'આ થેપલાં તો ખા... ' ના માં બસ... ' 'ને આ શું શૂપ તો પીધું જ નથી ' ' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... ' 'શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી ' 'માં ટિફિન લીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... ' નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી... ' બેટા આ જ્યુસ તો પી લે... ' ' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ. 'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું
New Episodes : : Every Monday
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -1
'આ થેપલાં તો ખા... ' ના માં બસ... ' 'ને આ શું શૂપ તો પીધું જ નથી ' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... ' 'શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી ' 'માં ટિફિન લીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... ' નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી... ' બેટા આ જ્યુસ તો પી લે... ' ' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ. 'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -2
મીટીંગમાં બેસેલી નૈનાનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. સોલંકી સાહેબની નજર વારંવાર નૈના તરફ જતી હતી... ફોન ફરી વાગ્યો...આખરે થઇ સોલંકી સાહેબે કહ્યું, 'નૈના આ મીટીંગ કરતાં કોલ વધુ જરૂરી હોય તો બહાર જઈ વાત કરી લે '. 'સોરી સર... ' કહેતાં નૈનાએ ફોન સ્વિચ ઓફ કર્યો. અને મીટીંગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી. મીટીંગ પત્યા પછી નૈના બહાર આવી અને પોતાની કેબીનમાં બેસી કામ શરુ કર્યું. કામમાં ને કામમાં એને ફોન ઓન કરવાનું ધ્યાન ન રહ્યું... કેબીનનો ફોન રણક્યો...સહકર્મીનો ફોન હતો... વાત કરી ફોન મુક્યો ત્યારે સહસા ભાન ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -3
આજે નૈનાનું કામમાં બિલકુલ પણ મન નહોતું લાગતું... એક અજીબ ઉદાસીનતા એના મનને ઘેરી વળી હતી. કેમ એવું થઇ એ એનેય સમજાતું નહોતું... વાતાવરણ આટલું ગમગીન કેમ થઇ રહ્યું એનાથી એ અજાણ હતી...ખબર નહીં ક્યાંથી... એક અજાણ્યો ખાલીપો આવી એના મનમાં ઘર કરવાની કોશિશ કરી રહ્યો હતો. સામે વ્હાઇટ કલરના મગ માં પડેલી કૉફી ઠંડી થઇ રહી હતી એનુંયે એને ભાન ન રહ્યું... કોફીની તેજ ખુશ્બૂ પણ એને કોફી પીવા લલચાવવામાં નાકામ રહી... જોકે કૉફી એની કમજોરી હતી પણ એ અજીબ ખાલીપા સામે એની કમજોરીયે કમજોર પડી રહી હતી... કૉફી ઠંડી પડતી જતી હતી પણ ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 4
'નૈના.... ''હા અવિ... ''નૈના જો એક વાત કહું પણ તું ટેંશન ના લેતી... ''શું વાત છે અવિ... ' અવિનાશની પુરી થતા પહેલાજ નૈનાએ પૂછ્યું.'નૈના કિટ્ટુ ... ''શું થયું એને... ? જમવામાં નખરા કરે છે ? હું નથી એટલે... ચાલ વિડિઓ કોલ કરો જોઈએ મારી સાથે વાતો કરતા કરતા હમણાં ખાઈ લેશે... ''નૈના એવી વાત નથી... ''તો શું વાત છે અવિ.. બોલ ને... ''નૈના કિટ્ટુ.. ''શું કિટ્ટુ... ? કહો ને... ''નૈના કિટ્ટુ નથી રહી... ''વૉટ ? ''હા નૈના... ''અવિ આ શું મજાક છે... ? કાલે તો સહી સલામત હતી ને આમ અચાનક ? અચાનક શું થયું ? આમ કેમ બને ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 5
આજે નૈનાને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી હતી. ઉજાગરાના કારણે માથું ભારે લાગતું હતું...ઓફિસે જવાનું બિલકુલ મન નહોતું નવા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ પણ હતું અને પોતેજ બધું હેન્ડલ કરવાનું હોવાથી ઓફિસે જવું અનિવાર્ય હતું... ન છૂટકે તે તૈયાર થઇ ઓફિસે જવા નીકળી.... * * * ઓફિસે પહોંચી કાર્યક્રમની વિગતવાર બનાવેલી રૂપરેખા પર એક વખત નજર ફેરવી લીધી. ત્યાં સુધી સોલંકી સાહેબ પણ આવી ચુક્યા હતા... આજે સોલંકી સાહેબ ખુશ હતા... એમની ખુશીનું કારણ આ નવો પ્રોગ્રામ ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -6
