સુખદ મેળાપ

(133)
  • 33.1k
  • 8
  • 14.1k

મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે એટલું રહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે

New Episodes : : Every Friday

1

સુખદ મેળાપ - 1

મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે એટલું રહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે ...Read More

2

સુખદ મેળાપ - 2

બપોરના ૩ વાગી રહ્યા હતા, સ્મૃતિને ૩:૧૫ ના આવવાનુ કહેવામાં આવ્યું હતું. મિહિર ત્રિપાઠી ક્યારના તૈયાર થઈને બેઠા હતા વિચારી રહ્યા હતા કે સ્મૃતિના સવાલ કેવા હશે. એ એમના વ્યક્તિગત જીવન વિશે પૂછી લેશે તો પોતે શું જવાબ આપશે? પોતે એ સવાલને ટાળી પણ શકે છે પણ કદાચ એ એમનાથી થશે કે નહિ. આ વિચારોમાં જ ૧૫ મિનિટ ક્યાં ગઈ એ ખબર જ ના પડી ત્યારે જ બહારથી નીતીશનો અવાજ આવ્યો.નીતીશ : પપ્પા ચાલો, મિસ સ્મૃતિ આવી ગયા છે અને નીચે તમારી રાહ જુએ છે.આ સાંભળી મિહિર ત્રિપાઠી બહાર આવ્યા. નીતીશ હજી પણ ત્યાં જ ઊભો હતો જાણે કઈક ...Read More

3

સુખદ મેળાપ - 3

સ્મૃતિએ બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા અને મિહિર ત્રિપાઠી એ બધાના શાંતિથી જવાબ આપ્યા, ત્યારે સ્મૃતિએ કહ્યું.સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, કરજો જો મારાથી કંઈ ખોટું પુછાઇ ગયું હોય તો, પણ એક છેલ્લો પ્રશ્ન પછી હું તમને કઈ નહિ પૂછું.આ વખતે જવાબ નીતીશે આપ્યો.નીતીશ : જો તમારા સવાલ પતિ ગયા છે તો હવે બીજું શું પૂછવાનું બાકી છે? હવે અહીં ઇન્ટરવ્યુ પૂરો કરો, મારા પપ્પાનો આરામ કરવાનો સમય થઇ ગયો છે.સ્મૃતિ : મિસ્ટર નીતીશ ત્રિપાઠી, મારો એવો કોઈ જ આશય નથી કે મારા કારણે તમારા પિતા ને કોઈ તકલીફ થાય. હું મારું કામ જ કરું છું.ઓફિસનું વાતાવરણ તણાવ ભર્યું થઇ ગયું ...Read More

4

સુખદ મેળાપ - ૪

મિહિર ત્રિપાઠી : સ્મૃતિ, આ કહાની મારી છે અને એની છે જે મારી હોવા છતાં મારી નથી. કદાચ આ કહેવાના બહાને હું ફરીથી એ યાદોને જીવી લઈશ, એના માટે હું ધન્યવાદ કરું છું. આજ પહેલા ક્યારેય આ યાદોને બોકસમથી બહાર લાવવાની કોશિશ નહોતી કરી પણ આજે એક વાતની ખુશી છે કે આ યાદોથી આગળનું જીવન જીવવાની હિંમત મળશે.(આમ કહી, મિહિર ત્રિપાઠીએ પોતાની કહાનીની શરૂઆત કરી)મિહિર ત્રિપાઠી એ એમની જૂની યાદોનુ બોક્સ ખોલ્યું તો હતું પણ એની સાથે સાથે ઘણી એવી યાદો પણ તાજી થઇ જશે જે એમણે ખૂબ જ પીડા આપવાની હતી અને કદાચ એ પોતે એ પીડા વર્ષોથી ભોગવી રહ્યા ...Read More

5

સુખદ મેળાપ - ૫

એ દિવસે કોફી પણ અમૃત જેવી લાગતી હતી. જ્યારે અમે બંને સાથે કોફી પી રહ્યા હતા ત્યારે અચાનક મને ખ્યાલ આવ્યો, એમ તો અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો પણ એવું નહોતું કે કઇ પણ નહોતું. બસ આમ નામ વિનાનો સંબંધ આમ ખાસ થઇ જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અમારી વાતો અને મિલકતોનો દોર આમ જ ચાલતો રહ્યો અને દિવસો અને મહિનાઓ વીતી ગયા ખબર જ ના પડી અને આખરે કોલેજના છેલ્લા વર્ષના અંતિમ પડાવમાં અમે આવી પહોંચ્યા. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો અને મે હિંમત કરીને એણે મારા દિલની વાત કહેવાનું નક્કી કર્યું. કદાચ એ દિવસે એ નિર્ણય ના લીધો ...Read More

