રોશની

(329)
  • 34.5k
  • 15
  • 12.2k

પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ મિત્ર નિલેશભાઈનાં ફરમાનને ટાળી શકવાની હિંમત ન હોવાથી ખૂબ જ કપરી જવાબદારી માથે આવી પડી છે. કોઈ વાર્તાની પ્રસ્તાવના લખવાનું મારૂં ગજું નથી, છતાં મિત્રધર્મ નિભાવવા માટે થોડી હિંમત કરી લઉં છું. આ વાર્તા છે નાયક ચિરાગનાં જીવન પર, એક એવાં યુવાનની, જે જબરદસ્ત હતાશામાં હોય છે, જીવનથી તદ્દન નિરાશ થઈ આત્મહત્યાનાં વિચાર કરવા સુધી પ્રેરાય છે. ચિરાગને એ ભયંકર યાતના માંથી ઉગારી એને ફરીથી જીવન તરફ લાવનાર નાયિકા રોશની ખરેખર આ વાર્તાનું શિર્ષક સાર્થક કરે

Full Novel

1

રોશની ભાગ ૧.

પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો બિલકુલ અનુભવ નથી, પરંતુ મિત્ર નિલેશભાઈનાં ફરમાનને ટાળી શકવાની હિંમત ન હોવાથી ખૂબ જ કપરી જવાબદારી માથે આવી પડી છે. કોઈ વાર્તાની પ્રસ્તાવના લખવાનું મારૂં ગજું નથી, છતાં મિત્રધર્મ નિભાવવા માટે થોડી હિંમત કરી લઉં છું. આ વાર્તા છે નાયક ચિરાગનાં જીવન પર, એક એવાં યુવાનની, જે જબરદસ્ત હતાશામાં હોય છે, જીવનથી તદ્દન નિરાશ થઈ આત્મહત્યાનાં વિચાર કરવા સુધી પ્રેરાય છે. ચિરાગને એ ભયંકર યાતના માંથી ઉગારી એને ફરીથી જીવન તરફ લાવનાર નાયિકા રોશની ખરેખર આ વાર્તાનું શિર્ષક સાર્થક કરે ...Read More

2

રોશની ભાગ ૨.

રોશની ભાગ ૨ રોશનીએ પર્સમાંથી મોબાઈલ કાઢી બે ચાનો ઓર્ડર આપ્યો, અને ફરી મારી તરફ જોઇને કહ્યું. “બોલો ચિરાગ.” આજથી છ મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરીના દિવસે હું બરબાદ થયો. મારા ફાધર એક મોટા કોન્ટ્રેકટર હતાં. શહેરમાં બસ-સ્ટેશનની બાજુમાં આવેલ “ચિરાગ મહેલ” એ અમારો હતો. કરોડપતિ કહેવાતાં મારા પપ્પા. શહેરની મોટી મોટી લગભગ સિતેરથી વધારે બિલ્ડીંગ પપ્પાએ બનાવી છે. હું પણ મારો અભ્યાસ પૂર્ણ કરી અને પપ્પા સાથે મદદમાં લાગી ગયો, એ દરમિયાન મલ્લિકા મારા સંપર્કમાં આવી. થોડાજ દિવસોમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એ પપ્પાની ઓફીસમાં એકાઉન્ટનું કામ કરતી, અને સમય જતાં પપ્પાને પણ ખબર પડી ગઈ, અમારા સંબંધથી પપ્પાને ...Read More

3

રોશની ભાગ ૩.

રોશની ભાગ - ૩ રોશની મારી સામે જોઈ રહી હતી, તેણીનો એક હાથ ટેબલ પર અને બીજો હાથ હડપચી હતો તેના વાળ ટેબલ પરથી સરકી નીચે લહેરાતા હતા, તેણીનાં ચહેરા ઉપર કોઈ વિજય ભાવ હતો, તેણીએ મને ઠીક કરી નાખ્યો, મને ડીપ્રેશનનાં કુવામાંથી બહાર કાઢ્યો હોવાની ખુશી રોશનીનાં ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. અમે જમી અને આઈસ્ક્રીમ ખાવા બહાર આવ્યા. ત્યાં મારા ફોનની રીંગ વાગી. મારા સુપરવાઈજરનો ફોન હતો.. “યસ સર, ગુડ ઇવનિંગ.” “હા, ગુડ ઇવનિંગ ચિરાગ, સોરી ટુ સે. મારા કારણે તને પ્રોબ્લેમ થશે, બોસએ મને પંદર દિવસ માટે બેંગ્લોર જવા કહ્યું, પણ મેં તારું નામ રીકમંડ ...Read More

4

રોશની ભાગ ૪.

રોશની ભાગ ૪ રોશનીની વાતો સાંભળી મને આશ્ચર્ય થયું, સાચેજ હું સેલીબ્રીટી બની ગયો હતો. લોકો આજ સુધી મને કન્સ્ટ્રક્શનનાં માલિકનાં સનથી ઓળખતા, જે લોકો મને મારા પપ્પાનાં નામથી ઓળખતા હતા એ લોકો મને પર્સનલી મારા નામથી ઓળખવા લાગ્યા, સિંગર ચિરાગ, મ્યુઝીશિયન ચિરાગ, માસ્ટર ચિરાગજેવા નામથી ઓળખવા લાગ્યા, અઠવાડિયામાં રોશનીની આઈ કેર ફોર યુની ઓફીસ મારી ઓફીસમાં ચેન્જ થઇ ગઈ. રોશનીએ મારા કારણે પોતાનું પ્રોફેશન ચેન્જ કરવું પડ્યું, રોશની હવે મને આસિસ્ટ કરવા લાગી. મારા ફોન રીસીવ કરવા લાગી.મારી દરેક અપોઈન્ટમેન્ટ એ ફિક્સ કરતી. રોશનીએ પોતાનો પહેરવેશ પણ ચેન્જ કર્યો, જીન્સ અને ટી-શર્ટ કે ટોપ પહેરીને આવવા લાગી, એ ...Read More

5

રોશની - ભાગ ૫

રોશની ભાગ - ૫ હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા તેની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે. “રોશની આજે તું વધારે સેક્સી લાગે છે.” “ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.” રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે. હું રોશનીની નજીક ગયો અને કહ્યું. “રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.” રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ, “પ્લીઝ રોશની જો ને?” “ના તું હિપ્નોટીઝમ કરે છે, હું ...Read More

6

રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ)

રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ) “ના એમ વાત નથી, હું આ કાર્ય છેલ્લા એક વર્ષથી કરી રહી છું, અલબત વાત અલગ છે કે તારી સાથે જોડાયા પછી મારું કામ થોડા સમય માટે બંધ કર્યું. આજે પણ ઘણાં સરકારી કર્મચારીઓ પોતાની તકલીફ,મુંઝવણ લઇને મારી પાસે આવે છે, તો તને ખબર છે હું શું કરું છું? હું એમને જે તે જગ્યાએ માત્ર અરજી કરવાનું અને રાહ જોવાનું કહું છું.” “તેનાથી શું ફરક પડે? પેલાની પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય?” “હા, માનસિક તો સોલ્વ થઈ જ જાય, એ કર્મચારી ખુબ અકળાયેલો હોય,આપણી બોગસ સિસ્ટમથી ફ્રસ્ટરેટ થઇ ગયો હોય, તો કમસે કમ એમનો ગુસ્સો ...Read More