' હું હાવ નાનકડા ગામમાં રે'તી હતી ... જુવાનીમા પતિ તો બધાને છોડી ભગવાન પાસે ચાયલો ગેયલો... દીકરાઓને આપદા કરી દુઃખ વેઠી મોટા કરી કામ ધંધે લગાયડા બેટા... પણ લગન પછી મારા દીકરાઓ બદલાઈ ગીયા... પણ હું તો મા છું ને બેટા... મેં તો દીકરાઓનું ભલું જ વિચારતી... થોડા દિવસ પેલાં મારો નાનો દીકરો જે શેરમા રેય છે એ બીમાર પઈડો... મોટા દીકરાને મેં કેયુ કે મને શેરમાં મૂકી આવ... પણ માંડ બે ટાણાંનું ખાવાનું એ આપતો સાયેબ એ મને શેરમાં જાવાના પૈસા કા'થી આપે...ને પાછો એની બાયડીથી બીયે ... મને કોઈ મદદ ની કરે... ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 7
એ જેવી બહાર આવી અવિએ ગુલાબના ફૂલોના ગુલદસ્તા સાથે બધાઇ આપી... અવિને ઓફિસમાં જોઈ નૈના ખૂશ થઇ ગઈ... 'અવિ...!!!' મિશ્રીત આશ્ચર્ય સાથે નૈના બોલી.'યેસ માય સ્વીટહાર્ડ... સોલંકી સાહેબને મળવા આવ્યો હતો... એન્ડ આજે તારા શૉ નો પહેલો એપિસોડ છે તો એ સરપ્રાઈઝ તો બનતા હૈ મેરી જાન... 'અવિએ કહ્યું. ' અચ્છા જી... ' નૈનાએ આંખોના ભવા ઉપર કરી હસતાં હસતાં કહ્યું.'હા જી...' અવિએ એજ અંદાજમાં જવાબ આપ્યો... ત્યાં જ સોલંકી સાહેબ આવ્યા...નૈનાને સાબાશી આપી... પછી અવિનાશ સામુ જોઈને કહ્યું... 'અવિનાશ આપણે નીકળીએ... ?'સવાલ ભરી નજરે નૈનાએ અવિનાશ સામુ જોયું... અવિનાશ અનુત્તર રહ્યો... નૈનાથી ના રહેવાયું... એણે પૂછ્યું... 'અવિ ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 8
ધીરે ધીરે ચેનલની ટી. આર. પી વધતી જતી જોઈ આ ચેનલ પર માત્ર આમ જનતા જ નહીં સેલિબ્રિટી બિઝનેસમેન નેતાઓ પણ આ શૉ નો હિસ્સો બનવા લાગ્યા હતા. સોલંકી સાહેબની ખુશી તો સાતમા આસમાને હતી...આ સફળતા જીરવવી એમના માટે અઘરી થઇ રહી હતી... અને એ એમની રોજિંદા વ્યવહારમાં દેખાતી હતી. સ્ટાફ પ્રત્યેની વર્તણૂક બદલાઈ ગઈ હતી...એમનામાં થોડી ઘણી બચેલી સરળતાએ અભિમાનનું રૂપ લઇ લીધું હતું. પણ આ વાતના તો શાસ્ત્રો પણ સાક્ષી રહ્યા છે કે ક્યારેક કોઈનું અભિમાન લાંબુ ટકતું નથી. તો સોલંકી સાહેબનું ક્યાં ટકવાનું હતું. બીજી ચેનલો પણ આ પ્રકારના ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 9
' ઓ... મા... ' નૈનાએ દુઃખભર્યા અવાજે ચીસ પાડી. 'શું થયું... ? શું થયું બેટા... ? ' નૈનાની મા દોડતી આવી નૈનાને પૂછ્યું. 'નહીં મા... કશુ નહીં... બસ જરીક દાઝી ગઈ.. ''ક્યાં... ? બતાવ... હે ભગવાન... !સાવ બેદરકાર છોકરી છે આ...જરાયે પોતાનું ધ્યાન નથી રાખતી...''અરે મા... ટેંશન ના લે... સારું થઇ જશે.. બસ જરાક જ... ''શું જરાક જ... હાથ લાવ જોવ... 'કહી નૈના નો હાથ પોતાના હાથમા લઇ ફૂંક મારવા લાગી. નૈના ફૂંક મારતી માને એકીટસે જોઈ રહી...વિચારી રહી 'કાશ મા હૈયે વાગેલા ઘા પણ આમ ફૂંક મારીને તું દૂર કરી દેત તો કેવું સારું હોત... ...Read More
કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 10
'આ સમયે દરવાજા પર તાળું ?''આવું તો કદી બન્યું નહીં...?' 'તો આજે એવું તો શું થયું કે...? ''ક્યાંક અવિ ?'ના ના અવિ ને કાંઈ નહીં થાય... એક સાથે અનેક સવાલો નૈના ના મનને ઘેરી વળ્યા. પહેલેથી નૈના ચિંતિત તો હતી જ... ઘરે તાળું જોઈ એની ચિંતા બમણી થઇ ગઈ. શું કરવું કશું સમજાયું નહીં. અવિને ફોન કર્યો પણ એનો ફોન લાગ્યો નહીં. બાજુમાં જઈને પૂછ્યું પણ ત્યાં પણ ક્યાં ગયા એ કોઈને ખબર નહોતી. ફરી ઘરે આવી. ઓટલા પર થાંભલાને અઢેલીને બેઠી. મનમાં વિચાર્યું' ઘરની એક ચાવી તો મારી પાસે પણ પડી હતી કાશ હું લઈને જ આવત ...Read More