સ્પેક્ટર્નનો ખજાનો

(1.4k)
  • 127.8k
  • 152
  • 51.4k

પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ રહ્યાં હતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા. દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો. મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો. ‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી.

Full Novel

1

સ્પેક્ટર્નનો ખજાનો - ૧

પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ રહ્યાં હતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા. દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો. મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો. ‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી. ...Read More

2

સ્પેક્ટર્નનો ખજાનો - ૨

કુતૂહલવશ હું મુખ્ય દરવાજો ઉઘાડીને અંદર ગયો. હવે મને અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. તેઓ જોરજોરથી ધમકીઓ ઉચ્ચારતા હતા. વધુ માટે હું એ જમણી બાજુના રૂમનાં ખુલ્લા બારણાને અડીને ઊભો રહી ગયો અને ધીમેથી એની આડમાંથી અંદર જોયું અને જોતાં વેંત જ મારા હોશ ઊડી ગયા. અંદર ચાર બદમાશ જેવા લાગતા માણસો પેલા પ્રોફેસરનું કોલર પકડીને તેમને ધમકાવી રહ્યા હતા. એમાંના બે જણા વારેઘડીએ આજુબાજુ રહેલી વસ્તુઓ ઝાટકાથી પાડી દેતા હતા અને ચારે બાજુ કંઈક શોધી રહ્યા હતા. પ્રોફેસરનો કોલર પકડીને ધમકાવી રહેલા એ માણસે કડકાઈથી પૂછ્યું, “બોલ નાલાયક...તેં અમારો માલ ક્યાં છુપાવ્યો છે સાલા, તેં તો છેલ્લા પાંચ વરસથી નાકમાં દમ કરી દીધો છે. બોલ, નહીં તો જાનથી મારી નાખીશ...” ત્યાં જ પેલા બે જણમાંથી એક મને જોઈ ગયો. “એય છોકરા...શું કરે છે અહીં...ઊભો રહે...” એનું વાક્ય પૂરું થયું એ પહેલાં હું ગભરાઈને મુખ્ય દરવાજા તરફ દોડ્યો. પણ...હજુ હું દરવાજાની બહાર નીકળી શકું એ પહેલાં તો બે જણાએ આવીને પાછળથી મારું મોં દબાવી દીધું અને મને ઢસડીને અંદર રૂમમાં લઈ ગયા. ...Read More

3

સ્પેક્ટર્નનો ખજાનો - ૩

‘તેઓ ઘણી વાર મને મળતા અને દર વખતે આટલાંટિક મહાસાગરમાં ક્યાંક આવેલા કોઈક ‘સ્પેક્ટર્ન’ ટાપુની ભૌગોલિક સ્થિતિઓ અંગે ચર્ચાઓ કરતા. મારું ભૌગોલિક શાસ્ત્ર સારું છે તેથી તેઓ મારી પાસેથી ઘણી-ખરી માહિતીઓ ઉઘરાવીને પોતાની લાલ કવરવાળી ડાયરીમાં નોંધ કર્યા કરતા...’ ‘એક મિનિટ પ્રોફેસર સાહેબ,’ હું વચ્ચેથી જ એમને અટકાવતાં બોલ્યો, ‘તમે કદાચ આ જ ડાયરીની તો વાત નથી કરી રહ્યા ને ’ મેં મારા પેન્ટના ગજવામાંથી પેલી લાલ કવરવાળી ડાયરી કાઢી. તરત પ્રોફેસર બેને એ લઈ લીધી, ‘હા...આ જ તો હતી એ ડાયરી...’ કહીને એના પાનાં ફેરવવા લાગ્યા, ‘આ જ છે બધી ફસાતની જડ, એલેક્સ ! આ જ છે...’ ડાયરીમાં જ નજર કરતાં તેમણે કહ્યું. ...Read More

4

સ્પેક્ટર્નનો ખજાનો - ૪

‘અને બીજી એક અગત્યની વાત કહી દઉં છોકરાઓ...’ પ્રોફેસર અત્યંત રહસ્યમય રીતે બોલ્યા. અમે એમની સામે મીટ માંડેલી રાખી. એમણે ચલાવ્યું, ‘સ્પેક્ટર્ન ટાપુની આજુ-બાજુ લગભગ કંઈ નથી. એટલે શક્ય છે કે દરિયાઈ ચાંચિયાઓ પોતાના જહાજ સાથે વિસામો ખાવા માટે કે એમ સ્પેક્ટર્ન પર ઊતરે...’ ચાંચિયાનું નામ સાંભળતાં જ અમારે સજાગ થઈ જવું પડ્યું. સાથે જ હ્યદય પણ બે ઘડી જોરથી ધડકી ઊઠ્યું. ખૂંખાર દરિયાઈ લૂંટારાઓ એટલે કે પાયરેટ્સ જ આવી સફરોનું મોટામાં મોટું જોખમ હોય છે. ચોરી અને દાણચોરીના માલની આવા ચાંચિયાઓ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરાફેરી કરતા રહે છે. સમુદ્ર પર જ એમનું જીવન હોય છે. પણ ચાંચિયાઓ પોતાનું ભલું થવા માટે કોઈને પણ ગણકારતા નથી અને ખૂન-ખરાબા સર્જતા હોય છે. ...Read More

