જગતનો સમ્રાટ

(713)
  • 117.9k
  • 31
  • 44.3k

તમામ વાંચકોને મારા નમસ્કાર ?. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા આવિયા પછી ખૂબ જ વધી ગયો એટલે જ user name JD the reading lover રાખ્યું છે. આ મારો સ્ટોરી લખવાનો પ્રથમ અનુભવ છે, તો જોયે કેવો અનુભવ રહે છે.--------***--------*****--------***--------*****--------***---(હાલનો સમય)સમગ્ર વિશ્વ તેને જોઈને આશ્ચર્ય અને અચંભિત અવસ્થામાં છે. તેના મુખ પર રહેલ તેજ જાણે સ્વયંભૂ દેદીપ્યમાન ભગવાન સૂર્યનું પ્રતિરૂપ. આંખો આત્મવિશ્વાસથી ભરપૂર, ચેહરા પર એક હલકી મુસ્કાન જાણે ક્ષિણસાગર નિવાસી ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા અને ઇરાદાઓ એવા અડગ જેની સામે હિમાલયે પણ જુકવું પડે.શરીર એવું જાણે ઇન્દ્રનું વજ્ર જેને નષ્ટ કરવું દુનિયાના

New Episodes : : Every Saturday

1

Emporer of the world (જગતનો સમ્રાટ) - 1

તમામ વાંચકોને મારા નમસ્કાર ?. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા પછી ખૂબ જ વધી ગયો એટલે જ user name JD the reading lover રાખ્યું છે. આ મારો સ્ટોરી લખવાનો પ્રથમ અનુભવ છે, તો જોયે કેવો અનુભવ રહે છે.--------***--------*****--------***--------*****--------***---(હાલનો સમય)સમગ્ર વિશ્વ તેને જોઈને આશ્ચર્ય અને અચંભિત અવસ્થામાં છે. તેના મુખ પર રહેલ તેજ જાણે સ્વયંભૂ દેદીપ્યમાન ભગવાન સૂર્યનું પ્રતિરૂપ. આંખો આત્મવિશ્વાસથી ભરપૂર, ચેહરા પર એક હલકી મુસ્કાન જાણે ક્ષિણસાગર નિવાસી ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા અને ઇરાદાઓ એવા અડગ જેની સામે હિમાલયે પણ જુકવું પડે.શરીર એવું જાણે ઇન્દ્રનું વજ્ર જેને નષ્ટ કરવું દુનિયાના ...Read More

2

Emporer of the world (જગતનો સમ્રાટ) - 2

આગળના ભાગથી ચાલુ,આપણે છેલ્લા ભાગમાં જોયું કે ઈશ્વરભાઈ અને શાંતાબેન લગ્નપ્રસંગ માટે રમીલાબેનના ગામમાં જાય છે જ્યાં તેમની મુલાકાત તથા તેમના માતાપિતા સાથે થાય છે. આ મુલાકાત બાદ ઈશ્વરભાઈ અને શાંતાબેનને રમીલાબેનના ઘરે આવવાનું આમંત્રણ મળે છે અને બંને પરિવાર વચ્ચે પહેલી વાર મુલાકાત થાય છે. આ મુલાકાતમાં શાંતાબેનને તેમના પુત્ર બિનીત માટે રમીલા ધ્યાનમાં આવી જાય છે અને લગ્ન પતે પછી તેવો ઈશ્વરભાઈને બિનીત માટે રમીલાની વાત કરે છે. બિનીતભાઈ માટે રમીલાની વાત સાંભળી ઈશ્વરભાઈ પણ આ સંબંધ માટે હા પાડે છે અને રમીલાબેનના ઘરે માંગુ લઈને જવાની તૈયારી બતાવે છે. બીજી બાજુ રમીલાના ઘરે જ્યારે બિનીતનું માંગુ ...Read More

3

Emporer of the world (જગતનો સમ્રાટ) ભાગ - 3

આગળના ભાગથી ચાલુ આપણે ગયા ભાગમાં જોયું કે બીનીતભાઈને મેલેરિયા હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. એમને લોહીની જરૂર હોવાથી મિત્ર નિલેશભાઈ તેમને લોહી આપે છે. હવે આગળ, બીનીતભાઈના મિત્ર નિલેશભાઈ દ્વારા અપાયેલ લોહીથી બીનીતભાઈનું સ્વાસ્થ્ય સુધરે તો છે પણ તેમણે તબિયત પ્રત્યે રાખેલ બેદરકારીને કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હોય છે. જેથી દવાઓનો અસર ખૂબ ધીમે થાય છે અને આ પરિસ્થિતીથી સામાન્ય થતા તેમને ચાર મહીના સુધીનો સમય લાગે છે. આ ચાર મહીના દરમિયાન રમીલાબેન તેમની ખૂબ સેવા કરે છે અને પરિવારના સભ્યો અવારનવાર ખબર અંતર પૂછવા આવતા હોવાથી રમીલાબેન ઉપર કામનો બોજ પણ વધતો જાય છે. એક ...Read More

