એક અધૂરી દાસ્તાં...

(64)
  • 22.7k
  • 8
  • 9.7k

૧.ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે પણ સાવ ધૂંધળાયાં નથી. હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ પહેલા ક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી. એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું. એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’ ‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’

New Episodes : : Every Friday

1

એક અધૂરી દાસ્તાં... - 1

૧.ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે સાવ ધૂંધળાયાં નથી. હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ પહેલા ક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી. એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું. એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’ ‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’ ...Read More

2

એક અધૂરી દાસ્તાં... - 2

2. કેવી લાંબી લાંબી વાતો થતી હતી ! રાત વીતી જતી પણ વાતો ખૂટતી નહીં. એ સમજ હતી એકબીજાની. બે અને બેમાં એક થઈને જીવવાની. એક દિવસ અમે ‘હિલ ગાર્ડન’માં ફરતા હતા ત્યારે મેં અવિનાશને પૂછ્યું હતું... ‘અવિનાશ, તારી દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું છે ?’ ‘કંઈ નહીં.’ તેણે દૂર જોતા કહ્યું હતું. ‘કેમ ?’ ‘દરેક વસ્તુને વ્યખ્યાકિત નથી કરી શકાતી અનુ.’ ‘એકબીજાને ચાહવું, એકબીજાને સમજવું, એકબીજાને સાથ આપવો, એકબીજા સાથે જીવવું, એકબીજાની કેર કરવી... એ ન આવી શકે પ્રેમમાં ?’ ‘આટલી પાતળી વ્યાખ્યા પ્રેમની ?’ મને ત્યારે સમજાયું કે પ્રેમ વિશે તો હું કંઈ જાણતી જ નથી. મારી પ્રેમની ...Read More

3

એક અધૂરી દાસ્તાં... - 3

3.અમે ઘણી વાર માંડવીના દરિયા કિનારે ચાલ્યા હોઈશું. અવિ મારો હાથ પકડતો અને હું પાછળ પાછળ ચાલી નીકળતી. સંધ્યાના આધુનિક ચિત્રકલાની જેમ આમ તેમ ફેલાઈ જતા. આથમવા આવેલો સૂર્ય ઝીણું મલકી રહેતો. અમે કિનારે કિનારે ચાલ્યા કરતા. અવિ મને દરિયામાં ખૂબ દૂર સુધી લઇ જતો. દરિયાનું ભીનું ગીત સાંભળતા અમે તરી રહેતા. એવી કેટલીયે સાંજ આજે પણ હૈયામાં અકબંધ સચવાઈ રહી છે. ‘અનુ, ચાલ તને કંઈક સંભળાવું.’ અને અમે દરિયાકિનારે આંખો બંધ કરી સૂઈ રહેતા.‘સાંભળ, દરિયો ગાય છે.’‘પણ... હું એ નથી સમજતી.’‘બધી વસ્તુ સમજવાની નથી હોતી અનુ. કુછ અહેસાસ સિર્ફ જીને હોતે હૈ મય ડીયર.’એની દ્રષ્ટિ અલગ હતી બધું જોવાની. સમજવાની. ...Read More

4

એક અધૂરી દાસ્તાં... - 4

4..કોલેજના દિવસો ખૂબ યાદગાર રહ્યા. કેન્ટીન, લાઈબ્રેરી, ગાર્ડન... મળવા માટેના સ્થાન.... કેટલાય બન્ક મારીને કેન્ટીનમાં કોફી પીધી હશે સાથે. કોફીનો સ્વાદ આજેય એવોજ સચ રકવાયો છે. ક્યારેક નવું વાચવાની ઈચ્છા થઇ હશે ત્યારે લાઈબ્રેરીના થોથા ઉથલાવ્યા હશે. અથવા તો, સામસામે સામે બેસીને એકબીજાને મેસેજ કર્યા હશે. કોઈ અગત્યની વાત હશે ત્યારે ગાર્ડનમાં બેઠા હોઈશું. ક્યારેક કોઈ સારું પુસ્તક વાંચીને એકબીજા સાથે ચર્ચા કરી હશે. સમ્બન્ધો નિભાવવાના નહીં...પણ, સમ્બન્ધોમાં જીવવાનું હોય છે, એવું અવિનાશ કહેતો. અને ખરેખર એ અમારા સંબંધમાં જીવ્યો હતો. એના જીવનનું આખું એક પ્રકરણ એણે મને આપ્યું હતું. કોઈ પણ પ્રકારના વ્યવહાર કે વચનમાં પડ્યા વગર... એણે બધું ...Read More