5

સ્પેક્ટર્નનો ખજાનો - ૫

મેં કબાટમાંથી મારો મનપસંદ થેલો કાઢ્યો. એના પર થોડી ધૂળ જામી ગઈ હતી. ફૂંક મારી, હાથ થપથપાવીને મેં ધૂળ મરુન કલરનો ખભે ઊંચકવાનો થેલો હતો. મારી દરેક સફરનો એ સાથી હતો. અમે બે વર્ષ પહેલાં ઉત્તર પેસિફિક મહાસાગરમાં આવેલા ‘ગાલાપેગોસ’ ટાપુઓની છેલ્લી સફર ખેડી ત્યાર પછી એ ધૂળ ખાતો કબાટમાં જ પડ્યો રહ્યો હતો. હવે ફરી પાછી એની જરૂર પડવાની હતી. ...Read More

6

સ્પેક્ટર્નનો ખજાનો - ૬

અમારા છ જણનાં છ મોટા થેલાઓ, પ્રોફેસર બેનના બે નાના થેલાઓ તથા મેક્સની એક સૂટકેસ હતી. આ ઉપરાંત બીજો સામાન, રિવોલ્વરો, રાઈફલો, તંબુ અને એના સ્પેરપાર્ટસ વગેરે બધું ઉપર બનાવેલી છાજલી જેવી જગ્યામાં રાખ્યું હતું. પછી નીચે રાખેલા બે મોટા બંધ થેલાઓ પર નજર પડતાં જ મને મેક્સે લાવેલા દારૂગોળા અને બોમ્બનો ખ્યાલ આવ્યો. મેં સફાળા ઊભા થઈને પ્રોફેસર બેનને ફાઈનલી પૂછ્યું, ‘પ્રોફેસર બેન...હવે તો કહો કે મેક્સે આ દારૂગોળા અને બોમ્બની વ્યવસ્થા કેવી રીતે કરી હવે મારા પેટમાં આ વાત છૂપી નથી રહી શકતી.’ ...Read More

7

સ્પેક્ટર્નનો ખજાનો - ૭

મેક્સે કંટ્રોલ પેનલમાં કંઈક દબાવ્યું અને પછી તેનાં હાથમાં રહેલું ગીયર થોડું આગળ તરફ ધકેલ્યું. એક હળવા ઝાટકા સાથે ઝડપ થોડી ઘટી. મેં કાચની બારીમાંથી નીચે નજર કરી. વાદળો વચ્ચે એ લેમ્સ ટાપુ એકદમ ધૂંધળો દેખાતો હતો. હેલિકોપ્ટર હજુ થોડું નીચું આવે પછી એનો સાચો ખ્યાલ મળી શકે તેમ હતું. પાંચેક મિનિટ પછી થોડી ઘરઘરાટી સાથે હેલિકોપ્ટર હવામાં સ્થિર થયું અને ધીમે-ધીમે નીચે ઉતરવા લાગ્યું. મારી નજર બારીમાં જ ખોડાયેલી હતી. અલબત્ત, અમારા બધાની. ...Read More

8

સ્પેક્ટર્નનો ખજાનો - ૮

ક્રિકે કહ્યું હતું એવું જ થયું. હવે મને ક્રિકની નકારાત્મક વાતોમાં તથ્ય લાગતું હતું. રખેને આ હેલિકોપ્ટર તોફાન સામે નહીં ઝીલી શકે તો અમારું તો આવી જ બનશે...હું વિચારોમાં ખોવાઈ ગયો...- હવે શું થશે – ની ઉત્કંઠાથી પ્રોફેસર બેન સહિત બધાના હ્યદય જોરશોરથી ધબકતાં હતાં. મેં આંખો બંધ કરી – લીમા નજર તળેથી પસાર થઈ ગયું... અમારી હાઉસિંગ રેસિડેન્સી... મારું વ્હાલું ઘર... મમ્મી...! – બધું જ પસાર થઈ ગયું. એક ઊંડા શ્વાસ સાથે મેં આંખો ખોલી. સામે પ્રોફેસર બેનનો દ્રઢ ચહેરો જોતાં જ બધા વિચારો ગાયબ થઈ ગયા અને હતું એના કરતાં ડબલ જોમ મારા શરીરમાં પ્રસરી ગયું. ...Read More

