વતનની વાટે

(23)
  • 14.6k
  • 4
  • 4.9k

આમ તો બધા લોકોને પોતાના ઘરથી એટલેકે વતન થી દૂર રહેવું ક્યારેય ગમે નહિ. પરંતુ ક્યારેક કોઈક સંજોગોમાં ઘરથી દૂર જવું પણ પડે છે. પોતાના ઘર અથવા વતન પાછા ફરવાનો આનંદ બધાને હોય છે. પણ પાછા ફરવાની ફરજ પડે ત્યારે એ આનંદ અડધો પણ હોતો નથી. અહી એવો સાહસ ભર્યો આનંદ વર્ણવ્યો છે. વતન પરત ફરતા એક પરિવારનો...તો વાંચો અને નવલિકા ની મજા લો.

Full Novel

1

વતનની વાટે - ૧

હિજરત શબ્દથી લગભગ તો આપણે બધા જ પરિચિત છીએ. જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશોનું નિર્માણ થયું કરોડો લોકોએ કરેલી હિજરત ના કેટલાંક ભયાવહ દ્રશ્યોની કલ્પના માત્રથી હૃદય હચમચી જાય છે. ત્યારે હિજરત એ લોકોની મજબૂરી હતી. પરંતુ આજે તો શોખ, એશ-આરામ, સમૃદ્ધિ વગેરે ને પામવા માટે લોકો વતન છોડીને બીજે ક્યાંક જાય છે. હજુયે કેટલાક મજબુર લોકો રોજી રોટી કમાવવા માટે પણ હિજરત કરે છે અને આ એક કડવું સત્ય છે. વિચારો કે આપણે પણ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક હંમેશા રહેવાનું થાય તો....! ભગવાન કરે એવું ક્યારેય ન થાય અને જે લોકો પોતાના ઘરથી દૂર ...Read More

2

વતનની વાટે - ર

આખોય પરિવાર તળાવ પાસે બનેલા અણબનાવ ના વિચારો થી ડઘાયને સ્તબ્ધ બનીને રસ્તા પાસે કોઈ વાહનની વાટ જોતો ઊભો એવામાં એક ઊંટ ગાડી વાળો ત્યાંથી પસાર થાય છે. ચહેરા પર માંડ માંડ હાસ્ય આવતું હોય અને જેના પર સંકટ ના વાદળો તૂટી પડ્યા હોય એવી એકદમ નિરાશ મુખમુદ્રા વાળા અને પહાડી ચાલકને દૂરથી જોઈને ઊભો રાખવાની હિંમત નોહતી થતી પરંતુ દેખાવમાં રાજસ્થાની લાગતા એ ભાઈને ઊભા રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. દાદીમાના એ વિનમ્ર છોકરાએ એને માંડીને વાત કરી તો એ ભાઈએ તેના પરિવાર ને પાછળ ગાડીમાં બેસાડ્યાં. વાડ વિનાની એકદમ ખુલ્લી એ ગાડીમાં ઊંટ માટે ...Read More

3

વતનની વાટે - 3 - છેલ્લો ભાગ

થાકીને ઢીલાઢબ થઈ ગયેલા પાંચેય જણા સામે પડકાર હતો કે રાત પડે એ પહેલાં જંગલ માંથી બહાર નીકળી જવાનું પણ હજી તો જંગલ શરૂ પણ નહતું થયું. તેઓ જંગલથી ઘણા દૂર હતા અને તેને પસાર કરવા માટે કોઈ ઝડપી પરિવહન જરૂરી હતું. જો તેઓ ચાલીને જાય તો સમયસર પહોંચવું મુશ્કેલ હતું. તેઓ ઇચ્છે તો એક દિવસ તે ગામમાં રોકાઈ જાય અને બીજા દિવસે વહેલા નીકળે તો કોઈ મુશ્કેલી થાય નહિ, પણ વતન જવાની તીવ્ર ઘેલસા તેમને રોકી શકી નહિ અને તેઓ ત્યારે જ ચાલવા માંડ્યા. પ્રકૃતિ પણ સાથ આપે છે જો પ્રયત્નો રુદિયાં ના રાજીપા સાથે હોય, એ હકીકત ...Read More