4

Emporer of the world (જગતનો સમ્રાટ) - 4

આપણે આગળના ભાગમાં જોયું કે બીનીતભાઈ અને રમીલાબેનના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. જેનું નામ જૈનીષ રાખવામાં આવે જૈનીષના જન્મ સમયે શહેરમાં ઉદભવેલ અશાંતિનો માહોલ એકાએક શાંત થઈ જાય છે, જેને લોકો એક ચમત્કાર થયો હોય એવું માને છે. હવે જોઈએ આગળ, જૈનીષના જન્મ બાદ બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. એક બાજુ પ્રથમ વખત માતા પિતા બનવાનો સુખદ અનુભવ હોય છે અને બીજી બાજુ બંનેના લાડકવાયા જૈનીષને કારણે તેમના સબંધમાં આવેલ કડવાશ દૂર થાય છે. ધીરે ધીરે બંને પતિ પત્ની એકબીજાને સમજતા થઈ ગયા અને પોતાના વહાલસોયા રાજકુમારનું લાલન પાલન કરવા લાગ્યા. જૈનીષના આગમનથી એક ...Read More

5

Emporer of the world (જગતનો સમ્રાટ) - 5

ભાગ - 4 મા આપણે જોયું કે જૈનીષના જન્મથી બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં નવું પરિવર્તન આવે છે. બંને પતિ પત્ની વચ્ચેના સંબંધોને નવું જીવન મળે છે. જૈનીષને મંદિરે ભગવાનના દર્શન કરવા લઈ જવામાં આવ્યો હોય છે. જ્યાંથી મંદિરના પૂજારી દ્વારા બીનીતભાઈને તેમના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ અપાવવા માટે કહેવામાં આવે છે. તરત જ બીનીતભાઈ અને રમીલાબેન પોતાના ગામ જવાની તૈયારી કરે છે. ગામમાં ઈશ્વરભાઈ અને શાંતાબેન બંને પોતાના પૌત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પુત્ર બીનીતભાઈ અને પુત્રવધૂ રમીલાબેનના આગમન બાદ તેઓ પોતાના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ જૈનીષને અપાવવા લઈ જાય છે. જૈનીષને મુખ્ય પૂજારી દ્વારા આશીર્વાદ રૂપે ...Read More

6

Emporer of the world (જગતનો સમ્રાટ) - 6

ભાગ-5 માં આપણે જોયું કે જૈનીષ અને દિશા નાનપણથી જ એક સાથે જ રમતા મોટા થાય છે અને બંનેના વચ્ચે ઓળખાણ પણ આ બંનેના લીધે જ થાય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ જૈનીષ અને દિશાને એક જ સ્કુલમાં અભ્યાસ માટે મોકલવા માટે સહમત થાય છે. જૈનીષ અને દિશા નાનપણથી જ સાથે મોટા થયા હોવાથી બંનેને સ્કુલમાં બહુ જલદી ફાવી જાય છે અને તેઓ અભ્યાસમાં અને રમતગમતમાં પણ સાથે જ હોય છે. પડોશીઓની સાથે સાથે જૈનીષ અને દિશાના માતા પિતા પણ બંનેને રાધાકૃષ્ણના હુલામણા નામથી જ બોલાવે છે. હવે આગળ, *********---------*********-------------********* આપણે આગળ જોયું કે જૈનીષ અને દિશાના માતા પિતા પણ ...Read More

7

Emporer of the world (જગતનો સમ્રાટ) - 7

ભાગ - 6 માં આપણે જોયું કે, જૈનીષ અને દિશાને સ્કુલમાં અભ્યાસની સાથે ઈત્તર પ્રવૃત્તિ માટે એક પ્રવૃત્તિ પસંદ હોય છે. બંને પોતાની મનપસંદ પ્રવૃત્તિ એકબીજાને જણાવે છે અને તેઓ પોતાના માતા પિતાને આ વિશે જણાવી તેમની પરમિશન લેવાનું નક્કી કરે છે. જ્યારે જૈનીષ અને દિશા પોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્ય છે એમ પોતાના માતા પિતાને જણાવે છે ત્યારે સૌ પ્રથમ તો બંનેના પિતાના ચેહરા પર અણગમો જોઈને જૈનીષ અને દિશા નિરાશ થઈ જાય છે, અને છેવટે બંનેને જાણવા મળે છે કે આ તો તેમની સાથે માત્ર રમૂજ કરવામાં આવી છે, ત્યારે બંને ખૂબ ખુશ થઈ ગયા. બંનેને ...Read More

