાલસતા. મારી ૨૭ વર્ષની લાઈફમાં આલોક સાથે મારું જે એક અનન્ય ...Read More

12

ક્લિનચીટ - 12

પ્રકરણ – બારમું /૧૨અચનાક જ આલોક બોલ્યો, ‘શરત... શરત.. કેમ ફરી શરત.. તું શરત બોલે છે ત્યારે તું ના કોઈ શરત નહી.’‘કેમ, શું થયું આલોક ? મેં તો હજુ કોઈ શરત વિશે વાત જ નથી કરી.’ ‘તે કરી’તી એકવાર મારી જોડે ને પછી તું’ મેં ..મેં કઈ શરત કરી’તી આલોક ? ક્યારે બોલ તો ?’ ‘કાલે ... ના .. હા , એક દિવસ કરી’તી અને પછી તુ ક્યાંક જતી રહી.. ના .. તું શરત કહીને પછી જતી રહે છે એટલે કોઈ શરતની વાત ન કર. પ્લીઝ અદિતી.’ ‘અચ્છા ઠીક છે, હું કોઈ શરત નહી કરું બાબા ઓ.કે. તું કોફી પી લે. આપણે બહાર જઈશું. ...Read More

13

ક્લિનચીટ - 13

પ્રકરણ- તેર/૧૩થોડી ક્ષણો પહેલાંની વાતચીત દરમિયાન સાવ સામાન્ય વર્તુણકમાંથી અચાનક અદિતી ના બદલાયેલા ચહેરા પરના હાવભાવથી એવું પ્રતિત થઇ હતું ,જાણે કે કોઈ ધરાર ધરબેલી લાગણીના બહાર આવવા મથતા પ્રહારના શૂળની પીડાથી પીડાતી હોય એ હદે અદિતીના અસ્તિત્વને અસ્વસ્થ થતાં જોઇને થોડીવાર માટે શેખર પણ ડઘાઈ જતા વિચારવા લાગ્યો કે એવી તે કઈ વાત હશે કે આટલુ મક્કમ મનોબળ પણ એક ક્ષણમાં ડગી ગયું ? તરત જ શેખર પણ બાલ્કનીમાં તેની સાથે ઊભો રહીને તેના સ્વસ્થ થવાની પ્રતિક્ષા કરતાં થોડી વાર પછી બોલ્યો, ‘વ્હોટ હેપન્ડ અદિતી. એનીથિંગ સીરીયસ ?’પ્રત્યુતરમાં અદિતી એ માત્ર ના ની સંજ્ઞામાં ડોકું ધુણાવ્યું. શેખરને લાગ્યું કે હજુ ...Read More

14

ક્લિનચીટ - 14

પ્રકરણ – ચૌદમું /૧૪વહેલી સવારે ૬:૧૦ ની આસપાસ અચનાક શેખરની આંખ ઉઘડતા જ સૌર પ્રથમ નજર આલોકના બેડ તરફ જ ફાળ પડી. આલોક બેડ પર નહતો એટલે સફાળો બેડ પરથી ઉઠીને આજુબાજુ નજર કરી પણ દેખાયો નહીં એટલે બાલ્કની તરફ જઈને નજર કરી તો બાલ્કનીમાં લોંગ ચેર બેસીને લંબાવેલા બંને પગને બાલ્કનીની પાળ પર ટેકવીને આંખો બંધ કરીને બેઠેલાં આલોકને જોઇને શેખરના શ્વાસ નીચે આવ્યા.એક અજાણ્યા ડર સાથે હળવેકથી આલોક પાસે જઈને માંડ માંડ બોલ્યો, ‘ગૂડ મોર્નિંગ, કેમ આટલો વહેલો ઉઠી ગયો, આર યુ ઓ.કે ?’ આંખો ઉઘાડીને શેખરની સામે થોડીવાર સુધી જોયા જ કર્યા પછી પ્રત્યુતર આપતાં માત્ર એટલું ...Read More

15

ક્લિનચીટ - 15

પ્રકરણ – પંદરમું/૧૫ડોકટર અવિનાશના તેની પ્રતિષ્ઠાથી વિરુદ્ધ પાયાવિહોણા અને ચર્ચાથી વિરોધાભાષી અને સાવ વાહિયાત લાગતા નિવેદનથી શેખરની ભીતરના સુષુપ્ત વિચારોના શેષનાગ એ ફેણ ઊંચકી. અને ડોકટર અવિનાશ તરફથી અચનાક જ કોઈ સુનિયોજિત ષડ્યંત્રની માયાજાળ પથરાઈ રહી છે, એવો શેખરને ભીતરથી આભાસ થવા લાગતાં તેના અસલી મિજાજમાં આવતાં બોલ્યો,‘સોરી સર પણ જો આપ અત્યારે કોઈ મજાક કરવાના મૂડમાં હો તો પ્લીઝ નાઉ સ્ટોપ ઈટ. કઈંક કેટકેટલાં’ય દિવસ રાતની પારાવાર અસહ્ય માનસિક યાતનાઓ માંડ માંડ પસાર કરીને આ સ્ટેજ પર આવ્યાં છીએ.અત્યારે અમારાં બન્ને માંથી કોઈના માં પણ હવે કોઈપણ સસ્પેન્શને ડાયજેસ્ટ કરવાની સ્ટેમિના નથી. માટે પ્લીઝ હવે...’ તેના આક્રોશને કાબુમાં લઈને ...Read More