6

સુખદ મેળાપ - ૬

આટલું કહી એ ઉભી થઇ, મને ખ્યાલ આવ્યો કે બસ અહીં જ અમારી મુલાકાત પૂરી તું થઇ. હવે આ પણ મને ઝેર જેવી લાગશે. અમે બંને કોફી શોપની બહાર આવ્યા અને કઈ પણ બોલ્યા વિના અમે રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. મે એણે કહ્યું હું તને ઘરે મૂકી જાઉં પણ એણે તરત જ ના કહી અને રિક્ષા તરફ ચાલવા લાગી.રિક્ષામાં બેઠા પછી મારી તરફ ફરી આવજો કહેવા ત્યારે મારાથી અનાયાસે પુછાઇ ગયું કે તારું નામ તો જણાવતી જા.આ સાંભળી એના ચહેરા પર આછું સ્મિત આવી ગયું અને સ્મિતમાં પણ દર્દ છુપાયેલ હતુ. આખરે જતા પહેલા એણે એનું નામ જણાવ્યું ...Read More

7

સુખદ મેળાપ - ૭

આટલું કહી મિહિર ત્રિપાઠી એ પોતાની કહાની પૂરી કરી. નીતીશ અને સ્મૃતિ કંઈ પણ બોલે એ સ્થિતિમાં નહોતા. નીતીશ પોતાના પિતાને મન ખોલીને વાત કરતા જોઈ રહ્યો હતો અને સ્મૃતિ બેઠી તો અહી જ હતી પણ એનું મન કોઈક બીજી જ જગ્યાએ પહોંચી ગયું હતું. આજે મનોમન નક્કી કર્યું કે હવે એ જે લક્ષ્યને લઇ અહી આવી હતી એ પૂરું કરીને રહેશે. સ્મૃતિ કઈ બોલે એ પહેલા જ એનો ફોનની રીંગ વાગી, સ્મૃતિ એ ફોન જોયો તો એના મમ્મીનો ફોન હતો. ફોન ઉપાડી સ્મૃતિએ કાને ઘર્યો કે તરત જ એની મમ્મીનો અવાજ સંભળાયો."બેટા ક્યાં છે તું? કેટલો સમય થયો ...Read More

8

સુખદ મેળાપ - ૮

નીતીશ સ્મૃતિને મૂકીને આવી તો ગયો પણ ત્યારબાદ એનામાં ઘણો બદલાવ આવી ગયો. એ પહેલા જેવો નીતીશ બનવા લાગ્યો મિહિર ત્રિપાઠી આ વાત થી ઘણા ખુશ હતા. બસ એ એક તકની રાહ જોઈ રહ્યા હતા અને એ તક એમને બહુ જલ્દી મળી ગઈ, એ પણ નીતીશના જન્મદિવસના રૂપમાં. એમને તરત જ નક્કી કરી લીધું કે હવે એમને શું કરવાનુ છે.નીતીશ ના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી, પહેલા તો નીતીશ એ ના જ કહી દીધી. એણે પોતાનો જન્મદિવસ મનાવવામાં કોઈ જ રસ નહોતો અને ના તો લોકોને બોલાવવામાં રસ હતો. એ તો દર વખતે એનો જન્મદિવસ કોઈ અનાથાલય કાતો વૃદ્ધાશ્રમમાં જઈને ...Read More

9

સુખદ મેળાપ - ૯

હવે સ્મૃતિ એની નથી એ વાત એણે બહુ ખટકતી હતી અને હવે કદાચ એ જોવી પણ નસીબમાં નહિ હોય. એ એણે છેલ્લીવાર જોઈ રહ્યો હતો અને એટલે જ આજે એની છબીને પોતાના મનમાં સમાવી લેવા માંગતો હતો.આજે એનું મન એના કહ્યામાં નહોતું, બસ એ હવે આમ જ સ્મૃતિને જોયા કરવા માંગતો હતો એટલે જ એ એના રૂમમાં પણ ના ગયો અને નીચે બધા સાથે તૈયારીઓ કરવા લાગી જાય છે. આ જોઈ મિહિર ત્રિપાઠી સમજી જાય છે અને નીતીશને એના રૂમમાં મોકલે છે. નીતીશ નું મન નથી માનતું છતાં પણ એ એના રૂમમાં તૈયાર થવા જાય છે પણ એનું મન ...Read More

10

સુખદ મેળાપ - ૧૦

આ સાંભળી સ્મૃતિના મમ્મી આછું સ્મિત આપ્યું અને કહ્યું," જો મારાથી આપી શકાય એમ હશે તો જરૂરથી આપીશ પણ શું માંગો છો એ એના પર આધાર રાખે છે. "આટલું સાંભળી મિહિર ત્રિપાઠી ne રાહત થઈ. આ બાજુ નીતીશ અને સ્મૃતિ બંને વિચારમાં હતા કે આ બધું થઇ શું રહ્યું છે અને આજે આ બંને વ્યક્તિ આવી રીતે વાત કેમ કરી રહ્યા છે જાણે એકબીજાને પહેલા થી ઓળખે છે. સ્મૃતિ બધું જાણતી હતી છતાં પણ આ બધું એના ભરોસા બહારની વાત હતી. આ બાજુ મિહિર ત્રિપાઠી એ પોતાની વાત આગળ વધારી." મારી પાસે એક દીકરો છે અને આજે હું તમારી પાસેથી ...Read More