8

Emporer of the world (જગતનો સમ્રાટ) - 8

ભાગ - 7 માં આપણે બધા એ જોયું કે સ્કુલમાં જવાની જલ્દી ને લીધે જૈનીષ અને રમીલાબેન વચ્ચે પકડા ખેલ રમાય છે, જેમાં જૈનીષ દિશાના ઘરે ભાગી આવે છે. આ જોઈ દિશા પણ એમાં શામિલ થઈ જાય છે. બંનેને મનાવવા માટે રમીલાબેન અને શાલિનીબેન, જૈનીષ અને દિશાને ભાવુક કરે છે. આ યોજનાને લીધે જૈનીષનું ભોળપણ અને સૌમ્યરૂપ રમીલાબેન તથા શાલિનીબેન અને દિનેશભાઈને જોવા મળે છે. સામેની બાજુ દિશા પણ એના માતાની માફી માંગે છે અને બંને નાસ્તો કરી સ્કુલ જવા નીકળી પડે છે.સ્કુલમાં ઈત્તર પ્રવૃત્તિની શરૂવાત છેલ્લા તાસમાં કરવામાં આવશે એવું સ્કુલના આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવે છે અને ...Read More

9

Emporer of the world (જગતનો સમ્રાટ) - 9

જગતનો સમ્રાટ (ભાગ-9) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશાની સ્કુલમાં બધા વિદ્યાર્થીઓને સેમિનાર હોલમાં ભેગા કરવામાં આવે જ્યાં સ્કુલના આચાર્ય નવા સંગીત અને નૃત્યના શિક્ષક આનંદ સર અને મીતાબેનનો પરિચય કરાવે છે. સાથે સાથે શહેરના અનુભવી અને પ્રખ્યાત ટ્રેનર રાજેશભાઈનો પરિચય પણ કરાવે છે જેઓ સ્કુલમાં સ્પોર્ટ્સ અને એથલેટિક્સની ટ્રેનિંગ કરાવશે. બધા વિદ્યાર્થીઓ આનંદ સર, મીતાબેન તથા રાજેશભાઈનું ખૂબ ઉત્સાહથી સ્વાગત કરે છે. સ્પોર્ટ્સ પસંદ કરેલ વિદ્યાર્થીઓ રાજેશભાઈ સાથે સ્કુલના મેદાનમાં જાય છે, જ્યારે સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓને મળવા માટે આનંદ સર સ્ટેજ પર બોલાવે છે. જૈનીષ અને આનંદ સરની પ્રથમ મુલાકાત બાદ આનંદ સરને કઈક અલગ ...Read More

10

Emporer of the world (જગતનો સમ્રાટ) - 10

જગતનો સમ્રાટ (ભાગ - 10) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશા બંને પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને લઈને ખૂબ ઉત્સાહિત હોય છે. શાલિનીબેન દિશાને સીંગપાક લઈને જૈનીષને આપવા માટે મોકલે છે, જ્યાં જૈનીષને હોમવર્ક કરતા જોઈને દિશા થોડી નારાજ થઈ જાય છે. બંને વચ્ચેની મીઠી લડાઈ રમીલાબેન સુલજાવે છે અને તેઓ જૈનીષને ખીર લઈને દિશાના ઘરે મોકલે છે. બીજા દિવસે જૈનીષ અને દિશા સ્કુલે જાય છે જ્યાં આખરી તાસ બાદ સંગીત અને નૃત્યના ક્લાસ ચાલુ થાય છે. હવે આગળ, ##### ##### પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ શીખવાનો પ્રથમ દિવસ હોવાથી જૈનીષ અને દિશા ખૂબ ઉત્સાહિત જણાતા હતા ...Read More

