મૂંઝવણ

(14)
  • 6.2k
  • 0
  • 1.8k

'મને ગમે છે ને એ?!'એટલું બોલતા જ આંસુ દડ-દડ ગાલ પરથી વહેવા લાગ્યા. એવું લાગતું હતું કે જો કોઈ નહીં સંભાળે કે આલિંગનમાં નહીં લે તો હૃદય ધબકારા ચૂકી જશે.આ શબ્દો પરાક્રમ, અતિશયોક્તિ કે ગાંડપણમાં બોલાયા હોય એવું તો રિધમને જોઈને લાગતું ન હતું. આ એક નરી સહજતા હતી જે રિધમને ભેટ સ્વરૂપે મળી હતી. એવું પણ ન હતું કે ભાવાવેશમાં આવીને એને ખબર ન હતી કે આ શબ્દો કોની સામે બોલાઇ રહ્યા છે. એની એક ખાસિયત હતી કે સહજતાથી એ કોઈ પણ પ્રશ્નને કે કોઈ પણ સંબંધને સરળ બનાવી દેતી. દીવાનખંડમાં એક પ્રકારનો સન્નાટો છવાયેલો હતો. સોફાની ઉપર રહેલી ઘડિયાળનો

New Episodes : : Every Sunday

1

મૂંઝવણ - 1

'મને ગમે છે ને એ?!'એટલું બોલતા જ આંસુ દડ-દડ ગાલ પરથી વહેવા લાગ્યા. એવું લાગતું હતું કે જો કોઈ સંભાળે કે આલિંગનમાં નહીં લે તો હૃદય ધબકારા ચૂકી જશે.આ શબ્દો પરાક્રમ, અતિશયોક્તિ કે ગાંડપણમાં બોલાયા હોય એવું તો રિધમને જોઈને લાગતું ન હતું. આ એક નરી સહજતા હતી જે રિધમને ભેટ સ્વરૂપે મળી હતી. એવું પણ ન હતું કે ભાવાવેશમાં આવીને એને ખબર ન હતી કે આ શબ્દો કોની સામે બોલાઇ રહ્યા છે. એની એક ખાસિયત હતી કે સહજતાથી એ કોઈ પણ પ્રશ્નને કે કોઈ પણ સંબંધને સરળ બનાવી દેતી. દીવાનખંડમાં એક પ્રકારનો સન્નાટો છવાયેલો હતો. ...Read More

2

મૂંઝવણ - 2

ઝર્મેટ અને સેન્ટ મોરિટ્ઝના બે મુખ્ય રિસોર્ટ્સને જોડતી ગ્લેશિયર એક્સપ્રેસ ભલે 'એક્સપ્રેસ' હોય, છતાં પણ એ વિશ્વની સૌથી ધીમી ટ્રેન છે. ધીમી હોવા પાછળ પણ એક કારણ છે. ત્યાંની સુંદરતા. ઊંચા બરફચ્છાદિત આલ્પ્સ પર્વતોની હારમાળા અને તમારી સાથે સાથે ચાલતું વાદળી રંગનું સ્વચ્છ આકાશ. ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા વૃક્ષો અને બધામાં એક જ સામ્યતા - બરફનો શણગાર. અને આ સુંદરતા નિહાળવા એક ખાસ સગવડ હતી આ ટ્રેનમાં. પારદર્શક છાપરું. હા, સ્વિત્ઝરલેન્ડનો કુદરતી ખજાનો ત્યાંની 'સ્વિસ ચોકલેટ' કરતા પણ વધારે અભૂતપૂર્વ છે અને એની પુષ્ટિ કરવા માટે સ્વ-અનુભવ જ ઉત્તમ છે. ઉત્તમ શૈલીમાં સામ-સામે બેસી શકાય એવી બેસવાની વ્યવસ્થા, ઉડીને ...Read More