16

ક્લિનચીટ - 16

પ્રકરણ – સોળમું/૧૬અધિક માત્રામાં બ્લડ વહી રહ્યું હતું મલ્ટી ઓર્ગન્સની ઇન્જરી હોવા છતાં પારાવાર પીડાથી પીડાતી પરિસ્થિતિમાં પણ અદિતી ડોક્ટરને ઈશારો કરીને કહેવાની કોશિષ કરી કે મને લખવા માટે કાગળ અને પેન આપો. ફટાફટ કાગળ પેન આપ્યા એટલે દરદથી કણસતી અદિતી એ મુશ્કિલથી કાગળ પર ફક્ત એક શબ્દ લખતાંની સાથે જ તેના હાથમાંથી પેન સરકી અને અદિતી બેહોશીમાં.અદિતી એ લખેલો એક શબ્દ હતો, “આલોક” પ્રાઈમરી ઓબ્જર્વેશન કરતાં ડોકટરના ધ્યાનમાં આવ્યું કે ડાબા પગ અને જમણા હાથમાં ફ્રેકચર છે અને કરોડરજ્જુની સાથે સાથે માથાના ભાગમાં પણ નાની મોટી ઘણી ઈજાઓ દેખાઈ રહી છે. સતત બ્લડ અને ઓક્સીજનના સપ્લાયની વચ્ચે ૪ એક્સપર્ટ ...Read More

17

ક્લિનચીટ - 17

પ્રકરણ – સત્તરમું/૧૭સ્વાતિનું દિમાગ હવે આલોકનું પગેરું મેળવવાની દિશા તરફ સતત કાર્યરત રહેવા લાગ્યું. ક્યાંકથી પણ એક તણખલા માત્ર પણ આલોકના અસ્તિત્વની કોઈ હિન્ટ મળી જાય એ આશાના આસરે સ્વાતિએ અદિતીના તમામ ક્લોઝ ફ્રેન્ડસ સાથે આલોકના નામનો ઉલ્લેખ કરીને પુછપરછ કરી લીધી પણ દરેક પાસેથી એકસમાન એકાક્ષરી પ્રત્યુતર મળ્યો, ‘ના’ એ પછી વિષાદની એક હદ વટાવ્યા પછી સ્વાતિને રીતસર તેની જાત પર ચિક્કાર ફિટકાર વરસાવવાનું મન થતાં એમ થયું કે, જો તે રાત્રી એ ડીનર પર તેણે થોડી જીદ કરીને અદિતીને આલોક વિશે પૂછ્યું હોત તો આજે કદાચ.... આટલું વિચારીને સ્વાતિ એક અત્યંત અનન્ય લાચારીભરી લઘુતાગ્રંથિની પીડાથી પીડાવા લાગી.આમ ને ...Read More

18

ક્લિનચીટ - 18

પ્રકરણ – અઢારમું/ ૧૮ હવે તો અંકલ પણ ચક્કર ખાઈ ગયા.‘માની ગયો દીકરા, તારી વાત સો ટકા સાચી. આ શું કહેવું, સરપ્રાઈઝ, સસ્પેન્સ કે પછી ઉપરવાળાની અકળ લીલા ?’ ‘સંજના સૌ થી પહેલાં હું તારા પપ્પાને કોલ કરીને કહી દઉં છું કે તમને ઘરે પહોચવામાં મોડું થશે એટલે કોઈ ચિંતા ન કરે. કારણ કે મને લાગે છે કે હવે આ ડીશકશન થોડી લાંબી ચાલશે એટલે.‘હા ઓ.કે. અંકલ.’એટલે અંકલે એ ચીમનલાલને કોલ કરીને જાણ કરી દીધી. પળે પળે પઝલ જેમ ગૂંચવાતી પરિસ્થિતિની સાથે સાથે સ્વાતિની અધીરાઈનો ગ્રાફ પણ વધતો ગયો. એટલે સ્વાતિએ પૂછ્યું, ‘અંકલ હવે શું થઇ શકે એમ છે ? હવે આ ...Read More