11

Emporer of the world (જગતનો સમ્રાટ) -11

જગતનો સમ્રાટ (ભાગ - 11) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષની સ્કુલ આ વર્ષથી કક્ષાની આંતરશાળા સ્પર્ધામાં ભાગ લેશે એવી જાહેરાત શાળાના આચાર્યએ આનંદ સર અને મીતાબેનને કરી હોય છે. આ સ્પર્ધાને કારણે બંને દંપતિ ભેગા મળીને સંગીત અને નૃત્યની ભેગી કૃતિ તૈયાર કરવાનું વિચારે છે. પણ શું કરી શકાય તેનો કોઈ અંદાજો બેય માંથી કોઈને આવતો નથી. આ જ સમયે જૈનીષ હોલમાં આવીને વાંસળી પર પ્રેક્ટિસ ચાલુ કરે છે, જેની ધૂન ત્યાં ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દે છે. થોડી જ વારમાં દિશા આવે છે અને આ ધૂન સાંભળીને એના તાલ અને લય સાથે સાથે સરસ નૃત્ય કરતી ...Read More

12

Emporer of the world (જગતનો સમ્રાટ) -12

જગતનો સમ્રાટ (ભાગ-12) આગળના ભાગમાં આપણે જોયું કે આનંદ સર અને મીતાબેન દ્વારા રાજયકક્ષાની આંતરશાળા સ્પર્ધા માટે સ્કુલ તરફથી કૃતિ રજૂ કરવાની છે એના માટે તેઓ જૈનીષ અને દિશાની પસંદગી કરે છે. તેમની જ પસંદગી શા માટે કરવામાં આવી તે બાબતે જૈનીષ મૂંઝવણ અનુભવતો હોય છે, જેનું સમાધાન મીતાબેન કરે છે. સંગીત અને નૃત્યની જુગલબંધી કેવી રીતે થશે એના માટે જૈનીષ દિશાને રાત્રે જમ્યા બાદ પોતાના ઘરે આવવા જણાવે છે, જ્યાં તેમની સમસ્યાનું સમાધાન દિનેશભાઈ કરે છે અને તેમનો જવાબ સાંભળી જૈનીષ ખુશીનો માર્યો તેમને દોડીને ભેટી પડે છે. હવે આગળ, #######~~~~~~#######~~~~~~ દિનેશભાઈ જૈનીષ અને ...Read More

13

Emporer of the world (જગતનો સમ્રાટ) - 13

જગતનો સમ્રાટ (ભાગ-13) આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૈનીષ અને દિશા ટીમ સાથે ભાગ લેવા પહોંચી ગયા અને તેમની સાથે આનંદ સર અને મીતાબેન પણ હોય છે. સ્પર્ધા દરમિયાન જૈનીષ દિશાને તેમની કૃતિમાં ફેરફાર કરવાનું જણાવે છે અને આ વાત પોતાના સુધી જ સીમિત રાખવાનું કહે છે. તેમની કૃતિ પૂરી થતાં જ દિશા અને જૈનીષની જોડી વાંસળી અને નૃત્યના અદભુત સંગમથી તમામ શ્રોતા ગણ અને નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દે છે. આખરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત થઈને તેઓ સ્કુલનું નામ રોશન કરી દે છે. બીજી બાજુ જૈનીષે આ સ્પર્ધામાં ઉતરીને કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું ...Read More

14

Emporer of the world (જગતનો સમ્રાટ) - 14

જગતનો સમ્રાટ (ભાગ-14) આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત કર્યા બાદ જૈનીષ, દિશા અને બીજા સાથે સાથે આનંદ સર અને મીતાબેનનું સ્કુલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સ્કુલના મેદાનમાં પંડાલ બાંધીને તેમાં એક સ્ટેજ તૈયાર કરી તમામ વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે, તથા જૈનીષ અને દિશાને પણ વિશેષ મહત્ત્વ આપીને તેમનું સન્માન તેમના માતા પિતા દ્વારા કરાવવામાં આવે છે. તદુપરાંત આનંદ સર અને મીતાબેનને પણ તેમના વિશેષ પ્રયત્નો અને મેહનત માટે તેમનું પણ અભિવાદન કરવામાં આવે છે. સન્માન સમારોહ દરમિયાન આનંદ સરને એક ફોન આવે છે અને તેઓ ફોન પર થયેલ વાતચીત આચાર્ય ...Read More

