એન અફેર

(428)
  • 28.5k
  • 58
  • 14.8k

ચાની ચૂસ્કી લેતા નિલેશની આંખો રઘવાઈ થઈ આમતેમ ફોનને શોધવા લાગી. મનમાંથી તરત જ મેસેજ છૂટ્યો – મોબાઈલ તો બાથરૂમમાં જ રહી ગયો છે!! કામિની બાથરૂમમાં સાડી, બ્રા, બ્લાઉઝ, જાંગિયા ગરમ પાણીની ડોલમાં દબાવી દબાવીને ભરતી હતી. જાણે હમણાં જ પોતાનું છૂપું અફેર પકડાઈ જશે એવા ડરની રેખાઓ તેના ચહેરા પર તણાઇ આવી. મોબાઇલની રિંગ સંભળાતા જ કામિની સાડીના પાલવથી હાથ લૂછી ઊભી થઈ. બાથરૂમના ખૂણે કાચની પ્લેટ પર મૂકેલા મોબાઈલને કોરા-ભીના હાથમાં સાચવીને લીધો. સ્ક્રીન પર લાલ અને લીલા બટન સાથે એક સુંદર સ્ત્રીનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો. કામિનીએ આંખો ઝીણી કરીને નામ વાંચ્યું – અદિતિ શર્મા.

Full Novel

1

એન અફેર

ચાની ચૂસ્કી લેતા નિલેશની આંખો રઘવાઈ થઈ આમતેમ ફોનને શોધવા લાગી. મનમાંથી તરત જ મેસેજ છૂટ્યો – મોબાઈલ તો જ રહી ગયો છે!! કામિની બાથરૂમમાં સાડી, બ્રા, બ્લાઉઝ, જાંગિયા ગરમ પાણીની ડોલમાં દબાવી દબાવીને ભરતી હતી. જાણે હમણાં જ પોતાનું છૂપું અફેર પકડાઈ જશે એવા ડરની રેખાઓ તેના ચહેરા પર તણાઇ આવી. મોબાઇલની રિંગ સંભળાતા જ કામિની સાડીના પાલવથી હાથ લૂછી ઊભી થઈ. બાથરૂમના ખૂણે કાચની પ્લેટ પર મૂકેલા મોબાઈલને કોરા-ભીના હાથમાં સાચવીને લીધો. સ્ક્રીન પર લાલ અને લીલા બટન સાથે એક સુંદર સ્ત્રીનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો. કામિનીએ આંખો ઝીણી કરીને નામ વાંચ્યું – અદિતિ શર્મા. ...Read More

2

એન અફેર - 2

(નિલેશ અને કામિની વચ્ચેનું સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ હોય એવું લાગે છે. લગ્ન પછી કામિનીને નિલેશનો સ્વભાવ અને વર્તન બદલાયેલું છે. બંને વચ્ચેના સંબંધોમાં પહેલા જેટલી આત્મીયતા અને સ્નેહભાવ રહ્યો નથી એવું કામિનીને લાગે છે. નિલેશ ઓફિસે જતી વખતે પણ રોમેન્ટીક રિલેશન ખિલવવાનું ટાળતો હોય એવું લાગતું હતું. કામિની બાલ્કની આગળ ફૂલોના કુંડામાં ફુવારાથી પાણી છાંટતી વખતે નિલેશ સાથે સુકાતા જતાં સંબંધોના વિચારવનમાં સરી પડે છે...) ...Read More

3

એન અફેર - 3

(નિલેશ અને કામિની વચ્ચેના સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ છે તેને એક મેટાફોરિક રીતે, લેખક પડદા પાછળની વાતને આડકતરી રીતે ફુવારાનું લઈને સમજાવે છે. કામિની નિલેશના રહસ્યમય છુપા મહોરા પાછળનો વાસ્તવિક ચહેરો જાણવા બેચેન બની રહી છે. કામિની બજારેથી ઘરે આવી ત્યારે દીપુંને બહાર ફરવા લઈ જવા અંગે બંને વચ્ચે થોડીક ઉગ્ર તકરાર થઈ હતી. બંનેએ સાંજનું ડિનર જમીને સોફામાં બેઠા. ઉગ્ર તકરાર બાદ એકબીજાને સોરી પણ કહ્યું. કામિની નિલેશના હાથ પર હાથ મૂકી, આંખોમાં આંખો પરોવી, પણ નિલેશ કામિનીની આંખોમાં વધુ વાર દેખી ન શક્યો... તે કશુંક કામિનીથી છુપાવે એવી ફિલિંગ તેને ભીતરમાં ડંખી અને તેણે નજર ફેરવી લીધી... કામિનીના મનમાં નિલેશ વિશેના અનેક સવાલો મનમાં મૂંઝવે છે... આખરે એવું તો શું છે જે નિલેશ કામિનીથી છુપાવે છે ) ...Read More

4

એન અફેર - 4

(કામિની નાઇટી પહેરીને નિલેશના સ્ટડી રૂમમાં તેને સેક્સ્યુઅલી ઉત્તેજિત કરવા લુભાવે છે, પણ તેની કોઈ ખાસ અસર નિલેશ પર નથી. કામિનીના કામુક અંદાજ સામે નિલેશની ઉત્તેજના જાણે બુઠ્ઠી પડી ગઈ હોય તેમ કોઈ જ પ્રકારનો આવેગ તેના લોહીમાં ભરાતો નથી. બંને વચ્ચેના નીરસ સંબંધોમાં ક્યાંક નિલેશનો બીજા સાથેનો ખાનગી સંબંધ તો નથી ને - એ વિષે કામિની ખુલાસો માંગે છે. પણ નિલેશના જવાબમાં તેના અપ્રમાણિક હોવાનો બોદો રણકાર આવતો હોય એવું લાગે છે... આખરે નિલેશ એવા તો કોના અફેરમાં એટલો ઓબ્સેસ્ડ છે કે તેની રિયલ વાઈફ સાથેનો સંબંધ તેને ઉત્તેજવા કે પ્રેમ કરવા ફિક્કો પડતો હોય એવું લાગે છે ) ...Read More