એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે

(24)
  • 11.1k
  • 2
  • 3.4k

અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક મધ્યમવર્ગના પરિવારમાં શાવેઝ નામના એક બાળકનો જન્મ થાય છે. ? ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. પિતા વ્યવસાયે એક સામાન્ય ખેડુત ??.. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પૂત્ર. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. પરિવારના સભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં શાવેઝનું બાળપણ વ્યતિત થયું.माँ बिना जिंदगी वीरान होती है, ?तनहा सफर में हर राह सुनसान होती है, ?ज़िंदगी में माँ का होना ज़रूरी है, ❤माँ की दुआओं से ही हर मुश्किल आसान होती है।? ?जिँदगी‬ की पहली

New Episodes : : Every Friday

1

એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 1

અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક મધ્યમવર્ગના પરિવારમાં શાવેઝ નામના એક બાળકનો જન્મ થાય છે. ? ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. વ્યવસાયે એક સામાન્ય ખેડુત ??.. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પૂત્ર. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. પરિવારના સભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં શાવેઝનું બાળપણ વ્યતિત થયું.माँ बिना जिंदगी वीरान होती है, ?तनहा सफर में हर राह सुनसान होती है, ?ज़िंदगी में माँ का होना ज़रूरी है, ❤माँ की दुआओं से ही हर मुश्किल आसान होती है।? ?जिँदगी‬ की पहली ...Read More

2

એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 2

પરંતુ તેને ના સાંભળવા મળે છે.“આ બધુ શું માંડ્યુ છે ? મોઢું જોયું છે તારું અરીસામાં? તારી હિમ્મત કેમ મને પ્રપોઝ કરવાની? નથી પોતાના ભણવાના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા અને આવ્યો મોટો પ્રેમ પ્રસ્તાવ લઈ ને! બીજીવાર આ વાત કરી છે મારી પાસે તો હું ફરિયાદ કરી દઈશ. આવ્યો મોટો!”બિચારો શાવેઝ… ખૂબ નિરાશ થઇ જાય છે. એને ખબર નથી પડતી એની નિખાલસ અને સાહજિક લાગણી વ્યક્ત કરવામાં એને કડવા વેણ કેમ સાંભળવા પડ્યા. એનો ઇરાદો કાઈ અલીઝાને હાનિ પહોંચાડવાનો નહોતો એને તો માત્ર પ્રેમની ઝંખના હતી અને એ માની બેઠો કે પ્રામાણિક એકરાર કદાચ એને મદદરૂપ થશે. પણ ...Read More

3

એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 3

બધા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. માત્ર આઠેક વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે બધાને બેન્ચના બદલે રાઉન્ડ ટેબલના ફરતે બેસવાની હતી. બધાં બેઠા છે. ભણવાનું ચાલુ થાય છે. અને સર ક્યાંક થોડીવાર બહાર જાય છે. બધા વાતો કરતા હોય છે.ત્યાંજ એક છોકરી શાવેઝ સામે જોઇને બોલી, “જુઓ તો ખરા શાવેઝ આજે કેવો સરસ લાગે છે.” અને શાવેઝના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. એને તો જાણે જીવનદાન મળ્યું. અરે હું પણ સારો છું!અપાર ખુશી એના ચહેરા પર છલકાતી. ખૂબ ખુશ થઈ ગયો, આજે વર્ષો પછી આ શબ્દો સાંભળ્યા. કોઈકે તો મને સારો કહ્યો. હવે હું જીવીશ.દોડતો દોડતો ઘરે જઈને એના રૂમમાં ...Read More