15

Emporer of the world (જગતનો સમ્રાટ) - 15

જગતનો સમ્રાટ (ભાગ-15) આગળના ભાગમાં આપણે જોયું કે સ્કુલમાં ચાલી રહેલ સન્માન સમારોહમાં આનંદ એક ફોન આવે છે. ફોન પર મળેલ સમાચાર તેઓ પ્રથમ સ્કુલના આચાર્યને જણાવે છે. આચાર્ય સાહેબ આનંદ સરને મળેલ સમાચાર અત્યારે જ જાહેર કરવા માટે જણાવે છે. આનંદ સર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં રાષ્ટ્રીય કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા માટે સ્કુલની ટીમની પસંદગી રાજ્ય સરકાર દ્વારા કરાઈ હોવાના સમાચાર આપે છે અને તેઓ આ સ્પર્ધા માટે વૃંદાવન જવાનું રહેશે તે પણ જણાવે છે. વિજેતા બનેલ ટીમથી લઈને સ્કુલના વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે. બીજી તરફ રાજેશભાઈનો આચાર્ય સાહેબ પર ફોન આવે છે. તેઓ એક ખાસ ...Read More

16

Emporer of the world (જગતનો સમ્રાટ) - 16

જગતનો સમ્રાટ (ભાગ-16) આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ગુરુજી દેશની એક માત્ર અનોખી સંસ્થા કૈલાશધામના સંસ્થાપક આજે જૈનીષ અને દિશાની સ્કુલમાં આવે છે. તેઓ જૈનીષ તથા દિશા અને તેમના પરિવારને મળવા માટે આચાર્યની ઓફિસ પાસે આવેલ મીટીંગ રૂમમાં ભેગા થાય છે. રાજેશભાઈ ગુરુજીનો પરિચય આપતાં પહેલાં કૈલાશધામ અને તેની ખાસિયતો જણાવતા હોય છે અને તેઓ એ પણ જણાવે છે કે તેમનું શિક્ષણ અને ઘડતર પણ ત્યાં જ થયું છે. હવે આગળ, #######~~~~~~~####### આચાર્ય સહિત આનંદ સર, રાજેશભાઈ, જૈનીષ, દિશા અને તેમના માતા પિતા અત્યારે મીટીંગ રૂમમાં ભેગા થયા છે અને તેમની સમક્ષ ગુરુજી નામનાં વ્યક્તિ ત્યાં ...Read More

17

Emporer of the world (જગતનો સમ્રાટ) - 17

જગતનો સમ્રાટ (ભાગ-17) આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી દ્વારા આપવામાં આવેલ રુદ્રાક્ષની માળાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બીનીતભાઈ ગુરુજીને જણાવે છે કે જૈનીષને કઈ રીતે માળા આપવામાં આવી. ગુરુજીને તેમના ગુરુદેવ સાગરનાથ યાદ આવે છે. ગુરુજી અહી આવવાનું કારણ જૈનીષ છે એવું જણાવે છે અને તેમના ગુરુદેવ દ્વારા તેમને જણાવવામાં આવેલ વાતો બધા સમક્ષ રજૂ કરે છે અને જૈનીષ દ્વારા ભવિષ્યમાં ઈશ્વરીય શક્તિ જગતને મળવા જઈ રહી છે તે જણાવે છે. આ વાતથી રમીલાબેન શોકની લાગણી અનુભવે છે અને તેમને વર્ષો પહેલા થયેલ વિધિની ઘટના યાદ આવી જતા તેઓ જૈનીષને ક્યાંય નહિ જવા દે એવા ઉદ્વેગ સાથે ...Read More

18

Emporer of the world (જગતનો સમ્રાટ) ભાગ-18

જગતનો સમ્રાટ (ભાગ-18) આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીનો જ જૈનીષ અને તેના માતા પિતા બીનીતભાઈ અને રમીલાબેનને સત્યથી પરિચિત કરાવવાનો પ્રયાસ એમની ધારણા મુજબ સફળ થતો નથી. રમીલાબેનની વિચલિત મનોસ્થિતિથી જૈનીષ આ સમયે આ સત્ય સ્વીકારી શકે તેમ નથી એનો અંદાજ ગુરુજીને આવી જાય છે. માટે હાલ પૂરતું ગુરુજી સત્ય જણાવવાનું મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લે છે. ગુરુજી રાજેશભાઈના ઘરે જવાની ઈચ્છા પ્રગટ કરે છે અને પછી તરત કૈલાશધામ નીકળવાની તૈયારી દર્શાવે છે. રાજેશભાઈ પોતાને ઘરે ગુરુજીને લઈને આવવા માટે નીકળે છે. સાથે સાથે આચાર્ય સાહેબ, આનંદ સર તથા જૈનીષ અને દિશાના પરિવારને રાત્રિ ...Read More