5

એક અધૂરી દાસ્તાં... - 5

5.કોફી પીતા આગની બાજુમાં એક પાથરણ પર અમે બેઠા હતા. ચારેબાજુ સુનકાર હતો. પૂનમની શિયાળાની ઠંડી રાત... અને હું અવિ...એને સમજાયું કે મને ઠંડી લાગી રહી છે. એણે પોતાનો જેકેટ ફિલ્મી હીરોની જેમ મને પહેરાવ્યો.‘તારા હર દુઃખમાં હું ભાગીદાર હોઈશ અનુ.’‘અને ક્યારેક બદલી જઈશ તો ?’‘તને ખબર છે એવું બનવાનું નથી. પણ હું ક્યાંક ખોવાઈ જાઉં તો મને શોધી લેજે અનુ.’મેં એનો હાથ જોરથી પકડ્યો હતો. એના સંગાથમાં સુખ મળતું. એ જાણે પ્રેમની નદી હોય એમ હું એના પ્રવાહમાં તણાતી જતી. પ્રેમમાં એક અલગ મજા હોય છે. તમને બધું જ રંગીન લાગવા માંડે છે. બીજી કોઈ વ્યથાઓ તમને સ્પર્શી શકતી ...Read More

6

એક અધૂરી દાસ્તાં... - 6

6.ધીમે ધીમે અમારી વચ્ચે થોડું બદલાવા લાગ્યું હતું. એમાં પહેલા જેવી પ્રેમની પરિભાષા નહોતી રહી. કામમાં લાગ્યા પછી મને લાગવા માંડ્યું હતું કે અવિનાશ મારા પર ઓછું ધ્યાન આપે છે. પછી તો મળવાનો સમય પણ ઓછો થવા લાગ્યો હતો. મને ઘણી વાર એની યાદ આવતી પણ અવિ હોતો નહીં... મને ઘણી વાતો કરવાનું મન થતું પણ અવિ કામમાં હોય... મારી સામે નિરાશા ઘેરાવા લાગી હતી. ‘તું હમણાંથી ચુપ ચુપ રહે છે, કોઈ કારણ અનુ ?’‘નહીં તો...’‘પણ તું પહેલા જેટલી વાતો નથી કરતી.’‘તું ક્યાં હોય છે દરરોજ અવિ ? કોની સાથે કરું ?’‘પણ હું સાથે હોઉં ત્યારે તો કરી શકે ને ...Read More

7

એક અધૂરી દાસ્તાં... - 7

7.અને એક વખત એવું બન્યું કે જેણે બધું જ ખતમ કરી દીધું. હું મોલમાં ગઈ હતી. બાજુમાં જ કાફે મેં અવિનાશને મેસેજ કર્યો હતો: ‘ચાલ, કોફી પીએ.’ ‘કામમાં છું. થોડીવાર પછી કોલ કરું.’ સામે તેનો મેસેજ આવ્યો હતો. હું એકલી જ કાફેમાં દાખલ થઇ. અને હું ડઘાઈ જ ગઈ. સામે જ અવિ બેઠો હતો. અને સાથે કોણ હતું ? હા ઓલી ફોટો વાળી...નૈના...અમારી આંખ મળી હતી. અચાનક આંસુ ફૂટી નીકળ્યા હતા. હું પાછી ફરી. અવિ પાછળ દોડ્યો. અનુ... અનુ... પણ હું જાણે કંઈ જ સાંભળતી ન હોઉં એમ ચાલતી રહી હતી. એ મારી સામે આવીને ઉભો રહી ગયો. ‘અનુ મારી ...Read More

8

એક અધૂરી દાસ્તાં... - 8

8.એ દિવસો યાદ કરું છું તો આજેય આંખો ભરાઈ આવે છે અનુ. એ હોસ્પિટલની વાસ આજેય મગજમાં ઘુમેરાયા કરે દરરોજ સવારે એક આશા જાગતી અને સૂરજ ચડે એમ નિરાશા ચડતી જતી. હું તારી જ પાસે બેસી રહેતો. તને જોઈ રહેતો. એ આશા સાથે કે તું હમણાં ઉઠશે, મારી સાથે વાત કરશે. પણ મારી એ પ્રતીક્ષા લંબાતી રહેતી... લંબાતી રહેતી...તું બધું જ ભૂલી ચુકી હતી અનુ... તારી યાદદાસ્ત જતી રહી હતી... મારા માટે આ અસહ્ય હતું. હું તારો હાથ પકડીને બેસી રહેતો. મારી વાત કદાચ તારા કાન સુધી ન પહોંચતી હોય પણ તું મને મહેસુસ કરી શકે એ માટે. તારા એ ...Read More