9

સ્પેક્ટર્નનો ખજાનો - ૯

હકીકત મને ચમત્કાર જેવી લાગી ! અમે જમીન સુધી પહોંચી ગયા હતા ! ગઈ કાલના તોફાનને જોતાં જમીનની આશા નહીંવત લાગતી હતી. છેલ્લે હેલિકોપ્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું ત્યાર પછી હું થોડો ગભરાઈ ગયો હતો. બિચારા મેક્સનો ક્યાંય પત્તો નહોતો. એવામાં આ બે નાનકડી હોડીના સહારે અમે અમારી જાતને નસીબ અને ઈશ્વર પર છોડી દીધી હતી. પરંતુ નસીબ આખરે અમારી વહારે આવ્યું હોય એમ અમને આ જમીન સુધી પહોંચાડી દીધા હતા. ...Read More

10

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૦

સાતેય જણાનાં એક પછી એક પડતા પગલાં જમીન પર પડેલા સૂકાં પાંદડાને કચડતા હતા. અમુક અમુક જગ્યાએ તો વનરાજીઓ ગાઢ હતી કે રસ્તો જ જડે નહીં. એટલે આગળ ચાલતા બે-ત્રણ જણાએ ચાકુથી નડતરરૂપ થતાં ઝાડી-ઝાંખરા કાપીને રસ્તો કરવો પડતો હતો. ઘટાદાર વૃક્ષોની ડાળીઓ એકબીજીની સાથે કરોળિયાના જાળાની જેમ ગુંચવાયેલી હતી. તડકાનું પ્રમાણ ઘણું હતું પણ, જેમ જેમ અમે જંગલમાં ઊંડે જતા ગયા તેમ તેમ સૂર્યના દર્શન ઘટતા ગયા. એકબીજાની સાથે જકડાઈને ઉભેલી વનરાજીઓની વચ્ચેથી ઝીણો ઝીણો સૂર્યપ્રકાશ આવતો હતો. આથી ઠંડીએ થોડું જોર પકડી લીધું હતું. આખાયે જંગલમાં અમારા સાત જણા સિવાય કોઈ જ બીજું માનવતત્વ ન હોય એવું લાગતું હતું. માત્ર ને માત્ર જીવ-જંતુઓ અને પક્ષીઓનાં અલગ-અલગ જાતનાં અવાજો સતત આવ્યા કરતા હતા. ...Read More

11

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૧

‘જવાબ આપ, નહીંતર રિવોલ્વરથી ઉડાવી મૂકીશ બધાને...’ સરદાર જોરથી બૂમ પાડતો પ્રોફેસર બેન તરફ ધસી આવ્યો. એની રિવોલ્વર પ્રોફેસરના સામે જ સ્થિર થયેલી હતી. આ દ્રશ્ય જોઈને અમે ધ્રુજી ઉઠ્યા હતા. હવે બધાનો નશો ઊતરી ગયો હતો. ‘પ્લીઝ, ગોળી છોડશો નહીં, જરા શાંત રહો... હું... હું કહું છું.’ પ્રોફેસરે એને ધરપત આપતાં કહ્યું. એ પણ અંદરથી થોડા ડરેલા લાગતા હતા. પ્રોફેસર બેનની ધરપતથી સરદારે રિવોલ્વર પાછી ખેંચી અને બાજુમાં પડેલી એક ખુરશી ઉઠાવીને અમારી સામે એના પર બેસી ગયો. ખતરનાક ચહેરે એ એમને તાકી રહ્યો હતો. ...Read More

12

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૨

‘આખરી વખત ચેતવણી આપું છું. અંદર જે કોઈ પણ હોય એ મારા પાંચ ગણતાં સુધીમાં બહાર નીકળી જાય... ગણતરી થતાં જ અમે ઘરને ઉડાવી મૂકીશું. એક...’ બહાર પેલો ઘોઘરા અવાજે ફરી ધમકીનું રૂપ ધારણ કરતાં ગણતરી શરૂ કરી દીધી. હવે શું કરવું એડગર પણ મોકાના સમયે ગાયબ હતો. મેં લારાને ઈશારાથી જ પૂછ્યું કે – એડગર ક્યાં છે – પણ એને કંઈ જ ખબર નહોતી. ‘બે...’ વળી બહારથી અવાજ આવ્યો. હવે બધા ખરેખરના દ્વિધામાં મુકાયા હતા. ...Read More