19

Emporer of the world (જગતનો સમ્રાટ) - 19

જગતનો સમ્રાટ (ભાગ-19) આગળના ભાગમાં આપણે કે ગુરુજી અને રાજેશભાઈ તેમના ઘરની પાછળ આવેલ લીમડાના વૃક્ષ નીચે બેસીને વાતો કરી રહ્યા છે. ગુરુજી રાજેશભાઈને પોતાના અને ગુરુદેવ સાગરનાથની મુલાકાત અને શિક્ષા સમયની વાતો જણાવતા હતા. ગુરુજીની વાતોમાં ઘણા એવા રહસ્યો હતા જેની જાણ અત્યાર સુધી રાજેશભાઈ કે અન્ય કોઈને નહોતી. રાજેશભાઈ એક પછી એક ખુલી રહેલ રહસ્યો સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ગુરુજી રાજેશભાઈને તમામ રહસ્યોથી વાકેફ કરવા માંગતા હતા જેથી રાજેશભાઈ પણ પોતાનું યોગદાન શું છે તેને સારી રીતે સમજી શકે. હવે આગળ, #######~~~~~~~#######~~~~~~~####### ગુરુજી રાજેશભાઈને ગુરુદેવ સાગરનાથની લખેલ સૂચનાઓ અને આજ્ઞાઓ એટલે કે જેને ...Read More

20

Emporer of the world (જગતનો સમ્રાટ) - 20

જગતનો સમ્રાટ (ભાગ-20) આગળના ભાગમાં આપણે જોયું કે શા માટે કૈલાશધામ છોડીને આવ્યા તે સત્ય રાજેશભાઈને જણાવે છે. રાજેશભાઈને આ હકીકત જાણીને નવાઈ લાગી. એમને તો બધી ઘટનાઓ પરથી એમ જ હતું કે ગુરુજી જૈનીષ માટે જ આવ્યા છે. છેલ્લે ગુરુજી રાજેશભાઈને ગુરુદેવ સાગરનાથ દ્વારા જણાવવામાં આવેલ વાતોથી અવગત કરાવે છે અને એમ પણ જણાવે છે કે ભવિષ્યના સમ્રાટની ઝલક એમણે જૈનીષમાં જોઈ લીધી છે. પણ હજી એની સમ્રાટ બનવાની સફરની શરૂવાત થવાની વાર છે. સાથે સાથે ગુરુજીએ રાજેશભાઈને એમ પણ કહ્યું કે જૈનીષની સમ્રાટની યાત્રામાં તેમણે, રાજેશભાઈ અને ગુરુદેવ માત્ર સહાયક તરીકે જ ...Read More

21

Emporer of the world (જગતનો સમ્રાટ) - 21

જગતનો સમ્રાટ (ભાગ-21) આગળના ભાગમાં આપણે જોયું રાજેશભાઈના ઘરે રાખવામાં આવેલ ભોજન સમારંભમાં સ્કુલના આચાર્ય સાહેબ તેમના પત્ની ઉપરાંત અન્ય શિક્ષકો, આનંદ સર અને મીતાબેન સહિત જૈનીષ દિશા અને તેમનો પરિવાર હાજરી આપવા આવી પહોચ્યા. રાજેશભાઈ તમામ મહેમાનોનું સ્વાગત સત્કાર કરે છે. આનંદ સર રાજેશભાઈને ગુરુજી અને જૈનીષ બાબતે પ્રશ્નો પૂછે તે પેહલા ગુરુજીના આવતા આ ચર્ચા અટકી જાય છે. ગુરુજી રાજેશભાઈને આ બાબતે અત્યારે કોઈને કંઈ પણ જણાવાની મનાઈ કરી. ભોજન બાદ બધા એ રાજેશભાઈના મહારાજના અને સ્વાદિષ્ટ વાનગીઓના ખૂબ વખાણ કર્યા. આચાર્ય સાહેબ પર ફોન આવતા તેઓ ચિંતિત બની જાય છે. હવે ...Read More