19

ક્લિનચીટ - 19

પ્રકરણ- ઓગણીસમું/ ૧૯ડોકટર અવિનાશ, મિસિસ જોશી અને સંજના એ ખુબ જ પ્રેમથી સાંત્વના આપીને સ્વાતિને શાંત પડ્યા પછી આલોક ‘સ્વાતિ પ્લીઝ, તું આવા શબ્દો બોલે છે તો મને મારી જાત પર ફિટકાર વરસાવવાનું મન થાય છે. હું તો આપ સૌ નો એટલો ઋણી છું કે ઋણમુક્ત થવા માટે મને આ ભવ ઓછો પડશે. અદિતીના શ્વાસ માટે હું મારા અંતિમ શ્વાસ સુધી અદિતીને તન મન અને ધનથી સંપૂર્ણ રીતે સમર્પિત છું. પણ સ્વાતિ તારું ઋણ તો હું કેમ કરીને અદા કરીશ ? અદિતી અને હું તો બન્ને એક ઈશ્વરીય સંકેતની સંજ્ઞાથી સ્નેહની પૂર્વભૂમિકા સાથે સંકળાઈ ને એકબીજાના સુખ દુઃખના સાક્ષી બન્યા પણ, સ્વાતિ ...Read More

20

ક્લિનચીટ - 20

પ્રકરણ- વીસમું/ ૨૦અદિતીની આંખો ખુલ્લી જ હતી. વિક્રમ અને દેવયાની પણ ત્યાં હાજર હતા. થોડીવાર પછી અચાનક અદિતીના ચહેરા ભાવમાં કૈક પરિવર્તન આવતાં જોઇને સૌ ને અત્યંત નવાઈ લાગી રહી હતી. આલોક જે ડોરની પાછળ ઊભો હતો વારંવાર અદિતીનું ધ્યાન એ દિશા તરફ જતું હતું એ જોઇને સ્વાતિ એ ઈશારાથી અદિતીને પૂછ્યું કે ‘ત્યાં શું જુએ છે અદિ ? કોણ છે ત્યાં ?’ પણ બસ અદિતીની નજર આઈ.સી.યુ.ના ડોર પર સ્થિર થઇ ગઈ. અદિતીની અર્ધજાગૃત માનસિક અવસ્થામાં પણ તેની પ્રાથમિકતાનો અધિકારી તો આલોક જ રહ્યો. અચાનક જ માંહ્યલામાં સહજભાવે જડથી ચેતન તરફ સરી રહેલા સંચારને અપ્રત્યક્ષ રૂપે સમર્થન પૂરું પાડી રહેલા ...Read More

21

ક્લિનચીટ - 21

પ્રકરણ – એકવીસમું/ ૨૧રવિવારનો દિવસ હતો. અરેબિયન સમુદ્રની સામે વિક્રમ મજુમદારના સી બેન્ડ સ્થિત બંગલામાં ૯૦% રીકવરી હેલ્થ સાથેની પાસે વિક્રમ, દેવયાની,સ્વાતિ અને આલોક હળવાશની પળો માણતાં બેઠા હતા. સાંજનો સમય હતો. ત્રણ મહિના પછી હવે અદિતી પોતાનું રૂટીન કામકાજ જાતે જ કરી શકે એટલાં કેપેબલ સ્ટેજ પર આવી ગઈ હતી. પણ હજુ તે ડ્રાઈવીંગ નહતી કરી શકતી અને કરવાની પણ મનાઈ હતી. વિક્રમ સ્વાતિને સંબોધીને બોલ્યા, ‘હું અને દેવયાની એક સોશિયલ વિઝીટ માટે જઈ એ છીએ અને ડીનર પણ ત્યાં જ લઈને આવીશું. તમારા ત્રણેયનો શું પ્લાન છે ?’સ્વાતિ બોલી, ‘ડેડ, અમે ઘરે જ છીએ. અને આજે હું આ બન્નેનો ક્લાસ ...Read More

22

ક્લિનચીટ - 22 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ – બાવીસમું-૨૨ સ્વાતિ એકદમ સ્વસ્થ હતી. સૌ ના ચહેરાના હાવભાવ જોઇને સ્વાતિને ખ્યાલ આવી ગયો કે હવે ચરમસીમા આવી ગઈ છે એટલે ઊંડો શ્વાસ ભરીને બોલી...‘હું આવતીકાલે ઓસ્ટ્રેલીયા જઈ રહી છું.’ ‘ફોર સેટલ ફોરએવેર. અને આ કોઈ જોક નથી. આઈ એમ ટોટલી સીરીયસ.’ પીનડ્રોપ સાઇલેન્ટની વચ્ચે થોડી ક્ષણો માટે સૌ જે સ્થિતિમાં હતા એમ ને એમ જ સ્ટેચ્યુ થઇ ગયા. કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવા સ્વાતિના સ્ફોટક નિવેદન પછી સૌ એકબીજાના ચહેરા પરના પ્રશ્નાર્થચિન્હ અને અનપેક્ષિત પ્રતિભાવોની અંકિત મુદ્રાઓ જોતા જ રહ્યા. પણ, સ્વાતિનું આ વાક્ય સાંભળીને સૌથી જબરદસ્ત ધક્કો અદિતીને વાગ્યો. તેની વિચારશક્તિ જાણે કે શૂન્ય થઈ ...Read More