13

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૩

મને લારાની ચિંતા થઈ. પણ એ તરફ નજર ઘુમાવ્યા વગર મારે મિત્રો સાથે ભાગવું પડ્યું. હજુ પણ ગોળીબારના અવાજો ગુંજતા હતા. આ તરફનું જંગલ તો વધુ ખતરનાક હતું. નાના ઝાડી-ઝાંખરાનું સ્થાન હવે મસમોટા વૃક્ષોએ લઈ લીધું હતું. જમીન પણ ઊંચી-નીચી થઈ ગઈ હતી જેને કારણે દોડવાનું મુશ્કેલ પડતું હતું. જંગલી વનસ્પતિઓ એટલી બધી વધી ગઈ હતી કે એમાં પગ ફસાતાં જ પડી જવાય, એટલે અમે કાળજી રાખતાં ચાલતાં હતાં. આ તરફની જમીનમાં ક્યાંક છીછરા ખાડા થઈ પડ્યા હતા તો ક્યાંક વૃક્ષોની ડાળીઓ થડના નીચેના ભાગમાંથી નીકળીને સામેના વૃક્ષોના થડ સાથે ગૂંચવાયેલી હતી જેને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી. ...Read More

14

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૪

‘ક્યાં છે ખજાનો જલદી બોલ...’ મેક્સે અધીરાઈથી પૂછ્યું. ‘અમને લોકોને એ નથી ખબર, સાહેબ. તમારી પાસે જે નક્શો એમાં ‘ક્રોસ’ની નિશાનીવાળી જગ્યાએ જશો ત્યાં જ હશે. અમને તો બસ તમારા જેવા સાહસિકો કે આ ખજાનો લેવા આવનાર માણસોને ખતમ કરી દેવાની જ સૂચના અપાયેલી હતી એટલે અમને ખજાના વિશે કંઈ જ ખબર નથી.’ ‘તારા સરદારને ખજાનાનું કરવું શું હતું કે આમ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરફેર કરાવ્યા કરે છે ખજાનામાં એવું તે છે શું ’ ...Read More

15

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૫

પ્રોફેસર બેને તરત જ નક્શો ખોલ્યો. અત્યારે અમે પર્વતની દક્ષિણ તરફની તળેટીમાં હતા - નક્શામાં દર્શાવેલી ‘ક્રોસ’વાળી જગ્યાએ. ‘જુઓ, આપણે ખજાનાવાળી જગ્યાએ છીએ.’ પ્રોફેસર બેને કહ્યું, ‘હવે મારો એવો વિચાર છે કે આપણે આ પર્વતની બીજી તરફ વહેતી નદીને રસ્તે થઈને પૂર્વ તરફના કિનારે નાંગરેલા એડગરના વહાણ પર પહોંચી જઈએ. સમય રાતનો પસંદ કરશું એટલે કદાચ છૂટાછવાયા દુશ્મનો ફરતા હશે તો પણ આપણને જોઈ શકશે નહીં.’ વાત પૂરી કરીને જાણે પૂછવા માગતા હોય કે યોજના બરાબર છે કે નહીં એ રીતે પ્રોફેસરે અમારી સામે જોયું. અમને તો યોજના એકદમ બરાબર જ લાગતી હતી. ...Read More

16

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૬ (અંતિમ પ્રકરણ)

અમે ઝડપથી બાજુના રૂમમાં પ્રવેશ્યા અને... ત્યાં જ જડાઈ ગયા. આ એ જ રૂમ હતો કે જ્યાંથી આ બધો શરૂ થયો હતો. બરાબર સામે પડતી બારી પાસે કાળો ઓવરકોટ પહેરેલી એક વ્યક્તિ અમારી તરફ પીઠ રહે એમ બારી તરફ ફરીને ઊભી હતી ! બારીમાંથી આવતા સૂર્યપ્રકાશને કારણે એ વ્યક્તિનો પડછાયો પાછળ તરફ રેલાતો હતો. કોણ હશે આ માણસ અહીં શા માટે આવ્યો હશે પેલા બદમાશોનો સરદાર તો નહીં હોય ને – એક સાથે આવા કેટલાય સવાલ હથોડાની માફક ઝીંકાવા લાગ્યા. - આખરે આ રહસ્યમય માનવી છે કોણ ‘ઓહ ! તો તમે લોકો આવી પહોંચ્યા...’ એ માણસ ઘોઘરા અવાજે બોલ્યો. એનો આવો ઘુરકાટ અમને ડરાવી ગયો. કદાચ એ માણસ અવાજ બદલીને વાત કરતો હતો. મારો હાથ સીધો જ પેન્ટના ખિસ્સામાં પડેલી રિવોલ્વર પર જઈ પહોંચ્યો. ...Read More