22

Emporer of the world (જગતનો સમ્રાટ) - 22

જગતનો સમ્રાટ (ભાગ-21) આગળના ભાગમાં આપણે જોયું કે ઘરે આયોજિત ભોજન સમારંભમાં હાજર તમામ લોકો ખૂબ પ્રસન્ન હોય છે. એવામાં આચાર્ય સાહેબ પર આવેલ એક ફોનના લીધે તેઓ ચિંતિત બની ગયા. તેઓ રાજેશભાઈ અને આનંદ સરને લઈને એકાંતમાં વાત કરવા માટે જાય છે. આચાર્ય સાહેબ બંનેને પોતાની ચિંતાનું કારણ જણાવે છે. રાજેશભાઈ અને આનંદ સર પોતાનાથી બની શકે એટલી તમામ મદદ કરવાની બાંહેધરી આચાર્ય સાહેબને આપે છે, જેથી આચાર્ય સાહેબની ચિંતા દૂર થાય છે. આ તમામ વાતો ગુરુજી સાંભળી જાય છે અને તેઓ મનોમન એક નિર્ણય લે છે. હવે આગળ,#######~~~~~~~#######~~~~~~~####### ...Read More

23

Emporer of the world (જગતનો સમ્રાટ) - 23

જગતનો સમ્રાટ (ભાગ-23) આગળના ભાગમાં આપણે જોયું ગુરુજી આચાર્ય સાહેબ, આનંદ સર અને રાજેશભાઈ દ્વારા થતી વાતચીત સાંભળી જાય છે. તેઓ મનોમન એક નિર્ણય લે છે અને તેમની પાસે જઈને ખુલાસો કરે છે કે તેઓ અનાયાસે તેમની વાતો સાંભળી ગયા. સાથે સાથે ગુરુજી આચાર્યને આશ્વસ્થ કરે છે કે આ વાતની જાણ માત્ર તેઓ ચાર વ્યક્તિ સિવાય અન્ય કોઈને નહી થાય. ત્યારબાદ ચારેય અન્ય મહેમાનો સાથે જોડાય છે. ધીમે ધીમે મહેમાનો વિદાય લે છે અને આખરે થોડા લોકો જ રાજેશભાઈના ઘરે રોકાયા છે. ગુરુજી ધ્યાનમાં બેસવા માટે રાજેશભાઈની રજા લઈને ઘરમાં મંદિર પાસે આવે છે. ...Read More

24

Emporer of the world (જગતનો સમ્રાટ) - 24

જગતનો સમ્રાટ (ભાગ-24) આગળના ભાગમાં આપણે જોયું જૈનીષ અને દિશા ગુરુજીને મળવા માટે જાય છે. જ્યાં તેમની વચ્ચે ઘણી વાતોના ખુલાસા થાય છે. ગુરુજી જૈનીષને અહી આવવાનું કારણ જણાવે છે અને ગુરુજીની વાત સાંભળીને જૈનીષના મનમાં જે પ્રશ્નો હતા તેનો જવાબ પણ તેને મળી જાય છે. સ્કુલમાં ગુરુજી ઉપર ગુસ્સે થવા માટે જૈનીષ ગુરુજીની માફી માંગી લે છે. ગુરુજી જૈનીષ અને દિશા સાથે તેમના અભ્યાસ વિશે વાતચીત કરે છે અને વાતવાતમાં ગુરુજીને જાણવા મળે છે કે જૈનીષ વૃંદાવન નહી જઈ શકે તે બદલ દુઃખી હોય છે. ગુરુજી તેમને સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે ભાગ લેવાનું ...Read More

25

Emporer of the world (જગતનો સમ્રાટ) - 25

જગતનો સમ્રાટ (ભાગ-25) આગળના ભાગમાં આપણે કે રાજેશભાઈના ઘરેથી પરત ફરતી વખતે જૈનીષ ગુરુજીએ કહેલ વાતોના કારણે ચિંતિત હોય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ બંને પોતાની રીતે શું વાત છે તે જાણવાનો પ્રયત્ન કરે છે પણ જૈનીષ કોઈ પ્રતિસાદ આપતો નથી અને દિશા કોઈ ખાસ વાત નથી એમ કહીને જવાબ આપવાનું ટાળે છે. કંટાળીને બીનીતભાઈ કારમાં સંગીત ચાલુ કરે છે અને આ તકનો લાભ લઈ દિશા જૈનીષની સાથે બધી વાત કરી લે છે તથા જૈનીષનો મૂડ ફ્રેશ કરવા એની સાથે થોડી મજાક મસ્તી પણ કરે છે. સામે પક્ષે જૈનીષ પણ થોડી હળવી મસ્તી કરે ...Read More

26

Emporer of the world (જગતનો સમ્રાટ) - 26

જગતનો સમ્રાટ (ભાગ-26) આગળના ભાગમાં આપણે કે ગુરૂજી સ્કુલની મુલાકાત લેવા આવી રહ્યા છે તે જાણીને આચાર્ય સાહેબ આનંદ અનુભવે છે અને તેમનાં સ્વાગત માટે તૈયારી કરવાનો આદેશ આપી દે છે. તેમની આ ખુશી બેવડી થઈ જાય છે જ્યારે તેમનાં જૂના મિત્ર અને જૈનીષના દાદા ઓચિંતા તેમની ઓફિસમાં આવે છે. વર્ષો બાદ મળતા બંને મિત્રો ભાવુક બની એકબીજાના હાલચાલ પૂછે છે અને ખૂબ વાતો કરે છે. આચાર્યને જ્યારે ખબર પડે છે કે જૈનીષ તેમનાં પરમ મિત્ર ઈશ્વરભાઈનો પૌત્ર છે ત્યારે તેમની ખુશી બેવડાય જાય છે. આચાર્ય પોતાના મિત્ર ઈશ્વરભાઈને લઈને જૈનીષના ક્લાસમા જાય ...Read More

27

Emporer of the world (જગતનો સમ્રાટ) - 27

જગતનો સમ્રાટ (ભાગ-27)સમ્રાટ બનવાની યાત્રાનો આરંભ સ્થળ:- ઉત્તરાખંડની એક હોસ્પિટલ. અકસ્માતના 15 દિવસ બાદ શરીરમાં થોડી હરકત દેખાતા દિશા દોડીને હોસ્પિટલના ICU રૂમની બહાર જાય છે અને ડોક્ટરને આ સમાચાર આપે છે. ડોક્ટર કમલ પોતાના કેબિનમાં બેસીને અન્ય કેસોની ફાઈલ સ્ટડી કરી રહ્યા હતા, જ્યારે દિશાએ તેમને આ સમાચાર આપ્યા. એકપણ સેકન્ડનો વિલંબ કર્યા વગર ડોક્ટર કમલ ICU તરફ આગળ વધ્યા. ICU ની અંદર દાખલ થઈને તેમણે દર્દીની તપાસ કરી અને પરિણામ હકારત્મક હોવાની પુષ્ટિ કરી. ડોક્ટર કમલે હવે રાહ જોવાની હતી કે ક્યારે આ દર્દી સંપૂર્ણ ભાનમાં આવે. તેમણે દિશા તરફ જોઈને તેને પણ ...Read More

28

Emporer of the world (જગતનો સમ્રાટ) - 28

જગતનો સમ્રાટ (ભાગ-28) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ તેના પરિવાર સાથે યાત્રા કરવા જાય છે, જ્યાં તેમની બસને અકસ્માત થતાં બસ ખીણમાં પડી જાય છે. આ અકસ્માતની જાણ લોકલ પોલીસને થતાં તેઓ દુર્ઘટનાસ્થળે પહોચી જાય છે અને પોતાની કાર્યવાહી હાથ ધરે છે. રેસક્યુ ટીમ અને મેડિકલ ટીમની મદદથી ઇન્સ્પેક્ટર નરવાલને જૈનીષ ખુબ જ જખમી હાલતમાં મળી આવે છે, જેને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. હોસ્પિટલે તેની યોગ્ય સારવાર ચાલું કરી દેવામાં આવી ગઈ હોવા છતાં જૈનીષ કોમામાં જતો રહે છે. લગભગ 15 દિવસ બાદ જૈનીષના શરીરમાં હલચલ દેખાતા દિશા તાત્કાલિક ડોકટર કમલને જણાવે છે. ...Read More

29

Emporer of the world (જગતનો સમ્રાટ) - 29

જગતનો સમ્રાટ (ભાગ-29) આગળના ભાગમાં આપણે કે જૈનીષને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ વચ્ચે બીનીતભાઈના અન્ય કોઈ સંબંધી વિશે ચર્ચા થાય છે. બીજા દિવસે દિનેશભાઈને ઇન્સ્પેકટર પોલીસ સ્ટેશને બોલાવે છે અને તેમની સમક્ષ બીનીતભાઈના અન્ય કોઈ હયાત હોય એવા સંબંધીને શોધવા માટે સાથે આવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. શાલિનીબેન અને દિશાની રહેવાની વ્યવસ્થા ઇન્સ્પેક્ટર નરવાલે પોતાના ઘરે જ કરી દીધી અને તે દિનેશભાઈ સાથે શોધખોળમાં નીકળી ગયા. ઘણા દિવસો વિતવા છતાં તેમને કોઈ સફળતા મળી નહોતી. એવામાં શાલિનીબેનના ફોન આવવાથી તેમને જૈનીષની તબીયતમાં સુધારો થયો હોવાનું જાણવા ...Read More